Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજ કાલ- ૦૧/૦૯/૨૦૧૭

રેતી ની જેમ હાથ માં થી  સરકતો સમય એની મસ્તી…એના મિજાજ માં છે. બસ આજકાલ આપણે તો મુકપ્રેક્ષક જ બની રહેવા નું છે…ક્યાંક એને મનભરી ને માણવા નો છે તો કયાંક એને ગ્રહોદશા -કર્મ ગતિ-પામરતા નું નામ આપી પરિભ્રમણ માં પરખવા નો છે…….જે હોય તે..પણ એને જીવવા નો છે……એ સિવાય છૂટકો પણ ક્યાં છે??..!

તો- ચાલો સમય નો ગુલાલ કરીએ……..અને જોઈએ આજકાલ શું ચાલી રહ્યું છે…..??

  • ગયા અઠવાડિયે “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ યાત્રા” નો લાભ લઇ આવ્યા……ગોંડલ માં અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના સમાધિ સ્થાન પર આજે ગગનચુંબી – વિશાળ મંદિર ના દર્શન થાય છે…જેના અતિ ગૌરવશાળી….મહિમા સભર ૧૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે……..જેનો ઈતિહાસ -વધુ માહિતી આ લીંક પર થી મળી શકશે….! અમારી યાત્રા માં સારંગપુર- ગઢડા અને ગોંડલ- લીમડી જેવા તીર્થ સ્થાન ના દર્શન- મહિમા નો લાભ મળ્યો. ગઢડા માં – નવીન પ્રદર્શન ( સમય- દોઢ કલાક ….”ગઢપુર જોતા શ્રીજી મુને સાંભરે રે” એ થીમ છે…)  અદ્ભુત છે…..ઘેલા નદી માં ( આપણા મંદિર ની પાછળની બાજુએ  ધોધ છે…) મનભરી ને સ્નાન કર્યું…..તો ગોંડલ માં – નદી માં જ બનાવેલા અક્ષર ઘાટ માં પણ અદ્ભુત સ્નાન નો મોકો મળ્યો….અક્ષર દેરી માં મહાપૂજા-પ્રદક્ષિણા નો લાભ મળ્યો….. સાથે આપણી સંસ્થા નું મેનેજમેન્ટ તો જુઓ…….અક્ષર યાત્રા માં- અક્ષર મંદિર ના એક એક સ્થાન નો મહિમા- પૂજા ના દર્શન અદભુત માહિતી- સ્થાન મુલાકાત-સભા – સ્મૃતિ ભેટ દ્વારા કરાવ્યા……! કોઈ ભાગમભાગી નહિ…..કોઈ પડાપડી નહિ……..! ભોજન વ્યવસ્થા થી લઈને- ઉતારા વ્યવસ્થા- ગાઈડ ની વ્યવસ્થા અદ્ભુત હતી…..!
  •  યાત્રા પુરી થઇ એટલે મૂળ વતન માં સ્વર્ગસ્થ પિતાશ્રી ની સ્મૃતિ માં – ધરો  આઠમ  માટે ગામડે જવાનું થયું,… અત્યારે તો બારે મેઘ ખાંગા થયા છે……. અને સર્વત્ર વરસાદી માહોલ છે…..પણ શ્રીજી ની દયા થી થોડોક સમય  વાતાવરણ શાંત થયું અને અમારો પ્રસંગ સચવાઈ ગયો…….એ પછી બધા સ્નેહી સ્વજનો એ નજીક ના સુનસર  ગામ નજીક આવેલા ધોધ ની મુલાકાતે જવાનું નક્કી કર્યું।…..ચોમાસા માં જ સક્રિય બનતા આ ધોધ ની મજા  લેવી એટલે કે જાણે  કે અહીં જ સ્વર્ગ નો આનંદ લેવો,..!!! સોળે કળાએ ખીલેલા ધોધ માં બધા ખુબ ન્હાયા।…..અઢળક આનંદ લીધો।………! મન બાગ -બાગ..પાણી-પાણી થઇ ગયું।……ગયા અઠવાડિયા માં અઢળક યાત્રા ઓ નો જે શારીરિક-માનસિક થાક લાગ્યો હતો તે ઓગળી  ગયો…….!!!!

bb72c6ea-2984-407e-8829-52cdc8177e5d

  • હરિ અને મારો હરિકૃષ્ણ તો આજકાલ પૂર્ણ ચંદ્ર ની જેમ ખીલેલા છે…….. 🙂 …..કેમ ન હોય??? હરિભાઈ ને સ્કૂલ માં રજા ઓ પડી હતી…..અને ફરવા ની- નવા-જુના મિત્રો સાથે મસ્તી કરવા નો મોકો મળે…પછી બાકી શું રહે??? એ પણ ધોધ માં ભરપૂર ન્હાયા।…..નીચે આવેલા કુંડ માં ડૂબકીઓ લગાવી।…! અને હવે પુનઃ સ્કુલ માં જવાનું આવ્યું છે અને અમે “ડૂબકીઓ” લગાવતા થઇ ગયા છે…..હહાહાહા…!!!
  • ઘરે ઇલેક્ટ્રિક ગીઝર બગડ્યું છે…….એ તો બગડે…..એમાં શું?? પણ એને રીપેર કરાવવા માં જે અમારે -હજુ સુધી જે દાખડા કરવા પડે છે……તે ઉપર તો હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે ની ભાષા માં એક પુસ્તક લખી શકાય…! ભગવાન જાણે…….ભારત માં “સર્વિસ” જેવી વાત કંપની ઓ ને ક્યારે સમજાશે???? તે સમજે ન સમજે પણ…….ઠંડા પાણી માં સ્નાન કરવા નો એક અદ્ભુત લ્હાવો છે…..એનો મહિમા બધાએ અવશ્ય સમજવો. ….અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેતા પહેલા એના સર્વિસ સીસ્ટમ નો અભ્યાસ અચૂક કરવો…..નહીતર ઠંડા પાણી એ ન્હાવા ના દા’ડા આવશે…!!!!!
  • વર્ષો પછી – બહાર સલુન માં દાઢી કરાવવા નું થયું……અને કમજોર યાદદાસ્ત ને વાંકે- મારા ફાટેલા ખિસ્સા ને જે આર્થિક “ફટકો” પડ્યો…એ અનુભવી ને હું છક થઇ ગયો….!!! દાઢી કરાવવા ના ૪૦ રૂપિયા…!!!! હે રામ…..!!! નો ચાલે……!!!! હવે એક વાત તો નક્કી જ છે કે – હું દાઢી કરવા નો સામાન ક્યારેય નહિ ભૂલું…અને ધારો કે ભૂલી જાઉં તો- “બઢતી કા નામ દાઢી…” એમ વિચારી રાજી રહીશ…! એક નિર્દોષ સવાલ……..એમાં GST નો તડકો  લાગે?????

ઉફ…..! તો થોડીક ખટ્ટી-થોડીક મીઠ્ઠી આ જીવન યાત્રા ઓ ને આ ઢળી રહેલી પાંપણો માં તો કદાચ નહિ સમેટી શકાય પણ એને વહેતી રહેવા દઈ…એનો આનંદ જરૂર લઇ શકાશે…! પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે….! તેથી જ આપણે તો વહેતા જ રહેવા ના…!!! સમેટાઈ જઉ એ આપણી ફિદ્રત માં નથી…..આપણા મિજાજ માં નથી….!!

અસ્તુ…….

