Raj Mistry's world

Me,my stories and world around….


2 Comments

BAPS શ્રીહરિ સ્મૃતિ રવિસભા- ૦૪/૦૬/૨૦૧૭

અક્ષરમુક્ત મહા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં….

૧) પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…

૨) શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…

૩) દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..

૪) પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……

૫) શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..

૬) અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..

૭) લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……

૮) પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….

૯) તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માંપણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..

૧૦) કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….

૧૧) પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…

૧૨) જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-

૧૩) શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….


આજે જેઠ સુદ દશમ….આજથી બરોબર ૧૮૭ વર્ષ પહેલા..( સને ૧૮૩૦) આજની તિથીએ જ શ્રીજી મહારાજ ગઢડા માં પોતાના દિવ્ય વિગ્રહ નો ત્યાગ કરી સ્વધામ પધાર્યા ..સાથે સાથે પોતાના ભક્તજનો ને કોલ આપતા ગયા કે દેહે કરી ને જે સુખ આપ્યું છે..એના થી અનંત ગણું સુખ દિવ્ય દેહે આપશે……અને પોતાના એકાંતિક સંત દ્વારા સદાયે પ્રગટ રહેશે….( વચનામૃત-વરતાલ-૧૦, ૧૧,૧૯….)….

આજે એ સ્મૃતિ…એ જ અનંત ગણા સુખ ને…એ જ શ્રીજી ના પ્રગટ પ્રમાણ ..એકાંતિક સત્પુરુષ ને ઉજવવા નો દિવસ હતો…..અને આજની સભા એ પર જ હતી.

આજે હરિભક્ત-સંપર્ક કાર્યકર અધિવેશન હતું આથી સમગ્ર દિવસ સત્સંગ…શ્રીજી સ્વામી ની પ્રસન્નતા અર્થે જ ગયો……અમદાવાદ માં હજુ મેઘરાજા પધાર્યા નથી…..છતાં બળબળતી ગરમી માં પણ સભા હરિભક્તો થી છલકાતી હતી….સૌપ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન…..

collage_20170604211425215

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……. મિત્ર નીરવ વૈદ્ય દ્વારા મુકુન્દ દાસ રચિત અવધી કીર્તન….” મન માન્યું મોહન બતિયા સે…” શાસ્ત્રીય રાગ-આલાપ સાથે રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…! રોમાંચ થી રૂંવાડા ઉભા થઇ જાય અને શ્રીજી ની એ જ સોણલી છબી અંતરપટ પર ઉભરી આવે…એવો માહોલ હતો..!!! ત્યારબાદ અન્ય યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” વ્હાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઇને જીવે રે….” રજુ થયું…….!

ત્યારબાદ સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર ( YTK) ને ૨૮/૫/૧૭ ના રોજ દશ  વર્ષ પુરા થયા અને પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની હાજરી માં -સારંગપુર ખાતે જ એની ભવ્ય ઉજવણી થઇ…એના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો……..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

એ પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન ..અનુભવી સંત ના મુખે શ્રીજી ના મહિમા ની વાતો- અઢળક ઉદાહરણો સાથે રજુ થઇ……દંતકથાઓ નહિ પણ નક્કર..પ્રત્યક્ષ પુરાવા સાથે ની શ્રીજી ની સર્વોપરિતા – ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે દર્જ છે……અને એ જ સર્વોપરી પણું….આજે એકાંતિક સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના કાર્યો માં છલકાય છે..તે પણ પુરાવા સહીત પ્રત્યક્ષ છે…….! પુ. શ્રીહરિ સ્વામી એ – અચીન્ત્યાનંદ બ્રહ્મચારી રચિત “શ્રીહરિ લીલા કલ્પતરુ ” જેવા ઐતિહાસિક ગ્રંથ માં દર્જ – અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી દ્વારા નડીયાદ ની સભામાં કહેવાયા શ્રીજી ના સર્વોપરી પણા ના ૧૩ મજબુત પુરાવા( જે ઉપરોક્ત આપણે કહી ચુક્યા છીએ) નું ખુબ સરસ વર્ણન કર્યું…..એમણે કહ્યું કે……

