Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૨૪/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદ્રષ્ટિ કરીને બોલતા હવા જે,

“ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી ……અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે…….

માટે

જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રિઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી……
અને ભગવાનની ભક્તિ કરતાં થકાં કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂરખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય,’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે……. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે; ……..જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળાં કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાંખે છે…… એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે.….

…..અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચઢતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં……. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહીં…….. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહીં અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

——————————–

વચનામૃત ગઢડા અંત્ય-૬

ભક્તિ કરવી …સત્સંગ કરવો તો કેવળ પોતાના જીવ ને કલ્યાણ ને અર્થે જ કરવો…કારણ કે જીવ જે અનંત જન્મો થી જન્મ મરણ નાં ચક્ર માં ફરે છે તેનો મોક્ષ…મુક્તિ કેવળ સત્સંગ થી જ થાશે….અને આનાથી મોટી પ્રાપ્તિ કઈ હોઇ શકે?? જગત નાં કહેવાતા સુખો કેવળ દુખ જ…બંધન જ લાવે છે….માટે જ શ્રીજી અહી ડંકા ની ચોંટે મુક્તિ નો મારગ કહે છે…..આજની સભા એનાં પર જ હતી…

ધોમધખતા તડકા વચ્ચે પણ જો જીવ ને શીતળતા નો અનુભવ કરાવતું કોઈ હોય તો તેં સત્સંગ છે….તેં ભક્તિ છે…..

એવાં જ શીતળ …જીવ ને ઠંડક આપતાં દર્શન એટ્લે મારા વ્હાલા નાં દર્શન…….પુનઃ ઘનશ્યામ મહારાજ નાં દર્શન કરો તો આ આંખો ધન્ય થઈ જાય તેવો અદ્ભૂત શણગાર હતો…..

સભા ની શરૂઆત યુવકો દ્રારા ધૂન થી થઈ…. અદ્ભૂત ધૂન….! ત્યારબાદ પુ. ધર્મપ્રકાશ સ્વામી એ સ્વરચિત એક પદ- રાજસ્થાની ઢાળ માં, સારંગપુર મહાતીર્થ સ્થાને ઉજવયેલ ફૂલો ની હોળી પર ” સ્વામી હોળી ખેંલાવે…. સ્વામી હોળી ખેંલાવે…” કીર્તન રજુ કર્યું…..એ અદ્ભૂત ફૂલદૌલ નો માહોલ નજર સમક્ષ ખડો થઈ ગયો….!!! હૈયું….જાણે કે હજુ પણ યે જ ફૂલદૌલ ના રંગે રંગાયેલું છે…જે આજીવન રંગાયેલું જ રહેશે……કૈસરભિનો શ્યામ રંગ જીવ પર થી ઊતરે એમ નથી જ…! ત્યારબાદ એક યુવકે પ્રેમાનંદ સ્વામી નું પ્રેમ ભીનું ” રંગ કી ધૂમ મચાઇ રે…રંગ ભીને સાવરે….” પદ રજુ કર્યું અને હૈયા ની લાગણી ઉભરાઈ આવી….હૃદય માં કેસર છવાઈ ગયુ…! ત્યારબાદ એક અન્ય યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત” હોરી આઇ શ્યામ બિહારી…..” રજુ કર્યું……એ જ રંગ…એ જ શ્રીજી…નજર સમક્ષ છવાઈ ગયા….! વિચારો…એ સમયે શુ માહોલ હશે…?? ઉત્તર…સારંગપુર નો …અક્ષરબ્રહ્મ ની હાજરી માં ઉજવાતો ફૂલદૌલ છે….સમય બદલાયો છે, પણ રંગ એ જ છે….શ્રીજી એ જ પ્રગટ પ્રમાણ છે…!!! જે જીવ માં થી એકપલ પણ વિસરાય તેમ નથી….