રાજ

Advertisements


Leave a comment

એક યાત્રા- લોયા

વચનામૃત એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ના અમૃત વચનો છે …..જે અલગ અલગ સમયે..અલગ અલગ સ્થાને..અલગ અલગ ભૌગોલિક સ્થિતિ માં …..શ્રીજી દ્વારા કહેવાયા……જેને એમના અગ્રગણ્ય નંદ સંતો એ શબ્દો માં ઢાળી ને જીવ ના કલ્યાણ હેતુ ગ્રંથસ્થ કર્યા……કુલ ૨૭૩ વચનામૃત માં – મોટાભાગ ના વચનામૃત ગઢડા માં રચાયા…..તો બાકી ના સારંગપુર, લોયા, કારીયાણી, જેતલપુર,અમદાવાદ જેવા તીર્થ સ્થાનો એ રચાયા……લોયા તીર્થ સ્થાન એટલે કે….એક ખોબા જેવડું વાગડ પ્રદેશ…( ધંધુકા,રાણપુર..સુરેન્દ્રનગર નો પટ્ટો)અને પાંચાળ પ્રદેશ  માં આવેલું ગામ, કે જ્યાં શ્રીજી એ ૧૮ વચનામૃત ની રચના કરી…અને વચનામૃત એવા કે -તેને સંપ્રદાય માં “લોઢા” ના જેવા મજબુત ..ગહન….અગત્ય ના વચનામૃત કહેવાય છે………

લોયા ગામ અને બાજુમાં એવું જ નાનકડું ગામ નાગડકા  – ગામધણી સુરા ખાચર ના શાસન માં હતું…..સુરા ખાચર ..પત્ની શાન્તુબા..અને પુત્ર વાલુજી સાથે લોયા માં રહેતા..શ્રીજી સાથે સંપર્ક માં આવ્યા ..અને એમનું જીવન સ્થિર થઇ ગયું….પોતાના રમુજી સ્વભાવ …અત્યંત દ્રઢ નિષ્ઠા ને લીધે શ્રીજી સાથે સખા ભાવે એ ..શ્રીજી ના અગ્રગણ્ય હરિભક્તો માં આગવું સ્થાન ધરાવતા. ઈતિહાસ કહે છે કે – સંવંત ૧૮૭૭ ની સાલે – શ્રીજી એ લગભગ ..બે મહિના સુધી અહી રહી….શાકોત્સવ નો મહા ઉત્સવ કરેલો…….૬૦ મણ રીંગણ નો ૪૦ મણ ઘી માં – સ્વયમ પોતે વઘાર કરી…સંતો-હરિભક્તો ને જમાડેલા…….! એ જ સાલે- સૌપ્રથમ વાર – સંઘા પટેલ ની ડેલી માં- શ્રીજી નો પોતાના ભાઈ ( ઈચ્છારામજી ) સાથે -ગૃહત્યાગ પછી સંપર્ક થયેલો…અને ધર્મકુળ નું આગમન થયેલું……..

હવે આટલું પવિત્ર સ્થાન……અતિ પ્રસાદી નું સ્થાન …પણ દુખ સાથે કહેવું પડે છે કે…હરિભક્તો…..સરકારી ઉપેક્ષા ..ઉદાસીનતા ને લીધે આજે પણ એ ગામ જાણે કે- શ્રીજી ના સમય માં -જેવું હતું તેવું ભાસે છે..અર્થાત વિકાસ નામ માત્ર નો છે……ગામ સાથે જોડાણ માટે રસ્તા નો જાણે કે સદંતર અભાવ…..પાણી નું ખુબ જ તંગી…..ટાંચા આવક ના સાધન …ખુબ ઓછી વસ્તી ને લીધે, આ ગામ નો જેટલો જોઈએ તેટલો વિકાસ થયો નથી…..! પણ એક આશાસ્પદ સમાચાર એવા છે કે..અહી વડતાલ દેશ -ના આચાર્ય શ્રી રાકેશપ્રસાદ જી મહારાજ અને નિષ્ઠાવાન સંતો ના દાખડા થી….૧૦,૦૦૦ ઘનફૂટ પથ્થરો ના ઉપયોગ થી એક ભવ્ય મંદિર નું નિર્માણ ચાલી રહ્યું છે…..૨૦૨૦-૨૦૨૧ સુધીમાં -પૂરું થાય તેવી સંભાવના છે…….પણ આગળ કહ્યું તેમ….પડકાર ઘણા છે…..!

તો- અમે – ૧૫ ઓગસ્ટ, રવિવાર….અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રથમ વાર્ષિક પુણ્ય સ્મૃતિ પ્રસંગ ને દિવસે- લોયા અને ત્યાંથી લગભગ ૩૦ કિમી દુર..મહાતીર્થ સ્થાન સારંગપુર નો પ્રવાસ બનાવ્યો. લોયા જવાની તીવ્ર ઈચ્છા વર્ષો થી હતી અને આ દિવસે મોકો મળ્યો. અમદાવાદ થી લગભગ ૧૭૫-૧૯૦ કિમી દુર આ તીર્થ માટે અમે સૌ વહેલી સવારે નીકળી પડ્યા…..ગુગલ ભાઈ નો સહારો લીધો…..સાથે સાથે લોયા તીર્થ માં સેવા આપતા પુ.ઉત્તમ સ્વામી ના માર્ગદર્શન થી અમે નીકળી પડ્યા…..લોયા માટે બે માર્ગ છે…..૧) ધંધુકા, રાણપુર થઇ ને જવાનો…..૨) સાયલા-સુદામડા-નાગડકા થઈને જવાનો……લીમડી થી પણ રાણપુર જવાય છે…

20882829_1420938604610770_1407346377740115996_n

અમે ધંધુકા ..રાણપુર નો માર્ગ અપનાવ્યો….અને ફસાઈ ગયા…!! કેમ??? કારણ કે…રાણપુર સુધી નો માર્ગ સારો હતો પણ ..ત્યાંથી લોયા જવા માટે..અમારે ખરેખર  લોઢા ના ચણા ચાવવા પડ્યા…..ભાદર નદી ને કિનારે કિનારે આગળ વધ્યા તો ત્યાંથી લોયા જવાનો રસ્તો જ ગાયબ….રસ્તો પૂરો થતો હતો ત્યાંથી લોયા ગામ દેખાય પણ રસ્તો જ નહિ…!!! હહાહા…….છેવટે એક ભરવાડ ( જાણે કે સ્વયમ શ્રીજી એ જ મોકલ્યા હતા..) તેમણે અમને જમીન પર ડાંગ વડે રસ્તો દોરી …લોયા સુધી પહોચાડ્યા…….પણ રસ્તો એવો કે- એને રસ્તો જ ન કહેવાય…સાવ ખડકાળ……કાર તો નીચે અડી જ જાય….તેવા મોટા મોટા પથ્થર…..! તમને લાગે કે- તમે રૂપકડી કાર લઈને મંગળ ના ગ્રહ પર ફરવા નીકળ્યા છો……!!! છેવટે જેમ તેમ કરી ..પોતાના લોયા આવવા ના નિર્ણય ને વિષે શંકા-કુશંકા ઓ કરતા …વટેમાર્ગુઓ ને પૂછતાં પૂછતાં લોયા પહોંચ્યા અને હાશકારો થયો…!!! ત્યાં જી સંતો ને મળ્યા..થોડાક ફ્રેશ થયા….અને પછી સુરા ખાચર ના દરબાર ( જેનું અત્યારે નવીનીકરણ ચાલી રહ્યું છે..ત્યાં મંદિર પણ છે….) માં દર્શનાર્થે પહોંચ્યા……મનભરી ને દર્શન કર્યા…..દરબાર માં આવેલા ઓરડા…લીમડા ના વૃક્ષ ના દર્શન કર્યા…….આજુબાજુ ના પ્રસાદી ના સ્થાનો એ દર્શન કર્યા……અને હરિ નો રાજીપો તો જુઓ….ત્યાં આગળ નવીનીકરણ ચાલે છે તેમાં ઇંટો પહોંચાડવા ની સેવા પણ હાથોહાથ મળી…!!!! અદ્ભુત…અદ્ભુત…!! ચોમાસા ને લીધે વાતાવરણ આહ્લાદક હતું……સંતો એ ભોજન ની વ્યવસ્થા કરી હતી….અને ઉતારા ની પણ વ્યવસ્થા હતી….આથી કલાક એક આરામ કરી …નવા રસ્તે( નાગનેશ…મોટી ધારવાડ….પાળીયાદ…રાણપુર…..બોટાદ..સારંગપુર) ..કે થોડોક લાંબો હતો પણ ઘણો સારો હતો( અત્યારે તે રસ્તે પણ ભાદર નદી પર નો પુલ તૂટી ગયો છે…..કાચો ..કામચલાઉ પુલીયું બનાવ્યું છે….તેના પર થી જવું પડે..) તે પર થી અમે સારંગપુર પહોંચી ગયા……અને સારંગપુર તો શું વાત થાય??? બધું જ વ્યવસ્થિત ..આયોજિત……પછી બાકી શું રહે??? મંદિર…બાપા ના  સ્મૃતિ મંદિર ….યજ્ઞપુરુષ સ્મૃતિ  મંદિર….ચીકુવાડી ….સર્વસ્વ……અને છેવટે અદ્ભુત સભા નો લાભ લઇ રાત્રે ૧૨ વાગ્યે અમદાવાદ પરત ફર્યા…!!

