પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય, તો પણ…. જે પોતાને પૂર્ણકામ ન માને …… અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક-વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી…… ’ એવું જેને અજ્ઞાન હોય….. , તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી………
અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઇચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે…..
માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય, તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહીં.”
વચનામૃતમ- ગઢડા પ્રથમ-9
સત્સંગ માં આવ્યા પછી પણ નિષ્ઠા માં અધૂરપ હોય તો સત્સંગ આગળ વધ્યો જ નથી- એમ કહેવાય…….સર્વોપરી..સર્વાવ્તારી….સદાયે પ્રગટ એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા…..એમના ધારક સત્પુરુષ મહંત સ્વામિ મહારાજ રૂપે ગુણાતીત સાક્ષાત મળ્યા પછી પણ જો નિષ્ઠા માં ડગમગાટ હોય …પોતાને પૂર્ણકામ ન માનતો હોય …..તો શું કહેવું??? જો નિષ્ઠા દ્રઢ હોય તો- સત્સંગ સાંગોપાંગ ચડ્યો કહેવાય…..અને આજની સભા- એ જ ગુણાતીત નિષ્ઠા …એ જ પ્રત્યક્ષ ભગવાન માં પૂર્ણ શરણાગતિ માટે ની હતી…..
સભા સમયસર શરૂ થઈ……કોલકાતા થી પૂ. ભગવતસ્વરૂપ સ્વામિ પધાર્યા હતા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…..


સભાની શરૂઆત- પૂ. દિવ્યકિશોર સ્વામિ અને યુવકો દ્વારા ધૂન અને કીર્તન થી થઈ…..
મુક્તાનંદ સ્વામિ રચિત “હરિ ગુણ ગાતા…..” પૂ. દિવ્ય કિશોર સ્વામીએ રજૂ કર્યું…..ત્યારબાદ એક યુવકે જોગીબાપા ના મહિમા નું ગાન કરતું પદ ” જોનારા ઝડપાણાં..” રજૂ કર્યું…..ખરેખર યોગીબાપા ના સ્નેહ નો- સાધુતા નો જાદુ જ એવો હતો કે કોઈ એક વાર એમના દર્શન કરે- એ પછી એમની દિવ્યતા થી બચી ન શકે…!!! અને છેલ્લે એક યુવકે…” મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે…..” રજૂ કર્યું…..વિખ્યાત ચારણ કવિ – દુલા ભાયા કાગ દ્વારા રચિત આ કીર્તન – એમની જોગીબાપા પ્રત્યે ની ભક્તિ નું ધ્યોતક હતું…….અને જોગાનુજોગ આજના દિવસે – એ જ મહાન કવિરાજ નો ૧૧૬ મો જન્મ દિવસ પણ હતો…..!!! તાંદળજા ની ભાજી ને તોડતા યોગીબાપા ને જોઈ કવિ કાગ એટલા બધા મોહી ગયા કે- જીવન ના છેલ્લા શ્વાસ સુધી એ યોગીજી મહારાજ ના થઈ ને રહ્યા..!!!
ત્યારબાદ પૂ.પ્રિય સ્વરૂપ સ્વામિ એ – બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ – ના અતુલ્ય ગુણાતીત ગુણ- એક ભગવાન માં જ આસક્તિ અને જગત પ્રત્યે ઉદાસીનતા – નું અદ્ભુત વિવરણ – રસપ્રદ પ્રસંગો સાથે કર્યું……વચનામૃત અને શિક્ષાપત્રી ના શબ્દો- જીવંત દેખાય તેવું જીવન સ્વામીશ્રી જીવ્યા હતા….દિલ્હી અક્ષરધામ ની જમીન પ્રાપ્ત થયા બાદ સર્વ પ્રથમ ઠાકોરજી ના ચરનારવિંદ પાડવા ના હોય કે- બાયપાસ ની સર્જરી વખતે – હરિકૃષ્ણ મહારાજ ના થાળ- દર્શન ની ચિંતા હોય …સ્વામીશ્રી માટે સર્વ પ્રથમ- શ્રીજી મહારાજ જ આવે…..એમના સિવાય કશું જ નહીં…….અને એ જ વાત આજે પણ મહંત સ્વામી મહારાજ ના જીવન માં દેખાય છે….!
ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના તારીખ- ૧૬-૧૮ નવેમ્બર -દરમિયાન બોચાસણ ખાતે ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લિન્ક દ્વારા જોઈ શકાશે…..
ત્યારબાદ કોઠારી પૂ. આત્મ કિર્તિ સ્વામી એ – ગઢડા પ્રથમ-૯ ના વચનામૃત ને આધારે – સત્સંગ માં અચળ નિષ્ઠા….પૂર્ણ કામ પણું ..સત્પુરુષ નો મહિમા- વગેરે પર અદ્ભુત પ્રવચન કર્યું…આપણે અહી એના સારાંશ માત્ર નો આસ્વાદ લઈશું……
- ગઢડા પ્રથમ-૭૧ માં પણ શ્રીજી એ આ જ સમજણ ની વાત કરી છે …..આપણે બધા સાધક સ્થિતિ માં છીએ…..અને આ સાધના ની સ્થિતિ માં સ્થિરતા જ સર્વસ્વ છે……જો આ સાધના ની સ્થિરતા ન હોય…અચળ નિષ્ઠા ન હોય……કામના ઑ પૂર્ણ ન મનાઈ હોય તો- દેશકાળ આવતા જ જીવ ની સ્થિરતા ડગી જાય છે…..
- માયા ને લીધે જીવ પોતાને પૂર્ણ કામ નથી માનતો…..અને સ્થિરતા નથી આવતી…..પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આ સાધના માં આપણી અને ભગવાન વચ્ચે કશું પણ ( અર્થાત માયા નો અંશ ભાગ પણ) રહેવું ન જોઈએ…..અને એ માટે જીવે પોતે પુરુષ પ્રયત્ન કરવો પડે તો સામે- ભગવાન અને સંત પણ એવા પુરુષાર્થી જીવ ને મદદ કરવા – પોતાનો દિવ્ય ભાવ દર્શાવે છે…..
- પણ જો જીવ એ દિવ્ય ચમત્કાર ની અપેક્ષા રાખી ને બેસી રહે તો તેનું સત્સંગ માં વર્તમાન પણ બગડે છે ….જીવ માં અસંતોષ રહી જાય છે ..કહેવાય છે કે- સત્સંગ માં જીવે ઉડતા પહેલા ચાલતા શીખવું પડે…અર્થાત પાત્રતા વગર- ભગવાન અને સંત ની દિવ્યતા -એશ્વર્ય સમજાતા નથી…….એશ્વર્ય જોયા પછી પણ જીવ માં નિષ્ઠા ની -સ્થિરતા ની કમી રહે છે…..દેશકાળ આવતા જ – એ સત્સંગ માં થી પડી જાય છે……
- એટલા માટે જ સત્સંગ માં – સમજણ- પાત્રતા કેળવવી…..બ્રહમરૂપ થવું….અને એ થશે તો મોટા પુરુષ ની વાત..વચન માં દ્રઢ વિશ્વાસ રાખવો……અને એમને રાજી કરી લેવા…..એમ થશે તો- જીવ ને મોટા પુરુષ નું સ્વરૂપ ઓળખાશે..સમજાશે……અને મહિમા સમજાશે…..જીવ એમની સાથે જોડાઈ બ્રહમરૂપ થશે…અને પરબ્રહ્મ ના સ્વરૂપ ને જીવ માં દ્રઢ કરી- એને પ્રાપ્ત કરી શકશે………………
- મહંત સ્વામી મહારાજ બધા હરિભક્તો- સંતો ને દિવ્ય માને છે……બધા નો મહિમા સમજે છે અને એટ્લે જ એક અખંડ સહજ આનંદ એમના માં વર્તે છે…….જોગીબાપા કહેતા કે- એમના માં એક ભગવાન અખંડ રહ્યા છે…અને આ વાત જેમને સમજાણી..તેમનું કલ્યાણ થઈ ગયું……..એવી જ રીતે- ઋષિકેશ માં ૧૯૮૭ માં- એક ગાય પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજે જે ગહન હેત વરસાવ્યું અને સામે ગાયે પણ એ જ રીતે સ્વામી પ્રત્યે હેત વરસાવ્યું- તે પ્રસંગ ના વિડીયો દર્શન થયા…..મહંત સ્વામી મહારાજે સંતો ને એ ગાય વિષે કહ્યું કે- એ ગાય નહોતી પણ સાક્ષાત ગંગાજી હતા…!! કેવી અદ્ભુત..દિવ્ય દ્રષ્ટિ….! આપણી લૌકિક દ્રષ્ટિ ને આ વાત માં કશું અલગ ન લાગે પણ – આ વાત બુધ્ધિ-તર્ક થી પર છે…….જે ગુણાતીત ને જ સમજાય……!!!
