Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 24/09/23

આજે અમદાવાદ ના વાતાવરણ માં ઉકળાટ વધારે હતો, વળી શાહીબાગ મંદિર ના મુખ્ય મંદિર માં બાંધકામ ચાલી રહ્યું છે આથી ઠાકોરજી ના દર્શન નો લાભ નિકટ થી ન મળ્યો……પણ હરિ અંતર થી થોડો છેટે રહે??? ચાલો મારા વ્હાલા ને અંતર માં વસાવીએ…

સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….એ પછી એક યુવક દ્વારા ” સર્વે સખી જીવન જોવા ચાલો રે…..” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……! કલ્પના કરો કે શ્રીજી મહારાજ જ્યારે માણકી પર બેસી ને નીકળતા હશે ત્યારે એમની શોભા કેવી હશે??? કાશ…. ટાઈમ મશીન હોત અને એ ભવ્ય ભૂતકાળ ને વર્તમાન કરી શકત….!!! હરિ નું રૂપ જ એવું છે કે જેમાં જીવમાત્ર ખેંચાઈ આવે…..!! ત્યારબાદ ધવલભાઈ દ્વારા ” હરિ હૈયા ના હાર છો જી રે તમે….” મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…..જો હરિ ને જ હૈયા નો હાર બનાવી એ તો જીવન સદાય શોભાયમાન….પ્રફુલ્લિત…સુવાસિત રહે…..! એ પછી કનુભાઈ જેવા અનુભવી ગાયક ના સ્વરે ” ઓરા આવો રે ધર્મકુમાર રે…રાખું મારા નૈના માં…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ પ્રસ્તુત થયું……શ્રીહરિ જ સર્વે નો પ્રાણ આધાર છે…..એ જ સર્વસ્વ છે….એના વગર જીવન ની એક પળ પણ કલ્પના ન કરી શકાય…..અને એટલે જ સર્વે કાર્ય….સર્વે સંકલ્પ ના કેન્દ્ર માં એક એને જ રાખવા પડે તો જ એ સર્વે સફળ…સુફલ થાય….! કનુભાઈ એ કીર્તન..દોહા..છંદો ની રમઝટ બોલાવી દીધી અને સમગ્ર સભા ડોલી ઉઠી…….!!

ત્યારબાદ ગુરુહરી દર્શન (16-17 સપ્ટેમ્બર) નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..

અદભુત દર્શન…….!!!

ત્યારબાદ પૂ.પ્રયાગપ્રિય સ્વામી જેવા અદભુત વક્તા સંત દ્વારા ” ક્રોધ પર ખૂબ જ સરસ પ્રવચન થયું…જોઈએ સારાંશ માત્ર…

