Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૩/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી……… અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી……….. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે……….. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે; અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીનવચન બોલાય નહીં તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…..

જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે……

ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે……..


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૫૬

યોગીબાપા કહેતા કે- જીવન માં ગમે તેટલા આગળ વધીએ..ભણીએ ગણીએ…પણ છેવટે તો નિર્માની જ થાવું…..! કારણ કે માન હોય તે સત્સંગ માં ટકી શકે નહિ…..માટે જો સત્સંગ જીવ નો કરવો હોય તો માન ને કોરાણે મુક્યા સિવાય છૂટકો જ નથી…..!!!! આજ ની સભા પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા સદ્ગુરુ સંત ના મુખે આ વચનામૃત ના રહસ્ય ને જીવાર્થ કરવા ની હતી….

છેલ્લા ઘણા સમય થી રવિસભામાં – યેનકેન કારણે ન જવાયું..મનમાં વસવસો રહ્યા કરતો હતો જે આજે દુર થયો…સભામાં સમયસર પહોંચી ગયો અને સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…..અને ત્યારબાદ યુવકો દ્વારા ..પુ.શુભ કીર્તન સ્વામી દ્વારા ખુબ જ જોશીલા ..ભાવ ભર્યા કીર્તન નો લાભ મળ્યો……

 • હે હરિ હરિ..પ્રભુ કરુણા કરી…..
 • મંદિરે પધારો પિયા ..શ્યામ સોહાગી…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
 • શોભે શોભે રસિકવર છેલ રે……રચયિતા- કૃષ્ણાનંદ સ્વામી
 • તારો ચટક રંગીલો છેલડો અલબેલા રે…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી

અદ્ભુત..અદ્ભુત…!!! સમગ્ર સભા નો માહોલ કીર્તન મય થઇ ગયો…..! હૃદયના તાર..એક શ્રીજી ના રૂપ માં..મહિમા માં..ભક્તિમાં એકતાર થઇ ગયા….! ભગવાન નું નામ જ એવું સુખકારી..શાંતિ પ્રદ છે……..એની પ્રતીતિ સર્વ ને થઇ…!

ત્યારબાદ પુ.ભગવતસેતુ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પંચવર્તમાન પૈકી- “નિસ્નેહ” પર વિસ્તૃત પ્રસંગો દ્વારા વિવેચન થયું…..જોઈએ સારાંશ….

 • શ્રીજી એ ત્યાગી માત્ર ને પંચવર્તમાન માં દ્રઢ પણે વર્તવા ની આજ્ઞા કરી ..એમાં નિસ્નેહ એટલે કે- પોતાના દેહ ..દેહ ના સગાવ્હાલા અને દેહ ના જન્મસ્થાન..એની સાથે સંકળાયેલી વસ્તુ નો પરિત્યાગ કરવાની વિશેષ આજ્ઞા કરી..જેને પ્રમુખ સ્વામી મહારાજે દેહ પર્યંત નિભાવી….
 • સમૈયા માં પોતાના પૂર્વાશ્રમ ના માતા દિવાળી બા ના ઉતારા  ની વાત હોય કે પૂર્વાશ્રમ ના ભત્રીજા ના વ્યવસાય ની વાત હોય…સ્વામીશ્રી એ કોઈ ભક્ત ના દ્વારા લવાયેલા મુદ્દા ઓ પ્રત્યે ક્યારેય ધ્યાન આપ્યું નથી…કદાપી કોઈ વાત ઉખેડી નથી કે..ક્યારેય કોઈને કોઈ દેખરેખ ની વાત કરી નથી….!! દેહ ના સગા પ્રત્યે આટલો બધો તિરસ્કાર…..કદાચ એમનામાં જ દેખાય..!
 • પોતાના દેહ ને તો તેમણે હરિભક્તો અને સંસ્થા ના વિકાસ માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો હતો……પોતાના દેહ ની ગમે તેવી પીડા હોય…..દુખાવો હોય..મોતિયો પાકી ગયો હોય…બાયપાસ કરાવવા ની હોય કે સખત તાવ હોય…પોતાના દેહ નો વિચાર કર્યો જ નથી..! પોતે સદાયે આત્મા રૂપ જ વર્ત્યા છે….
 • પોતાના જન્મસ્થાન ચાણસદ ની વાત નીકળે એટલે સ્વામીશ્રી તેને ટાળી જ દે…ચાણસદ માં પારાયણ થઇ ત્યારે હરિભક્તો -સંતો એ કમસેકમ આરતી માં આવી લાભ આપવા વિનતી કરી તો એ સ્વામીશ્રી એ ઘસી ને નાં પાડી દીધી….કારણ?? શ્રીજી ની આજ્ઞા…! ચાણસદ ના વિકાસ ની વાત હોય કે એમના જન્મસ્થાન ને વિકસાવવા ની…સ્વામીશ્રી ની નીરસતા કાયમ રહી હતી…!

આમ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન- શ્રીજી ની આજ્ઞા મુજબ જ જીવાયું હતું..એમાં રતીભાર પણ ફર્ક નહોતો..એની પ્રતીતિ આજે પણ બધા ને થાય છે…!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ઓસ્ટ્રેલિયા ખાતે ના દિવ્ય વિચરણ નો લાભ -વિડીયો ના માધ્યમ થી સમગ્ર સભા ને મળ્યો……જે નીચેની લીંક પરથી જોઈ શકાશે…..

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા વિધવાન…સદ્ગુરુ સંત ના મુખે ગઢડા પ્રથમ-૫૬ ના વચનામૃત આધારિત પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ….

 • ભગવદ ગીતામાં ભગવાને ચાર પ્રકાર ના ભક્ત ની વાત કરી છે…..અને એ ભક્તો પૈકી ભગવાન ને જ્ઞાની ભક્ત સૌથી વધારે પ્રિય છે…….કારણ કે જ્ઞાની ભક્ત આત્મા રૂપે- બ્રહ્મરૂપે વર્તે છે અને તેને એક ભગવાન સિવાય બીજી કોઈ જ કામના નથી……
 • આપણે કથાવાર્તા સાંભળીએ છીએ…એમાં છેલ્લે તો આ જ કરવા નું છે…..જગત ની કામનાઓ છોડી ને એક ભગવાન ની જ કામના કરવા ની છે…..
 • પણ એમાં વિઘ્ન રૂપ એ દેહાભિમાન રૂપી રાજા છે..જે અનેક જન્મો થી આપણ ને વળગ્યો છે ..અને એ દુર કરવા બ્રહ્મરૂપ થવાનું છે..અને બ્રહ્મરૂપ થવા- આપણ ને જે પ્રાપ્તિ થઇ છે ( સત્પુરુષ..સત્સંગ..શ્રીજી) એનો મહિમા સહીત નિશ્ચય કરવા નો છે…..અને એના માટે સતત જાણપણું ..અંતર્દ્રષ્ટિ રાખવા ની છે…….કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ???
 • પ્રાપ્તિ નો મહિમા સમજાય તો- સ્વભાવ નમ્ર બને…..દીનતા આવે……અહંકાર …માન નો ભાવ ઘટે…..! શ્રીજી નો નમ્ર સ્વભાવ એના અંનત ઉદાહરણ છે……..છતાં ઘણા એ સમય ના સત્સંગીઓ શ્રીજી ને સમજી ન શક્યા…એમનો દ્રોહ કરી બેઠા…..!
 • સત્સંગ માં રહ્યા થકા પણ સુક્ષ્મ અહંકાર હોય તો પણ જીવ સત્સંગ માં થી પડી જાય એનો વિકાસ અટકી જાય…! માટે જ સત્સંગ માં પ્રગતિ ન થવા નું કારણ માન છે…….એ મોટા સદગુણ હોય તો પણ તેમને શૂન્ય કરી નાખે…….અંતર માં શ્રીજી ની મૂર્તિ દેખાતી હોય તો તે મૂર્તિ ને કરડી મુદ્રા કરી નાખે………અને જો માન ન હોય તો ભક્ત ને ભગવાન ની એ મૂર્તિ ના પ્રસન્ન મુદ્રા માં દર્શન થાય……
 • માટે યોગી બાપા કહેતા તેમ- જીવન માં ગમે તેટલી પ્રગતિ કરો પણ નિર્માની થાવું….!!!

