Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-12/05/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય….. તે ત્રણ વાનાં તે કયાં?

તો 1)    એક તો પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને

2)  બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દૃઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાંખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાંખે તોય પણ સંશય પડે નહીં; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને

3) ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.

……એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય……

———————-

વચનામૃત ગઢડા મધ્ય-61

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ….!!! ક્ષમા યાચના……! વિવિધ સાંસારિક કારણોસર સભા અને મારે છેટું પડી ગયું હતું….જે આજે પૂર્વવત થયું. સત્સંગ થી દુર રહેવા થી જીવ માં કૈક ખૂટતું હોય એમ લાગે છે અને કેમ ન લાગે??? આખરે જીવ નું સાચું પોષણ તો સત્સંગ જ કરે છે…બાકી બધી ક્રિયા ઓ તો દેહ અર્થે જ છે……તો ચાલો શરૂઆત મારા વ્હાલા ના મહામુલા….ચંદન ચર્ચિત…મોગરા ના ફૂલો થી આચ્છાદિત… શાંત શીતળ.. દર્શન થી…..

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ……એ પછી એક યુવકે કોરસ સાથે પ્રેમાનંદ સ્વામી રચિત ” ખમ્મા ખમ્મા ……” પદ રજૂ કર્યું…..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ખૂબ જ રસાળ પદ ” ફૂલ ની બાંધી રે પોંન્ચી ..” રજૂ કર્યું……અને ફૂલ આચ્છાદિત એ મનમોહન …મનોચક્ષુ સમક્ષ છવાઈ ગયો….અસહ્ય ગરમી વચ્ચે શ્રીજી મહારાજ ને જે મોગરા ના ફૂલ નો શણગાર કરવા માં આવે છે એ ખૂબ જ દર્શનીય હોય છે અને એના પર જ આધારિત સંપ્રદાય નું ખૂબ જ જાણીતું પદ ” મોગરા ના ફૂલ….શ્રીજી ને પ્યારા મોગરા ના ફૂલ…” કવિ માવદાન રચિત આ પદ  પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ભાવ ભર્યા સ્વરે રજૂ થયું…….અને આજની જ શ્રીજી ની મોગરા ફૂલ આચ્છાદિત મૂર્તિ સાક્ષાત દેખાણી….!! એ પછી યુવક મિત્ર જૈમીન ” આવો આવો ધર્મકુંવર અલબેલા….”સદગુરુ કૃષ્ણાનંદ રચિત પદ પ્રસ્તુત થયું…….! મહારાજ ની મૂર્તિ અને એની બારીકીઓ વિશે જે નંદ સંતો એ પદ રચ્યા છે એ કદાચ કોઈ એ રચ્યા નહીં હોય…..એ સમયે મહારાજ ની મૂર્તિ ના પ્રત્યક્ષ દર્શન અને એને શબ્દો માં ઢાળી ને રજૂ કરવા ની વિશિષ્ટ આવડત એ આપણા સંપ્રદાય ની મહામૂલી રીત છે……..અને આ પદો થી જ એ મરમાળી હરિકૃષ્ણ મૂર્તિ જીવ માં દ્રઢ થાય છે…..!! એટલે જ અહીં સત્સંગ જીવ નો સત્સંગ છે…..સહજ માં સમાધિ નું સુખ તે અહીંયા જોવા મળે….! એ પછી યુવક મિત્ર ધવલ દ્વારા ” તમે મીઠું બોલી ને મન લીધું રે…મીઠડા બોલાજી….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……..બાળપણ માં શ્રીજી મહારાજ દ્વારા પોતાના સેવક ને કહેલો…. એક નાનો અમથો લહેકો ….કવિ દલપતરામેં સાંભળ્યો હતો અને એ લહેકા ને…મીઠા અમૃત બોલ ને એ  આજીવન નહોતા ભૂલ્યા…તો વિચારો કે એ અમૃત વાણી કેવી હશે???? પુરુષોત્તમ ના બોલ કેવા હોય….એ વિચારો તો સમજાય કે એ સ્વરૂપ નું અખંડ સુખ કોને કહેવાય…!!