  • આજના જમાના ના બે જ મોટા રોગ છે…અકળામણ અને ટકરાવ મણ…… એના મૂળ માં અહંકાર અને ક્રોધ છે…..વાલ્મિકી રામાયણ માં ક્રોધ ને વિનાશકારી કહ્યો છે….ભાગવત માં એને છૂપો શત્રુ કહ્યો છે…..વિવેક બુદ્ધિ નો નાશક કહ્યો છે…
  • ક્રોધ અંતર ને બાળે છે…..અંદર આગ સળગતી રહે છે…..લોયા 1 ના વચનામૃત માં શ્રીજી એ ક્રોધ ને હડકાયા કૂતરા જેવો કહ્યો છે…..ક્રોધ ની ઉત્પત્તિ મોહ ..આસક્તિ ને લીધે પણ થાય છે…..પરિણામ મહાભારત નું યુદ્ધ છે…..ક્રોધ અંધકાર રૂપ છે…..પળ માં પાળિયા કરાવે છે……ખોટા નિર્ણય લેવડાવે છે…..
  • વચનામૃત ગઢડા પ્રથમ 28 માં ક્રોધી મનુષ્ય ના લક્ષણ કહે છે……એ અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંદરોઅંદર ધૂંધવાયા કરે છે…..ક્રોધ નું રૂપ વિરૂપ છે…એ જેના માં હોય તેને કુરૂપ કરી નાખે છે…….ક્રોધી મનુષ્ય નું મુખ એટલે જ કુરૂપ હોય છે……ક્રોધ અગ્નિ સમાન છે….ક્ષણિક ગાંડપણ છે……ક્ષણ નો ક્રોધ મનુષ્ય ને આંધળો કરી નાખે છે…વિવેક અવિવેક રહેતો નથી અને ખૂબ જ ખોટા વિનાશકારી નિર્ણય લેવડાવે છે…..અમદાવાદ 8 માં શ્રીજી કહે છે કે ક્રોધ ને લીધે માણસ ના પુણ્ય નો નાશ થાય છે……ગઢડા પ્રથમ 27 માં મહારાજ ને ધર્મ નો લોપ થતો જોઈ ક્રોધ આવે છે……પણ એ ક્ષણિક હોય છે…..પોતાના સર્વે શરણાગત ને સહન કરવા ની આજ્ઞા કરી…….ક્રોધ નો ત્યાગ કરવા નું કહ્યું….
  • આપણો સત્સંગ તો આપણા ગુણાતીત ગુરુઓ ની સહન શીલતા નો…કરુણા નો સાક્ષી છે…..ગુણાતીતાનંદ સ્વામી એ તો પોતાને માર મારનાર ઉગા ખાચર ને પુત્ર થાય એ માટે પ્રાર્થના કરેલી……આજે મહંત સ્વામી મહારાજ તો નિર્માની પણા ની મૂર્તિ છે……સ્વામી જેવા થઈ એ સત્સંગ માં રહીએ એ જ સૂત્ર…..!!!!

એ પછી ક્રોધ વિશે એક વીડિયો સંવાદ ની પ્રસ્તુતિ થઈ……ક્રોધ ની વ્યાખ્યાઓ…થતા નુકશાન….રજૂ કરતો વીડિયો બ્રહ્મસત્ય સમાન હતો……એક ક્ષણ નો ક્રોધ અનેક જિંદગી વેરાન કરી શકે છે…..!!

એ પછી આ ક્રોધ ની ભયાનકતા ને દૂર કરવા શુ કરવું?? શાસ્ત્રો કહે છે કે સાચા સંત ને શરણે જવું……” શાંતિ પમાડે એને સંત કહીએ” વિષય પર પૂ.નિર્મલ ચરિત સ્વામી દ્વારા પ્રવચન થયું ..જોઈએ સારાંશ…..

