Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૧૯/૦૮/૨૦૧૮

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ (પ્રશ્નો) આવે છે………., તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે………..?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે,

૧) પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન (આત્મનિષ્ઠા)

૨) તથા માયિક એવાં જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન(સાંખ્ય નિષ્ઠા)

૩) તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન ( સ્વરૂપ નિષ્ઠા) 

………એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી.


વચનામૃતમ- ગઢડા મધ્ય-૬૦

શ્રાવણ માસ ચાલે છે અને તપ-જપ ની સાથે સાથે મેઘરાજા નું પણ ધમાકેદાર આગમન થઇ ગયું છે……બસ , શ્રીજી આમ જ વરસતા રહે …તેવી તેમના પાવન ચરણો માં પ્રાર્થના…!! આજની સભામાં – સંસાર ના દલદલ માં પણ જલકમલવત …અર્થાત ગીતા કહે છે તેમ સ્થિતપ્રજ્ઞ ..કઈ રીતે રહેવાય ?? તેના ઉત્તર પર – સ્વયમ શ્રીજી ના અમૃત વચનો પર અદ્ભુત વિવરણ થયું……..

સભામાં સમયસર પહોંચી ગયા…….સર્વ પ્રથમ હિંડોળે ઝુલતા મારા નાથ ના અદ્ભુત દર્શન……

સભાની શરૂઆત- સારંગપુર થી પધારેલા સંત ના મુખે થઇ…..શાંત સ્વરે વહેતો સ્વર….શબ્દ ની ગંગા….જીવ ને સ્પર્શી ગઈ……ત્યારબાદ હિંડોળા ઉત્સવ ને રંગ આપતા એક પદ ” હિંડોળો ઘનશ્યામ હરી નો અતિ રૂપાળો લાગે રે……” એક યુવક ના મુખે રજુ થયું….ત્યારબાદ પુ. સંત ના મુખે , મુક્તાનંદ સ્વામી રચિત ..” મારે ઘેર આવ્યા રે …સુંદરવર શામળિયો……” રજુ થયું……..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન ” હરિવર હીરલો રે…….” એક યુવક દ્વારા એક અલગ જ અંદાજ માં રજુ થયું…….!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અટલાદરા ખાતે ના તારીખ- ૧૧-૧૨ ઓગસ્ટ ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……જેના નીચેની લીંક દ્વારા દર્શન થઇ શકશે…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૬૦ પર આધારિત પ્રવચન નો અદ્ભુત લાભ- અનેક પ્રસંગો- ઉદાહરણો દ્વારા મળ્યો……સ્વામી એ કહ્યું કે- મનુષ્ય નું જીવન જ અજીબ છે..સંસાર માં સુખ દુખ આવે જ છે……પણ જયારે ભક્તિ કરતા દુખ આવે ત્યારે જીવ ડગી જાય છે……અને પ્રશ્ન થાય છે કે- આટઆટલી ભક્તિ છતાં -મારા માથે દુખ કેમ??? દાદા ખાચર જેવા પરમ ભક્ત કે જેના ઘરે સ્વયમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેતા હતા છતાં – વારસાઈ ના કેસ માટે ૧૭-૧૭ વર્ષ – શ્રીજી ના પ્રત્યક્ષ આશીર્વાદ છતાં – ધક્કા ખાવા પડ્યા…….! બીજો કોઈ હોય તો- તે તૂટી જાય….પણ આ તો દાદા ખાચર હતા….! માટે જ આવા પ્રશ્ન ન થાય તે માટે- ગઢડા મધ્ય-૬૦ માં શ્રીજી એ કહ્યું છે તેમ- સાંખ્ય સિદ્ધ કરવા નું છે…આત્મ નિષ્ઠા દ્રઢ કરવા ની છે અને – ભગવાન ના સ્વરૂપ…મહિમા ને જીવ્સ્થ કરવા નો છે…….! જો- આ ત્રણેય વાત સિદ્ધ થશે તો- કોઈ દુખ…પ્રશ્ન કે વિક્ષેપ – આપણ ને ડગાવી નહિ શકે……..અને બ્રહ્મરૂપ સહેજે થવાશે…..!!!

પુ.સ્વામી એ અઢળક ઉદાહરણ આપ્યા પણ – મેં અહિયાં ફક્ત સાર માત્ર નો ઉલ્લેખ કર્યો છે….!

ત્યારબાદ- પુ.અક્ષરવત્સલ સ્વામી એ – બેપ્સ અમૃત હર્બલ કેર દ્વારા- હરિભક્ત માત્ર ની જરૂરીયાત પૂરી કરવા- ભોજન ના મસાલા ઓ ( ડુંગળી-લસણ-હિંગ વગર ના શુદ્ધ-સાત્વિક) ના લોન્ચિંગ ની વાત કરી……! ખરેખર જેની જરૂરીયાત વર્ષો થી અનુભવાતી હતી…..બજાર ના મસાલાઓ માં હિંગ ની ભેળસેળ થી શુધ્ધતા પર શંકા રહેતી હતી…..તેની ખોટ આજે પૂરી થઇ…! સ્વામી એ – સ્લાઈડ શો થી દર્શાવ્યું કે- બજાર માં મળતા મસાલાઓ- મરચું/હળદર/કે અન્ય ગરમ મસાલા ઓ માં શી રીતે- શાની ભેળસેળ થાય છે……અને આપણા નવીન મસાલા કઈ રીતે અલગ છે…..! ટૂંકમાં- પ્રત્યેક હરિભક્ત માટે અનિવાર્ય એવા – મસાલા હવે હાજર છે……વસાવવા માં આવશે…..

IMG_20180819_185241

ત્યારબાદ- પુ. બ્રહ્મવિહારી સ્વામી એ- સિંગાપોર થી પધારેલી આર્કિટેક ટીમ – RSP કે જે આપણા અબુધાબી માં નિર્માણ પામી રહેલા મંદિર નિર્માણ સાથે સંકળાયેલી છે- તેની ઓળખ આપી….મહિમા કહ્યો અને તેમનું અને મંદિર નિર્માણ ની અબુ ધાબી ની ટીમ નું પુ.ઈશ્વર ચરણ સ્વામી ના હસ્તે સન્માન થયું…..! આપના મંદિરો અને સંતો થી આ જગવિખ્યાત આર્કિટેક ફર્મ એવી તો પ્રભાવિત થઇ કે- પોતાની ફી ના ૧૦% મંદિર નિર્માણ માં  કરવાની છે…..એ એના એમડી- કે જે એક ચાઇનીઝ વ્યક્તિ છે તેણે પોતાની સેલેરી  ૧૦% મંદિર નિર્માણ માં દાન કરવાનો સંકલ્પ કર્યો …!!! અદ્ભુત…અદ્ભુત….!!! આ ટીમ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન-મુલાકાત માટે અટલાદરા પહોંચી હતી અને મહંત સ્વામી મહારાજે – અબુધાબી મંદિરનિર્માણ નો મહિમા કહ્યો…..અને એવું મંદિર રચવાની વાત   કરી કે જે- હજારો વર્ષ સુધી અકબંધ રહે…….!! ખરેખર મોટા પુરુષ ના સંકલ્પો એટલા બળિયા હોય છે કે- જે અશક્ય ને પણ શક્ય બનાવે છે…..

IMG_20180819_192442

પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ જાહેરાત કરી કે- ૨ જી સપ્ટેમ્બર સાંજે- સત્પુરુષ ના પાવન પગલા અમદાવાદ ના આંગણે થવા ના છે અને એમના દર્શન-સમીપ દર્શન- સેવા- વિવિધ દિન-ઉત્સવ -કથા વાર્તા નો લાભ છેક ૨૩ સપ્ટેમ્બર સુધી અમદાવાદી ઓ ને મળવા નો છે……..! આનંદો..અમદાવાદીઓ..આનંદો…….!!

