Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

Avatar…in 3-D…!!!!

Yeah…તમે સાચા છો….ગઈકાલ ની સાંજ મારા માટે એક અવિસ્મરણીય સાંજ હતી….સાંજે જલ્દી થી ફ્રી થઇ જતા હું અને રીના , ગુજરાત ના શિરમોર સમાન સાયન્સ સીટી માં ગયા. ત્યાં આગળ I-MAX theater માં દુનિયાની સૌથી મોંઘી અને પ્રખ્યાત ફિલ્મ AVATAR ( અવતાર) લાગેલી હતી…પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક જેમ્સ કેમેરુન દ્વારા બનેલી આ માસ્ટર પીસ , મારે ઘણા સમય થી જોવી હતી અને ઠાકોરજી ની દયા થી મોડી મોડી પણ એ ને જોવા નો મોકો મળ્યો , અને એ પણ I-MAX ના સો ફીટ ના જાયન્ટ પડદા, ડબલ સરાઉન્ડ ડોલ્બી ડીજીટલ સાઉન્ડ અને સૌથી મોટી વાત એ કે એ પણ ૩-ડી માં….!!!!તમે એના પોસ્ટર જુઓ….ખુબ મજાના છે….

આહ..અવતાર...ઓહ..અવતાર..!!!

અવતાર....Avatar..the new face of films..

જયારે ફિલ્મ શરુ થયી ત્યારે અમે ચશ્માં લગાવ્યા….૩-ડી મુવી મે મારા જીવન માં પ્રથમ વાર આ રીતે જોઈ, અનુભવી છે…..ચશ્માં પહેર્યા ને જાણે કે સમગ્ર પડદો, પાત્રો, ફિલ્મ, જંગલ , સ્પેસશીપ….જેક….અવાયા….એરીતા….બધા જ જીવંત થઇ ઉઠ્યા અને અમે ખુદ જ ફિલ્મ નું એક પાત્ર થઇ ગયા…..જબરદસ્ત સાઉન્ડ ઇફેક્ટ અને ૩-ડી મુવી ના રંગો….વિશાળ પડદો…..માં એવા તો ખોવાઈ ગયા કે ફિલ્મ ની વાર્તા જાણે કે જીવંત જ હોય એમ લાગી….અરે હું તો અવતાર ના પૂંછડીયા પાત્રો ની પૂંછડી પકડવા માટે હાથ ફેલાવતો હતો….!!!!! એનીમેશન અને રીઅલ પાત્રો-ફિલ્માંકન વચ્ચે નું જબરદસ્ત કોમ્બીનેશન , આવનારી ફિલ્મો નું ભવિષ્ય બદલી નાખશે…..એમાં મને લેશ માત્ર પણ શંકા નથી…….અરે ફિલ્મ જોઈ ને બહાર આવ્યા બાદ પણ ,ફિલ્મ ની અસર એવી તો મજબુત હતી કે….અવતાર ના પાત્રો…જંગલ, રંગો….જાણે કે હજુ આમારી આસપાસ ફરી રહ્યા હોય એમ લાગતું હતું…..અરે યાર!!! આ ફિલ્મ કેવી રીતે…બનાવી હશે?…

તો બધા ને એક વિનંતી..હૃદય પૂર્વક….તમે તમારો કીમતી સમય બગાડી ને પણ…એક વાર….તો જરૂર સહ પરિવાર આ મુવી જોવા જાઓ….જરૂર…જરૂર ..જાઓ….તમારા જીવન ની આ સર્વ શ્રેષ્ઠ મુવી અનુભવ હશે.. એ ગેરંટી મારી…!!!!!