Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા -૨૪/૦૯/૨૦૧૭

અહો…….આ અક્ષરદેરી તો સ્વામી નું સાક્ષાત સ્થાન……..! એ તો કલ્પવૃક્ષ છે…..જે કઈ શુભ સંકલ્પ કરો એ બધા પુરા કરે તેવી છે…….


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

જાન્યુઆરી-૨૩ ,૨૦૧૮ ના રોજ આપણા સંપ્રદાય ના મહાતીર્થ સ્થાન……શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પાયા નું સ્થાન…નાભિ કેન્દ્ર……અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના મૂર્તિમંત સ્થાન એવા અક્ષરદેરી…ગોંડલ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે…અને આવા મહિમાવંત સ્થાન ની ઉજવણી અર્થે – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અને પ્રેરણા થી ૧૦ દિવસ નો ભવ્ય પ્રોગ્રામ – તારીખ- ૨૦ થી ૩૦ જાન્યુઆરી ,૨૦૧૮ માં થઇ રહ્યો છે. કાર્યક્રમ ભવ્ય હોય તો પછી આયોજન માં હજારો સ્વયમ સેવક ની જરૂર પડે…અને એ માટે જ આજની સભા – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ – સ્વયમ સેવક પ્રેરણા સભા તરીકે હતી……! આપણી સંસ્થા જ સેવા ના ગુણ પર રચાયેલી છે…સ્વયમ શ્રીજી થી લઈને- ગુણાતીત પરંપરા સુધી…સર્વે સંતો-હરિભક્તો સુધી – અહી નિસ્વાર્થ..નિષ્કામ સેવા ના મહિમા પર જ – સમગ્ર તંત્ર સફળ-સુફળ રીતે ચાલી રહ્યું છે…….!

તો- વિશિષ્ટ સભા હતી ..માટે આયોજન પણ વિશિષ્ટ હતું. ઠાકોરજી ના દર્શન બાદ સર્વે સભામાં ગોઠવાઈ ગયા…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુરીલા કંઠે ગવાતા -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ એમના જ સ્વરે ” એની જ્યોતિ ઝગમગ થાય…યોગી દેરી એ ખેલે…” અને “સ્વામી ગુણાતીત આજ આવી ને અઢળ ઢળ્યા……..” રજુ થયા…….! સાક્ષાત અક્ષરબ્રહ્મ નો મહિમા ગાવો…એટલે કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન કરવું…એના જેવું છે…! અદ્ભુત…!

પછી પુ.પ્રિય સ્વરૂપ સ્વામી જેવા પ્રખર વક્તા સંત દ્વારા ” સત્સંગ નું નાભિ કેન્દ્ર- અક્ષર દેરી” પર મહિમા સભર પ્રવચન થયું. એમણે કહ્યું કે — અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું મૂર્તિમંત સ્વરૂપ એટલે અક્ષર દેરી…..અને વચનામૃત ગઢડા મધ્ય-૩ માં શ્રીજી એ કહ્યા મુજબ – એ અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ એટલે કે અક્ષર દેરી. ….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- એક અક્ષરદેરી માં સર્વે તીર્થો આવી ગયા………! અને આપની સંસ્થા નો ઉદઘોષ એ જ અક્ષરદેરી…! આટલો મહિમા સમજાય તોયે સમજાય કે- અક્ષરદેરી નું માહાત્મ્ય શું છે……..!

ત્યારબાદ અક્ષરદેરી નો મહિમા દર્શન કરાવતો વિડીયો નો લાભ સૌને મળ્યો.

પછી સતસંગ મધ્યસ્થ કાર્યાલય માં થી પુ.યજ્ઞ પ્રિય સ્વામી એ -અક્ષરદેરી અને આવનારા સરધ શતાબ્દી મહોત્સવ ની ઊંડાણ પૂર્વક જાણકારી આપતા જણાવ્યું કે……

 • આ ઉત્સવ – ગુરુહરિ ની આજ્ઞા મુજબ ૧૦ દિવસ નો ભવ્ય કાર્યક્રમ હશે..જેમાં ભવ્ય ગુણાતીત નગર બનશે જેમાં સુરત જન્મોત્સવ ની જેમ વિવિધ – ભવ્ય પ્રદર્શનીઓ હશે જેમાં- સામાજિક-અધ્યાત્મિક સંદેશ સર્વ ને મળી શકે તેનું આયોજન થશે. ..જેનો લાભ લાખો લોકો લેશે.
 • ૨૦ જાન્યુઆરી થી સર્વ કાર્યક્રમ ની શરૂઆત થશે -જેમાં નગર નું ઉદ્ઘાટન..યોગી સ્મૃતિ મંદિર નો મહોત્સવ એમ અઢળક પ્રોગ્રામ થવા ના છે…અને સર્વે આયોજન માં હજારો સ્વયમ સેવકો ની જરૂર પડશે…….
 • આપણે ત્યાં તો સેવા નો ખુબ અનેરો મહિમા છે …એવા અઢળક પ્રસંગો છે કે જેમાં સેવકો એ પોતાનો નફો-નુકસાન-સામાજિક સ્થિતિ જોયા વગર -એક કેવળ મોટા પુરુષ ને રાજી કરવા સેવા માં પોતાની જાત ને હોમી દીધી હોય…!
 • આ વખતે ઓછામાં ઓછા ૧૨ દિવસ ની સેવા છે……..તો સર્વે એ અચૂક લાભ લેવો….આ તક વારેઘડીએ આવતી નથી………
 • સેવા કરવા થી દેહાભિમાન કપાય છે……મોટા પુરુષ રાજી થાય છે……જીવ બ્રહ્મરૂપ થાય છે………અને આ ઉત્સવ – મહંત સ્વામી મહારાજ ની અનુવૃતી મુજબ નો- ૧૦ દિવસ નો ભવ્ય ઉત્સવ આયોજિત કરેલો છે……..

અદ્ભુત…! સત્ય વચન…….પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું તેમ…અક્ષરદેરી ની સ્થાપના સમયે કે- અક્ષર મંદિર ના નિર્માણ સમયે આપણે હાજર નહોતા…….પણ આ ૧૫૦ વર્ષ ની ઉજવણી માં આપણે હાજર છીએ અને આ મોકો ગુમાવવા જેવો નથી. ગમે તેમ કરી…સમય નું યોગ્ય આયોજન કરી…જગત ને થોડુક ગૌણ કરી- આ સેવા નો લાભ અચૂક લઇ લેવો…….એના જ અનુસંધાન માં “સેવા ના વ્રતધારી અમે તો…સેવા ના…” કીર્તન સાથે નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેમાં આપણા કાર્યકરો – એમની સેવા ના દર્શન થયા……

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તી સ્વામી એ – સેવા ની આ ઉચ્ચ ભાવના ને બળ આપતા કહ્યું કે…..સેવા થી આંતરિક શુદ્ધિ થાય છે……મોટા પુરુષ રાજી થાય છે……..અને ભગવાન ના નામ ની સાથે સાથે – ભગવાન નું કામ પણ થાય છે…જે સાચા અર્થ માં લેખે લાગે છે……..

ત્યારબાદ સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને પરમ પૂજ્ય મહંત  સ્વામી મહારાજે વિડીયો ના માધ્યમ થી આશીર્વચન આપતા આ જ વાત કરી. અક્ષરદેરી તો કલ્પવૃક્ષ સમાન છે….જે કઈ સાચા મન થી સંકલ્પ કરો એ અહી અચૂક સિદ્ધ થાય છે…….યોગીજી મહારાજ નું પ્રિય સ્થાન……શાસ્ત્રીજી મહારાજ ની અટલ શ્રદ્ધા ના આ સ્થાન ના ૧૫૦ વર્ષ ની ઉજવણી – ભવ્ય રીતે થાય એમાં બધા રાજી છે…..સ્વામી-શ્રીજી રાજી છે……અને આ મોકો- ન ભૂતો..ન ભવિષ્યતિ ..એમ વિચારી જોડાઈ જવાનું છે…….આ મોકો ચૂકવા નો નથી……….! ગમે તેમ કરી- અહી સેવા માં જોડાવા નું છે……..જેમાં સ્વામી-શ્રીજી જરૂર રાજી થશે…!

અદ્ભુત…અદ્ભુત…….! સભાને અંતે સર્વે હરિભક્તો એ – સેવા માટે ના ફોર્મ ભર્યા અને પોતાની સેવા-સમર્પણ ની ભાવના દ્રઢ કરી….!

ખરેખર…………જેમાં આપણું કલ્યાણ છે…….મોટા પુરુષ અને સ્વયમ શ્રીજી ના રાજીપા નું સ્થાન છે…….જેમાં થી જગત ના જીવો નું સહજ માં કલ્યાણ કરે- એવા સિધ્ધાંત નું મૂર્તિમંત પ્રાગટ્ય છે…એવા મહાતીર્થ સ્થાન ને ૧૫૦ વર્ષ પુરા થતા હોય..અને એ ઉજવણી માં આપણ ને સેવા ની તક મળતી હોય તો- ગુમાવવા જેવી નથી જ…! તીર્થ તો કાયમ રહેવા ના…પણ આપણે કાયમ નથી…આ દેહ માં જ્યાં સુધી શક્તિ છે……ત્યાં સુધી સેવા ની આવી તક નો લાભ શક્ય હોય તેટલો લઇ લેવો…! છેવટે આ દેહ પણ કૃષ્ણાર્પણ જ છે ને….!!!!

જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

આજ કાલ- ૦૧/૦૯/૨૦૧૭

રેતી ની જેમ હાથ માં થી  સરકતો સમય એની મસ્તી…એના મિજાજ માં છે. બસ આજકાલ આપણે તો મુકપ્રેક્ષક જ બની રહેવા નું છે…ક્યાંક એને મનભરી ને માણવા નો છે તો કયાંક એને ગ્રહોદશા -કર્મ ગતિ-પામરતા નું નામ આપી પરિભ્રમણ માં પરખવા નો છે…….જે હોય તે..પણ એને જીવવા નો છે……એ સિવાય છૂટકો પણ ક્યાં છે??..!

તો- ચાલો સમય નો ગુલાલ કરીએ……..અને જોઈએ આજકાલ શું ચાલી રહ્યું છે…..??

 • ગયા અઠવાડિયે “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ યાત્રા” નો લાભ લઇ આવ્યા……ગોંડલ માં અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના સમાધિ સ્થાન પર આજે ગગનચુંબી – વિશાળ મંદિર ના દર્શન થાય છે…જેના અતિ ગૌરવશાળી….મહિમા સભર ૧૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે……..જેનો ઈતિહાસ -વધુ માહિતી આ લીંક પર થી મળી શકશે….! અમારી યાત્રા માં સારંગપુર- ગઢડા અને ગોંડલ- લીમડી જેવા તીર્થ સ્થાન ના દર્શન- મહિમા નો લાભ મળ્યો. ગઢડા માં – નવીન પ્રદર્શન ( સમય- દોઢ કલાક ….”ગઢપુર જોતા શ્રીજી મુને સાંભરે રે” એ થીમ છે…)  અદ્ભુત છે…..ઘેલા નદી માં ( આપણા મંદિર ની પાછળની બાજુએ  ધોધ છે…) મનભરી ને સ્નાન કર્યું…..તો ગોંડલ માં – નદી માં જ બનાવેલા અક્ષર ઘાટ માં પણ અદ્ભુત સ્નાન નો મોકો મળ્યો….અક્ષર દેરી માં મહાપૂજા-પ્રદક્ષિણા નો લાભ મળ્યો….. સાથે આપણી સંસ્થા નું મેનેજમેન્ટ તો જુઓ…….અક્ષર યાત્રા માં- અક્ષર મંદિર ના એક એક સ્થાન નો મહિમા- પૂજા ના દર્શન અદભુત માહિતી- સ્થાન મુલાકાત-સભા – સ્મૃતિ ભેટ દ્વારા કરાવ્યા……! કોઈ ભાગમભાગી નહિ…..કોઈ પડાપડી નહિ……..! ભોજન વ્યવસ્થા થી લઈને- ઉતારા વ્યવસ્થા- ગાઈડ ની વ્યવસ્થા અદ્ભુત હતી…..!
 •  યાત્રા પુરી થઇ એટલે મૂળ વતન માં સ્વર્ગસ્થ પિતાશ્રી ની સ્મૃતિ માં – ધરો  આઠમ  માટે ગામડે જવાનું થયું,… અત્યારે તો બારે મેઘ ખાંગા થયા છે……. અને સર્વત્ર વરસાદી માહોલ છે…..પણ શ્રીજી ની દયા થી થોડોક સમય  વાતાવરણ શાંત થયું અને અમારો પ્રસંગ સચવાઈ ગયો…….એ પછી બધા સ્નેહી સ્વજનો એ નજીક ના સુનસર  ગામ નજીક આવેલા ધોધ ની મુલાકાતે જવાનું નક્કી કર્યું।…..ચોમાસા માં જ સક્રિય બનતા આ ધોધ ની મજા  લેવી એટલે કે જાણે  કે અહીં જ સ્વર્ગ નો આનંદ લેવો,..!!! સોળે કળાએ ખીલેલા ધોધ માં બધા ખુબ ન્હાયા।…..અઢળક આનંદ લીધો।………! મન બાગ -બાગ..પાણી-પાણી થઇ ગયું।……ગયા અઠવાડિયા માં અઢળક યાત્રા ઓ નો જે શારીરિક-માનસિક થાક લાગ્યો હતો તે ઓગળી  ગયો…….!!!!

bb72c6ea-2984-407e-8829-52cdc8177e5d

 • હરિ અને મારો હરિકૃષ્ણ તો આજકાલ પૂર્ણ ચંદ્ર ની જેમ ખીલેલા છે…….. 🙂 …..કેમ ન હોય??? હરિભાઈ ને સ્કૂલ માં રજા ઓ પડી હતી…..અને ફરવા ની- નવા-જુના મિત્રો સાથે મસ્તી કરવા નો મોકો મળે…પછી બાકી શું રહે??? એ પણ ધોધ માં ભરપૂર ન્હાયા।…..નીચે આવેલા કુંડ માં ડૂબકીઓ લગાવી।…! અને હવે પુનઃ સ્કુલ માં જવાનું આવ્યું છે અને અમે “ડૂબકીઓ” લગાવતા થઇ ગયા છે…..હહાહાહા…!!!
 • ઘરે ઇલેક્ટ્રિક ગીઝર બગડ્યું છે…….એ તો બગડે…..એમાં શું?? પણ એને રીપેર કરાવવા માં જે અમારે -હજુ સુધી જે દાખડા કરવા પડે છે……તે ઉપર તો હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે ની ભાષા માં એક પુસ્તક લખી શકાય…! ભગવાન જાણે…….ભારત માં “સર્વિસ” જેવી વાત કંપની ઓ ને ક્યારે સમજાશે???? તે સમજે ન સમજે પણ…….ઠંડા પાણી માં સ્નાન કરવા નો એક અદ્ભુત લ્હાવો છે…..એનો મહિમા બધાએ અવશ્ય સમજવો. ….અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેતા પહેલા એના સર્વિસ સીસ્ટમ નો અભ્યાસ અચૂક કરવો…..નહીતર ઠંડા પાણી એ ન્હાવા ના દા’ડા આવશે…!!!!!
 • વર્ષો પછી – બહાર સલુન માં દાઢી કરાવવા નું થયું……અને કમજોર યાદદાસ્ત ને વાંકે- મારા ફાટેલા ખિસ્સા ને જે આર્થિક “ફટકો” પડ્યો…એ અનુભવી ને હું છક થઇ ગયો….!!! દાઢી કરાવવા ના ૪૦ રૂપિયા…!!!! હે રામ…..!!! નો ચાલે……!!!! હવે એક વાત તો નક્કી જ છે કે – હું દાઢી કરવા નો સામાન ક્યારેય નહિ ભૂલું…અને ધારો કે ભૂલી જાઉં તો- “બઢતી કા નામ દાઢી…” એમ વિચારી રાજી રહીશ…! એક નિર્દોષ સવાલ……..એમાં GST નો તડકો  લાગે?????

ઉફ…..! તો થોડીક ખટ્ટી-થોડીક મીઠ્ઠી આ જીવન યાત્રા ઓ ને આ ઢળી રહેલી પાંપણો માં તો કદાચ નહિ સમેટી શકાય પણ એને વહેતી રહેવા દઈ…એનો આનંદ જરૂર લઇ શકાશે…! પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે….! તેથી જ આપણે તો વહેતા જ રહેવા ના…!!! સમેટાઈ જઉ એ આપણી ફિદ્રત માં નથી…..આપણા મિજાજ માં નથી….!!

અસ્તુ…….

રાજ


Leave a comment

BAPS રવિસભા -૨૩/૦૭/૨૦૧૭

” અહી તો સાક્ષાત મહારાજ અને સ્વામી બિરાજે છે……….માટે જેને દુખ ટાળવું હોય તેણે (અક્ષર) દેરી ની માનતા કરવી…..”


અક્ષર દેરી -ગોંડલ ના મહિમા વિષે વાતો કરતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

આ વર્ષ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે…….જે ૨૫/૧/૨૦૧૮ સુધી ઉજવાશે…..અને અક્ષરદેરી નો મહિમા – એના ગુણગાન જીવમાત્ર સુધી પહોચશે…….અને સર્વ ના કલ્યાણ નો માર્ગ સહજ થશે………! આજની સભા એ – સર્વોપરી માહાત્મ્ય ને સમજવાની…..માણવા ની હતી…….!

ગઈ રવિસભા માં નીલકંઠ વરણી ની અયોધ્યા થી બદ્રીનાથ સુધી ની યાત્રા ની ફિલ્મ દર્શાવવા માં આવી હતી જેથી અહી એના વિષે કોઈ વિશેષ પોસ્ટ ન મૂકી શકાઈ . આજની સભામાં તો સમયસર પહોંચી ગયા…મેઘરાજા પોતાના મિજાજ માં છે…….પણ હરિભક્તો એમ થોડા અટકે….!!! આજનો સભાખંડ સંપૂર્ણ પણે ભરેલો હતો……એ એની સાબિતી હતી. સર્વ પ્રથમ જગત ના નાથ ના દર્શન ( હરિયાળી અમાવાસ્યા)…..

