Raj Mistry's world

Me,my stories and world around….


2 Comments

BAPS રવિસભા- 10/11/2019

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,“જેને

–શ્રદ્ધા તથા

–હરિ અને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા

–ભગવાનને વિષે પ્રીતિ તથા

—ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય

એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે……તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય, તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય તો પણ મહાબળવાન થાય છે….; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દસ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં; તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે.અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે….. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી, તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે; કેમ જે, અંતે નાશ પામી જશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે…

…..તે માટે …..માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

————————

વચનામૃત- સારંગપુર-૫

સર્વને સૌપ્રથમ તો વિક્રમ સંવત ૨૦૭૬ ના નવા વર્ષ ની અઢળક શુભેચ્છાઓ……! કારણ કે મારા માટે નવા વર્ષ ની પ્રથમ સભા આજે હતી…..અને એનો ઉત્સાહ પણ બેવડો હતો…..સત્સંગ સભા માં અનેક મિત્રો ને નવા વર્ષ માં પ્રથમવાર મળવા નો ઉત્સાહ….અને સભામાં જીવ ને સત્સંગ સાથે જોડવા નો ઉત્સાહ…..!આથી જ સમયસર સભામાં પહોંચી ને સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત દર્શન….!

અદભુત દર્શન…..!સભાની શરૂઆત પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે “સ્વામિનારાયણ સ્વામી…..” ધૂન થી થઈ…..બધા એકતાર થઈ ગયા….ત્યારબાદ એમના જ મુખે..પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભર્યું પદ ..” શ્યામલળા ચાલો ધીરા….” રજૂ થયું…! ખરેખર, પ્રેમાનંદ સ્વામી ના એક એક પદ માં શ્રીજી માટે નો તેમનો અનન્ય પ્રેમ….અતુલ્ય સ્નેહ….અમૂલ્ય ભાવ ટપકે છે…..! આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે તેથી સ્વામી ના જ સ્વરે…” માંગો માંગો ભગતજી આજ…જે માંગો તે દઈએ…” રજૂ થયું…..આ પદ માં ભગતજી મહારાજ ના વૃતાંત થી એ સમજવા નું છે કે….મોટા પુરુષ પાસે શુ માંગવા નું છે??? જીવ નું કલ્યાણ મોટું કે દેહ નું ??? ભગતજી એ અનાદિ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પાસે ત્રણ વર માંગ્યા….એમાં એક વર હતું….મારા જીવ ને સત્સંગી કરો…!! આપણે પણ જીવ માં એ સમજવા નું છે…દ્રઢ કરવા નું છે….સત્સંગ જીવ નો કરવા નો છે…! ત્યારબાદ રણછોડ ભક્ત રચિત અત્યંત બળ ભર્યું કીર્તન…” જે દુઃખ થાય તે થાજો રે…રૂડા સ્વામીને ભજતાં….” રજૂ થયું….! વચનામૃત માં સ્વયં શ્રીજી એ કહ્યું છે કે જે જીવ ને કલ્યાણ નો ખપ છે….એના થી શુ ન થાય?? બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના કઠિન સમય માં , કેવળ સ્વામી શ્રીજી ને રાજી કરવા અસંખ્ય હરિભક્તો એ પોતાનું સર્વસ્વ સ્વામી ના ચરણે અર્પી દીધું….અને કલ્યાણ ના અધિકારી થઈ ગયા…!!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ભાઈબીજ ના દિવસે રાજકોટ પધાર્યા તેના ભવ્ય દર્શન નો લાભ સર્વે ને મળ્યો…

ત્યારબાદ પૂ. અધ્યાત્મ પ્રિય સ્વામી દ્વારા ” પ.પૂ.મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષે આપેલી અણમોલ ભેટ…” વિષય પર વાત કરતા કહ્યું કે…એક અદભુત પત્ર ની ભેટ સ્વામીશ્રી સર્વ ને આપી છે…

સ્વામીશ્રી એ અનેક વાર…વારંવાર…એક જ વાત સર્વે ને આજ્ઞા રૂપે કરી છે….એ છે સંપ….! સંપ તો ભગવાન નું દૈવત છે….સત્પુરુષ નો આરામ…..સ્વાસ્થ્ય…..રાજીપો છે….સંદેશ છે…! સંપ માટે તો સત્પુરુષ ત્રણ ત્રણ માળ ચડી ને હરિભક્તો પર રાજીપો વરસાવી શકે છે…!!! કોઈ અબોલા તોડી ભેગા થાય તો સત્પુરુષ સ્વયં તેને પગે લાગે છે….!! સંપ થી એ રીઝે છે…અને અક્ષરધામ આપે છે….! તો હવે આપણે વિચારવું કે..સત્પુરુષ ને રાજી કઈ રીતે કરવા??અદભુત પ્રવચન…!

ત્યારબાદ કોઠારી પૂ. આત્મકીર્તિ સ્વામી એ સારંગપુર ૫ ના વચનામૃત પર અદભુત પ્રવચન કર્યું…જોઈએ એનો સારાંશ માત્ર…

  • આપણા માં અઢળક વાસના સ્વભાવો પડ્યા છે…પણ મહારાજ નો નીર્ધાર છે કે મારા ભક્ત માં તલમાત્ર કસર રાખવી નથી….સર્વ ને નિર્વાસનીક કરી પોતાના ધામ માં લઇ જાવા છે. જીવે બસ દાખડો કરવા નો છે…
  • ગ.પ્ર.18, ગ.મ.50, ગ.મ.45 વગેરે વચનામૃત માં આ જ વાત શ્રીજી કહે છે…અને જીવ કેમ સુખીયો થાય..એના માર્ગ વચનામૃત માં બતાવ્યા છે….
  • પ્રગટ સત્પુરુષ ને પોતાનો આત્મા માનવો એ દશમી ભક્તિ છે….એમ યોગી બાપા કહેતા…સત્પુરુષ જ નિર્વાસનીક થવા નો માર્ગ બતાવી શકે…ભગવાન નો યથાર્થ મહિમા કહી શકે……લોકોને લૌકિક પદાર્થો નો મહિમા સમજાય છે, પણ ભગવાન નો મહિમા નથી જણાતો……માટે જ જો આત્યંતિક કલ્યાણ નો ખપ હોય તો સત્પુરુષ થકી શ્રીજી નો સર્વોપરી મહિમા સમજી લેવો…..
  • સત્સંગ માં જેને ભગવાન નો…સંતો હરિભક્તો નો મહિમા જેટલો મોટો જણાય તેટલો તે મોટો…..એમ મહંત સ્વામી મહારાજ કહે છે…..અને એક વાર જો આવો મહિમા સમજાય પછી કશું બાકી ન રહે….
  • સત્પુરુષ નો મહિમા જ્ઞાને સહિત સમજાય પછી એમના માટે શું ન થાય?? અબ્દુલ કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજ્યા તો લખ્યું કે….હવે મારે કશું કરવા નું બાકી નથી….!!
  • આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે….એમના જીવન થી આપણે એ સમજવા નું છે કે….ભગતજી એ સ્વામી ને ઓળખ્યા…એમનો મહિમા જીવ માં દ્રઢ કર્યો…અને એમના વચને જીવ ને ..દેહ ને સ્વામી ને સમર્પિત કરી, સ્વામી ને રાજી કરી લીધા…..પરિણામે સ્વામી એ એમને બ્રહ્મત્વ બક્ષ્યું…એમના માં અખંડ રહ્યા….