  • આપણે સર્વે નો એક ધ્યેય..સંકલ્પ અક્ષરધામ જવું છે તેમ રાખવો……એ માટે શ્રીજી ને સર્વોપરી સમજવા પડે…પુરુષોત્તમ સમજવા પડે….એ સ્વરૂપ દ્રઢ કરવું પડે…..તો જ અક્ષરધામ માં જવાય…! એ સિવાય કલ્યાણ થાય ખરું..પણ અક્ષરધામ માં ન જવાય…! શ્રીજી ને જેવા જાણીએ તેવી પ્રાપ્તિ થાય….
  • અને એ માટે- શ્રીજી સર્વ અવતાર ના અવતારી….સર્વ કારણ ના કારણ…પૂર્ણ પુરુષોત્તમ છે…….તેમ સમજવું પડે…પણ એ સમજાય કઈ રીતે??? ઉત્તર છે……….ગોપાળાનંદ સ્વામી એ કહેલા – ૧૩ કારણ………અને એના સમર્થન માં અઢળક પુરાવા…!

અદ્ભુત…અદ્ભુત………….! શ્રીજી એ પોતે સદાયે પ્રગટ રહેવા નો કોલ આપ્યો…જે આજે પણ પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહ્યા છે…..અને એ જ અક્ષર સુખ આપી રહ્યા છે….!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

  • તા-૯ થી ૧૧ – મહંત સ્વામી મહારાજ પુનઃ અમદાવાદ ને આંગણે ભક્તો ને સુખ આપવા પધારી રહ્યા છે…
  • તા-૭ થી ૯ – અમદાવાદ સેટેલાઈટ સંસ્કારધામ માં પુ.શ્રીરંગ સ્વામી ની પારાયણ-વક્તવ્ય છે……વધુ માહિતી માટે- સંસ્કારધામ નો સંપર્ક કરવો…
  • આજના અધિવેશન માં લગભગ ૯૦% હાજરી રહી….સર્વે નો ઉત્સાહ ખુબ જ હતો અને એના પરિણામ- જે તે વિસ્તાર ના સંસ્કારધામ માં થી મળી શકશે….

તો આજ ની સભા- આપણ ને જે પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે…..જેના દ્વારા એ સદાયે પ્રગટ રહે છે…તેવા એકાંતિક સત્પુરુષ ના મહિમા ને – પુરાવા સહીત……સમજવા ની હતી……નિષ્ઠા દ્રઢ કરવા ની હતી…કારણ કે..આપણે અક્ષરધામ જવું છે……એ જ ધ્યેય સિદ્ધ કરવા નો છે………..વચ્ચે ક્યાય લોભાવા નું નથી…..!

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

BAPS YTK વિશિષ્ટ રવિસભા- ૯/૪/૨૦૧૭

” અહિયા ૬૦ વર્ષ નું કામ …૬ માસ માં થાય છે…”


પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ- સારંગપુર ના યુવક તાલીમ કેન્દ્ર ના ૬ માસ ના તાલીમ કોર્સ વિષે મહિમા ની વાત કરતા…..

બેપ્સ સંસ્થા ની મહાનતા એના સત્પુરુષ..સિદ્ધાંત …સાધુ …..અને કાર્ય દ્વારા પરખાય છે…..! અને કાર્ય..એના આયોજન ની સુવાસ તો સર્વત્ર એવી પ્રસરે છે કે……” અનુભવનારા ઝડપાયા..” ! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું નામ થાય…..કલ્યાણ નો માર્ગ જીવ માત્ર માટે ખુલ્લો રહે તે માટે – સત્પુરુષ દ્વારા આવનારી પેઢી માટે – બાલ મંડળ…કિશોર મંડળ……યુવક મંડળ…..વગેરે વિચારો કે જે આજે પ્રત્યક્ષ વટવૃક્ષ બન્યા છે….તેની ભેટ મળી. અને એમાં સારંગપુર ખાતે યુવક તાલીમ કેન્દ્ર-અને એનો પ્રસિદ્ધ ૬ માસ નો કોર્સ- બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા થી ૨૦૦૭ માં શરુ થયો…..અને આજે ૧૦૦૦ થી વધુ યુવાનો…..તેમાં તાલીમ લઇ – દુનિયા ના છેક છેવાડા સુધી – સ્વામિનારાયણ નું નામ અને સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા ગજવી રહ્યા છે…! અને હવે તો એ તાલીમ કેન્દ્ર માં જગ્યા ઓછી પડે છે…!!!!!  યુવકો…..આ મોકો ચૂકવા જેવો નથી..!