એ પછી પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના 6  મેં ના દિવ્ય વિચરણ ના દર્શન વિડીયો ના માધ્યમ થી થયા…..અદભુત દર્શન…!

એ પછી કોઠારી સ્વામી પૂ. ધર્મ તિલક સ્વામી દ્વારા વચનામૃત ગઢડા મધ્ય-61 પર આધારિત ” પાકા સત્સંગી કઇ રીતે થવાય…” વિષય પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર…

  • આ વચનામૃત….તથા ગઢડા મધ્ય-45..47 વગેરે વચનામૃત આપણા માટે દર્પણ સમાન છે……શ્રીજી મહારાજ પાકા સત્સંગી ની નિશાનીઓ…ઓળખાણ અહીં કરાવે છે…..
  • આ શુદ્ધ સત્સંગ છે ….સત એવા સત્પુરુષ નો સંગ….સંત સમાગમ….હરિ કથા અતિ દુર્લભ છે એમ તુલસી દાસે કહ્યું છે….ભગવાન માં જીવ જોડે…જીવ જોડવા પ્રેરે તેવા માતા પિતા….પુત્ર, સ્વજન….કદાચ અનંત પુણ્યએ મળે….પણ સાચા સંત નો સમાગમ તો અતિ દુર્લભ છે…..આવા સંત મળે તો એમનો સંગ કરી લેવો…..પ્રમુખ સ્વામી મહારાજ ની પણ સૌ હરિભક્તો આદર્શ..પાકા સત્સંગી બને તેવી અપેક્ષા છે…..
  • કાચા સત્સંગી રહીએ તો સત્સંગ નું યથાર્થ સુખ ન આવે…..ભલે ને વર્ષો જૂનો બાપ દાદા નો સત્સંગ હોય.!!!..શ્રીજી મહારાજે ધરમપુર ના કુશળ કુંવર બાઈ કહ્યું હતું કે અમારે હાથ થી છડેલા ચોખાની જેમ સર્વે ને અણી શુદ્ધ સત્સંગી કરવા છે…..આથી શ્રીજી ની શુ મરજી છે એ સમજી રાખવું…..બ્રહ્માનંદ સ્વામી …મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સાધુ ને પણ શ્રીજી એ ગુણબુદ્ધિ વાળા સત્સંગી કહ્યા હતા….અતિ નિષ્ઠાવાન..સેવાભાવી શિવલાલ શેઠ ને પણ એકવાર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું હતું કે તમારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ દેખાય છે…..!!! કેમ…??? એનો ઉત્તર ઉપર ના વચનામૃત ગઢડા મધ્ય 61 માં છે……ત્રણ લક્ષણ વર્ણવ્યા છે….
  • નિયમ ધર્મ માં દ્રઢતા- અનિવાર્ય અંગ છે…..નિયમ ધર્મ એ બંધન નથી પણ મુક્તિ ના સાધન છે…..જેતલપુર ના વચનામૃત માં તો શ્રીજી એ કહ્યું કે જે નિયમ ધર્મ માં દ્રઢ રહેશે તેની રક્ષા પોતે કરશે….સુખ જ થશે….અનીતિ અને અધર્મ કરીશું તો અંતે મહા દુઃખ જ આવશે…..સ્વામી શ્રીજી નું વચન લેશ માત્ર પણ લોપવું નહીં….સત્સંગ સભાનો  અવશ્ય ..અચૂક લાભ લેવો….
  • ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય- આ દ્રઢ હોય તો બાકી ના બધા સાધન સહજ જ આવી જાય. આ એકડો છે ..જો એ હશે તો બધું જ આપોઆપ આવી જશે. આત્મનિષ્ઠા સત્સંગ માં અનિવાર્ય છે પણ ઉપાસના ની શુદ્ધતા..દ્રઢતા વગર એ નકામી છે….પંચાળા 7 વચનામૃત માં તો શ્રીજી કહે છે કે જીવ ઉર્ધ્વરેતા હોય પણ જો એને ભગવાન ના સ્વરૂપ ને સમજવા ની ખામી હોય તો એનું કલ્યાણ નહીં થાય…..! આપણે તો એક ધણી ના ઉપાસક….એ જ આપણા માટે  સર્વોપરી ભગવાન… પણ એમાં બીજા અવતારો ને ગૌણ કરવા ની વાત નથી….ઉપાસના ને સમજી રાખવી….એ સમજણ ને દ્રઢ રાખવી….આપણ ને જે મળ્યા એ ભગવાન ના સ્વરૂપ નો ઉત્કૃષ્ટ નિશ્ચય દ્રઢ રાખવો…..આવો દ્રઢ નિશ્ચય અને આશરો થશે તો કલ્યાણ માં ખામી નહીં રહે…..
  • ભગવદી નો પક્ષ- દેહ ના સબંધી નો જેવો પક્ષ રાખીએ તેવો ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો….ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન ના ભક્ત નો પક્ષ જેણે રાખ્યો તેની કદાપિ અપકીર્તિ થઈ જ નથી….ભગવાને પણ આવા જ ભક્તો નો સાથ રાખ્યો છે.

