Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૨૨/૧૧/૧૫

“સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

——————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-વરતાલ-૧૧

આજે વિક્રમ સંવંત ૨૦૭૨ ની પહેલી એકાદશી હતી…અને ચાતુર્માસ ની અંતિમ એકાદશી…..અને એ પણ પ્રબોધિની એકાદશી…..એ પણ રવિસભા ને દિવસે……પછી હરિભક્તો ને બંને હાથ માં લાડુ કેમ ન હોય??? સત્સંગ ની આ અસ્ખલિત ..અનરાધાર વર્ષા માં બસ આમ જ ભીંજાતા રહીએ…એ જ શ્રીજી ના ચરણો માં …સત્પુરુષ ના ચરણો માં પ્રાર્થના…!

સભામાં જરાક મોડો પહોંચ્યો આથી દર્શન સભા બાદ થયા……પણ દર્શન થયા અને તન-મન-જીવ સંતૃપ્ત થઇ ગયા……હરિકૃષ્ણ ની હાટડી-માં વિવિધ શાકભાજી એટલી અદ્ભુત રીતે ગોઠવાયા હતા કે પળભર તો થયું કે બધા જ શાકભાજી ખરીદી લઈએ…..!!! જુઓ-તમે પણ કરો આ અદ્ભુત દર્શન…

12246790_1732579513638051_419942516743260774_n

11148714_1732579550304714_8383875001767056943_n

સભાની શરૂઆત- પુ.વિવેક્મુની સ્વામી દ્વારા ધુન્ય-કીર્તન થી થઇ….નિર્જળા ઉપવાસ અને સતત પ્રવૃત્તિ વચ્ચે પણ સંતો ની તાજગી-ઉત્સાહ જોવા લાયક હતા…..”અનુપમ આજ પ્રબોધિની આઈ…” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન અદ્ભુત હતું…..ત્યારબાદ પ્રસિદ્ધ ગવૈયા સંત- પુ.પ્રેમવદન સ્વામી ના પ્રબળ સ્વરે ” આજ મનોહર દેવ દિવાળી ..શ્રી હરિકૃષ્ણ બન્યા છે વ્યાપારી ” રજુ થયું અને સમગ્ર સભા જાણે કે પ્રબોધિની એકાદશી અને દેવદિવાળી ના ઉત્સવ માં એકાકાર થઇ ગઈ………..અને શ્રી હરિકૃષ્ણ મહારાજ ની હાટડી તો સર્વોપરી હતી….અને એમના જેવી વ્યાપારી બુદ્ધિ આગળ તો ભલભલા પાણી ભરે…!!!  અદ્ભુત..!

ત્યારબાદ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ૨૦૧૨-૧૩ દરમિયાન સારંગપુર અને અમદાવાદ માં ઉજવાયેલી પ્રબોધિની એકાદશી ઉત્સવો નો વિડીયો દર્શન થયા અને પછી પુ.ઈશ્વરચરણ સ્વામી દ્વારા – વરતાલ-૧૧ ના વચનામૃત પર આધારિત- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ પર અદ્ભુત પ્રવચન થયું……જોઈએ એના સારાંશ…..