20248214_1916557365298760_2562888236536064776_o

સભાની શરૂઆત પુ.પ્રેમવદન સ્વામી ના સુરીલા કંઠે – સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ……અને અત્યારે ચાલતા હિંડોળા ઉત્સવ ના પદો થી સંતો એ મનોચક્ષુ સમક્ષ એ અદ્ભુત હિંડોળા પ્રસંગો….એની અનેરી છટા ના આબેહુબ દર્શન કરાવ્યા……! જોઈએ એ પદ…

 • “ઝૂલણ કે દિન આયે……- રચયિતા- પ્રેમાનંદ સ્વામી…..સ્વર- પુ.પ્રેમવદન સ્વામી
 • “ઝુલાવું પ્યારા હિન્ડોરે……”- રચયિતા- પ્રેમાનંદ સ્વામી…..સ્વર- પુ.પ્રેમવદન સ્વામી
 • “આવો ઘનશ્યામ ….ઝુલાવું હિંડોરના મેં…..”- રચયિતા- બ્રહ્માનંદ સ્વામી….સ્વર- પુ. વિવેકમુની સ્વામી

અદ્ભુત…..અદ્ભુત……..!

ત્યારબાદ પુ. હરીચિંતન સ્વામી ના મુખે રસાળ શૈલી માં- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના અતિ નિર્માની સ્વભાવ…દાસાનુદાસ ગુણ નો મહિમા- પ્રસંગો સાથે કહેવામાં આવ્યો……..અંત્ય ૩૯ ના વચનામૃત માં શ્રીજી એ કહ્યું છે કે …માયા અને અજ્ઞાન એટલે “હું અને મારું..” જ્યાં સુધી આ અહં મમત્વ ન છૂટે ત્યાં સુધી ..અજ્ઞાન ટળતું નથી……એ માટે દાસાનુદાસ ગુણ અનિવાર્ય છે……અને …મહંત સ્વામી મહારાજ ના આ ગુણ માં – યોગીબાપા નો જાણે કે સાક્ષાત અનુભવ થાય છે………સંતો ને દંડવત હોય કે અશક્ત સંત ની વ્હીલચેર ને દોરી લઇ જવાની વાત હોય…….કે તેમના પ્રવચનો માં – દાસાનુદાસ વર્તવા ની વાત નો નિરંતર ઉલ્લેખ હોય………..એ સર્વ નો સાર એક જ છે કે – સત્પુરુષ નો માલિકી નો આ ગુણ- દાસાનુદાસ વર્તવા નો ગુણ…..ખુબ જ બળીયો છે……જે ભલભલી તાકાત થી ન થઇ શકે એ કાર્યો આ દાસાનુદાસ વર્તવા થી થઇ શકે……!!! જીવન માં આ જ ઉતારવા નું છે………….

ત્યારબાદ સ્વામીશ્રી અત્યારે અમેરિકા-કેનેડા ની વિચરણ યાત્રા એ છે……એના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…….જેના દર્શન આપણે સૌ નીચેની લીંક પર થી કરી શકીશું…….

આશીર્વાદ…….

http://www.baps.org/Vicharan/2017/09-July-2017-11720.aspx?CM_id=236250

ત્યારબાદ પુ.યજ્ઞ પ્રિય સ્વામી જેવા અનુભવી..વિદ્વાન સંત દ્વારા અક્ષર દેરી મહિમા-ઈતિહાસ”પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો………….સમગ્ર ઈતિહાસ તો અહી વર્ણવી શકાય તેમ નથી ( એ માટે “શ્રી અક્ષર તીર્થ”….અથવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ચરિત્ર – પુસ્તક નો સહારો લઇ શકાય…) છતાંય ટૂંકમાં કહેવું હોય તો….

અક્ષરદેરી એટલે જ અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ ….. જુનાગઢ મંદિર માં સતત ૪૦ વર્ષ..૪ માસ…૪ દિવસ મહંત તરીકે સેવા ઓ આપી ….સોરઠ માં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા વગાડી……અતિ નિષ્ઠાવાન સત્સંગ સમાજ તૈયાર કરી……..સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ ગોંડલ માં જુના સ્વામિનારાયણ મંદિરે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી અને તેમના અંતિમ સંસ્કાર જે સ્થળે કરવામાં આવ્યા તે આ મહા તીર્થ સ્થાન જેવું……અક્ષર દેરી તીર્થ…!

૨૮ નવેમ્બર, ૧૮૬૭થી ગોંડલના મહારાણી મોંઘીબા અને ગણોંંદના મહારાજા અભયસિંહ દરબારની દેખરેખ નીચે અક્ષરદેરી બનાવાનું કામ શરુ થયું…….. ૨૯ જાન્યુઆરી,૧૮૬૮ના દિવસે કામ પૂર્ણ થયું…….. અક્ષરદેરીના માળખાની પ્રેરણા ગોંડલમાં આવેલ નવલખા પેલેસના ઝરૂખામાંથી લેવામાં આવી છે………. પછી વસંતપંચમીના દિવસે જૂનાગઢના બાલમુકુન્દ સ્વામીએ સ્વામીનારાયણના પવિત્ર પગલાની સ્થાપના કરી સાથે મોંઘીબા દ્વારા અક્ષર અને પુરુષોત્તમની છબી મુકવામાં આવી……………….

કહેવાય છે કે દેવપોઢી એકાદશીના દિવસે નારાયણજી નામના હરી ભગતને ગુણાતિતાનંદ સ્વામીએ સપનામાં આવીને કહ્યું કે અક્ષરદેરીએ ત્રણ શિખર બદ્ધ મંદિર બનાવો.જે એમણે એમના શિષ્યો- હરિભાઈ અમીન, શંકરભાઈ અમીન વગેરે દ્વારા શરુ કર્યું……ઘણા વિઘ્નો આવ્યા….છતાં ડગ્યા વિના  જમીન લેવા સંબંધી કાર્યવાહી હરિભાઈ અમીન કરી રહ્યા હતા…મહારાજ ના કારભારી ચંદુભાઈ વિધ્યાધીકારી અને વિરેન્દ્રભાઈ ના સહકાર થી..સમજુતી થી….હરિભાઈ અમીન ને  મહારાજા માત્ર ૨૫૦૦૦ રૂપિયામાં જમીન આપવા તૈયાર થયા……. આ સમાચાર આપતા તેમણે  શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ૧,૦૪૦૦૦  રૂપિયામાં તે જમીન આપવાનું કબૂલ કર્યું છે.” આ સાંભળી હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજ કહેઃ “એટલી રકમ ન હોય!” હરિભાઈ કહેઃ “સ્વામી! કેટલી રકમ વ્યાજબી કહેવાય?” ; “પચીસ હજાર.” શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. હરિભાઈ તો આ સાંભળી સ્તબ્ધ બની ગયા. પરંતુ વિશેષ આશ્ચર્ય તો તેઓને ત્યારે થયું જ્યારે ગોંડલ મહારાજાએ દોઢ લાખ રૂપિયાની કિંમતે ખોજા નૂરમહંમદ શેઠને વેચેલી આ જમીન, તે વેચાણખત રદ કરીને પચીસ હજાર રૂપિયાની મામૂલી રકમમાં વેચવાનું નક્કી કર્યું………… પરંતુ ત્રણ શરત મૂકી—-  મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, અક્ષરદેરીની ઉપર મંદિર બનવું જોઈએ અને ઓછામાં ઓછો ૧૦ લાખ ખર્ચ થવો જોઈએ………………. રાજ્યના હિતમાં એક પાઈનું પણ નુકસાન સહન ન કરનાર ભગવત સિંહ મહારાજાએ આટલી સામાન્ય રકમમાં અક્ષરદેરીની જમીન આપી તે શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા છે……….ગુણાતીત ની જ મરજી છે…શ્રીજી નો જ રાજીપો છે…….!

૧૮ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મહારાજની હાજરીમાં અક્ષર મંદિરનું ભૂમિ પૂજન કર્યું. અક્ષરસ્વરૂપદાસ સ્વામીની દેખરેખ તથા  સ્વામી જ્ઞાનજીવનદાસ અને બીજા સંતો સ્વયંસેવકોની મદદ થી મંદિરનું કામ શરુ થયું. ૨૪ મે, ૧૯૩૪માં મંદિરમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે અક્ષરપુરુષોત્તમની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી તથા જ્ઞાનજીવનદાસજી  સ્વામીને મહંત તરીકે નીમવામાં આવ્યા…………યોગીજી મહારાજે અનેક વર્ષ તે સેવા ને અતિ કષ્ટ વેઠી ને જીવ થી નિભાવી……અને મંદિર ને અદ્ભુત વિસ્તાર્યું………પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની ભાગવતી દીક્ષા………મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામી જેવા સદ્ગુરુ સંતો ની પાર્ષદતરીકે ની દીક્ષા અહી જ થઈ છે……….

અને ઉપર કહ્યું તેમ……અહિયાં જીવમાત્ર ની શુભ મનોકામનાઓ..સંકલ્પો પુરા થાય છે…તે માટે આ સ્થાન નો મહિમા વિશેષ છે…………………

અદ્ભુત……અદ્ભુત……..! અક્ષર દેરી નો મહિમા તો જેટલો સમજીએ તેટલો ઓછો છે……………….એ માટે આ પોસ્ટ ની જગ્યા ઓછી પડે……!!!!!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…………

 • આવતા રવિવારે- બાળ મંડળ માં થી યુવક મંડળ માં જનારા ( ધોરણ- ૯ માં પ્રવેશ પામનારા) નવયુવાનો માટે ની પ્રેરણા સભા છે…………સર્વે યુવકો એ- પરિવાર સહીત હાજર રહેવું….
 • આવતીકાલ થી શ્રાવણ માસ ની શરૂઆત થઇ રહી છે……….સંતો ની નિત્ય પારાયણ – શાહીબાગ મંદિરે શરુ થશે………..સમય- સવાર નો છે…………..આ સાથે નિયમ ના ઉપવાસ-વ્રત-તપ માટે પણ તૈયારી કરવી..ખટકો રાખવો…….