અદ્ભુત…! સત્સંગ હોય કે સંસાર- અહંકાર..માન……જીવ ને કેટલું નુકસાન પહોંચાડે છે…તે જાણવા મળ્યું…..! બસ “માન તજી સંતન કે મુખ સે………” પ્રમાણે- હરી રસ ના અમૃત ગ્રહણ કરી – બ્રહ્મરૂપ થઇ જવું છે…….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

 • ગાંધીનગર અક્ષરધામ ખાતે આર્ષ ( AARSH) પ્રવચન માળા અંતર્ગત- તા-૨૪/૩ ના રોજ- “પાણી અને વીજળી ની બચત” વિષય પર આપણી સંસ્થા વિધવાન એન્જીનીયર સંતો – પુ. નિર્મળ મુની સ્વામી અને પુ.શ્વેતપ્રકાશ સ્વામી દ્વારા રસપ્રદ પ્રવચન થશે…સમય અને વધુ માહિતી માટે અક્ષરધામ નો સંપર્ક કરવો…સર્વ ને આમંત્રણ છે….
 • તારીખ- ૧/૪ ના રોજ પશ્ચિમ અમદાવાદ માટે” ગૃહશાંતિ નો રાજમાર્ગ” પર એકદિવસીય શિબિર – પુ.આત્મતૃપ્ત સ્વામી જેવા અતિ વિદ્વાન અને પ્રખર વક્તા સંત દ્વારા થશે…પાસ મેળવવા- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો સંપર્ક કરવો…….જેમ બને તેમ વહેલા પાસ મેળવી લેવા..અને ખટકો રાખી શિબિર માં હાજર રહેવું..જેથી મંદિર ને આયોજન માટે ખબર પડે….

SAVE_20180225_214217

 • આવતા રવિવારે- ૨૫/૪ ના રોજ ચૈત્ર સુદ નોમ- અર્થાત- શ્રીહરિ જયંતી- રામ નવમી નો ઉત્સવ છે ..માટે રવિસભા કહેતા કે- હરી જયંતી ની સભા નો સમય રાત્રે ૮ થી ૧૦-૩૦ નો છે…… સર્વે એ અચૂક લાભ લેવો..પુ.અક્ષરવત્સલ સ્વામી પ્રવચન નો લાભ આપશે…..જે તે વિસ્તાર ના સંસ્કાર ધામ માં પણ સભા નો લાભ મળશે….

અદ્ભુત…અદ્ભુત…! આજની સભા ખરેખર બ્રહ્મરૂપ કેમ થવાય….એના રહસ્ય ને ઉજાગર કરતી સભા હતી…બસ જ્ઞાન નો માર્ગ તો- આ સભામાં થી મળ્યો…પણ એને અનુસરવું..એ આપણા હાથ માં છે……! છેવટે બ્રહ્મરૂપ આપણે થવાનું છે…..લખ ચોરાસી માં થી આપણે છૂટવા નું છે…….!!!

“પ્રથમ શ્રીહરિ ને રે…” સાથે શુભ રાત્રી……..સર્વ ને સસ્નેહ જય સ્વામિનારાયણ…..

રાજ

 

Advertisements


Leave a comment

BAPS રવિસભા-૦૮/૧૦/૨૦૧૭

“….સંપ,સુહ્રદભાવ અને એકતા…..એ જ અંતર્દ્રષ્ટિ…….એ હોય તો જ સત્સંગ માં રહેવાય…..”


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી ગુરુપદે બિરાજમાન થયા અને સત્સંગ ના સંપોષણ….સંવર્ધન માટે અસ્ખલિત …અતિ કઠીન વિચરણ યાત્રા શરુ કરી ત્યાર થી એમના મુખ પર એક જ વાત રમે છે…સંપ…સંપ…!!! સંપ નું આટલું બધું મહત્વ શા માટે??? જે સંપ નો મહિમા જાણે તે સમજે……કે સંપ…..- સંસાર હોય કે સત્સંગ…એનો શું મહિમા છે??? પુ.બ્રહ્મ વિહાર્રી સ્વામી કે જે- અમેરિકા માં પ્રગટ અક્ષરબ્રહ્મ ના વિચરણ માં જઈ ને આવ્યા છે..તેમણે પોતાના અનુભવ કહ્યા ..અને સમગ્ર સભાને જણાવ્યું કે – ગુણાતીત ચિરંજીવી છે…..એમના કાર્યો…એમના દાખડા….એમનો રાજીપો જ એમનું સ્વરૂપ છે……જે યોગીજી મહારાજ ને પ્રિય હતું…..જે પ્રમુખ સ્વામી મહારાજ ને વહાલું હતું..એ જ આજે મહંત સ્વામી મહારાજ માટે છે…..માત્ર રૂપ બદલાયું છે……કાર્ય પધ્ધતિ બદલાઈ છે…પણ સ્વરૂપ તો એ જ છે…! એટલા માટે જ સત્સંગ આજે પણ એટલો અઢળક છે..અને રહેશે…!

આજની સભાની શરૂઆત…………જગત ના નાથ ના દર્શન થી……..

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત- પુ.પ્રેમવદન સ્વામી અને યુવકો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ….બ્રહ્માનંદ સ્વામી રચિત…..” હરિવર હીરલો રે…..” કૈક અલગ જ રાગ માં રજુ કર્યું….અદ્ભુત…!!! ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન…” મન વસિયો રે મારે મન વસિયો……” અને મુક્તાનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન…..” અનુભવી આનંદ માં ..બ્રહ્મરસ ના ભોગી…..રે..” રજુ કર્યું…..

પછી તાજેતર માં જ – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા થી- સદ્ગુરુ સંતો – પુ. ત્યાગવલ્લભ સ્વામી અને પુ. કોઠારી ભક્તિપ્રિય સ્વામી ની નિશ્રામાં આપણા સંતો ના બે ગ્રુપ વારાફરતી -ચારધામ ની યાત્રા કરી આવ્યા……નીલકંઠ વરણી રૂપે શ્રીજી મહારાજે જે અતિ કઠીન વિચરણ એ ચાર ધામ તીર્થો માં કર્યું હતું..તેની યાત્રા-દર્શન સંતો કરી આવ્યા…..એના સંસ્મરણ -સભા સાથે વહેંચતા પુ.વિવેક મુની સ્વામી એ – ફોટોગ્રાફસ ની મદદ થી દરેક તીર્થ ધામ અને એના મહિમા વિષે જણાવ્યું…!!! અદ્ભુત……અદ્ભુત…! પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ગુલઝારીલાલ નંદા એ પોતાના ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો મહિમા – છેક ઉત્તરાખંડ સુધી પહોચાડ્યો……કાત્યાની દેવી( પાંડવો ની કુળદેવી) ના પ્રાચીન મંદિર માં પણ શાસ્ત્રીજી મહારાજ ની અને અક્ષર પુરુષોત્તમ મહારાજ ની પાંચ મૂર્તિ ની સ્થાપના એમણે કરી હતી…એના દર્શન સૌ કોઈએ કર્યા…! ૧૯૮૭ માં ૩૦૦ થી વધુ સંતો ને લઈને પ્રમુખ સ્વામી મહારાજ -ચારધામ યાત્રા એ ગયેલા…..એની સ્મૃતિ અને બાપા ની હાજરી -એમનો મહિમા-નો અનુભવ બધા સંતો ને આ યાત્રા માં થયો…!

ત્યારબાદ – પ.પુ.મહંત સ્વામી મહારાજ ના લંડન -નીસ્દન મંદિર ખાતે ના વિચરણ ( ૨૩/૦૯/૨૦૧૭) દર્શન ના વિડીયો નો લાભ સૌને મળ્યો…….સવારે ૫-૩૦ વાગ્યે કડકડતી ઠંડી માં – વિશાલ સભાખંડ ખીચોખીચ ભરેલો હોય…..નાના નાના બાળકો પણ એ પ્રાત: પૂજા ની સભામાં આવતા હોય તેનાથી – મોટી નિષ્ઠા ની પ્રતીતિ …સત્પુરુષ ના ખેંચાણ ની પ્રતીતિ કઈ હોઈ શકે???

ત્યારબાદ પુ.બ્રહ્મ વિહારી સ્વામી કે જે – હાલ માં જ અમેરિકા અને લંડન ખાતે ના – સ્વામીશ્રી ના આ અદ્ભુત વિચરણ નો લાભ લઈને પરત ફર્યા છે..તેમની ધારદાર વાણી માં- એ અનુભવામૃત નો લાભ સર્વે ને મળ્યો…વિષય હતો…” સંપ..સુહ્રદ ભાવ અને એકતા નો મહિમા” …અદ્ભુત પ્રવચન……જોઈ એ સારાંશ….

