Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

 • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
 • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
 • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
 • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
 • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
 • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
 • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

 • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
 • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

 • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
 • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
 • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
 • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
 • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS જન્મોત્સવ રવિસભા-૧૨/૦૬/૨૦૧૬

“…….જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે……. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે…….. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.……….. અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. ………….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે…………. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે……….


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૭

આજે શુક્લ પક્ષ ની આઠમ- અને નિર્ધારિત સંકલ્પ મુજબ આજે  આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ના  મહિમા ને જીવસ્થ કરવાના ભાગ રૂપે “ઘેર ઘેર જન્મોત્સવ” નો ઉત્સવ દરેક હરિભક્ત ના ઘરે ઉજવવાનો હતો….અને દરેકે ભવ્ય રીતે-નિયમ મુજબ ઉજવ્યો પણ ખરો……પ્રાપ્તિ ના આ અનેરા મહિમા ને વધાવવા નો મોકો કોણ જતો કરે??? કારણ કે  જે મળ્યા છે…તે તો પ્રગટ અક્ષરબ્રહ્મ સાક્ષાત છે…..સર્વ જગત ના આધાર રૂપ છે…..વેદ-ઉપનિષદ-ગીતા માં જેના ગુણગાન ગાયેલા છે એ સત્પુરુષ સાક્ષાત છે………અને એમની પ્રાપ્તિ નો કેફ આપણ ને ન હોય તો કોને હોય??? તો આજની સભા એ ઉત્સવને વધાવવાની હતી…..

સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન ..એ પણ મન-હૃદય-જીવની સંતૃપ્તિ થાય ત્યાં સુધી……..

collage_20160612221812950_20160612221934024.jpg

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પુ.પ્રેમ વદન સ્વામી ના સુરીલા કંઠે સ્વામિનારાયણ મંત્ર ની ધુન્ય થઇ રહી હતી…….અને ત્યારબાદ સમગ્ર સભાનું મન મોહી લે તેવું જોશીલું કીર્તન….” ચદરિયા ઝીણી રે…ઝીણી…..સહજાનંદ રસભીની ..” રજુ થયું….અને સુરાવલીઓ સાથે સમગ્ર સભા જાણે કે વહેતી જ ગઈ…….ત્યારબાદ યુવક જૈમીન  વૈદ્ય દ્વારા…સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત “હારે જેને ગુણે રીઝ્યા ગિરધારી રે…” રજુ થયું અને  શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ૩૦ ગુણ યુક્ત પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ નું ચિત્ર મનોપટ પર છવાઈ ગયું…….

ત્યારબાદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને “एषा ब्राह्मी स्थिति ..पार्थ” કહી વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ પુરુષ ના તાદ્રશ્ય દર્શન કરાવતા વિડીયો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ ચરિત્ર -પ્રસંગ નું દર્શન થયું…………સત્પુરુષ ની નિકટ રહે…..તેને મન-કર્મ-વચને સેવે એ જ સમજી શકે કે સત્પુરુષ અને એની સ્થિતપ્રજ્ઞતા શું ચીજ છે??? અદ્ભુત વિડીયો……..!

ત્યારબાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી દ્વારા સ્વામીશ્રી ની સ્થિત પ્રગ્નતા ના પ્રસંગ વર્ણવતું પ્રવચન થયું……જોઈએ સારાંશ…

 • ઘેર ઘેર જન્મોત્સવ નો વિચાર- હિમાચલ પ્રદેશ -શિમલા ના આપણા હરિભક્ત બહેનો ની સ્વામીશ્રી પ્રત્યેની નિષ્ઠા…એમના જન્મદિવસે એમના દ્વારા ઘરેઘર -અંદરોઅંદર થતા વિવિધ પ્રોગ્રામ દ્વારા  આવ્યો……અને આજે એ વૈશ્વિક ઉત્સવ બની ગયો……