IMG_20180819_193048IMG_20180819_192805

તો- આજની સત્સંગ સભાની ફલશ્રુતિ એ જ કે- જીવન માં ભગવાન નો- મોટા પુરુષ નો આશરો દ્રઢ રાખવો……..એમના મળ્યા પછી આપણું પ્રારબ્ધ- એ એમની મરજી….એમ વિચારી ને જીવી જવું..પણ એ માટે -સર્વ ઇન્દ્રિયો ને અંતર્મુખી કરવી પડશે…આપણે દેહ નથી પણ આત્મા છીએ -એ સત્ય ને દ્રઢ કરવું પડશે…..અને આ જગત…..આજુબાજુ ના સુખ સાધનો…..દેહ ના સગા….સબંધી સર્વે નાશવંત છે…….રાખ ના ઢગલા છે…તેમ સમજવું પડશે..દ્રઢ કરવું પડશે…..! પ્રથમ દ્રષ્ટિ એ આ અઘરું લાગે છે….પણ એક વાર અક્ષરબ્રહ્મ પુરુષ સાથે દ્રઢ પ્રીતિ થશે…..એટલે બધું સહજ થઇ જશે…! બસ……..- ડ્રાઈવર ની સીટ- સત્પુરુષ અને શ્રીજી ને સોંપી..નચિંત થઇ જાઓ…!!!!

કર્મ કરવા- એ જ આપણું કર્તવ્ય………!!! કર્મયોગ જ આપણું જીવન………બાકી બધું એનું..!!

જય સ્વામિનારાયણ………..સમજણ માં જ સુખ છે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા -૨૩/૦૭/૨૦૧૭

” અહી તો સાક્ષાત મહારાજ અને સ્વામી બિરાજે છે……….માટે જેને દુખ ટાળવું હોય તેણે (અક્ષર) દેરી ની માનતા કરવી…..”


અક્ષર દેરી -ગોંડલ ના મહિમા વિષે વાતો કરતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

આ વર્ષ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે…….જે ૨૫/૧/૨૦૧૮ સુધી ઉજવાશે…..અને અક્ષરદેરી નો મહિમા – એના ગુણગાન જીવમાત્ર સુધી પહોચશે…….અને સર્વ ના કલ્યાણ નો માર્ગ સહજ થશે………! આજની સભા એ – સર્વોપરી માહાત્મ્ય ને સમજવાની…..માણવા ની હતી…….!

ગઈ રવિસભા માં નીલકંઠ વરણી ની અયોધ્યા થી બદ્રીનાથ સુધી ની યાત્રા ની ફિલ્મ દર્શાવવા માં આવી હતી જેથી અહી એના વિષે કોઈ વિશેષ પોસ્ટ ન મૂકી શકાઈ . આજની સભામાં તો સમયસર પહોંચી ગયા…મેઘરાજા પોતાના મિજાજ માં છે…….પણ હરિભક્તો એમ થોડા અટકે….!!! આજનો સભાખંડ સંપૂર્ણ પણે ભરેલો હતો……એ એની સાબિતી હતી. સર્વ પ્રથમ જગત ના નાથ ના દર્શન ( હરિયાળી અમાવાસ્યા)…..

20248214_1916557365298760_2562888236536064776_o

સભાની શરૂઆત પુ.પ્રેમવદન સ્વામી ના સુરીલા કંઠે – સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ……અને અત્યારે ચાલતા હિંડોળા ઉત્સવ ના પદો થી સંતો એ મનોચક્ષુ સમક્ષ એ અદ્ભુત હિંડોળા પ્રસંગો….એની અનેરી છટા ના આબેહુબ દર્શન કરાવ્યા……! જોઈએ એ પદ…

 • “ઝૂલણ કે દિન આયે……- રચયિતા- પ્રેમાનંદ સ્વામી…..સ્વર- પુ.પ્રેમવદન સ્વામી
 • “ઝુલાવું પ્યારા હિન્ડોરે……”- રચયિતા- પ્રેમાનંદ સ્વામી…..સ્વર- પુ.પ્રેમવદન સ્વામી
 • “આવો ઘનશ્યામ ….ઝુલાવું હિંડોરના મેં…..”- રચયિતા- બ્રહ્માનંદ સ્વામી….સ્વર- પુ. વિવેકમુની સ્વામી

અદ્ભુત…..અદ્ભુત……..!

ત્યારબાદ પુ. હરીચિંતન સ્વામી ના મુખે રસાળ શૈલી માં- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના અતિ નિર્માની સ્વભાવ…દાસાનુદાસ ગુણ નો મહિમા- પ્રસંગો સાથે કહેવામાં આવ્યો……..અંત્ય ૩૯ ના વચનામૃત માં શ્રીજી એ કહ્યું છે કે …માયા અને અજ્ઞાન એટલે “હું અને મારું..” જ્યાં સુધી આ અહં મમત્વ ન છૂટે ત્યાં સુધી ..અજ્ઞાન ટળતું નથી……એ માટે દાસાનુદાસ ગુણ અનિવાર્ય છે……અને …મહંત સ્વામી મહારાજ ના આ ગુણ માં – યોગીબાપા નો જાણે કે સાક્ષાત અનુભવ થાય છે………સંતો ને દંડવત હોય કે અશક્ત સંત ની વ્હીલચેર ને દોરી લઇ જવાની વાત હોય…….કે તેમના પ્રવચનો માં – દાસાનુદાસ વર્તવા ની વાત નો નિરંતર ઉલ્લેખ હોય………..એ સર્વ નો સાર એક જ છે કે – સત્પુરુષ નો માલિકી નો આ ગુણ- દાસાનુદાસ વર્તવા નો ગુણ…..ખુબ જ બળીયો છે……જે ભલભલી તાકાત થી ન થઇ શકે એ કાર્યો આ દાસાનુદાસ વર્તવા થી થઇ શકે……!!! જીવન માં આ જ ઉતારવા નું છે………….

ત્યારબાદ સ્વામીશ્રી અત્યારે અમેરિકા-કેનેડા ની વિચરણ યાત્રા એ છે……એના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…….જેના દર્શન આપણે સૌ નીચેની લીંક પર થી કરી શકીશું…….

આશીર્વાદ…….

http://www.baps.org/Vicharan/2017/09-July-2017-11720.aspx?CM_id=236250

ત્યારબાદ પુ.યજ્ઞ પ્રિય સ્વામી જેવા અનુભવી..વિદ્વાન સંત દ્વારા અક્ષર દેરી મહિમા-ઈતિહાસ”પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો………….સમગ્ર ઈતિહાસ તો અહી વર્ણવી શકાય તેમ નથી ( એ માટે “શ્રી અક્ષર તીર્થ”….અથવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ચરિત્ર – પુસ્તક નો સહારો લઇ શકાય…) છતાંય ટૂંકમાં કહેવું હોય તો….

અક્ષરદેરી એટલે જ અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ ….. જુનાગઢ મંદિર માં સતત ૪૦ વર્ષ..૪ માસ…૪ દિવસ મહંત તરીકે સેવા ઓ આપી ….સોરઠ માં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા વગાડી……અતિ નિષ્ઠાવાન સત્સંગ સમાજ તૈયાર કરી……..સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ ગોંડલ માં જુના સ્વામિનારાયણ મંદિરે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી અને તેમના અંતિમ સંસ્કાર જે સ્થળે કરવામાં આવ્યા તે આ મહા તીર્થ સ્થાન જેવું……અક્ષર દેરી તીર્થ…!

૨૮ નવેમ્બર, ૧૮૬૭થી ગોંડલના મહારાણી મોંઘીબા અને ગણોંંદના મહારાજા અભયસિંહ દરબારની દેખરેખ નીચે અક્ષરદેરી બનાવાનું કામ શરુ થયું…….. ૨૯ જાન્યુઆરી,૧૮૬૮ના દિવસે કામ પૂર્ણ થયું…….. અક્ષરદેરીના માળખાની પ્રેરણા ગોંડલમાં આવેલ નવલખા પેલેસના ઝરૂખામાંથી લેવામાં આવી છે………. પછી વસંતપંચમીના દિવસે જૂનાગઢના બાલમુકુન્દ સ્વામીએ સ્વામીનારાયણના પવિત્ર પગલાની સ્થાપના કરી સાથે મોંઘીબા દ્વારા અક્ષર અને પુરુષોત્તમની છબી મુકવામાં આવી……………….