તો ઉનાળો ચાલુ થઇ ગયો છે….પણ ઠંડા પવન સાથે..! અને ઠાકોરજી ના આજ ના દર્શન જોઇને તો ગાવા નું મન થાય… ” ફૂલ ની બાંધી રે ..પોંચી ફૂલ ની બાંધી……..ઓલા નટવરજી ને હાથે પોંચી ફૂલ ને બાંધી…”..તો તમે પણ આજ ના અદભુત દર્શન કરો…..

collage_20170409173207937_20170409173239523.jpg

ત્યારબાદ -પુ.શુભકીર્તન સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થઇ…..અને બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…” મનમાની…મોહન તારી મૂર્તિ રે……” રજુ થયું……….

એ પછી…..YTK ( યુવક તાલીમ કેન્દ્ર)  નો પરિચય આપતો વિડીયો રજુ થયો…..જેનો લગતો વિડીયો નીચેની લિંક દ્વારા જોઈ શકાશે…..

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ -૨૦૦૭ માં સત્પુરુષ ની આજ્ઞા થી શરુ થયેલા આ કેન્દ્ર વિષે…તેના વિકાસ….સદગુરુ ઓ ના મંતવ્ય…..મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ ….ત્યાં આગળ કેવી તાલીમ અપાય છે……એનો મહિમા શું છે…તે વિષે ઊંડાણ પૂર્વક માહિતી મળી……અને એ જ અનુભવ…YTK માં તાલીમ લઇ ચુકેલા યુવકો ની ગોષ્ઠી દ્વારા …..તેમના વાલી ઓ ના મંતવ્ય દ્વારા મળ્યા….! જેનો સારાંશ હતો…….

  • આ તાલીમ કેન્દ્ર થી થયેલું જીવન પરિવર્તન……તાલીમ કેન્દ્ર માં આવ્યા પહેલા – યુવકો ના વર્તન-ગુણ- સત્સંગ માં દ્રઢતા….ઉપાસના-સિદ્ધાંત-સત્પુરુષ વિષે ની અજ્ઞાનતા હતી તે અહી આવ્યા પછી દુર થઇ….
  • સત્પુરુષ ની કરુણા નો તાદ્રશ્ય અહી અનુભવ થયો…..હરપળ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ….મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ નીઓ..માર્ગ દર્શન નો….મોટેરા સંતો ના માર્ગ દર્શન નો લાભ મળ્યો….
  • સંપ….સુહર્દભાવ…..ટીમ વર્ક……માં કઈ રીતે કામ કરાય…; બીજા ના ભલા માં આપણું ભલું…..અન્ય ના ભલા માટે કઈ રીતે જીવવું….અનેક વિઘ્નો વચ્ચે કઈ રીતે સ્થિર રહેવું……..એ સર્વે અહી શીખવા મળ્યું…….
  • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે એમ- ૬૦ વર્ષે …કોટી કષ્ટ વેઠ્યા પછી જે પ્રાપ્તિ જીવ ને થાય…એ પ્રાપ્તિ અહી…માત્ર ૬ માસ માં થાય છે…..!

ત્યારબાદ જેમણે યુવકો ની સત્સંગ કેળવણી માં જેણે ખુબ નજીક થી ફાળો આપ્યો છે એવા પુ. યજ્ઞપ્રિય સ્વામી એ પણ YTK વિષે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે…..