13423863_558481531006690_4929794686473868180_n

 • ગીતામાં જે પુરુષ ને બ્રહ્મરૂપ કહેવાયા છે…..ગઢડા પ્રથમ-૨૭, મધ્ય-૩૦ માં સ્વયમ શ્રીજી એ જેનો મહિમા વર્ણવ્યો છે તેવા પુરુષ આ -પ્રમુખ સ્વામી મહારાજ છે…..કે જે શ્રીજી ના પંચવર્તમાન ના નિયમ જીવ્યા છે…..અષ્ટ પ્રકારે સ્ત્રી-ધન ના ત્યાગી છે….
 • એમના સામર્થ્ય-દિવ્યતા ને આખું જગત માને છે…છતાં તે એકદમ નિર્માની….સાધારણ મનુષ્ય રૂપે વર્તે….ઇન્દ્રિયો -અંતઃકરણ ને દાબી ને વર્તે એવા પુરુષ છે…….અને ગુણાતીત હોય-એ પુરુષ થી જ આ થઇ શકે…..બીજા કોઈનું કામ નહિ….
 • એ જીવમાત્ર ને એક શ્રીજીમાં જોડે છે……દરેકમાં ભગવાન ને જુએ છે…..અને દરેક સ્થિતિ માં આનંદ મય – સહજ રહે છે…સ્થિર રહે છે……વિશ્વ વિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલે જયારે સ્વામીશ્રી ના હૃદય માં પેસ મેકર મુક્યું ત્યારે તેમને સમજાયું કે “સ્થિતપ્રજ્ઞ પુરુષ” એ સત્ય વાત છે…..બ્રાહ્મી સ્થિતિ એ સત્ય વાત છે….એમણે ખુદ વીડિયોના માધ્યમ થી આ કહ્યું……અમેરિકા ના પ્રખ્યાત ડો. સુબ્રમણ્યમ હોય કે શિરીષ થાનવાળા બધાને આ અનુભવ થયો છે……..
 • પ્રખ્યાત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા ના તત્કાલીન તંત્રી હરિકિશન મેહતા એ લીધેલા એક ઈન્ટરવ્યું માં સ્વામીશ્રી એ પોતાના અંતર ના આ સુર ને શબ્દદેહ આપતા કહ્યું કે- તેમને કોઈની ટીકા-નિંદા ની પરવા નથી……જે માન-અપમાન છે તે આ દેહ ને છે…….બસ બધાને ભગવાન ભજવવા છે……

ત્યારબાદ- ખાસ બોચાસણ થી પધારેલા સદ્ગુરુ સંત પુ.ત્યાગવલ્લભ સ્વામી એ આ જ વાત કરતા કહ્યું કે….

 • શ્રીજી નો સંકલ્પ કે- સો કરોડ મનવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે……અને પોતે સત્પુરુષ થકી પ્રગટ રહ્યા થકા આ કાર્ય આજે કરી રહ્યા છે…..તે સ્પષ્ટ દેખાય છે…
 • વચનામૃત વરતાલ-૪ માં સ્વયમ શ્રીજી કહે છે કે …..”…“ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.”
 • અને મન-કર્મ-વચને સત્પુરુષ નો સંગ કરવો…એટલે મન ની ગાંઠો સત્પુરુષ આગળ મૂકી દેવી…..એમના ચરિત્ર ને રદય્સ્થ કરવા……સંભારવા…….એવું કાર્ય કરવું કે- જેમાં સત્પુરુષ કેમ રાજી થાય…એનો વિચાર હોય…..અને એક એમની આજ્ઞામાં..વચનમાં …. સાંગોપાંગ  વર્તવું…….નિર્દોષ બુદ્ધિ રાખવી……દ્રઢ નિષ્ઠા રાખવી…..
 • આજે ૧૨૦૦ થી વધુ મંદિરો…..૯૦૦ થી વધુ અતિ વિદ્વાન ..જ્ઞાની સંતો આ વાત ની સાક્ષી પૂરે છે કે- સત્પુરુષ ક્યાં પ્રગટ છે…અને એમનો મહિમા શું છે……
 • આપણે પણ સત્પુરુષ ને મન-કર્મ-વચને રાજી કરવા…..એમનો મહિમા સમજવો..અને અન્ય ને સમજાવવો…..

ત્યારબાદ અમદાવાદ ના બે હરિભક્તો એ – આજના “ઘેર ઘેર જન્મોત્સવ” ની ઉજવણી પોતાના ઘરે કરી એનો ચિતાર આપ્યો…….અદ્ભુત…અદ્ભુત…….!!!! હરિભક્તો ની નિષ્ઠા…ઉત્સાહ જુઓ તો સમજાય કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ આખી ખેંગાર વાવ- હરિભક્તો ના માથા થી ભરવાની જે વાત કરી હતી…….એવી દ્રઢ નિષ્ઠા આજના હરિભક્તોમાં છલકાય છે…!!! પ્રગટ ગુણાતીત પુરુષ નું આ તો લક્ષણ છે કે- લક્ષાવધી મનુષ્યો ને પોતાના માં સહજ આકર્ષિત કરે છે…પોતાના કહ્યા માં વર્તાવે છે……….કારણ કે એ પુરુષમાં સ્વયમ શ્રીજી પ્રગટ પ્રમાણ બેઠા છે…..!!

સભાને અંતે સ્વામીશ્રી ના આશીર્વચન નો વિડીયો દ્વારા લાભ મળ્યો……પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન…શબ્દ સાંભળો તો – શ્રીજી- શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ -એમના સંકલ્પો-એમનો રાજીપો સિવાય કશું સાંભળવા ન મળે……..! હરપળ હરિ—- તે આનું નામ..!