માટે જ મોટા પુરુષ ને રાજી કરી નિર્વાસનીક થઈએ….મહારાજ સ્વામી ને રાજી કરી લઈએ…

ત્યારબાદ આજકાલ ખૂબ જ ગંભીર રીતે ફેલાતા ડેન્ગ્યુ – રોગ વિશે AMC માં સેવા આપતા ડો.મેહુલ આચાર્ય એ….આ રોગ ને ફેલાતો અટકાવવા ખૂબજ અગત્ય ની માહિતી બધા ને આપી….! થોડીક સાવધાની, જ્ઞાન, માહિતી અને સ્વચ્છતા રાખીએ તો ડેન્ગ્યુ ને મહાત કરી શકાય….અંતે અમુક જાહેરાત થઈ….

  • દેવદિવાળી ના રોજ અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં ..સંસ્કારધામ માં…અન્નકૂટ યોજાશે…વધુ જાણકારી માટે જે તે મંદિર નો સંપર્ક કરવો..

આમ આજની સભા….અદભુત જ્ઞાન થી સભર હતી…..જીવ જો સત્પુરુષ ના સંગે મહિમા સભર જ્ઞાન થી યુક્ત થાય તો જરૂર એ બ્રહ્મરૂપ થઈ શકે….શ્રીજી ને ભજવા લાયક થઈ શકે…અને આપણે જો જન્મ મરણ ના ચક્ર માં થી છુંટવું હોય…અખંડ સુખ શાંતિ જોઈતી હોય તો….આમ કર્યા સિવાય છૂટકો જ નથી……

બ્રહ્મ નો આ રાજમાર્ગ આપણી સામે જ છે……એના પર ચાલવું કે ન ચાલવું? એ આપણે નક્કી કરવા નું છે….

સદાયે…..પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા-03/02/2019

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે? કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે.”

પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો એમ છે જે,

વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જિતાય છે અને ભગવાનની માહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જિતાય છે.”
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

“જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે,

“જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે,….. તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે; એ જ એનો ઉત્તર છે.”

જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. અને ગમે તેવાં દેશકાળાદિક ભૂંડાં આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં.”

(શ્રીજી મહારાજે પછી સીતાજી નાં ત્યાગ નો પ્રસંગ નો આધાર લઇ પ્રશ્ન પૂછ્યો….જે)

…….જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે. અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે પણ સીતાજીના જેવી સમજણ નથી….. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી?”

પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે,

ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો,…… પણ અતિશય વૈરાગ્ય ને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં.”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”


વચનામૃત ગઢડા અંત્ય-૧૧

ગયા રવિવારે બ્રહ્મ ઉત્સવ સોલા ભાગવત ખાતે હતો અને આજની સભા નિયમિત હતી…..ઠંડી નું જોર ઘટ્યું છે પણ હરિભક્તો નું જોર..જોશ….અકબંધ હતાં……રવિ – સત્સંગ સભાનું બળ એવું પ્રબળ છે કે અઠવાડીયા નો જગત ની માયા રૂપી મેલ જે જીવ પર ચડ્યો છે ..એ પળ વાર માં ખરી પડે છે…….! માટે જ આપણાં ગુણાતીત ગુરુઓ ની આજ્ઞા નિયમિત રવીસભા ની છે…….

તો સર્વ પ્રથમ….મારા કેસર ભીના વ્હાલા નાં દર્શન….

સભાની શરૂઆત યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…. ત્યારબાદ યુવક મિત્ર જૈમિન વૈદ્ય દ્રારા મુક્તાનંદ સ્વામી રચિત ” મોહે તો તુમ પ્રભુ એક આધારા…” રજુ થયુ…..બ્રહ્મ સત્ય…! આ ખારા દોર જગત વચ્ચે મીઠાશ નો દરિયો…કોઈ હોય તો….આપણો એકમાત્ર આધાર હોય તો… એ શ્રીજી જ છે…એનાથી જ આપણે “જીવંત” છીએ…! ત્યારબાદ…” જોગી એ ગોંડલ ને ગોકુળ બનાવીયું…” રજુ થયુ….મહાતીર્થ સ્થાન ગોંડલ અક્ષર મંદીર નાં મહિમા ને જગત ભર માં, જોગીબાપા એ પોતાની સાધુતા અને સ્નેહ થી પ્રસરાવ્યો….ત્યારબાદ બુલંદ અવાજ માં બ્રહ્માનંદ સ્વામી રચિત” વ્હાલા લાગો છો વિશ્વ આધાર રે….સગપણ તમ સાથે..” કીર્તન રજુ થયુ…ખરેખર સગપણ તો હરિવર અને એમનાં સંત નું જ સાચું….બાકી બીજે ક્યાંય બંધાયા તો ઊંધે માથે લટકવા નું જ છે….

ત્યારબાદ સ્વામીશ્રી નાં મુંબઇ ખાતે નાં 12-13 જાન્યુઆરી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જેનાં દર્શન આપણે નીચે ની લિંક પર થી કરી શકીશું…

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૧૧ પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • ઇન્દ્રિય અને અંતઃકરણ વચ્ચે નો ભેદ સમજવો અને એમનાં કાર્ય…એનાં થી મળતું પરિણામ સમજવું જરુરી છે
  • ઇન્દ્રિયો ને જીતવી…અઘરી છે, પણ એ કર્યા વગર સુખી નહીં થવાય….સત્સંગ નું સાચું સુખ નહીં આવે……પ્રાગજી પુરાણી કઢી માં… તો પ્રેમાનંદ સ્વામી લોક નાં સુર લય માં ખેંચાયા….માટે ઇન્દ્રિય ને જીતી લીધી જ છે…એવો આત્મ વિશ્વાસ રાખવો નહીં…..
  • દૃઢ નિયમ ધર્મ રાખશું તો ઇન્દ્રિય ને કાળક્રમે નિયંત્રિત કરી શકશુ…… અને મન ને જીતવા તો નવધા ભક્તિ ..એ પણ માહાત્મ્ય સહીત…સિવાય કોઈ જ આરો નથી….એનાથી મન સ્થિર થાય છે અને એક ભગવાન માં જોડાશે..
  • મન નો કદાપિ વિશ્વાસ ન કરવો….અને સદાયે ભગવદ બળ રાખવું…..અને એ બળ..સત્સંગ થકી જ મળે…બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં કે…મન અસ્થિર છે…એક ભગવાન જ સ્થિર છે…માટે જો મન એક ભગવાન અને એનાં સંત માં જોડાશે તો તેં આપોઆપ સ્થિર થશે…
  • માટે જ જો પ્રત્યક્ષ સતપુરૂશ માં આત્મ બુદ્ધિ થશે ..દૃઢ જોડાણ થશે તો આપોઆપ નિર્વિકલ્પ સમાધિ જેવી અંતર માં શાંતિ થશે…
  • જગત માં છીએ…વ્યવહાર કરવા પડે… પણ જેવી જગત અને સ્નેહી માં પ્રીતિ છે….તેથી અધિક જો ભગવાન અને સંત માં કરીએ તો…. અંતર માં શાંતિ થાય….
  • ભગવાન અને સંત પોતાના ભક્ત ની આકરી કસોટી કરે તો પણ જો, એમનાં માં આત્મબુદ્ધિ દૃઢ હોય તો…. ભગવાન અને સંત નાં આ ચરિત્ર માં…સત્સંગ માં અભાવ…અવગુણ ન આવે…….ભાયલિ નાં જીવા ભાઈ અને તેમનાં પર શાસ્ત્રીજી મહારાજ નાં ગુસ્સા નું ચરિત્ર આ આત્મ બુદ્ધિ નું દ્યોતક છે…કેનેડા નાં ઉપેન્દ્ર ભાઈ ઓઝા અને ભગવાન ભાઈ માંડવીયા જેવા અનેક હરિભક્ત આજે પણ સત્સંગ માં આના જીવંત ઉદાહરણ છે….
  • અંતર માં…. સત્સંગ માં સમજણ હોય તો આત્મબુદ્ધિ દૃઢ રહે….