  • શાંતિ બધાને જોઈએ છે…..પણ માર્ગ અયોગ્ય હોય તો શાંતિ ને બદલે અશાંતિ મળે છે……એ માટે શ્રીજી મહારાજ કહે છે કે સાચી…અખંડ શાંતિ જોઈતી હોય તો સાચા સંત નું શરણું લેવું……
  • મહંત સ્વામી મહારાજ શ્રીજી ની ઉપરોક્ત વાત નો ભાવાર્થ કરતા કહે છે કે ..આપણો સ્વભાવ અને એના થી આવતા દુઃખ ગમે તેવા હોય પણ જ્યારે આપણ ને સાચા સંત મળે એટલે સૂર્યોદય થી જેમ અંધકાર દૂર થઈ જાય તેમ આવા સર્વે સ્વભાવ અને એના થી થતા દુઃખ દૂર થઈ જાય છે…..
  • World peace foundation ની રચના 1910 માં થઈ પણ એ પછી તો બે વિશ્વયુદ્ધ થયા અને WPF ની રચના નો ઉદ્દેશ્ય નિષ્ફળ ગયો…..વિદ્વાનો એ આ નિષ્ફળતા વિશે વિચારણા કરી અને અમુક સિદ્ધાંત આપ્યા…..એ બધા સિદ્ધાંત એ જ મુદ્દા હતા જે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા વચનામૃત માં કહેવા માં આવ્યું હતું……સમજણ….હોય ત્યાં જ સુખ છે..શાંતિ છે…..એ જ વાત બાપા એ યુનો ના શાંતિ પરિષદ માં વાત કહી હતી. એ સિદ્ધાંત હતા …. Destroy your bad habits ( એ જ વાત ગ.પ્ર.51 વચનામૃત માં છે…સ્વભાવ ટાળવા…..પોતાનો સ્વભાવ સુધરશે તો બધું જ સુધરી જશે…) હીરો ગમે તેટલો ચમકતો હોય પણ જો અંદર એક નાનો ડાઘ હોય તો એની કિંમત ઘટી જાય છે તેમ અંતર માં રહેલો ક્રોધ અન્ય બધા સદ્ગુણો…સુખ ને શૂન્ય કરી નાખે છે.
  • આપણા સત્સંગ માં અનેક ઉદાહરણ છે કે જેમાં અધમ સ્વભાવ ધરાવતા વ્યક્તિઓ ગુણાતીત ગુરુ ના યોગ માં આવ્યા અને સત્સંગ માં નિષ્ઠાવાન હરિભક્ત બન્યા…….આમ, સાચા સંત ને સંગે જીવ ના સ્વભાવ છૂટે છે……જીવ સત્સંગી બને છે….
  • સાચા સંત મળે તો જીવ ની સમજણ દ્રઢ થાય છે….સ્પષ્ટ થાય છે…..અને પરિણામે જીવન ની દરેક પરિસ્થિતિમાં શાંત..સ્થિર રહી શકે છે…પ્રગતિ કરી શકે છે…..સદગુણ માં વધારો થાય…..બીજા ના ભલા માં આપણું ભલું…એ ભાવના જીવન માં દ્રઢ થાય……
  • મોટા પુરુષ ની મરજી માં …રાજીપા માં રહીએ તો અંતર માં શાંતિ પ્રાપ્ત થાય……