  • યુવાની માં જો “ગતિ” ને કોઈ યોગ્ય “દિશા” ન મળે તો તેનું જીવન ભટકી જાય છે…….જીવન અર્થહીન બની જાય છે……
  • સારંગપુર જેવા અતિ પવિત્ર..દિવ્ય વાતાવરણ માં યુવકો અહી રહી જે તાલીમ મેળવે છે….તે પોતાની નજરે તાદ્રશ્ય અનુભવ કરી ને સમજે છે કે – જીવન માં આમૂલ પરિવર્તન કઈ રીતે આવે…..
  • ૬ માસ ની આ ટ્રેનીંગ માં- યુવક નું જીવન – સકારાત્મક થઇ જાય છે…..જીવન ના ધ્યેય…સત્સંગ ના ધ્યેય……ભક્તિ- જ્ઞાન ની મહત્તા ..સત્પુરુષ શ્રીજી નો મહિમા સમજાય છે…દ્રઢ થાય છે……જેના થી એ યુવક ભલે દુનિયામાં કોઈ પણ ખૂણે પહોંચે – એ સત્સંગ-નિયમ-ધર્મ માં થી પાછો નથી પડતો…….
  • ૬ માસ તો આપણા જીવન નો ૧% થી પણ ઓછો સમય છે…..પણ આ ૧% નો સમય જો યુવક તાલીમ કેન્દ્ર માં યુવકો આપે તો- બાકી ના ૯૯% જીવન સુધરી જાય છે……

અદભુત…..અદભુત……..! યુવક તાલીમ કેન્દ્ર નો આ મોકો- ગુમાવવા જેવો નથી જ…!

સભા ને અંતે અમુક જાહેરાત થઇ……

  • યુવક તાલીમ કેન્દ્ર માં પ્રવેશ માટે ના ફોર્મ્સ મળવા ના-સ્વીકારવા ના શરુ થઇ ગયા છે……આવતા રવિવાર સુધી માં આ કામ ખટકો રાખી કરી લેવું….વધુ માહિતી માટે મંદિર નો સંપર્ક કરવો…..સંતો ને મળવું….
  • આનંદો અમદાવાદીઓ…આનંદો….!  પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નો રાજીપો અમદાવાદ પર વિશેષ છે…….કેમ??? જુઓ નીચેના ફોટોઝ……ઉત્તર મળી જાશે….

20170409_191719

20170409_191810

તો- યુવકો……..આ સુવર્ણ મોકો રમત માં ગુમાવવા જેવો નથી…….! યુવક તાલીમ કેન્દ્ર – તમારા ભવિષ્ય માટે એક ઉજ્જવળ માર્ગ લઇ ને આવ્યું છે……..જો બુદ્ધિ થી વિચારી એ કે- શ્રદ્ધા થી….પણ આ માર્ગ જ તમાર માટે સર્વોત્તમ છે….એ સમજી રાખજો..!

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS YTK-પ્રેરણા રવિસભા -૩/૦૪/૨૦૧૬

“યુવકો મારું  હૃદય છે………”

————————-

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

૨૦૦૭ નું  શુભ વર્ષ……પોતાના  ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નો – યુવકો પ્રત્યે નો દ્રઢ વિશ્વાસ….દ્રઢ સ્નેહ  ને  એક આગવું સ્થાન  આપવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ  સ્વામી  મહારાજે  YTK એટલે કે  યુવક તાલીમ કેન્દ્ર -ની સ્થાપના -સારંગપુર ખાતે કરી…….અને  યોગીજી મહારાજ ના  હૃદય…અર્થાત યુવકો ને  પોતાના જીવન ને  સર્વોચ્ચ  બનાવવા નું સહજ સાધન પૂરું પાડ્યું…..! આજની  સભા -યુવક તાલીમ કેન્દ્ર -પ્રેરણા  સભા હતી……જુન -૨૦૧૬ થી નવું સત્ર શરુ થઇ રહ્યું છે..અને  સારંગપુર અને સત્પુરુષ- યુવકો નું સ્વાગત કરવા તત્પર  છે…………

સભામાં સમયસર પહોંચી ગયો…..અને સદાય ની જેમ- મારા વ્હાલા ના  દર્શન મનભરી ને કરવામાં આવ્યા…….ચાલો તેનો ગુલાલ કરીએ……