This slideshow requires JavaScript.

તો- લોયા યાત્રા અદ્ભુત…અવિસ્મરણીય હતી……..છતાં શું ધ્યાન રાખવું??? મારા માટે…

  • લોયા જવા માટે જાણકાર માણસ ને સાથે રાખવો…….ગુગલ પણ ચાલે……ધંધુકા..રાણપુર ..સાયલા…જેવા સ્થાનો એ પહોંચ્યા પછી રસ્તા ના માર્ગદર્શન માટે પૂછતાં રહેવું……ગાડી- SUV  જેવી જ લેવી…જેથી ભરાઈ ન પડાય…..
  • રસ્તા માં નાસ્તો ભરપુર રાખવો…પાણી સાથે રાખવું…..લોયા તીર્થ માં સંતો ઘણા સારા છે…અગાઉ થી ફોન કરી ને જાઓ તો ભોજન ની વ્યવસ્થા પણ થઇ જાય છે. ત્યાં ઉતારા સારા છે…પણ યાત્રીઓ ઓછા આવે છે તેથી સાફસૂફી એટલી થતી નથી…….
  • લોયા..એનો મહિમા…..શ્રીજી ના ત્યાં આગળ કરેલા ચરિત્ર વિષે જાણકારી લઈને જશો તો- યાત્રા નો આનંદ – અધિક આવશે……
  • ત્યાં આગળ નવું મંદિર બને છે…….તો યથાશક્તિ તેમાં આર્થિક સહયોગ કરી શકાય……..

તો- બસ- શ્રીજી ના સબંધ વાળી……પ્રાસાદિક વસ્તુઓ-ગામ-મંદિરો નો મહિમા સમજાય…એમના દર્શન થાય…અને સત્સંગ….નિષ્ઠા વધુ દ્રઢ થાય……અને જીવ માં જડાઈ જાય તો- આપણો ભવ સુધરી જાય………!!!!

તો- બસ યાત્રા કરતા રહો…..

જય સ્વામિનારાયણ…….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૦૨/૦૭/૨૦૧૭

અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.

મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળેભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.”

જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહજે અભાવ રહે છે તેમ જેને સહજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાકો હરિભક્ત જાણવો. …………તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા પ્રથમ-૫૮

સત્સંગ માં આવ્યા પછી શું કરવા નું છે……શાનું પ્રાધાન્ય હોવું જોઈએ……??? એ સર્વે ના ઉત્તર શ્રીજી એ અહી આપ્યા છે…….અને સર્વ ના કેન્દ્ર માં છે…….સત્પુરુષ ને સમજવા…..એમનામાં નિર્દોષ બુદ્ધિ રાખવી……સત્સંગ માં દાસાનુદાસ વર્તવું………! સત્પુરુષ ના ગુણ લે તો ગુણ આવે…..અને જો અવગુણ લે તો જીવ માં અવગુણ આવે છે……માટે જીવ માટે તો પોતાનું કલ્યાણ પોતાના હાથમાં..! આ અદ્ભુત વચનામૃત પર આજની સભા હતી……

મેઘરાજા એ આજકાલ સમગ્ર ગુજરાત પર મહેર કરી છે……અને એના આ આશીર્વાદ માં ભીંજાતા ભીંજાતા સર્વે હરિભક્તો નો મહાસાગર સભામાં સમયસર આવી ગયો…..અમે પણ સમય પર પહોંચી ગયા….અને સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન…….

19657254_736029403251901_935266552897038082_n

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ…..ત્યારબાદ યુવકો દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત બે કીર્તન….” એરી એરી આજ રંગ મહારાજ…” અને …” રૂડા લાગે છે મોહનલાલ…..લટકા તારા રે……” રજુ થયા……અદ્ભુત કીર્તન હતા. ત્યારબાદ સારંગપુર અભ્યાસ પૂર્ણ કરી ને પધારેલા અને ઓસ્ટ્રેલિયા સેવા માં મુકાયેલા પુ. બ્રહ્મ્સ્મરણ સ્વામી એ વનમાળી દાસ રચિત કીર્તન  …”લાગો છો પ્યારા ..પ્યારા પ્રમુખ સ્વામી ..” રજુ થયું…….અને પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્ય મુખાકૃતિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…!

ત્યારબાદ સારંગપુર થી અભ્યાસ પૂર્ણ કરી પધારેલા સાધુ પરમકીર્તિદાસ ( કે જે પૂર્વાશ્રમ માં વેટેનરી ડોક્ટર હતા) ના મુખે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની – સારંગપુર ખાતે ની દિવ્ય સ્મૃતિ ઓ નો આસ્વાદ મળ્યો……પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ દેહવસ્થા માં સારંગપુર માં બિરાજમાન હતા …અને તેમની વ્હીલચેર – ગ્રસ્ત દેહ જોઇને ઘણા ને લાગતું કે સ્વામીશ્રી હવે નિષ્ક્રિય થઇ ગયા છે…પણ સ્વામીશ્રી નું કાર્ય તો ચાલુ જ હતું…૧૮૭ થી વધુ મંદિરો…૧૦૦ થી વધુ સંતો નું નિર્માણ ત્યાં બેઠે બેઠે જ થયું……સ્વામીશ્રી નો દીવ્ય્પ્રભાવ જોઇને ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઇ ગયા…….અનેક ના જીવન બદલાઈ ગયા……..! આ બધું જ સર્વોપરી કાર્ય સ્વામીશ્રી એ કર્યું…..અને સામે સંતો એ સ્વામીશ્રી ના અ દિવ્ય ચરિત્ર ની એક એક પળ ની નોંધ રાખી……..અરે..સ્વામીશ્રી દર્શન આપવા આવે ત્યારે કેટલા બગાસા ખાધા…કેટલી વાર છડી હલાવી…આ બધું જ નોંધ કર્યું…!!!!! અદ્ભુત…! પરમકીર્તિ સ્વામી ની તેજ-અસ્ખલિત વાણી ના પ્રવાહ નો સર્વે ને અમૃત લાભ મળ્યો…!

