Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS ગુરુપૂર્ણિમા રવિસભા- ૯/૭/૨૦૧૭

.…..એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. …………

……….અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” 


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા પ્રથમ-૩૭

આજે ગુરુ પૂર્ણિમા………જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ……..! આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે………એમનું આ ઋણ તો કદાચ ક્યએર્ય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…! આજે બોચાસણ માં આ ઉત્સવ – સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાયો……આપણા ગુરુહરિ તો અમેરિકા વિચરણ માં છે…..છતાં એમની દિવ્ય હાજરી સર્વત્ર અનુભવી શકાય છે. …..અમદાવાદ ની આજની સભા એ મહિમા ને સમજવા અર્થે જ હતી…….

સભા ની શરૂઆત પહેલા આજની પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર શ્રીજી ના અદ્ભુત દર્શન……..

collage (1)

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……”પ્રમુખ સ્વામી રે ..તમારું નવખંડ માં નામ…” ; “ગુરુદેવ તુમહારે ચરણ કમળ મેં…” અને ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …”ગુર મળ્યા ગુણવાળા…” રજુ થયું……………અને નજર સમક્ષ ગુરુહરિ નો ચહેરો…..પ્રમુખ સ્વામી મહારાજ નો ચહેરો છવાઈ ગયો……………! અદ્ભુત….!

ત્યારબાદ પુ.ગુરુસ્મરણ સ્વામી દ્વારા આપણા ગુણાતીત ગુરુઓ ની ઉપકાર વર્ષા પર અદ્ભુત વિવરણ થયું…….જોઈએ સારાંશ….

 • આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે……આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે…..એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે…..
 • સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની ..સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..
 • છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!

અદ્ભુત પ્રસંગો……..એક એક પ્રસંગ તમે સાંભળો તો થાય કે આપણા ગુરુઓ એ આપણા સુખ માટે શું શું વેઠયું છે????

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના ચિત્રાંકિત કરતો એક વિડીયો ” ગુરુદેવ તુમહારે…” રજુ થયો…….પ્રમુખ સ્વામી મહારાજ ના નેત્રો માં થી વરસતી કરુણા ગંગા અને એમના ગામેગામ…..વિચરણ ના અદ્ભુત…….દર્શન નો લાભ મળ્યો…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – ગુરુ ઋણ અને એનો મહિમા…..વિષય પર અદ્ભુત પ્રવચન થયું…જોઈએ સારાંશ….

 • જીવના કલ્યાણ માટે જરૂરી છે કે – જીવ – સત્પુરુષ ની આજ્ઞા સાથે…એમના કાર્ય સાથે…એમના રાજીપા સાથે “એકસુત્રતા…..અનુસંધાન” કહેતા કે Alignment માં રહેવું…અને એ માટે બે સાધન છે…….

૧) ભગવાન અને અને સત્પુરુષ ની આજ્ઞા મુજબ જીવન બનાવવું….

૨) ભગવાન અને સત્પુરુષ ના સ્વરૂપ ને યથાર્થ ઓળખવું……

 • ઉપનિષદ નો અર્થ જ “ગુરુ ની પાસે બેસવું…અર્થાત ગુરુ ના રાજીપા પ્રમાણે વર્તવું એમ થાય છે…..એનો અર્થ એ કે- શાસ્ત્રો પણ એ જ કહે છે કે- ગુરુ આજ્ઞા માં જે રહે…તેનો બેડો પાર થાય…
 • ગુરુ એ સર્વોપરી આદર્શ છે…અને સાચા શિષ્ય એ તેનું અનુસંધાન રાખી – ગુરુ ના પગલે ચાલવા નું છે…..
 • ગુરુ પ્રભાવી હોય તો ગમે તેવો શિષ્ય હોય….જો એ યથાર્થ જોડાયો હોય તો તેનું કલ્યાણ થયા વગર છૂટે નહિ…..
 • અને એ જ સમર્થ ગુરુ – પોતાના શિષ્ય ને તારે છે…………..પણ એ માટે જરૂરી છે…શિષ્ય એ – ગુરુ સાથે ચાલવું પડે……

અદ્ભુત…….અદ્ભુત………Transcendence પુસ્તક ના પબ્લિશર હાર્પર-કોલીન્સ કંપની ના – શાન્તનું ચોધરી અને સુકુમાર ને થયેલા અનુભવો…….એ જ વાત ની સાક્ષી પૂરતા હતા…….એમણે સ્વામીશ્રી ના સ્વરૂપ ને જાણ્યું અને પ્રભાવિત થયા…….

સભાને અંતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો વિડીયો દર્શન નો લાભ મળ્યો………અમુક જાહેરાત પણ થઇ…જેવી કે- આવતા રવિવારે – સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સંતો ની પધરામણી શરુ થઇ રહી છે…….આવતી રવિસભામાં – નીલકંઠ વરણી ની બદ્રીનાથ સુધી ની યાત્રા ( ભાગ-૪) ની ડીવીડી મોટા સ્ક્રીન પર બતાવવા માં આવશે…….અને અમેરિકા ના બાળકો દ્વારા કીર્તન આરાધના થયેલી જેની સીડી નું ઉદ્ઘાટન થયું…..!

તો આજની સભા એ ગુરુ ના મહિમા પર હતી કે જેણે આપણો હાથ પકડ્યો છે……અને આપણ ને શ્રીજી ના સ્વરૂપ ની યથાર્થ ઓળખાણ કરાવી એમનામાં જોડશે…..આપણું આત્યંતિક કલ્યાણ કરશે….! અને એ માટે તો આપણા અનંત જન્મ કુરબાન થાય તો એ ઓછા છે…..બસ એ માટે આપણે હરપળ એમની અનુવૃતી પ્રમાણે જીવવા નું છે…એમના રાજીપા નો વિચાર હરપળ કરવા નો છે……..!~

જય સ્વામિનારાયણ………

રાજ

Advertisements


Leave a comment

BAPS રવિસભા-૨૭/૦૩/૨૦૧૬

“….But I was not in mood to surrender. I asked .” will Pramukh Swamiji  certify that I am a Sadhu?? Swamiji said ;” Yes..You are a sadhu”.. I beamed ,”This certificate from Pramukh Swamiji is like a certificate from the Divine”……

Our connection was getting deeper, and I could sense Pramukh Swamiji’s presence even in his absence……….”

——————————————

By Dr A.P.J. Abdul Kalam-excerpts from the great book- Transcendence -My spiritual experiences with Pramukh Swamiji

સત્પુરુષ ને હરઘડી પોતાની સાથે અનુભવવા…..પોતાના અંતરમાં અખંડ ધારવા એટલે કે  સ્વયમ શ્રીજી ને  અખંડ  ધારવા….!! અને જયારે એક વૈજ્ઞાનિક …અતિ વિદ્વાન…તર્કશાસ્ત્રી ….રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ -કોઈ ધર્મગુરુ ને પોતાના અંતર માં અખંડ અનુભવે ત્યારે શું વિચારવું??? એની કક્ષા કેટલી??? સત્પુરુષ સાથે જોડાણ કેટલું??? આપણે  એમની કક્ષા માં  આવીએ  છીએ??? આ બધા નો ઉત્તર  આજની  સભામાં  હતો…..ટ્રાન્સડંસ (Transcendence) નું મિડલ ઇસ્ટ એશિયા ના  પાટનગર -દુબાઈ માં  ભવ્ય વિમોચન – આ બ્રહ્મસત્ય નું દ્યોતક હતું……

સભામાં પહોંચ્યા ત્યારે શ્રીજી ના  દર્શન બંધ થઇ ગયા હતા……છતાં સોશિયલ મીડિયા પરથી  દર્શન નો લાભ મળ્યો…..