તો- આજની સભા – અક્ષર…અક્ષરદેરી…..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત……ગુણાતીત પરંપરા ના મહિમા ને સમજવા ની…જીવ્સ્થ કરવા ની સભા હતી…………….એ મહિમા સમજ્યા વિના સત્સંગ માં પ્રગતિ શક્ય જ નથી…….મોસ્ખ તો દુર ની વાત છે…………માટે- ગુણાતીત નો મહિમા….સમજવા ગોંડલ- અચૂક જવું……અક્ષરદેરી નો મહિમા અચૂક અનુભવવો…!

જય જય અક્ષર પુરુષોત્તમ…….જય જય સ્વામિનારાયણ……

રાજ


2 Comments

BAPS રવિસભા -૧૮/૦૧/૨૦૧૫

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ ન ખાવું (૨૨)

અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)

—————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- શિક્ષાપત્રી

આજની સભા અદ્ભુત હતી…..ભારતવર્ષ માં અત્યાર ના જે હિંદુ આચાર્યો થયા છે…તેમાં આદરપૂર્વક લેવાતું એક નામ હોય તો (આચાર્ય શ્રી ધર્મેન્દ્ર મહારાજ)  નું છે. આપણી સંસ્કૃતિ..આપણા સંસ્કાર ની વાત એમણે તેજસ્વીતા સાથે કરી અને સાથે સાથે એ વાત પણ કરી કે- ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલા નિયમ-ધર્મ અને સમાજ સુધારણા ના અભિયાન સમગ્ર જગ માં પ્રસરે એ પ્રયત્નો થવા જોઈએ….! જગત નો નાથ અજ થી ૨૦૦ વર્ષ પહેલા જે કહી ગયો હતો…જે નિયમ ધર્મ- આપણ ને આપી ગયો હતો- એ આજે જગત ના અસ્તિત્વ-શાંતિ-સમૃદ્ધિ માટે અનિવાર્ય જણાય છે…..તો- આજ ની સભા  આમંત્રિત સંત દ્વારા – સંસ્કૃતિ અને ધર્મ જાગૃતિ અભિયાન પર આધારિત  હતી….

તો સભાની શરૂઆત- શ્રીજી ના મનમોહક દર્શન થી…..

jay ho fota1

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ રહી હતી…..” લગની લાગી મુને સ્વામિનારાયણ નામ ની રે…..’ સમગ્ર સભા ને ગુંજવી રહી હતી. ત્યારબાદ-  કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ” નમન કરું શીરનામી  રે ..જય જય યજ્ઞપુરુષ સુખકારી…:” રજુ થયું….૨૪ મી જાન્યુઆરી – વસંતપંચમી ને શુભ દિને- વડોદરા માં- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી -ધામધૂમ થી ઉજવવાના છે…..એ પ્રસંગ ની ભવ્યતા અને મહિમા- એ ગુણાતીત પુરુષ નો મહિમા- આ કીર્તન થી જાણે કે નજર સમક્ષ   જીવંત થઇ ગયો….!

ત્યારબાદ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ગાન બાદ- પુ.નિર્મળ ચરિત સ્વામી દ્વારા- “બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સંતો” – ની સીરીઝ માં આજે સોમા ભગત નો પરિચય આપવામાં આવ્યો…જોઈએ ટૂંક માં પરિચય…

 • આણંદ શહેર માં જન્મ…અને શાસ્ત્રીજી મહારાજ ના શરણ માં- પરમ ભક્ત મોતીલાલ  ભગવાન દાસ દ્વારા આવ્યા…
 • જન્મ થી જ બ્રહ્મચર્ય નું પાલન કરવાના ઈચ્છુક….સેવાભાવી અને ભક્ત પણું……પણ સત્પુરુષ વગર આનું પાલન શક્ય ન લાગતા – શાસ્ત્રીજી મહારાજ ના શરણ માં આવ્યા….
 • શરીર- અત્યંત કદાવર- ૬ ફૂટ -૪ ઇંચ ની ઉંચાઈ…..૧૬૦ કિલો વજન અને ખોરાક પણ તેવો જ..! પણ એકવાર- શાસ્ત્રીજી મહારાજ ના શરણ માં આવ્યા…..આજ્ઞા થઇ એટલે- દેહાસક્તિ ભૂલી ને- મંદિર ની સેવામાં જોડાઈ ગયા……અરે..૨૦-૨૫ મણ વજન ના પથ્થરો તો એકલા હાથે ફેરવતા….! સારંગપુર મંદિર ના નિર્માણ વખતે -શિખર ના પથ્થર નું દોરડું તૂટી ગયું તો- શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા થી – એ લટકતા પથ્થર પર ચડી ને ફરીથી દોરડું બાંધી દીધું….!

આમ, સમગ્ર જીવન- તન-મન સર્વસ્વ એક સત્પુરુષ ની આજ્ઞા એ – કઠીનતમ કાર્યો માં જોડી દીધું…..! આપણા માં છે એ તૈયારી???

ત્યારબાદ- પુ.સ્વામીશ્રી ના સારંગપુર ખાતે નું વિચરણ અને ૨૩ નવયુવાનો ને ભાગવતી દીક્ષા નો વિડીયો રજુ થયો…

ત્યારબાદ- સંતો ના મુખે એક કીર્તન થયું અને એ દરમિયાન- પુ.આચાર્ય ધર્મેન્દ્ર જી મહારાજ નું સભામાં આગમન થયું. પુ.કોઠારી સ્વામી એ એમનું સ્વાગત કર્યું અને પુ.અક્ષર વત્સલ સ્વામી એ એમની ઓળખાણ આપી. વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા આ સંત -એમની તેજસ્વી- ઊંડી વાણી માટે પ્રખ્યાત છે.  પુ.પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એ ઊંડો આદરભાવ ધરાવે છે…..અને સભા એમને સાંભળવા આતુર હતી ..જોઈએ એના અમુક અંશ…

 • આપણો હિંદુ ધર્મ એ સનાતન ધર્મ છે……જયારે અન્ય ધર્મો એની સરખામણી માં હજુ પાપા-પગલી કરી રહ્યા છે…..આ સત્ય નો મહિમા આપણે સમજવો જોઈએ…
 • અંગ્રેજી કલ્ચર ના વાદે – આપણી સનાતન હિંદુ સંસ્કૃતિ અને સંસ્કારો ને ત્યજવા ન જોઈએ…..ધર્મ છે તો આપણે છીએ…..દુનિયા ના પ્રત્યેક પ્રશ્ન નો હલ આપણા ધર્મ- આપણી સંસ્કૃતિ માં છે…
 • ભગવાન કણેકણ માં વ્યાપ્ત છે…કોટી બ્રહ્માંડ નો નાયક છે…..રાજા છે….એને ધારી ને રહ્યો છે……અને આપણી સંસ્કૃતિ -પૃથ્વી થી માંડી ને સુરજ ને પણ દેવ તરીકે પૂજે છે…..
 • અન્ન- આહાર શુદ્ધ હોવો જોઈએ…માંસાહાર-દારુ – ઈંડા નો સદંતર ત્યાગ થવો જોઈએ……ભગવાન સ્વમીનારયાને શરુ કરેલી સમાજ સુધારણા ની આ પ્રક્રિયા જગત માં સર્વે જગ્યા એ પ્રસરવી જોઈએ…..
 • કરુણા કરે એ ગુરુ…….જો આપણે નાની એવી વસ્તુ પણ યોગ્ય ચકાસણી બાદ પસંદ કરતા હોઈએ તો આપણા મોક્ષ ના દાતા..આપણા ગુરુ ની પસંદગી એમણે એમ કેમ??? પ્રમુખ સ્વામી મહારાજ આવા જ ગુરુ છે…..તમે ભાગ્યશાળી છો કે- પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ તરીકે તમને મળ્યા છે…..
 • અક્ષર પુરુષોત્તમ એટલે કે- જે ક્ષર નથી…જેનો નાશ થતો નથી એવું શ્રીજી નું ધામ…અને પુરુષોત્તમ એટલે કે નારાયણ…..!
 • મન ને સાફ કરતા રહો…….પાપ- રાષ્ટ્રદ્રોહ પ્રત્યે ઘૃણા કરતા રહો…..અને પ્રેમ એ જ ભક્તિ માર્ગ માં મોટું સાધન છે એ ભૂલતા નહિ….
 • નાસ્તિક વ્યક્તિ – આ દુનિયા નો સૌથી મોટો અજ્ઞાની છે…..
 • અંતે- તેમણે કહ્યું કે- અમદાવાદ ને અમદાવાદ ન કહો પણ કર્ણાવતી કહો………!

અદ્ભુત…અદ્ભુત…….! સમગ્ર સભા -એમના આ તેજસ્વી પ્રવચન થી પ્રભાવિત હતી…..અને તાલીઓના ગડગડાટ થી ગુંજી ઉઠી…..