  • અધ્યાત્મ માર્ગ માં સત્પુરુષ ની અનિવાર્યતા- વચનામૃત ના પાને-પાને શ્રીજી એ કહી છે…….વરતાલ- ૧૧ માં વચનામૃત માં કહ્યા મુજબ- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ એ જ આત્મ દર્શન…..સત્પુરુષ નો મહિમા જાણ્યા નું……શ્રીજી નો સાક્ષાત્કાર કર્યા નું…….સાધન છે…..! જેને આત્મસાત કર્યે જ છૂટકો…..
  • સમગ્ર સત્સંગ નો હેતુ જ આ છે…….
  • સત્પુરુષ નો મહિમા સમજાય..એમનામાં અવગુણ ન દીસે…..મનુષ્યભાવ ન આવે તો જ- સત્પુરુષ માં શ્રીજી એ કહી એવી દ્રઢ પ્રીતિ થાય…..અને એમ કર્યા સિવાય છૂટકો જ નથી…..
  • વચનામૃત-સારંગપુર-૨- માં શ્રીજી એ કહ્યું છે એમ સત્પુરુષ ની આજ્ઞા તત્કાલ પાળવી..સંશય ન કરવો……તો જ દ્રઢ પ્રીતિ થાય…..સાથે સાથે સતત ભજન નો ગુણ, દેહ નો અનાદર, સંતો-ભક્તો ની સેવા ની લગની, એકાગ્રતા અને મોટા પુરુષ ની-શ્રીજી ની અનુવૃતી સમજી એ તો કલ્યાણ નો માર્ગ સહજ થાય………સત્પુરુષ રાજી થાય….
  • આપણા ગુણાતીત પુરુષો માં આ ગુણ સ્પષ્ટ દેખાય છે………..અને ભક્તિ નો એમણે જે દાખલો બેસાડ્યો છે એ અજોડ છે…….સામે- એમના ભક્તો આજે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર રહે છે……શ્રીજી-સત્પુરુષ-મંદિરો ની સેવા માટે તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે ત્યારે આવા ભવ્ય મંદિરો બને છે……
  • પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;
    જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે...
    પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે;
    પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે...
    વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;
    મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે..
  • ઉપરોક્ત પંક્તિ ઓ ગઈ ને સ્વામીએ કહ્યું કે- આ પ્રીતિ ને જે સમજે- એને બીજું કશું સમજવું પડતું નથી……આ સત્સંગ-મંદિરો-તપ-જપ-વ્રત બધાનો સાર આ દ્રઢ પ્રીતિ માં છે……..શ્રીજી-સ્વામી -બાપા ને પ્રાર્થના કરીએ કે- નવા વર્ષમાં આપણે પણ આવી દ્રઢ પ્રીતિ સત્પુરુષ-શ્રીજી માં દ્રઢ થાય…..

અદ્ભુત…અદ્ભુત……..ત્યારબાદ- અમદાવાદ ખાતે ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવ નો વિડીયો રજુ થયો…….સંતો-હરિભક્તો નું આયોજન-મહેનત અવર્ણનીય હતી…….અને મને ગર્વ છે કે- હું પણ આ સેવા નો એક નાનકડો હિસ્સો બની શક્યો…..! ત્યારબાદ અમુક જાહેરાતો અને સન્માન થયા….અન્નકૂટ ઉત્સવ ના સ્વયમ સેવકો કે જેમણે ઉત્તમ સેવા કરી હતી એમનું સન્માન થયું….

તો આજની સભા સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ-એનો મહિમા સમજવાની હતી……પ્રેમ ની આ ભાષા જે સમજે- તે ભવસાગર તરે…………!

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા- તા ૦૨/૧૨/૨૦૧૨

“બ્રહ્માંડ આખું સ્વામિનારાયણ નું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ,એમ જાણવું ,’ને ત્યાં સુધી થાવો છે . અને એક એક સાધુ ની કેડ્યે લાખ લાખ માણસ ફરશે , ત્યાં સુધી સત્સંગ થાવો છે…….”

( અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો-પ્ર.૧-૯૦ )

ગહન વાત….! આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ ના સંકલ્પો હોય કે મોટા પુરુષો ના આવા સંકલ્પો હોય…..તે છેવટે તો જીવ ને અક્ષર કરી- પુરુષોત્તમ ની પ્રાપ્તિ હેતુ જ હોય છે. કરોડો મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ એ જ પુરુષોત્તમ નો સંકલ્પ છે- અને આજે- એ વાત સત્ય થઇ રહી છે- જે વિદિત છે.

આ સંકલ્પ ની વાતો કરવાનો સાર એટલો જ હતો કે આજની રવિસભા- સંકલ્પ ની સભા હતી, જેમાં હું આજે જરાક મોડો પહોંચ્યો. જયારે પહોંચ્યો ત્યારે ઠાકોરજી થાળ આરોગતા હતા અને દ્વાર બંધ હતા, આથી દર્શન સભાના અંતે જ થયા…..તમે પણ કરો આજ ના દર્શન…( સૌજન્ય- baps.org)

આજ ના દર્શન......

આજ ના દર્શન……

સભામાં પહોંચ્યો ત્યારે સંતો ના સ્વરે વનમાળીદાસ રચિત એક કીર્તન ગવાઈ રહ્યું હતું…..”નમીએ નારાયણસ્વરૂપ …….” ગુરુભક્તિ નો જાણે એક મહીમ-પડઘો હતું…..ત્યારબાદ રજુ થયું, પૂ. વિવેકસાગર સ્વામી જેવા વિદ્વાન સંત નું તેજસ્વી અને ધારદાર પ્રવચન…..વિષય હતો- સંકલ્પ નું બળ…..એનો સાર ટૂંકમાં…..