કહેવાય છે કે દેવપોઢી એકાદશીના દિવસે નારાયણજી નામના હરી ભગતને ગુણાતિતાનંદ સ્વામીએ સપનામાં આવીને કહ્યું કે અક્ષરદેરીએ ત્રણ શિખર બદ્ધ મંદિર બનાવો.જે એમણે એમના શિષ્યો- હરિભાઈ અમીન, શંકરભાઈ અમીન વગેરે દ્વારા શરુ કર્યું……ઘણા વિઘ્નો આવ્યા….છતાં ડગ્યા વિના  જમીન લેવા સંબંધી કાર્યવાહી હરિભાઈ અમીન કરી રહ્યા હતા…મહારાજ ના કારભારી ચંદુભાઈ વિધ્યાધીકારી અને વિરેન્દ્રભાઈ ના સહકાર થી..સમજુતી થી….હરિભાઈ અમીન ને  મહારાજા માત્ર ૨૫૦૦૦ રૂપિયામાં જમીન આપવા તૈયાર થયા……. આ સમાચાર આપતા તેમણે  શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ૧,૦૪૦૦૦  રૂપિયામાં તે જમીન આપવાનું કબૂલ કર્યું છે.” આ સાંભળી હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજ કહેઃ “એટલી રકમ ન હોય!” હરિભાઈ કહેઃ “સ્વામી! કેટલી રકમ વ્યાજબી કહેવાય?” ; “પચીસ હજાર.” શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. હરિભાઈ તો આ સાંભળી સ્તબ્ધ બની ગયા. પરંતુ વિશેષ આશ્ચર્ય તો તેઓને ત્યારે થયું જ્યારે ગોંડલ મહારાજાએ દોઢ લાખ રૂપિયાની કિંમતે ખોજા નૂરમહંમદ શેઠને વેચેલી આ જમીન, તે વેચાણખત રદ કરીને પચીસ હજાર રૂપિયાની મામૂલી રકમમાં વેચવાનું નક્કી કર્યું………… પરંતુ ત્રણ શરત મૂકી—-  મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, અક્ષરદેરીની ઉપર મંદિર બનવું જોઈએ અને ઓછામાં ઓછો ૧૦ લાખ ખર્ચ થવો જોઈએ………………. રાજ્યના હિતમાં એક પાઈનું પણ નુકસાન સહન ન કરનાર ભગવત સિંહ મહારાજાએ આટલી સામાન્ય રકમમાં અક્ષરદેરીની જમીન આપી તે શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા છે……….ગુણાતીત ની જ મરજી છે…શ્રીજી નો જ રાજીપો છે…….!

૧૮ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મહારાજની હાજરીમાં અક્ષર મંદિરનું ભૂમિ પૂજન કર્યું. અક્ષરસ્વરૂપદાસ સ્વામીની દેખરેખ તથા  સ્વામી જ્ઞાનજીવનદાસ અને બીજા સંતો સ્વયંસેવકોની મદદ થી મંદિરનું કામ શરુ થયું. ૨૪ મે, ૧૯૩૪માં મંદિરમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે અક્ષરપુરુષોત્તમની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી તથા જ્ઞાનજીવનદાસજી  સ્વામીને મહંત તરીકે નીમવામાં આવ્યા…………યોગીજી મહારાજે અનેક વર્ષ તે સેવા ને અતિ કષ્ટ વેઠી ને જીવ થી નિભાવી……અને મંદિર ને અદ્ભુત વિસ્તાર્યું………પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની ભાગવતી દીક્ષા………મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામી જેવા સદ્ગુરુ સંતો ની પાર્ષદતરીકે ની દીક્ષા અહી જ થઈ છે……….

અને ઉપર કહ્યું તેમ……અહિયાં જીવમાત્ર ની શુભ મનોકામનાઓ..સંકલ્પો પુરા થાય છે…તે માટે આ સ્થાન નો મહિમા વિશેષ છે…………………

અદ્ભુત……અદ્ભુત……..! અક્ષર દેરી નો મહિમા તો જેટલો સમજીએ તેટલો ઓછો છે……………….એ માટે આ પોસ્ટ ની જગ્યા ઓછી પડે……!!!!!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…………

 • આવતા રવિવારે- બાળ મંડળ માં થી યુવક મંડળ માં જનારા ( ધોરણ- ૯ માં પ્રવેશ પામનારા) નવયુવાનો માટે ની પ્રેરણા સભા છે…………સર્વે યુવકો એ- પરિવાર સહીત હાજર રહેવું….
 • આવતીકાલ થી શ્રાવણ માસ ની શરૂઆત થઇ રહી છે……….સંતો ની નિત્ય પારાયણ – શાહીબાગ મંદિરે શરુ થશે………..સમય- સવાર નો છે…………..આ સાથે નિયમ ના ઉપવાસ-વ્રત-તપ માટે પણ તૈયારી કરવી..ખટકો રાખવો…….

તો- આજની સભા – અક્ષર…અક્ષરદેરી…..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત……ગુણાતીત પરંપરા ના મહિમા ને સમજવા ની…જીવ્સ્થ કરવા ની સભા હતી…………….એ મહિમા સમજ્યા વિના સત્સંગ માં પ્રગતિ શક્ય જ નથી…….મોસ્ખ તો દુર ની વાત છે…………માટે- ગુણાતીત નો મહિમા….સમજવા ગોંડલ- અચૂક જવું……અક્ષરદેરી નો મહિમા અચૂક અનુભવવો…!

જય જય અક્ષર પુરુષોત્તમ…….જય જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૩/૦૮/૨૦૧૫

“….પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા………… તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય…………. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય…….”

=========================

વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩

૧૯ ડીસેમ્બર-૨૦૧૫ ના રોજ સારંગપુર મહાતીર્થ સ્થાને -અદ્ભુત ઉત્સવ આવી રહ્યો છે…..આપણા ગુરુહરિ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મજયંતી ઉત્સવ…….બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના શબ્દો મા……પ્રમુખ સ્વામી નો જન્મ જયંતી ઉત્સવ ફાસ્ફૂસ થી ન ઉજવવો…..ધામધૂમ થી ઉજવવો…..અને લગભગ ૮ વર્ષ પછી આપણા માટે ગુરુહરિ ને વધાવવા ની અમુલ્ય તક છે……તો ચાલો …જગત ની ચિંતા છોડી…સેવા માટે સારંગપુર નીકળો…….!!! આવો મોકો ફરી નહી મળે……..આ તો કલ્યાણ નો માર્ગ છે…..અક્ષરધામ પ્રાપ્તિ નું સાધન છે…….

તો આજ ની રવિસભા- શ્રાવણ માસ ની પારાયણ ની……..સત્પુરુષ ના મહિમા ને સમજવા ની…….શ્રીજી ના ચરિત્રો દ્વારા એમના મહિમા ને સમજવા ની હતી……..

સભાની શરૂઆત મા હમેંશા ની જેમ મારા વ્હાલા ના ….આપણા વ્હાલા ના હિંડોળે ઝૂલતા દર્શન……

11902402_458701644318013_6864987625213013490_n

શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય અને કીર્તન થી થઇ…….”ઝુલાવું પ્યારા હિંડોળે” પ્રેમાનંદ રચિત કીર્તન મિત્ર નીરજ વૈદ્ય ના કર્ણપ્રિય અવાજ મા અદ્ભુત હતું……..ત્યારબાદ પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા શ્રીહરીલીલામૃતમ ( આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત) ની પારાયણ ,યજમાનો દ્વારા પૂજા વિધિ-સંકલ્પ થી થઇ…….શ્રીજી મહારાજ ને -અમદાવાદ ના સુબા- વિઠોબા દ્વારા તેલ ના કુવા મા ફેંકી ને મારવા ના ષડયંત્ર ના પ્રકરણ નું પઠન કરતા સ્વામી એ કહ્યું કે……