ત્યારબાદ સારંગપુર ખાતે સ્વામીશ્રી એ 18-20 માર્ચ દરમિયાન વિચરણ અને ઉજવેલ શ્રી ભગતજી મહારાજ જયંતિ ઉત્સવ નાં દિવ્ય વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જેનો લાભ નીચે ની લિંક પર થી મળી શકશે….

અદ્ભૂત દર્શન…..!

ત્યારબાદ પુ. નિર્મલ ચરિત સ્વામી એ ગુણાતીત નાં ગુણ અને મહિમા પર અદ્ભૂત પ્રસંગ પ્રવચન કર્યું…જોઈએ સારાંશ માત્ર..

 • ગ.પ્ર.૭૫ વચનામૃત માં એકાંતિક ભક્ત ની વ્યાખ્યા કરી છે…એ જ એકાંતિક ભક્તિ…પરિપૂર્ણ નિશ્ચય…સ્થિતપ્રજ્ઞ નો ગુણ આપણાં ગુણાતીત ગુરુઓ માં દેખાય છે..
 • એમણે દેહ નો અનાદર….દેહ નું કૃષ્ણારપણ કર્યું છે…માટે જ એ સર્વ મંગલ છે…પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને આપેલું વચન, પ્રમુખ સ્વામી એ છેલ્લાં શ્વાસ સુધી નિભાવ્યું…
 • કેવળ હરિભક્તો ને રાજી કરવા, મોટી ઉંમરે પણ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીએ અતિ કઠીન વિચરણ કર્યું છે….જેનાં તોલે કદાચ કોઈ ન આવે….

સતપુરૂશ નો આ દાખડો…મહિમા સમજાય તો આપણો બેડો પાર થઈ જાય….ત્યારબાદ યુવકો એ ” મન માન કર્યું તેં તારું….તેં કામ બગાડ્યૂ તારું…” જગદીશાનંદ સ્વામી રચિત પદ રજુ કર્યું….

ત્યારબાદ ગઢડા અંત્ય ૬ પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ પુ. વિવેક જીવન સ્વામી જેવા વિદ્વાન સંતે આપ્યો…..જેનો સારાંશ માત્ર જ આપણે અહી જોઈશું…..

 • વચનામૃત શ્રીજી નું સ્વરુપ છે…મોક્ષનું કારણ છે…તેનો નિત્ય અભ્યાસ…અનિવાર્ય છે, જેથી આ પરા વિદ્યા અન્ય ને સરળ ભાષા માં કહી શકાય…
 • સ્વભાવ ટાળી ને સેવા કરવી…ભક્તિ કરવી…જો એમ ન થાય તો …પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે સ્વભાવ સાથે પણ સેવા ચાલુ રાખવી…કાળ ક્રમે અંતરદ્રષ્ટિ થાશે..સ્વભાવ છૂટશે અને ભક્તિ શુદ્ધ થાશે.
 • ઈર્ષા …ઝેર છે, અંતર માં એ હોય તો સંસાર હોય કે સત્સંગ….સુખ જ ન આવે…માટે આ સ્વભાવ દોષ ઓળખી રાખવો…શ્રીજી ને સતપુરૂશ ને આ સ્વભાવ ગમતો જ નથી…. જીવા ખાચર(ગઢડા) એ ઈર્ષા નું ઉદાહરણ છે….
 • જીવ અને મન ની મિત્રતા છે….જીવ સદગુણી હશે તો મન ને કાબુ માં કરી શકશે….માટે જ જીવ ને મન થી વધું બળવાન કરવું….સત્વઃગુણી કરવું..
 • જીવ ને બળવાન કરવા નો માર્ગ સત્સંગ છે….સતપુરૂશ નો દૃઢ આશરો છે…એમનાં આપેલા નિયમ ધર્મ નું દૃઢ પાલન છે….અને એનાં આધારે જીવ બળિયો થાશે તો મોક્ષ માર્ગે સહજ જ ચાલશે….

અદ્ભૂત…..અદ્ભૂત…!