અદ્ભૂત પ્રસંગો……અદ્ભૂત પ્રવચન…!! જીવન માં જો આટલું સિદ્ધ થાય તો જીવ જરુર બ્રહ્મરૂપ થાય…!

ત્યારબાદ પુ. ઇશ્વરચરણ સ્વામીએ પણ ઉપરોક્ત પ્રવચન ને લગતા જ પ્રવચન નો લાભ આપતાં કહ્યુ કે….સતપુરૂશ નું સ્વરુપ …એમનો મહિમા ઓળખાશે તો આપોઆપ આત્મબુદ્ધિ થશે….ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર આનો પુરાવો છે…..સત્સંગ માં મોટા પુરુષ અને ભગવાન…બીજા માં રહી ને આપણી કસોટી કરવા નાં જ….!! માટે તેની તૈયારી રાખવી જ…..

ત્યાંરબાદ સભા માં જાહેરાત થઈ કે…

  • આવતાં રવિવારે વસંત પાંચમી છે…..બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો પ્રતીક જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાશે…..
  • જ્ઞાન સત્ર નો લાભ પુ. આદર્શ જીવન સ્વામી આપવા નાં છે….તારીખ 17 અને 24 ફેબ્રુઆરી…રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે….જે તેં વિસ્તાર નાં કાર્યકરો નો સંપર્ક કરવો….

જો આજની સભા નો એક એક શબ્દ જીવ માં દૃઢ થાય તો કશુ બાકી ન રહે…….બસ સત્સંગ માં જીવ દૃઢ રાખવો…..સમજણ રાખવી…………સમજણ અને મહિમા થી જ આ સત્સંગ જીવ માં દ્રઢ થશે…જીવ બ્રહમરૂપ થશે અને પરમપદ ને પામશે….અક્ષર સુખ- શાંતિ નો અનુભવ થશે.

જય સ્વામિનારાયણ…… જાગતા રહેજો….

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૧/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઇષ્ટદેવને વિષે અતિશય દ્રઢતા હોય, એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે.” પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે,

“લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે…..
એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,

“તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજ્યો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે.”


વચનામૃત ગઢડા મધ્ય-૫૮

આજકાલ લગ્ન ગાળો ચાલે છે, છતા સંસાર નાં વ્યવહાર વચ્ચે ભગવદ સ્મરણ પ્રધાન છે એ આજની સભામાં જોવા મળ્યું…..જગત નો તોતેર મણ નો ઉંબરો ઓળંગી ભારે સંખ્યા માં હરિ ભક્તો પધાર્યા…..ભારે ઉત્સાહ વચ્ચે સૌપ્રથમ શ્રીજી સ્વામી નાં દર્શન…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ… પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં ઘૂંટાયેલા અવાજ માં પ્રવાહિત ધૂન…હૃદય ને સ્પર્શી ગઇ….

ત્યારબાદ પુ. સ્વામી એ ” જય સહજાનંદ…જય ઘનશ્યામ…” રજુ કર્યું….ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી એ જોશીલુ કીર્તન…” તારી એક એક પળ જાયે લાખ ની….તુ તો માળા રે જપી લે ઘનશ્યામ ની” રજુ થયુ…..અદ્ભૂત બ્રહ્મ સત્ય…! એક એક ક્ષણ વીતી જાય છે…એ પાછી આવતી નથી, અને જો એ ક્ષણ માં ભગવાન ન હોય તો… જીવ આ ભવ ફેરા માં થી છૂટે કેમનો??? માટે જ અહી તો હરપળ હરિ…એ જ ધ્યેય…એ જ માર્ગ…એ જ પ્રાપ્તિ…!!! ત્યારબાદ એક નાના બાળકે( કીર્તન નાયક- ઓસ્ટ્રેલિયા) તેની કાલી ઘેલી ભાષા માં ” મારા ઘનશ્યામ નાના છે..દુનિયા નાં એ રાજા છે…” રજુ કર્યું…..એ પછી એક યુવકે બ્રહ્માનંદ સ્વામી રચિત…” તારા મુખ ની લાવણતા મીઠી રે….” રજુ કર્યું….

ત્યારબાદ સ્વામી શ્રી નાં 12-13 જાન્યુઆરી,2019 નાં મુંબઇ ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે….

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી એ વચનામૃત ગઢડા મધ્ય ૫૮ પર આધારિત, અદ્ભૂત પ્રવચન કર્યું…..અહિયાં આપણે એનો સારાંશ માત્ર જોઈશું….

  • સત્સંગ માં સુખ છે….પણ સમજણ વિના એ ન આવે….કારણ કે સમજણ વિના સત્સંગ ફળતો જ નથી……
  • આજકાલ ટેક્નોલોજી બદલાઇ છે…જો એનો સદુપયોગ થાય તો, જીવ એનાં થકી..ધીરે ધીરે સત્સંગ માં આકાર પકડાય છે….સાંપ્રદાયિક જ્ઞાન થી સત્સંગ ની દ્રઢતા…ઉપાસના…સ્વરુપ ની દ્રઢતા થાય છે.
  • સાંપ્રદાયિક જ્ઞાન વધે તેમ તેમ શ્રીજી સ્વામી નો સમાગમ …નિકટતા વધે છે…માટે સંપ્રદાય નું વાંચન વધારવું….જ્ઞાન સ્પષ્ટ…દૃઢ થાશે….જીવ શુદ્ધ થાશે….
  • સદગુરુ નિર્ગુણ સ્વામી નાં લાંબા લચક પત્રો થી દેશ વિદેશ માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની સ્પષ્ટતા …પ્રચાર..પ્રસાર…સત્સંગ ની દ્રઢતા થઈ….અને એમની જેમ જ આપણાં અનેક સંતો..હરિભક્તો એ નિયમિત વાંચન..અભ્યાસ થી… સત્સંગ સમજણ ની સ્પષ્ટતા જન જન સુધી પહોંચાડી…. આપણે પણ નિયમિત વાંચન દ્રારા આ સર્વોપરી જ્ઞાન ની સ્પષ્ટતા કરવા ની…કરાવવા ની છે….
  • જે સાહિત્ય…સંશય…કુસંગ પેદા કરે..એવા સાહિત્ય થી દુર રહેવું….જ્ઞાન પુસ્તક માં છે…જેને સતપુરૂશ થકી યથાર્થ સમજવું….
  • વચનામૃત…સ્વામી ની વાતો…અને શ્રીજી સ્વામી…ગુણાતીત પુરુષો નાં જીવન ચરિત્ર નો નિત્ય અભ્યાસ…આપણી સત્સંગ વિશે ની સમજણ….જીવન નાં રોજ બરોજ નાં પ્રશ્નો નાં સમાધાન માં મદદ રુપ થાય છે….
  • ઘરસભા ઉપરાંત વચનામૃત નો નિયમિત વાંચન અભ્યાસ રાખીએ તો જીવ બળીયો થાય…..માટે જ જ્ઞાન અને સમજણ દૃઢ કરવા….
  • સમાજ માં હજારો મુમુક્ષુ છે…પણ આપણા સર્વોપરી જ્ઞાન ..સમજણ નો ખ્યાલ નથી…. આપણે નિયમિત વાંચન થી તેમને જ્ઞાન આપી શકીએ….સંતો દ્રારા વધું દ્રઢતા કરી શકીએ….