996675_1684073275213838_7481185377814871860_n

સભામાં  યુવકો દ્વારા ધુન્ય -કીર્તન ચાલી રહ્યા હતા…..”જુઓ છબી શ્યામ સુંદર વર કેવી રે……” ભૂમાનંદ રચિત આ કીર્તન અદ્ભુત હતું…..ત્યારબાદ  કવિ માવદાન રચિત “મોગરા ના  ફૂલ સખી ..મોગરા ના ફૂલ…શ્રીજી ને  વ્હાલા બહુ મોગરા ના ફૂલ..” પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ રજુ કર્યું….

ત્યારબાદ પુ.યોગી સ્વરૂપ સ્વામી એ – પ્રગટ ચરિત્ર- પ્રમુખ સ્વામી મહારાજ ના  મુંબઈ માં  બીમારી સમય ની ઘટનાઓ-પ્રસંગો સાથે -વિચરણ નું દર્શન સભાને કરાવ્યું…..એનો સારાંશ હતો….

 • શ્રીજી પોતાના વચનામૃત માં  કહે છે તેમ..પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ -ભક્તો ના સુખાકારી માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે…….ગમે તેવી બીમારી હોય પણ પહેલો વિચાર તો તેમણે હરિભક્તો ના રાજીપા નો જ કર્યો છે…..
 • ભક્તવત્સલ પણું જેમ ભગવાન નો ગુણ છે….તેમ તે સત્પુરુષ નો પણ  આગવો ગુણ  છે……

ત્યારબાદ ૨૩/૩ ના રોજ- સારંગપુર મહાતીર્થ ખાતે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રામાં ઉજવાયેલા ફૂલદોલ ઉત્સવનું વિડીયો દર્શન થયું…..નીચેની લીંક પરથી આપણે એના દર્શન કરી શકશું…….

ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી કે  જે  હાલમાં જ પુ.ઈશ્વરચરણ સ્વામી સાથે દુબઈ માં Transcendence બુક નું લોન્ચિંગ કરી ને આવ્યા છે…તેમણે મિડલ ઇસ્ટ માં આપણા સત્સંગ ની પ્રગતિ..સત્પુરુષ ના પ્રભાવ…મહિમા નો અહેવાલ આપ્યો…….જોઈએ સારાંશ…

( મોબાઈલ રેકોર્ડીંગ નીચેની લીંક પરથી સાંભળી શકાય છે…..)

http://chirb.it/gkcP3A

 • પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા બે-ત્રણ વર્ષ થી નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે કશું જમતા નથી….છતાં એમના મુખ પર જે તેજ છે….આનંદ  છે ..એ આપણા ચહેરાઓ પર જોવા નથી મળતો…..કારણ સ્વામી ના મુખ પર અખંડ ભગવાન નો આનંદ છે….એમનું તેજ છે…..ભગવાન નું પ્રગટ પણું છે…
 • સ્વામી શ્રી એ દેહ ને સદાયે પોતાના ભક્તો માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે……અને ભગવાન એટલા માટે જ  એમનામાં સદાયે પ્રગટ છે…..આપણે બસ  આ સમજવાનું છે….સત્પુરુષ ને સદાયે અંતરમાં ધારવા ના છે…
 • ડો.કલામ જેવા પ્રખર વૈજ્ઞાનિક ….રાષ્ટ્રપતિ એ Transcendence માં લખ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ સદાયે મારી સાથે હોય એવી અનુભૂતિ થાય છે……એક પ્રશ્ન…આવી અનુભૂતિ આપણ ને થાય છે??? જો સમજીએ- તો બાપા આપણા થી સહેજ પણ દુર નથી….
 • અને કલામે આ અનુભૂતિ ના અમૃત ને Transcendence બુક માં શબ્દ દેહે રજુ કર્યું……જેની આજે ૫ લાખ થી વધુ નકલો વેચાઈ ચુકી છે…..
 • સત્પુરુષ ની કાર્ય શક્તિ અતુલ્ય છે……એ જયારે અકલ્પનીય કાર્ય સફળ થાય ત્યારે જ સમજાય….અને આપણે આ બુક ને  દરેક યોગ્ય પાત્ર સુધી પહોંચાડ્યું છે….કે  જેથી એક વિદ્વાન ના મુખે -સત્પુરુષ ની કાર્ય શક્તિ નો દાખલો દુનિયા ને મળે…….
 • મિડલ ઇસ્ટ ની દુનિયા …આરબ દેશો માં ધર્મ ના નિયમો ખુબ જ કડક છે……અને આવા વિપરીત માહોલમાં પણ આપણા સત્સંગીઓ- એ સત્પુરુષ અને શ્રીજી ની દયા થી – સત્સંગ-ધર્મ-નિયમ જાળવ્યા……ધર્મ ની બાબત માં- આપણી નમ્રતા….ત્યાના કાયદા નું કડકાઈ થી પાલન …ત્યાના સમાજ માં એકરસ થઇ જવાની લાક્ષણીકતા …અને સત્પુરુષ ની કાર્યશક્તિ….સંકલ્પ બળે આ બધું થાય છે…….સ્વામિનારાયણ નું નામ આજે ગુંજે છે…………
 • દુબઈ માં Transcendence બુક ના વિમોચન પ્રસંગે શેખ નાહ્ય બિન મુબારક પોતે આવ્યા..સાથે સાથે દુબઈ ના ખ્યાતનામ લોકો પણ હોળી-ક્રિકેટ મેચ અને અન્ય પ્રસંગો હોવા છતાં મોટી સંખ્યામાં આવ્યા……….બધાને સ્વામીશ્રી ની દિવ્યશક્તિ ખેંચી લાવી……..જ્યાં આપણે મોટે થી સ્વામિનારાયણ નું નામ લેતા અચકાઈ એ ત્યાં -આજે એ નામ ના પડઘા પડ્યા……..

1170875_447450048786581_5855537755516337158_n

અદ્ભુત….અદ્ભુત……….અને  એ વિમોચન ના ફોટોઝ પણ સ્લાઈડ શો દ્વારા રજુ થયા….ત્યારે ભીડ-ખ્યાતનામ લોકો ના મંતવ્ય જોઇને સમજાયું કે – ભગવાન ની- સત્પુરુષ ની શક્તિ શી છે…!!!

સભાને અંતે- આપણા શાહીબાગ મંદિર માં વરસો થી સેવા આપતાં…૪૦-૪૦ વર્ષ થી પ્રમુખ સ્વામી મહારાજ અને મોટેરા સંતો સાથે રહી સત્સંગ ની સેવા માટે પોતાનો પરિવાર-તન-મન-ધન સર્વ અર્પણ કરનાર પરમ ભક્તરાજ શ્રી ધીરેન્દ્ર ભાઈ વીંછી ( સુરત) નો વિદાય સમારંભ યોજાયો….એ ભક્તરાજ ની સેવા-નિષ્ઠા નું જાહેર માં સન્માન થયું…..અને એમની આંખોમાં અશ્રુ જોઇને સમગ્ર સભા ગમગીન થઇ ગઈ…!!!! કેવા કેવા ભક્તરાજ સ્વામી એ તૈયાર કર્યા છે………એક આજ્ઞા એ પોતાનું સર્વસ્વ કુરબાન કરી સત્સંગ નો આહલેક જગાડવા પોતાની જાત ને ઘસી નાખતા આવા ભક્તરાજો ના ચરણો માં કોટી કોટી વંદન……………….!!!