  • સંકલ્પ એટલે કે મન નો નિર્ધાર….અને એનામાં ખુબ જ બળ હોય છે…..સંકલ્પ – કાલિદાસ ને વિશ્વવિખ્યાત કૃતિઓ રચવા માટે પ્રેરી શકે છે તો – એ જ સંકલ્પ એક આમ મનુષ્ય ને પ્રધાનમંત્રી ના પદ સુધી પહોચાડી શકે છે…..
  • હૃદય ના શુધ્ધ સંકલ્પ ની તો એટલી તાકાત હોય છે કે- એ ભગવાન ને કે સંત ને એના દ્વાર સુધી ખેંચી લાવે છે…….ધરમપુર ના કુશળકુંવર બા હોય કે ભાદરા ના હરબાઈ સુથાર- શ્રીજી મહારાજ એમનાં સંકલ્પ આગળ ખેંચાઈ જ આવ્યા છે…….અરે…ભગવાન મનુષ્ય દેહ પણ એક સંકલ્પ સાથે જ કરે છે…….કે જીવ માત્ર નું કલ્યાણ કરવું- બ્રહ્મરૂપ કરવા……
  • કોઈ પણ સંકલ્પ ને સિદ્ધ કરવા જરૂર પડે છે- ધ્યેય, ધૈર્ય, આયોજન ,અને પુરુષાર્થની…….જો હૃદય ના શુધ્ધ ભાવ થી- એકાંતિક પણે – સંકલ્પ કરવામાં આવ્યો હોય તો- એમાં ભગવાન પણ ભળે છે……..યોગીજી મહારાજ – કે જેમનું જીવન જ એક સંકલ્પ હતું- એમનાં સંકલ્પો ના પ્રતાપે- આજે દુનિયાભર મા સ્વામિનારાયણ ના ડંકા વાગે છે……..
  • પંચ વિષય ના સંકલ્પ થી હમેંશા અશાંતિ કે દુઃખ જ આવે છે……આથી સંકલ્પ કરવો તો- હરિ નો કરવો…..અક્ષરધામ નો કરવો……મનુષ્ય નો આ અમુલ્ય અવતાર ને – વેડફી ન નાખવો……
  • શુભ સંકલ્પો હમેંશા સુખ લાવે છે…..” ભગવાન સૌનું ભલું કરો….” એ આપણા સત્પુરુષોના…ગુરુઓ ના સંકલ્પો હતા….અને છે….જે આપણા હરિભક્તો ની સુખાકારી મા દેખાય છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે- અક્ષરધામ હુમલા વખતે- આ જ ગુણ દર્શાવી ને- બધા મૃતકો ની સાથે સાથે- પેલાં બે હુમલાખોરો ના આત્મા માટે પણ પ્રાર્થના કરી હતી……….તો- યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો એમનું અપમાન કરનાર ને- પણ આશીર્વાદ આપતા…….

અદભૂત…..અદભૂત………..વિવેકસાગર સ્વામી જયારે બોલતાં હોય ત્યારે- તેમના શબ્દો નો અસ્ખલિત પ્રવાહ જાણે કે હૈયા સોંસરવો નીકળી જાય છે…….ભલ-ભલા ના કલેવર બદલી નાખતો- આ રંગ- એ શ્રીજી ની- સ્વામીશ્રી ની મહેરબાની જ છે……

સભાના અંતે- પ્રબોધિની એકાદશી ને દિવસે- શાકભાજી અને ફળ-ફળાદી ની અમદાવાદ મંદિરે- ઠાકોરજી આગળ જે હાટડી મંડાઈ હતી- અને પ્રમુખ સ્વામી મહારાજે જે- દર્શન અને ભક્તિ સુખ હરિજનો ને આપ્યું હતું- તે વીડીઓ દ્વારા દર્શાવવા મા આવ્યું……..