મહારાજ સ્વામી ને સદાય પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા પાકા સત્સંગી થઈએ…..

એ પર જ એક વિડીયો સંવાદ દ્વારા આપણા પરમ નિષ્ઠાવાન સત્સંગી અને પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારી લાલ નંદા સાહેબ ના જીવન ની એક સત્ય ઘટના ની રજુઆત થઈ…..રોજ વચનામૃત વાંચવા નો નિયમ ચુકી ગયા અને પરિણામે યજમાન ના આગ્રહ છતાં ભોજન ન કર્યું…..છેવટે એ નિયમ પળાયો પછી જ જમ્યા…..!!! ગુલઝારી લાલ નંદા સાહેબ બધા જ આહનીક નિયમ ધર્મ દ્રઢ રીતે પાળતા( રોજ પ્રાતઃ પૂજા, સો માળા, વચનામૃત નું પઠન…રાત્રે ચેષ્ટા સિવાય સુવા નું નહીં વગેરે)  છતાં એક વાર શાસ્ત્રીજી મહારાજે એક પ્રશ્ન ના ઉત્તર માં  એમને કહેલું કે તમારો સત્સંગ તો પાશેરા માં પૂણી સમાન છે……!!!! બોલો…વિચારો …..કે આવા દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત નો સત્સંગ આવો હોય તો આપણે ક્યાં છીએ??? આપણું લેવલ કેટલું???…વિચારો….વિચારો…..મોટા પુરુષ ની આજ્ઞા મુજબ આપણું જીવન છે???

એ પછી સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વાદ માં કહ્યું કે – નંદાજી ને મુંબઇ માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરેલા સમાધિ પ્રકરણ ની પ્રતીતિ થી સત્સંગ થયેલો…..ચાર વર્ષ સુધી નંદાજી એ સત્સંગ ચકાસ્યો….સત્સંગ નો અભ્યાસ કર્યો…બધું સમજ્યા…. પછી શાસ્ત્રીજી મહારાજ માં ભાવ થયો….બધા ઉત્સવો સમૈયાઓ માં આવતા….યોગીજી મહારાજ માં ખૂબ હેત ભાવ રહેતો….બધા નિયમ ધર્મ દ્રઢ પણે પાળતા….યોગીજી મહારાજ ની ભલામણ થી છપૈયા માં રેલવે સ્ટેશન કરી આપ્યું…..એ સમયે કાલુપુર મંદિર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે એમના  11 વર્ષ ના સુપુત્ર તેજેન્દ્ર પ્રસાદજી ને યોગીબાપા નું સ્વાગત કરવા સ્ટેશને મોકલેલા …બાપા ત્રણ દિવસ ત્યાં છપૈયા રોકાયેલા…..! પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ અવસ્થા માં અમદાવાદ એમના નિવાસ સ્થાને પધારેલા અને આખા શરીરે હાથ ફેરવેલો…..! એમનું જીવન પ્રેરણા દાયી છે……

આપણા સંનિષ્ઠ હરિભક્ત અતિ વિદ્વાન ….અક્ષર પુરુષોત્તમ જ્ઞાન ના પ્રચારક  પ્રોફેસર શ્રી ગજેન્દ્ર પાંડા નું બે દિવસ પહેલા ધામ ગમન થયું છે……એ જાહેરાત પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કરી.