સભાને અંતે પુ. બ્રહ્મ વિહારી સ્વામી એ અગત્ય ની સુચના આપતાં કહ્યુ કે આજકાલ ની સામાજિક , રાજકીય પરિસ્થિતિ ને ધ્યાન માં લેતા…પોલીસ અને સરકાર ની સુચના મુજબ દરેક મંદીર ની…અને ખાસ તો અમદાવાદ નાં દરેક મંદીર ની…શાહીબાગ મંદિરની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ કરવા માં આવી છે…..તમામ હરિભક્તો એ સહકાર અવશ્ય આપવો……ભીડ ન કરવી…અજાણી વસ્તુ… અજાણ્યા વ્યક્તિ પર નજર રાખવી….મંદીર ને જણાવવું…

તો આજની સભા…જીવ ને સત્વ ગુણી કરી, મન પર વિજય પ્રાપ્ત કરવા ની હતી…છેવટે જીવ નું કલ્યાણ આમાં જ છે….

સમજતા રહો…..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

તમારી આવક કેટલી???

એક પ્રસિદ્ધ કહેવત છે-” સ્ત્રી ને એની ઉંમર વિષે અને પુરુષ ને એની આવક વિષે ક્યારેય સવાલ ન પૂછવો……કારણ કે જવાબ હમેંશા ખોટો જ મળે છે”  છતાં, પણ વિડંબના ઓ અને દેખાદેખી ની માયાજાળ મા ફસાયેલું મનુષ્ય મન- આ સવાલ -આ કહેવત જાણવા છતાં પૂછે જ છે…પછી ભલે ને જવાબ ગમે તે હોય? હું એમ કહું છું કે- તમને કોઈ પૂછે- કે તમારો પગાર કેટલો? તમે કહો કે મહિને લાખ રૂપિયા…….તો સામે વાળા ને ફર્ક શું પડે? અને તમે કહો કે દસ હજાર રૂપિયા…તો પણ સામે વાળા ને ફર્ક શું પડે?? કોઈની આવક જોઈને- કોઈની જિંદગી મા કઈ ઝાઝો ફર્ક નથી પડી જવાનો…

મને યાદ આવે છે એક પ્રસંગ- અમુક વર્ષ પહેલા- હું મારા એક મિત્ર સાથે – એની સગાઇ ની વાત કરવા- છોકરી જોવા સાથે ગયેલો……નાસ્તા-પાણી પછી હમેંશ ની જેમ- દબાતા અવાજે ચર્ચા નો દોર ચાલ્યો……અચાનક જ દીકરી ના પિતા એ – મારા મિત્ર ને સવાલ પૂછ્યો કે – તમે મહિને દા’ડે પચાસ હજાર તો કમાતા હશો કેમ? મિત્ર જરા સ્તબ્ધ થઇ ગયો…..જવાબ આપ્યો- ના….જી…પણ સુખે થી રહેવાય એટલું તો કમાઈ લઉં છું……! પછી- સ્વાભાવિક છે એમ- છોકરી વાળા ની ના આવી અને એક ખુદ્દાર-સાચો માણસ બચી ગયો……નીતિશતક કહે છે કે- માણસ સુખી છે કે દુઃખી…..એનો આધાર એની આવક કેટલી છે /એની પાસે કેટલું ધન છે….- એના પર નથી…..પણ એનો આધાર- એની અપેક્ષા ઓ કેટલી છે- એના પર છે. સત્ય વચન…..જાત અનુભવ નું વચન…..! એમાં કોઈ શંકા નથી કે- વધારે પૈસા…વધારે ધન તમને- એક અદ્રશ્ય સલામતી નો -અહં પંપાળ નો ભાવ આપે છે…..પણ શાશ્વત સુખ  નથી આપતા. શાશ્વત સુખ નો આધાર- તમારી અપેક્ષા ઓ સાથે….સીધો જ જોડાયેલો છે….એક રેખા મા ચાલે છે. આથી ઘણીવાર જોઈએ તો- રસ્તા પર સાયકલ લઈને ફરતો મનુષ્ય- મર્સીડીઝ મા ફરતા મનુષ્ય થી વધારે ખુશ-સુખી લાગે છે. અને આ સુખ ના ભાવ….સુખ ની પલ – કરોડો રૂપિયા ખર્ચતા પણ નથી ખરીદી શકાતા……..