 • મહંત સ્વામી મહારાજે – ગુણાતીત પરંપરા ની જેમ પોતાના દેહ ની પરવા કર્યા વગર અતિ કઠીન વિચરણ ચાલુ જ રાખ્યું છે……જેનો હેતુ…હરિભક્તો માં – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ ને ઓર મજબુત કરવા નો છે…….સદાયે તાજી રાખવા નો છે…
 • આપણો સંપ્રદાય..આપણી સંસ્થા પ્રગટ ની છે…….શ્રીજી એ પણ કહ્યું છે કે- એ સદાયે પ્રગટ રહે છે……માટે સમજણ અગત્ય ની છે..આ વાત ની પ્રતીતિ અગત્ય ની છે….કોઈ પૂછે તો કહેવાય કે- પ્રમુખ સ્વામી મહારાજ ની સાચી સિદ્ધિ કઈ…તો કહેવાય કે- એક પત્ર માત્ર થી લાખો હરિભક્તો -સંતો સહજ માં મહંત સ્વામી મહારાજ માં જોડાઈ જાય…….
 • આપણા ગુરુમુખી સંપ્રદાય માં….ખાસિયત એ છે કે- અહી એક વિચાર…એક ગુરુ…એક રૂચી છે…….જે ભક્તો નું ખેંચાણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે હતું…એવું જ આજે મહંત સ્વામી મહારાજ માં છે..એની સર્વે ને પ્રતીતિ ડગલે ને પગલે થાય છે…..અમેરિકા અને લંડન જેવા પ્રદેશો માં – સવારે ૫-૩૦ ઉઠી હજારો હરિભક્તો રોજ પ્રાત:પૂજામાં હાજર થઇ જાય અને એ પણ નાના નાના બાળકો સાથે……..!! એ શું કહેવાય…!!! એ લોકો ગાંડા નથી….પણ સમજે છે કે- ગુણાતીત ના દર્શન નો મહિમા શું છે??
 • બાપા એ આપણ ને કહ્યું કે- હું સદાયે તમારી સાથે રહીશ……..જે આજે આપણ ને મહંત સ્વામી મહારાજ માં દેખાય છે……! બાપા એ – હરિભક્તો ને આપેલું વચન કદાપી ઉથાપ્યું નથી…..તો આ વચન ઉથાપે???
 • આપણો સંપ્રદાય …આપણી સંસ્થા સત્ય આધારિત છે……..જેમાં જે બોલાય છે તે થાય છે…તેનો અનુભવ બધાને પ્રત્યક્ષ છે…..કારણ કે – સત્પુરુષ જ્યાં સાક્ષાત બિરાજમાન હોય ત્યાં બધું જ હોય…એમના આધારે જ આ બધું ચાલે છે…બાકી- મંદિરો..જ્ઞાન ની વાતો….મેનેજમેન્ટ…સંપ..એ બધું તો Add on છે……એમના લીધે છે…..
 • અને એ જ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ નો રાજીપો- સંપ માં છે…..આપણે ટોળા નથી પણ એક પરિવાર છીએ…..એમ સ્વામી વિચારે છે…અને આટલો બધો ભાર -સંપ પર એટલા માટે કે- એમના ગુરુ યોગીજી મહારાજે – ગોંડલ માં કહ્યું હતું કે- સુહ્ર્દભાવ થી ગુણાતીત બાગ ને એક કરી દેવો છે……..અને એટલા માટે જ મહંત સ્વામી મહારાજ આજે – સંપ પર એટલો ભાર મુકે છે…જે – દાસભાવ….સુહાર્દભાવ…..અને તમામ હરિભક્તો-સંતો માં દિવ્ય ભાવ હશે તો જ આવશે…….! જીવ ના પોષણ માટે પણ સંપ જરૂરી છે….
 • આજનું આધુનિક સમાજ વિજ્ઞાન કહે છે કે – અસ્તિત્વ માટે સંપ અને સુહ્ર્દભાવ જરૂરી છે………વિજ્ઞાને સાબિત કર્યું છે કે- જેમ બધા વૃક્ષ એકબીજા સાથે અંદર થી જોડાયેલા છે…વાતચીત કરે છે……તેમ આપણે પણ સદાયે જોડાયેલા રહેવા નું છે……
 • સંસાર હોય કે- સત્સંગ…સુખ જોઈ તો સંપ રાખવો જ પડશે………પારિવારિક પ્રશ્નો માં સંપ નો- સુહ્ર્દભાવ નો અભાવ જ રહેલો છે……રીસર્ચ કહે છેકે- ભણતર અને પૈસા થી માત્ર ૭% જ સુખ નો ભાવ પ્રાપ્ત થાય છે જયારે ૮૦% થી વધુ તો- માણસ ના – અંગત સંબંધો…એના સમીકરણો …એની સમજણ…..પર જ સુખ નો આધાર છે…..
 • કહેવાય છેકે- જો સ્વાર્થ સમાન હોય…તો પૈસા માટે પણ લોકો સંપ રાખે છે……તો આ તો જીવ ના કલ્યાણ માટે નો સત્સંગ છે……..એના માટે સંપ કેમ ન રખાય??? યોગીબાપા ના રાજીપા નો વિચાર કરી ને પણ સંપ કેમ ન રખાય??????
 • મહંત સ્વામી મહારાજ તો એટલે સુધી કહે છે કે……સંપ…સુહ્ર્દભાવ…. વગર બ્રહ્મરૂપ થવાય જ નહિ……..અને પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે….ઝેર ખાઈ ને પણ સત્સંગ માં સંપ રાખવો પડશે……..!!!

તો- ચાલો સ્વામી- શ્રીજી ને…ગુરુહરિ ને પ્રાર્થના કરીએ કે- આપણે આપણા ઘરમાં…પરિવારમાં…..ગામ માં…સત્સંગમાં – સંપ..સુહ્ર્દભાવ અને એકતા રાખી શકીએ……! અદ્ભુત…અદ્ભુત….!!! પુ.બ્રહ્મવિહારી સ્વામી ને સાંભળવા એક લ્હાવો છે…….જેમના શબ્દે શબ્દે બળ ટપકે છે………!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

 • જમો ને જમાડું- અન્નકૂટ સેવા અભિયાન – આજથી બંધ થયું છે….કારણ કે દિવાળી નજીક છે…પૂર્વ તૈયારી નો સમય થઇ ગયો છે….
 • યુવા અધિવેશન ( સત્સંગ જ્ઞાનામૃતમ) ની આજે સ્પર્ધા હતી..જેના વિજેતા ઓ નું આજે જાહેર માં સન્માન થયું…..

તો આજની સભા – નો એક એક શબ્દ જો જીવ માં દ્રઢ થાય તો………”કેશવ ક્યાય છેટો નથી….” સદાયે સાથે જ છે……….

સમજતા રહો…………….જય સ્વામિનારાયણ…………

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૬/૨૦૧૭

સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,

“આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે………. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે…………

તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે……….

તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે………. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો……….. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો………..”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૧૭

સત્સંગ હોય કે સંસાર- હિમત વગર ની મોળી..ઢીલી પોચી…બળહીન વાત કરનાર નપુસંક જ છે……”રોતો રોતો જાય તે મુઆ ના સમાચાર લાવે….” એ એક ગુજરાતી કહેવત સાચી છે…! સત્સંગ માં તો મનુષ્યે સદાયે ભગવતમહિમા નું બળ રાખવું…..એક એમને જ કર્તાહર્તા સમજી સર્વે ક્રિયાઓ..કાર્ય થાય તો પછી નિર્બળતા શાની આવે??? આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જુઓ……અઢળક…હૃદય ફાટી જાય તેટલા વિઘ્નો આવ્યા છે..પણ કદાપી નાહિમત થયા જ નથી……..કારણ કે શ્રીજી સદાયે સાથે જ છે એવું દ્રઢ પણે માનતા હતા અને જીવતા હતા……! આજની સભા આ જ વાત પર હતી……

ભારત પાકિસ્તાન ની મેચ હતી…સમગ્ર દિવસ સત્સંગ પરીક્ષા નો પ્રી ટેસ્ટ હતો…છતાં સમગ્ર સભા ગૃહ હરિભક્તો થી ભરચક હતો…….એ જ વાત નો દ્યોતક હતો કે- શ્રીજી …એમનો રાજીપો…સત્પુરુષ ની આજ્ઞા…કલ્યાણ નો ખપ…..કથા વાર્તા નો ઈશક સર્વોપરી છે……

સભાની શરૂઆત માં ધમધોખાર તડકા માં મીઠી ..શીતલ વીરડી સમાન શ્રીજી ના દર્શન…….

collage_20170618211915666_20170618211943192.jpg

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……ત્યારબાદ યુવક મિત્રો દ્વારા

 • સંતજન સોઈ સદા મોહે ભાવે……..રચયિતા- મુક્તાનંદ સ્વામી
 • લટકાળા લહેરી પધારો…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • મન વસીયો રે મારે મન વસિયો…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
 • હરિ મારું ગાડું ક્યાં લઇ જાય……રચયિતા- અજ્ઞાત

છેલ્લા બે કીર્તન તો ભાવનગર થી આવેલા હરિભક્તે એમના કાઠીયાવાડી સુર માં ગાયા…અને સમગ્ર સભા એમાં ઝૂમી ઉઠી….એક પ્રશ્ન જરૂર થયો કે- શ્રીજી ના સમય માં આ પદ કયા રાગ..કયા સુર માં ગવાતા હશે??? જુના માં જુનું હોય તેવું સ્વામિનારાયણ સંત ના મુખે ગવાતું કોઈ રેકોર્ડીંગ હશે???