અદ્ભૂત પ્રવચન….! ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ કહ્યુ કે….

  • વચનામૃત એ મહારાજ ની વાણી છે…એમનું સ્વરુપ છે…..જેની દ્વિશાતબ્દી આપણે ઉજવી રહ્યાં છે…..એની પ્રાપ્તિ અજોડ છે…સર્વોપરી છે.
  • શ્રીજી ની આ અમૃત વાણીએ અણઘડ કાઠી દરબારો નાં જીવન બદલ્યા….ભક્તિ ઉપાસના ને શુદ્ધ કરી… જીવ ને કલ્યાણ નો માર્ગ બતાવ્યો.
  • વચનામૃત નાં નિયમિત અભ્યાસ થી એનાં અર્થ આપોઆપ સમજાશે….દોષ ટળશે…દેહાભિમાન દુર થાશે……સ્વભાવ દુર થાશે…જીવ શુદ્ધ થાશે…આજના આધુનિક જમાના નાં લોક ઉપભોગ વચ્ચે પણ સત્સંગ દૃઢ રહેશે….ભગવાન નો ડર…રાજીપો સમજાશે…
  • સંપ..સુંહ્રદભાવ..એકતા…દૃઢ થાશે…હરિ ભક્તો નો મહિમા સમજાશે…જીવ માત્ર ને દૂભવવો નહીં….સર્વે નું ભલું થાય એમ જ વિચારવું…સત્સંગ માં સર્વે નાં દાસાનુંદાસ થાવું….જેથી સત્સંગ માં કોઈ વિઘન ન આવે…ક્રોધ માન.. મોહ..મત્સર જેવા સ્વભાવદોષ ટળશે….

તો ચાલો…વચનામૃત નાં શબ્દે શબ્દ ને સતપુરૂશ થકી આત્મસાત કરીએ…..જીવન માં જીવીએ….

સભાને અંતે જાહેરાત થઈ…..

  • ફેબ્રુઆરી 17, 24 નાં રોજ વચનામૃત જ્ઞાન સત્ર પુ.આદર્શ જીવન સ્વામી દ્રારા થાશે….જલદી થી એનું રજિસ્ટ્રેશન કરાવી લેવું…
  • આવતાં રવિવારે 27/1 નાં રોજ સોલા ભાગવત બ્રહ્મ ઉત્સવ( ડાબરા ઉત્સવ) થવાનો છે…સમય 9 થી 12….અવશ્ય લાભ લેવો…

તો આજની સભા વચનામૃત થકી અમૃત્વ ને પામવા ની હતી….જીવ નિયમિત તેનો અભ્યાસ રાખશે તો પાછા વળી ને જોવા ની જરૂર નહીં પડે…..

જય સ્વામિનારાયણ

રાજ…


Leave a comment

BAPS રવિસભા-૦૬/૦૧/૨૦૧૯

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે,

જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. ….

અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……

અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે …….

….તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………

………તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. ….

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે….


વચનામૃત -ગઢડા મધ્ય ૨૧

ઇસ્વીસન ૨૦૧૯ નાં વર્ષ ની આ પ્રથમ સભા સત્સંગ થી ભરપૂર હતી….સવારે કાર્યકર સત્સંગ શિબિર અને સાંજે સત્સંગ નાં ધસમસતા દરિયા સમાન રવિસભા……! નવા વર્ષ માં…. તન મન જીવ ને રિચાર્જ કરવા આના થી પ્રબળ સાધન ક્યુ હોઇ શકે??? મુદ્દા નાં વચનામૃત પર આધારિત આજની સભા અદ્ભૂત હતી….

નવા વર્ષ ની પ્રથમ સભા માં… સર્વ પ્રથમ જગત નાં નાથ નાં દર્શન…

 

સભા ની શરૂઆત યુવક મંડળ દ્રારા ધૂન થી થઈ….કીર્તન ની શરૂઆત…વનમાળી દાસ રચિત..”નમી એ નારાયણસ્વરુપ…” ગુરુ મહિમા નાં પદ થી થઈ….એ પછી એવું જ એક પદ ” થાય છે જય જય કાર….” રજુ થયુ. …ત્યાર બાદ પુ. અમૃત કીર્તન સ્વામી (લંડન મંદીર) એ “કેમ વિસારુ અંતર માં યે રે…પ્રમુખ સ્વામી પ્યારા રે…” ગરબી નાં ઢાળ માં રજુ કર્યું…..અને એજ ઢાળ માં, પુ.સ્વામી એ ” લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી….” રજુ કર્યું….સમગ્ર સભા માં ગુરુ ભક્તિ નો જોશ આવી ગયો…!

પુ. અમૃત કીર્તન સ્વામી કે જે હાલ લંડન મંદીર માં સેવા આપી રહ્યાં છે…તેમણે ત્યાં નાં મંદીર વિશે જણાવતા કહ્યુ કે….લંડન મંદીર નાં વિચાર નો જન્મ આફ્રિકા મંડળ નાં યોગી બાપા ને કરેલી પ્રાર્થના માં થી થયો….હેરો માં મંદીર નો સંકલ્પ…નિષ્ફળતા…નીસડન માં 1985 માં મંદીર ની સ્થાપના….. અને એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો હરિભક્તો નો દાખડો અદ્ભૂત હતો…..એ મંદીર ને લીધે બાળકો માં પડેલા સંસ્કાર …સ્કુલ શિક્ષકો પર એમનાં લીધે પડેલો શુભ પ્રભાવ….આ મંદીર ની એક ફળષૃતિ ની ઝલક છે….અહી બાપા નાં શબ્દો માં…. મંદીર નાં પથ્થરો પણ સત્સંગ કરાવશે….એ સાબીત થયુ છે. અહી નાં અતિ નિષ્ઠાવાન હરિભક્તો નાં પ્રસંગો અદ્ભૂત છે….જેમાં શબ્દે શબ્દે સેવા છલકે છે….નીગ્રો હરિભક્ત ની નિષ્ઠા….અમર પારેખ દ્રારા ઉજ્જવળ કારકિર્દી છોડી…ભગતજી મહારાજ નાં જીવન ચરિત્ર નાં અંગ્રેજી ભાષાંતર માટે સંપુર્ણ સમર્પણ હૃદય ને સ્પર્શી ગયુ…. એવાં અનેક નિષ્ઠાવાન હરિભક્તો નાં પ્રસંગ સ્વામી એ કહ્યા…..

ત્યારબાદ તારીખ 30-31 ડિસેમ્બર નાં પુ. સ્વામીશ્રી નાં મુંબઇ ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે…

આજે અદ્ભૂત દિન છે…પોષ સુદ પડવો…આજની તિથિ એ અક્ષર દેરી માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે , શાંતિ ભગત ને ભાગવતી દીક્ષા આપી નારાયણ સ્વરુપ દાસ નામ આપ્યું …ભગવા વસ્ત્રો ની જગત માં લાજ વધારી…..એની સ્મૃતિ સાથે પુ. અક્ષર વત્સલ સ્વામી એ ગ.મ.૨૧ પર અદ્ભૂત પ્રવચન કર્યું….અહી જોઈએ એનો સારાંશ માત્ર…