તો- આજ ની સભા- એક સંકલ્પ સભા હતી આથી- આપણે ખટકો એ વાત નો રાખવો કે -ભૂલ થી પણ આપણા થી- કોઈ ભૂંડો કે તુચ્છ સંકલ્પ ન થઇ જાય- અને એની પાછળ જીવન ની એક પળ પણ વેડફાઈ ન જાય……..આખરે આપણે બધાએ અક્ષરધામ જ પ્રાપ્ત કરવાનું છે અને સ્વામી-શ્રીજી નો રાજીપો-કાયમ કરવા નો છે……

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા તા -૨૫/૧૧/૨૦૧૨

वन्दे श्री पुरुषोत्तमम च परमं , धम्याक्षाराम ग्नान्दम ,

वन्देश्री प्राग्जी भक्तमेव मनगम , ब्रह्म्स्वरुपम मुदा

वन्देश्री य्ग्न्पुरुष दास चरणं , योगिराजम तथा

वन्देश्री प्रमुखं गुणालयम गुरु , मोक्षाय भक्त्या  सदा

શરૂઆત, દિવાળી પછી અને દેવ દિવાળી પહેલા ની મારી – આ રવિસભા ની હતી. અદભુત…અદભુત…..શું કહેવું??? સવારે – અને વાસ્તવ મા ગઈકાલ સવાર પણ પ્.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થી સુધરી….અને સાંજે- પૂ. ડોક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી અને પૂ.મહંત સ્વામી જેવા સદગુરુ સંતો ના દર્શન થી રવિસભા ની નવા વર્ષ મા શરૂઆત અદભુત રહી.  આથી આજે સભામાં સમયસર ગોઠવાઈ ગયો અને એ પહેલા ( એ પણ આજે બે વાર….) મારા વ્હાલા ના મનમોહક દર્શન…….

આજ ના દર્શન….

સભાની શરૂઆત- પૂ.પ્રેમવદન સ્વામી ના ધૂણ્ય અને પ્રાર્થના થી થઇ…..તો અંત- અન્ય એક સંત ના કીર્તન..” વારે વારે જાઉં વારનીયે..” થી થઇ…..આમે ય હરિ નો મહિમા- એ પણ આવા સુરીલા સ્વાંગ મા- પછી બાકી શું રહે…..! ત્યારબાદ પૂ.વિવેકસાગર સ્વામી નું – દેવદિવાળી અને પ્રબોધિની એકાદશી ના મહિમા પર વિસ્તૃત પ્રવચન થયું…….એના અમુક અંશ…

  • દેવદિવાળી- મય દાનવ ના પુત્રો દ્વારા રચિત – ત્રણ પુર( અર્થાત ઉડતા ભવન) ના મહાદેવ દ્વારા નાશ ની ઉજવણી રૂપે થાય છે……તો પ્રબોધિની એકાદશી- એ નારાયણ ની -બલીરાજા ના નિજ સ્થાન મા થી અક્ષરધામ પરત ફરવા ની ઉજવણી રૂપે થાય છે……આ પ્રસંગો નો આધ્યત્મિક અર્થ- જાગૃતિ- હૃદય ની-આત્મા ની- એમ થાય છે….
  • પ્રબોધિની એકાદશી – એ શ્રીહરિ ના પિતાશ્રી ધર્મદેવ નો પ્રગટ્ય ઉત્સવ છે…..અર્થાત- ધર્મ ની શરૂઆત અહી થી થાય છે- જે દેવદિવાળી ના -ભક્તિમાતા ના પ્રાગટ્યોત્સવ અર્થાત ભક્તિ સુધી ચાલે છે…..અને સાચે જ ધર્મ અને ભક્તિ હોય તો જ શ્રીજી પ્રગટ થાય….અને અંતર ના દોષ ટળે…
  • તો- પ્રબોધિની એકાદશી ના -ગઈકાલ ના દિવસે- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના પાર્ષદ દીક્ષા ના ૭૨ વર્ષ પુરા થયા….બારસ ના દિવસે- સૌપ્રથમ વાર જ શ્રીજી એ નિજ સ્વરૂપ- હરિકૃષ્ણ સ્વરૂપે- વડતાલ મંદિર મા સ્થાપ્યું….તેરસ ના દિવસે પૂ.ભગતજી મહારાજ અક્ષરવાસી થયા….તો દેવ દિવાળી-અર્થાત પૂર્ણિમા ના દિવસે -રાધા કૃષ્ણ ની જોડ-પ્રતિમા ની શરૂઆત કરનાર નીમ્બાકાચાર્ય નો પ્રાગટ્યોત્સવ પણ છે……..
  • તો એકાદશી થી પૂનમ સુધી નો કાર્તિક શુક્લ નો આ પક્ષ – ઇતિહાસ ની અનેક , વિશિષ્ટ ઘટનાઓ સાથે સંકળાયેલો છે….જરૂર છે- એનો મહિમા જાણવા ની…..અને અંતર મા – એને ઉતારી- દોષો ને ટાળવા નો…..