ત્યારબાદ પુ. ત્યાગવલ્લભ સ્વામી ની સાથે ઓસ્ટ્રેલિયા..ન્યુઝીલેન્ડ….સિંગાપોર ની અધ્યાત્મિક વિચરણ માં જી આવેલા વિદ્વાન સંત પુ.પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે – ત્યાના સત્સંગ વિષે અદ્ભુત માહિતી મળી……ન્યુઝીલેન્ડ ના હિમતભાઈ પટેલ હોય કે…સિંગાપોર ના સુરેશભાઈ પટેલ……..એ હરિભક્તો ની નિષ્ઠા એવી કે -સત્સંગ અને એના કાર્ય ને પોતાના કુટુંબ થી પણ અધિક માને…..અને પોતાનું સર્વસ્વ એના કાજે કૃષ્ણાર્પણ કરી રાખે…છતાં દાસાનુદાસ થઇ ને વર્તે…! હવે આનાથી મોટી વાત કઈ હોઈ શકે??? ઓસ્ટ્રેલિયા – સિડની માં સત્સંગ વધતા નવી જમીન લેવાઈ અને ત્યાં શિખરબદ્ધ મંદિર ની રચના માટે ત્યાના હરિભક્તો એ જે સમર્પણ બતાવ્યું છે..તેની વાત સાંભળી આપનું હૈયું ભરાઈ આવે…….! આવક નો ૩૩ થી ૧૦૦% ભાગ…..નવી ગાદી-ઘર માટે ની બચત મંદિર કાજે અર્પણ કરી દીધા…..અરે…લોન લઈને પણ મંદિર ની સેવા કરી………! મહંત સ્વામી મહારાજ આ સાંભળી ને ખુબ રાજી થયા હતા…..!! અને આ જ છે બેપ્સ ના સંસ્કાર..સત્સંગ…હરિભક્તો નું સમર્પણ……! શ્રીજી માટે વેચાઈ જવા ની તૈયારી કરતા ભક્તો નો સમુદાય આજે પણ આપણે ત્યાં છે..અને તેથી જ બેપ્સ ઈઝ બેસ્ટ..!!!

ત્યારબાદ સારંગપુર ખાતે- તારીખ ૭ થી ૧૦ જુન-૨૦૧૭ ના- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લીંક પર થી જોઈ શકાશે……

પુ.બ્રહ્મમુની સ્વામી કે જે હાલ નડીયાદ ખાતે સેવા આપે છે અને હમણાં જ એમની બદલી ન્યુઝીલેન્ડ મંદિર માં થઇ છે તેમના દ્વારા ગઢડા પ્રથમ-૧૭ પર “વાણી ના મહિમા” પર વક્તવ્ય નો અદ્ભુત લાભ મળ્યો…..એમણે કહ્યું કે….

 • વાણી એક શક્તિ છે…..એનો સદુપયોગ થાય તો તરી જવાય અને જો દુર ઉપયોગ થાય તો મહાભારત પણ થઇ શકે છે……માણસ ના સંસ્કાર….વ્યક્તિત્વ સર્વે તેની વાણી પર થી પરખાઈ આવે છે………..
 • શ્રીજી એ નબળી વાણી…ખરાબ ..તોછડી વાણી પર પોતાની સપષ્ટ અરુચિ પ્રગટ કરી છે……….
 • માટે જ ભગવાન ને રાજી કરવા હોય…કલ્યાણ નો માર્ગ સફળ કરવો હોય તો વાણી પર નિયંત્રણ રાખવું…મુક્તાનંદ સ્વામી ની જેમ પ્રિયકર વાણી વાપરવી…પણ જરૂર પડ્યે તો પંચાળા-૭ ના વચનામૃત માં કહ્યા મુજબ તીખી વાણી પણ વાપરવી…..
 • આપણો આજનો વિશ્વવ્યાપી સત્સંગ એ – વાણી ના બળે જ બન્યો છે…સતત કથા વાર્તા નું અનુસંધાન..સકારાત્મક વાતો…યોગીબાપા ની હેત ભરી વાતો ને લીધે લાખો નો સતસંગ સમાજ બન્યો………માટે- જ સત્પુરુષ અને શ્રીજી ના રાજીપા માટે..પોતાના કલ્યાણ ને અર્થે – બળભરી …મહિમા સભર વાતો કરવી……સાંભળવી…….

સભાને અંતે જાહેરાત થઇ…..

 • આજે સત્સંગ પરીક્ષા ના પ્રી ટેસ્ટ માં ૮૪% હાજરી રહી……આવનારી ૧૬/૭ એ સત્સંગ પરીક્ષા છે..માટે અત્યાર થી જ તૈયારી માં લાગી જવું…
 • ૨૧ મી જુન સુધી અમદાવાદ ના GMDC મેદાન માં સવારે ૫ થી ૮ યોગ અભ્યાસ ની શિબિર -પતંજલિ યોગ વિદ્યાપીઠ- બાબા રામદેવ દ્વારા થઇ રહી છે…તેનો અચૂક લાભ લેવો…….

સભાને અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું………………….

માટે આજ ની સભા એ – બળ ભરી વાણી ની…એના મહિમા ની હતી……..શ્રીજી ની જો આટલી વાત પણ જીવન માં ઉતરશે તો જીવ જરૂર કલ્યાણ ને પામશે…..!

જય સ્વામિનારાયણ…..


Leave a comment

BAPS રવિસભા -૨૪/૭/૨૦૧૬

“..યુવકો મારું હૃદય છે……”


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

૫૦ ના દાયકા માં શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના આદ્ય સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ધામ માં  બિરાજી ગયા અને સમગ્ર સત્સંગ ની દોર એમના અનુગામી ગુણાતીત ગુરુ યોગીબાપા ના હાથમાં આવી અને યોગીજી મહારાજે અઠવાડિક સભાઓ….બાળ મંડળ…યુવક મંડળ ની શરૂઆત કરી……!  સામાજિક-અધ્યાત્મિક દ્રષ્ટિ એ આ એક અતિ ક્રાંતિકારી વિચાર હતો કે જેણે આપણી સંસ્થા….સંપ્રદાય….ધર્મનિયમ…સંસ્કાર…ઉચ્ચ ચારિત્ર્ય યુક્ત શ્રીજી ની ભક્તિ ને સર્વોચ્ચ શિખરે પહોંચાડી …..જે યુવાધન માં વિષયો તરફ ઝોક સાહજિક હોય ત્યાં આવી સવળી ગંગા……!!! કલ્પના બહારની વસ્તુ છે…કે જ્યાં યુવકો..ધર્મ-નિયમ-આજ્ઞા-ઉપાસના ના બળે..એક સત્પુરુષ અને શ્રીજી કાજે સર્વસ્વ ન્યોછવર કરવા તૈયાર હોય….!! અદ્ભુત અદ્ભુત……! એ અનન્ય પ્રાપ્તિ….ને ઉજવવા….બાળમંડળ માંથી  યુવક -યુવતી મંડળ માં જતા યુવાધન ને આવકારવાની આજની સભા હતી…..!

તો મેઘરાજા પાછા ગાયબ થઇ ગયા છે…પણ શ્રીજી માટે નો…સત્પુરુષ ની આજ્ઞા પાળી ને અક્ષર રૂપ થવાનો હરિભક્તો નો ઉત્સાહ ગાયબ થયો નથી…..અમે સમયસર સભામાં પહોંચી ગયા……હરિના દર્શન અદ્ભુત હતા…..અને હિંડોળા માં બિરાજેલા શ્રીજી ભક્તોના મનોરથ પુરા કરી રહ્યા હતા….

13697000_1055736714464296_4637295239682692441_n

સભાની શરૂઆત યુવકો દ્વારા…..” જય અક્ષર પતિ પુરુષોત્તમ…..” ધુન્ય થી થઇ…….સર્વોપરી ઉપાસના સિધ્ધાંત ને શબ્દો માં પકડવો અઘરો છે….અને એ પણ સુર લય માં……..જાણે કે કલ્પનાતીત વાત જ છે…પણ મોટા પુરુષ ની દયા..પ્રેરણા થી એ પણ થઇ શકે છે….એ અહી જોવા મળ્યું…! ત્યારબાદ  નિષ્ઠા ના પ્રતીક રૂપ એવા મોતીભાઈ જેવા પરમ ભક્ત રચિત ” અમે સૌ સ્વામી ના બાળક” એ જ બળ સાથે રજુ થયું…….