  • પ્રમુખ સ્વામી મહારાજ ની સર્વોપરી સાધુતા નું કારણ હતુ….એક ભગવાન નું સર્વોપરી પણું….સર્વ કર્તાહર્તા પણું સમજવું…..જે ગ.મધ્ય ૨૧ નાં આ મુદ્દા નાં વચનામૃત માં વર્ણિત છે.
  • જીવન હોય કે શાસ્ત્ર….કલ્યાણ નો મુદ્દો કે સાર પકડવો…એ જ ફળષૃતિ…. અને સ્વામિનારાયણ ભગવાને અહી આ વચનામૃત માં કહ્યુ છે….
  • ગ.પ્ર.74 માં..ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી એ તો ભગવાન રાજી થાય…શાંતિ નો અનુભવ થાય એમ કહ્યુ છે ….માટે આ સાધન કલ્યાણ માટે સર્વોપરી છે….ગુણાતીત સ્વામી એ પણ અંતર ધગી ન જાય તેનાં ઉપાય માં પણ ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા નું કહ્યુ છે
  • ભગવાન, ભક્ત નાં અંતર માં રહી એની ધીરજ ની કસોટી કરે છે….સાચો ભક્ત આ સમજે છે અને સદાયે આનંદ માં રહે છે….
  • ગ.અંત્ય ૧૩ માં શ્રીજી કહે છે….ભગવાન નાં ભક્ત માટે , ભગવાન ની મરજી એ જ એનું પ્રારબ્ધ……માટે એ મુજબ રાજી થી જીવવું.
  • બધી સાધના ઓ થી પર …..માયા થી પાર એકમાત્ર સર્વ કર્તાહર્તા પણા ની સાધનાં છે……વાર્તાલ ૨, કારિયાણી ૧૦- માં તો ભગવાન ને સર્વ કર્તાહર્તા ન સમજવા ને અપરાધ…દ્રોહ…ભુલ કહી છે….
  • આપણા ગુણાતીત ગુરુઓ એ આ જ સાધના સિદ્ધ કરી છે અને આપણ ને આ જ કરવા ની આજ્ઞા કરી છે……માટે જ શ્રીજી જેવા જ સર્વોપરી, એમનાં જ ધારક સંત મહંત સ્વામી મહારાજ મળ્યા છે….માટે આપણી પ્રાપ્તિ નો કોઈ પાર ન કહેવાય….
  • આપણે બસ…એ જ ગુરુ ની આજ્ઞા માં દૃઢ રહેવાનું છે….એમનો મહિમા સમજવા નો છે….આ સર્વોપરી સંસ્થા…સર્વોપરી સિદ્ધાંત માટે પ્રમુખ સ્વામી મહારાજે …ગુણાતીત પુરુષો એ વેઠેલો ભીડો સમજવા નો છે….એની પાછળ શ્રીજી નું કર્તાહર્તા પણું સમજવા નું છે….દૃઢ કરવા નું છે….સંસાર માં પણ આ જ સત્ય જીવવા નું છે.

અદ્ભૂત…..ત્યારબાદ સભા ને અંતે જાહેરાત થઈ…

  • ઝોળી દાન ની સભા આ વખતે ૧૩/૧ રવિવાર નાં રોજ થવાનું છે…..14 તારીખે કોઈ પ્રોગ્રામ નથી…. સમય -૮ થી ૧૧ સવારે
  • આંબલી વાળી પોળ માં નવીનીકરણ ચાલે છે…માટે દર્શન માટે મંદીર દ્રારા અપાયેલી સુચના નું પાલન કરવું….

ટૂંક માં એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી ને પોતાના કર્મો કરતા રહીએ એટલે ભયો ભયો….સ્થિત પ્રગય્તા એમને એમ આવે…..

આખરે એની મરજી એ જ આપણુ જીવન….!!

જય સ્વામિનારાયણ

રાજ…


Leave a comment

BAPS રવિસભા- ૩૦/૧૨/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયાં?

તો

1.એક તો પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને

2. બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાંખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાંખે તોય પણ સંશય પડે નહીં; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને

3. ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.

એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય.


વચનામૃત – ગઢડા મધ્ય-૬૧

સાચા સત્સંગી કોને કહેવાય?? કઈ રીતે થવાય?? એ સર્વે ને ઉત્તર આજની સભા માં હતો….જ્ઞાન ની સર્વોપરી વાતો જે અહી થાય છે ….આખા અઠવાડિયા નાં માયા નાં પડ જે જીવ પર ચડ્યા છે…તેં આવી સત્સંગ સભા થી દુર થાય છે અને એટલાં માટે જ સતપુરૂશ દ્રારા બ્રહ્મરૂપ થાવા માટે રવિ સત્સંગ સભા ને એક પ્રધાન સાધન બતાવ્યું છે…..

સભા માં સમયસર પહોંચી ગયા….ઠંડી યથાવત છે પણ સામે ધનુર્માસ માં કીર્તન અને કથા નો પ્રવાહ પણ બળવત્તર છે…….

સર્વ પ્રથમ, કેસર ભીના શ્યામ નાં મનમોહક દર્શન……

સભાની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..આજની સભા માં પ્રખ્યાત યુવક ગાયક અને આપણા સ્નેહી એવા શ્રી અમય દાતેં હાજર હતાં અને એમનાં તેજસ્વી ….હૃદય ને ઝંઝૉળી નાંખે એવા સ્વર માં ….” હે જી મે તો હરખે નિહાળ્યા નાથ…આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ…” રજુ થયુ…..અદ્ભૂત…અદ્ભૂત…! એ તો જેનો હાથ શ્રીજી સ્વામી પકડે …તેનાં કંઠ માં થી જ હૃદય નાં સુર નીકળે…!!!!..એમનાં જ હૃદય પ્રિય સુરમાં ” આપને યાદ કરવા..શ્રુતિ નાં પાઠ છે….” જેવું નવીન કીર્તન સતપુરૂશ નાં પ્રેમ નો મહિમા વર્ણવતા રજુ થયુ…..! એની જ એક કડી માં ગવાયું કે….આપના જ રાજીપા માં.. મુક્તિ નો અહેસાસ છે…” ખરેખર….સતપુરૂશ ને રાજી કરવા એ જ મુક્તિ છે…એ વેદો શાસ્ત્રો નું ગહન કથન સહજ માં જ કહેવાયું…..અમય ભાઈ દ્રારા જ રજુ થયેલું કીર્તન…”સંત પરમ હિતકારી….” એટલું તો અદ્ભૂત હતુ કે હજુ હૃદય માં એ પડઘાય છે……!!!

ત્યારબાદ પુ. નિર્મલ ચરિત સ્વામી દ્રારા…બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી નાં ગુણાતીત ગુણ ” ભલું કરવા હંમેશા બીજા નું…” વિષય પર અદ્ભૂત પ્રવચન થયુ…એમણે વાત કરી કે…..

  • બીજ નું ભલું…અને એ પણ સદાયે અને પોતાના દેહ ની અવગણના કરી ને- એ અઘરું છે….પણ સ્વામીશ્રી ની આખી જીંદગી આ જ હતી….
  • હૃદયરોગ નો હુમલો આવ્યાં છતાં ભગવાન ભક્ત નાં દર્શન કાજે પોતાના દેહ ની પીડા ને અવગણી….પોતાનુ સર્વ મંગલ સ્વરુપ દેખાડ્યું….એક બાળક ની પ્રાર્થના માત્ર થી અઘરી એવી મુસાફરી કરી.. એનાં ઘરે પધાર્યા….પગ માં સોજા સાથે પણ અતિ કઠીન વિચરણ ચાલુ રાખ્યું…આખી રાત નાં ઉજાગરા.. એ પણ ઝૈફ ઉંમરે…..અને અકલ્પનિય વિચરણ….! માન્યા માં ન આવે તેવો ભીડો સ્વામી એ સહન કર્યો છે……

એ જ દર્શાવે છે કે ગુણાતીત નો રંગ જ કૈંક ઓર હોય છે…….

ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી એ ગઢડા મધ્ય-૬૧ નાં વચનામૃત પર રસપ્રદ પ્રવચન કર્યું…..અહી જોઈએ તેનો સારાંશ….

  • આપણે તિલક ચાંલ્લો …નિત્ય પૂજા…ધર્માદો કરીએ છીએ પણ આપણે સાચા સત્સંગી છીએ?? સાચા સત્સંગી ની વ્યાખ્યા શ્રીજી એ કરી છે….
  • નિયમ…નિશ્ચય અને સત્સંગી નો પક્ષ…એ ત્રણ મુખ્ય અંગ ને આધારે સાચો સત્સંગી નક્કી થાય….સત્સંગી નો પક્ષ એટ્લે જ આત્મબુદ્ધિ ….
  • ગ.અ.૭ માં શ્રીજી તો દેહ પડી જાય ત્યાં સુધી સત્સંગી નો પક્ષ રાખવા ની વાત કરી છે….અને પક્ષ રાખવો એટ્લે…ભગવાન નાં ભકત માટે ઘસાવુ….એની સેવા કરવી….એનાં માટે કટ વળી જવું……જરુર પડે તો ભક્ત માટે પોતાના કુટુંબ પરિવાર નો ત્યાગ કરવો…એને કદાપિ એ ભક્ત નો અભાવ…અવગુણ ન આવે….પણ સદાયે આત્મ બુદ્ધિ રાખે…
  • આવા સાચા સત્સંગી પર ભગવાન અને મોટા પુરુષ રાજી થાય છે…..અને પક્ષ રાખતાં ભક્ત કોઈ ભુલ કરે તો પણ તેને નિર્ગુણ કહેવાય.
  • મામૈયૉ અને મેરમણ, ઝીણાભાઈ દરબાર, ભગુજી, ત્રિકમજી રાજગોર જેવા અનેક હરિભક્તો એ શિર સાટે સત્સંગી નો પક્ષ રાખ્યો છે ….જે સુવર્ણ અક્ષરે સ્વામિનારાયણ સંપ્રદાય માં લખાયેલો છે.
  • આપણા ગુણાતીત ગુરુઓ એ સંપ..સુંહ્રદભાવ..એકતા ની વાત કરી છે અને પક્ષ નો મહિમા સુપેરે ગાયો છે…..કેવળ એનાં દ્વારે પણ મોક્ષ મળે એ વાત કરી છે…..માટે જ ભગવાન નાં ભક્ત નો પક્ષ શિર સાટે રાખવો…

ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાત થઈ…..

  • ધર્માદો હવે હપ્તે હપ્તે ECS દ્રારા પણ થઈ શકશે….ફોર્મ મંદીર માં થી મળશે….
  • પાર્કિંગ હોસ્પિટલ નાં મેદાન માં જ કરવું…
  • સભા ને અંતે આરતી પછી, સ્વામીશ્રી નાં 21-23 ડિસેમ્બર, નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે…..

આજની સભા અદ્ભૂત હતી….અને જો એનો એક એક શબ્દ જીવસ્થ થાય તો કલ્યાણ હાથ વેંત છે…

બસ, જીવ નાં કલ્યાણ માટે ય નિત્ય રવિસભા નો આગ્રહ રાખવો….

સર્વે નું ભલું હો…..

જય સ્વામિનારાયણ…

રાજ….


Leave a comment

BAPS રવિસભા-૧૫/૦૭/૨૦૧૮

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરો ખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે?”

ત્યારે એ ત્રણે કહ્યું જે, “હે મહારાજ! માનરૂપ દોષ છે; માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, ‘દ્યુપતય એવ તે ન યયુરન્તમનન્તતયા’    ( અર્થાત-બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત: ૧૦/૮૭/૪૧).)

…………..એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? ……….અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે…….


વચનામૃતમ- ગઢડા અંત્ય-૨૮

શ્રીજી મહારાજ દ્વારા મોટેરા સંતો અને હરિભક્તો ને પ્રશ્ન કે- તમે સત્સંગ માં થી પડી જાઓ- એવો અવગુણ કયો??? અને એ સંતો અને હરિભક્તો નું પ્રમાણિકતા નું સ્તર કેટલું ઊંચું કે- જાહેર માં પોતાના અવગુણ કહ્યા…….!! કહેવાનું એટલું કે જે જીવ પોતાના અવગુણ જુએ છે , તેની સત્સંગ માં પ્રગતિ થાય છે….માટે જ કમસેકમ પોતાની જાત પ્રત્યે તો પ્રમાણિક રહેવું અને પોતાના ગુણ-અવગુણ ઓળખવા- અને સ્વભાવ ને ટાળવા નો પ્રયત્ન કરવો. પુ.ડોક્ટર સ્વામી આજે સભામાં હાજર હતા અને પોતાના ચિરપરિચિત તેજસ્વી અંદાજ માં – સભા ને પોતાના અવગુણ જોવાનું- અંતર્દ્રષ્ટિ કરવા નું કહ્યું…..

સભા -મેઘરાજા ની પ્રતીક્ષા કરતી જ થઇ…..અમદાવાદ થી મેઘરાજા રિસાઈ ગયા છે અને સર્વે ની પ્રાર્થના છે કે- અહી તેની ધામધૂમ થી પધરામણી થાય….બધા ને શાંતિ મળે….સભાની શરૂઆત – શ્રીજી ના મનમોહક દર્શન થી..આજનો શણગાર અદ્ભુત હતો…..

pixlr_20180715172700835

સભાની શરૂઆત- નવા યુવક મિત્ર દ્વારા  ધૂન અને કીર્તન થી થઈ …..બ્રહ્માનંદ સ્વામી રચિત શરણાગતિ નું પદ ” તુમ પ્રભુ અશરણ …કો શરણ કહાવે…..” અને અન્ય એક યુવકે , મુક્તાનંદ સ્વામી રચિત…” સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા…” રજુ થયું.  પુ.વિવેક્મુની સ્વામી એ ભૂમાનંદ સ્વામી રચિત કીર્તન ” સર્વે સખી જીવન જોવા ચાલો રે….” રજુ કર્યું અને એક અન્ય હરિભક્તે તેના પડછંદ અવાજ માં, બ્રહ્માનંદ સ્વામી રચિત પદ  ” વ્હાલા લાગો છો વિશ્વાધાર રે..સગપણ તમ સાથે ” રજુ કર્યું.