સભાને અંતે સાર્ધ શતાબ્દી મહોત્સવ ની અમુક જાહેરાતો થઇ….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૨/૦૩/૨૦૧૪

“..અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…….તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે…”

———-ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા મધ્ય-૨૧ —–

“વંદન કરું શિરનામી  રે….જય જય યજ્ઞપુરુષ સુખકારી…”…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ- નું આ વર્ષ હવે ધીરે ધીરે રંગ પકડી રહ્યું છે…..અને સાથે સાથે ભક્તો-મુમુક્ષો ની નિષ્ઠા પણ…..! સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના વાવટા- ચો દિશા માં ફરકી રહ્યા છે અને આ જ્ઞાન – હવે મુમુક્ષો ના મન માં- મગજ માં- હૃદય માં- આત્મા માં પણ દ્રઢ નિષ્ઠા અને સમજણ ના બીજ વાવી રહ્યું છે…….શાસ્ત્રીજી મહારાજ નો – ગુણાતીત પુરુષો- અનેક અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા ઓ નો – દાખડો સફળ થઇ રહ્યો છે…….! તો- આજ ની સભા આ નિષ્ઠા પર જ હતી.

આજે સભામાં સમયસર પહોંચી ગયો……અને પહોંચ્યા બાદ- હમેંશ ની જેમ મારા વ્હાલા ના-જગત ના ધણી ના- ધામ-ધામી-મુકતો ના દર્શન કરવામાં આવ્યા…….એમના ચરણો માં પ્રાણ પાથરવા માં આવ્યા…….તમે પણ આ અદ્ભુત દર્શન કરો…..

1911955_234854950036018_897134546_n

સભા માં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- સંતો-યુવકો દ્વારા…..”જય અક્ષર પતિ પુરુષોત્તમ…..જય જય સ્વામી સહજાનંદ….” ની ધૂન  થઇ રહી હતી……..”ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ પૂર્ણ પુરુષોત્તમ..” એમાં વળી વિચારવા નું શું? આ બ્રહ્મ સત્ય પર તો આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ના વાવટા- બ્રહ્માંડ માં ફરકી રહ્યા છે……અને સ્વામી- શ્રીજી નું આ નામ- આજે ધરતી ના દરેક ખંડ માં ગુંજી રહ્યું છે……! ત્યારબાદ- પુ. સંત દ્વારા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત એક પદ….”યેહી પાવન પદરજ પ્રતાપ સે…પાયો મહાસુખ…” રજુ થયું……..અદ્ભુત લાગ્યું……! ભગવાન ના પુનીત ચરણ ની રજ માત્ર થી જન્મ-જન્માંન્તરો ના પાપ-દોષ બળી ને ભષ્મ થઇ જાય છે….અને જીવ “શિવ” ને પામે છે……..

ત્યારબાદ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મૂળ ના અંગ…….- આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષ…….એ ચાર ગુણધર્મ પર બાળ વક્તા થી શરુ કરી ને યુવા વક્તા ઓ એ સુંદર નિરૂપણ કર્યું…….સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ ની અસલ અવાજ માં ઓડીઓ ક્લીપ- અને વિડીયો ક્લીપ દ્વારા સંદેશ પણ માણવા મળ્યા……જોઈએ અમુક અંશ….

 • આજ્ઞા- બાળ વક્તા- પાર્થ મોદી એ – અદ્ભુત નિરૂપણ કર્યું……શાસ્ત્રીજી મહારાજ  -શ્રીજી ના આપેલા -ત્યાગી ના નિયમ ધર્મ માં- એટલા તો દ્રઢ હતા કે- એમની શાખ- વડતાલ ના કોઠારી ગોરધન ભાઈ પૂરતા…….ગોરધન કોઠારી ના મતે- એ સમય ના વડતાલ ના ૨૦૦૦ સાધુઓ માં- શાસ્ત્રીજી મહારાજ ના સમાન કોઈ સાધુ ન હતો……એ અજોડ હતા…….લાખો ના મંદિરો બનતા છતાં- પોતાના ખીસા માં – રેલ્વે ની ટીકીટ કઢાવવા ના ચાર આના પણ ન મળે…..! અને એમના વચન માં એટલી સત્યતા કે- એ છડેચોક કહેતા કે- એમને જીવનમાં પસ્તાવા જેવું કોઈ કાર્ય કે નિર્ણય નથી કર્યો…..! અદ્ભુત અદ્ભુત…..
 • ઉપાસના- વિડીયો અને શાસ્ત્રીજી મહારાજ ની અસલ અવાજ ધરાવતા ઓડિયો દ્વારા માલજી સોની નો પ્રસંગ રજુ થયો…..કે જેમાં સ્વયમ ગોપાળાનંદ સ્વામી એ- ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર- એની ઓળખાણ કરાવેલી- એ સાંભળવા મળ્યો…..અદ્ભુત અવાજ હતો- શાસ્ત્રીજી મહારાજ  નો…! વળી- યુવાન વક્તા- યોગેશ પટેલે જણાવ્યું કે……વિવિધ વચનામૃત- ગ.મ.૨૧,ગ.પ્ર.૨૧,૭૧…૫૬..લોયા ૧૨…..અંત્ય-૩૮…..વગેરે પર થી શાસ્ત્રીજી મહારાજે પોતાની ઉપાસના અને સિધ્ધાંત ને હજારો સુધી ડંકા ની ચોટ પર પહોંચાડ્યા……! જુનાગઢ ના સદગુરુ સંત સ્વામી બાલમુકુન્દ દાસે ૪૦ થી વધુ મંદિરો માં- એ સમય માં -ગુણાતીત સ્વામી ની મૂળ અક્ષર -એમ લખેલી પ્રતિમા ઓ ધરાવેલી. એટલે -ગુણાતીત જ મૂળ અક્ષર – એ વાત એ સમયે જુનાગઢ માં ઠેર ઠેર- પ્રચલિત હતી……આમ અક્ષર પુરુષોત્તમ ઉપાસના – એ સાબિત થયેલી જ છે…..અને એજ સિધ્ધાંત પર જ શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું હતું….
 • સદભાવ- શાસ્ત્રીજી મહારાજ ના નિષ્ઠાવાન ભક્તો- મોતીભાઈ અને આશાભાઈ પર એક વિડીયો-નિરૂપણ  રજુ થયો…..ભગવાન, એમના મુકતો-સંતો અને એકાંતિક ભક્તો માં દિવ્યભાવ થી વર્તવું – એટલે જ સદભાવ….અને આ જ સત્ય ને- મોતીભાઈ અને આશાભાઈ એ જીવન માં સાંગોપાંગ ઉતાર્યું હતું…..મોતીભાઈ ના માથે તો -માથા ના વાળ જેટલું દેવું….અત્યંત ભીડો છતાં- શાસ્ત્રીજી મહારાજ એમને ભીડા માં રાખતા….પણ એ ભક્તરાજ ની ખુમારી એવી કે- સ્વામી ની મરજી એ જ આપનું પ્રારબ્ધ- એમ વિચારી ને અયાચક પ્રમાણે વર્તતા…..એટલી ઉચ્ચ નિષ્ઠા એમના માં હતી…….!
 • પક્ષ- યુવા વક્તા- નીલેશ બ્રહ્મભટ્ટે- શાસ્ત્રીજી મહારાજ ના જીવન ના વિવિધ પ્રસંગો- જેવા કે- સારંગપુર મંદિર માં મધ્ય ખંડ માં – લીંબડી દરબાર સામે થઇ ને અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા…..એનું વર્ણન કર્યું…..સામાન્ય રીતે ભગવાન નો પક્ષ રાખવો સહેલો હોય છે-પણ એમના ભક્ત નો પક્ષ રાખવો કઠીન હોય છે……અને શાસ્ત્રીજી મહારાજે એ જ કઠીન કાર્ય ડંકા ની ચોટ પર કર્યું…..

ત્યારબાદ- અક્ષર શું છે? સત્પુરુષ નો મહિમા…ભગવાન નો મહિમા શું છે? ગુરુ નો મહિમા શું છે? એ ઉપનિષદ ના શ્લોકો દ્વારા રજુ થયું…….શ્રીમદ ભાગવત અને ઉપનિષદ( મુંડક, કઠોપનિષદ વગેરે……) માં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન સ્પષ્ટ રીતે થયેલું છે…..

ત્યારબાદ- પ્રસંગોચિત- પ્રવચન માં- પુ.ઈશ્વરચરણ સ્વામી એ – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ના આ ચાર પક્ષ – પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ પ્રસંગો દ્વારા વર્ણવ્યા…….પ્રમુખ સ્વામી મહારાજે- આજીવન- ….શાસ્ત્રીજી મહારાજ ને આપેલા વચન નું પાલન કર્યું છે……યોગીજી મહારાજ ના રાજીપા ને જ પ્રાથમિકતા આપી છે…..અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત માટે ૧૧૦૦ થી વધુ મંદિરો- ૯૦૦ થી વધુ સાધુઓ અને લાખો-કરોડો હરિભક્તો તૈયાર કર્યા છે. એમાં  ઘનશ્યામ પટેલ( મૂળ અમેરિકા ના…હાલ દિલ્હી અક્ષરધામ માં છે…) જેવા અતિ નિષ્ઠાવાન ભક્તો તો સ્વામીશ્રી ને રાજી કરવા એમના એક વચને – પાંચ પાંચ વર્ષ સુધી રસોડા ના સાંકડા રેક  માં સુઈ ને કાઢ્યા હતા…….એવા પણ છે…..!