12961671_532298166958360_2607324471293706007_n

સભા ની શરૂઆત-અત્યંત મનોનીય…કર્ણપ્રિય સ્વર માં  ગવાતી સ્વામીનારાયણ ધુન્ય થી થઇ….હૃદય એકતાર થઇ ગયું…..લાગ્યું કે બસ આને સાંભળતો જ રહું..!!! ત્યારબાદ યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા સદ્ગુરુ સંત મંજુકેશાનંદ દ્વારા રચિત  કીર્તન “તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી …શ્રી ઘનશ્યામ હરિ…” રજુ થયું…….! અદ્ભુત સ્વરાંકન…….!! અને  એજ  યુવક  દ્વારા “જોગીડા નો જાદુ  મારે રુદયે રમે…..” રજુ  થયું……! યોગીબાપા નો એ  સ્નેહાળ ચહેરો……” બોલો  ગુરુ…” શબ્દ નો  રણકો……નજર  સમક્ષ પ્રગટ થઇ ગયો…..! યોગીબાપા ના એ અક્ષર સ્નેહ થી અનેક -અતિ શિક્ષિત યુવકો -સંસાર ના  સુખ છોડી -ત્યાગાશ્રમ ના કપરા માર્ગે ચાલી નીકળ્યા…………..અને  આજે  એ જ  ગુણાતીત નો જાદુ સુસ્પષ્ટ દેખાય  છે………..!!!

યુવક તાલીમ કેન્દ્ર (YTK) નો વિશેષ પરિચય કરાવતો…..વિડીયો રજુ થયો અને મન ના બધા સંશયો-સવાલો-પ્રશ્નો ઉકેલાઈ ગયા……ગ્રજ્યુએશન -પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ…અથવા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ -જીવન ના  ૬ માસ -ની યુવક તાલીમ કેન્દ્ર માં ઇન્વેસ્ટમેન્ટ- એક નફા નો સોદો છે…..ખોટ  છે  જ  નહિ…..સંસ્કાર, સત્પુરુષ…સત્સંગ અને શ્રીજી નો સીધો સ્પર્શ થાય એટલે  ૬૦ વર્ષમાં જે જ્ઞાન ન મળે….જે ઘડતર ન થાય  તે ઘડતર માત્ર ૬ માસ માં મળે છે…….એમ પરમ પૂજ્ય મહંત સ્વામી કહે છે……!!! જે અહી શીખવા મળે છે…..તે બીજે ક્યાય નહિ મળે….કારણ કે આ બ્રહ્મવિદ્યા ની કોલેજ છે……અને શિક્ષક -સત્પુરુષ પોતે છે……….!

ત્યરબાદ પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ  ” જીવન માં  ઘડતર નું મહત્વ” પર રસપ્રદ વિવરણ કર્યું…..જોઈએ સારાંશ….

  • લિઓ ટોલ્સટોય નું નામ- તત્વજ્ઞાન ની દુનિયામાં અગ્રેસર ગણાય છે..એમના એક પ્રસંગ માં એમણે કહ્યું કે- લોખંડ નો એક સામાન્ય ટુકડો એના સ્વરૂપ માં ભંગાર માં જાય……પણ એ જ લોખંડ ને આકાર આપી – ઘડિયાળ ના પાર્ટ્સ બનાવવા માં આવે તો હજારો રૂપિયા માં જાય…..!!! તેમ જન્મ થી જ  મનુષ્ય પશુ જેવો હોય પણ માતા-પિતા-શિક્ષક-સમાજ-સત્પુરુષ દ્વારા એનું ઘડતર થાય તો એ જ્ઞાની પુરુષ થાય છે…..પરમ પદ ને પામે છે…
  • જીવ પર જન્મોજન્મ થી માયા ની ધૂળ ચઢેલી હોય…..સત્પુરુસ એ ધૂળ ને જ્ઞાન દ્વારા દુર કરે છે અને જીવ ચમકી ઉઠે છે……અમુલ્ય થઇ જાય છે…….માઈકલ એન્જેલો -દુનિયાનો સર્વ શ્રેષ્ઠ શિલ્પકાર કહેતો કે દરેક પથ્થર માં કલાકૃતિ પહેલે થી જ હોય છે…..બસ હું એ બિન જરૂરી પથ્થર દુર કરું છું અને એમાં છુપાયેલી કલાકૃતિ પ્રગટ થઇ ઉઠે છે…..! સત્પુરુષ નું કાર્ય આ જ છે….
  • જે ઇન્દ્રિયો ભગવાન સાથે જોડાયેલી ન હોય તે નકામી છે…..એમ રામચરિત માનસ કહે છે….માટે જીવન માં હરપળ ભગવાન ને સાથે રાખવાનું શીખવું જરૂરી છે…..! જગત ના વ્યવહાર માં પણ ભગવાન ને સાથે રાખવાની કળા – યુવક તાલીમ કેન્દ્ર આપે છે……
  • જીવન ના  માત્ર ૬ મહિના ની તાલીમ….૬૦ વર્ષ ને સુધારી દે છે………………..માટે દરેક યુવકે આ તક નો અવશ્ય લાભ લેવો……….સત્પુરુષ ના રાજીપા ને સમજવો….શ્રીજી ના રાજીપા ને સમજવો..એ જીવન નું સૌથી મોટું કાર્ય છે….