પુ.ગુરુસ્મરણ સ્વામી એ – સારંગપુર- ૧૨ માં શ્રીજી એ જે – એકાંતિક સંત ના ત્રણ અખંડ રહેતા ગુણ- આત્મ નિષ્ઠા, નિશ્ચય અને સ્વધર્મ વર્ણવ્યા છે તે પૈકી – સ્વધર્મ એટલે કે – નિયમ ધર્મ ની દ્રઢતા અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં- પાંચ વર્તમાન ના નિયમ- અને એમાં પણ નિષ્કામ વર્તન અને નીસ્વાદી પણું –  કેટલા અડગ હતા તે અનેક પ્રસંગ અને ઉદાહરણ દ્વારા સમજાવ્યા…..સાથે સાથે મહંત સ્વામી મહારાજ માં પણ ઉપરોક્ત ગુણ – ની દ્રઢતા પ્રસંગો  દ્વારા સમજાવી…..! જન્મ થી જ અતિ કઠીન નિષ્કામ પણું…..૫૦-૫૦ વર્ષ થી ભોજન માં માત્ર બાફેલા શાકભાજી અને એ પણ મરીમસાલા વગર ના જ લેવા ના….! આવું આકરું તપ તો ગુણાતીત નું જ હોઈ શકે……!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર નૈમિષારણ્ય ખાતે ના તારીખ – ૨૮-૩૦ જુન સુધી ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમના તેજસ્વી અંદાજ માં -હમેંશ ની જેમ અદ્ભુત પ્રવચન કર્યું….સ્વામી એ કહ્યું કે- યોગીજી મહારાજ ની આજ્ઞા કે ૨૫૦૦૦ રૂપિયા નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો…….જેમ વિશાળ વડ નું વૃક્ષ પણ એક નાના બીજ માં થી બને છે તેમ- રવિસભા – પરમ કલ્યાણ નું સાધન બની શકે છે. તે માટે- ગઢડા અંત્ય-૨૮ માં કહ્યા મુજબ – પોતાના સ્વભાવ દોષ- અવગુણ ઓળખવા અને ચેતતા રહેવું……કે જેથી સત્સંગ માં થી પડી ન જવાય…..! યુવકો અને બધા માટે મોબાઈલ નું વ્યસન – એ નુકસાન કારક છે……કારણ કે આપણી ચારેય બાજુ કુસંગ છે……જો ધ્યાન નહિ રાખીએ તો સત્સંગ માં થીં પડતા વાર નહિ લાગે……માટે યુવકો જાગો…..વિપરીત પરિસ્થિતિ માં પણ અડગ રહો……આપણા સંતો માં બે તો પાઈલોટ છે…..પુ.આદર્શજીવન સ્વામી જેવા યુવા સંતો- ૧૨ સંતો ની ટીમ સાથે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર રચી રહ્યા છે…..આવા અતિ પડકાર રૂપ કર્યો પણ આપણા યુવકો કરે છે..તેમાં થી પ્રેરણા લેવા ની છે…!

અદ્ભુત પ્રવચન…….! પુ.ડોક્ટર સ્વામી નો એક એક શબ્દ અંતર ના બંધનો ને ખોલી નાખે તેવો હોય છે…..!

સભાને અંતે જાહેરાત થઇ કે……

  • બાળકો માટે અંગ્રેજી માં સુચરીતમ ભાગ-૩ – BAPS youth USA- દ્વારા ટ્રાન્સલેટ થઇ ને બહાર પડ્યો છે…..તેનું વિમોચન પુ.ડોક્ટર સ્વામી દ્વારા થયું…..
  • આજે હરિભક્તો માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજાઈ- અમદાવાદ માં ૯૨.૫% હાજરી સાથે સર્વ હરિભક્તો એ ભારે ઉત્સાહ થી પરીક્ષા આપી…..
  • તા-૧૮ થી ૨૧ જુલાઈ- શાહીબાગ મંદિરે- પુ. સોમપ્રકાશ સ્વામી દ્વારા- સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી- પર અદ્ભુત પ્રવચન પારાયણ છે- ૨૧ તારીખે- અદ્ભુત કીર્તન આરાધના છે…..જુઓ નીચેનો ફોટો….

img_20180715_191532.jpg

તો- આજની સભા અદ્ભુત હતી….રવિ સત્સંગ સભાનો મુખ્ય ફાયદો- એટલો જ છે કે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીવ પર જે- લોક ના વ્યવહાર ની ધૂળ ચડી હોય તે – રવિસભા થી દુર થાય છે….જીવ શુદ્ધ થાય છે….જીવ બ્રહ્મરૂપ થઇ- જન્મ મરણ ના ચકરડા માં થી છૂટે છે……અને એટલા માટે ૨૫૦૦૦ રૂપિયા નો – શું..લાખ રૂપિયા નો નફો એકવાર જતો કરવો પડે તો એ ઓછું છે…..!!! છેવટે- ગુણાતીત ગુરુઓ- સ્વયમ શ્રીજી મહારાજ ના રાજીપા  આ વાત છે…..અને આ રાજીપા ની બક્ષિશ એટલે- અક્ષરધામ…!

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૩/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી……… અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી……….. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે……….. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે; અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીનવચન બોલાય નહીં તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…..

જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે……

ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે……..


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૫૬

યોગીબાપા કહેતા કે- જીવન માં ગમે તેટલા આગળ વધીએ..ભણીએ ગણીએ…પણ છેવટે તો નિર્માની જ થાવું…..! કારણ કે માન હોય તે સત્સંગ માં ટકી શકે નહિ…..માટે જો સત્સંગ જીવ નો કરવો હોય તો માન ને કોરાણે મુક્યા સિવાય છૂટકો જ નથી…..!!!! આજ ની સભા પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા સદ્ગુરુ સંત ના મુખે આ વચનામૃત ના રહસ્ય ને જીવાર્થ કરવા ની હતી….

છેલ્લા ઘણા સમય થી રવિસભામાં – યેનકેન કારણે ન જવાયું..મનમાં વસવસો રહ્યા કરતો હતો જે આજે દુર થયો…સભામાં સમયસર પહોંચી ગયો અને સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…..અને ત્યારબાદ યુવકો દ્વારા ..પુ.શુભ કીર્તન સ્વામી દ્વારા ખુબ જ જોશીલા ..ભાવ ભર્યા કીર્તન નો લાભ મળ્યો……

  • હે હરિ હરિ..પ્રભુ કરુણા કરી…..
  • મંદિરે પધારો પિયા ..શ્યામ સોહાગી…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
  • શોભે શોભે રસિકવર છેલ રે……રચયિતા- કૃષ્ણાનંદ સ્વામી
  • તારો ચટક રંગીલો છેલડો અલબેલા રે…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી

અદ્ભુત..અદ્ભુત…!!! સમગ્ર સભા નો માહોલ કીર્તન મય થઇ ગયો…..! હૃદયના તાર..એક શ્રીજી ના રૂપ માં..મહિમા માં..ભક્તિમાં એકતાર થઇ ગયા….! ભગવાન નું નામ જ એવું સુખકારી..શાંતિ પ્રદ છે……..એની પ્રતીતિ સર્વ ને થઇ…!

ત્યારબાદ પુ.ભગવતસેતુ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પંચવર્તમાન પૈકી- “નિસ્નેહ” પર વિસ્તૃત પ્રસંગો દ્વારા વિવેચન થયું…..જોઈએ સારાંશ….

  • શ્રીજી એ ત્યાગી માત્ર ને પંચવર્તમાન માં દ્રઢ પણે વર્તવા ની આજ્ઞા કરી ..એમાં નિસ્નેહ એટલે કે- પોતાના દેહ ..દેહ ના સગાવ્હાલા અને દેહ ના જન્મસ્થાન..એની સાથે સંકળાયેલી વસ્તુ નો પરિત્યાગ કરવાની વિશેષ આજ્ઞા કરી..જેને પ્રમુખ સ્વામી મહારાજે દેહ પર્યંત નિભાવી….
  • સમૈયા માં પોતાના પૂર્વાશ્રમ ના માતા દિવાળી બા ના ઉતારા  ની વાત હોય કે પૂર્વાશ્રમ ના ભત્રીજા ના વ્યવસાય ની વાત હોય…સ્વામીશ્રી એ કોઈ ભક્ત ના દ્વારા લવાયેલા મુદ્દા ઓ પ્રત્યે ક્યારેય ધ્યાન આપ્યું નથી…કદાપી કોઈ વાત ઉખેડી નથી કે..ક્યારેય કોઈને કોઈ દેખરેખ ની વાત કરી નથી….!! દેહ ના સગા પ્રત્યે આટલો બધો તિરસ્કાર…..કદાચ એમનામાં જ દેખાય..!
  • પોતાના દેહ ને તો તેમણે હરિભક્તો અને સંસ્થા ના વિકાસ માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો હતો……પોતાના દેહ ની ગમે તેવી પીડા હોય…..દુખાવો હોય..મોતિયો પાકી ગયો હોય…બાયપાસ કરાવવા ની હોય કે સખત તાવ હોય…પોતાના દેહ નો વિચાર કર્યો જ નથી..! પોતે સદાયે આત્મા રૂપ જ વર્ત્યા છે….
  • પોતાના જન્મસ્થાન ચાણસદ ની વાત નીકળે એટલે સ્વામીશ્રી તેને ટાળી જ દે…ચાણસદ માં પારાયણ થઇ ત્યારે હરિભક્તો -સંતો એ કમસેકમ આરતી માં આવી લાભ આપવા વિનતી કરી તો એ સ્વામીશ્રી એ ઘસી ને નાં પાડી દીધી….કારણ?? શ્રીજી ની આજ્ઞા…! ચાણસદ ના વિકાસ ની વાત હોય કે એમના જન્મસ્થાન ને વિકસાવવા ની…સ્વામીશ્રી ની નીરસતા કાયમ રહી હતી…!