12376321_984886251549343_4961667129994543886_n

સાથે સાથે ૧૦૦૦ કીર્તન ધરાવતી એક પેન ડ્રાઈવ પ્રગટ થઇ છે………સારંગપુર શતાબ્દી મહોત્સવ માટે સ્વયંસેવકો ની નોંધણી શરુ થઇ ગઈ છે……

તો- આજની સભા સત્પુરુષ ને સમર્પિત હતી………એકવાર રદયમાં – સત્પુરુષ દ્રઢ પણે -અખંડ બિરાજે પછી ભક્ત -બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ને અચૂક પામે છે……..કારણ કે  વચનામૃત -વરતાલ-૧૧ માં સ્વયમ જગત નો નાથ કહે છે કે – સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ એ જ મોક્ષ નું સાધન છે……….પરમાત્મા ના સાક્ષાત્કાર નું સાધન છે……

જય સ્વામિનારાયણ…….

રાજ

 


1 Comment

BAPS રવિસભા-૦૬/૦૩/૨૦૧૬

અને રાત દોઢ પહોર વીતી હતી. …….પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

“સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી……….. કાં જે, ભગવાનનું કર્યું સર્વે થાય છે……… અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે. અને શ્રીનરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે……… તે લ્યો, કહીએ જે, જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે, અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું……. જે, આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનું રાજ જાઓ તો તેનું જાય છે; અને ધારીએ જે, આ પળે આટલો વરસાદ આંહીં થાઓ તો તે ત્યાં જરૂર થાય છે, અને આંહીં ન થાઓ તો ત્યાં નથી થાતો; અને વળી ધારીએ જે, આને ધન પ્રાપ્ત થાઓ તો તે થાય છે, અને આને ન થાઓ તો તેને થાતું જ નથી; અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે, આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી; અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે, અને આને રોગ ન થાઓ તો તેને રોગ પણ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું…………. ત્યારે તમે કહેશો જે, ‘સત્સંગીને સુખ-દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે …….તો પણ એ દરિદ્રી જેવો રહે છે.’ તો એનું તો એમ છે જે, એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી તેને સર્વ ક્રિયાને વિષે બરકત થતી નથી……… અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે, શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે……..”

————————-

વચનામૃતમ-જેતલપુર-૫

અદ્ભુત  વચનામૃત….! ધાર્યું તો એક શ્રીજીનું  જ થાય છે…એમના સંકલ્પે જ સત્સંગ વધે છે..કાંતો ઘટે  છે…..પણ આ જીવ-જગતની માયા ને વશ થઇ-એમાં સંશય કરી બેસે છે…આ  તો એક સત્પુરુષ નું શરણું હોય અને જીવ એમની વાત સમજતો હોય તો જ શ્રીજી ની અને મોટા પુરુષ ના સંકલ્પ શક્તિની સમજ આવે છે….! જુઓ- આજે આપણો સત્સંગ…આફ્રિકા ના અંધારિયા ખંડ થી લઈને….આરબ દેશો..અને   છેક સિંગાપોર ની ગલીઓ સુધી -સ્વામિનારાયણ નામ..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના  ડંકા વાગ્યા છે…..એ  શ્રીજી નો સંકલ્પ જ છે..જે  મોટા પુરુષ ના માધ્યમ દ્વારા પ્રસરી રહ્યો છે…પ્રસરતો રહેશે…..! આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી અને પુ.અમૃતવિજય સ્વામી- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશ) નું વિચરણ કરીને આવ્યા -એના પર આવું અદ્ભુત વિવરણ થયું…..

આજે સભામાં હું હમેંશ ની જેમ સમયસર હતો….સૌપ્રથમ જગતના નાથના મનભરી ને દર્શન કર્યા….અને પ્રદક્ષિણા પથ પર લગાવેલા વચનામૃત ના અવતરણ વાંચી ને શ્રીજી -સ્વામી ના મહિમા ને સાક્ષાત અનુભવ્યા….તમે પણ અચૂક લાભ લો..એ વચનામૃત વાંચો….!

12801340_518913374963506_6703504364417468463_n

12800201_970713642966604_8290446950546389391_n

સભાની શરૂઆત યુવકો દ્વારા -સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……યુવક જૈમીન વૈદ્ય દ્વારા – “આજ સખી આનંદ ની હેલી’ જેરામ બ્રહ્મચારી રચિત રજુ થયું અને મારું હૃદય બાગ બાગ થઇ ગયું…મારું મનગમતું કીર્તન-એ પણ આવા સુરીલા સ્વર માં..પછી હૈયું ઝાલ્યું કેમ રહે??? ત્યારબાદ એ જ સુરીલા સ્વર માં સદગુરુ પ્રેમાનંદ રચિત ” જેને ગુણે રીઝ્યા ગિરધારી રે” રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…!

ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી -૨૦૧૬ ના સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દર્શન ની વિડીયો કલીપ રજુ થઇ……તમે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આંખો જુઓ..ધ્યાન થી જુઓ…..તમે ને કૈક અલગ જ તત્વ નો અનુભવ થશે…..આને કહેવાય ગુણાતીત અનુભવ..!

પછી જેની રાહ જોવાતી હતી..એ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અતિ વિદ્વાન..તેજસ્વી વક્તા દ્વારા ગયા માસ માં- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશો) માં થયેલા વિચરણ..Transcendence બુક ના લોન્ચિંગ નું વિવરણ અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા થયું….જોઈએ સારાંશ…

 • આજે દુનિયાના ખૂણે ખૂણે…કલ્પના ન કરી હોય એવા દેશોમાં આ સર્વોપરી સત્સંગ ફેલાયો છે…..સર્વોપરી મંદિરો બન્યા છે  તે શ્રીજીના સંકલ્પ મુજબ જ થયા છે……મોટા પુરુષના માધ્યમ થકી જ બન્યા છે…ભલે ને એ આફ્રિકા ના અજાણ્યા ખૂણા હોય કે ઇસ્લામ નું વર્ચસ્વ ધરાવતા આરબ દેશો હોય..શ્રીજી અને સ્વામી ના સંકલ્પ થી સત્સંગ અને મંદિરો બન્યા છે…
 • ઈસ્વીસન ૧૯૨૮ માં- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો સંકલ્પ અને સદગુરુ નિર્ગુણ સ્વામી ના પત્રો ના માધ્યમ થી દેશમાં બેઠે બેઠે -આફ્રિકા માં સત્સંગના મુળિયા નખાયા….આજે  જે વટવૃક્ષ બન્યા છે…યોગીબાપા એ આફ્રિકા ના ગામે ગામ પધરામણી કરી તો પ્રમુખ સ્વામી મહારાજે એનું સિંચન કર્યું….અને અત્યંત નિષ્ઠાવાન સત્સંગ સમાજ બન્યો…
 • દાખલા તરીકે લુસાકા ના જયેશભાઈ એ – પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૨ જેટલા પત્ર ( કે જેમાં સ્વામી એ જયેશભાઈ ના નાના-મોટા પ્રશ્નો નું સમાધાન-સુચન લખી મોકલ્યા છે) ને બાકાયદા ફ્રેમીંગ કરી ને ઘરમાં મુક્યા છે કે જેથી નિત્ય દર્શન થાય…! અદ્ભુત…કેવી નિષ્ઠા..!