- માટે જ તેલ પડી ના ધંધા જેવા આ સંસાર માં થી – સત્પુરુષ રૂપી – સત્સંગ રૂપી પારસમણિ માટે સમય કાઢી લઈએ….તો જીવન સુવર્ણ બની જાય- જીવ નું કલ્યાણ થઈ જાય…….માટે જ સત્સંગ માં સમજણ રાખવી……મોટા પુરુષ ને ઓળખી લેવા……એમનો મહિમા સમજી લેવો……જીવ માં દ્રઢ કરી લેવો અને તેમની આજ્ઞા માં સારધાર રહી તેમને રાજી કરી લેવા……એ રાજી થશે તો-…. માયિક દ્રષ્ટિ ટળશે…..જીવ પરબ્રહ્મ ને ભજવા પાત્ર થઈ શકશે ….
- માટે જ ભગવાન અને મોટા પુરુષ પાસે સંસાર ના સુખ કરતાં – મોક્ષ માંગવો……દ્રઢ સ્વરૂપ નિષ્ઠા માંગવી……સમજણ માંગવી……પ્રત્યક્ષ ભગવાન ને ઓળખી એમને રાજી કરી શકાય તેવી બુધ્ધિ-બળ માંગવા……..
અદ્ભુત…..અદ્ભુત…!!! સમગ્ર સત્સંગ નો સાર અહી જ સમાઈ ગયો છે…..જો આપણ ને આટલું સમજાશે તો યે- બ્રહમરૂપ થવા ના માર્ગ માં કોઈ વિઘ્ન નહીં આવે…….
સભા ને અંતે- રાજકોટ- તારીખ ૫ થી ૧૫ ડિસેમ્બર સુધી યોજાવા ના અદ્ભુત અને ભવ્ય- પ્રમુખ સ્વામી મહારાજ ૯૮ મા જન્મ જયંતિ મહોત્સવ – ના આયોજન- ઉતારા માટે ની …….અગત્યની જાહેરાત થઈ…….
રાજકોટ જન્મજયંતી ઉતારા અંગે જાહેરાત
તો આજની સભા – જીવ ને બ્રહમરૂપ કઈ રીતે કરવો…….પ્રગટ પ્રમાણ શ્રીજી ને પ્રત્યક્ષ ગુણાતીત માં કઈ રીતે ઓળખવા- સમજવા અને જીવ માં દ્રઢ કરવા તેના પર હતી……જીવન માં જો એક ભગવાન અને મોટા પુરુષ પ્રત્યે જ આસક્તિ હશે તો- અક્ષરધામ નું સુખ છતે દેહે અહી જ મળશે……..સહજ આનંદ – અંતર માં હમેંશા રહેશે…!
જય સ્વામિનારાયણ…….સદાયે “પ્રથમ શ્રીહરિ ને રે…”
રાજ