આમ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન- શ્રીજી ની આજ્ઞા મુજબ જ જીવાયું હતું..એમાં રતીભાર પણ ફર્ક નહોતો..એની પ્રતીતિ આજે પણ બધા ને થાય છે…!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ઓસ્ટ્રેલિયા ખાતે ના દિવ્ય વિચરણ નો લાભ -વિડીયો ના માધ્યમ થી સમગ્ર સભા ને મળ્યો……જે નીચેની લીંક પરથી જોઈ શકાશે…..

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા વિધવાન…સદ્ગુરુ સંત ના મુખે ગઢડા પ્રથમ-૫૬ ના વચનામૃત આધારિત પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ….

  • ભગવદ ગીતામાં ભગવાને ચાર પ્રકાર ના ભક્ત ની વાત કરી છે…..અને એ ભક્તો પૈકી ભગવાન ને જ્ઞાની ભક્ત સૌથી વધારે પ્રિય છે…….કારણ કે જ્ઞાની ભક્ત આત્મા રૂપે- બ્રહ્મરૂપે વર્તે છે અને તેને એક ભગવાન સિવાય બીજી કોઈ જ કામના નથી……
  • આપણે કથાવાર્તા સાંભળીએ છીએ…એમાં છેલ્લે તો આ જ કરવા નું છે…..જગત ની કામનાઓ છોડી ને એક ભગવાન ની જ કામના કરવા ની છે…..
  • પણ એમાં વિઘ્ન રૂપ એ દેહાભિમાન રૂપી રાજા છે..જે અનેક જન્મો થી આપણ ને વળગ્યો છે ..અને એ દુર કરવા બ્રહ્મરૂપ થવાનું છે..અને બ્રહ્મરૂપ થવા- આપણ ને જે પ્રાપ્તિ થઇ છે ( સત્પુરુષ..સત્સંગ..શ્રીજી) એનો મહિમા સહીત નિશ્ચય કરવા નો છે…..અને એના માટે સતત જાણપણું ..અંતર્દ્રષ્ટિ રાખવા ની છે…….કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ???
  • પ્રાપ્તિ નો મહિમા સમજાય તો- સ્વભાવ નમ્ર બને…..દીનતા આવે……અહંકાર …માન નો ભાવ ઘટે…..! શ્રીજી નો નમ્ર સ્વભાવ એના અંનત ઉદાહરણ છે……..છતાં ઘણા એ સમય ના સત્સંગીઓ શ્રીજી ને સમજી ન શક્યા…એમનો દ્રોહ કરી બેઠા…..!
  • સત્સંગ માં રહ્યા થકા પણ સુક્ષ્મ અહંકાર હોય તો પણ જીવ સત્સંગ માં થી પડી જાય એનો વિકાસ અટકી જાય…! માટે જ સત્સંગ માં પ્રગતિ ન થવા નું કારણ માન છે…….એ મોટા સદગુણ હોય તો પણ તેમને શૂન્ય કરી નાખે…….અંતર માં શ્રીજી ની મૂર્તિ દેખાતી હોય તો તે મૂર્તિ ને કરડી મુદ્રા કરી નાખે………અને જો માન ન હોય તો ભક્ત ને ભગવાન ની એ મૂર્તિ ના પ્રસન્ન મુદ્રા માં દર્શન થાય……
  • માટે યોગી બાપા કહેતા તેમ- જીવન માં ગમે તેટલી પ્રગતિ કરો પણ નિર્માની થાવું….!!!

અદ્ભુત…! સત્સંગ હોય કે સંસાર- અહંકાર..માન……જીવ ને કેટલું નુકસાન પહોંચાડે છે…તે જાણવા મળ્યું…..! બસ “માન તજી સંતન કે મુખ સે………” પ્રમાણે- હરી રસ ના અમૃત ગ્રહણ કરી – બ્રહ્મરૂપ થઇ જવું છે…….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

  • ગાંધીનગર અક્ષરધામ ખાતે આર્ષ ( AARSH) પ્રવચન માળા અંતર્ગત- તા-૨૪/૩ ના રોજ- “પાણી અને વીજળી ની બચત” વિષય પર આપણી સંસ્થા વિધવાન એન્જીનીયર સંતો – પુ. નિર્મળ મુની સ્વામી અને પુ.શ્વેતપ્રકાશ સ્વામી દ્વારા રસપ્રદ પ્રવચન થશે…સમય અને વધુ માહિતી માટે અક્ષરધામ નો સંપર્ક કરવો…સર્વ ને આમંત્રણ છે….
  • તારીખ- ૧/૪ ના રોજ પશ્ચિમ અમદાવાદ માટે” ગૃહશાંતિ નો રાજમાર્ગ” પર એકદિવસીય શિબિર – પુ.આત્મતૃપ્ત સ્વામી જેવા અતિ વિદ્વાન અને પ્રખર વક્તા સંત દ્વારા થશે…પાસ મેળવવા- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો સંપર્ક કરવો…….જેમ બને તેમ વહેલા પાસ મેળવી લેવા..અને ખટકો રાખી શિબિર માં હાજર રહેવું..જેથી મંદિર ને આયોજન માટે ખબર પડે….

SAVE_20180225_214217

  • આવતા રવિવારે- ૨૫/૪ ના રોજ ચૈત્ર સુદ નોમ- અર્થાત- શ્રીહરિ જયંતી- રામ નવમી નો ઉત્સવ છે ..માટે રવિસભા કહેતા કે- હરી જયંતી ની સભા નો સમય રાત્રે ૮ થી ૧૦-૩૦ નો છે…… સર્વે એ અચૂક લાભ લેવો..પુ.અક્ષરવત્સલ સ્વામી પ્રવચન નો લાભ આપશે…..જે તે વિસ્તાર ના સંસ્કાર ધામ માં પણ સભા નો લાભ મળશે….

અદ્ભુત…અદ્ભુત…! આજની સભા ખરેખર બ્રહ્મરૂપ કેમ થવાય….એના રહસ્ય ને ઉજાગર કરતી સભા હતી…બસ જ્ઞાન નો માર્ગ તો- આ સભામાં થી મળ્યો…પણ એને અનુસરવું..એ આપણા હાથ માં છે……! છેવટે બ્રહ્મરૂપ આપણે થવાનું છે…..લખ ચોરાસી માં થી આપણે છૂટવા નું છે…….!!!

“પ્રથમ શ્રીહરિ ને રે…” સાથે શુભ રાત્રી……..સર્વ ને સસ્નેહ જય સ્વામિનારાયણ…..

રાજ