અદ્ભુત…અદ્ભુત……આ બધી દિવ્યતા…અહી જ છે…….! સ્વામી-શ્રીજી અહી જ પ્રગટ છે….એમાં રતીભાર પણ સંશય નથી…….

ત્યારબાદ- સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ……

 • સ્વામિનારાયણ ધુન્ય-૪ – ઓડીઓ સીડી પ્રગટ થઇ છે……
 • આવતા રવિવારે- અગાઉ જણાવ્યા મુજબ- પુ.બ્રહ્મદર્શન સ્વામી દ્વારા જ્ઞાન-સત્ર – અમદાવાદ ના અમુક વિસ્તાર ના હરિભક્તો અને શહેર ના બધા કાર્યકર્તા ઓ માટે છે…….સમય- સવારે- ૮ થી સાંજે ૬.૩૦ સુધી……રવિસભા- માત્ર નિયમ ધરાવતા હરિભક્તો માટે જ- ૪ થી ૬.૩૦ દરમિયાન- આ સાથે જ હશે……..અને રજીસ્ટ્રેશન પણ ત્યાં જ થશે……….હું જવાનો છું….તમે????? આ અદ્ભુત મોકો ચૂકવા જેવો નથી……..

તો આજની સભા- સર્વોપરી હતી- સર્વોપરી સિધ્ધાંત માટે હતી……સર્વોપરી ગુરુ…સર્વોપરી ભગવાન માટે હતી…….! જે સમજ્યે જ છુટકો છે બાકી- કોઈ કાળે છુટકો જ નથી………

થોડા માં ઘણું બધું સમજો……કારણ કે આ સત્સંગ છે……ભક્તિ છે……કોઈ મનોરંજન નથી.

જય સ્વામિનારાયણ….જય જય અક્ષર પુરુષોત્તમ……..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૬/૦૨/૨૦૧૪

” અને અષ્‍ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે. એવું જે પુરૂષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર….. તે રૂપે પોતે રહ્યો થકો પુરૂષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્‍પ નિશ્વયવાળો કહીએ”

——-ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-લોયા-૧૨——-

“નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ …..” આપણા મંદિરો -ઘરમંદિરો મા રોજ ગુંજતી આરતી ના સ્વરો મા- આ શબ્દો ગૂંથાયેલા આપણે રોજ સાંભળી એ છીએ- પણ કદાચ સમજીએ છીએ ઓછા……! નિર્વિકલ્પ એટલે શું? ઉત્તમ ભક્ત એટલે શું? એવા પ્રશ્ન અને એના જવાબ- લોયા વચનામૃત- ૧૨ મા થી મળે છે…..ઉત્તમ ભક્ત- એ જ અક્ષર……અને એ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સર્વોપરી પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી…..! બસ- “અક્ષર રૂપ થઇ ને એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી”  એ તત્વ સાથે ના વચનામૃત ગઢડા  મધ્ય ૨૧ -પર જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી ને નીકળ્યા હતા…..અને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ ને ૨૦૧૫- મા વસંતપંચમી ને દિવસે ૧૫૦ વર્ષ પુરા થાય છે……એ “શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ” ની ઉદઘોષ સભા- આજે હતી……અને સર્વોપરી અક્ષર પુરુષોત્તમ ના સિદ્ધાંત અને ઉપાસના- થી આજની સભા ગાજી ઉઠી……..!

આજે સભા વિશિષ્ટ હતી આથી સમય પહેલા પહોંચી ગયો અને આરામ થી ઠાકોરજી ના દર્શન કરવામાં આવ્યા…….તમે પણ કરો ધામ-ધામી અને મુક્ત ના મહા- દર્શન………

1604606_230862820435231_127760441_n

સભા ની શરૂઆત- યુવકો ના સ્વરે- અદભૂત રાગ મા થઇ………સ્વામિનારાયણ ધૂન્ય કેટલા રાગ-ઢાળ-લય મા થઇ શકે? વિચારવા જેવી વાત છે…..પણ એમાં ભાવ- જોડાણ એક જ…..હરિ નું રહે છે……..એ સત્ય છે.  ત્યારબાદ- કીર્તન રજુ  થયા……બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ના ….

 • નમન કરું બહુ નામી ..જય જય….યજ્ઞપુરુષ સુખકારી…..
 • શાસ્ત્રીજી મહારાજ નો સંગ……..

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન ચરિત્ર- જે વાંચે-સમજે એણે જ ખબર પડે કે યજ્ઞપુરુષ નો આટલો મહિમા કેમ?  સત્પુરુષ દ્વારા જ ભગવાન ની સાચી ઓળખાણ થાય છે……પ્રગટ રહે છે……એ સ્વયં હરિ ના વચનો ની સાતત્યતા અહીં જ દેખાય છે…..! ત્યારબાદ – એક વિડીયો સંવાદ દ્વારા રજુ થયું કે………”અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની વાસ્તવિકતા” શું છે?  મહાતીર્થ બોચાસણ મા – અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ સ્થાપન પ્રસંગે- મહારાજ ની મૂર્તિ સ્થાપિત થઇ પણ સ્વામી ની મૂર્તિ ન બેઠી…..હરિભક્તો ના અનેક પ્રયત્નો છતાં- તે ઉંચી જ ન થઇ અને છેવટે- શાસ્ત્રીજી મહારાજે- સ્વામી ની મૂર્તિ ને પ્રાર્થના કરતાં કહ્યું કે…..હે સ્વામી- તમારે કાજ- અપમાનો,ભીડા વેઠ્યા અને આ એક સિદ્ધાંત માટે વડતાલ છોડી નીકળ્યા……કૃપા કરી આપ યથા સ્થાને બિરાજો……! અને ચમત્કાર થયો ને મૂર્તિ એક ટાંકણા ના સ્પર્શ થી ઉંચી થઇ અને હરિભક્તો એ યથા સ્થાને ગોઠવી…….! એ અદભૂત દિવ્ય પ્રસંગ ને સ્મૃતિ ને એક સંવાદ મા ગુંથી ને- અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને- વિવિધ વચનામૃત- વડતાલ-૫, ગઢડા મધ્ય ૨૧, પ્રથમ-૨૧, પ્રથમ-૭૧…લોયા ૧૨ .વગેરે …આધારે સહજ સમજાવ્યો…અને અદભૂત બળ ની વાતો કરી…! અદભૂત..અદભૂત……!

ત્યારબાદ પૂ. સંતો દ્વારા- શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપલક્ષ મા- એમનાં પાયા ના ચાર સિદ્ધાંત- આજ્ઞા, ઉપાસના , સદભાવ અને પક્ષ- પર પ્રસંગ યોગ્ય પ્રવચન થયા……..પ્રથમ પ્રવચન મા- પૂ.યોગીનંદન સ્વામી એ “ઉપાસના ની દ્રઢતા” પર કહ્યું કે…..

 • ઉપાસના એટલે- આત્મા ના કલ્યાણ માટે- ભગવાન ની પાસે બેસવું……બીજા શબ્દો મા- જીવ ને એક ભગવાન સાથે જોડવો…..એમનાં સ્વરૂપ ને દ્રઢ કરવું……..
 • આપણા સંપ્રદાય મા- ઉપાસના ના ત્રણ મૂળભૂત પાયા  છે…..- ૧)સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે, ૨) ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે….. ૩) પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષ નું દ્વાર છે…….
 • અને ઉપરોક્ત ત્રણ પાયા ના સિદ્ધાંત કે પક્ષ કઈ રીતે સાબિત થાય? આ બ્રહ્મ સત્યો ની સાબિતી- વચનામૃત, સ્વામી ની વાતો, શાસ્ત્રો, ભગવાન/સત્પુરુષ ના જીવન અને કાર્ય પર થી થાય….
 • આજે સત્સંગ મા શ્રીજી – સત્પુરુષ દ્વારા પ્રગટ છે એમ કહેવું હોય તો- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના અત્યાર ના કાર્યો- જીવન ના પ્રસંગો ની સરખામણી- દેશકાળ ની સાપેક્ષ મા- શ્રીજી મહારાજ ના કાર્ય- અને ચરિત્રો સાથે કરી શકાય……..
 • આ ઉપાસના- જો દ્રઢ થાય- નિષ્ઠા પાકી થાય તો જીવન મા આમુલ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે……આથી જ સહજ માર્ગ એ છે કે- બ્રહ્મ હોય એની વાતો નિરંતર કરવી…..એના સંગ-સત્સંગ થી આ જીવ પણ બ્રહ્મ રૂપ થઇ જાશે…..

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના પરમ ભક્ત શિષ્ય- શ્રી ગુલઝારીલાલ નંદા( ભારત ના પ્રધાન મંત્રી-૧૯૬૪,૬૬) ના જીવન મા- એમનાં ગુરુ ની “આજ્ઞા” પાલન નો પક્ષ રજુ થયો. વિવિધ પ્રસંગો દ્વારા જાણવા મળ્યું કે- શ્રી ગુલઝારી લાલ નંદા – આટલા ઉંચા હોદ્દા પર હોવા છતાં એક પલ પણ આજ્ઞા -નિયમ-ધર્મ મા થી ચુકતા નહોતા….રોજ ૧૨૫ જપ માળા…..નિત્ય પૂજામાં- વચનામૃત અને સ્વામી ની વાતો નું પઠન…પંચ વર્તમાન નો દ્રઢ આગ્રહ…..ગઢડા મંદિર માટે પોતાની નવી મોટર વેચી દીધી……..!…અદભૂત હતા…..! ખરેખર-એ વાત તો સત્ય છે કે- તમે એક વાર નિયમ ધર્મ પાલન નો દ્રઢ નિર્ધાર કરો તો શ્રીજી પણ તમારી મદદ કરવા તત્પર રહે છે……!