એ પછી સત્સંગ પરીક્ષા માં ઉચ્ચ ક્રમે ઉત્તીર્ણ થનાર હરિભક્તો નું જાહેર માં સન્માન થયું……..આજે આંતરરાષ્ટ્રીય દીકરી દિન છે….ઘાટલોડિયા ની એક સત્સંગી ની દીકરી ક્રિશા ના બનાવેલ ચિત્ર ને મુખ્યમંત્રી દ્વારા સન્માન મળ્યું…એ દીકરી નુ સન્માન થયું. મંગળવારે જળ ઝીલણી એકાદશી છે…..એ દિવસે સવારે શાહીબાગ મંદિરે પૂજા છે…અવશ્ય પધારવું….

આજની સભાનો એક જ સાર હતો…….જીવન માં સુખી થવું હોય…અખંડ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મોટા પુરુષ માં યથાર્થ જોડાવું…..એમની મરજી માં…એમની આજ્ઞા માં….એમના રાજીપા માં રહેવું….મનધાર્યું મૂકવું અને એ કહે એમ કરવું…એ જ શાંતિ નો રાજમાર્ગ….!!

સદાય જોડાયેલા રહેશો………સમજતા રહેશો…..સમજણ જ સત્સંગ છે…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-12/06/2022

” આપણે સૌએ ઝેર ખાઈ ને પણ સંપ રાખવો પડશે…..”

— બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ

આજ ની સભા સત્પુરુષ ને સંગાથે ..આપણા સત્સંગ નો મધ્યવર્તી વિચાર પૈકી નો એક….સંપ…વિષય ની ગહનતા ને સમજવાની હતી..સંપ એ એક દૈવી લક્ષણ છે…મોક્ષ પ્રાપ્તિ નો એક માર્ગ છે અને ..આપણા ગુણાતીત ગુરુઓ નો.રાજીપો એ જ હતો…..અને સભાનો સમય અહીં ઉપર લખ્યા મુજબ 6 થી 8 નો હતો…પણ જેમ લોહચુંબક નો પર્વત હોય અને સર્વે લોહતત્વ ખેંચાઈ આવે તેમ આજે સત્પુરુષ ની પ્રત્યક્ષ હાજરી ને માણવા સભાગૃહ ના બંને માળ લગભગ 5 વાગ્યા થી જ છલોછલ ભરેલા હતા….! ચાલો એ મોજ સાથે મારા વ્હાલા ના આજના દર્શન…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ …ત્યારબાદ મિત્ર ધવલ દ્વારા પરમ ભક્તરાજ મોતીભાઈ દ્વારા રચિત …પ્રસિદ્ધ એવું.. ” અમે સૌ સ્વામી ના બાળક…” પદ રજૂ થયું….! આપણે તો આપણા ગુરુ જ આપણી માં અને શ્રીજી આપણા બાપ…..! સત્સંગ માં આ સમજણ હોય તો બાકી શુ રહે?…ત્યારબાદ યુવકો દ્વારા…જેને સમગ્ર જગત જાણે છે અને ઓળખે છે ..એ પદ…” અમારો બીએપીએસ પરિવાર…સંપીલો પરિવાર…” રજૂ થયું. …આ પદ એ બ્રહ્મસત્ય છે….અને આ પરિવાર ભાવના ને હજુ પણ વધુ મજબૂત કરવાની છે….સત્પુરુષ અને શ્રીજી ની અનુવૃત્તિ…રાજીપો એ જ છે.