ત્યારબાદ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના તારીખ- ૨૨,૨૩ જુન ,૨૦૧૭ ના એટલાન્ટા ,અમેરિકા ખાતે ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લીંક દ્વારા માણી શકાશે…..

ત્યારબાદ પુ.અક્ષરવત્સલ સ્વામી જેવા અતિ વિધવાન ..તેજસ્વી વક્તા સંત દ્વારા – ગઢડા પ્રથમ ૫૮ ના અદ્ભુત વચનામૃત પર ઊંડાણ પૂર્વક….સંલગ્ન પ્રસંગો ના માધ્યમ થી નિરૂપણ થયું…….જોઈ સારાંશ….

  • મુક્તાનંદ ..આનંદાનંદ….મહાભુવાનંદ સ્વામી ના પ્રશ્નો અને શ્રીજી ના ઉત્તરો પર રચાયેલું આ વચનામૃત – જીવ ને અખંડ સુખ કઈ રીતે આવે…એનું મન કઈ રીતે સ્થિર થાય……સત્સંગ માં કઈ રીતે પ્રગતિ થાય એના ઉત્તર આપે છે…..
  • આ વચનામૃત ને આધારે શ્રીજી જે રીતે જીવ્યા છે……અને આપણા ગુણાતીત પુરુષો જે રીતે જીવ્યા છે તેનો તાદ્રશ્ય ચિતાર મળે છે…….એટલા માટે જ શ્રીજી ની મૂર્તિ નું જે સુખ આપણા ગુણાતીત પુરુષો ને આવે છે…તેવું સુખ આપણ ને નથી આવતું………….
  • આપણો સંપ્રદાય- દાસત્વ ભક્તિ પર છે………સાધુઓ ના નામ ની પાછળ દાસ લખાય છે…….અને દાસ ના દાસ….દાસ ના ગુલામ થઇ ને જે જીવે તે જ આ સત્સંગ ને પચાવી શકે છે…..એમાં પ્રગતિ કરી શકે છે……
  • સ્વયમ શ્રીજી નું જીવન જુઓ……..પોતે ભગવાન હોવા છતાં પોતાના પરમહંસો ને તેમણે દંડવત કર્યા છે…એ જ રીતે આપણા ગુણાતીત પુરુષો એ તો ડગલે ને પગલે દાસત્વ ભાવ બતાવ્યો છે……યોગીબાપા તો હરિભક્તો ના સામાન ને પણ દંડવત કરતા ……..અને આજે મહંત સ્વામી મહારાજ ને જુઓ….દરેક સંત-હરિભક્ત નો મહિમા એ જાણે છે…..અને એ પ્રમાણે વર્તે છે…..બધા હરિભક્તો અને સંતો માં એમને- એમના ગુરુના દર્શન થાય છે…….
  • વળી, ગુરુ આજ્ઞા નું પાલન કરવા માં એમનો ખટકો જુઓ………એમનું સમગ્ર જીવન જ ગુરુ આજ્ઞા પર જીવાયું હોય છે…….ચાતુર્માસ આવી રહ્યો છે અને ૪ થી જુલાઈ એ – દેવ પોઢી એકાદશી છે……અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા મુજબ નો નિર્જળા ઉપવાસ છે….જોઈએ કેટલા હરિભક્તો એમની આજ્ઞા પ્રમાણે વર્તે છે…? આપણા ગુણાતીત ગુરુઓ તો દેહ ની વિપરીત પરિસ્થિતિ હોય કે ગંભીર બીમારી- પણ ગુરુ આજ્ઞા પ્રમાણે જ વર્ત્યા છે……
  • માટે જ – આપણે પણ સત્સંગ માં આવ્યા બાદ…મોટા પુરુષ…સંતો અને હરિભક્તો નો મહિમા સમજીએ…….મોટા પુરુષ નો રાજીપો શેમાં છે…એ દ્રઢ પણ સમજીએ…..એ પ્રમાણે એમની આજ્ઞા માં વર્તી – મોટા પુરુષ ને રાજી કરી લઈએ……..દાસત્વ નો ગુણ આપણા જીવન માં દ્રઢ થાય…….એમ વર્તી એ…!

અદ્ભુત …અદ્ભુત,………! જીવનમાં આટલું પણ જો સમજાય અને જીવાય તો કશું બાકી ન રહે………! મોટા પુરુષ રાજી થાય અને આપણા ફેરા ટળે………..!

સભાને અંતે ચાતુર્માસ અંગે જાહેરાત થઇ………….જેના માટે – વિશેષ નિયમ- નીચેની લીંક દ્વારા જાણી શકાશે…….

ચાતુર્માસ નિયમ

જય સ્વામિનારાયણ………….રાજી રહેજો..!

રાજ


2 Comments

BAPS શ્રીહરિ સ્મૃતિ રવિસભા- ૦૪/૦૬/૨૦૧૭

અક્ષરમુક્ત મહા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં….

૧) પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…

૨) શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…

૩) દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..

૪) પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……

૫) શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..

૬) અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..

૭) લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……

૮) પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….

૯) તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માંપણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..

૧૦) કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….

૧૧) પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…

૧૨) જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-

૧૩) શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….


આજે જેઠ સુદ દશમ….આજથી બરોબર ૧૮૭ વર્ષ પહેલા..( સને ૧૮૩૦) આજની તિથીએ જ શ્રીજી મહારાજ ગઢડા માં પોતાના દિવ્ય વિગ્રહ નો ત્યાગ કરી સ્વધામ પધાર્યા ..સાથે સાથે પોતાના ભક્તજનો ને કોલ આપતા ગયા કે દેહે કરી ને જે સુખ આપ્યું છે..એના થી અનંત ગણું સુખ દિવ્ય દેહે આપશે……અને પોતાના એકાંતિક સંત દ્વારા સદાયે પ્રગટ રહેશે….( વચનામૃત-વરતાલ-૧૦, ૧૧,૧૯….)….

આજે એ સ્મૃતિ…એ જ અનંત ગણા સુખ ને…એ જ શ્રીજી ના પ્રગટ પ્રમાણ ..એકાંતિક સત્પુરુષ ને ઉજવવા નો દિવસ હતો…..અને આજની સભા એ પર જ હતી.

આજે હરિભક્ત-સંપર્ક કાર્યકર અધિવેશન હતું આથી સમગ્ર દિવસ સત્સંગ…શ્રીજી સ્વામી ની પ્રસન્નતા અર્થે જ ગયો……અમદાવાદ માં હજુ મેઘરાજા પધાર્યા નથી…..છતાં બળબળતી ગરમી માં પણ સભા હરિભક્તો થી છલકાતી હતી….સૌપ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન…..

collage_20170604211425215

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……. મિત્ર નીરવ વૈદ્ય દ્વારા મુકુન્દ દાસ રચિત અવધી કીર્તન….” મન માન્યું મોહન બતિયા સે…” શાસ્ત્રીય રાગ-આલાપ સાથે રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…! રોમાંચ થી રૂંવાડા ઉભા થઇ જાય અને શ્રીજી ની એ જ સોણલી છબી અંતરપટ પર ઉભરી આવે…એવો માહોલ હતો..!!! ત્યારબાદ અન્ય યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” વ્હાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઇને જીવે રે….” રજુ થયું…….!