ખરેખર આજની સભા વિશિષ્ટ હતી…ઘેર ઘેર જન્મોત્સવ – દ્વારા સત્પુરુષ મળ્યા છે- એની પ્રાપ્તિ નો મહિમા સમજવાની  હતી………જો આપણ મળેલા સત્પુરુષ યથાર્થ ઓળખાય…એમને કેમ રાજી કરી શકાય -એનો વિચાર નિરંતર જીવમાં રહે તો આપણી હરપળ એક ઉત્સવ થઇ જાય….!!!!

સત્સંગમાં સમજતા રહેજો…..

રાજી રહેજો………જય સ્વામિનારાયણ….

 

રાજ

 


1 Comment

BAPS રવિસભા-૦૬/૦૩/૨૦૧૬

અને રાત દોઢ પહોર વીતી હતી. …….પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

“સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી……….. કાં જે, ભગવાનનું કર્યું સર્વે થાય છે……… અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે. અને શ્રીનરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે……… તે લ્યો, કહીએ જે, જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે, અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું……. જે, આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનું રાજ જાઓ તો તેનું જાય છે; અને ધારીએ જે, આ પળે આટલો વરસાદ આંહીં થાઓ તો તે ત્યાં જરૂર થાય છે, અને આંહીં ન થાઓ તો ત્યાં નથી થાતો; અને વળી ધારીએ જે, આને ધન પ્રાપ્ત થાઓ તો તે થાય છે, અને આને ન થાઓ તો તેને થાતું જ નથી; અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે, આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી; અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે, અને આને રોગ ન થાઓ તો તેને રોગ પણ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું…………. ત્યારે તમે કહેશો જે, ‘સત્સંગીને સુખ-દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે …….તો પણ એ દરિદ્રી જેવો રહે છે.’ તો એનું તો એમ છે જે, એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી તેને સર્વ ક્રિયાને વિષે બરકત થતી નથી……… અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે, શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે……..”

————————-

વચનામૃતમ-જેતલપુર-૫

અદ્ભુત  વચનામૃત….! ધાર્યું તો એક શ્રીજીનું  જ થાય છે…એમના સંકલ્પે જ સત્સંગ વધે છે..કાંતો ઘટે  છે…..પણ આ જીવ-જગતની માયા ને વશ થઇ-એમાં સંશય કરી બેસે છે…આ  તો એક સત્પુરુષ નું શરણું હોય અને જીવ એમની વાત સમજતો હોય તો જ શ્રીજી ની અને મોટા પુરુષ ના સંકલ્પ શક્તિની સમજ આવે છે….! જુઓ- આજે આપણો સત્સંગ…આફ્રિકા ના અંધારિયા ખંડ થી લઈને….આરબ દેશો..અને   છેક સિંગાપોર ની ગલીઓ સુધી -સ્વામિનારાયણ નામ..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના  ડંકા વાગ્યા છે…..એ  શ્રીજી નો સંકલ્પ જ છે..જે  મોટા પુરુષ ના માધ્યમ દ્વારા પ્રસરી રહ્યો છે…પ્રસરતો રહેશે…..! આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી અને પુ.અમૃતવિજય સ્વામી- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશ) નું વિચરણ કરીને આવ્યા -એના પર આવું અદ્ભુત વિવરણ થયું…..

આજે સભામાં હું હમેંશ ની જેમ સમયસર હતો….સૌપ્રથમ જગતના નાથના મનભરી ને દર્શન કર્યા….અને પ્રદક્ષિણા પથ પર લગાવેલા વચનામૃત ના અવતરણ વાંચી ને શ્રીજી -સ્વામી ના મહિમા ને સાક્ષાત અનુભવ્યા….તમે પણ અચૂક લાભ લો..એ વચનામૃત વાંચો….!

12801340_518913374963506_6703504364417468463_n

12800201_970713642966604_8290446950546389391_n

સભાની શરૂઆત યુવકો દ્વારા -સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……યુવક જૈમીન વૈદ્ય દ્વારા – “આજ સખી આનંદ ની હેલી’ જેરામ બ્રહ્મચારી રચિત રજુ થયું અને મારું હૃદય બાગ બાગ થઇ ગયું…મારું મનગમતું કીર્તન-એ પણ આવા સુરીલા સ્વર માં..પછી હૈયું ઝાલ્યું કેમ રહે??? ત્યારબાદ એ જ સુરીલા સ્વર માં સદગુરુ પ્રેમાનંદ રચિત ” જેને ગુણે રીઝ્યા ગિરધારી રે” રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…!

ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી -૨૦૧૬ ના સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દર્શન ની વિડીયો કલીપ રજુ થઇ……તમે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આંખો જુઓ..ધ્યાન થી જુઓ…..તમે ને કૈક અલગ જ તત્વ નો અનુભવ થશે…..આને કહેવાય ગુણાતીત અનુભવ..!

