Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

થોડા હૈ..થોડે કી જરૂરત હૈ..!!!

હમણાં હું મારા કામે થી આવતો હતો અને જોયું કે એક વૃદ્ધ કાકા રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આથી મને થયું કે ચાલો કંઇ સેવાનું કામ થઇ જાય.!!.આથી મેં તેમનો હાથ પકડી રસ્તો ઓળંગવામાં મદદ કરી..જયારે મારું કામ પૂરું થયું ત્યારે મને પેલા વડીલે કહ્યું..જે મારા મન ને સ્પર્શી ગયું..કે ” રસ્તો તો હું એકલો પણ ગમે તેમ કરી ને ઓળંગી લેત પણ તમારો હાથ મળ્યો એટલે ઓળંગવાનું જરા આસાન થઈ ગયું….”….હવે આમાં સમજવા નું શું? ઘણું બધું છે…

  1. જરૂરિયાત વાળા લોકો દયાને પાત્ર નથી પણ એક મદદ/સાથ/હિંમતને પાત્ર છે..ખાલી તમે એમને સહેજ હિંમત વાળી વાત કરો તો યે તમે એમની ઘણી મદદ કરો છો..
  2. જીવનમાં નાની નાની વાતો/કામોમાં લોકોને મદદરૂપ થતા રહો…તમે આમ કરવાથી ખુદ ને મદદ કરી શકશો અને અન્ય લોકોને પ્રેરણા મળશે…
  3. ધારો કે તમે કોઈને નાની પણ જરૂરી આર્થીક મદદ કરો છો અને મદદ લેનાર તમને એનું વળતર આપવા ઈચ્છે છે તો તમે એને સાભાર પરત કરો અને એને કહો…” જેમ મેં મારી ફરજ પૂરી કરી એમ તું બીજા અન્યને આવી મદદ કર અને એને હું તને જે કહું છું એજ તું એને કહે….એજ મારું વળતર છે..” આ મદદ ચક્ર ચાલતું રહેવું જોઈએ…એકબીજાને ,બધાને મદદ..સહારા..સાથની જરૂર હમેંશા હોય છે..

તો બસ જીવન આમ તો કઠીન ડગર છે પણ સાથે ચાલનાર નો જરા અમથો સહારો જ તેને આસાન બનાવે છે…”થોડા હૈ..થોડે કી જરૂરત હૈ”…મારી કવિતા…

” એક બીજાને મળતા રહીએ..એક બીજાને ગમતા રહીએ..
જરૂર પડે તો હાથ મારો, થઇ જાય સાથ તારો..એમ કહી..
એકબીજાને ,સફરની મીઠાશ વહેંચતા રહીએ….”

બસ તમારો સાથી-

રાજ