ત્યારબાદ ” Absolute right or Absolute wrong” વિષય પર ડીબેટ નો વિડીયો થયો……..૬ મહિના ના -યુવક તાલીમ પ્રોગ્રામ વિષે લોકો માં  મતમતાંતર રહે છે…..શા માટે જીવન ના ૬ મહિના આવા તાલીમ પ્રોગ્રામ માં રોકવા જોઈએ??? એના કરતા નોકરી ચાલુ કરી દીધી હોય તો??? આ પ્રોગ્રામ ના ફાયદા શું???? વગેર વગેરે પ્રશ્નો ના રસપ્રદ રીતે ઉત્તર આપતો ડીબેટ વિડીયો – માહિતી પ્રદ હતો……એકવાત તો સુસ્પષ્ટ જ  છે કે- આ ૬ માસ ની તાલીમ એ કોઈ ફાલતું સમય બગાડ નથી…..પણ દેહ-જીવ ના  સ્વભાવ માં  સકારાત્મક પરિવર્તન લાવતું એક અનંત નફો કરાવતું “સમય રોકાણ” છે……!!! એ આ યુવક તાલીમ કેન્દ્ર માં તાલીમ લઇ ચુકેલા -યુવકો-એમના મા-બાપ ના અનુભવ સાંભળી એ તો સમજાય…….એવા જ  યુવક ડો.કંદર્પ પટેલે વાત કરી કે -જીવનમાં કૈંક નવું શીખવા મળે……આપણા સંસ્કાર દ્રઢ થાય અને સાથે સાથે અન્ય ના જીવન માં પણ આવો બદલાવ લાવવા આપણે પાત્ર થઇ એ……!! તો આ યુવકો ના પિતા ઓનું કહેવું હતું કે- ૬ માસ ની તાલીમ થી દીકરામાં નિયમ-ધર્મ-શિસ્ત-સંસ્કાર ના ગુણ આવ્યા…..દ્રઢ થયા…….અશકય લાગતા પરિવર્તનો અનુભવાયા……જીવન માં ધ્યેય સ્પષ્ટ થયા……!!!

અદ્ભુત અનુભવ……………!!!  ત્યારબાદ જાહેરાત થઇ કે- આજથી જ  આ તાલીમ માં ભાગ લેવા ઈચ્છતા યુવકો માટે ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે….તે માટે નજીક ના યુવક મંડળ નો સંપર્ક કરવો..અથવા નજીક ના આપણા મંદિર નો સંપર્ક કરવો…..

પુ.વિવેક્મુની સ્વામી એ પણ આ યુવક તાલીમ કેન્દ્ર ની વિશેષતા વર્ણવતા કહ્યું કે …માતા પિતા ના મનમાં મુખ્ય બે પ્રશ્ન આ તાલીમ વિષે હોય છે…૧) ૬ માસ ની નોકરી..કમાણી….નું નુકસાન થાય…૨) યુવક  સાધુતા ના  માર્ગે ચડી જાય….પણ ઉત્તર સ્પષ્ટ છે….