12806239_970710846300217_3383403303480695889_n

 • હર્ષદ રાણા જેવા અતિ નિષ્ઠાવાન હરિભક્ત ના એક પ્રસંગમાં સ્વામી એ કહ્યું હતું કે- જે ભક્ત ના- નિયમ ધર્મ, જાણપણું ( પોતે કોણ છે…ધ્યેય  શું છે..) , નિષ્કપટ પણું દ્રઢ હોય તેના પર મોટા પુરુષ નો રાજીપો સદાયે રહે છે…..ભલે ને ભક્ત ગમે ત્યાં હોય….!
 • આફ્રિકામાં Transcendence બુક ના લોન્ચિંગ ના પ્રસંગો યાદ કરતા પુ.બ્રહ્મવિહારી સ્વામી એ કહ્યું કે- કિસુમુ ,કમ્પાલા,જીન્જા,ઇથોપિયા, દાર એ સલામ, જોહાનીસ્બર્ગ માં ભક્તો-મુમુક્ષુઓ -લોકો ની સંખ્યા ધાર્યા કરતા પણ વધારે હતી…….કિસુમુમાં તો- ચર્ચ ના પાદરીએ – બુક લોન્ચિંગ માટે ચર્ચ ના સ્થાન ની ઓફર કરી….કમ્પાલા માં તો યુગાન્ડા ના નાયબ વડાપ્રધાન આપણો દેશી ઝભ્ભો-લેંઘો પહેરીને આવ્યા ..આપણી સંસ્કૃતિ-સત્સંગ-બાપા ના ભરપુર વખાણ કર્યા…..અને જીન્જા માં તો આ વડા પ્રધાન પોતાના પરિવાર ના ૨૨ સભ્યો ને- બુક લોન્ચિંગ માં લઈને આવ્યા……એટલા બધા પ્રભાવિત થયા..!
12802735_970710852966883_5978417477150102065_n

ઝભ્ભા-લેંઘા માં ઉભેલા મહાશય દેખાયા???

 • ઇથોપિયા કે જ્યાં અન્ય ધર્મ ની વાત ન થાય ત્યાં- આપણા સંતો નું સ્વાગત થયું અને ૧૦-૧૫ લોકોએ રવિસભા ની શરૂઆત પણ કરી….આ બધું સત્પુરુષ -શ્રીજી ના સંકલ્પ થી જ શક્ય બને…! દાર એ  સલામ માં પરમ ભક્તરાજ સુભાષભાઈ ના પ્રયત્નો થી ધાર્યા કરતા મોટો અને ભવ્ય પ્રોગ્રામ થયો….બધા લોકો આ પુસ્તક થી-બાપા થી એટલા પ્રભાવિત થયા કે  સામે ની મસ્જીદ ના ઈમામ – આ પ્રોગ્રામ ની ડીવીડી લઈને ગયા -પોતાની મસ્જીદમાં બતાવી…..! જોહાનીસ્બર્ગ માં ત્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નેલ્સન મંડેલા ના સાથી -ઈશુ છીપા હોય કે પ્રસિદ્ધ લેખક ઈમ્તિયાઝ કાઝી……એમણે આ પુસ્તક- પ્રમુખ સ્વામી મહારાજ ના અયપ્પા ગામ ના વેર શમન ના પ્રસંગ ને વાંચી-સમજી પોતાના જીવન ના બદલા ની ઈચ્છા…વેર ની આગ ને શાંત કરી…બદલો લેવાનું માંડી વાળ્યું…..અને પોતાનું આ પરિવર્તન જાહેરમાં જણાવ્યું…! અદ્ભુત……એક સત્પુરુષ કે જે હજારો માઈલ દુર છે….એના શબ્દ દેહ ની હાજરી માત્ર થી આટલું મોટું જીવન પરિવર્તન….!!! અને કહેવાય સંકલ્પ ની શક્તિ…!
 • અરે..લેખક ઈમ્તિયાઝ કાઝી તો એટલા પ્રભાવિત થયા છે કે હાલમાં પોતે જે પુસ્તક લખી રહ્યા છે.. Quest for truth તેનું લોકાર્પણ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના હાથે કરાવવા માંગે છે…!!!!!! અદ્ભુત..અદ્ભુત….!
 • આરબ દેશમાં -બધા એ વાંચ્યું હશે  એમ- આપણું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે……અને એમાં  ત્યાના રાજા ના પરિવાર નો અતુલ્ય ફાળો છે….એ જ પરિવાર – Transcendence બુક ના લોન્ચિંગ કે જે ૨૨ માર્ચ ના રોજ -પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા ત્યાં- યુંએઈ માં થવાનું છે…એમાં હાજર રહેશે….!

અદ્ભુત….અદ્ભુત…….ત્યારબાદ પુ.અમૃત વિજય સ્વામી એ  સ્લાઈડ શો દ્વારા -આફ્રિકા-મિડલ ઇસ્ટ ના વિચરણ ને બતાવ્યું……વિવરણ કર્યું….! અને ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ  આવનારી બોર્ડ ની પરીક્ષા ઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને આશીર્વાદ આપતાં કહ્યું કે- હમેંશા બાપા- સ્વામી-શ્રીજી નું બળ રાખવું…એ સદાયે તમારી સાથે જ છે…….!!  પ.ભક્તરાજ ચંદ્રકાંત સોમપુરા -કે જે પ્રખ્યાત સ્થપતિ હતા..-મંદિર બનાવનાર હતા અને જેમનો ગઢડા મંદિર ને બનાવવા માં મુખ્ય ફાળો રહ્યો છે..તેમનું નિધન થયું છે…..શ્રીજી એમના આત્મા ને શાંતિ-સુખ આપે એ જ પ્રાર્થના…

આવતા રવિવારે- બ્રહ્મસત્ર નો બીજો ભાગ- પશ્ચિમ અમદાવાદ માટે…….સમય સવારે  ૮ થી સાંજે ૫:૩૦ સુધી છે…રવિસભા- ૧૫ મિનીટ મોડી શરુ થશે…..પુ. નારાયણ મુની સ્વામી ના આ અદ્ભુત પ્રવચન માં તમારું સ્વાગત છે….!

તો- ચાલો આપણે આપણા શુભ કર્મ કરીએ…….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના બળદીયા છીએ…..એમને આપણી પાસે થી જે કામ લેવું હશે તે જરૂર લેશે..એમના સંકલ્પ માં -રહેવું…જીવ જોડી દેવો…..એટલું આપણે કરવું છે…! એક બ્રહ્મ સત્ય તમે સ્વીકારો કે ન સ્વીકારો….શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એની મરજી વગર સુકું પત્તું પણ હલી શકતું નથી……ભલે ને તમને કર્મ કરવાનું સ્વાતંત્ર્ય મળ્યું હોય..પણ ફળ તો એક શ્રીજી ના જ હાથમાં છે…..! એ જે કરશે એ સારું જ કરશે..!

જય સ્વામિનારાયણ

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૨૭/૧૨/૨૦૧૫

પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે…..”