પછી જેની રાહ જોવાતી હતી..એ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અતિ વિદ્વાન..તેજસ્વી વક્તા દ્વારા ગયા માસ માં- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશો) માં થયેલા વિચરણ..Transcendence બુક ના લોન્ચિંગ નું વિવરણ અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા થયું….જોઈએ સારાંશ…

 • આજે દુનિયાના ખૂણે ખૂણે…કલ્પના ન કરી હોય એવા દેશોમાં આ સર્વોપરી સત્સંગ ફેલાયો છે…..સર્વોપરી મંદિરો બન્યા છે  તે શ્રીજીના સંકલ્પ મુજબ જ થયા છે……મોટા પુરુષના માધ્યમ થકી જ બન્યા છે…ભલે ને એ આફ્રિકા ના અજાણ્યા ખૂણા હોય કે ઇસ્લામ નું વર્ચસ્વ ધરાવતા આરબ દેશો હોય..શ્રીજી અને સ્વામી ના સંકલ્પ થી સત્સંગ અને મંદિરો બન્યા છે…
 • ઈસ્વીસન ૧૯૨૮ માં- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો સંકલ્પ અને સદગુરુ નિર્ગુણ સ્વામી ના પત્રો ના માધ્યમ થી દેશમાં બેઠે બેઠે -આફ્રિકા માં સત્સંગના મુળિયા નખાયા….આજે  જે વટવૃક્ષ બન્યા છે…યોગીબાપા એ આફ્રિકા ના ગામે ગામ પધરામણી કરી તો પ્રમુખ સ્વામી મહારાજે એનું સિંચન કર્યું….અને અત્યંત નિષ્ઠાવાન સત્સંગ સમાજ બન્યો…
 • દાખલા તરીકે લુસાકા ના જયેશભાઈ એ – પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૨ જેટલા પત્ર ( કે જેમાં સ્વામી એ જયેશભાઈ ના નાના-મોટા પ્રશ્નો નું સમાધાન-સુચન લખી મોકલ્યા છે) ને બાકાયદા ફ્રેમીંગ કરી ને ઘરમાં મુક્યા છે કે જેથી નિત્ય દર્શન થાય…! અદ્ભુત…કેવી નિષ્ઠા..!

12806239_970710846300217_3383403303480695889_n

 • હર્ષદ રાણા જેવા અતિ નિષ્ઠાવાન હરિભક્ત ના એક પ્રસંગમાં સ્વામી એ કહ્યું હતું કે- જે ભક્ત ના- નિયમ ધર્મ, જાણપણું ( પોતે કોણ છે…ધ્યેય  શું છે..) , નિષ્કપટ પણું દ્રઢ હોય તેના પર મોટા પુરુષ નો રાજીપો સદાયે રહે છે…..ભલે ને ભક્ત ગમે ત્યાં હોય….!
 • આફ્રિકામાં Transcendence બુક ના લોન્ચિંગ ના પ્રસંગો યાદ કરતા પુ.બ્રહ્મવિહારી સ્વામી એ કહ્યું કે- કિસુમુ ,કમ્પાલા,જીન્જા,ઇથોપિયા, દાર એ સલામ, જોહાનીસ્બર્ગ માં ભક્તો-મુમુક્ષુઓ -લોકો ની સંખ્યા ધાર્યા કરતા પણ વધારે હતી…….કિસુમુમાં તો- ચર્ચ ના પાદરીએ – બુક લોન્ચિંગ માટે ચર્ચ ના સ્થાન ની ઓફર કરી….કમ્પાલા માં તો યુગાન્ડા ના નાયબ વડાપ્રધાન આપણો દેશી ઝભ્ભો-લેંઘો પહેરીને આવ્યા ..આપણી સંસ્કૃતિ-સત્સંગ-બાપા ના ભરપુર વખાણ કર્યા…..અને જીન્જા માં તો આ વડા પ્રધાન પોતાના પરિવાર ના ૨૨ સભ્યો ને- બુક લોન્ચિંગ માં લઈને આવ્યા……એટલા બધા પ્રભાવિત થયા..!
12802735_970710852966883_5978417477150102065_n

ઝભ્ભા-લેંઘા માં ઉભેલા મહાશય દેખાયા???