સાથે સાથે- એક અન્ય પ્રસંગ- અમારા એક સ્નેહી છે- જે સ્નેહી હોવા છતાં- અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના તીખા ટીકાકાર છે. એમનું તત્વજ્ઞાન કહે છે કે- આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાય મા જેટલા કહેવાતા સત્સંગી છે- એમાં થી ૯૦% સત્સંગી- પૈસે ટકે સુખી થવાશે -એ ભાવે જ સંપ્રદાય મા જોડાય છે….અને જો સ્વામિનારાયણ સંપ્રદાય- આ સમૈયા કે શાનદાર રસોઈ ઉત્સવો બંધ કરે તો- આ કહેવાતા સત્સંગીઓ- હવા ની જેમ ગાયબ થઇ જાય……! હું આ સાથે સંમત નથી…….હા આંશિક પણે- મોટા ભાગ ના હરિભક્તો મા એવો ભાવ હોય છે કે- મંદિર મા દશાંશ વિશાંશ લખાવા થી- ધન-ધાન્ય મા સુખ કાયમ રહેશે. ….અને હકીકત છે- અહિયા સ્વયં શ્રીહરિ નું અદભૂત વચન છે- કે- જે સત્સંગી- એમનાં આપેલા નિયમ-ધર્મ નું  દ્રઢ પાલન કરશે- એના સુખાકારી ની જવાબદારી- એ પોતે લેશે…..અને બધા આ જુએ છે- અનુભવે છે…..પણ શ્રીજી ના રાજીપા નું વચન- કંઇક અલગ જ છે….વચનામૃત ના ગઢડા પ્રકરણ -પ્રથમ  ના ૭૦ મા કહ્યું છે કે….

“ભગવાનનો નિશ્વય કરવો તે એકલો પોતાના જીવના કલ્‍યાણનેજ અર્થે કરવો, પણ કોઇક પદાર્થની ઇચ્‍છાએ કરીને ન કરવો, જે ‘હું સત્‍સંગ કરૂં તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉ, કે ગામ ગરાસ ગયો છે તે સત્‍સંગ કરીએ તો પાછો આવે,’ એવી જાતની જે પદાર્થની ઇચ્‍છા તે રાખીને સત્‍સંગ ન કરવો.”

તો- અહિયા આ જ બ્રહ્મસત્ય છે……ભૌતિક સુખો તો- બાય પ્રોડક્ટ છે……પણ આત્મા નું કલ્યાણ જ અહીં સર્વોપરી છે. જો- સ્વામિનારાયણ સંપ્રદાય મા – લોકો માત્ર ભૌતિક સુખ માટે જ આવતા હોત તો- કરોડપતિ મા-બાપ ના એક માત્ર સંતાનો, સોના ની ચમચી મોઢામાં લઇ ને જન્મેલા લાડકવાયા….૭૦-૭૦ લાખ રૂપિયા દર વર્ષે મળતા – એવી ધીકતી નોકરી કરતાં……નવલોહિયા- ત્યાગી ન થઇ જાત…..દીક્ષા લઇ ને- સારંગપુર મંદિર મા વાસણ-કચરા-પોતા ની સેવા ન કરતાં હોત…….સાધુતા નો આ માર્ગ- બ્રહ્મ માર્ગ છે……ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ ના રાજીપા નો માર્ગ છે……શ્રીજી ના રાજીપા નો માર્ગ છે……! સંપ્રદાય ના આદ્ય ગુરુઓ- શાસ્ત્રીજી મહારાજ – પાસે દોઢ રૂપિયા ની ટીકીટ લેવા ના પૈસા નહોતા….મંદિર મા આઠ આના ની સિલક હતી અને કડિયા ના પગાર કરવા એક રૂપિયો નહોતો છતાં ગગનચુંબી પાંચ પાંચ મંદિરો નું કામ એક સાથે ચાલતું…………ચાર આના ની ટપાલ ટીકીટ બચાવવા -યોગીબાપા પત્ર લખતા તો- નિર્ગુણ સ્વામી…ફાટેલા ધોતિયા ને શક્ય હોય એટલા સાંધા કરી વર્ષો-વરશ ચલાવતા……….છતાં- એમના મુખ પર જે શાશ્વત આનંદ….ઉત્સાહ અને પરમ સુખ ની અનુભૂતિ હતી…..એ કોઈના મુખ પર જોવા ન મળતી……અને એજ શ્રીજી નો રાજીપો હતો……