આજની સભા યુવકો દ્વારા પ્રસ્તુત સંવાદ….વિડીયો …થી ભરપુર હતી ..અને એ ક્રમ માં પ્રથમ- વિડીયો દર્શન રજુ થયો કે જેમાં આપણી સંસ્થા દ્વારા થતી જગવિખ્યાત બાળ પ્રવૃત્તિ ના દર્શન થયા…….જન્મ થી જ સત્સંગ – એ કદાચ આ સંસ્થા માં જ થાય છે……….એ જોવા મળ્યું….! અદ્ભુત…..

ત્યારબાદ એક સ્મૃતિ સંવાદ દ્વારા -બાળમંડળ માંથી યુવક મંડળ માં પ્રવેશેલા ૪ યુવક દ્વારા બાળ મંડળ-એની પ્રવૃત્તિ-એના મહિમા ની વાતો – અદ્ભુત સંવાદ દ્વારા થઇ……..જેનો સારાંશ હતો…

 • અહી જન્મ થી જ સત્સંગ થાય છે…….અને એ આજીવન રહે છે…..
 • આજ્ઞા ..ઉપાસના ના બળે – જીવ માયા થી છૂટી -ભક્તિ-સત્સંગ ના બળે સદાયે પ્રગતિ જ કરે છે…….દિન પ્રતિદિન ચડતો રંગ જ રહે છે….

ત્યારબાદ બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય  માં સેવા આપતા દીપકભાઈ દ્વારા બાળ પ્રવૃતિ પર ઘણી અણજાણી વાતો ની જાણકારી મળી……

 • બાળ મંડળ પ્રવૃત્તિ ની શરૂઆત ૧૯૫૦ બાદ -બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા થયેલી……..
 • સંતો-કાર્યકરો નો અભૂતપૂર્વ દાખડો – રાત-દિવસ ની પરવા કર્યા વગર – બાળકો ને સત્સંગમાં જોડવા ની લગની જ આ કાર્ય ને સફળ બનાવી શકી છે………અરે..અમુક કાર્યકરો એવરેજ વરસ ના ૩૬૫ દિવસમાં થી ૨૪૦ થી વધુ દિવસ આ સેવા પાછળ કાઢે છે…!!!!
 • બાળકો માં સંસ્કાર ની સિંચન…..સંસ્કૃતિ ની સમજણ…ધર્મ-નિયમ- આજ્ઞા-ઉપાસના જન્મ થી જ દ્રઢ થાય અને આજીવન રહે તે માટે બાળકો નો શરૂઆત નો પાયો દ્રઢ ..અતિ દ્રઢ રહે તે જરૂરી છે……અને આ માત્ર આ સંસ્થા-સંતો-કાર્યકરો જ કરી શકે….કારણ કે અહી સત્પુરુષ દ્વારા શ્રીજી પ્રગટ પ્રમાણ છે…..એમના બળે જ આ અશક્ય વસ્તુ ..શક્ય થઇ છે…..
 • બે સફળ યુવાનો ( એક કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ છે…અને બીજા મેનેજમેન્ટ નિષ્ણાત છે) એ બાળ મંડળ માં થયેલા પોતાના ઘડતર અને એની પોતાની કારકિર્દી પર સકારાત્મક અસર ની વાત સભા સમક્ષ કરી….! અદ્ભુત…….બાળ મંડળ માં થી મળેલા સંસ્કાર સમગ્ર જીવન ને કયા રસ્તે લઇ જાય છે……તેનું પ્રત્યક્ષ પ્રમાણ દુનિયા ને જોવા મળ્યું……..!
 • ત્યારબાદ ” સ્વામી મારા…હું સ્વામી નો…..” વિડીયો દર્શન થી…સત્પુરુષ નો બાળકો પ્રત્યેનો સ્નેહ ….બાળકો સાથે બાળક જેવા થઈને – સ્વામી એ સત્સંગના અમૃત પીવડાવ્યા …એના દર્શન થયા….! શું સત્પુરુષ નો દાખડો…….!!!

ત્યારબાદ યુવા પ્રવૃત્તિ નો ચિતાર આપતા વિડીયો થી જાણવા મળ્યું કે બેપ્સ ના યુવાનો…એમની પ્રવૃત્તિ ઓ કેટલી ગગનચુંબી છે…….કે જેના પાયા – નિયમ-ધર્મ-આજ્ઞા-ઉપાસના-ઉચ્ચ ચારિત્ર્ય-સંસ્કાર થી બદ્ધ પાતાળે છે……!

એ જ ઉચ્ચ જીવન લક્ષણો નું દર્શન- એક અદ્ભુત સંવાદ- “…એક અમુલ્ય વરદાન..”  – વિષય પર થયો……બાળમંડળ-યુવક મંડળ માં સત્સંગ-સંસ્કાર પામેલો એક યુવક એના જીવન માં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરે છે…..અન્ય કેટલાય ના જીવન-કઈ રીતે બદલે છે…તેનું ઉદાહરણ પ્રસ્તુત થયું…….! ખરેખર …જો આપણે પણ એવું કરી શકીએ તો જીવન ના કોઈ પણ ક્ષેત્ર માં પાછા ન પડીએ …..

13781668_1055737174464250_1120588534872433164_n

ત્યારબાદ એક યુવક..અને એક યુવક ના પિતા દ્વારા – યુવક મંડળ માં મળતા ઘડતર-ઉચ્ચ ચારિત્ર્ય ના પાઠ..અને એનાથી  મળતા પરિણામો પર અનુભવ ની વહેંચણી થઇ…….! ખરેખર ….આપણી સંસ્થાનો યુવક – ગમે ત્યાં જાય પણ ડંકા વગાડી ને જ આવે…….!!!

પરમ પૂજ્ય મહંત સ્વામી ના વિડીયો ના માધ્યમ થી આશીર્વચન નો લાભ મળ્યો …તેમાં સ્વામી એ એજ વાત કરી કે….

 • બાળમંડળ થી શરુ થયેંલ આ સત્સંગ સફર વચ્ચે ક્યાય ફંટાઈ ન જાય એ માટે યુવા સત્સંગ પ્રવૃત્તિ ની આ વ્યવસ્થા છે…….આ તો બ્રહ્મવિદ્યા ની કોલેજ છે……..
 • જીવનમાં બધું જ સુખ હશે પણ જો સત્સંગ નહિ હોય તો કશું જ નહિ હોય……અને જો માત્ર સત્સંગ હશે તો બધું જ આવશે……અંતરમાં અખંડ સુખ- શાંતિ રહેશે……
 • અખંડ શાંતિ માટે જ આ બધું છે…..અને આનાથી જ એ થશે ..કારણ કે એમાં સત્પુરુષ ના આશીર્વાદ ભળેલા છે…..યોગીબાપા નો સંકલ્પ ભળેલો છે……

પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી એ – આ જ વાત આગળ ધપાવતા કહ્યું કે…..

 • યુવકો સંસાર ના સુખ ને બાજુ પર કરી….માયા ના બળ સામે ચાલે છે…એ કઈ નાની સુની વાત નથી…..એ તો માત્ર સત્પુરુષ અને શ્રીજી ની કૃપા એ કરી ને જ થાય…….
 • યુવા સત્સંગ પ્રવૃત્તિ ના યુવાનો – ઉચ્ચ સંસ્કાર…ચારિત્ર્ય…ઉપાસના ના બળ સાથે આગળ વધી રહ્યા છે…..અને ભવિષ્ય માં એ – આ સત્સંગને વધુ મજબુત કરશે…….દુનિયા આખી માં પ્રસરાવશે….
 • આ તો સત્પુરુષ અને શ્રીજી નો સંકલ્પ છે………….એમનું બળ છે ……સંતો-કાર્યકરો-માતા પિતા ના દાખડા..ભોગ ને લીધે જ આ યુવા સત્સંગ પ્રવૃત્તિ આટલી સફળ બની છે…..

અદ્ભુત…….અદ્ભુત…………!!!

“આજીવન સત્સંગ” જ એક એવો શબ્દ છે…જે બાળ મંડળ થી લઈને વડીલ મંડળ સુધી- સત્સંગ ને વધતો જ રાખે છે……અહી સત્સંગ એ માત્ર શસ્ત્ર ની વાત નથી પણ જીવવા ની વાત છે……બાળમંડળ…યુવક મંડળ…..ની પ્રવૃત્તિ ઓ દ્વારા સત્સંગ અહી રોજેરોજ જીવાય છે….