 • ઇથોપિયા કે જ્યાં અન્ય ધર્મ ની વાત ન થાય ત્યાં- આપણા સંતો નું સ્વાગત થયું અને ૧૦-૧૫ લોકોએ રવિસભા ની શરૂઆત પણ કરી….આ બધું સત્પુરુષ -શ્રીજી ના સંકલ્પ થી જ શક્ય બને…! દાર એ  સલામ માં પરમ ભક્તરાજ સુભાષભાઈ ના પ્રયત્નો થી ધાર્યા કરતા મોટો અને ભવ્ય પ્રોગ્રામ થયો….બધા લોકો આ પુસ્તક થી-બાપા થી એટલા પ્રભાવિત થયા કે  સામે ની મસ્જીદ ના ઈમામ – આ પ્રોગ્રામ ની ડીવીડી લઈને ગયા -પોતાની મસ્જીદમાં બતાવી…..! જોહાનીસ્બર્ગ માં ત્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નેલ્સન મંડેલા ના સાથી -ઈશુ છીપા હોય કે પ્રસિદ્ધ લેખક ઈમ્તિયાઝ કાઝી……એમણે આ પુસ્તક- પ્રમુખ સ્વામી મહારાજ ના અયપ્પા ગામ ના વેર શમન ના પ્રસંગ ને વાંચી-સમજી પોતાના જીવન ના બદલા ની ઈચ્છા…વેર ની આગ ને શાંત કરી…બદલો લેવાનું માંડી વાળ્યું…..અને પોતાનું આ પરિવર્તન જાહેરમાં જણાવ્યું…! અદ્ભુત……એક સત્પુરુષ કે જે હજારો માઈલ દુર છે….એના શબ્દ દેહ ની હાજરી માત્ર થી આટલું મોટું જીવન પરિવર્તન….!!! અને કહેવાય સંકલ્પ ની શક્તિ…!
 • અરે..લેખક ઈમ્તિયાઝ કાઝી તો એટલા પ્રભાવિત થયા છે કે હાલમાં પોતે જે પુસ્તક લખી રહ્યા છે.. Quest for truth તેનું લોકાર્પણ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના હાથે કરાવવા માંગે છે…!!!!!! અદ્ભુત..અદ્ભુત….!
 • આરબ દેશમાં -બધા એ વાંચ્યું હશે  એમ- આપણું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે……અને એમાં  ત્યાના રાજા ના પરિવાર નો અતુલ્ય ફાળો છે….એ જ પરિવાર – Transcendence બુક ના લોન્ચિંગ કે જે ૨૨ માર્ચ ના રોજ -પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા ત્યાં- યુંએઈ માં થવાનું છે…એમાં હાજર રહેશે….!

અદ્ભુત….અદ્ભુત…….ત્યારબાદ પુ.અમૃત વિજય સ્વામી એ  સ્લાઈડ શો દ્વારા -આફ્રિકા-મિડલ ઇસ્ટ ના વિચરણ ને બતાવ્યું……વિવરણ કર્યું….! અને ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ  આવનારી બોર્ડ ની પરીક્ષા ઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને આશીર્વાદ આપતાં કહ્યું કે- હમેંશા બાપા- સ્વામી-શ્રીજી નું બળ રાખવું…એ સદાયે તમારી સાથે જ છે…….!!  પ.ભક્તરાજ ચંદ્રકાંત સોમપુરા -કે જે પ્રખ્યાત સ્થપતિ હતા..-મંદિર બનાવનાર હતા અને જેમનો ગઢડા મંદિર ને બનાવવા માં મુખ્ય ફાળો રહ્યો છે..તેમનું નિધન થયું છે…..શ્રીજી એમના આત્મા ને શાંતિ-સુખ આપે એ જ પ્રાર્થના…

આવતા રવિવારે- બ્રહ્મસત્ર નો બીજો ભાગ- પશ્ચિમ અમદાવાદ માટે…….સમય સવારે  ૮ થી સાંજે ૫:૩૦ સુધી છે…રવિસભા- ૧૫ મિનીટ મોડી શરુ થશે…..પુ. નારાયણ મુની સ્વામી ના આ અદ્ભુત પ્રવચન માં તમારું સ્વાગત છે….!

તો- ચાલો આપણે આપણા શુભ કર્મ કરીએ…….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના બળદીયા છીએ…..એમને આપણી પાસે થી જે કામ લેવું હશે તે જરૂર લેશે..એમના સંકલ્પ માં -રહેવું…જીવ જોડી દેવો…..એટલું આપણે કરવું છે…! એક બ્રહ્મ સત્ય તમે સ્વીકારો કે ન સ્વીકારો….શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એની મરજી વગર સુકું પત્તું પણ હલી શકતું નથી……ભલે ને તમને કર્મ કરવાનું સ્વાતંત્ર્ય મળ્યું હોય..પણ ફળ તો એક શ્રીજી ના જ હાથમાં છે…..! એ જે કરશે એ સારું જ કરશે..!

જય સ્વામિનારાયણ

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- તા ૦૨/૧૨/૨૦૧૨

“બ્રહ્માંડ આખું સ્વામિનારાયણ નું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ,એમ જાણવું ,’ને ત્યાં સુધી થાવો છે . અને એક એક સાધુ ની કેડ્યે લાખ લાખ માણસ ફરશે , ત્યાં સુધી સત્સંગ થાવો છે…….”

( અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો-પ્ર.૧-૯૦ )

ગહન વાત….! આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ ના સંકલ્પો હોય કે મોટા પુરુષો ના આવા સંકલ્પો હોય…..તે છેવટે તો જીવ ને અક્ષર કરી- પુરુષોત્તમ ની પ્રાપ્તિ હેતુ જ હોય છે. કરોડો મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ એ જ પુરુષોત્તમ નો સંકલ્પ છે- અને આજે- એ વાત સત્ય થઇ રહી છે- જે વિદિત છે.