 • જયારે જેતલપુર નો મહાયાગ શ્રીજી એ કર્યો -એ જોઈને વામ માર્ગી બાવા બળી ઉઠ્યા અને અમદાવાદ ના સુબા ને ઉશ્કેરી શ્રીજી ને મારી નાખવા નો પ્લાન કર્યો….પણ શ્રીજી તો સ્વયમ પૂર્ણ પુરુષોત્તમ- એમના આગળ સુબા ની બધી ચાલાકી ઓ નિષ્ફળ ગઈ……જ્યાં સુધી સુબો છે ત્યાં સુધી-શ્રીજી અમદાવાદ મા નહિ આવે- એવું કહી શ્રીજી ચાલી નીકળ્યા અને પછી નો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ એમ- સુબા નું ટૂંક સમય મા પતન થયું અને અંગ્રેજો નું રાજ આવ્યું…..શ્રીજી એ ધામધૂમ થી અમદાવાદ મા પુનઃ પ્રવેશ કર્યો……
 • એમ શ્રીજી નું ધાર્યું થાય……..જગત ની કે આવા અસંખ્ય બ્રહ્માંડો ની પણ ભગવાન આગળ કોઈ વિસાત નથી……તો સુબો શું કરી શકે???
 • પણ ભગવાન નો અને સત્પુરુષ નો મહિમા- જગત ના સુખ મા મસ્ત….રચ્યા પચ્યા રહેતા જીવ ને સમજતો નથી…..
 • એક સત્પુરુષ જ જીવ  ને ભગવાન નો મહિમા જેવો છે એવો સમજાવી શકે…….
 • જેને ભગવાન નો દ્રઢ આશરો છે તે અંતર થી સદાયે નિર્ભય…..સુખી હોય છે……..ભલે ને ભગવાન કસની કરે……જીવ દ્રઢ ભાવે શ્રીજી નો આશ્રિત જ રહે છે…….એ જેમ કરે-એમાં જ સુખ સમજે છે…..

અદ્ભુત…….અદ્ભુત………………..! ત્યારબાદ આવનારી પારાયણ ની જાહેરાત થઈ…………અને સભા ને અંતે સ્વામી શ્રી ના વિચરણ નો વિડીયો દર્શન થયા…….

અદ્ભુત વાત બીજી એ હતી કે- પેરેલલ ચાલતી યુવક સભા મા આજે પ.ભ. કલ્પેશ ભાઈ ભટ્ટ નું પ્રવચન હતું………..જો કે અમને લાભ ન મળ્યો પણ -તેનું રેકોર્ડીંગ મળશે તો બધા સાથે ગુલાલ કરવા મા આવશે……જુઓ નીચેની લીંક…..!

(નીચેની લીંક છે- જે મોબાઈલ રેકોર્ડેડ હોવાથી ગુણવત્તા ઓછીવત્તી હોઈ શકે છે……)

http://chirb.it/nByh9r

રાજી રહેજો……..જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૦/૦૭/૨૦૧૪

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,……….

“કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી ? ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી ?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે……….

“જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે……….. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે.”

———–ઇતિ વચનામૃતમ- પંચાળા-૫———–

સત્સંગ માં – વિવેક અને સમજણ- એ બે અગત્ય ના- અનિવાર્ય સાધનો છે…જેના વગર સત્સંગી પોતાના ધ્યેય- પુરુષોત્તમ ને પામતો નથી. આજની સભા- આ “વિવેક” પર હતી. વચનામૃત ના ઘણા સુવર્ણ પૃષ્ઠો પર સ્વયમ શ્રીજી એ માની ને- માન વાળા ભક્ત ને – નિમ્ન ગણ્યો છે…..ગઢડા પ્રથમ-૪૧, ૫૬..૬૨….વગેરે વચનામૃતો માં “માની” ભક્ત ના પતન ની વાત- શ્રીજી એ કરી છે……તો આના થી ઉલટું – પંચાળા ના ઉપરોક્ત વચનામૃત માં શ્રીજી એ “માન” રાખવા નું કહ્યું છે……..પણ સવાલ છે …ક્યાં માન રાખવું? અને ક્યાં ન રાખવું? – એ યક્ષ પ્રશ્ન નો સુંદર જવાબ પણ ઉપરોક્ત વર્ણવ્યો છે. આમ, સત્સંગ માં જો “વિવેક- ( અર્થાત ક્યાં આગળ ..કઈ રીતે વર્તવું) ” હોય તો- પછી જોવું ન પડે…….! તો આજ ની સમગ્ર સભા- સત્સંગ માં- વિવેક, સમજણ અને પક્ષ પર હતી…….

આજે હું પરિવાર સાથે – સભામાં ગયો આથી સ્વાભાવિક છે એમ- મોડો પહોંચ્યો……..આથી દર્શન બંધ હતા પણ ઠાકોરજી ના મનભાવન દર્શન નો લાભ સભા પછી લેવામાં આવ્યો………અત્યારે હિંડોળા ચાલે છે…..તો ચાલો કરીએ એ અદ્ભુત દર્શન……

10526150_274516766069836_9192048306997770299_n

10409408_274517599403086_7135342247656914305_n

સભામાં ગોઠવાયા ત્યારે- પુ.શુક્મુની સ્વામી ના કંઠે- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું કીર્તન “પ્યારું પ્રમુખ સ્વામી નામ……” પૂરું થયું હતું અને સભામાં- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થઇ રહ્યું હતું. સમૂહ ગાન – નો એક એક શ્લોક- અને શબ્દ- અગાધ છે…….જો સમજાઈ જાય- અને જીવાઈ જવાય- તો શ્રીજી ની પ્રાપ્તિ અને પ્રતીતિ પાકી…!

ત્યારબાદ- પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા- અને વિદ્વાન સંત ના મુખે- ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- પંચાળા -૫ ના વચનામૃત પર રસપ્રદ -બળવત્તર પ્રવચન થયું. જોઈએ અમુક અંશ…….

 • સમગ્ર વચનામૃત માં- શ્રીજી એ “માની” ને નિમ્ન ગણ્યો છે……પણ આ વચનામૃત માં સ્વયમ શ્રીજી એ ” માન” રાખવા ની આજ્ઞા કરી છે……પણ ક્યાં? એ ના ઉત્તર માટે- એ વચનામૃત વાંચવું પડે……
 • ભગવાન , ભગવાન ના સંત અને ભક્ત- ના વિષે કોઈ ઘસાતું બોલે તો- સાંભળી ન લેવું……પણ તીખા શબ્દો નો પ્રયોગ કરી – માન રાખી ને- પણ -ભગવાન-સંત અને ભક્ત નો પક્ષ રાખવો………”રે શિર સાટે નટવર ને વરીએ….” ની જેમ……!
 • પક્ષ માટે- માથું પડે તો એ પીછે હઠ ન કરવી…..એમાં જ ભગવાન રાજી છે…..
 • પણ સત્સંગ માં- માન- અભિમાન-શ્રીજી ને સ્વીકાર્ય નથી જ……ભક્ત ના માન નું ખંડન થાય- એવું જ શ્રીજી કરે છે….પુ.મહંત સ્વામી કહે છે એમ- આપણે ભગવાન આગળ – લૌકિક સુખો ની માંગણી કરીએ છીએ- પણ સત્સંગ માં “માન ક્યાં મળે છે” એમ શોધતા ફરીએ છીએ…..
 • ભગવાન ની માપ પટ્ટી- અલગ છે………તમે ગમે તેટલું દાન કરો- નિયમ ધરમનું પાલન કરો – તપ કરો કે વ્રત કરો…..પણ અંતર શુદ્ધ ન હોય તો- શ્રીજી એને સત્સંગ માં મોટેરો ગણતા નથી……જયરે પર્વતભાઈ જેવા સાવ ગરીબ પણ અંતર ના શુદ્ધ ભક્ત ને મુક્તાનંદ સ્વામી જેવા મુક્ત ગણ્યા છે…..
 • ગઢડા મધ્ય ૬૦- ૬૧ પ્રમાણે- પોતાના ગુરુ-સત્સંગી અને ભગવાન ( ઇષ્ટદેવ) નો હમેંશા પક્ષ રાખવો…….શ્રીજી એ પક્ષ રાખનાર પર રાજી રહે છે…..
 • પોતાના સગા-વ્હાલા માં જેવું હેત છે- એવું ભગવાન અને ભગવાન ના સંત માં રાખે- તો પોતાને આત્મ સત્તા રૂપ મનાય- અને પક્ષ નું બળ મજબુત બને……અને જીવ નું કલ્યાણ થાય…….
 • ભગવાન, સંત અને ભક્ત- નો પક્ષ રાખે- એને તો બ્રહ્મ હત્યા ના પાપ માં થી મુક્તિ મળે……..બીજા બધા સાધન- આ એક પક્ષ માં આવી જાય……અને જે પક્ષ ન રાખે- એ કાયર છે…..એમ શ્રીજી કહે છે…..
 • આપણે- પક્ષ નથી રાખી શકતા કારણ કે- આપણા ઇષ્ટદેવ-સત્પુરુષ અને સત્સંગ વિષે- આપણો અભ્યાસ ઓછો છે……ઈસ્વીસન ની ૧૮૨૩ ની એશિયાટીક જર્નલ કહે છે કે- ભગવાન શ્રી સ્વામિનારાયણ જો ગુજરાત માં ન વિચર્યા હોત તો- ગુજરાત નો સામાજિક વિકાસ ન થયો હોત…….એવું એમનું માહાત્મ્ય ઇતિહાસ કહે છે…..આમ ઇતિહાસ – ની સાક્ષી એ માહાત્મ્ય જાણવું- અને નિષ્ઠા દ્રઢ કરવી- પક્ષ નું અંગ મજબુત કરવું.
 • આપણ ને મળેલો- સત્સંગ-સત્પુરુષ અને શ્રીજી- સર્વોપરી છે……એ અનુભવ ને આધારે- છાતી ઠોકી ને કહી શકો છો……..પ્રગટ પુરાવા નજર સમક્ષ છે……
 • માટે- સત્સંગ માં તો- નિયમ,નિશ્ચય અને પક્ષ- એ જ સર્વોપરી- અને પક્ષ રાખે એ જ સાચો સત્સંગી……..

