Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૨૫/૦૩/૨૦૧૨

Leave a comment

ઉનાળો અને ગરમી- બસ હવે તેજી માં છે. કારણ કે દેશ હવે પરિવર્તન ને માર્ગે છે તો ઋતુઓ કેમ બાકી રહી જાય?  પણ અમારી સફર ચાલુ જ છે, બ્રહ્મ માટેનું આ વિચરણ- અદભુત છે…..આથી રવિસભા માં હાજરી…..અત્યંત જરૂરી છે. આખા અઠવાડિયાના મેલ દુર કરવા – આ જરૂરી છે.તો ચાલો ફ્રેશ થઇ જાવ…..

આથી મંદિર પહોંચ્યા અને હમેંશ ની જેમ શ્રીજી ના દર્શન કર્યા…..

આજના દર્શન...

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા- આવનારા ષષ્ટિ પૂર્તિ અધિવેશન પ્રસંગે વિવિધ પ્રવચનો અને પ્રોગ્રામો થઇ રહ્યા હતા. ચાંદલોડિયા યુંવ્વક મંડળ દ્વારા નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન રજુ થયા…”આજ મેં તો દીઠા રે અલ્બેલા ને આવતા રે..”- કીર્તન ના પ્રવાહમાં જાણે કે એમ લાગ્યું કે- સ્વયમ શ્રીજી મહારાજ માણકી પર સવાર થઇ સંત-હરિજન સાથે આવી રહ્યા હોય…….કાશ એક ટાઈમ મશીન હોત..!!

ત્યારબાદ- રીતેશ અને જય નામના બે યુવકો ના અનુભવ રજુ  થયા. ૧૦૦ થી વધારે વચ્નામૃત, ૬૦૦ થી વાધારે સાખીઓ અને ૫૦૦ થી વધારે સ્વામી ની વાતો….આટલું બધું- એ લોકો મુખપાઠ કરવાના છે…..આટલું બધું યાદ રાખવું…એ સ્મૃતિ ની એક પરિસીમા છે…..ત્યારબાદ સંસ્થા સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વિધ્વ્વાન ડોક્ટર વ્રજલાલ પટેલે – મગજ અને મનુષ્ય – વિષે પાવરપોઈન્ટ સ્લાઈડ્સ દ્વારા સમજાવ્યું કે- મગજ કોઈ પણ વાત યાદ કઈ રીતે રાખે  છે. માત્ર દોઢ કિલો વજન- અને સો કરોડ ન્યુરોન્સ ધરાવતું મગજ- એક અદભુત રચના છે જે ભલભલા સુપર  કોમ્પુટર ને પણ પાછા પાડી દે……..! ડોક્ટર સાહેબે કહ્યું કે-મનુષ્ય મગજ ની મર્યાદાઓ કાલ્પનિક છે…..અને એની શક્તિઓ અનંત છે.. વચનામૃત માં મહારાજે કહ્યું છે એમ- ભગવાન સંબંધી પદાર્થો નું….સતત સ્મરણ..મનન….ચિંતન અને સંપર્ક….મનુષ્ય ને..જીવ ને ભગવાન સંબંધી વાર્તા કે વસ્તુઓમાં જોડી રાખે છે અને પરમ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.

ત્યારબાદ, સત્સંગ પર આધારિત ક્વીઝ થઇ. સહજાનંદ- અને નીલકંઠ- એમ બે ટીમ વચ્ચે થયેલી આ સ્પર્ધા, એના સવાલો જોઈને લાગ્યું કે- ભાગ લેન્નાર યુવકો ખરેખર સત્સંગ અને એના જ્ઞાન માં ખુબ આગળ છે. સત્સંગ નો માર્ગ ખુબ જ વિકટ છે  પણ જ્ઞાન એને સહજ બનાવે છે. “સમજણ સમજણ માં ઘણું સુખ છે…..હો જી…”નીલકંઠ ટીમ ની જીત થઇ…..પણ સાચી વાત તો એ છે કે બધા હરિભક્તો જીત્યા ……

ત્યારબાદ ,પુ. ઈશ્વરચરણ  સ્વામી એ- ૧૯૫૨ માં પુ.યોગીબાપા સ્વામી દ્વારા શરુ થયેલી આ યુવક પ્રવૃત્તિ વિષે-એના ઇતિહાસ અને ઘટનાઓ વિષે ઊંડાણપૂર્વક જણાવ્યું….યોગીબાપા દ્વારા આફ્રિકાના હરિભક્તોને -પત્ર દ્વારા – યુવક પ્રવૃત્તિ માં રસ લેવાની વાતો….યુવકો ને વિચરણમાં જ મુખપાઠ ના અધ્યાય શીખવાડવાની વાતો…અદભુત હતી. ૧૯૬૯ માં અટલાદરા ખાતે પ્રથમ અધિવેશન થયું….અને ૧૯૭૧ માં પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના માર્ગદર્શનમાં એ સંકલ્પ યાત્રા વિરાટ બની…..આજે આ પ્રવૃત્તિ ના પડઘા સમગ્ર દુનિયામાં સંભળાય છે…..સતત મુખપાઠ અને વચનામૃતનો અભ્યાસ – એ યુવકો ની દીવાદાંડી બની રહ્યો…અને આજે પણ જો માતાપિતા -ઇચ્છતા હોય કે એમના દીકરા સંસ્કારી પાકે- તો યુવક પ્રવૃત્તિ અને ભગવદ કાર્યો માં એમને જોડવા જોઈએ….!

અંતે- અમુક જાહેરાતો થઇ……

  • ૧/૪ અર્થાત  આવતા રવિવારે- રામનવમી અને શ્રીહરિ જયંતી ની ઉજવણી છે….શાહીબાગ મંદિરે ૭.૩૦ થી ૧૦.૩૦ રાત્રે વિશિષ્ટ સભાનું આયોજન છે…..સાથે આજ્ઞા પ્રમાણે ઉપવાસ પણ છે…..
  • ૨૯/૪ ના રોજ વિશ્વશાંતિ સ્વામીનારાયણ મહાયાગ છે…..સત્વરે નામ નોંધાવવા વિનંતી…
  • ૨૮/૩ થી રોજ સવારે- વિદ્વાન સંતો દ્વારા શ્રીહરિ ચરિત્ર પર વક્તવ્ય રજુ થશે…કથાવાર્તા નો લાભ લેવા વિનંતી…..
  • અખિલ ભારતીય(???) યુવક અધિવેશન જુન માસ માં થશે….સ્થળ અને તારીખ – નક્કી નથી….મંદિર નો સંપર્ક કરવા વિનંતી…..
  • અને યુવક તાલીમ કેન્દ્ર,સારંગપુર માં ૬ માસ ની તાલીમ લેવા ઇચ્છતા યુવકો એ શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…

હું આવતા રવિવારે ક્યાં છું? ખબર નથી- કારણ કે વિચરણ ચાલુ જ છે……જીવન પ્રવાહિત છે…..આથી બસ મારો હરિ જ્યાં લઇ જાય ત્યાં જવું…….

જય સ્વામીનારાયણ…

રાજ

Leave a comment