ત્યારબાદ સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર ( YTK) ને ૨૮/૫/૧૭ ના રોજ દશ  વર્ષ પુરા થયા અને પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની હાજરી માં -સારંગપુર ખાતે જ એની ભવ્ય ઉજવણી થઇ…એના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો……..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

એ પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન ..અનુભવી સંત ના મુખે શ્રીજી ના મહિમા ની વાતો- અઢળક ઉદાહરણો સાથે રજુ થઇ……દંતકથાઓ નહિ પણ નક્કર..પ્રત્યક્ષ પુરાવા સાથે ની શ્રીજી ની સર્વોપરિતા – ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે દર્જ છે……અને એ જ સર્વોપરી પણું….આજે એકાંતિક સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના કાર્યો માં છલકાય છે..તે પણ પુરાવા સહીત પ્રત્યક્ષ છે…….! પુ. શ્રીહરિ સ્વામી એ – અચીન્ત્યાનંદ બ્રહ્મચારી રચિત “શ્રીહરિ લીલા કલ્પતરુ ” જેવા ઐતિહાસિક ગ્રંથ માં દર્જ – અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી દ્વારા નડીયાદ ની સભામાં કહેવાયા શ્રીજી ના સર્વોપરી પણા ના ૧૩ મજબુત પુરાવા( જે ઉપરોક્ત આપણે કહી ચુક્યા છીએ) નું ખુબ સરસ વર્ણન કર્યું…..એમણે કહ્યું કે……

  • આપણે સર્વે નો એક ધ્યેય..સંકલ્પ અક્ષરધામ જવું છે તેમ રાખવો……એ માટે શ્રીજી ને સર્વોપરી સમજવા પડે…પુરુષોત્તમ સમજવા પડે….એ સ્વરૂપ દ્રઢ કરવું પડે…..તો જ અક્ષરધામ માં જવાય…! એ સિવાય કલ્યાણ થાય ખરું..પણ અક્ષરધામ માં ન જવાય…! શ્રીજી ને જેવા જાણીએ તેવી પ્રાપ્તિ થાય….
  • અને એ માટે- શ્રીજી સર્વ અવતાર ના અવતારી….સર્વ કારણ ના કારણ…પૂર્ણ પુરુષોત્તમ છે…….તેમ સમજવું પડે…પણ એ સમજાય કઈ રીતે??? ઉત્તર છે……….ગોપાળાનંદ સ્વામી એ કહેલા – ૧૩ કારણ………અને એના સમર્થન માં અઢળક પુરાવા…!

અદ્ભુત…અદ્ભુત………….! શ્રીજી એ પોતે સદાયે પ્રગટ રહેવા નો કોલ આપ્યો…જે આજે પણ પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહ્યા છે…..અને એ જ અક્ષર સુખ આપી રહ્યા છે….!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

  • તા-૯ થી ૧૧ – મહંત સ્વામી મહારાજ પુનઃ અમદાવાદ ને આંગણે ભક્તો ને સુખ આપવા પધારી રહ્યા છે…
  • તા-૭ થી ૯ – અમદાવાદ સેટેલાઈટ સંસ્કારધામ માં પુ.શ્રીરંગ સ્વામી ની પારાયણ-વક્તવ્ય છે……વધુ માહિતી માટે- સંસ્કારધામ નો સંપર્ક કરવો…
  • આજના અધિવેશન માં લગભગ ૯૦% હાજરી રહી….સર્વે નો ઉત્સાહ ખુબ જ હતો અને એના પરિણામ- જે તે વિસ્તાર ના સંસ્કારધામ માં થી મળી શકશે….

તો આજ ની સભા- આપણ ને જે પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે…..જેના દ્વારા એ સદાયે પ્રગટ રહે છે…તેવા એકાંતિક સત્પુરુષ ના મહિમા ને – પુરાવા સહીત……સમજવા ની હતી……નિષ્ઠા દ્રઢ કરવા ની હતી…કારણ કે..આપણે અક્ષરધામ જવું છે……એ જ ધ્યેય સિદ્ધ કરવા નો છે………..વચ્ચે ક્યાય લોભાવા નું નથી…..!

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

BAPS YTK વિશિષ્ટ રવિસભા- ૯/૪/૨૦૧૭

” અહિયા ૬૦ વર્ષ નું કામ …૬ માસ માં થાય છે…”


પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ- સારંગપુર ના યુવક તાલીમ કેન્દ્ર ના ૬ માસ ના તાલીમ કોર્સ વિષે મહિમા ની વાત કરતા…..

બેપ્સ સંસ્થા ની મહાનતા એના સત્પુરુષ..સિદ્ધાંત …સાધુ …..અને કાર્ય દ્વારા પરખાય છે…..! અને કાર્ય..એના આયોજન ની સુવાસ તો સર્વત્ર એવી પ્રસરે છે કે……” અનુભવનારા ઝડપાયા..” ! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું નામ થાય…..કલ્યાણ નો માર્ગ જીવ માત્ર માટે ખુલ્લો રહે તે માટે – સત્પુરુષ દ્વારા આવનારી પેઢી માટે – બાલ મંડળ…કિશોર મંડળ……યુવક મંડળ…..વગેરે વિચારો કે જે આજે પ્રત્યક્ષ વટવૃક્ષ બન્યા છે….તેની ભેટ મળી. અને એમાં સારંગપુર ખાતે યુવક તાલીમ કેન્દ્ર-અને એનો પ્રસિદ્ધ ૬ માસ નો કોર્સ- બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા થી ૨૦૦૭ માં શરુ થયો…..અને આજે ૧૦૦૦ થી વધુ યુવાનો…..તેમાં તાલીમ લઇ – દુનિયા ના છેક છેવાડા સુધી – સ્વામિનારાયણ નું નામ અને સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા ગજવી રહ્યા છે…! અને હવે તો એ તાલીમ કેન્દ્ર માં જગ્યા ઓછી પડે છે…!!!!!  યુવકો…..આ મોકો ચૂકવા જેવો નથી..!

તો ઉનાળો ચાલુ થઇ ગયો છે….પણ ઠંડા પવન સાથે..! અને ઠાકોરજી ના આજ ના દર્શન જોઇને તો ગાવા નું મન થાય… ” ફૂલ ની બાંધી રે ..પોંચી ફૂલ ની બાંધી……..ઓલા નટવરજી ને હાથે પોંચી ફૂલ ને બાંધી…”..તો તમે પણ આજ ના અદભુત દર્શન કરો…..

collage_20170409173207937_20170409173239523.jpg

ત્યારબાદ -પુ.શુભકીર્તન સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થઇ…..અને બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…” મનમાની…મોહન તારી મૂર્તિ રે……” રજુ થયું……….

એ પછી…..YTK ( યુવક તાલીમ કેન્દ્ર)  નો પરિચય આપતો વિડીયો રજુ થયો…..જેનો લગતો વિડીયો નીચેની લિંક દ્વારા જોઈ શકાશે…..

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ -૨૦૦૭ માં સત્પુરુષ ની આજ્ઞા થી શરુ થયેલા આ કેન્દ્ર વિષે…તેના વિકાસ….સદગુરુ ઓ ના મંતવ્ય…..મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ ….ત્યાં આગળ કેવી તાલીમ અપાય છે……એનો મહિમા શું છે…તે વિષે ઊંડાણ પૂર્વક માહિતી મળી……અને એ જ અનુભવ…YTK માં તાલીમ લઇ ચુકેલા યુવકો ની ગોષ્ઠી દ્વારા …..તેમના વાલી ઓ ના મંતવ્ય દ્વારા મળ્યા….! જેનો સારાંશ હતો…….