પૂ.વિવેકસાગર સ્વામી ના પ્રવચન બાદ -શ્રીજી ના મહિમા ને દર્શાવતા -મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન” માયરી મૈને પુરુષોત્તમ વર પાયા….” રજુ થયું…..શાસ્ત્રીય રાગ પર આધારિત આ કીર્તન ને એક યુવકે રજુ કર્યું અને સમગ્ર સભા જાણે કે એમાં વહી જ જઈ……

ત્યારબાદ પૂ.ડોક્ટર સ્વામી નું તેજસ્વી પ્રવચન શરુ થયું…..જોઈએ એના અમુક અંશ……

  • શાશ્વત સુખ…અખંડ સુખ ક્યાંથી મળે? કઈ રીતે મળે???? જવાબ- વચનામૃત મા છે……..
  • ગ.મ.૫૧ મા વર્ણવ્યા મુજબ- જીવ ને ત્રિદોષ નડે છે…..જ્યાં સુધી આ દોષ છે ત્યાં સુધી જીવ સત્સંગમાં લાગતો નથી અને સુખ આવતું નથી…..અને આ દોષ ને દુર કરવા ( તામસિક દોષ, રાજશિક દોષ અને સાત્વિક દોષ) ગ.મ.૫૪ મુજબ- ભગવાન ને- એમના મહિમા ને જીવ સાથે જોડવા…..પોતાને બ્રહ્મરૂપ કરીને- પરબ્રહ્મ ની ભક્તિ કરવી….પણ આ માટે સત્સંગ જ સર્વશ્રેષ્ઠ સાધન છે……
  • અને સાચો સત્સંગ- સત્પુરુષ મા દ્રઢ નિષ્ઠા અને જોડાણ થી જ આવે…..છેવટે તો અંતર ના દોષ ટાળવા આ જ જરૂરી છે…..જેથી અખંડ સુખ મળે…

અને પૂ. મહંત સ્વામી એ પણ આ જ લય ને આગળ ધપાવતા કહ્યું કે…..પૂ. યોગીજી મહારાજ નું સમગ્ર જીવન – આ નું જ દ્યોતક હતું…..

  • અંતઃકારણ ના દોષ દુર થાય તો જ મન મા શાંતિ થાય..સુખ થાય….પણ આ દોષ કાઢવા મુશ્કેલ છે….અને ખુબ જ પીડાદાયક છે….
  • ગ.પ્રથમ -૭૬ મા શ્રીહરિ એ કહ્યું છે કે- સત્સંગમાં- માની, કપટી, ઈર્ષ્યાળુ અને ક્રોધી – મનુષ્ય સહેજ પણ પસંદ નથી…..આથી સત્સંગ મા આવતા પહેલા – આ દોષ દુર કરવા જરૂરી છે……સત્સંગ મા આંટી પડે- એ પણ ખોટું…..અહી તો જે નમે-ખમે-ઘસાય અને અનુકુળ થાય – એ જ ચાલે…..
  • ભગવાન સંબંધીં બધા જ પદાર્થો મા – ગુણ રાખવો…..પ્રગટ ના સુખ માટે આ જરૂરી છે……

સભાના અંતે અમુક જાહેરાત થઇ……

  • સ્વામીનારાયણ સત્સંગ દર્શન – પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના મુંબઈ વિચરણ નો વીડીઓ સ્વરૂપ લોન્ચ થયું છે…..
  • ષષ્ટિ પૂર્તિ મહોત્સવ ઉજવણી મા કારીગરો ની જરૂર છે…એમની સેવા ની જરૂર છે……મંદિર નો સંપર્ક કરવો….