આજે સભામાં સદગુરુ વિવેકસાગર સ્વામી હાજર હતા અને સંપ , સુહર્દ ભાવ અને એકતા- પર એમના પ્રવચાન નો લાભ મળ્યો…જોઈએ સારાંશ…

  • સંપ એ સૃષ્ટિ ના સંચાલન ..અસ્તિત્વ માટે અનિવાર્ય છે.
  • આપણા ગુણાતીત ગુરુઓ નો રાજીપો આ જ છે…..યોગી બાપા તો પોતાનો રાજીપો ખાસ દર્શાવતા….ગુણાતીતાનંદ સ્વામી તો તિર ના ભાથા ની વાત કરતા …..
  • સંઘ માં બધાના મન એક હોવા જોઈએ…..એક અવાજ આવવો જોઈએ…..એક નિષ્ઠા હોવી જોઈએ..
  • જો નિષ્ઠા માં ગડબડ હોય તો સંપ તૂટી જાય…..ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ…એમ દ્રઢ હોવું જોઈએ …ન હોય તો સમસ્યા થાય
  • એક જ ગુરુ…એક જ સિદ્ધાંત હોય તો સંપ સદાય રહે….
  • પ્રમુખ સ્વામી મહારાજે બધા વર્ણ..દેશ..ભાષા …રંગ…સમાજ ના સાધુ કર્યા…જે બધા આજે એક છે….એક રુચિ છે….કોઈ ભેદ નથી..કોઈના કોઈ અંગત મંડળ નથી……
  • 1905 માં શાસ્ત્રીજી મહારાજ વડતાલ થી અલગ પડ્યા અને એ પછી ઘણા વર્ષો બાદ બંધારણ ઘડાયું….છતાં કોઈનો વિચાર અલગ ન પડ્યો…કોઈ વિવાદ ન થયો…
  • પ્રમુખ સ્વામી એ એક પત્ર લખ્યો અને લાખો હરિભક્ત કોઈ વિવાદ કે અવળા વિચાર વગર મહંત સ્વામી માં એક થઈ જોડાઈ ગયા…..આવી એકતા આપણે ત્યાં છે.
  • શ્રીજી મહારાજે કહ્યું કે સુહર્દ પણુ મારો ભાવ છે…..સુહર્દ ભાવ એટલે મિત્ર ભાવ…..યોગીબાપા એ આ માટે સહન કર્યું…માર ખાધો…નમ્યા..ખમ્યા…. ગુણ જ જોયા….અવગુણ સહેજ પણ ન જોયો….
  • ભગવદીમાં સુહર્દ પણુ…ને ગુણાતીતાનંદ સ્વામી એ જીવ નું જીવન કહ્યું છે…..
  • પ્રમુખ સ્વામી કહેતા કે બધા નો મહિમા હોય તો સંપ, સુહર્દ ભાવ ની વાત જ ન કરવી પડે….અભાવ અવગુણ ની વાત કરવા થી સુહૃદભાવ તૂટે…
  • યોગીબાપા કહેતા કે જેના હૃદય માં આજ્ઞા ઉપાસના દ્રઢ હોય તેનો સુહર્દ ભાવ રાખવો….સત્સંગ માં ઠાઠા ઠાબળા જેવો હોય તેનો.પણ અવગુણ ન લેવો…
  • ગુણાતીત પુરુષો સંપ…એકતા…સુહર્દ ભાવ ના ભૂખ્યા હોય છે…..એના વગર સત્સંગ થશે જ નહીં…બધા નો મહિમા સમજવો…
  • પ્રમુખ સ્વામી કહેતા કે મહિમા હોય તો- ઘસાવું… ખમવું….મનગમતું મૂકી દેવું…અનુકૂળ થવું…….એ બધું સહેજે થાય……યોગી ગીતા માં તો કહ્યું છે કે પોતાનો એકડો સાચો કરવાનો આગ્રહ રાખવો નહિ…
  • મહંત સ્વામી તો કહે છે કે સંપ રાખે એ બુદ્ધિમાન…નહીતો બુદ્ધુ….!! કામ ક્રોધદિક વિકાર સંપ થી ટળે…અંત્ય 7 માં સંપ કે પક્ષ માટે આ જ વાત કરી છે…
  • સંપ કેમ તૂટે- ધ્યેય અસ્પષ્ટ હોય….અહં મમત્વ હોય…ગુરુ ના વચનો માં વિશ્વાસ ન હોય….મન મૂકી ન શકતો હોય…
  • જીવ સાટે પણ સત્સંગી નો પક્ષ રાખવો……આપણા સંપ્રદાય નો ઇતિહાસ આવા પ્રસંગો થી ભરપૂર છે……સ્વામી શ્રીજી નો રાજીપો મેળવવો હોય તો ભગવદી નો પક્ષ રાખવો….
  • આપણી સંસ્થા નો આજે જે વિકાસ થયો છે..એનું કારણ સંપ રાખવો……માટે જ બાપા કહેતા એમ ઝેર ખાઈ ને પણ સંપ રાખવો….

