Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

સુરતી ચાંચડ……….

હા તો…..તમે કદાચ સુરતી લોચા….ખમણ…ખમણી..ઢોકળા કે ઘારી વિષે સાંભળ્યું હશે…જ..! પણ ક્યારેય સુરતી ચાંચડ અર્થાત માંકડ વિષે સાંભળ્યું છે??? શક્ય છે કે ન સાંભળ્યું હોય- અને શક્ય છે કે એને કદાચ મુવીઝ ( થ્રી ઇડીયટસ મા રણછોડ દાસ ચાંચડ……યાદ આવ્યું??) મા અડધું પડધું સાંભળ્યું હોય…એવું બને.      તો, આમ તો આ નાનકડો જીવ , પણ ખૂનખાર જીવ- હું એને જાણું એટલો જ મને જાણે…..અર્થાત- એકબીજા થી એકદમ અનજાન જીવ..બિલકુલ પેલા ગુજરાતી ગીત ની જેમ…” આપણે બે ય અણજાણ્યા પંખી……” જ. અત્યાર સુધી મે- માત્ર ચાંચડ વિશે વાંચ્યું જ હતું પણ રૂબરૂ દર્શન નો મોકો મળ્યો ન હતો. જો કે એ સારું પણ હતું કારણ કે- તમે પણ એના દર્શન કરો તો- તમે પણ પેલા ભોળા મતદાર ની જેમ- એ ખૂનખાર રાજકારણી ના સ્વરૂપ થી છેતરાઈ જાઓ…! તો ચાલો હું તમને તેના દર્શન કરાવું…..વિકિપીડિયા ની મદદ થી …..human flea તરીકે ઓળખાતો  આ અળખામણો જીવ આમ તો ૬ પ્રકાર  નો હોય છે અને મનુષ્યો કરતા પ્રાણીઓ મા સહજ જોવા મળે છે…..”લોહી પીવું” એ એનો “પણ”  મૂળભૂત ધંધો છે..( અર્થાત આ જીવ પેલી “રોયલ ક્લબ” નો મેમ્બર છે….જે બીજા ના લોહી પર નભે છે….). આમ તો એ દેખાય- ભલોભોળો જીવ પણ જયારે એ મનુષ્ય ને બચકું ભરે ત્યારે આપણી અનેક પેઢીઓ યાદ આવી જાય….! કદાચ તમને એનો ડંખ જોઈને- લાગે કે- જરૂર કોઈ ગયા જનમ નો ઉઘરાણીયો હશે અને કંઇક ઉઘરાણી બાકી રહી ગઈ હશે……! ખેર….ઇતિહાસ અને વિજ્ઞાન – એવું કહે છે કે – બીજા વિશ્વયુદ્ધ વખતે અને એના બાદ- યુરોપ મા જે ભયંકર પ્લેગ ફેલાયો- એમાં આ ભાઈ/?? નો પણ સક્રિય હાથ હતો…..અને આમ જોઈએ તો એનો ઇતિહાસ- લગબગ ૧૦૦૦ વર્ષ થી પણ વધારે જુનો છે…( ઐતિહાસિક પુરાવા ઓ કહે છે) …….

લોહી તરસ્યો ચાંચડ ….

તો મારો અનુભવ…… ગયા દિવસો મા હું સુરત હતો અને હમેંશ ની જેમ- મારી માનીતી હોટલ મા રોકાયો હતો. આમ તો હોટલ થ્રી સ્ટાર ની કેટેગરી મા આવી શકે….અને અત્યાર સુધી નો અનુભવ પણ સારો રહ્યો હતો. પણ રાત્રે ઊંઘતી વખતે લાગ્યું કે – મચ્છર બહુ ચટકા ભરે છે….પણ સામાન્ય રીતે એસી ચાલુ હોય અને રૂમ ઠંડો હોય ત્યારે મચ્છર નો ત્રાસ નહીવત હોય છે…..આથી પથારી મા જુદી જુદી જગ્યા ઓ બદલી પણ ચટકા ચાલુ જ રહ્યા…આથી લાઈટ ચાલુ કરી ને જોયું તો અનેક નાના કાળા જીવ સહપરિવાર હુમલા ની તૈયારી મા પડ્યા  હતા અને વિક્ટીમ બિચારો હું….! પહેલા તો મે હિંમત કરી ને એક જીવ ને પકડ્યો અને પછી જ્ઞાન થયું કે – અરે..આ તો- માંકડ ઉર્ફે ચાંચડ ઉર્ફે ખટમલ………સાક્ષાત……! હું ચોંકી ઉઠ્યો……અને “શુરા કદી પાછા ન પડે..” એ ન્યાયે મે લડવા નો નિર્ધાર કર્યો…..પણ છેવટે હાર તો મારી જ થઇ……મેનેજમેન્ટ નો નિયમ કહે છે એમ….” પોતાના થી નાના હરીફ સાથે લડવા મા નુકશાન લડાઈમાં જે મોટો હોય તેને જ વધારે થાય છે…..” એ યાદ આવ્યો અને મે પોતાની શાખ અને ઊંઘ બચાવવા – હોટલ મેનેજમેન્ટ ને ફોન કરી રાત્રે ત્રણ વાગ્યે રૂમ બદલ્યો……..! પણ બીજા રૂમ મા જઈને ઊંઘ્યો પણ સપના મા પણ- એ ખંધા જીવ- ચાંચડ સેના- મારી સામે જાણે કે વિજય પતાકા લહેરાવતી- હસતી હસતી અને સુરતી ગાળો ચોપડાવતી દેખાણી………..!

વાહ રે સુરત…….! મે સુરત મા – સંપૂર્ણ સંસાર ના દર્શન કર્યા છે……દસ વર્ષ પહેલા નું અત્યંત ગંદુ-ભીડભાડ વાળું સુરત પણ જોયું છે અને આજનું ચોખ્ખું ચણાક સુરત પણ જોયું છે……તાપી નું સૌમ્ય અને રોદ્ર સ્વરૂપ પણ દેખ્યું છે……..તો આજે સાથે સાથે – બિલાડી ને પણ બીક લાગે એવી સાઈઝ ના ઉંદર.(  જેના પર આપણા “પ્રસિદ્ધ” મુખ્યમંત્રી છબીલદાસ મેહતા એ મીડિયા સામે – સુરત ના પ્લેગ વખતે કહ્યું તું…કે અહિયા બડા બડા “ઉંદરા” બહોત વધી ગયા હૈ…..)….તો ભલભલા ને અર્ધી રાત્રે ભગાડે એવા ચાંચડ પણ જોવા મળ્યા………! શું કહેવું….???

જે હોય તે……પણ સુરત ની વાત જ કંઇક ઓર છે……..એ સ્વીકારવું જ રહ્યું…….

તો એશ કરતા રહો…….અને ક્યારેક શુરા થવા નું છોડી- રૂમ બદલી ને સારી ઊંઘ લેવા નું પણ વિચારો….કારણ કે – જીવન મા હમેંશા જીતવું જ અગત્ય નું નથી હોતું…..

જય સ્વામીનારાયણ

રાજ