Raj Mistry's world

Me,my stories and world around….

પુરુષોત્તમ ઉપાધ્યાય(Purushottam Upadhyay)..અને હું…

Leave a comment

ગઈકાલે હું સવારે શતાબ્દી એક્ષપ્રેસમાં મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. અમારા કોચમાં અમારી પાછળ ની સીટમાં એક સજ્જન બેઠા હતા. પહેલા તો મેં એમને જોયા તો મને ગુજરાતી ભાષાના મહાન અને પ્રખ્યાત પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા એ લાગ્યા, પણ મને થયું કે આવા મહાન માણસ આટલી સહેલાઈ થી ,સહજતા થી આ રીતે મુસાફરી ન કરે અને એમના કપડા પર થી પણ કંઇ ખાસ અમીરી છલકાતી ન હતી..પણ જેમ જેમ સમય વીતતો ગયો અને એમની ફોન પર ની વાત સાંભળી એટલે વિશ્વાસ આવ્યો કે આ તો એજ મહાન ગાયક ,આપણા પુરુષોત્તમ ઉપાધ્યાય!!!! મેં પ્રણવને કહ્યું કે હું જરા એમને મળી આવું..અને હિંમત કરી ને હું તેમની પાસે ગાયો અને મારી ઓળખાણ આપી અને એમના ઓટોગ્રાફ માગ્યા…( આમ તો માને કોઈના ઓટોગ્રાફ લેવાના ગમતા નથી અને જીવન માં આ માત્ર બીજો ઓટોગ્રાફ હતો..પહેલો ઓટોગ્રાફ મારા માનસગુરુ સ્વ.ચંદ્રકાંત બક્ષીનો..)

એમને મને સહજતા થી એ આપ્યા. હું તો ખુબ ખુશ હતો…કે આટલો મોટો માણસ કે જેના દ્વારા ગવાયેલા અવિસ્મરણીય ગુજરાતી ગીતો ,ઘરે ઘરે ગુંજે છે અને સાહિત્યકારો એમને ” પુરુષોત્તમ…નરોત્તમ…સ્વરોત્તમ..” થી નવાજે છે..   અને એમના ચહેરા પર કે હાવભાવ પર અભિમાનનો છાંટોય નહિ!!!કેટલા સાહજીક અને નીખાલસ માણસ!!!મારી સાથે વાત થઇ અને તેમને મને, તેમના સાથી અને પ્રખ્યાત ગાયક મા.આનંદસિંહ ની ઓળખાણ કરાવી. વડોદરા ના મહેમાન બનેલા આ મહાન કલાકાર સાથે મારી ટૂંકી પણ અવિસ્મરણીય મુલાકાત …ખરેખર જીવનભર યાદ રહેશે..

પુરુષોત્તમ ઉપાધ્યાય..સ્વર એજ શ્વાસ...

ઓટોગ્રાફ..પુરુષોત્તમ ઉપાધ્યાય..

જે લોકો એમને નથી જાણતા એ બધા અભાગી છે અને આવા અભાગિયા લોકો માટે થોડીક માહિતી …પુરુષોત્તમભાઈ વિષે..

  • તે છેલ્લા ૬૦ વર્ષથી ગુજરાતી સંગીતની ઉપાસના અને સેવા કરી રહ્યા છે…
  • ૩ વરસની ઉમરે પ્રથમ ગીત ગાયેલું ,૧૯૪૦-૪૭ ખુબ જ સંઘર્ષ કર્યો અને મુંબઈમાં પ્રથમ વાર દિલીપ ધોળકિયા સાથે રાસ ગીત ગાયું.અવિનાશ વ્યાસ ના માનીતા ગાયક….અને લગભગ ૧૦૦૦૦ ગીતો એમને ગાયેલા છે…
  • સુગમ સંગીત ક્ષેત્રે એમને વિશ્વા ગુર્જરી એવોર્ડ મળેલો છે….
  • એમનો જન્મ દિવસ ૧૫મી ઓગસ્ટ,૧૯૩૪ ,ઉત્તરસંડા, નડીયાદ ખાતે થયો હતો..પિતા ડોક્ટર હતા.. અને તે હવે ૭૫ વર્ષના થશે…
  • ઉર્દુ ગાયકીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને ૨૦૦૫માં એશિયન એવોર્ડ મળ્યો હતો.
  • મહારાષ્ટ્ર કરકારે પણ ૨૦૧૦ સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાયને જીવન ગૌરવ પુરસ્કાર આપ્યો છે.
  • આજે પણ શ્રોતાઓ તારો છેડલો માથે તુ રાખને જરા…., રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ….,જેવી રચનાઓ તેમના સ્વરે સાંભળી ડોલી ઉઠે
  • એમની બે દીકરીઓ વિરાજ અને બીજલ ઉપાધ્યાયે “થેંક યુ પપ્પા” માં લખ્યું છે કે “‘પપ્પા એટલે હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ”..બસ સંગીત જ જીવન અને સ્વર એજ  શ્વાસ!!!!

જીવન એક સફર છે અને એક સુંદર સફર છે એ ત્યારે જ સમજાય જયારે કોઈ મહાન મુસાફર ,સહજતાથી સફરમાં મળી જાય અને યાદ છોડી જાય…ગુજરાતે એના રતનો ને પારખવા પડશે અને શિરમોર ગણી સાચવવા જ પડશે …અને તેથી જ ગુજરાતી સાહિત્ય અને સંગીત નો અમૂલ્ય વારસો જળવાઈ રહેશે…

સલામ પુરુષોત્તમ ભાઈ…!!!

રાજ

Leave a comment