આ સંકલ્પ ની વાતો કરવાનો સાર એટલો જ હતો કે આજની રવિસભા- સંકલ્પ ની સભા હતી, જેમાં હું આજે જરાક મોડો પહોંચ્યો. જયારે પહોંચ્યો ત્યારે ઠાકોરજી થાળ આરોગતા હતા અને દ્વાર બંધ હતા, આથી દર્શન સભાના અંતે જ થયા…..તમે પણ કરો આજ ના દર્શન…( સૌજન્ય- baps.org)

આજ ના દર્શન......

આજ ના દર્શન……

સભામાં પહોંચ્યો ત્યારે સંતો ના સ્વરે વનમાળીદાસ રચિત એક કીર્તન ગવાઈ રહ્યું હતું…..”નમીએ નારાયણસ્વરૂપ …….” ગુરુભક્તિ નો જાણે એક મહીમ-પડઘો હતું…..ત્યારબાદ રજુ થયું, પૂ. વિવેકસાગર સ્વામી જેવા વિદ્વાન સંત નું તેજસ્વી અને ધારદાર પ્રવચન…..વિષય હતો- સંકલ્પ નું બળ…..એનો સાર ટૂંકમાં…..

 • સંકલ્પ એટલે કે મન નો નિર્ધાર….અને એનામાં ખુબ જ બળ હોય છે…..સંકલ્પ – કાલિદાસ ને વિશ્વવિખ્યાત કૃતિઓ રચવા માટે પ્રેરી શકે છે તો – એ જ સંકલ્પ એક આમ મનુષ્ય ને પ્રધાનમંત્રી ના પદ સુધી પહોચાડી શકે છે…..
 • હૃદય ના શુધ્ધ સંકલ્પ ની તો એટલી તાકાત હોય છે કે- એ ભગવાન ને કે સંત ને એના દ્વાર સુધી ખેંચી લાવે છે…….ધરમપુર ના કુશળકુંવર બા હોય કે ભાદરા ના હરબાઈ સુથાર- શ્રીજી મહારાજ એમનાં સંકલ્પ આગળ ખેંચાઈ જ આવ્યા છે…….અરે…ભગવાન મનુષ્ય દેહ પણ એક સંકલ્પ સાથે જ કરે છે…….કે જીવ માત્ર નું કલ્યાણ કરવું- બ્રહ્મરૂપ કરવા……
 • કોઈ પણ સંકલ્પ ને સિદ્ધ કરવા જરૂર પડે છે- ધ્યેય, ધૈર્ય, આયોજન ,અને પુરુષાર્થની…….જો હૃદય ના શુધ્ધ ભાવ થી- એકાંતિક પણે – સંકલ્પ કરવામાં આવ્યો હોય તો- એમાં ભગવાન પણ ભળે છે……..યોગીજી મહારાજ – કે જેમનું જીવન જ એક સંકલ્પ હતું- એમનાં સંકલ્પો ના પ્રતાપે- આજે દુનિયાભર મા સ્વામિનારાયણ ના ડંકા વાગે છે……..
 • પંચ વિષય ના સંકલ્પ થી હમેંશા અશાંતિ કે દુઃખ જ આવે છે……આથી સંકલ્પ કરવો તો- હરિ નો કરવો…..અક્ષરધામ નો કરવો……મનુષ્ય નો આ અમુલ્ય અવતાર ને – વેડફી ન નાખવો……
 • શુભ સંકલ્પો હમેંશા સુખ લાવે છે…..” ભગવાન સૌનું ભલું કરો….” એ આપણા સત્પુરુષોના…ગુરુઓ ના સંકલ્પો હતા….અને છે….જે આપણા હરિભક્તો ની સુખાકારી મા દેખાય છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે- અક્ષરધામ હુમલા વખતે- આ જ ગુણ દર્શાવી ને- બધા મૃતકો ની સાથે સાથે- પેલાં બે હુમલાખોરો ના આત્મા માટે પણ પ્રાર્થના કરી હતી……….તો- યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો એમનું અપમાન કરનાર ને- પણ આશીર્વાદ આપતા…….

અદભૂત…..અદભૂત………..વિવેકસાગર સ્વામી જયારે બોલતાં હોય ત્યારે- તેમના શબ્દો નો અસ્ખલિત પ્રવાહ જાણે કે હૈયા સોંસરવો નીકળી જાય છે…….ભલ-ભલા ના કલેવર બદલી નાખતો- આ રંગ- એ શ્રીજી ની- સ્વામીશ્રી ની મહેરબાની જ છે……

સભાના અંતે- પ્રબોધિની એકાદશી ને દિવસે- શાકભાજી અને ફળ-ફળાદી ની અમદાવાદ મંદિરે- ઠાકોરજી આગળ જે હાટડી મંડાઈ હતી- અને પ્રમુખ સ્વામી મહારાજે જે- દર્શન અને ભક્તિ સુખ હરિજનો ને આપ્યું હતું- તે વીડીઓ દ્વારા દર્શાવવા મા આવ્યું……..

