Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા – ૨૮/૦૧/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી……… અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા-મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે?”

ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો…….. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી………. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય; તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય? કે ન થાય?”

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં.”

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં.

અને એ ચાર વાનાં માંહેલું એક જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા….. ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે……….”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૩૫

ઘણા સમયબાદ આજે રવિસભા માં હાજર રહેવા નો મોકો મળ્યો……રવિસભા જયારે જ્યારે ચુકી જવાય ત્યારે ત્યારે એવું લાગે છે કે જીવન માં કૈંક ખૂટે છે….હૃદય માં બેચેની રહે છે….પણ જ્યારે સત્સંગ નો લાભ મળે ત્યારે એ બધા ની ભરપાઈ થઇ જાય છે…..બુદ્ધિ દુષિત ન થાય….ભગવાન અને ભગવાન ના ભક્તો માં ક્યારેય અભાવ અવગુણ ન આવે- જીવ ના કલ્યાણ નું સદાયે જતન થાય એ માટે આ સત્સંગ સભા અનિવાર્ય છે….

તો- જીવ ને રીચાર્જ કરવા આજે સમયસર સભા માં પહોંચી ગયા …સૌપ્રથમ મારા વ્હાલા ના -એકાદશી ઉત્સવ ના અનેરા દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ….ત્યારબાદ યુવકો એ બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…..”રંગરેલ પિયા ગિરધારી……” કૈંક અલગ જ રાગ માં રજુ થયું…..ત્યારબાદ એકાદશી ના મહિમા વિષે બ્રહ્માનંદ સ્વામી નું એક પદ ..” સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી..” રજુ થયું…..ત્યારબાદ એક યુવક દ્વારા “-સ્વામી શ્રીજી નું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન” અને “જે દુખ થવું હોય તે થાજો રે ..રૂડા સ્વામી ને કાજે…” …….અને છેલ્લે “પૂર્વ ના પુણ્ય ફળ્યા…..” જેવા અદ્ભુત મહિમાસભર કીર્તન રજુ થયા……

ત્યારબાદ પુ.નિર્મલ ચરિત સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના “સર્વજ્ઞ ” ગુણ પર અદ્ભુત વાતો- પ્રસંગ કથન દ્વારા થઇ……તન કી જાણે..મન કી જાણે ..જાણે ચિત્ત કી ચોરી……જેવા અદ્ભુત ગુણ અને એના સમર્થન માં અદ્ભુત પ્રસંગો ની વણઝાર ચાલી…..

જેતલપુર-૫ માં જેમ શ્રીજી પોતાના અંતર્યામી પણા ની વાત કહે છે તેમ- પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો સર્વજ્ઞ ગુણ- લંડન ના ઉપેન્દ્રભાઈ ને…સુરત ના જયેન્દ્ર વીંછી ને તેમના પૂર્વ જન્મ ની વાત કહી ને તો… ……ઉદારકા ના રામસંગ બાપુ ના પૂર્વ ના પાપ ને ક્ષમા કરીને…બોચાસણ ના પુ.ધર્મ વિહારી સ્વામી ને આવનારા દુષ્કાળ અને કેટલ કેમ્પ ની પૂર્વ તૈયારી રૂપે નીલગીરી ના છોડ દુર દુર વાવવા ની આજ્ઞા કરી ને….તો અનેક હરિભક્તો ના મન ના સંકલ્પ પુરા કરી ને – સ્વામી એ પોતાનો આ ગુણ દર્શાવ્યો……!! અદ્ભુત..અદ્ભુત….! મોટા પુરુષ તો પૂર્વાપર નું જાણતા હોય છે …અને પરચા-ચમત્કાર થી દુર રહે છે પણ આપણા લૌકિક મનના સંકલ્પ …તેને સમાસ કરવા ખાતર ક્યારેક સત્પુરુષ પોતાનું ઐશ્વર્ય અમુક અંશે દર્શાવતા હોય છે….તેનો આ પુરાવો છે…!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૨૨/૧/૨૦૧૮ ના દિવ્ય વિચરણ નો અદ્ભુત વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…..