————————————

વચનામૃતમ- વરતાલ-૧૯

શ્રીજી ના અમૃત વચનો કે જેના આધારે વડતાલ ના આદ્ય કોઠારી ગોરધનભાઈ ના ભત્રીજા ગીરધરભાઈ -બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ને ઓળખી- વિજ્ઞાનદાસ સ્વામી તરીકે અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત કાજે જીવી ગયા…….આ  એ જ વચનામૃત છે કે જેના સાર ને આધારે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો.અબ્દુલ કલામ -પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને ઓળખી – Transcendence પુસ્તક લખી પોતાની ભક્તિ જગત સમક્ષ પ્રગટ કરતા ગયા……હવે પ્રશ્ન આપણા માટે કે- આપણ ને જે સત્પુરુષ મળ્યા છે…..તેને દ્રઢ પણે ઓળખ્યા છે???? આપણે એમના સાચા શિષ્ય થયા છીએ??? અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને સમજ્યા છીએ???

તો આજની રવિસભા ડો.કલામ ની ભક્તિ થી નીતરતી કલમ દ્વારા લખાયેલ અભૂતપૂર્વ પુસ્તક Transcendence ના ગુજરાતી સંસ્કરણ – “પરાત્પર” ( અનુવાદક- શ્રી અજય ઉમટ, તંત્રી-નવગુજરાત સમય દૈનિક) ના લોકાર્પણ ની હતી…….અને હું સારંગપુર થી પરત ફર્યા બાદ પ્રથમવાર જ રવિ સત્સંગ સભા નો લાભ લઇ રહ્યો હતો……ચાલો સર્વ પ્રથમ કરીએ- જગત ના નાથ ના દર્શન….

10357600_1650875058533660_2387864951325515894_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો દ્વારા- સ્વામિનારાયણ ધુન્ય અને “ઘણું જીવો હો જીવન આધાર..” કીર્તન નું ગાન થઇ રહ્યું હતું અને ગુરુ ભક્તિ નો સાગર સભાખંડ માં જાણે કે ઘૂઘવટા લઇ રહ્યો હતો…….

ત્યારબાદ- ૧૯ ડિસેમ્બરે -ઉજવાયેલા સ્વામીશ્રી ની જન્મ જયંતી ની પ્રાત:પૂજા અને દર્શન નો વિડીયો રજુ થયો….હું સારંગપુર માં આ સુવર્ણ પળો નો સાક્ષી હતો…….ડ્રોન દ્વારા શૂટ થયેલા દ્રશ્યો અને સ્વામીશ્રી ના મુખ પર દેખાતી આભા…..હરિભક્તો ના ઉમંગ આમાં સ્પષ્ટ દેખાતો હતો…..

ત્યારબાદ ગાંધીનગર અક્ષરધામ ના મહંત પુ.આનંદ સ્વરૂપ સ્વામી એ પરાત્પર પુસ્તક- અર્થાત Transcendence પર ઊંડાણ પૂર્વક રજૂઆત કરી…..કે કેવા સંજોગો માં ડો.કલામ કે જે  પ્રમુખ સ્વામી મહારાજ ને માત્ર ૮ વાર જ મળ્યા હતા….છતાં એ અક્ષરબ્રહ્મ ને યથાર્થ ઓળખી લઇ-પોતાનો જન્મારો સફળ કરતા ગયા……દુનિયા સમક્ષ પુસ્તક સ્વરૂપે એ સંસ્મરણો ને મુકતા ગયા……જોઈએ અમુક અંશ…

 • સારંગપુર -૧૦ ના વચનામૃત પ્રમાણે -શ્રીજી એ સમગ્ર મનુષ્ય ના માત્ર બે ભેદ કર્યા….ધર્મી અને અધર્મી…..જે ધર્મ ને સમજે છે…..શ્રીજી ને જાણે છે…તેના મહિમા ને સમજે છે-તે તરે છે….
 • કલામ જેવા અતિ વિચક્ષણ અને વ્યસ્ત વ્યક્તિ માટે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ની મુલાકાત હમેંશા નીતનવી જ રહેતી……અને સ્વામીશ્રી નો મહિમા એ જેવો સમજ્યા હતા…એવો તો કદાચ આપણે સત્સંગ માં આટલા વર્ષ થી છીએ-છતાં સમજ્યા નહિ હોઈએ…..અને પરિણામે- Transcendence  પુસ્તક રચાયું……જે પ્રમાણિક પણે રચાયું છે….જેમાં કલામ ના હૃદય ના સુર છે….

એ જ વાત- Transcendence  બુક ના ગુજરાતી અનુવાદક- શ્રી અજય ઉમટે કરી…..એમણે પુતક ના અંશો ને વર્ણવતા કહ્યું કે- કલામ જાણી ચુક્યા હતા કે- અક્ષર બ્રહ્મ શું છે??? એ નો મહિમા શું છે??? અને બાપા નો મહિમા શું છે?? અને  એ સત્ય ને આધારે આ પુસ્તક રચાયું…કે જેની ૨ લાખ થી વધુ નકલો વેચાઈ ચુકી છે……૫ થી વધુ ભાષા માં અનુવાદ થઇ ચુક્યો છે અને જેણે જેણે આ પુસ્તક વાંચ્યું છે-તેમની જિંદગી પરિવર્તિત થઇ ચુકી છે…………..અરે અજયભાઈ એ પોતાની જિંદગી ના પ્રસંગ વર્ણવતા કહ્યું કે- એમની જિંદગી કઈ રીતે પરિવર્તિત થઇ…!! અદ્ભુત અદ્ભુત………..! અને એ જ વાત- પુ.બ્રહ્મવિહારી સ્વામી એ અને પુ.ઈશ્વર ચરણ સ્વામી પણ કહી……….! પુ.બ્રહ્મવિહારી સ્વામી એ તો એટલે સુધી કહ્યું કે- આ પુસ્તક- એ જીવન પરિવર્તન નો માર્ગ શીખવે છે……અને સત્પુરુષ નો યથાર્થ મહિમા સમજાવતું આ પુસ્તક -જેટલા સુધી શક્ય હોય ત્યાં સુધી પહોંચવું જોઈએ…….કોઈક ને ભેટ આપવા માટે આનાથી મોટો બીજો કોઈ પર્યાય ન હોઈ શકે..!!! ઝવેરી એન્ડ કંપની ના- ભરત ભાઈ ઝવેરી કે- જે મુમુક્ષુ માત્ર છે-તેમણે તો પોતાના બધા ગ્રાહકો માટે- આ પુસ્તક ની ભેટ ફ્રી રાખી છે………..!

10401223_937114242993211_3544838802444849675_n

સત્પુરુષ ના ગુણલા તો ગવાય એટલા ઓછા છે…….કોઈ જીવ ને કદાચ આ માધ્યમ થી પણ સત્પુરુષ માં હેત થાય તો એનું જીવન સફળ થઇ જાય……..! સભાને અંતે – “પરાત્પર” પુસ્તક ના નિર્માણ-પ્રકાશન માં સહયોગ કરનારા બધા વ્યક્તિઓ નું જાહેર માં સન્માન થયું……..

તો ચાલો આપણે પણ સત્પુરુષ ના મહિમા ગાન  માં જોડાઈએ……એમના પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ ને રાજી કરી લઈએ…..પ્રાપ્ત કરી લઈએ…….એટલે આપણો આ ફેરો સફળ…..! ગહન વાત છે…..પણ જો સમજવા નો ખપ રાખો તો સહજ છે……! “ગુરુ બિન જ્ઞાન નહિ…”

જય સ્વામિનારાયણ….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- ૦૧/૧૧/૨૦૧૫

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. …………………માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ……………

……..અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં……….. અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં રાખવાં નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી….