ત્યારબાદ- પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી એ વચનામૃત -ગઢડા પ્રથમ-૩૪ ને આધારે “આજ્ઞા” પાલન પર વિશેષ ધ્યાન દોર્યું…….ભગવાન ના વચન ને લોપીએ તો દુઃખ આવે છે……અને પાલન કરીએ તો ભગવાન નો અનરાધાર રાજીપો વર્તાય છે…..સુખ વર્તાય છે……પુના ના સંજય ભાઈ અજમેરા હોય કે એટલાન્ટા નો હરિ…….સર્વે ભક્તો દ્રઢ આજ્ઞા નું પાલન કરી ને- શ્રીજી સ્વામી -ગુરુ ને રાજી કરી રહ્યા છે……

ત્યારબાદ વિડીયો પ્રવચન મા પૂ.ત્યાગવલ્લભ સ્વામી એ “સદભાવ” ની વ્યાખ્યા કરતાં કહ્યું કે- સદભાવ એટલે કે દિવ્યભાવ…..ભગવાન ના રાજીપા પ્રમાણે વર્તવું…….એ જે કરે છે -એ મારા સારા માટે જ કરે છે- એમ માનવું- એટલે કે સદભાવ…. સત્સંગ મા ભક્ત માત્ર નો મહિમા જાણવો અને એ પ્રમાણે વર્તવું- એટલે જ સદભાવ…….

ત્યારબાદ- અન્ય એક વિડીયો પ્રવચન મા- પૂ.મહંત સ્વામી એ “સંપ” વિષે કહ્યું કે- સંપ એટલે કે પક્ષ- અને પક્ષ એટલે કે- સત્સંગ, સંસ્થા અને સત્પુરુષ ને દ્રઢ પણે વફાદાર રહેવું………..અને જે હરિભક્ત નો પક્ષ રાખે- એ હરિ ને ગમે છે………શાસ્ત્રીજી મહારાજ ને વડતાલ સંસ્થા એ અપમાનિત કર્યાં…..છતાં- શંકરાચાર્ય ( જે વડતાલ વિરુદ્ધ હતા) ની મદદ ની વાત ને નકારી…….એ જ રીતે- લીંબડી ઠાકોર ને એક અવાજે સંભળાવ્યું કે- અક્ષર પુરુષોત્તમ મહારાજ તો મધ્ય મંદિર મા જ બિરાજશે…..” અને પોતાની શુરવીરતા દેખાડી……પક્ષ સાચવ્યો…..આમ સંપ- અર્થાત પક્ષ એટલે કે- when you are right and whole world is wrong…..do it……and if you are wrong and whole world is right….don’t do it…! અને સાથે સાથે આ પક્ષ- ઝનુન ન બનવો જોઈએ…..એ યાદ રાખવા નું છે……

ત્યારબાદ- આપણી સંસ્થા ના ૯ યોગેશ્વરો પૈકી ના એક વિદ્વાન સંત- પૂ.ભગવતપ્રિય સ્વામી( સંસ્કૃત શાસ્ત્રો મા ડોક્ટરેટ છે…..કલકત્તા મા હાલ સત્સંગ નું સુખ આપી રહ્યા છે…..અને સારંગપુર ખાતે- સંતો ના શિક્ષક તરીકે રહી ચુક્યા છે….આ વર્ષે એમને દીક્ષા ના ૭૫ વર્ષ પુરા થયા…..) એ આજે સભા ને પ્રવચન નું સુખ આપ્યું……એના અમુક અંશ….

 • આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું જ્ઞાન સામાન્ય નથી……કારણ કે એ જ્ઞાન આપનારા ભગવાન..શાસ્ત્રો..અને સત્પુરુષ સામાન્ય નથી………
 • સદભાવ- એ દિવ્યભાવ છે……..પૂ.ડોક્ટર સ્વામી કહે છે એમ- બેપ્સ-એક પરિવાર-એ સુત્ર ચરિતાર્થ થાવું જોઈએ…તો સદભાવ કહેવાય……
 •  સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- એ શાસ્ત્રોક્ત છે…..અને જો- શાસ્ત્ર નીં આ વાત ન મનાય તો- પોતાને હેત હોય એવા સત્પુરુષ અથવા ગુરુ ની આજ્ઞા મા રહેવું…..અને એની આજ્ઞા ના પાલન થી જ આ સિદ્ધાંત સમજાઈ જાય…..
 • સત્સંગ મા- જેટલી સમજણ- એટલું જ સુખ……
 • આપણે ભગવાન ના છીએ……….માયા ના નથી……એમ મનાય તો કલ્યાણ છેટું નથી……..

ત્યારબાદ- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ નો એક જુનો વિડીયો રજુ થયો- એમાં પ્રવચન આપતા બાપા એ કહ્યું કે- આ સત્સંગ ની સેવા…સિદ્ધાંત ની સેવા- એ સ્વયં શ્રીજી ની સેવા છે…….શાસ્ત્રીજી મહારાજ ની સેવા છે……! બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ મા શ્રીજી સ્વયં પ્રગટ હતા…..તેથી જ આવી તકલીફો-ભીડા ઓ વચ્ચે પણ આવા દિવ્ય કાર્યો થયા અને સત્સંગ ફેલાયો……અન્ય બીજા કોઈ થી આ કામ ન થાય……

ત્યારબાદ- સભા ના અંત મા- શાહીબાગ મંદિર ના કોઠારી સ્વામી અને પૂ.ભગવતપ્રિય સ્વામી …પૂ.યજ્ઞપ્રિય સ્વામી…..અને હરિભક્તો -સભા દ્વારા “ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમ મહારાજ ની દસે દિશા મા……” એમ ઉદઘોષ ગાન સાથે સમગ્ર સભા મા- આ સર્વોપરી સિદ્ધાંત ની ગુંજ પ્રસરી ગઈ………અદભૂત દ્રશ્ય હતું એ-…..અને આ સાર્ધ શતાબ્દી મહોત્સવ- અને એની પૃષ્ઠ ભૂમિ -જે સમજે- તે કલ્યાણ ને પામ્યો છે- એવી જ લાગણી થાય………

1620711_637178946320077_978489879_n

અંતે- ધૂન્ય-પ્રાર્થના-આરતી સાથે સભા ની પુર્ણાહુતી થઇ………

તો આજની સભા- જીવ માત્ર ના સહજ કલ્યાણ ની હતી…….એક ધ્યેય ની હતી- કે અક્ષર રૂપ થાવું અને પુરુષોત્તમ ની ભક્તિ કરી- અક્ષર ધામ ને પામવું………! સત્પુરુષ ની અતુલ્ય ગાથા ની હતી….કે જેણે પોતાના કાર્ય-જીવન દ્વારા- હરિ ની મરજી…..દસે દિશા મા ફેલાવી……..ડંકા ની ચોટ પર ફેલાવી……!

બસ- સત્સંગ- અને આ સિદ્ધાંત મા સમજતા રહો…….કારણ કે….”સખી સમજણ મા ઘણું સુખ છે ……..”

જય સ્વામિનારાયણ…….જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ…….સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય હો……!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૯/૦૨/૨૦૧૪

“પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય ?

…..શ્રીજીમહારાજે તેનો ઉત્તર  કરવા માંડયો જે, સ્‍નેહ તો  રૂપે કરીને પણ થાય છે તથા સ્‍વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. ……….વચને કરીને, દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું………દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્‍યારે તેને દેખીને તેના ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્‍નેહ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે,પરમેશ્વરનાં જ્યારે દર્શન કરવાં ત્‍યારે મને સહિત દષ્‍ટિને એકાગ્ર રાખીને કરવાં ………… પરમેશ્વરનાં દર્શન કરતાં કરતાં આડી અવળી દષ્‍ટિ કરવી નહિ, પરમેશ્વરનાં દર્શન તો પ્રથમ પહેલે નવીન થયાં હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું અલૌકિકપણું રહેતું જાયને એક દષ્‍ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દષ્‍ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી……….પ્રથમ જ્યારે મૂર્તિનાં દર્શન થાય છે ત્‍યારે તેને કેવું અલૌકિકપણું રહે છે તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્‍યારે તે ભક્તને ઉપર નિત્‍ય પ્રત્‍યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્‍ય પ્રત્‍યે નવીન ને નવીન હેત રહે છે. …….એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઇને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવાં. અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્‍નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વરને મોટા સાધુને સ્‍નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે…..”