તો- આજ ની સભા- એક સંકલ્પ સભા હતી આથી- આપણે ખટકો એ વાત નો રાખવો કે -ભૂલ થી પણ આપણા થી- કોઈ ભૂંડો કે તુચ્છ સંકલ્પ ન થઇ જાય- અને એની પાછળ જીવન ની એક પળ પણ વેડફાઈ ન જાય……..આખરે આપણે બધાએ અક્ષરધામ જ પ્રાપ્ત કરવાનું છે અને સ્વામી-શ્રીજી નો રાજીપો-કાયમ કરવા નો છે……

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

Chennai food express

અમદાવાદ માં એક ધંધો ક્યારેય ખોટમાં નથી જતો…અને એ છે ખાણી પીણી નો ધંધો…! કદાચ આના માટે જવાબદાર છે- અમદાવાદી ઓ ની અતિ સક્રિય સ્વાદ ગ્રંથીઓ…અને સતત તલાશ – કંઇક નવી ચીઝો ની કે જેનાથી પેટ ની આ અવિરત આગ ને ઠારી શકાય…! તો એમાં ઉમેરો થયો છે એક સાઉથ ઇન્ડિયન કુઝીન્સ પીરસતી એક રેસ્ટોરન્ટ નો- જેનું નામ છે – ચેન્નાઈ ફૂડ એક્ષ્પ્રેસ્. આમ તો સંકલ્પ રેસ્ટોરન્ટ – એના દક્ષિણ ભારતીય ટેસ્ટ માટે પ્રખ્યાત જ છે અને એનો સ્વાદ સાબિત કરી ચૂક્યું છે. તો હવે વારો હતો- આ નવા રેસ્ટોરન્ટ નો….અમે આમ તો અમુક ચોક્કસ જગ્યાએ  જ જમવા જઈ   એ છીએ…..અને શક્ય  હોય તો  ઘરે જ જમવાનું બનાવી પસંદ કરીએ છીએ…..કારણ કે ઘરે – બનાવેલા જમવાનો સ્વાદ કંઇક ઓર જ હોય છે…..! છતાં , અમુક દિવસ પહેલા અમે – નારણપુરા માં આવેલા આ રેસ્ટોરન્ટ માં ગયા અને જે અનુભવ્યું- તે જુઓ…………… ફોટા…

 

અમારું મંતવ્ય…..

 • રેસ્ટોરન્ટ નું નામ- ચેન્નાઈ ફૂડ એક્ષ્પ્રેસ્ અને એનું ઇન્ટેરીયર – એકશટેરિયર એ મુજબ નું જ છે…નવજીવન એક્ષ્પ્રેસ્ ની યાદ તાજા થાય છે….
 • મેનુ- ૩૧ પ્રકાર ના ઢોંસા, ૧૨ થી વધુ પ્રકાર ની ઈડલી…એક્ષ્ક્લુસિવ્ દક્ષિણ ભારતીય થાળી…અને મીઠાઈ…….લગભગ બધું જ મળે છે….આથી પસંદગી માટે વધુ ઓપ્શન હાજર છે…..
 • સ્વાદ- મને ઠીક લાગ્યો….રીના ને સહેજ વધારે ગમ્યું….પણ સંકલ્પ ની કક્ષા નું ન લાગ્યું……! જો કે ભાવ પ્રમાણે ગુણવત્તા યોગ્ય કહી શકાય….
 • સર્વિસ- સુધારા ને અવકાશ છે….અને સ્ટાફ નો યુનિફોર્મ – દક્ષિણ ભારતીય છાંટ -ભાત વાળો કરી શકાય…
 • વાતાવરણ- આરામદાયક છે…..જાણે કે ટ્રેન ના ડબ્બા માં બેઠા હોય એવું સહેજ સહેજ લાગે છે….સમય પસાર કરી શકાય .

તો કેટલી ઈડલી????-   ૩ ઈડલી/૫ ઈડલી…..

ફરતા રહો…..જોતા રહો…..અને અનુભવ વહેંચતા રહો…….!

રાજ

 


Leave a comment

BAPS રવિસભા તા- ૧૫/૮/૨૦૧૦

તો આજે ખાસ દિવસ હતો. દેશ પોતાનો ૬૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો હતો તો શાહીબાગ મંદિર ની રવિસભા , “આત્મ-સ્વાતંત્ર્ય ” ના લયમાં મસ્ત હતી…..શાહીબાગ જાણે કે સ્વયમ શ્રી હરિ ની હાજરી પ્રતીત કરતુ હતું….લોક મહેરામણ એટલો બધો કે પાર્કિંગ ની જગ્યા શોધતા થાકી ગયા. !!!