અદ્ભુત……અદ્ભુત………! એટલા  માટે જ જેમ બને તેટલો- વધારે અભ્યાસ કરતા રહો- સંશોધન કરો- સંતો- શાસ્ત્રો ના સંપર્ક માં અખંડ રહો- તો સમજાય કે આપણ ને જે મળ્યું છે- તે કેવું છે? પુ.ઈશ્વરચરણ  સ્વામી એ પણ આ વાત ને આગળ ધપાવી- અને સત્સંગ ની -પક્ષ ની સર્વોપરિતા ની વાત કરી……….એમણે કહ્યું કે- ગુરુ ની આજ્ઞા પળાય……..એમની દરેક ક્રિયા માં નિર્દોષ ભાવ રહે- તો સમજવું- કે હવે આપણે આત્મ સત્તા રૂપ થયા છીએ……..અને પક્ષ નું અંગ દ્રઢ થયું છે….

એ પહેલા- સારંગપુર મહાતીર્થ સ્થાને બિરાજમાન- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની વિચરણ લીલા ઓ નો વિડીયો રજુ થયો……..બાપા ના મુખ પર તેજ અને તરવરાટ જ એ વાત નું દ્યોતક છે કે- સાધુતા…દિવ્યતા…..શ્રીજી નું પ્રગટ પ્રમાણ અહી જ છે…….અહી જ છે…..! વળી- “વડતાલ ગામ ફૂલવાડી રે …” વિડીયો સાથે- સમગ્ર સભા ઝૂમી ઉઠી………

ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાતો થઇ…….

 • આવતા રવિવાર- ૨૭/૭ થી શ્રાવણ માસ ની શુભ શરૂઆત થઇ રહી છે……અને એજ દિવસ થી સંત ના મુખે પારાયણ પણ….! વિસ્તાર-વિસ્તાર પ્રમાણે અલગ અલગ- સંત અને સમય છે…….
 • પુ.ડોક્ટર સ્વામી સ્વયમ- શાહીબાગ મંદિરે- તા-૭/૮ થી ૧૪/૮- એમ સતત ૮ દિવસ- પ્રાતઃસભા માં સત્સંગ પ્રવચન નો લાભ આપવા ના છે…….આનંદો..અમદવાદીઓ…..આનંદો…!
 • ૨૭/૭ ના રોજ- બાલિકા મંડળ ની પારાયણ ની પણ શરૂઆત થઇ રહી છે……સ્થળ – શાહીબાગ મંદિર- સમય- ૧૨ થી ૪
 • સિધ્ધાંત પોથી- ભરાઈ ગયા બાદ ક્યાં જમા કરાવવી?- તો એની જાહેરાત અમુક સમય બાદ કરવા માં આવશે- ત્યાં સુધી એને પોતાની પાસે જ સાચવી ને રાખવી……
 • આવતીકાલે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને અન્ય બે સંતો- અમેરિકા જઈ રહ્યા છે……..અક્ષરધામ ના નુતન મંદિર ની પ્રતિષ્ઠા નિમિત્તે

તો- આજની સભા- સત્સંગ- માં- સમજણ-વિવેક અને પક્ષ ની હતી……..યાદ રાખવું- “જે ભગવાન નો પક્ષ રાખે……એનો પક્ષ ભગવાન હમેંશા રાખે છે……”

ચાલો ત્યારે સત્સંગ માં- આ સાધનો દ્રઢ કરી રાખજો…….જય સ્વામિનારાયણ…..

રાજ

 


1 Comment

BAPS રવિસભા-તા ૦૪/૦૮/૧૩

..પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો જે…” હે મહારાજ..! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું સાધન કયું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…”જયારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંત ની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી તેને એક ગામ નું રાજ્ય આવે અથવા પાંચ ગામ નું રાજ્ય આવે અથવા પચાસ ગામ નું રાજ્ય આવે અથવા સો ગામ નું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વી નું રાજ્ય આવે તોપણ સંત ની આગળ જેવો કંગાળ હતો ને દિન આધીન રહેતો  તેવો ને તેવો જ પ્રીતિ યુક્ત થકો દિન આધીન રહે ;તેમજ  ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક નું રાજ્ય પામે તો પણ સંત ની આગળ  tતેવો ને તેવો જ દિન આધીન રહે . અને ત્યાગી હોય ને જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંત ની ટેલ-ચાકરી કરતો હોય , તેવ ને તેવી જ પોતામાં ભગવાન જેવા  એશ્વર્ય આવે તોપણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ ને બરોબરિયા પણું કરે નહિ……એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે…….”

————————- વચનામૃતમ -ગઢડા મધ્ય ૨૫ ———————

એક ગહન પ્રશ્ન……….સત્સંગ માં મોટેરો કોને કહેવાય?  જવાબ સ્વયમ શ્રીજી એ આપ્યો છે…ગઢડા પ્રથમ ના ૨૮, ૫૮ ,૭૬ માં શ્રીજી એ કહ્યું છે કે – જે સત્સંગ માં દાસાનુદાસ , અતિ નિર્માની પણે વર્તે છે….એ જ મોટેરો છે…….તો આજની રવિસભા આ બ્રહ્મ સાર પર જ હતી……આ દિવ્ય સત્સંગ છે…અક્ષર સત્સંગ છે- જ્યાં માન -મોટયપ -કપટ કે વિષય વાસના ને સ્થાન જ નથી……તો- બસ આ જ સાર ને જીવન માં પકડી રાખવો…..તો જ સત્સંગ માં ટકી રહેવાય…

તો આજે …હરિકૃપા થી આકાશ ચોખ્ખું હતું અને સુરજ ના ઝળહળતા દર્શન થયા…..અને મંદિરે પહોંચ્યા બાદ હિંડોળા માં ઝુલતા મારા વ્હાલા ના દર્શન……વિસ્ફારિત….નેત્રે કરવામાં આવ્યા……

હિંડોળે ઝૂલે મારો નાથ.....