  • આ તાલીમ કેન્દ્ર થી થયેલું જીવન પરિવર્તન……તાલીમ કેન્દ્ર માં આવ્યા પહેલા – યુવકો ના વર્તન-ગુણ- સત્સંગ માં દ્રઢતા….ઉપાસના-સિદ્ધાંત-સત્પુરુષ વિષે ની અજ્ઞાનતા હતી તે અહી આવ્યા પછી દુર થઇ….
  • સત્પુરુષ ની કરુણા નો તાદ્રશ્ય અહી અનુભવ થયો…..હરપળ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ….મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ નીઓ..માર્ગ દર્શન નો….મોટેરા સંતો ના માર્ગ દર્શન નો લાભ મળ્યો….
  • સંપ….સુહર્દભાવ…..ટીમ વર્ક……માં કઈ રીતે કામ કરાય…; બીજા ના ભલા માં આપણું ભલું…..અન્ય ના ભલા માટે કઈ રીતે જીવવું….અનેક વિઘ્નો વચ્ચે કઈ રીતે સ્થિર રહેવું……..એ સર્વે અહી શીખવા મળ્યું…….
  • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે એમ- ૬૦ વર્ષે …કોટી કષ્ટ વેઠ્યા પછી જે પ્રાપ્તિ જીવ ને થાય…એ પ્રાપ્તિ અહી…માત્ર ૬ માસ માં થાય છે…..!

ત્યારબાદ જેમણે યુવકો ની સત્સંગ કેળવણી માં જેણે ખુબ નજીક થી ફાળો આપ્યો છે એવા પુ. યજ્ઞપ્રિય સ્વામી એ પણ YTK વિષે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે…..

  • યુવાની માં જો “ગતિ” ને કોઈ યોગ્ય “દિશા” ન મળે તો તેનું જીવન ભટકી જાય છે…….જીવન અર્થહીન બની જાય છે……
  • સારંગપુર જેવા અતિ પવિત્ર..દિવ્ય વાતાવરણ માં યુવકો અહી રહી જે તાલીમ મેળવે છે….તે પોતાની નજરે તાદ્રશ્ય અનુભવ કરી ને સમજે છે કે – જીવન માં આમૂલ પરિવર્તન કઈ રીતે આવે…..
  • ૬ માસ ની આ ટ્રેનીંગ માં- યુવક નું જીવન – સકારાત્મક થઇ જાય છે…..જીવન ના ધ્યેય…સત્સંગ ના ધ્યેય……ભક્તિ- જ્ઞાન ની મહત્તા ..સત્પુરુષ શ્રીજી નો મહિમા સમજાય છે…દ્રઢ થાય છે……જેના થી એ યુવક ભલે દુનિયામાં કોઈ પણ ખૂણે પહોંચે – એ સત્સંગ-નિયમ-ધર્મ માં થી પાછો નથી પડતો…….
  • ૬ માસ તો આપણા જીવન નો ૧% થી પણ ઓછો સમય છે…..પણ આ ૧% નો સમય જો યુવક તાલીમ કેન્દ્ર માં યુવકો આપે તો- બાકી ના ૯૯% જીવન સુધરી જાય છે……

અદભુત…..અદભુત……..! યુવક તાલીમ કેન્દ્ર નો આ મોકો- ગુમાવવા જેવો નથી જ…!

સભા ને અંતે અમુક જાહેરાત થઇ……

  • યુવક તાલીમ કેન્દ્ર માં પ્રવેશ માટે ના ફોર્મ્સ મળવા ના-સ્વીકારવા ના શરુ થઇ ગયા છે……આવતા રવિવાર સુધી માં આ કામ ખટકો રાખી કરી લેવું….વધુ માહિતી માટે મંદિર નો સંપર્ક કરવો…..સંતો ને મળવું….
  • આનંદો અમદાવાદીઓ…આનંદો….!  પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નો રાજીપો અમદાવાદ પર વિશેષ છે…….કેમ??? જુઓ નીચેના ફોટોઝ……ઉત્તર મળી જાશે….

20170409_191719

20170409_191810

તો- યુવકો……..આ સુવર્ણ મોકો રમત માં ગુમાવવા જેવો નથી…….! યુવક તાલીમ કેન્દ્ર – તમારા ભવિષ્ય માટે એક ઉજ્જવળ માર્ગ લઇ ને આવ્યું છે……..જો બુદ્ધિ થી વિચારી એ કે- શ્રદ્ધા થી….પણ આ માર્ગ જ તમાર માટે સર્વોત્તમ છે….એ સમજી રાખજો..!

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા -૫/૪/૨૦૧૭

 

“….પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

“જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ‘ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે;’ એમ તેના હૈયામાં હિંમત્ય રહે………. અને, ‘આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય,’ એવું વચન તો ભૂલ્યે પણ ન કહે……….. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે……….. અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં, તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે…………… તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં; કેમ જે, શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।’ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે………….. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.”’ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ……..”

——————————–

વચનામૃત-ગઢડા પ્રથમ-૧૫

ભગવાન ને હૃદયમાં ધારવા ..એના થી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી…એવું શાસ્ત્રો કહે છે….ગુણાતીત પુરુષો કહે છે અને સ્વયમ શ્રીજી કહે છે…..પણ ભગવાન ની મૂર્તિ ને અખંડ અંતર માં ધારવી….એ સહજ તો નથી જ….તો કઈ રીતે આ શક્ય બને??? તેનો ઉત્તર આજની રવિસભામાં હતો……! સત્પુરુષ ની આ નિત્ય …સતત ક્રિયા ને સમજી ને તેને આપણે કઈ રીતે આપણા જીવન માં ઉતારી શકીએ એ પર આજની સભા હતી.

હમેંશ ની જેમ સમયસર સભામાં પહોંચી ગયા….સર્વ પ્રથમ શ્રીજી ના અદભુત દર્શન હૃદય માં ..એ મનમોહક મૂર્તિ ને ધારી ને કરવામાં આવ્યા……

collage_20170305172720209.jpg

સભાની શરૂઆત પુ.પ્રેમવદન સ્વામી ના કર્ણપ્રિય સ્વર માં “ સ્વામિનારાયણ ..ભજમન સ્વામિનારાયણ નામ..” ધુન્ય દ્વારા થઇ …અને ત્યારબાદ તદ્દન નવા જ ( પણ પ્રેમાનંદ …મુક્તાનંદ જેવા નંદ સંતો રચિત ) કીર્તન સાંભળવા મળ્યા…..” આવો મારા મીઠડા બોલા રે….” અને “હરિગુણ ગાતા ..દુરીજનીયા નો ધડક મનમાં ન ધારીએ..” ..કીર્તન ના શબ્દો ગહન હતા……..! ભગવાન નો મારગ પકડ્યા પછી પાછું ન વળવા નું હોય…….ભલે ને લાખ વિઘ્ન આવે…

ત્યારબાદ પુ. વૈરાગ્યનિધિ સ્વામી એ બ્રાહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગ પર આધારિત “ સત્સંગ માં દિવ્યભાવ….નિર્દોષ ભક્તિ અને મહિમા” વિષય પર પ્રવચન કર્યું……! એમણે વિવિધ પ્રસંગો ની વાત કરતા કહ્યું કે…..સત્સંગી માત્ર પર દિવ્યભાવ ..નિર્દોષભાવ….મહિમા સભર દ્રષ્ટિ એ સ્વામીશ્રી નું અંગ હતા…..એમણે સદાયે ભગવાન અને પોતાના ગુરુઓ નો મહિમા લેશ માત્ર પણ ઓછો થવા દીધો નથી….! કોઈ પણ કાર્ય હોય કે સિદ્ધિ હોય…પણ એનો સઘળો યશ એ ભગવાન અને ગુરુ ને જ આપતા….! જીવન ની કોઈ પણ ક્રિયા હોય…….ભગવાન સદાયે આગળ હોય……પોતાને કારણે કોઈ કાર્ય થયું છે…એવું તો સહેજે માનતા જ નહોતા…! ..અને ભગવાન કે મોટા પુરુષ નું કોઈ પણ ચરિત્ર હોય…તે સદાયે દિવ્ય જ હોય…..એમ સમજતા…અને સમજાવતા……! આપણે પણ એ જ કરવા નું છે……આપણે તો માત્ર નિમિત્ત બની- ગુરુ અને ભગવાન ના સંકલ્પ ને પૂર્ણ કરવામાં સાધન રૂપ થવાનું છે…….!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના પુણે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ – ના વિચરણ-વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે…..