તો- મારા માટે નવા વર્ષ ની આ પ્રથમ સભા- હરિના-ગુરુના-સત્સંગ ના મહિમા ની સભા હતી…..અંતર  ના દોષ ટાળવા ની અને અખંડ -શાશ્વત સુખ માટે ની સભા હતી….હું જાણું છું કે – ભક્તિ નો આ માર્ગ સરળ નથી જ- પણ સાથે સાથે મને મારા ગુરુ અને મારા ઇષ્ટદેવ -સ્વામીનારાયણ ભગવાન પર પુરો વિશ્વાસ છે કે – હું માર્ગ પર સફળતા પૂર્વક ચાલી શકીશ…..

તો પછી ચિંતા શાની????? હરિ કરે એ ખરું…….

જય સ્વામીનારાયણ….

રાજ


1 Comment

BAPS રવિસભા- તા ૬/૧૧/૨૦૧૧

    गुणातीतो अक्षरम ब्रह्म, भगवान पुरुषोतम:

जनोंजानम इदं सत्यं मुच्यते भवबंधनात् ………

वंदे श्री पुरुषोत्तमम् च परमम्, धम्याक्षरम ग्नान्दम,

वंदे श्री प्रागजी भक्त में व् मनगं ब्रह्म्स्वरुं मुदा,

वंदे श्री यग्न्पुरुषदास चरणं, श्री योगिराज्म तःथा,

वंदे श्री प्रमुख्म गुनालयम् गुरु , मोक्षाय भक्त्या सदा……

તો આજે ઘણા સમય બાદ , મારા સદભાગ્યે, ૨૦૬૮ ની ,( મારા માટે ની) પ્રથમ રવિસભા રવિસભામાં હું હાજર હતો. આજે નવા વર્ષ ની પ્રથમ અગિયારસ હતી, એ પણ પ્રબોધિની એકાદશી…..દેવ ઉઠી અગિયારસ હતી. પૂ. શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા મુજબ, આ અગિયારસ – એ નિર્જળા અગિયારસ હતી. મે પ્રયત્ન કર્યો, પણ છેવટે , શરીર સામે મન, હારી ગયું અને બપોરે જ મે પાણી પી લીધું. ભૂતકાળ મા , મે નિર્જળા એકાદશી કરેલી છે( એ પણ સાંજે ૭ વાગ્યા સુધી….આરતી થાય ત્યાં સુધી). મને ઉપવાસ નો મતલબ ઘણી વાર મગજ મા બેસતો નથી. ઇન્દ્રિયો નો નિગ્રહ- અને આહાર – એ સંકળાયેલા છે ,એ વાત સાચી, પણ જીવ- આહાર મા ફરતો હોય, અને ઉપવાસ- ખેંચી ખેંચી ને કરવો- એના કરતાં જમી લેવું સારું…..! બાકી- હરિ માટે કઈ પણ શક્ય છે…….મન મક્કમ કરી ને બધું થઇ શકે છે……એ સ્તર સુધી પહોચવા માટે મારે ઘણી લાંબી મજલ કાપવા ની છે……..!

       સભા મા સમયસર પહોંચી ગયા. ભીડ સારી એવી હતી, અને ઠાકોરજી ના નવા વર્ષમાં , પ્રથમ દર્શન મન મૂકી ને , મન ભરી ને કર્યાં……આજે પ્રબોધિની એકાદશી હતી આથી ચાતુર્માસ પુરો થયો અને ભગવાન ને વિવિધ શાકભાજી ઓ ખુબ જ ભાવ પૂર્વક ધરાવવા મા આવી હતી…..( હું ખુબ ખુશ હતો કારણ કે – હવે હું મારા મનપસંદ – ભરેલા રીંગણ જમી શકીશ…….!!) જુઓ નીચેના ફોટા……

આજ ના દર્શન....

ત્યારબાદ સભામાં ગોઠવાયા. કીર્તન ચાલુ હતા. ” કરીએ કરોડો વંદન…..” કીર્તન- યુવકો ના અવાજ મા મન ને ડોલાવી ગયું. લાગ્યું કે, મંદિર ના નીચેના હોલ મા નવી મ્યુઝીક સિસ્ટમ લગાડી છે……! ત્યારબાદ- પૂ. ભક્તીયોગી સ્વામી ( મંદિર મા નવા સંત છે) , દ્વારા, પૂ. પ્રમુખ સ્વામી ના વિચરણ અંગે પ્રસંગો નું પઠન થયું…..જે મુજબ…..સાર હતો….