હિંડોળે ઝૂલે મારો નાથ…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય-કીર્તન સંતો ને મુખે થઇ રહ્યા હતા…..”તમે મારા થયા..હું તમારો થયો…….આવો આવો સહજાનંદ સ્વામી…” શરણાગતિ નો અદ્ભુત ભાવ દર્શાવતું કીર્તન મેં પ્રથમ વાર જ સાંભળ્યું અને ગમ્યું……

ત્યારબાદ- જેમ બધા ને જ્ઞાત છે તેમ- રવિસભા એ જ્ઞાન સભા છે…તો પછી તન ની જાળવણી નું જ્ઞાન પણ કેમ ન હોય?  પ્રખ્યાત વૈદ્ય -મહેન્દ્ર વ્યાસ કે- જે શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ -અમદાવાદ- ના આયુર્વેદિક ડીપાર્ટમેન્ટ “નિરામય” સાથે સંકળાયેલા છે- તેમણે – ગ્રીષ્મ( જેઠ,અષાઢ) અને વર્ષા( શ્રાવણ, ભાદરવો)  ઋતુઓ માં- શું ખાવું-પીવું…..શું ધ્યાન રાખવું એના પર સ્લાઈડ્સ દ્વારા પ્રસ્તુતિ કરી……ઘણા બધા સંશયો દુર થઇ ગયા…દાખલા તરીકે….તમે જાણો છો કે- પાકું પપૈયું – ખાવા માં ઠંડુ હોય? દીવેલ…ગરમ હોય? ……ત્યારબાદ- આજકાલ આધુનિક પેઢી ને નડતા સર્વ સામાન્ય પણ જીવલેણ રોગો…બીપી, ડાયાબીટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ પર એમણે છણાવટ કરી…….એન્ટી ડાયાબીટીક ગોળીઓ લઈને- મીઠાઈ ઓ ઝાપટતા હરિભક્તો..ચેતો…ચેતો…!

ત્યારબાદ સંતો ના મુકે અન્ય એક કીર્તન સાંભળવા મળ્યું……” આવ્યો શ્રાવણ માસ અનુપ …હિંડોળો માંન્ચ્યો રે…..”..પ્રેમસખી દ્વારા રચિત આ કીર્તન- શ્રાવણ માસ કે જે બુધવાર થી શરુ થઇ રહ્યો છે – એના સ્વાગત માટે જ સર્જાયું-ગવાયું હોય એમ લાગ્યું…….બાકી હરિ ને હિંડોળે ઝુલતા જોવા- એ એક મહા ઉત્સવ થી વિશેષ કઈ નથી…..!

ત્યારબાદ સત્સંગ મધ્યસ્થ કાર્યાલય માં યુવા પ્રવૃત્તિ ની જવાબદારી સંભાળતા પુ.વિવેક મુની સ્વામી એ – ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- વચનામૃત ના ગઢડા મધ્ય -૨૫ ………પર આધારિત પ્રવચન દ્વારા સમજાવ્યું કે…..

 • સત્સંગ માં મોટેરો એટલે કે- દાસાનુદાસ વર્તે- અને જે અત્યંત નિર્માની હોય…..
 • સત્સંગ માં આપણો પ્રવેશ- શ્રીજી અને સત્પુરુષ ના રાજીપા અને પ્રસન્નતા માટે જ થયો છે……આથી એમની આજ્ઞા ને વશ રહેવું….વર્તવું…
 • મુક્તાનંદ સ્વામી કહે છે એમ- આ જીવ ને “હું” ભાવ ટળે એટલે હરિ નિકટ જ છે……
 • પાકા સત્સંગી નું લક્ષણ- એટલે કે દાસાનુદાસ પણું……દાસ પણું -એ સત્સંગ નું માધ્યમ છે…જે હોય તો જ આગળ વધાય……
 • દાસ ભાવ હોય તો નમ્રતા આવે- અને સત્સંગ માં મોટેરા- એમની નમ્રતા થી ઓળખાય……આપની ગુણાતીત પરંપરા ને જોઇલો……યોગીજી મહારાજ કે આજે પ્રમુખ સ્વામી મહારાજ…….અતિ વિનમ્ર હમેંશા રહ્યા છે…..દાસ ભાવે- સર્વ હરિજનો ની સેવા પણ સ્વયમ કરેલી છે…..સાષ્ટાંગ દંડવત કરેલ છે….

ત્યારબાદ- સભા એના અંત તરફ આગળ વધી અને અમુક જાહેરાતો થઇ…..

 • બેપ્સ હર્બલ્સ દ્વારા નીમ અને ફ્લેક્ષ -ઓઈલ ની કેપ્સૂલ્સ લોન્ચ થઇ છે…..
 • આવતા બુધવાર થી- શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે…..અમદાવાદ શાહીબાગ મંદિરે રોજ સવારે- ૮-૯.૧૫ -કથાવાર્તા નો લાભ રોજ મળશે……
 • બાળ પારાયણ -પણ ધર્મ સદન ના પ્રથમ માળે શરુ થવાની છે…..તો બાલિકા પારાયણ- ૧૧-ઓગસ્ટ ના રોજ- બપોરે ૧૨ વાગ્યે શરુ થશે……સ્થળ- નીચેનો પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ -સભા ગૃહ…..

તો- આજ ની આ બ્રહ્મ સભા- જ્ઞાન સભા…..તન-મન-જીવ ના કલ્યાણ ની સભા હતી…….શ્રીજી મહારાજ ના વચનો ને જો શિર મોર માનતા હોય તો- સત્સંગ માં દાસાનુદાસ રહેવું…….અત્યંત નિર્માની પણે…નમ્ર ભાવે વર્તવું…….યાદ રાખો- આપણે તો એક શ્રીજી ને રાજી કરવા છે……સત્પુરુષ ને રાજી કરવા છે…..

જય સ્વામિનારાયણ………સર્વ સત્સંગીઓ ને- સાષ્ટાંગ દંડવત સાથે……………

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૮/૦૭/૨૦૧૨

ગયા રવિવારે હું સવારે પુ. સ્વામીશ્રી ના દર્શન મા જઈ શક્યો પણ રવિસભા નો લાભ ન લઇ શક્યો. પણ આજે સવાર થી જ નક્કી હતું કે રવિસભા ને – આજે તો મિસ નથી જ કરવી……..સવારે સ્વામીશ્રી ના દર્શન મા ન જઈ શક્યો, પણ સાંજે એ બધી જ કસર વ્યાજ સહીત વસુલ થઇ ગઈ. વરસાદ ની રાહ જોવાય છે- પણ મેઘરાજા તો જાણે કે રીસાઈ જ ગયા છે. હિંડોળા ઉત્સવ નો આરંભ થઇ ચુક્યો છે પણ વાતાવરણ ના “હિંડોળા ઉત્સવ”  ની હજુ જાણે કે શરૂઆત જ નથી થઇ….! બસ શ્રીહરિ ને પ્રાર્થના કે- જીવમાત્ર ની ક્ષુધા-તૃષા  શાંત થાય……

સભામાં પહોંચ્યા અને હમેંશ ની જેમ-ઠાકોરજી ના અદભુત દર્શન……તમે ઠાકોરજી ના શણગાર જુઓ તો ખબર પડે કે – દર્શન શું છે?? નજરો….ગાત્રો એક પલ માટે તો સ્થિર જ થઇ ગયા. મને ક્યારેક વિચાર આવે છે કે – ઠાકોરજી ના આવા અદભુત શણગાર પાછળ- સંતો- પુજારી સંતો ની કેટલી મહેનત હશે???  પણ – હરિભક્તો – કે દર્શનાર્થી – ના મુખ પર સંતોષ ની આભા જોઈને – આ મહેનત સફળ જણાય છે.

આજ ના અદભુત દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા ધૂન કીર્તન ની શરૂઆત થઇ રહી હતી. “આવો પધારો માણીગર , કે જોવું તમારી વાટડી…..” પ્રેમાનંદ સ્વામી ના કીર્તન થી – એક ભક્ત ના – પોતાના સ્વામી પ્રત્યે ના ભાવ નું હુબહુ નિરૂપણ થયુ. ત્યારબાદ- પુ. વિવેકશીલ સ્વામી દ્વારા પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯ ના વિચરણ પ્રસંગો નું વિવરણ રજુ થયું. તેનો સાર હતો…..