—————————————————-

વચનામૃતમ-ગઢડા અંત્ય-૭

જગત નો નાથ જયારે -પોતાના ભક્ત અને પોતાના સાધુ ની વાત કરવા બેસે ત્યારે સર્વ ઇન્દ્રિયો એક એમની વાત માં જ સ્થિર થવી જોઈએ…..સંત ને વિશે આત્મબુદ્ધિ…ભક્ત ને વિષે પક્ષ ..દ્રઢ કરવો એથી મોટું સાધન બીજું કોઈ નથી…..! સત્સંગ એ જીવ ની -ભગવાન પ્રત્યે ની નિષ્ઠા- એમના પ્રત્યે દ્રઢ આશરા નો પાયો- મજબુત કરવાનું સર્વોપરી સાધન છે…..! આજની સભા- આ સત્સંગ-સંત-ભક્ત-અને શ્રીજી ના સર્વોપરી પણા ના મહિમા ની હતી….

હમેંશ ની જેમ સર્વ પ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન….

12065545_1634166433537856_2182990393905608796_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- બહાર-મંદિર ના પટાંગણ માં- બાળ-બાલિકા ઉત્સવ ચાલી રહ્યો હતો……..મને પહેલા ખબર ન હતી …..નહીતર આજે મારા દીકરા હરિકૃષ્ણ ને લઈને જ આવત……કારણ કે અવનવી રમતો સાથે સત્સંગ-રાઈડ્ઝ….અને ગીફ્ટ મેળો -અદ્ભુત હતા……! ચાલો …ફરી ક્યારેક…..! પુ.વિવેક્મુની સ્વામી ના કંઠે સ્વામિનારાયણ ધુન્ય ની મજા માણવા મળી…અને એમના જ સ્વરે બે કીર્તન નો લાભ મળ્યો…..

 • ભક્ત કવિ રસિક દાસ રચિત..” નમન હું કરું ઘનશ્યામને, કરગરી કહું ગુણાતીતને..”
 • નિષ્કુળાનંદ સ્વામી રચિત…’સાચેસાચું કહેશો હરિ…..રાખો એમ રહેશું રે….”

ત્યારબાદ- પ.પુ.સ્વામીશ્રી ના સારંગપુર ખાતેના -૨૮/૧૦/૨૦૧૫ ના દિન ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….નીચેની લીંક પરથી એ દર્શન તમે કરી શકશો…

http://www.baps.org/Vicharan/2015/28-October-2015-8685.aspx

અદ્ભુત દર્શન…! ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત દ્વારા ગઢડા અંત્ય-૭ પર આધારિત પ્રવચન થયું…જોઈએ એનો સારાંશ…..

 • ગઢડા અંત્ય-૭ નું વચનામૃત- વજ્ર ની ખીલ્લી નું…….પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નું અત્યંત પ્રિય વચનામૃત છે….
 • એમાં શ્રીજી કહે છે કે જીવના કલ્યાણ માટે ૪ અંગ મુખ્ય છે…..૧ ) સત્સંગ….૨) આત્મબુદ્ધિ …૩) પક્ષ…..૪) પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજી નો દ્રઢ આશરો
 • સત્સંગ-કથા વાર્તા નો મહિમા અદ્ભુત છે..તે સંસાર ના દુખ માટે પેઈન કીલર છે….તો અધ્યાત્મ માં કેટલા આગળ વધ્યા છીએ એ માપવા નો- માઈલ સ્ટોન છે……
 • જીવ મૂળ અજ્ઞાન-અહં અને મમત્વ બુદ્ધિ થી બદ્ધ છે…..અને એને એમાંથી જ ઉગારવા શ્રીજી જાતે પધાર્યા….જીવો ને બ્રહ્મરૂપ કરવા પધાર્યા……….
 • તેથી જ શ્રીજી -પોતાને શરણે આવેલા જીવ નું આત્યંતિક કલ્યાણ ઈચ્છે છે…..આત્યંતિક કલ્યાણ એટલે -અક્ષરધામ ની પ્રાપ્તિ ………કે જેમાંથી પાછા આવવું નથી પડતું…..જન્મ મરણ નું ચક્ર માંથી મુક્તિ મળે છે….
 • આ માટે-શ્રીજી એ સંતપુરુષ -સત્પુરુષ નો સહારો લીધો છે…એમના માધ્યમ થી શરણે આવેલા જીવ ને- શ્રીજી નો જે નિશ્ચય થાય છે..ટેવો બીજા કોઇથી થતો નથી..એટલે જ વચનામૃત ના પાને પાને- સંત નો મહિમા છે…………કલ્યાણ તો એક સંત થકી જ થાય છે…….એ શ્રીજી ડંકાની ચોટ પર કહે છે…..
 • જીવ ને એક સત્પુરુષ માં આત્મબુદ્ધિ થાય……દ્રઢ પ્રીતિ થાય તો- એના વચન સહજ રીતે પળાય……..એની આજ્ઞા માં સહેજે રહેવાય………..એમનો અભાવ સહેજ પણ ન આવે…….અને જીવ એમની સાથે જ એમના ગુણો ગ્રહણ કરી- પોતે પણ બ્રહ્મરૂપ થાય…..
 • સત્સંગમાં -ભક્ત નો પક્ષ ળે તે શ્રીજી ને ગમે છે………પાલીતાણા ના ત્રિકમ રાજ્યગુરુ થી માંડી ને…..કુંડળ ના પટગર ભાઈઓ હોય…….પોતાના જીવ ના જોખમે- સંતો-ભક્તો નો પક્ષ રાખ્યો…..
 • આજે સત્સંગમાં- શ્રીજી- પ્રમુખ સ્વામી મહારાજ માં પ્રગટ પ્રમાણ બિરાજમાન છે..એ વાત સમજાઈ જાય……અનુભવે દ્રઢ થાય……તો જીવ એમનામાં સહજ જોડાય…………
 • વચનામૃત માં શ્રીજી કહે છે કે- ભગવાન નો દ્રઢ આશરો હોય તો તે જીવ- અન્ય સાધનો માં નબળો હોવા છતાં- ભગવાન ને પામે છે………..માટે જ પ્રગટ પ્રમાણ ભગવાન નો દ્રઢ આશરો- જ કલ્યાણ નું સર્વ શ્રેષ્ઠ સાધન છે……….

અદ્ભુત…..અદ્ભુત……આટલું જીવ ને સમજાઈ જાય તો બીજું કશું સમજવાનું બાકી ન રહે…………..તો ચાલો- આ વચનામૃત અને તેના જ્ઞાન ને-આત્મસાત કરીએ…..

ત્યારબાદ સભામાં પુ.પ્રિય સ્વરૂપ સ્વામી અને પુ.અક્ષર વત્સલ સ્વામી દ્વારા અમુક જાહેરાત થઇ….