——- ઇતિ વચનામૃતમ-સારંગપુર-૨———

તો -હરિ ની એ અતુલ્ય….અવિસ્મરણીય….આનંદકારી મૂર્તિ ને અંતરમાં ધારી ને – હૃદય મા વસાવી ને દર્શન કરવા….અને એક અદભૂત શુધ્ધ સ્નેહ- હરિ અને સત્પુરુષ સાથે જોડવો…..! કલ્યાણ નું આ એક સર્વોપરી સાધન છે…..જો સમજાય તો હરિ સહજ મા મળે. અને આજ ની સભા નો સાર આ જ હતો……..અક્ષર રૂપ થઇ એ તો પુરુષોત્તમ ની અસીમ ભક્તિ નો લાભ મળે……અને લાખો હરિભક્તો દ્વારા ઉજવાઈ રહેલી- શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી નો જ એક આ ભાગ હતો…….

ગયા રવિવારે તો સભા નો લાભ ન મળ્યો પણ આજે હું સમય પહેલા જ પહોંચી ગયો……શ્રીજી ના દર્શન -મનભરી ને કરવામાં આવ્યા……..અને હૃદય ને-જીવ ને રીચાર્જ કરવામાં આવ્યા…….તમે પણ આ દર્શન કરો….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભાની શરૂઆત- યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન્ય દ્વારા થઇ…….અદભૂત રાગ-અને તાલ…..હૃદય ના બધા જ તાર એ ધૂન્ય મા જોડાઈ ગયા…..! ત્યારબાદ- શ્રી શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ મા- કીર્તન રજુ થયું….”સ્વામી શ્રીજી નું એ નામ….સ્નીહ ગર્જના સમાન…..શુરા હોય તો સુણજો કાન…..કાચા પોચા નું નથી એ કામ…..” એ જાણે કે- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે ની શુરવીરતા નું દર્શન હતું…….ભક્તિ નો માર્ગ- આમેય શુરા નો જ છે…..ચાલે એને જ સમજાય….! ત્યારબાદ પરમ ભક્ત રણછોડ ભક્ત દ્વારા રચિત….” જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામી ને કાજે……” …….એ પણ શુરવીરતા નું જ એક પદ હતું…..

ત્યારબાદ પૂ.વિવેક જીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા -ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- સારંગપુર- ૨ વચનામૃત પર અદભૂત વિવરણ થયું…….ભગવાન ની મૂર્તિ નું અખંડ સુખ કઈ રીતે લેવું? ભગવાન અને સત્પુરુષ નો સ્નેહ કઈ રીતે પ્રાપ્ત કરવો? એ બધા યક્ષ પ્રશ્નો ના -યુધિષ્ઠિરીય ઉત્તર …ચાલો જોઈએ…..સારાંશ મા….

 • આ જીવ ને…આ મન ને- વિષયો તરફ સહજ ઢાળ છે……યોગીબાપા કહેતા કે- સંસાર મા જીવ જોડવો એ ક્ષુલ્લક કામ છે…..ભગવાન સાથે અખંડ વૃતિ જ – કલ્યાણ નું સાધન છે…..
 • મન ને સંપૂર્ણ પણે ભક્તિ મા પરોવ્યા વિના -સુખ આવતું નથી અને કલ્યાણ થાતું નથી……..
 • પ્રખ્યાત ટાઈમ મેગેઝીન અને MIT જેવી ઇન્સ્ટીટયુટ – “મન ને કેવી રીતે એકાગ્ર કરવું” એના પર અઢળક રીસર્ચ કરે છે…….અને આ માટે રીતસર ના ક્લાસ ચાલે છે…..નિષ્ણાતો- લાખો ની ફી લઈને- લોકો ને મન ની એકાગ્રતા-શીખવાડે છે…..જયારે ભારતીય શાસ્ત્રો- સંતો આ સદીઓ થી રોજબરોજ ના જીવન ના ભાગ રૂપે શીખવાડી રહ્યા છે….પણ અફસોસ કે આપણે એના પ્રત્યે બેદરકાર છીએ…….
 • મન એકાગ્ર થાય તો જ -કોઈ પણ કાર્ય મા સફળતા મળે છે……..
 • જે ભક્ત સંપૂર્ણ પણે- નેત્ર અને શોત્ર-ને એક હરિ મા જોડી ને દર્શન-ભક્તિ-ઉપાસના કરે છે- તેની સાથે ભગવાન અને સત્પુરુષ ને સહજ સ્નેહ થાય છે…..અને દીન પ્રતિદિન નવીન વધતો જ જાય છે……
 • ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે- સર્વ ક્રિયા ઓ -એક ભગવાન ને જોડી ને જ કરવી………ભજન કરતાં કરતાં- ક્રિયા ઓ કરવી…..તો જ અક્ષર રૂપ થવાય…..
 • અને સતત અભ્યાસ થી જ મન ની એકાગ્રતા સિદ્ધ થાય છે……..અને મન ની એકાગ્રતા વગર- ભક્તિ મા રહેવાતું નથી…..હરિ નું હેત મળતું નથી…….

ત્યારબાદ- સુરત કિશોર મંડળ દ્વારા- રજુ થયેલો એક અદભૂત સંવાદ “અદભૂત છે તમારું જ્ઞાન” વિડીયો સ્વરૂપે રજુ થયો……સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને તેની સાથે સંકળાયેલા અનેક સંશયો -શંકાઓ-પ્રશ્નો……નું સમાધાન- માત્ર વચનામૃત ને આધારે- સહજ ભાષા મા રજુ થયો………અદભૂત…..અદભૂત……! જોઈએ અમુક કડીઓ….હરિભક્તો માટે….

 • સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના સંદર્ભ- સ્વયં શ્રીજી ના મુખે- વચનામૃત- ગઢડા પ્રથમ-૭,૨૧,૭૧…..મધ્ય-૩૧…લોયા-૭,૧૨ વગેરે મા થી મળે છે…….આ સિવાય પણ ઘણા વચનામૃત છે……
 • આ સિવાય- અક્ષર બ્રહ્મ ની વાતો…સત્પુરુષ ના મહિમા ની વાતો…. ના સંદર્ભ- અને અન્ય સંશયો ના જવાબ- ગઢડા મધ્ય ૬૦, વાર્તાલ નું ૫ મુ,  ગઢડા પ્રથમ નું ૩૦, મધ્ય-૩૧, અંત્ય-૨૬, વાર્તાલ-૧૪, સારંગપુર-૧૦……વગેરે મા થી મળી શકે…….

હવે સાબિત શું કરવા નું? ઉપરોક્ત વચનામૃત વાંચો- સ્વામી ની વાતો વાંચો…..હરિલીલા કલ્પતરુ વાંચો…વેદ્રસ કે ઉપનિષદો વાંચો- શ્રીમદ ભાગવત વાંચો………ઠેર ઠેર- અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની હાજરી દેખાય છે………સમજુતી દેખાય છે……..! અંતે તો બ્રહ્મ સત્ય આ જ છે- જે આ સિદ્ધાંત સમજશે- એ જ કલ્યાણ ને પામશે…..

ત્યારબાદ- એક વિડીયો સંદેશ મા- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે- આ જ વાત કરી- કે “અક્ષર રૂપ થઇ ને- પુરુષોત્તમ ની ભક્તિ કરવા ની છે…..” અને એ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે………ગુણાતીતાનંદ સ્વામી – તો મૂળ અક્ષર હતા…..ભગવાન ના સર્વોચ્ચ..અનન્ય ભક્ત હતા…..અને ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે……..અહિયા- ઉત્તમ ભક્ત થઇ ને- હરિ ને ભજવા ની વાત છે……અને દરેક ભક્તે પોતાના સંપ્રદાય- ભગવાન-શાસ્ત્રો અને સત્પુરુષ વિષે જાણવું ખુબ જરૂરી છે…….એનો અભ્યાસ જરૂરી છે…….”

અને ત્યારબાદ એક સર્વોપરી જાહેરાત થઇ…….

 • શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી વર્ષ ઉપલક્ષ મા- અમદાવાદ ના બધા હરિભક્તો અને કાર્યકરો માટે- બે અલગ અલગ બેચ અને તારીખે- જ્ઞાન સત્ર થવા નું છે……..તારીખ- ૯/૩ અને ૨૩/૩ – બંને દિવસ રવિવાર છે- સ્થળ- શાહીબાગ મંદિર…….સમય- સવારે 8 થી સાંજે ૬.૩૦ સુધી……રજીસ્ટ્રેશન ફરજીયાત છે……અને એના માટે ફી પણ છે- આથી- આપણા જે તે એરિયા ના કાર્યકરો-મંદિર નો સંપર્ક કરવો………અને બંને બેચ માટે- એરિયા પણ અલગ અલગ છે……ક્ષેત્ર ૧,૨ માટે- ૨૩/૩ છે તો ક્ષેત્ર-૩ માટે- ૯/૩
 • આ અદભૂત મોકો ચૂકવા જેવો નથી…….જે સર્વોપરી સિદ્ધાંત પર આપણો સંપ્રદાય છે…….બેપ્સ છે…….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડી ને નીકળ્યા હતા…….તેનું મૂળ જાણવું- એ દરેક હરિ ભક્ત ની ફરજ છે……

તો- આજ ની સભા- બસ એક સર્વોપરી સિદ્ધાંત- સર્વોપરી ગુરુ…સર્વોપરી ભગવાન માટે જ હતી………જે સમજ્યા વગર કોટી કલ્પે પણ કલ્યાણ થવાનું નથી……તો બસ- આ બ્રહ્મ સત્ય ને સમજી રાખો……

રાજી રહેશો……

જય સ્વામિનારાયણ…….

રાજ