સભાને અંતે કેટલીક જાહેરાત થઇ….

 • ઓગસ્ટ માસ ની ૧ તારીખ થી – શ્રાવણ માસ ની પારાયણ રોજ પ્રાતઃ સભામાં શરુ થઇ રહી છે……વિવિધ વિદ્વાન સંતો દ્વારા સવાર ની સભામાં -વિવિધ વિષયો પર સત્સંગનો લાભ મળશે…..
 • આ માટે યજમાન ની સેવા – કરી શકાશે…………

તો આજની સભા – એ નવયુવાનો માટે હતી…….કે જે યુવા પ્રવૃત્તિ માં પ્રવેશવા જઈ  રહ્યા છે…..બાળમંડળ માં થી મળેલા સત્સંગ ના પાઠ ને વધુ ઉચ્ચ સ્તરે લઇ જઈ……આ બ્રહ્મવિદ્યા ની કોલેજ માં- જીવન નું ઘડતર કરવા નો નિર્ધાર કરી રહ્યા છે…પ્રયાસ કરી રહ્યા છે…….! ઉચ્ચ ચારિત્ર્ય વાન…ધર્મ-નિયમ યુક્ત બળવાન યુવા ધન એ આપણી સંસ્થા ની જણસ છે…..જે સમગ્ર જગત માં સર્વોપરી સિધ્ધાંત…સર્વોપરી સત્સંગ ના ડંકા વગાડશે…..એ ચોક્કસ વાત છે….

જય સ્વામિનારાયણ….

રાજ

 


1 Comment

BAPS રવિસભા – ૨૬/૦૬/૨૦૧૬

જે ભગવાનના ભક્તને સત્-અસત્‌નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે…...…. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે……….. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં………

…………..અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે………… પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે…..………. અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે……….. અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે………………. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૧૬

સત્સંગમાં  સત-અસત …સારું  શું..ખોટું  શું….એનો  વિવેક અનિવાર્ય  છે. જો એ  ન હોય તો જીવ પોતાના સ્વભાવ પ્રમાણે  જ વર્તે છે અને સત્સંગમાં થી પડી જાય છે…..એ માટે શ્રીજી કહે છે એમ- દ્રઢ ઉપાસના,આજ્ઞા,ધર્મ,સાંખ્ય ગુણ ગ્રાહક દ્રષ્ટિ ..સકારાત્મક વલણ -સત્સંગમાં આગળ વધવા માટે અનિવાર્ય છે….આજની સભા આ વાત પર હતી…..

મેઘરાજા સંતાકુકડી રમી રહ્યા છે અને અમદાવાદીઓ તીખી નજરે આકાશ સામે જોઈ નિસાસા નાખી રહ્યા છે..પણ સત્સંગમાં ઓછપ આવી નથી…અમે સભામાં પહોંચ્યા ત્યારે ભીડ હમેંશ ની જેમ યથાવત હતી…..સર્વપ્રથમ મનમોહન ની અતિ મનમોહક મૂર્તિ….ના મનભરી ને દર્શન….

13439168_564363973751779_378600078767369986_n

સભામાં શરૂઆત અમેરિકાથી આવેલા પાર્થ પ્રણવ પરીખ નામના યુવાન ના સ્વર થી થઇ….સેન્ટ લુઇસ માં રહેતા આ યુવાન પોતાના રૂટીન અભ્યાસ ની સાથોસાથ ભારતીય સંગીત નો પણ અભ્યાસ કરી રહ્યા છે જેનો ભક્તિસભર લાભ આજની સભાને એમના બે કીર્તન- ” જોઇને નેણા લોભાણા …જોઇને મૂર્તિ મનોહર શ્યામ….” બ્રહ્માનંદ સ્વામી ની આ રચના એક સોફ્ટ ..સહજ સ્વરમાં રેલાતી ગઈ….અને ત્યારબાદ  “સ્વામી જીવન મંગલ થાજો…..” એ જ મુલાયમ..ઘૂંટાયેલા સ્વર માં સભાને સ્થિર કરતુ ગયું…….!

ત્યારબાદ સ્વામીશ્રી ના ૨૦૧૨ ના ઓગસ્ટ માસ- ના અમદાવાદ ખાતે ના વિચરણ ના  વિડીયો દર્શન થયા…….ઝરમર વરસતા મેહુલા વચ્ચે સ્વામી ની કરુણા જે અપરંપાર વરસી રહી હતી…..તે અદ્ભુત હતી…..

ત્યારબાદ પુ.યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન…અનુભવી સંત દ્વારા ગઢડા પ્રથમ-૧૬-વિવેકનું- વચનામૃત પર રસપ્રદ ઉદાહરણ સાથે અદ્ભુત છણાવટ થઇ……જોઈએ સારાંશ….

 • બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આ વચનામૃત વિષે કહેતા કે- આ એક વચનામૃત સમજાય તો બાકી ના બધા ૨૭૧ વચનામૃત સમજાઈ જાય……
 • મનુષ્ય ના ગુણ માં વિવેક ને ૧૦ મો નિધિ કહ્યો છે……
 • લૌકિક જગત માં તો વિવેક જરૂરી જ છે પણ અધ્યાત્મ માર્ગમાં – સત-અસત નો વિવેક હોય તો જ આગળ વધાય…..
 • કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે દોષ સ્વભાવ સાથે જ વણાયેલા હોય છે….તેમને ઓળખી રાખવા…સતત જાણપણું રાખવું……..અને આ જાણ પણું રાખી ને વર્તવું- એટલે જ વિવેક…..
 • અવગુણ એવી ચીજ છે…જેને કેટલાક મનુષ્ય પોતાના માં હોય છતાં જાણતા નથી…કેટલાક જાણે છે તો એને  દુર કરી શકતા નથી….અને માત્ર અમુક જ એવા હોય છે…જે અવગુણ ને ઓળખીને ..તેને દુર કરવાના સતત પ્રયત્ન કરે છે…..
 • અવગુણ-સ્વભાવ -દોષ ટાળવા એ મોટું કાર્ય છે..અને એ માટે મોટા પ્રયત્ન ની જરૂર પડે…….શ્રીજી ના સમયના પરમ ચૈતન્યા નંદ સ્વામી નો દોષ માન હતો..એમને ખબર હતી પણ જાતે એ દુર ન કરી શક્યા  છેવટે ગઢડા માં  એમનું માન નું ખંડન થયું અને  એ માન નો ગુણ તો ગોપાળાનંદ સ્વામી ની વાત થી દુર થયો……..
 • સત્સંગમાં એક જ સોનેરી નિયમ- અવગુણ જોવા હોય તો પોતાના જોવા…અને ગુણ જોવા હોય તો અન્ય ના જોવા…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
 • જે વ્યક્તિ અન્યમાં બસ અવગુણ જ જોયા કરે છે..એ પંચ મહાપાપી છે..એમ શ્રીજી એ કહ્યું છે……કારણ કે જો જીવ અન્યમાં અવગુણ જુએ તો એ અવગુણ એનામાં આવી ને વસે છે…….અને પોતે એવો જ મલીન થાય છે…
 • અને કોઈના અવગુણ ને “અવગુણ” સમજવામાં ઉતાવળ ન કરવી…….કારણ  કે  પ્રથમ નજરે અવગુણ લાગતા ગુણ કદાચ કોઈના ભલા માટે…સારા હેતુ માટે પણ હોઈ શકે……….દાખલા તરીકે- એકવાર યોગીજી મહારાજ ની હાજરી માં મહાપૂજા નો કાર્યક્રમ હતો..ગોર મહારાજ વિધિ કરાવતા હતા અને જયારે કોઈ પૂજા કરીને  એમને પગે લાગવા જાય એટલે એ બમણી દક્ષિણા મુકાવે….અમુક લોકો ને લાગ્યું કે ગોર લોભિયા છે…પણ જયારે બધું પૂરું થયું ત્યારે એ ગોર મહારાજે -બધી દક્ષિણા મંદિરમાં દાન કરી દીધી…!!!!!! હવે જો એમને લોભિયા સમજીને લોકો એ એમનું અપમાન કર્યું હોત તો..???? આમ, વ્યક્તિને ગુણ ને આધારે ઓળખવામાં ઉતાવળ ન કરવી…….
 • સત્સંગમાં – કુસંગ ને ઓળખી રાખવો…….અને કુસંગને ઓળખવામાં સત-અસત ના વિવેક ની જરૂર પડે…….સામેવાળા ના અવગુણ પોતાના માં ન પ્રવેશી જાય અને એનો કુ સંગ આપણ ને ન લાગી જાય -એ ધ્યાન સાથે વર્તવું……
 • આમ, વાણી-વર્તન-વિચાર-સમજણ  ના વિવેક ની સાથે સાથે સત-અસત નો વિવેક જો દ્રઢ થાય તો સત્સંગમાં આગળ વધતા કોઈ રોકી ન શકે….