અનંત સુખ ની પ્રાપ્તિ.......

અનંત સુખ ની પ્રાપ્તિ…….

તો- બસ પોતાની અપેક્ષાઓ મર્યાદિત કરો…..જેમ બને તેટલી ઓછી કરો…..સાચા સુખ- શાંતિ ને સમજો..જાણો અને એવા માર્ગ પર ચાલી ને જીવન નો નિર્વાહ કરો કે જ્યાં- મન ની શાંતિ- શરીર ની શાંતિ કરતાં વિશેષ હોય…….બાકી- નિર્ણય તમારો……! જીવન મા પૈસા કમાવવા પણ સુખ-શાંતિ ના ભોગે નહી………..જીવન ટૂંકું છે……અને આપણી પાસે સમય નથી. આધુનિક વ્યાખ્યા ઓ ને હવે તિલાંજલિ આપવા નો સમય પાકી ગયો છે. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે – જીવન મા બધી જ સગવડો હશે….સુખ હશે પણ ભગવાન નહી હોય તો બધું શૂન્ય છે…..અને જો ભગવાન હશે તો- બધું જ સુખ બની જાશે……

સમજો…….” કે સખી સમજણ મા ઘણું સુખ છે…….” જેવી વાત છે, આથી જ તો સત્સંગ ની મા -સમાન- મુક્તાનંદ સ્વામી એ એમનાં પદ- કે જે રોજ શયન વખતે -હરિભક્તો મા ઉત્સાહ પૂર્વક ગવાય છે….કહ્યું છે કે….

“રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખ દાયક જાણું 

રે તમ વિના સુખ સંપત કહાવે , તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે ;

અંતે એમાં કામ કોઈ નાવે……..રે શ્યામ તમે સાચું નાણું…….”

સાર- તો- જીવન મા બધું જ એક ભગવાન ને સાક્ષી બનાવી કરો…..એના રાજીપા ને જ આવક નું માપ ગણો….અપેક્ષાઓ હરિ સુખ ની રાખો….શાંતિ ની રાખો……બાકી ની આવકો તો એની મેળે જ આવ્યા કરશે…….છેવટે કરી કરી ને તો એજ કરવા નું છે……..હરિ મળ્યા તો બધા અબજોપતિ છે…………….

રાજ


Leave a comment

કેવું રહ્યું ગયું અઠવાડિયું…???

કેવો ગયો દિવસ?……આ એક એવો પ્રશ્ન છે કે જેના સામાન્યતઃ ત્રણ જવાબ હોઈ શકે…..

 1. મને ખબર નથી
 2. છોડ ને વાત..!!! સાવ ખરાબ ગયો……
 3. બસ..રૂટીન…..સારો ગયો….!