 

ત્યારબાદ ગઢડા પ્રથમ-૧૫ ના વચનામૃત પર આધારિત પ્રવચન નો લાભ કોઠારી પુ.આત્મ કીર્તિ સ્વામી દ્વારા સભાને મળ્યો……જોઈએ એના અમુક અંશ….

  • આ વચનામૃત…કઈ રીતે આદર્શ ભક્ત બનાય…કઈ રીતે ઉત્તમ ભક્તિ કરાય?? એના ઉત્તરો પ્રસ્તુત કરે છે…..
  • જેના અંતર માં ભગવાન સદાયે બિરાજમાન હોય તે…એક રતીભર પણ ભગવાન ની આજ્ઞા નો લોપ ન કરે…….નિયમ-ધર્મ નો ભંગ ન કરે…..
  • ભગવાન ને હૈયામાં…અંતરમાં…હૃદય માં ધારી ને ભક્તિ કરવા નો ગુણ ગુણાતીત પુરુષો માં જોવામાં મળે છે…..અને એટલે જ મહારાજ – ગુણાતીત પુરુષ ને વશ વર્તે છે….જેનો અનુભવ આપણે બધાએ અનેક પ્રસંગો એ કર્યો છે…..અને એવા જ અનુભવ આજે પ.પુ.મહંત સ્વામી મહારાજ દ્વારા પણ જોવા મળે છે……રીવરફ્રન્ટ ,અમદાવાદ પર યોજાયેલા પ્રસંગ માં ઠંડા વાતાવરણ ના ચમકારા …તેજ હવાઓ મહંત સ્વામી મહારાજ ના સંકલ્પ બળ થી જ ..અસ્ત પામી હતી….પ્રસંગ ને કઈ પણ વિઘ્ન પહોંચાડી શકી ન હતી…..
  • મહંત સ્વામી મહારાજ એક વાત –અનેક વાર કહી ચુક્યા છે કે – જેમ પ્રમુખ સ્વામી મહારાજે – શ્રીજી ને અંતર માં અખંડ ધાર્યા હતા…તેમ જ આપણે પણ શ્રીજી ને હૃદય માં અખંડ ધરવા ના છે……અને જો એમ થશે તો- દરેક માં ભગવાન દેખાશે…..દરેક હરિભક્ત – એક બ્રહ્મ ની મૂર્તિ સમાન લાગશે…..કોઈ નો પણ અભાવ-અવગુણ નહિ….
  • યોગીબાપા તો કહેતા કે- ભગવાન ને હૃદય માં ધારવા..એના થી મોટી સેવા બીજી કોઈ નથી……..પણ શ્રીજી ને હૃદય માં ધારવા કઈ રીતે??? હૃદય ને શુદ્ધ કર્યું છે?? એ નિરંતર પાછું વળી ને જોવું…..
  • સારંગપુર-૧૧ ના વચનામૃત માં શ્રીજી એ જ કહે છે કે……

“જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય. અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.”…..

  • સારંગપુર-૨ માં કુશળકુંવર બા નું ઉદાહરણ આપતા શ્રીજી કહે છે કે –જો એકવાર ભગવાન યથાર્થ ઓળખાય પછી એકદ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી…….તો છતે દેહે ભગવાન ની મૂર્તિ નું સુખ મળે…..
  • હૃદય માં જગત ને ન રાખવું….પણ ભગવાન ને રાખવા……અને જે પુરુષ માં આવી ક્રિયા જોવા મળે તેનો સંગ કરવા થી –એવા જ ગુણ આપણા માં પણ આવે….( વચનામૃત-ગઢડા અંત્ય-૧૪) અને જીવ બ્રહ્મ રૂપ થાય….
  • પણ હૃદય માં ભગવાન ને જયારે અંદર ઉતારવા નું શરુ કરી એ ત્યારે અનંત જન્મ નો ચોંટેલો “વિષય રૂપી…ભૂંડા ઘાટ રૂપી કચરો” ઉખડી ને બહાર આવે છે,…પણ તેનાથી ડગી ન જવું…મંડ્યા રહેવું……આજે નહિ તો કાલે…..કાલે નહિ તો અનંત જન્મે પણ હૃદય માં ભગવાન બિરાજમાન થશે અને જીવ બ્રહ્મ રૂપ થઇ પરબ્રહ્મ ને પામશે…..
  • બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ની જેમ સર્વ ભક્ત-સંત ને બ્રહ્મ ની મૂર્તિ જ સમજવી…..પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમ-અંતર માં સદાયે સત્પુરુષ ને રાખવા…ભગવાન ને રાખવા…..તો સહેજે ડગમગ થાય નહિ…….અને એકાંતિક ભક્તિ થાય….

અદભુત……અદભુત………….! જાણે કે સર્વ સત્સંગ નો સાર અહી આવી ગયો…! શ્રીજી ને અખંડ અંતર માં ધારવા છે……એ જ ધ્યેય રાખવો…!

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાતો થઇ….

  • બ્રહ્મસત્ર આવે છે…….સંપર્ક કાર્યકરો તમારે ઘરે આવશે…..અચૂક રજીસ્ટ્રેશન કરાવવું…….આવો મોકો ફરી થી મળશે નહિ….
  • આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ થી ૨૫ –માર્ચ- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા મહિલા ઓ માટે ખાસ રાહત દરે સ્ત્રી રોગ-કેમ્પ નું આયોજન કર્યું છે…..
  • પ.પુ.મહંત સ્વામી મહારાજ- પુનઃ અમદાવાદ ના હરિભક્તો ને લાભ આપવા ૧૪-થી-૧૭-માર્ચ પધારી રહ્યા છે……સવારે એમના દર્શન નો લાભ મળશે……..

તો-આજ ની સભા અદભુત હતી……..એકાંતિક ભક્ત કઈ રીતે થવાય……શ્રીજી ને હૃદય માં કઈ રીતે અખંડ રખાય……બ્રહ્મરૂપ કઈ રીતે થવાય …એના પર હતી……!