એ પછી એક વિડીયો દર્શન  દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના વચનામૃત ગઢડા પ્રથમ 8 ના આધારે આશીર્વાદ નો લાભ મળ્યો…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક ભગવાન માં જ જોડવા..ભગવાન માં અસાધારણ પ્રીતિ કરવી…..અને આ બધું સત્પુરુષ ના દ્રઢ સંગ થકી જ થાય…..સમજી રાખવું..!!

જાહેરાત થઈ કે પ્રખ્યાત પ્રોફેસર શ્રી કે સી બ્રહ્મભટ્ટ દ્વારા એક પુસ્તક- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વિરાટ પ્રતિષ્ઠાન નિર્માતા…..પ્રગટ થયું છે….

આજની સભા નો એક જ સાર હતો…..સત્સંગી થાવું તો પાકા સત્સંગી જ થવું….સ્વામી શ્રીજી ની મરજી મુજબ જ સત્સંગી થાવું…..આખરે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે….અધૂરું કલ્યાણ ન પોસાય……મનુષ્ય અવતાર વારંવાર થોડો મળે છે???? નિર્ણય તમારો….કલ્યાણ તમારું…..!!!

સત્સંગ સહજ છે…..અતિ કઠિન પણ છે…પણ જો શ્રીજી ની મરજી મુજબ જીવન થશે તો સત્સંગ અચૂક સફળ થશે…..સહજ માં બ્રહ્મરૂપ થવાશે અને લખચોરાસી લટકા માં ટળશે….!! આ તો બ્રહ્મ માર્ગ છે…માટે નિયમો પણ આગવા છે…

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-14/04/24

આજે અમદાવાદ નું આકાશ “થોડી સી આગ…થોડા સા પાની…” ની જેમ રંગબેરંગી હતું…..ડિટ્ટો જીવન ની જેમ જ…..બસ એમાં જ આ જીવન ને સત્સંગ નો પાકો રંગ ચડાવતા રહેવા નું છે……એ માટે જ આજની સભા ને ..એ સભા ના…સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન…..

સભાની શરૂઆત યુવકો દ્વારા જીવ પ્રિય…જીવ ને સ્થિર કરતી સ્વામિનારાયણ ધૂન થી થઈ….એ પછી ધવલ દ્વારા ” વારે વારે જાઉં વારણીયે…..” પ્રેમાનંદ સ્વામી રચિત જોશ ભર્યું કીર્તન રજૂ થયું…..આ તો શ્રીજી મહારાજ ની પરમ કૃપા કે આપણા જેવા અધમ…પામર જીવ ને આવો સર્વોપરી આત્યંતિક કલ્યાણ નો માર્ગ….ગુણાતીત ગુરુ ની છત્રછાયા.. …અર્થસભર સત્સંગ નું સુખ આપ્યું…એ માટે એમના ચરણો માં કોટી કોટી સાષ્ટાંગ દંડવત કરીએ તો યે ઓછા છે….!! એ પછી જૈમીન દ્વારા ” જો ને સખી પેલા રણ ના પટ પર મંદિર બાંધ્યું સ્વામીએ…”નૂતન પદ રજૂ કર્યું…..આરબ દેશ માં જ્યાં જાહેર માં પૂજા પ્રાર્થના કરતા હજાર વાર વિચારવું પડે ત્યાં ગગન ને ચુમતું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવું એ કોઈ દિવ્ય ચમત્કાર થી ઓછું નથી જ…..!!!

એ પછી પ્રગટ ગુરુહરી ના દિવ્ય વિચરણ દર્શન નો લાભ એક વિડીયો ના માધ્યમ થી મળ્યો…..

એ પછી 18 થી 20 જાન્યુઆરી, કણાદ , સુરત ખાતે ના વિચરણ નો વિડીયો રજૂ થયો…..અદભુત દર્શન….