પણ અઠવાડિયું કેવું ગયું?……એમ પૂછીએ તો જવાબ આપતા વિચાર કરવો પડે અને જે જવાબ મળે એ એટલો બધો સ્પષ્ટ પણ ન હોય……છતાં ગયું અઠવાડિયું મારા માટે કેવું ગયું?…એ જવાબ માટે નીચે જુઓ……

 • ગરમી અતિશય પડે છે……પણ સારું છે કે ઘરમાં એસી છે….આથી ગરમી ની સામે ઢીંક લઇ શકાય છે….લાઈટ બિલ આવ્યું છે ૨૧૦૦ રૂપિયા પુરા..!!( કદાચ ટોરેન્ટ વાળા ઓ ને પણ લગ્ન નો માહોલ લાગી ગયો છે……)
 • ૧૭ મી તારીખે- અમારા લગ્ન ને ૬ વર્ષ પુરા થયા….એ દિવસે રજા પણ હતી….આથી પહેલા તો મંદિરે ગયા….દર્શન કર્યાં…ત્યારબાદ ગુજરાતીથાળી જમવી હતી, આથી ખરા તડકામાં , ગોરધન થાળ ગયા. એટલી બધી મજા ન આવી…બહુ જ ભારે જમવાનું લાગે છે…! રીના તો માત્ર ટેસ્ટ જ કરે છે આથી આ ટેસ્ટ અમને, સાડા ત્રણસો માં પડ્યો…! સારું થયું કે અમે વિશાલા, રજવાડું કે અગાશીએ માં ન ગયા….!
 • એ જ તારીખે ,રીના ને ઉત્સાહ આવ્યો- કે મારા માટે બે-ત્રણ શર્ટ લઇ આવી….અને મે – આ વખતે એને કશું ન લઇ આપ્યું..!! ( શું એનું- શું મારું…?? ભેદ શાના કરવા ના…..???)
 • બીજા દિવસે સાંજે પણ- રીના મને ખરીદી કરવા લઇ ગઈ…..અને મારા ખિસ્સા થોડાક હળવા થઇ ગયા….!! કપડાના કબાટ ઉભરાતા જ જાય છે….! કામવાળી પણ જુના કપડાં લેવાની ના પડે છે….આથી પસંદગી ના શર્ટ-ટીશર્ટ ગાડી સાફ કરવાના પોતા તરીકે વપરાઈ રહ્યા છે….( એક વિચાર- કપડાં માટે પણ એક બેંક કે લાયબ્રેરી જેવું હોત તો……!!)
 • ચાલવાનું -સવારે બંધ કર્યું છે…..સાંજે ચાલુ છે- પણ ખબર નથી- કોની નજર લાગી ગઈ છે…..શરીર ઉતરતું જ નથી..!!! ખાવાપીવામાં પરેજી પાડવામાં આવે છે….છતાં આવું..??? હવે તો લાગે છે કે ચોમાસામાં ચાતુર્માસ કરવો જ પડશે….
 • રીના એ ડ્રાઈવિંગ શીખવા નું શરુ કર્યું છે અને મારી ચિંતાઓ વધી ગઈ છે…..કે મારી ગાડી નું શું થાશે?????

…..આ બધું જોયા પછી લાગે છે કે …..

” ઓ શ્યામ તમે સાચું નાણું …બીજું સર્વે હું દુઃખ દાયક જાણું……..”

જો કે આ પણ જીવન નો એક રંગ છે……માણી લેવો…..પણ એક શ્યામ રંગ સિવાય હવે કશું પણ મને ચડશે નહી…એ ની સો ટકા ગેરંટી.!!! આમેય એ રંગ જેણે લાગે તેને , બીજા રંગ ક્યારેય રંગી શકતા નથી…..હકીકત છે.

સાથે રહેજો….