જય સ્વામિનારાયણ

રાજ


2 Comments

BAPS રવિસભા-૨૬/૨/૨૦૧૭

અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે…………... અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે……. અને તે ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે…… તે સર્વેને વારીફેરીને નાંખી દેઈએ……….. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે……… તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે, તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે…….. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે………… તેને મૂકીને નરકના કુંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું ઇચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે…………’ 


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-સારંગપુર-૧

પુ. ડોક્ટર સ્વામી જેવા સદગુરુ સંત નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે આજકાલ અમદાવાદને આંગણે છે અને સાથે સાથે અહી  ના સત્સંગ ને લાભ આપી રહ્યા છે…..તેમના “તકિયા -કલામ” જેવું આ વચનામૃત અને તેના એક એક શબ્દો આપણ ને એ જ બ્રહ્મ સત્ય જણાવે છે કે……અખંડ..શાશ્વત…અખૂટ સુખ તો એક ભગવાન માં જ છે……અને એ સુખ ની આગળ તો આ જગત ના “કહેવાતા” સુખ તો નરક તુલ્ય છે……કાક વિષ્ટા જેવા છે..! છતાં આપણી દોડભાગ બંધ થતી નથી…..કારણ?? આપણું અજ્ઞાન…….આપણી અધુરી નિષ્ઠા…….! અને એ દુર કરવા જ આવી સત્સંગ સભાઓ…કથા વાર્તા ના અખાડા ઓ અનિવાર્ય છે…….જે પ્રગટ સત્પુરુષ અને એમનામાં રહેલા શ્રીજી ની ઓળખાણ જીવ ને કરાવી આ અર્થહીન લખચોરાસી માં થી છોડાવે છે……!

ઉનાળા ની ગરમી હવે અમદાવાદ માં દસ્તક દઈ ને જાણે કહી રહી છે કે…સાવધાન..આ વખતે મારું જ રાજ હશે..! પણ હરિભક્તો ની ભક્તિ એમાં પણ અટકે તેમ નથી…..સમયસર સભામાં પહોંચી ગયા………જીવભરી ને શ્રીજી ના દર્શન કરવામાં આવ્યા…………..

collage_20170226202830621_20170226202956999.jpg

સભાની શરૂઆત…પુ.શુભ કીર્તન સ્વામી ના પડછંદ સ્વર માં “સ્વામિનારાયણ” મહામંત્ર ની ધુન્ય થી થઇ…ત્યારબાદ યુવક મિત્ર દ્વારા ” તારી મૂર્તિ રે ..છે જો નેણું નો શણગાર..” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયું……અને પછી પુ.શુભકીર્તન સ્વામી ના સ્વરે…..” વ્હાલા તારી મૂર્તિ નું બંધન છે એવું….ચંદ્ર ને ચકોરી ની પ્રીતડી ના જેવું…” રજુ થયું………..જીવ તરબતર થઇ ગયો………..! નવધા ભક્તિ નું આ અંગ….કીર્તન ભક્તિ થી જીવ સહેલાઇ થી સંતોષાય છે…..!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ પ.પુ.મહંત સ્વામી મહારાજ ના નવી દિલ્હી-અક્ષરધામ ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લિંક દ્વારા આપણે સર્વે જોઈ શકીશું….

 

ત્યારબાદ પુ.ડોક્ટર સ્વામી , પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં , સભા ને આશીર્વચન નો લાભ આપવા પધાર્યા…! સ્વામી ની દ્રઢ નિષ્ઠા……બળભરી વાણી……અદભુત છે……તેમણે સારંગપુર-૧ વચનામૃત પર લાભ આપતા કહ્યું કે….

  • મનુષ્ય ની પાંચ મુખ્ય ઈચ્છા ઓ માં થી એક એષણા……અખંડ સુખ ની છે……જેની પાછળ એ સઘળા પ્રયત્ન કરે છે……અને શાસ્ત્રો-શ્રીજી-ઉપનિષદો કહે છે તેમ……….એ સુખ તો એક ભગવાન માં જ છે ….અને એની આગળ તો જગત ના સુખ એક “ટીપુંડી” જેટલા પણ નથી…….!
  • પણ એ સુખ કઈ રીતે મળે??? તો સારંગપુર-૧૦ માં શ્રીજી કહે છે……

‘‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે……..; તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે,……….. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે.’ અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને………. અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી……….”

  • અને તે માટે ચિત્ત…હૃદય ને શુદ્ધ કરવું પડે……..અને એ કેમ થાય??? તો તેના ૫ ઉપાય છે……૧) સ્મરણ ૨) સ્તુતિ….૩) સેવા …૪) સંયમ…૫) સત્સંગ……
  • અને એ માટે પ્રયત્ન કરવા પડે…..બાળપણ થી જ કરવા પડે…..બાળકો ને સત્સંગ ..સંસ્કાર શરૂઆત થી જ આપવા પડે………અને જો એમ થશે તો જ ચિત્ત પહેલે થી જ શુદ્ધ રહેશે…..જ્યાં ભગવાન સ્વયમ બિરાજમાન થશે…..અને અખંડ સુખ ની છોળો ઉછળશે..!

અદભુત…..અદભુત………………!

ત્યારબાદ આવનારા માર્ચ-એપ્રિલ માં યોજાનારા “બ્રહ્મ સત્ર” વિષે જાહેરાત થઇ……..પ્રખર વક્તા સંત- પુ.અપૂર્વ મુની સ્વામી દ્વારા ” અક્ષરબ્રહ્મ ” થી લઈને “અક્ષરદેરી” ના મહિમા જ્ઞાન પર અદભુત પ્રવચન થશે…..જેમાં

  • પૂર્વ- અમદાવાદ માટે- ૨૬ મિ માર્ચ……
  • પશ્ચિમ અમદાવાદ માટે-૨ જી એપ્રિલ

રહેશે……સ્થળ- શાહીબાગ મંદિર…..સમય- સવારે ૮ થી સાંજે ૫ સુધી……..અને રજીસ્ટ્રેશન માટે- આપના ઘરે સંપર્ક કાર્યકરો આવશે……તેમની સુચના મુજબ થશે.

અને સભાને અંતે- ખુબ મહત્વ નો પ્રોજેક્ટ હાથ ધરાયો……પ.ભ. કલ્પેશભાઈ ભટ્ટ , કે જે કેનેડા માં ડોકટરેટ કરી રહ્યા છે…..તે -ટોરંટો યુનીવર્સીટી અને હાર્વર્ડ યુનીવર્સીટી ના સયુંકત અભ્યાસ હેઠળ થતો સર્વે..” સત્સંગ અને જીવન તેની અસરો” પર સંશોધન કરી રહ્યા છે…તેમના દ્વારા એક મહત્વ નો સર્વે હાથ ધરાયો….સમગ્ર સભાએ તેમાં ભાગ લીધો…..! અદભુત પ્રશ્ન….અદભુત વિકલ્પ ….અદભુત સમજુતી……! જો પ્રમાણિકતા થી એક એક પ્રશ્ન ને સમજવામાં આવે તો…..એ તો ચોક્કસ છે કે- આપણે પોતે સમજી શકીએ કે- જો આ સત્સંગ ન હોત તો…આપણી શી હાલત થાત?? અતિ વિકટ જીવન ના પ્રશ્નો સામે આપણે હસતે મુખે કઈ રીતે ટકી શકત????

શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે- કલ્પેશ ભાઈ નો આ પ્રયાસ સફળ થાય……….સત્સંગ ની સકારાત્મક અસર વિષે- સમગ્ર દુનિયા જાણે…સમજે…….અને સત્સંગ માં સર્વે જોડાય……!

તો- આજ ની સભા એ સમજવાની હતી કે- સાચું..અખંડ સુખ ક્યાં છે?? આપણા જીવન માં સત્સંગ..સત્પુરુષ અને શ્રીજી નું શું માહાત્મ્ય છે??

અને એ સમજ્યા વિના કલ્યાણ જ ક્યાં છે???

તો બસ સમજતા રહો……………શ્રીજી -સત્પુરુષ ને રાજી કરતા રહો………..સહજ+આનંદ માં મસ્ત રહો…

જય સ્વામિનારાયણ……….

રાજ