ત્યારબાદ પ.પૂ.સ્વામી શ્રી ની સભામાં પધરામણી થઈ….અને પ.ભ.રાજેશભાઇ જેઠવા દ્વારા લિખિત ” સંપ એટલે શું” વિષય આધારિત એક સંવાદ રજૂ થયો….ચાર ભાઈઓ સંપ ને આધારે દરિયાદેવ ને પ્રસન્ન કરી ગરીબીમાં થી બહાર આવ્યા….એ વાર્તા પર આધારિત અદભુત સંવાદ હતો. પરિવાર માં સંપ ..એકતા હશે તો બધુંય સુખ હશે……

આપણા ગુરુ અને સદગુરુ ઓ ..સંતો વચ્ચે જે સંપ છે..તેને કોઈ તોડી ન શકે….એ પ્રસંગ પાર આધારિત એક પ્રશ્નોત્તરી થઈ…..સદગુરુ સંતો ને વિવિધ પ્રસંગો ને આધારે પ્રશ્નો પૂછ્યા અને તેનો ઉત્તર મળ્યા તેના પર થી આપણ ને એમની વચ્ચે સંપ છે…એનો મહિમા જાણવા મળ્યો. જોઈએ સારાંશ માત્ર…

  • પૂ.ઘનશ્યામ બાપા એ કહ્યું કે….ત્યાગ સ્વામી બધાને મહિમા થી જ જુએ…..નાના માં નાનો હરિભક્ત હોય…પણ બધાને સાચવે….એટલે જ આપણી સંસ્થાનું આ ગૌરવ છે
  • પૂ.વિવેકસાગર સ્વામી એ કહ્યું કે- પૂ.કોઠારી સ્વામી ખાસ મિત્ર..સાથે રહ્યા છીએ…કોઠારી સ્વામી સાધુતા ની મૂર્તિ..અતિ નિષ્કામી…પૂ.ડોક્ટર સ્વામી પણ અતિ નિષ્ઠાવાન…સાધુતા ની મૂર્તિ….એમની આગળ આપણું કાઈ ન ચાલે….એમના થી અમારું નભે…
  • પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કહ્યું કે- યોગીબાપા એ બધાના માહિમાની વાતો કરી…જેથી અમારામાં ગુણ આવ્યા…બધા સદગુરુ સંતો નો મહિમા જાણી એ સમજીએ છીએ….એ મુજબ જ મોટેરા ઓ ને પૂછી ને જ કાર્ય કરવું….સર્વે ની નિષ્ઠા, સાધુતા, નિર્માની પણુ, દાસભાવ…વગેરે ગુણો પ્રત્યક્ષ જોયા છે….માટે જ મહિમા છે…યોગીબાપા ની કૃપા છે
  • પૂ.ત્યાગ વલ્લભ સ્વામી એ કહ્યું કે– જોગી બાપા એ આજ્ઞા કરી અને સાથે ના સંતો નો દાખડો જોયો…ગુણ આવ્યા..અને આ સંતો ની મદદ..સહકાર થી રસોઈ સેવામાં જોડાઈ ગયા….
  • પૂ.કોઠારી બાપા એ કહ્યું કે- જોગીબાપા એ એવું ઘડતર કર્યું કે..દાસ ના દાસ થઈ ને રહ્યા….દરેક નો મહિમા સમજ્યા…મોટા પુરુષ ને રાજી કરવા બધું કરવું…..સેવા મોટા ભાગ્ય થી મળી છે….એમ સમજી ને સેવા કરી લેવી…
  • પૂ.ડોક્ટર સ્વામી એ કહ્યું કે- જોગીબાપા સંપ…ની વાત સદાય કરતા….એને સમજતા…મહંત સ્વામી ની આજ્ઞા માં રહેવાની વાત કરતા પછી સંશય શાનો? જોગીબાપા ને કોઈના અવગુણ ની વાત કરવી સાંભળવી ગમતી જ નહીં…અને આપણે એમની આજ્ઞામાં જ રહેવાનું ….એમને જ રાજી કરવાનું. સંપ નો મહિમા સમજ્યા….એ છે તો બધું જ છે.
  • પ.પૂ.મહંત સ્વામી મહારાજે કહ્યું કે- આ બધું યોગીબાપા ના હેત થી જ થયું છે…જોગીબાપા સંપ..સુહર્દ ભાવ એકતા ની રોજ વાત કરતા અને અમે બધા ઘડાઈ ગયા….આ બધા ગુણ પહેલા આપણે પોતે કેળવવા પડે પછી બીજા ને વાત થાય…..

ત્યારબાદ પૂ.સંતો દ્વારા વિવિધ હાર થી સ્વામીશ્રી નું અભિવાદન થયું….અને મહંત સ્વામિ મહારાજ નું માનીતું ..ગુણાતીત નું પોતીકું -એવા સંપ અને BAPS એક પરિવાર – ના સૂત્ર ને ચરિતાર્થ કરતાં- સર્વે સંતો અને હરિભક્તો એ એકબીજા ના હાથ પકડી- સર્વે એક પરિવાર ના સભ્ય હોવાનું રજૂ કર્યું…..સ્વામીશ્રી ના મુખારવિંદ પર આ જોઈને અખંડ શાંતિ અને સંતોષ ની લાગણી સ્પષ્ટ દેખાતી હતી..!…અને છેલ્લે સ્વામીશ્રી નીચેના સભાગૃહ માં બેઠેલા હરિભક્તો ને લાભ આપવા ત્યાં પધાર્યા…સૌએ baps એક પરિવાર- ના સૂત્રો થી અને માનવ સાંકળ થી એમને ખૂબ ખૂબ રાજી કર્યા….

ટૂંકમાં- આજની સભાનો એક જ સાર હતો…કે સત્પુરુષ અને ભગવાન ના ગમતા માં જ રહેવું…પોતાનું મનધાર્યું મૂકી જ દેવાનું….સંપ એ ગુણાતીત ..દૈવી ગુણ છે….જો પરિવાર હોય કે સત્સંગ..આપણે એક હોઈશું તો બધું જ લેખે લાગશે……!

સમજતા રહેજો….સંપ…એકતા…સુહર્દભાવ શબ્દ સામાન્ય લાગે છે પણ…મોક્ષમાર્ગ માં એનું મહત્વ સર્વોપરી છે…એની હાજરી અનિવાર્ય છે….એ સિવાય આપણી બ્રહમરૂપ થવાની સાધના અધૂરી રહેશે….

સદાય …પ્રથમ શ્રી હરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