————————

 • આવતા રવિવારે સભા- પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ માં છે…………….
 • અન્નકૂટ ઉત્સવ-ધામધૂમ થી ઉજવાશે…..આથી કાર્યકરો ની સુચના-આમંત્રણ મુજબજ- નિયત સમયે દર્શન કરવા આવવું-જેથી ભીડ થી બચી શકાય……………ચોપડાપૂજન-મહાપૂજા માટે મંદિર-કાર્યકરો નો સંપર્ક કરવો…..
 • ખુબ આનંદ ની વાત એ છે કે- અ.ની. પ.ભ. ડો.અબ્દુલ કલામ સાહેબ લિખિત પુસ્તક Transcendence દુનિયાભર માં લોન્ચ થઇ ચુક્યું છે…….એની માત્ર ત્રણ માસ માં- બે લાખ થી વધુ કોપીઓ વેચાઈ ચુકી છે…!!!!! અને હવે ચાર ભાષા માં ઉપલબ્ધ છે………હિન્દી,મલયાલમ,મરાઠી અને અંગ્રેજી..! ગુજરાતી ભાષાંતર કોપી- પ્રગટ થઇ રહી છે………હિન્દી કોપી…”आरोहण” નું આજે ઉદ્ઘાટન થયું………

12140648_399000546964865_3091239523402969492_n

2015_11_01_012_Sarangpur_f

 • ઉત્તરપ્રદેશ -લખનૌ શહેર ના ડાયરેકટર જનરલ-પોલીસ-વિક્રમસિંહ કે જે આપણા સત્સંગી નથી છતાં- એમણે Transcendence પુસ્તક બે વાર વાંચ્યું અને શહેર માં એના ઉદ્ઘાટન માં- પુ.સ્વામીશ્રી ના ગુણ જે એમણે આવ્યા- એનું વર્ણન એમણે ત્યાં સભામાં કર્યું હતું…..એની ઓડિયો કલીપ -સભા ને સંભળાવવા માં આવી…..! અદ્ભુત….એક અજાણ્યા વ્યક્તિ ને- આપણા સત્સંગ-ગુરુ નો આટલો બધો ગુણ..અને જ્ઞાન…!! અને એ પણ મહિમા સાથે……! આપણ ને છે???

તો આજની સભા…..આવા સત્પુરુષ ના-સત્સંગના- શ્રીજી ના દ્રઢ આશરા ના મહિમા ને સમર્પિત હતી…………………

જાગતા રહેજો…………..આખરે આ આરોહણ છે……અધ્યાત્મ તરફનું…અક્ષરધામ તરફનું……શ્રીજી માટે નું..!

રાજ


Leave a comment

BAPS -ડૉ.કલામ શ્રદ્ધાંજલિ -રવિસભા-૦૨/૦૮/૨૦૧૫

“I do not know when Pramukh Swamiji and I will meet again.His words,however,remain preserved in my memory. We have established a divine bonding,which is forever. How do I summarize Pramukh Swamiji’s effect on me?  He has indeed transformed me .He is the ultimate stage of spiritual ascent in my life ,which started with my father,was sustained by Dr Brahma Prakash and Prof.Satish Dhawan;now finally ………….Pramukh Swamiji has put me in a God -synchronous orbit. No manoeuvres are required anymore………….as I am placed in my final position in eternity….”

——————————————————–

Dr APJ Abdul Kalam-in book Transcendence – pg.50

આજની સભા એ મહાપુરુષ ની શ્રદ્ધાંજલિ ની સભા હતી કે જેણે માત્ર ૧૫ વર્ષ ના ટૂંકા ગાળામાં…માત્ર ૬-૭ વાર ની વ્યક્તિગત મુલાકાત થી સત્પુરુષ અને એના મહિમા ને જ્ઞાને સહીત જાણ્યો…માણ્યો…….અને જગત સાથે પુસ્તક સ્વરૂપે વહેંચ્યો………અને અક્ષરધામ નો અધિકારી થઇ ગયો…! વાત- સ્પષ્ટ થાય છે…..એ મહાપુરુષ ડો.કલામ સાહેબ ની……….અને સત્પુરુષ તો બ્રહ્માંડ આખું જાણે છે……..પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ !!!

વરસાદે થોડોક વિરામ લીધો છે………અને ડો.કલામ જેવા મહાન પુરુષ ના અક્ષરધામ ગમન પ્રસંગે – આ વખતે આપણા કોઈ મંદિરો માં ગુરુ પૂર્ણિમા ની કોઈ વિશેષ ઉજવણી ન હતી……કારણ કે ગુરુ પૂર્ણિમા તો અહિયાં હરપળ..હરઘડી ..હરરોજ હોય છે..! તો ચાલો શરૂઆત કરીએ…મારા વ્હાલા ના અદ્ભુત દર્શન થી……હિંડોળા ઉત્સવ ના દર્શન થી…………

11817249_452131264975051_5064706706316819692_n

સભાની શરૂઆત યુવક મિત્ર નીરવ વૈદ્ય અને મંડળ દ્વારા અદ્ભુત ગુરુ વંદના અને સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ “દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો…તન-મન ના તિમિર હરો..” રજુ થયું…મનગમતું અને અદ્ભુત સાર ધરાવતું પદ અલગ અલગ જગ્યા એ-અલગ અલગ ભાવે- રાગે સાંભળ્યું છે………….અદ્ભુત હતું. ત્યારબાદ- પુ.બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન “સંત પરમ હિતકારી” રજુ થયું અને સમગ્ર સભા જાણે કે સંત મહિમા માં ખોવાઈ ગઈ…!!! અદ્ભુત માહોલ…!

ત્યારબાદ, કલમ સાહેબ ની જીવન કથની રજુ કરતો અદ્ભુત વિડીયો રજુ થયો……રામેશ્વરમ ના એક સામાન્ય -હોડી બનાવનાર વ્યક્તિ નો દીકરો- સ્વબળે- મહેનત થી-પ્રમાણિકતા થી દેશ ના સર્વોચ્ચ પદ- રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચે…તેના થી મોટો ચમત્કાર કયો હોય????? પ્રેરણાદાયી વિડીયો હતો. ત્યારબાદ પુ.વિવેક જીવન સ્વામી એ કલમ સાહેબ ના જીવન ના પાયા ના સિદ્ધાંતો ને સ્પષ્ટ કરતા કહ્યું કે…..

 • કલામ સાહેબ માં- બાળક જેવી પ્રમાણિકતા, કિશોર જેવી એનર્જી અને વયસ્ક જેવી સમજણ..ઠાવકાઈ હતી…….
 • એના પાછળ કલામ સાહેબે કહ્યું છે તેમ ૪ મુખ્ય સિધ્ધાંત હતા…..મુદ્દા હતા…૧) ઊંચું નિશાન..૨) જ્ઞાન પ્રાપ્તિ ૩) પુરુષાર્થ અને ૪) વિઘ્નો થી ન ગભરાવવું
 • કલામ નું જીવન અત્યંત સાદું હતું……અને તે આટલા મોટા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ હોવા છતાં એકદમ નમ્ર હતા……એ વિવિધ ઉદાહરણો દ્વારા જાણવા મળ્યું.
 • માત્ર ૧૫ વર્ષ ના પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના અનુભવે- કલામ ને એક પુસ્તક લખવા જેટલું જ્ઞાન અને હિંમત આપી…….આપણે શું કરી  ન કરી શકીએ???