એ પછી સભામાં હાજર શ્રી જયભાઈ શાહ (ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના સુપુત્ર, BCCI ના ચેરમેન) દ્વારા પૂ. બ્રહ્મવિહારી સ્વામી નું અબુધાબી મંદિર ના નિર્માણ કાર્ય માં બહુમૂલ્ય યોગદાન માટે સન્માન થયું…..એમનું અને અન્ય રાજકીય અગ્રણીઓ નું સન્માન થયું. જયભાઈ એ પોતાના પ્રવચન માં કહયુ કે …એમના જીવન ની કારકિર્દી ની શરૂઆત આ રવિસભા થી જ થઈ હતી. જીવન ની અનેક ઊંચ નીચ ઘટનાઓ માં  પ્રમુખસ્વામી મહારાજ અને baps સંતો નો સાથ સહકાર અને આશીર્વાદ રહ્યા છે……!!

ત્યારબાદ અબુધાબી ના વિશ્વવિખ્યાત ….આપણા baps  હિન્દૂ મંદિર ના પ્રતિષ્ઠા પછી …બે માસ બાદ  પ્રથમવાર જ પૂ. બ્રહ્મવિહારી સ્વામી સભામાં ઉપસ્થિત હતા…..તાળીઓ ના ગડગડાટ વચ્ચે એમનું પ્રવચન થયું…જોઈએ સારાંશ…..