 • અધ્યાત્મ અને સત્સંગ ના માર્ગ મા દાસ નું મહત્વ – દાસત્વ નું મહત્વ સર્વોચ્ચ છે, અને સ્વામીશ્રી એ સંતો-હરિભક્તો આગળ આ પદ ને જ મોટું ગણ્યું છે.
 • સત્સંગ ને સ્વીકારવા થી- જીવન મા ઉતારવા થી – મન ના બધા જ દોષ ટળી જાય છે.

ત્યારબાદ ફરીથી એક કીર્તન રજુ થયું…..” સ્વામીજી તો મહાપ્રતાપી ..એમનું ધાર્યું થાય….” દાસ છગને રચેલું આ કીર્તન- પુ.શાસ્ત્રીજી મહારાજ ની મહત્તા સાબિત કરે છે. અને સત્સંગ મા આજે – આ તાદ્રશ્ય અનુભવી શકાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન માટે હજારો-લાખો લોકો નો દાખડો- કંઈ સમાન્ય ઘટના નથી. ત્યારબાદ- પુ. વિવેકસાગર સ્વામી એ એમની આગવી છટા મા અદભુત પ્રવચન કર્યું….વિષય હતો- ” સત્સંગ મા દ્રષ્ટી નું મહત્વ” …..એના મુખ્ય અંશ…..

 • આ સૃષ્ટિ – પ્રથમ નજરે એવી જ જણાય છે – કે જેવી તમારી દ્રષ્ટી અને સમજણ……આથી પ્રથમ નજર ના સત્ય ને સહજ ન સ્વીકારો…..કારણ કે સત્ય એ સાપેક્ષ ક્રિયા છે…..એવું પણ શક્ય છે કે વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે સત્ય નું સ્વરૂપ બદલાય……
 • સત્સંગ- અધ્યાત્મિકતા એ આમ જુઓ તો ગહન ઘટનાઓ છે…..પ્રથમદર્શી એ સામાન્ય જ લાગે પણ જયારે મોટા પુરુષ ની કૃપા થાય કે- હરિ ની દયા થાય ત્યારે સત્ય સામે આવે છે. અને સર્વ દુખો- દોષો ટળી જાય……
 • દોષ જોવા તો પોતાના જોવા…અન્ય ના નહિ…જીવન મા સકારાત્મક બનો….ભક્તિમાં દુખ આવે તો એને – શ્રીજી ની દયા જ માનવી- કસોટી માનવી અને એને સહજ સ્વીકારવું.
 • વચનામૃત ગ.પ્ર. ૪૬, અને ૫૧ મા પણ આ જ વાત કરી છે….કણે કણ  મા ભગવાન વ્યાપ્ત છે….. બસ દિવ્યચક્ષુ ની જરૂર છે….એકવાર દ્રષ્ટી બદલાય એટલે બધું જ બદલાય છે….અને સત્ય સમજાય છે. યોગીબાપા અને પ્રમુખ સ્વામી મહારાજ નું અનુસંધાન – બસ એક હરિ જ રહેતા…..એમને દુન્યવી નજર મા આકર્ષક લાગતી વસ્તુઓ પ્રત્યે સહેજ પણ આકર્ષણ થતું નહિ……
 • ભગવદ ગીતા કે અન્ય ગ્રંથો મા- આ વાત જ કહેવા મા આવી છે…..હરિ ને ઓળખવા….જાણવા મુશ્કેલ જ છે પણ એક વાર જાણ્યા….ઓળખ્યા..સમજ્યા પછી બધું જ સહજ થઇ જાય છે….બસ અંતદ્રષ્ટિ રાખવી …એ આવે એટલે બધું જ સમજાઈ જાય.
 • બીજાના ભલા મા જ આપણું ભલું જોવું…..સંતો એ જ કહે છે….એકવાર – અહં છૂટશે એટલે આપોઆપ દેહભાવ ટળશે અને અંતદ્રષ્ટિ આવશે….અને સ્વરૂપ નિષ્ઠા સમજાશે …..જે સત્સંગ નું મૂળભૂત અંગ છે….કે જ્યાંથી સત્સંગ શરુ થાય છે.

છેવટે- જે પ્રસંગ માટે હરિભક્તો ની ” અંતદ્રષ્ટિ” ઉત્કંઠા થી રાહ જોઈ રહી હતી એ ઘડી – સાચી ઠરી. પુ.પ્રમુખ સ્વામી મહારાજ – અચાનક જ સભામાં આવ્યા અને બધા હરિભક્તો ના આનંદ ની કોઈ સીમા ન રહી. પ્રથમવાર જ સ્વામીશ્રી રવિસભામાં પધાર્યા હતા અને પછી તો પૂછવું જ શું????

રવિસભા મા પ્રમુખ સ્વામી મહારાજ……

પછી તો કીર્તન આરાધના નો દોર શરુ થયો…..શ્રીહરિ ના સ્વરૂપ ને ઓળખ્યા પછી- સત્સંગ ની “મા” સમાન મુક્તાનંદ સ્વામી ગઈ ઉઠ્યા હતા  કે” જન્મ સુધાર્યો રે હો મારો……..”રજુ થયું…..સાથે સાથે અક્ષરવત્સલ સ્વામી અને પુ.ઈશ્વરચરણ સ્વામી એ – અમદાવાદ મંદિર , અક્ષરપુરુષોત્તમ ઉપાસના અને પુ.શાસ્ત્રીજી મહારાજ ના દાખડા વિષે જે વર્ણવ્યું- તે પર આધારિત કીર્તન..” સ્વામી શ્રીજી નું એ જ્ઞાન, સિંહગર્જના સમાન….શુરાઓ નું એ કામ..કાચા પોચા નું નથી એ કામ” જોશ સાથે રજુ થયું અને સમગ્ર સભા – સ્વામીશ્રી ના સાનિધ્ય મા જોશમાં આવી ગઈ……અને એ જોશ….જોવા જેવો હતો. આજે અક્ષરપુરુષોત્તમ ના વાવટા દુનિયા ના ખૂણે ખૂણા મા ફરકી રહ્યા છે……એક સિધ્ધાંત, હરિનામ અને એક જ ખેવના- જીવમાત્ર નું કલ્યાણ…….એ સંદેશ આજે – જીવન નો એક ભાગ થઇ ગયો છે. સ્વામીનારાયણ – નામ આજે દુનિયા ના પ્રત્યેક ખૂણા મા પહોંચ્યું છે…..એ કઈ જેવું તેવું નથી…..!

આ જોશ ભર્યા કીર્તન સાથે જ સ્વામીશ્રી નિજ ઉતારા એ પરત ફર્યા અને સભા ચાલતી રહી…..પણ- પ્રમુખ સ્વામી મહારાજ ના અદભુત દર્શન…..જોશ અને હરિભક્તો પર રાજીપો..સદાયે યાદ રહેશે…….આજની રવિસભા – રવિસભા ની સાથે સાથે પ્રમુખ સ્વામી દર્શન સભા પણ બની રહી…..!

સાથે રહેજો…….

જય સ્વામીનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા- તા ૨૪/૦૭/૨૦૧૧

આજની રવિસભા ખાસ હતી, કારણ કે , આ વર્ષ – અમદાવાદ નું શાહીબાગ મંદિર એની સુવર્ણજયંતી ઉજવી રહ્યું છે, અને દર રવિવારે , નવા નવા વિદ્વાન અને પ્રખ્યાત વક્તાઓ , પોતાની આગવી શૈલી મા પ્રવચન આપે છે.  સારું પ્રવચન કઈ રીતે કરવું???…. એ પ્રશ્ન… ૧૦૦ મા થી ૯૯ વક્તાઓ ને પજવતો હોય છે…..તો આજકાલ ઘણી બધી માહિતી- ”  સારા પ્રવચન” માટે નેટ પર અને પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે…..સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર મા પણ આની એક ઝલક તમે જોઈ શકો છો. બેપ્સ- ઉનાળુ વેકેશન મા ઘણા બધા પ્રોગ્રામ પણ આના પર ચલાવતી હોય છે…..!