રાજ


Leave a comment

પૂ.બ્રહ્માનંદ સ્વામી( Brahmanand swami) અને રેણકી છંદ…

ભગવાન સ્વામિનારાયણ ના સમયમાં જે પરમહંસો થઇ ગયા તે હરિકૃપાથી એટલા બધા વિદ્વાન હતા કે એમની અમુક વાતો,રચનાઓ કે સિધ્ધિઓ આગળ આજ ની વિદ્વતા ઝાંખી લાગે…પૂ.ગોપાળાનંદ સ્વામી, પૂ.ગુણાતીતાનંદ સ્વામી,પૂ.નિત્યાનંદ સ્વામી, પૂ.નિષ્કુળાનંદ સ્વામી, પૂ.પ્રેમાનંદ સ્વામી, પૂ.મુક્તાનંદ સ્વામી,પૂ.બ્રહ્માનંદ સ્વામી કે પૂ.વાસુદેવાનંદ સ્વામી ની સિધ્ધિઓ સર્વોચ્ચ હતી અને ઇતિહાસ એનો સાક્ષી છે…

ગાયે બ્રહ્માનંદ હરિ ગુણ…..

પૂ.બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત છંદો-મય પદો આજે પણ એટલા જ અઘરા છે જે આજ થી બસો વરસ પહેલા હતા…એવું કહેવાય છે કે એમને રચેલુ એક પદ કે જે “રેણકી” છંદ માં છે એની રચના એટલી અદભૂત છે કે એ એક પદમાં સમગ્ર “અલંકારો”નો અદ્વિતીય સમન્વય થયો છે જેના જેવી રચના રચવી આજે પણ અઘરી જ નહિ અશક્ય છે એવું આજ ના સાહિત્યકારો કહે છે…તો ચાલો જોઈએ એ રચના….

રેણકી છંદ – પૂ.બ્રહ્માનંદ સ્વામી..

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,

નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..

ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

મન ડોલે છે ને….!!!!!હવે તમે જ કહો…આ રચના કેવી છે…એના રચયિતા કેવા હશે અને એ રચયિતા એ જેના માનમાં આ લખી છે એ કેવા હશે?   મને સ્વામિનારાયણ સત્સંગી હોવાનો ગર્વ છે…અને એ કેફ જન્મોજન્મ રહેશે….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

હરિ મારો હૈયા નો હાર…

મેં એક પ્રયત્ન કરી ને ,એક ભક્તિ-કાવ્ય રચવા નો પ્રયત્ન કર્યો છે. પૂ.બ્ર્હામાનંદ,પ્રેમાનંદ,કે નિષ્કુળાનંદ સ્વામી ની રચના ઓ આભ ને આંબે છે અને એની સરખામણી કોઈ રીતે કે કોઈ કક્ષામાં આ કાવ્ય સાથે કરવી શક્ય નથી..બસ આ મારો એક આછો અધુરો પ્રયત્ન છે…તો વાંચો અને માણો….

“છનક છનક ચાલ ચલત બાંકે બિહારીલાલજી ..
માથે વાંકી પાઘલડી ને હાથ માં છે રેશમી રૂમાલ,
સર્વે સજ્યા શ્વેત વસ્ત્ર અદભુત મનમોહન વાલમજી ….
ઠુંમાંકાતી ચાલ માણકી શી ,એ પર વિરાજ્યા રાજેશ્વરજી,
શોભા ઘનશ્યામ ની અતિ સારી , જોઈ એ હું સર્વસ્વ હારી….
નથી વેઠાતી હવે દુરી એક પળ ની પણ ઘનશ્યામજી …
નજરો બિછાવી બેઠી છું હું , તડપત મન,હૃદય હારી …
અરજ સ્વીકારો હરિવર આજ પાતળિયા વાલમજી,
શીઘ્ર પધારો મુજ આંગણે હરિવર,કહે તુજ ભક્ત “રાજ”
આવી વસો રુદિયા મહી ,મેલું ના એક પળ વિસારી જી .

વારી જાઉં રે સુંદર શ્યામ...

આ મારા મન મા આવ્યું ને મેં લખ્યું..હૃદય ની ઊર્મિ ઓ પ્રગટ સ્વરૂપમાં જ શોભે છે..છુપે ના છુપાય નયન પ્રણય ના….અને પ્રણય જો છુપો હોય તો એ પ્રણય કહેવાય જ નહિ…

બસ સાથે રહો…….
રાજ