  • પૂ. ગુણાતીતાનંદ સ્વામી ની વાતો મુજબ- જો સત્પુરુષ ની સ્નેહભરી દ્રષ્ટી કોઈ જીવ પર પડી જાય તો એ જીવ નું કલ્યાણ થઇ જાય છે….અને આપણી બધી ગ્રંથીઓ ઓગળી જાય…….
  • શ્રીજી મહારાજ ની આજ્ઞા મુજબ- ગમે તેટલી વિકટ સ્થિતિ હોય પણ આત્મઘાત કરવો નહી……
  • એક હરિ નો આશરો જ જીવ ને પરમ શાંતિ આપી શકે છે……..
  • ભગવાન ને સંબંધિત બધી વસ્તુઓ નો મહિમા જાણવો- સમજવો…..કારણ કે સર્વ ના કર્તા-હર્તા – એ એક જ છે…..આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ……
ત્યારબાદ પુનઃ કીર્તન થયા. પૂ.પ્રેમાનંદ સ્વામી રચિત, ” જેના ગુણે રીઝ્યા ગિરધારી રે…એવા સંત ની બલિહારી રે…..”, અને પૂ. પ્રેમ્વાદન સ્વામી દ્વારા ગવાયેલ કીર્તન- ” સહજાનંદ સ્વામી…અંતર્યામી…..મૂર્તિ મનોહર શ્યામ ની…..” એ મારું મન ડોલાવી દીધું…..ભગવાન ના સ્વરૂપ ના…..એ સાંવરી મનોહર મુરત ના પદો- એ મારા પ્રિય પદો રહ્યા છે………
ત્યારબાદ- અમારા સદનસીબે- આજે અમદાવાદ મા નવા વરસે થયેલા – મહા અન્નકૂટ નો વીડીઓ બતાવવા મા આવ્યો- ૨૫૫૧ પ્રકાર ની વાનગીઓ – શુધ્ધ વાનગીઓ ના રસથાળ ને તૈયાર કરવામાં……એને ગોઠવવા મા……ભક્તો ના દર્શન માટે ની વ્યવસ્થા કરવા મા – જે સ્વયં સેવકો, ભક્તો,સંતો જોડાયેલા હતા……એમની એક ઝલક મન મા  એક વિચાર ઝબકાવી ગઈ કે- ભગવાન માટે- લોકો ની આસ્થા કેવી છે????? નવા વરસે – શ્રીહરિ ના રાજીપા માટે- હજારો લોકો છેલ્લા એક મહિના થી રાત દિવસ જોયા વગર તૈયારીમાં પડ્યા હતા.  આપણે ક્યાં હતા…..???? બસ , પોતાના ધંધા-નોકરીમાં ડૂબેલા હતા……!
આવું સમર્પણ જવલ્લે જ જોવા મળે…..! બેપ્સ આજે આગળ છે તો એનું કારણ એ જ છે……હરિ નો રાજીપો…..ગુરુ પરંપરા ના સર્વોચ્ચ સંકલ્પો અને દાખડા ઓ, હરિભક્તો ની નિષ્ઠા……..સંતો નું ઉત્તમ સમર્પણ…….સ્વયંસેવકો ની અકલ્પનીય સેવા………! બીજું શું જોઈએ……સર્વશ્રેષ્ઠ થવા…????
આ મહા અન્નકૂટ મા જે કોઈપણ ભક્તે, કે સંતે સેવા કરી હતી- એ બધા નો આભાર વિધિ પ્રસંગ કરવામાં આવ્યો…..આભાર વિધિ શા માટે જરૂરી છે? એ પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ એમની લાક્ષણિક અદા મા જણાવ્યું……….કે પરસ્પર ના સહયોગ વગર જીવન શક્ય નથી ……સરકારી તંત્ર, પોલીસ તંત્ર, વિવિધ કંપનીઓ, સંસ્થાઓ, વિભાગો બધાનો આભાર વિધિ- પોણા કલાક સુધી ચાલ્યો અને સમગ્ર હોલ તાળીઓ થી ગુંજતો રહ્યો……..
બસ નવા વર્ષ ની શરૂઆત સારી થઇ છે………રવિસભા ને ગુમાવવા નો રંજ – એ સત્સંગ મા ક્ષણો ને ચુકી જવાના રંજ જેવો છે……શ્રીજી ને પ્રાર્થના કે – રવિસભા ક્યારેય ન છૂટે……
જય સ્વામિનારાયણ….
રાજ