અદ્ભુત……અદ્ભુત……!!!

ત્યારબાદ આપણા ભારત ના કેન્દ્રીય મંત્રી ( minister at Ministry of Science and Technology and Ministry of Earth Sciences) ડો. હર્ષ  વર્ધન એમની ધર્મપત્ની સાથે સારંગપુર સ્વામીશ્રી ના દર્શન જઈ  આવ્યા બાદ સભામાં અચાનક પધાર્યા…સાવ સાદગી પૂર્ણ રીતે એમણે સભાનો લાભ લીધો….પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા તેમનું જાહેરમાં સન્માન થયું .

પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- સત્સંગમાં સત-અસત ના વિવેક ની વાત કરતા કહ્યું કે- વિવેક નો અર્થ જ આ થાય છે…સત અસત નો વિવેક…સત્સંગમાં સતત જાણ પણું…….નિરંતર પાછા વળી જોવું કે આપણે સત્સંગમાં શું કરવા આવ્યા હતા અને શું કરીએ છીએ??? સત્સંગ સાચો થયો છે કે નહિ?? એ નક્કી કરવાની નિશાની આ જ છે…….કારણ કે સત્સંગ માં સતત જાણ પણું હોય તો જ આગળ વધાય…ગુણગ્રાહક દ્રષ્ટિ એ માટે અનિવાર્ય છે……! સત્સંગમાં અન્યમાં દોષ હોઈ શકે…આપણા માં પણ હોય….કારણ કે આ સાધના ના માર્ગ છે……બ્રહ્મરૂપ ન થઇ એ ત્યાં સુધી દોષ તો રહેવાના જ….પણ એને ટાળવા નો સતત પ્રયત્ન કરવો…અન્ય ના દોષ જોવા નહિ…કહેવા નહિ….એ તો મહારાજ ધીરે ધીરે બધા દોષ ટાળી દેશે……

ખરેખર……ઉપરોક્ત વાતો નો એક એક શબ્દ દ્રઢ પણે મનાય અને જીવાય તો- અચૂક બ્રહ્મરૂપ થવાય એમાં કોઈ શક નથી……

સભામાં અંતે- બાળ મંડળ દ્વારા એક અદ્ભુત જાહેરાત થઇ…..આવનારા રવિવારે- ૩ જી જુલાઈ એ – વિશિષ્ટ બાળ દિન ઉજવવા માં આવશે- બાળકો દ્વારા નૃત્ય-સંવાદ -મનોરંજક-જ્ઞાન સભર પ્રોગ્રામ રજુ થશે…….સમય- રવીસભાનો જ છે……સર્વે એ અચૂક લાભ લેવો………….અમારો હરિ તો અત્યાર થી જ ઉત્સાહિત છે…!!!!! 🙂

તો આજની સભા સત્સંગમાં સતઅસત ના વિવેક ની…સતત જાણ પણા ની હતી…….જો આટલું થાય તો પણ જીવ પોતાના ગંતવ્ય…ને સ્પષ્ટ સમજે……એક હરિના રાજીપા અર્થે જ જીવે…..

સત્સંગ સમજવાની…જીવવા ની વાત છે…………

જય સ્વામિનારાયણ……”પ્રથમ શ્રીહરિ ને……” ચેષ્ટા ના પદ સાથે આજના દિવસ માટે નિવૃત થઈએ…..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- ૮/૧૧/૨૦૧૫

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉ છું;………’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય ?”

પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. ……જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે ……..તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે,

‘યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥’

(અર્થ : જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વબુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો ગધેડો જાણવો)

એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

——————————————-

વચનામૃત ગઢડા મધ્ય ૫૪

સત્સંગ નો મહિમા……સત્પુરુષ નો મહિમા……ભગવાન ના સંત-અને ભક્ત માં આત્મબુદ્ધિ સાથે નો મહિમા……..આ સર્વે સમજાય તો બીજું કશું સમજવું બાકી રહ્યું નથી..એવું શ્રીજી કહે છે…….અને જો આવું ન હોય તો- એને ભગવાને ગોખર અર્થાત- ગધેડા જેવો કહ્યો છે……! તો આજની સભા- સત્પુરુષ નો મહિમા સમજી..એમાં દ્રઢ ભાવે પ્રીતિ જોડવા ની હતી…..અને આજ અમદાવાદ ને આંગણે સારંગપુર થી વિદ્વાન સંતો – પુ.અક્ષર ચરણ સ્વામી અને પુ. મધુરવદન સ્વામી પધાર્યા હતા…..જેમના દ્વારા ઉપરોક્ત વચનામૃત નો લાભ – કીર્તન નો લાભ સભા ને મળ્યો…..

આજે વાક્બારસ….અર્થાત જ્ઞાન નો દિવસ…દિવાળી ની શરૂઆત…..અને અન્નકૂટ મહોત્સવ ની ભરપુર સેવાઓ ચાલી રહી છે….આથી એ સેવાનો લાભ લઇ તરત જ સભામાં પહોંચી ગયો…પણ હમેંશ ની જેમ શ્રીજી ના અદ્ભુત દર્શન…..

12208547_1635928666694966_5827435264395889066_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો ને મુખે સ્વામિનારાયણ ધુન્ય ચાલી રહી હતી…ત્યારબાદ સારંગપુર થી પધારેલા – વિદ્વાન ગાયક સંત- પુ.મધુરવદન સ્વામી દ્વારા બે કીર્તન- શાસ્ત્રીય ગાન ની સુરાવલી ઓ સાથે અદ્ભુત રીતે રજુ થયા…..

 • બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત..” મોહન પધારો મોરે…”
 • મુને શીખવો..આતમ સંગીત હે પ્રમુખ સ્વામી…..( રચિયતા-અજ્ઞાત)

મધુર-સુરીલો કંઠ અને રાગો નું અદ્ભુત જ્ઞાન-મન-હૃદય ને પ્રભાવિત કરી ગયું……ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ નું- ૫/૧૧/૨૦૧૫ ના રોજ નું -સારંગપુર ખાતે નું અદ્ભુત વિડીયો દર્શન રજુ કર્યું……નીચેની લીંક દ્વારા તમે પણ એ દર્શન જોઈ શકો છો….

http://www.baps.org/Vicharan/2015/05-November-2015-8712.aspx

ત્યારબાદ- સારંગપુર સંતો ની વિદ્યાપીઠ માં ગુરુજી તરીકે સેવા આપતાં અતિ વિદ્વાન સંત- પુ.અક્ષર ચરણ સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૫૪ ના વચનામૃત પર આધારિત- સંતપુરુષ મહિમા પર રસપ્રદ પ્રવચન થયું………….જોઈએ એના સારાંશ….

 • સત્પુરુષ ને ઓળખવા-એમનો મહિમા સજ્વો અને એમનામાં દ્રઢ પ્રીતિ સહીત જોડાવું- એટલે જ સત્સંગ……
 • ગઢડા પ્રથમ-૩૮, સારંગપુર-૧૮ ના વચનામૃત નો સાર કહે છે કે- જેમ વણિક નામું માંડે-તેમ સત્સંગ માં આવ્યા પછી જીવે પાછા વળી- અર્થાત અંતર્દ્રષ્ટિ કરી જોવું……કે આપણે સત્સંગ માં કેટલે છીએ??? સત્પુરુષ માં કેટલા જોડાયા છીએ??
 • દીનાનાથ ભટ્ટ-મહા વિદ્વાન બ્રાહ્મણ હતા..જેમણે આખું ભાગવત-એના ૧૮૦૦૦ શ્લોક કંઠસ્થ હતા..તેમને શ્રીજી એ પૂછ્યું કે- આ બધા શ્લોક માં થી તમારા અંગ નો…મોક્ષ નો શ્લોક કયો??? ભટ્ટ જી જવાબ ન આપી શક્યા…..અને છેવટે શ્રીજી એ કહ્યું કે તમારો શ્લોક છે….