સભાની શરૂઆત કીર્તન આરાધના દ્વારા થઇ. “સર્વે સખી જીવન જોવાને હાલો રે…..” થી માંડી ને ” મોગરાના ફૂલ….હરિ ને ગમતા મોગરા ના ફૂલ…” જેવા કીર્તનો થી સભા ડોલી ઉઠી. ત્યારબાદ શરુ થયું, એક પ્રભાવશાળી ,તેજોયુંક્ત પ્રવચન, કે જેના માટે સર્વ હરિભક્તો આતુર હતા. પૂ. બ્રહ્મદર્શન સ્વામી( વેદાંતાચાર્ય) જેવા તેજ તર્રાર , વિદ્વાન, અભ્યાસુ ,પ્રખર વક્તા એવા સંત સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન અમદાવાદ ના હરિભક્તો ને ” સ્વામિનારાયણ સાધના ના સિદ્ધાંતો” દ્વારા ઝંઝોળવા ના છે….આવો મોકો કેમ મુકાય…??  તો પૂ. બ્રહ્મદર્શન સ્વામી નું પ્રવચન શરુ થયું………..

રવિસભા- બ્રહ્મ-સભા

સ્વામિનારાયણીય સાધના અને સિદ્ધાંતો દ્વારા…..સંઘ નિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા જેવા સિદ્ધાંતો વિષે ગહન ચર્ચા થવાની છે.  એમણે શરૂઆત કરી….સંકલ્પ દ્વારા….તો સંકલ્પ એટલે શું..?  સંકલ્પ એટલે એક સાતત્ય પૂર્વક , સર્વ લાભ , સુમાર્ગ,સુધ્યેય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતો દ્રઢ નિર્ધાર……અને સાધના એટલે સંકલ્પ થી શરુ થયેલી ,મન કર્મ,વચને સિદ્ધ થતી યાત્રા…….સ્વામિનારાયણ સાધના સ્વયમ શ્રીજી મહારાજ દ્વારા, સ્વાનુભવે કહેવાયેલી છે, આથી એ લૌકિક સાધના નથી પણ “અલૌકિક” છે…..!! પૂ. બ્રહ્મદર્શન સ્વામી એ પોતાની તેજોમય, રસાળ વાણી માં કહ્યું કે સંકલ્પ ની મહત્તા શું છે…??..સ્વયમ શ્રીહરિ એ સંકલ્પ કર્યો હતો કે…ભગવાન નું નામ સર્વ જીવ નું રૂડું કરવા કણેકણમાં ફેલાવવું છે…અને એક એક સાધુ ની વાંહે લાખ લાખ માણસ ફરે , એવું કરવું છે….. તો સંકલ્પ એ કાર્ય નો પિતા છે અને હરિ જન્મ એટલા માટે જ થાય છે કે , જીવો ને આત્મસત્તા રૂપ થવાના સંકલ્પ કરાવી….એવા કર્મો કરાવવા કે એ અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરે…..!!

પણ જીવ જેનું નામ….!! એ તેના સંસારિક સુખ-ઉપભોગ માં એવો તે રચ્યો પચ્યો રહે છે કે , લૌકિક સુખો ને જ સાચા સુખ માને છે….અને એટલે જ  અંતે દુખ ને પામે છે….મનુષ્ય જન્મ ના અમુલ્ય લ્હાવા/મોકા ને ગુમાવે છે.. શ્રીહરિ એ એટલા માટે જ વચનામૃત મા કહ્યું છે કે સંસાર છોડ્યા વગર પણ અક્ષરધામ સુલભ છે , એ શક્ય છે પણ ક્યારે કે જયારે એ જીવ ને કોઈ મોટા પુરુષ નો યોગ થાય…રાજીપો મળે તો…. સંસારમાં રહે પણ દુર્લભ એવું અક્ષરધામ સુલભ થાય….!! આ બધા ની શરૂઆત એક સંકલ્પ થી થાય…..એક સંકલ્પ ….એક સંકલ્પ મનુષ્ય નું જીવન બદલી શકે છે….જો આઇન્સ્ટાઇન જેવો મહાન વૈજ્ઞાનિક ,પોતાની શારીરિક,માનસિક મર્યાદાઓ ને, એક સંકલ્પ ને આધારે લાંઘી શકતો હોય તો આપણે શું ન કરી શકીએ…..!!………………………..આખી સભા એક લય હતી….સ્તબ્ધ હતી અને અંત સમયે…જે તાળીઓ નો ગડગડાટ ગુંજ્યો છે….એના પડઘા હજુ મારા મનમા ગુંજે છે……

તો આજ ની સભા….બ્રહ્મદર્શન ની સભા હતી….આત્મ-દર્શન ની સભા હતી….એક સંકલ્પ સભા હતી……

તમારો શું સંકલ્પ છે……?

રાજ