  • આ તાલીમ નો એક જ હેતુ છે…….યુવક ના જીવન નું યોગ્ય ઘડતર કરવું…એના જીવન ને આદર્શ..સર્વોચ્ચ બનવું કે જેથી સમાજ ને પ્રેરણા મળે અને અન્ય યુવકો પણ સન્માર્ગ તરફ આગળ વધે…..
  • સાધુ થવું- એ સત્પુરુષ ના રાજીપા ની…નસીબ ની વાત છે…….આ તાલીમ કેન્દ્ર માં ન આવતા યુવક પણ સાધુ થઇ જાય છે…….અને તાલીમ કેન્દ્ર માં થી તાલીમ લઈને યુવકો જગત માં સફળ-સુફલ થાય છે…એના અનેક ઉદાહરણ છે…..સુરત નો એક યુવક-તાલીમ કેન્દ્ર માં થી બહાર પડ્યો…..અને એણે શીખેલા નિષ્ઠા-શિસ્ત-સંસ્કાર ના ગુણ ને લીધે એ આજે એક ડાયમંડ કંપની નો મુખ્ય મેનેજર છે…….!!
  • જયારે આજે દુનિયામાં અન્ય ધર્મો નો ઝનુન પૂર્વક પ્રચાર થઇ રહ્યો છે…ત્યારે આપણે આવા વિપરીત કાળ માં પણ પોતાના ધર્મ ની અસ્મિતા સંભાળી શકીએ…જાળવી શકીએ એ માટે – યુવક તાલીમ કેન્દ્ર ની જરૂર છે…….
  • સત્પુરુષ નો રાજીપો….શ્રીજી નો રાજીપો- જીવનમાં સદાયે રહે…….જગત ના વ્યવહાર વચ્ચે પણ આધ્યાત્મિકતા ની જ્યોત ઝળહળતી રહે એ માટે – યુવક તાલીમ કેન્દ્ર નો પાયા નો રોલ છે…………

આટલું સમજાય તો એ – આ બ્રહ્મ વિદ્યા ની કોલેજ નો મહિમા સમજાય …….!!!

ત્યારબાદ -YTK  ના યુવકો દ્વારા ( અમદાવાદ ના અત્યાર સુધી ૯૧ યુવકો – તાલીમ લઇ ચુક્યા છે….) “હમારી ગુરુ વચન પહેચાન….હમારા સંકલ્પ હૈ મહાન..” પર નૃત્ય રજુ થયું…………….જે આ યુવકો ના ઉચ્ચ ચારિત્ર્ય..સંકલ્પ …નિષ્ઠા નો પડઘો હતો……!

44471_990604240977544_5207995810702220906_n

સભાને અંતે પુ.ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરતા કહ્યું કે….

  • યુવક તાલીમ કેન્દ્ર માં એડમીશન લેવાના ફોર્મ -મંદિરમાં થી…અથવા યુવક મંડળ માં થી મળી શકશે….
  • આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા છે…….ગઈસાલ -અક્ષરધામ-દિલ્હી ખાતે યોજાયેલ- વિધ્વાનો ના “સ્વામીનારાયણ તત્વજ્ઞાન” પર પરિસંવાદ પર એક પુસ્તક પ્રગટ થયું છે…તેનું ઉદ્ઘાટન -લગભગ ૨૫૦ થી વધુ વિદ્વાનો ની હાજરી માં- આવતા રવિવારે કરવામાં આવશે……આથી સામાન્ય બેઠક વ્યવસ્થા કૈક અલગ હશે……
  • ૧૫/૪ ના રોજ સ્વામિનારાયણ જયંતિ છે……રામનવમી છે…તેના ઉપલક્ષ માં વિશેષ કાર્યક્રમ થવાના છે……તેની જાહેરાત થઇ….

12933152_990604237644211_1387333405076753538_n

અદ્ભુત….અદ્ભુત…..!! સમાજ ને  આવા ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર ધરાવતા યુવકો ની જરૂર છે……અને ભવિષ્ય માં આવા તાલીમ કેન્દ્ર માત્ર યુવકો માટે જ નહિ..પણ બધા લોકો માટે હોય તો- યોગીજી મહારાજ નો સંકલ્પ…પ્રમુખ સ્વામી મહારાજ નો સંકલ્પ કે- ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતો સમાજ તૈયાર કરવો છે…….એ જરૂર સફળ થાય…….!!

સત્પુરુષ ના વચન કદાપી મિથ્યા નથી હોતા……!!!!!

જય સ્વામિનારાયણ………………

રાજ