અદ્ભુત…………ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ પણ પોતાનો અનુભવ વહેંચતા કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન ના સલામતી રક્ષકો ને તડકા માં તપતા જોઈ એમના માટે કલામે – સ્થાયી છાંયડા ની-કવર ની વ્યવસ્થા કરી……અને પરિણામે રાષ્ટ્રપતિ ભવન ના કર્મચારીઓ આ એકમાત્ર રાષ્ટ્રપતિ ને અત્યંત હૃદય ના ભાવ થી આજે પણ યાદ કરે છે………

ત્યારબાદ- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને કલામ સાહેબ ની અનોખી મૈત્રી દર્શાવતો વિડીયો રજુ થયો…………વિડીયો એ ઘણી જગ્યા એ લોકો ને પેટ પકડી ને હસાવ્યા ( બાપા ની હિન્દી થી… 🙂 ) તો ઘણી જગ્યા એ આંખો ને નમ બનાવી……….! મહા પુરુષો ની જીવન ગાથા હમેંશા અવિસ્મરણીય હોય છે……રહે છે…………..

ત્યારબાદ પુ.બ્રહ્મ વિહારી સ્વામી કે જેમણે કલામ અને બાપા વચ્ચે મોટે દર વખતે એક મધ્સ્થ ની -દુ ભાષીયા ની ફરજ નિભાવી છે…..એમણે પોતાના અદ્ભુત…પ્રેરણાદાયી પ્રસંગો નું પાન સમગ્ર સભા ને કરાવ્યું……તેમણે જણાવ્યું કે….

 • બાપા અને કલમ સાહેબ વચ્ચે ની વાતચીત દિવ્ય હતી…..અધ્યાત્મિક મૈત્રી હતી…..અને જગત કોઈ પણ ભાષા થી પરે હતી…………કલામ ને ગુજરાતી ન આવડે અને બાપા ને અંગ્રેજી ન આવડે………….પણ બંને વચ્ચે ની મૈત્રી…બાપા નો મહિમા…..કલામ સમજ્યા હતા- તેવું કોઈ સમજ્યું નથી…..
 • કલામ ને કદાચ પોતાના અંતિમ સમય નો ખ્યાલ હતો અને એટલા માટે જ પોતાની બુક માં એનો ઉલ્લેખ કર્યો છે……એમના સહયોગી પ્રોફ.અરુણ તિવારી ના એક પ્રશ્ન માં કલામે કહ્યું કે- હવે કશું કરવાનું બાકી નથી………..બધું પુરુ થઇ ગયું………..પ્રમુખ સ્વામી નો એકાંતિક ધર્મ સમજજો..અને બાળકો ને એ ભણાવજો…….અને વરસો પહેલા બ્રહ્મ વિહારી સ્વામી ને કહેલું કે- પ્રમુખ સ્વામી ને કહો કે “આ દેહ છૂટે ત્યારે પણ હું વિદ્યાર્થીઓ વચ્ચે હોઉં”…….અને જુઓ આજની ઘડી…………!
 • પ્રમુખ સ્વામી મહારાજે -કલામ ને સમજાવ્યું કે- ભગવાન માં શ્રદ્ધા વગર મનુષ્ય ક્યારેય સારો ન બની શકે…..અને પરિણામે દેશ પણ સારો ન બની શકે….માટે એ અનિવાર્ય તત્વ છે……..
 • કલામ કહેતા કે- પ્રમુખ સ્વામી – હોડી હાંકનાર છે…..અને એમના સંપર્ક આવનાર જીવો ને ભવસાગર પાર કરાવી દે છે…………..
 • જો કલામ ને બાપા ના મહિમા નું આટલું બધું જ્ઞાન હોય તો- આપણે તો નિત્ય સત્સંગ માં રહી એ છીએ…………આપણ ને કેમ નથી??? આપણે પણ સત્પુરુષ માં દિવ્ય ભાવ જોઈ શકતા નથી….?? Transcendence પુસ્તક વાંચો..એમાં બાપા વિશેની અમુક વાત- કલામ સાહેબે લખેલી છે…તે જાણે કે વચનામૃત ની વાતો હોય- તેવી છે…………….અરે..અરુણ તિવારી ને- કલામે -પુસ્તક લખવાનું જણાવ્યું તો તિવારી- કશું શરુ જ ન કરી શક્યા પણ છેવટે એ અમદાવાદ આવ્યા અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એ -બાપા નો ફોટો એમને આપ્યો………જે ફોટો તિવારી સાહેબે એમના ડેસ્ક પર રાખ્યો અને જાણે કે સમગ્ર બુક- સહજ માત્ર માં- અનાયાસે -શબ્દો  સુઝતા ગયા..ગાથા લખાતી ગઈ….! આ ખુદ તિવારી સાહેબ પોતે વર્ણવે છે…!!!

( મોબાઈલ રેકોર્ડેડ -પ્રવચન- પુ.બ્રહ્મવિહારી સ્વામી – ડો.કલામ સાહેબ ને શ્રદ્ધાંજલિ)

http://chirb.it/wp/4pC13s

Check this out on Chirbit

અદ્ભુત………..અદ્ભુત……………!…….સમગ્ર સભા ને- આ પુસ્તક પાછળ નો…….કલામ સાહેબ જેવા મહા પુરુષ નો…..અને પ્રગટ સત્પુરુષ કેવા દિવ્ય કાર્યો અન્ય દ્વારા કરાવડાવે છે…………..તેનો પ્રત્યક્ષ અનુભવ થયો……………….કલામ  સાહેબ જેવા શુદ્ધ વૈજ્ઞાનિક માણસ….એક બાળક ના પ્રશ્ન ના ઉત્તર માં કહે છે કે- ભગવાન છે…..છે…અને છે જ……..અને એમ માની ને પોતાનું કાર્ય કરતા જાઓ……એમને સાથે રાખી ને કાર્ય કરો……સફળતા જરૂર મળશે…! હવે બાકી શું રહ્યું?????

ત્યારબાદ પુ.પ્રેમ વદન સ્વામી,સંતો અને યુવકો દ્વારા ડો.કલામ  સાહેબ ની આત્મા ની શાંતિ માટે- સ્વામિનારાયણ ધુન્ય થઇ…..અને તમે સમગ્ર સભા નો ઉત્સાહ જુઓ તો સમજાય કે…….સાચી શ્રદ્ધાંજલિ કોને કહેવાય????  પુ.બ્રહ્મ વિહારી સ્વામી એ કહ્યું તેમ……સાચી શ્રદ્ધાંજલિ તો બાપા એ- સ્વામિનારાયણ મંત્ર ની માળા -જાપ કરી ને- કલામ સાહેબ ને આપી…..! આખી સભા લગભગ- ૧૫-૨૦ મિનીટ સુધી ધુન્ય માં એકતાર થઇ ગઈ……..!

અને સભા ને અંતે- દિલ્હી અક્ષરધામ કઈ રીતે બન્યું??? એની પાછળ નો ઈતિહાસ..મહેનત..સત્પુરુષ અને સંતો ના સંકલ્પ અને દાખડા- ને દર્શાવતી ડીવીડી પ્રગટ થઇ છે…………ત્રણ ભાગ માં ૭ કલાક નો વિડીયો છે……………અચૂક વસાવવા માં આવશે…………!

તો- આપણી સાચી શ્રદ્ધાંજલિ- ડો.કલામ ને એ જ હશે કે- સત્પુરુષ ને ઓળખવા…..એમને સમજવા…એમની પરા વાણી ને જીવન માં ઉતારવી…એક સારા મનુષ્ય…એક સારા નાગરિક બની ને દેશ ને આગળ ધપાવવો……..વિકાસ કરવો…!

જય સ્વામિનારાયણ…………

રાજ