ત્યારબાદ- વચનામૃત ગઢડા પ્રથમ-૩૫ પર આધારિત “કલ્યાણ નું જતન” વિષય પર પુ. વિવેક જીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા રસપ્રદ પ્રવચન થયું….જોઈ સારાંશ…..

  • જતન એટલે સંભાળ…..જેમ માતા પિતા પોતાના બાળક નું જતન કરે છે તેમ – સત્પુરુષ તેના શરણે આવેલા જીવ નું જતન કરે છે….અને તેમ કર્યા સિવાય ન ચાલે કારણ કે જતન કરે તો જ સત્સંગ ટકે…..
  • યોગીબાપા કહેતા કે- ભગવાન અને તેમના એકાંતિક સંત માં દ્રઢ વિશ્વાસ..નિષ્ઠા….આશરો એ જ જતન……અને એમનો રાજીપો એ જ જતન ……એ થાય તો જીવ નું કલ્યાણ અચૂક થાય…
  • પણ કુસંગ નો પાશ અડે….બુદ્ધિ દુષિત થાય…..તો જીવ માં અભાવ અવગુણ ના ઝેરી બીજ વવાય…..જીવ સત્સંગ માં થી ભટકી જાય……અલૈયા ખાચર ની જેમ…..ભરૂચ ના ગણપતરામ ની જેમ…..!
  • માટે સત્સંગ માં ટકવું હોય…કલ્યાણ નું જતન કરવું હોય તો- જીવ મોટા પુરુષ જોડે બાંધવો…..કુસંગ થી દુર રહેવું…..સંતો-હરિભક્તો , મોટા પુરુષ અને ભગવાન નો મહિમા જાણવો..સમજવો…..હરિભક્તો માં દિવ્ય ભાવ રાખવો……કોઈનો અવગુણ ન લેવો….નિર્દોષ બુદ્ધિ રાખવી….

અદ્ભુત…અદ્ભુત……!

જીવન માં આટલું એ સિદ્ધ થાય તો એ જીવ ભવસાગર તરી જાય……બ્રહ્મરૂપ થઇ જાય…….સભાને અંતે અમુક જાહેરાત થઇ…

  • ૩૧/૧ ના રોજ પૂનમ છે સાથે સાથે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે જેનો વેધ સવારે ૮-૧૫ થી બેસે છે….( જેથી સશક્ત લોકો એ એ બાદ કોઈ અન્ન લેવું નહી…પાણી લેવાય- અશક્ત માટે ૨-૩૦ વાગ્યા સુધી અન્ન ની છૂટ છે) . ગ્રહણ સાંજે ૬.૩૦ થી રાત્રે ૮-૪૨ સુધી છે….એ માટે ઠાકોરજી ના થાળ ના નિયમ- નજીક ના સંસ્કાર ધામ- મંદિર માં પૂછી લેવા – ગ્રહણ બાદ સ્નાન-દાન ધર્મ ના નિયમ નું પાલન કરવું…..
  • ઘર સભા પ્રોજેક્ટ- જે લોકો એ પોતાની કૌટુંબિક સમસ્યા ના નિવેડા માટે ઘર સભા કરી હોય અને આશ્ચર્ય જનક પરિણામ મળ્યા હોય – તેમણે પોતાનો અનુભવ વહેંચવો હોય તો પોતાનો પ્રસંગ- વોટ્સેપ ન. ૯૯૯૮૯૯૦૧૩૫ પર અથવા ઈ મેલ આઈડી- spco@in.baps.org પર ૮/૨/૨૦૧૮ પહેલા મોકલી દેવો…..

અદ્ભુત…..અદ્ભુત…!!!

તો આજની સભા – જીવ ના કલ્યાણ….તેના જતન….સંભાળ માટે હતી…..જયારે આપણું મૂળ સ્વરૂપ- એ આત્મા છે એમ મનાશે – ત્યારે તેના કલ્યાણ ની વાત પણ સહજ મનાશે ….અને સત્પુરુષ અને શ્રીજી માં અનાયાસે જોડાઈ જવાશે…..

જય સ્વામિનારાયણ…….જીવ ના કલ્યાણ નો ખપ રાખજો….

રાજ