તો સભા ની શરૂઆત પહેલા , ઠાકોરજી ના અદભૂત દર્શન થયા. હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, અને ઝરમર વરસાદી વાતાવરણ વચ્ચે- જગત નો નાથ…હિંડોળે ઝૂલી રહ્યો છે..! આ બધા ભક્તો ના મનોરથ છે..કે ચાતુર્માસ ના ચાર માસ- હરિ ને કેમ પ્રસન્ન કરવામાં આવે????? ભક્તિ- નો મૂળ ધ્યેય- એક હરિ ને અંતરમાં ,અખંડ ધારવા – તેને માટે ની આ બધી પદ્ધતિઓ છે……હિંડોળા ના જુદા જુદા શણગાર- એની પાછળ થતી ભક્તો ની મહેનત..પ્રસન્નતા…..હૃદય ના ભાવ….અને એને નીરખી ને થતો ઉત્સાહ…આ બધું, મનોવૈજ્ઞાનિક રીતે, એક એવું વાતાવરણ ઉભું કરે છે કે – તમારા મગજમાં રહેલા – પ્રસન્નતા ના હોર્મોન્સ ઉભરાઇ આવે છે…….હરિ સાથે તાદાત્મ્ય થાય છે…..સ્ટ્રેસ નું લેવલ ઘટે છે…..!

તો સભા આજે પુનઃ નીચેના સભાગૃહમાં હતી. ધૂન-કીર્તન ના પદ સાથે , સભાની શરૂઆત થઇ. જગદીશાનંદ જેવા અનેક વિદ્વાન અને કલાકાર સંતો શ્રીજી ના મંડળ મા હતા. એમના દ્વારા રચિત હિંડોળા ના પદો સાંભળી- હૃદય તરબતર થઇ ગયું. ” ભગવાન શ્રી સ્વામિનારાયણ” ચલચિત્ર મા , જોબન પગી ના પાત્ર દ્વારા ગવાયેલ હિંડોળા-ઉત્સવ નું પદ હજુ મારા મગજમાં ગુંજી રહ્યું છે………..

” ‘કે આજ વૈકુંઠ થી રૂડું વડતાલ ..કે હિંડોળે હરિ ઝૂલતા રે…..”

આજ ના દર્શન....." એની શોભા ..મુખે વર્ણવી ન જાય રે...."

ત્યારબાદ , પૂ. પ્રમુખ સ્વામી ના જીવન ના ૨૦૦૮ ના પ્રસંગો નું પઠન, પૂ. પ્રિયસ્વરૂપ સ્વામી દ્વારા થયું. ” વહેમ”….કાકતાલીય ન્યાય( કાગડા નું બેસવું .અને ડાળ નું પડવું….) પર સ્વામીશ્રી એ ભક્તો ને ઉપદેશ આપ્યો કે…..

 • સંતો ક્યારેય કોઈ ને શ્રાપ નથી આપતા……સંત એ દયા નું સ્વરૂપ હોય છે અને પોતાના ભક્તો નું હિત- એ જ એમની લાક્ષણિકતા હોય છે…..
 • ભક્તો એ સદાયે બળ રાખવું…..કદી યે નબળી વાતો કે મોળી વાતો ન કરવી……સર્વ નો કર્તા- હર્તા ..એક હરિ જ છે…..એ જે કરશે એ સારું જ કરશે….
ત્યારબાદ, જેની રાહ જોવાઈ રહી હતી, એ વિદ્વાન સંત દ્વારા પ્રવચન થયું…..પ્રવચનકાર હતા- પૂ. આચાર્ય સ્વામી….ઉર્ફે સાધુ નરેન્દ્ર પ્રસાદ દાસ….કે જે નવસારી મંદિર ના કોઠારી છે, અને દક્ષિણ ગુજરાત ના એ પ્રદેશમાં , એમની સેવા થી સત્સંગ સારો એવો પ્રસર્યો છે….! વિષય હતો….” સમજણ……આત્મ સમજણ….” ….પેલી પંક્તિઓ છે ને કે….” સમજણ ..સમજણ મા ઘણો ફેર છે હો જી રે…..” સ્વામી ની રસાળ….રસપ્રદ શૈલી થી સમગ્ર ભક્તમંડળ  મૂડ મા આવી ગયું. આચાર્ય સ્વામી, ચોમાસામાં…..મેઘરાજા ની જેમ અનરાધાર વરસી પડ્યા….અસ્ખલિત વાણી…..અસંખ્ય ઉદાહરણો…..અને શ્લેષ અલંકાર યુક્ત વાણી થી સમગ્ર સભા બંધાઈ ગઈ…….! સાર હતો……..
 • બીજાના દોષ જોતા પહેલા પોતાના દોષ જોવા…..અંતઃદ્રષ્ટી રાખવી…..જે માણસે પોતાની જાત ને ઓળખી છે, એને જગ ને જાણ્યું છે….
 • ભક્તિ નો માર્ગ- વિકટ છે…..ગુરુકૃપા એ એ સહજ બને છે…..આથી ગુરુ નો રાજીપો મેળવવા પ્રયત્ન કરવો.
 • ભગવાન- ગુરુ નો મહિમા જાણવો- ભગવાન જયારે- આ ધરતી પર મનુષ્ય રૂપે જન્મ લે છે ત્યારે- એ મનુષ્ય સહજ જ વર્તે છે- ભોગો- દુઃખ-સુખ-લાગણીઓ દર્શાવે છે…….પણ એમનું મૂળ સ્વરૂપ  જયારે ઓળખાય છે…સમજાય છે…… ત્યારે બધા ભ્રમ દુર થઇ જાય છે…..
 • સત્પુરુષ  ના ચરિત્રો – નાની વાતો મા થી પણ ગુણ મળે છે……બસ સમજણ જોઈએ……
ત્યારબાદ, સભામાં અમુક જાહેરાતો થઇ……..જેવી કે…..
 • શ્રાવણ માસ નો દરેક સપ્તાહ- અમદાવાદ મંદિર માટે અવિસ્મરણીય બની રહેવા નો છે…..દરેક સપ્તાહે-  નવા વક્તા દ્વારા રોજ સવારે – મંદિરમાં ભક્તિ-પારાયણ થાશે. ભક્તિ  અને જ્ઞાન ના આ મેળા મા સર્વ સત્સંગીઓ નું સ્વાગત છે…..સાથે સાથે – અમદાવાદ ના જુદા જુદા વિસ્તારોમાં પણ ૩૧ જુલાઈ સુધી, જ્ઞાન સત્ર નું પ્લાન્નીંગ થવાનું છે……
 • ” વાંચે તે વિકસે” એ થીમ પર આધારિત- કિશોર -કિશોરી મંડળ દ્વારા પ્રોગ્રામ થવનો છે- સાથે ઓડીઓ-વીડીઓ સ્પર્ધા નું પણ આયોજન છે…( વધુ માહિતી માટે અમદાવાદ મંદિર નો સંપર્ક કરવો)
 • ઉદઘોષ સભા- એ પણ એક નવા કોન્સેપ્ટ દ્વારા- અમુક રવીસભાઓ ને વિશિષ્ટ બનાવવા નો પ્રોગ્રામ છે- આવતા રવિવારે એ પ્રથમ રસપ્રદ પ્રોગ્રામ છે…..
સભા ને અંતે- પ.પૂ. પ્રમુખ સ્વામી ના મુંબઈ આગમન અને ગુરૂપુર્ણીમાં પર સ્વામીશ્રી ના આશીર્વચન નો “વીડીઓ  “બતાવવા મા આવ્યો…..સ્વામીશ્રી ની નાદુરસ્ત તબિયત અંગે પણ સ્વામી એ પોતે કહ્યું કે- દેહ ..એ દેહ નું કામ કરે…….દેહ છે તો રોગ છે…….એ પણ હરિ ઈચ્છા છે…….!
તો જ્ઞાન ના આ સત્રમાં સર્વ નું સ્વાગત છે……….બસ ” સમજણ રાખો કે આપણે એક આત્મા છીએ…..અને આપણે પરમાત્મા સુધી પહોંચવા નું છે….”
જય સ્વામિનારાયણ…..
રાજ