‘પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥’

( અર્થાત- જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”)  -ભાગવત-૩/૨૫/૨૦ ;ગઢડા પ્રથમ-૫૪

 • આમ શ્રીજી પણ સ્પષ્ટ વાત કરતા -મોક્ષ નું દ્વાર એકાંતિક સંત ને કહે છે……અને સમગ્ર શાસ્ત્રો નો સાર પણ આ જ છે……
 • જો આ વાત દ્રઢ થાય તો- પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજાય- એમનામાં ભગવાન અખંડ પ્રગટ છે…..એ સમજાય છે…….
 • અને પુ.મહંત સ્વામી કહે છે એમ- આપણ ને ૯૦% પ્રાપ્તિ તો થઇ ગઈ છે……હવે જે બાકી છે..એ સત્પુરુષ માં જોડાવા નું છે…….હવે પ્રશ્ન પૂછો-તમે કેટલું જોડાયા છો??? ઓદરખા ના રામસંગ બાપુ- વાલિયા માં થી વાલ્મીકી બન્યા એમ- પ્રમુખ સ્વામી ની કૃપા એ પરિવર્તન પામ્યા..અને એમણે આપેલા વચન મુજબ- એમના અંત સમયે શ્રીજી મહારાજ ગુલાબ નો હાર લઇ- રામસંગ ભાઈ ને તેડવા આવ્યા…!!!!
 • પણ સત્પુરુષ મળે- એ પણ એમની કૃપા હોય તો જ જીવ ને મળે છે……માટે અપને સત્સંગ માં આવ્યા છીએ- એ સત્પુરુષ ની કૃપા થી જ આવ્યા છીએ…….આથી એ સત્પુરુષ નો મહિમા દ્રઢ થવો જોઈએ…..
 • કરિયાણી-૧૧ વચનામૃત માં કહ્યા મુજબ જેમ ગોપીઓ શ્રીકૃષ્ણ માં જોડાઈ હતી…….એવી રીતે આપણે સત્પુરુષ અને શ્રીજી માં જોડાયા છીએ???? એવી દ્રઢ પ્રીતિ છે????
 • સત્પુરુષમાં- દ્રઢ પ્રીતિ,નિર્દોષ ભાવ, આજ્ઞામાં રહેવો નો ખપ…………..મોક્ષ નું કારણ બને છે……
 • સત્પુરુષ માં મનુષ્ય ભાવ-અભાવ ગુણ- એ પતન નું કારણ છે………એ આપણ ને સહેજે ન આવવું જોઈએ…..કારણ કે આપણે આ છેલ્લો જન્મ કરવો છે….

અદ્ભુત અદ્ભુત…………! જો આ સમજાય તો-બીજું કશું સમજવું ન પડે………..જીવ એમ જ અક્ષર રૂપ થઇ જાય………..એ જ વાત કરતા- વિક્રમ સંવંત ૨૦૭૧ ની આ છેલ્લી રવિસભા માં આશીર્વચન આપતાં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ કહ્યું કે….

 • બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આવા જ ચરિત્ર કરતા……હરિભક્તો ને વિવિધ સેવા આપી ને એમની કસોટી કરતા……માન-અપમાન -ધીરજ-કલ્યાણ નો ખપ- એ માપતા………
 • સત્સંગ માં- ભગવાન અને સંત થી મન નોખું પડી જાય એ જ મોટું વિઘ્ન…..
 • યોગીબાપા -સ્વામીની વાતું માં- ૩/૩૩-૩૪ વાતો હમેંશા વાંચવી ને બ્રહ્મરૂપ થવાની વાતો કરતા……અને કહેતા કે કલ્યાણ નો ખપ હોય તો જ સત્સંગમાં ટકાય………
 • મોટા પુરુષ થી અંતરાય ન રાખવો…એમનામાં- નિસ્વાર્થ, કપટ હીન, અંતરાય વગર નો ભાવ હોય તો જ હેત થાય……..
 • સત્પુરુષ ને નિર્દોષ,સર્વજ્ઞ…..નિષ્કપટ જાણવા…….જો એમ જાણી એ તો આપણે પણ એમના જેવા થઈએ….

અદ્ભુત………….અદ્ભુત………………..

સભાને અંતે- અન્નકૂટ-દિવાળી ઉત્સવો ની વિસ્તૃત જાહેરાત થઇ…………

તો આજની- વર્ષની અંતિમ સભા- રદયમાં એક નવી પ્રભાત…જ્ઞાન ની પ્રભાત લઈને આવે એવી હતી………….હવે આપણે વિચારવાનું છે કે- આ જ્ઞાન-પ્રભાત ને સ્વીકારવી છે કે નહિ…..???

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

આજકાલ-૧૮/૦૬/૨૦૧૫

મેઘરાજા મધ્ધમ ગતિ થી પોતાનું સામ્રાજ્ય પુનઃ સ્થાપિત કરી રહ્યા છે પણ જનમાત્ર  ને ગરમી-ઉકળાટ થી એટલો બધો આરામ નથી મળ્યો…..એક વાર વરસાદી માહોલ બરાબર જામી જાય પછી રાહત ની અપેક્ષા  રાખી શકાય………તો શું ચાલે છે આજકાલ???

 • પપ્પા ની તબિયત સુધારા પર જણાઈ રહી છે પણ પૂર્વવત સ્થિતિ ક્યારે આવશે???? કઈ પણ કહેવું અશક્ય છે……….બસ મમ્મી ની રાત દિન ની સેવા..અમારા બધા નો સહકાર અને ભગવાન ને અખંડ પ્રાર્થના – એનું ફળ ..બતાવી રહી છે………….
 • નોકરી ધંધા માં આજકાલ કોઈ નવાજુની નથી એટલે -દેહ ના કલ્યાણ કરતા જીવ નું કલ્યાણ આજકાલ ભરપુર થઇ રહ્યું છે………..સત્સંગ માં વધુ સમય જઈરહ્યો છે અને હરપળ કૈંક નવું જાણવા નું..શીખવા નું મળી રહ્યું છે…………શ્રીજી આઠો જામ વરસી રહ્યો છે…….!!! એટલે જીવ રાજી છે પણ સંસાર માં સ્વાભાવિક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે- નવી ઇનિંગ ની શરૂઆત ક્યારે????? …..આવું ક્યાં સુધી ચાલશે???? ઉત્તર મારી પાસે નથી…..પણ હા….જોમ-જુસ્સો-કર્મ કરવા ની શક્તિ શ્રીજી એ આપી છે- તેનો ઉપયોગ કરીશ…એટલે એ ચાલુ જ રહેશે……..બાકી બધું એને હવાલે જ છે….એટલે અંદર થી હું નિશ્ચિંત છું……બહાર થી ચિંતિત..!! 🙂 …ઘરવાળા ને લોક વ્યવહાર…જવાબદારીઓ ની પડી છે ..’ને મને હરિની..શ્રીહરિ ની…….!!!! આ બધું સચવાય તો જ મજા આવે..!
 • આપણા મોદી…લંડન ના “મોદી” થી ફસાયા છે……..!! મને સમજાતું નથી કે- રાજનેતાઓ…..જાહેર જીવન માં બેઠેલા લોકો -આવી ભૂલો કેમ કરે છે??? અને વિપક્ષ ને તો ધંધો જ આ છે……………નાની -સીધી વાત ને- ટેડી કરવી અને મોટી કરવી…..લોકો નું જે થવું હોય તે થાય..!
 • મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ પાસે- જુનાગઢ-કચ્છ ની કેસર કેરી નું સીધું વેચાણ- ખેડૂતો દ્વારા થઇ રહ્યું છે………….કેરી-ફળ- મીઠાશ-સાઈઝ અદ્ભુત છે…….ભાવ થોડોક વધારે છે પણ વસુલ છે…………….આ વખતે- રોજેરોજ કેરી ખાવા નો લાભ મળી રહ્યો છે………….! મને કેરી અતિશય પ્રિય છે તો મારા દીકરા હરિ ને- એની મમ્મી ને કેરી ભાવતી જ નથી………….લ્યો કરો વાત..!! મનુષ્ય અવતારે કેરી ન ભાવે…એવું કઈ ચાલે???? એટલે એક લડાઈ..મારા વ્હાલા-મારી વ્હાલી  સાથે પણ…….!
 • આવતા અઠવાડિયે- શ્રીજી સ્વામી અને ગુરુ ની મરજી હશે તો- સારંગપુર જવાનું થશે…….સત્પુરુષ અને શ્રીજી ના દર્શન નો લાભ- અમને મળશે……હરિ માટે ખાસ…!! જોઈએ…….ઘરવાળી  ને કેવી અનુકુળતા આવે છે????

તો……યારો…………મુકો બધી આ પંચાત………..ટેન્શન………ચિંતાઓ………..કેરી ની મજા લો…!!!! આપણું સાચવવા વાળો – અલખ નો ધણી….જગત નો સર્વ  કર્તાહર્તા……..જગત નો નાથ પ્રગટ પ્રમાણ બેઠો છે………………પછી ફિકર કાહે કી???? બસ તમ તમારે કર્મ કરે રાખો…..!!!

રાજ