  • ઘણા સમય બાદ અમદાવાદ “ઘરે” પધાર્યા છીએ….આવી વિશાળ સભા જોઈ ને ખૂબ આનંદ થાય છે …Sweet home sweet….!!! બાપા ને પણ રોબિન્સ વિલ થી પરત આવ્યા બાદ આવો આનંદ થયેલો….!! અમે જ્યારે દીક્ષા લીધી ત્યારે પ્રમુખસ્વામી એ કહેલુ કે આ પાઘ નમી પડે એટલા  બધા ઊંચા મંદિર અને ઊંચો વિકાસ થશે…..સ્ટેડિયમ નાના પડે એટલો બધો સત્સંગ થશે…..! ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રથમ સ્વામિનારાયણ મંદિર અહીં બનેલું. સંસ્થા ના સર્વે મોટા ઉત્સવો સમૈયા અહીં થયેલા…..
  • આપણા શીર્ષર્થ દેશ નેતાઓ ગુજરાતી છે અને એ બંને પર આપણા ગુરુઓ નો અઢળક રાજીપો રહેલો છે. જય ભાઈ અહીં આવ્યા છે…તેમના પિતાશ્રી માટે મહંત સ્વામીએ કહેલું કે અમિતભાઇ આપણા છે…. દેશ ની સેવામાં એ સદાય પ્રગતિ કરતા રહેશે….દેશ આગળ વધતો રહેશે…..
  • આ અબુધાબી મંદિર બન્યું છે તે માટે બાપા એ કહ્યું કે જે અહીં આવશે તેને આ ચમત્કાર લાગશે…એનો અનુભવ થશે. આ ભગવાન નું જ કાર્ય છે….કોઈ મનુષ્ય નું કાર્ય શક્ય જ નથી……છેલ્લા ત્રણ ચાર દિવસ માં અઢી લાખ થી વધુ દર્શનાર્થીઓ આવી ચુક્યા છે….દોઢ કલાક ની લાઈન….ચાર ચાર કિમિ ઉઘાડા પગે ચાલી ને ભક્તો અહીં દર્શને આવે છે……બધાને આશ્ચર્ય થાય છે. બધા સંતોષ પૂર્વક દર્શન કરી ને જાય છે. બધાને અહીં અનુભવ થાય છે કે ભગવાન અહીં સાક્ષાત છે…..બાપા તો આ મંદિર ની રચના ને double Cinderella story  કહે છે.
  • સરકાર માં ઉચ્ચ પોસ્ટ પર રહેલા….કાશી વિશ્વનાથ નો કોરિડોર…રામ મંદિર ના નિર્માણ કાર્ય માં પાયા ના સંચાલન માં રહેલા શ્રી ડી એસ મિશ્રા સાહેબે કહ્યું કે રામ મંદિર હતું અને આજે પુનઃ બન્યું પણ આ અબુ ધાબી નું મંદિર નિર્માણ તો ખરેખર ચમત્કાર જ છે……મુસ્લિમ ધર્મગુરુ ઓ ના પણ આવા જ અનુભવ છે….એમણે કહ્યું કે આ ધરતી પર આવું મંદિર…આવી મૂર્તિઓ…એમની આરતી પૂજા થાય એ કેવળ ભગવાન ની કૃપા થી જ થાય….એમ ને એમ ન થાય….! અત્યાર સુધી માં 80 જેટલા દેશો ના રાજદૂત આ મંદિર દર્શને આવી ચુક્યા છે. ઇજિપ્ત ના રાજદૂતે તો કહ્યું….This temple is greater than the pyramids….As pyramid talks about past…This mandir talks about future….!!!!
  • જગત માં શાંતિ લાવવા નો ભગવાન સ્વામિનારાયણ નો આ એક નીર્ધાર છે…સંકલ્પ છે….કાર્ય છે. એટલા માટે જ મહંત સ્વામી ને આટલો બધો અહોભાવ આ મંદિર માટે છે.પ્રમુખ સ્વામી  બાપા કહેતા કે અમારે તો ભગવાન ભજવા..ભજાવવા નું કાર્ય છે..આ મંદિરો તો વચ્ચે બની જાય છે….!! આ મંદિર પર બાપા નો…બધા જ સદગુરુ સંતો નો અઢળક પ્રેમ છે…કારણ કે આયોજન…કલ્પના થી પણ અધિક સારું થયું છે. જે કેવળ ભગવાન કૃપા થી જ થયું….જેણે અડધું દુબઇ બાંધ્યું છે એવા નખીલ ગ્રુપ ના ચેરમેન સુલતાન સુલેમાને તો બ્રહ્મવિહારી સ્વામી ને જાન્યુઆરી માં કહ્યું કે આ મંદિર જુલાઈ સુધી માં જ પૂરું થઈ શકે……પણ આપણે તો ફેબ્રુઆરી માં આ મંદિર પૂરું થઈ ગયું…….પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે કોઈ મુશ્કેલી આવે…મંદિર નું કામ અશક્ય લાગતું હોય તો શાસ્ત્રીજી મહારાજ આગળ પાંચ માળા કરજે…..!!! અને મંદિર પૂરું થઈ ગયું….! આ તો ખરેખર ભગવાન નું જ કામ છે…..મોદી સાહેબે મંદિર પૂર્ણ થયેલું જોઈ મને કહ્યું કે…પ્રમુખ સ્વામી આજે પુનઃ પ્રગટ થઈ ગયા….!!!
  • Khaleej times અબુ ધાબી ના છાપા એ તો એ સમયે 40 પાના ની વિશેષ પૂર્તિ મહંત સ્વામી ના ફોટા સાથે છાપી…..જગત ભર ના છાપા ઓ એ આની વિશેષ નોંધ લીધી……સર્વે એ મંદિર ના ખૂબ  વખાણ થયા……એક એવો કપરો સમય પણ હતો કે ત્યાં ની ધરતી પર ભગવા પહેરી પગ મુકવો અશક્ય હતો……એમાં પણ બાપા એ અતિ કઠિન વિચરણ કર્યું છે….બધા ધર્મો માં સંવાદિતા વધે એ માટે ધૂળ ની ડમરીઓ વચ્ચે…રણ માં બાપા એ ધૂન કરાવી હતી……સંકલ્પ કર્યો હતો જે આજે પૂર્ણ થાય છે……મોટા પુરુષ ના વચન ક્યારેય નિષ્ફળ જતા નથી…લખી રાખજો…!!!
  • શરૂઆત માં ત્યાં એક વીલા માં આપણું નાનું મંદિર હતું….પણ એક દીવાલ દૂર કરી ને નોટિસ આવી…તે માટે બાપા ની આજ્ઞા થી સંતો ત્યાં ના શેખ ને મળ્યા…સત્ય સમજાવ્યું તો આશ્ચર્ય વચ્ચે એ શેખે વિલા માં મંદિર ની છૂટ આપી દીધી. આ જ સત્પુરુષ ની…સત્ય ની તાકાત હતી….શેખ માં ભગવાન નો પ્રવેશ થયો અને મંદિર બન્યું……!! જ્યાં એ મિટિંગ માં માત્ર બે સંત હતા અનેંક શેખ હતા…ત્યાં હમણાં મિટિંગ થઈ ત્યાં અનેક સંતો હતા….મહંત સ્વામી ને દેશ ના મહેમાન તરીકે સન્માન ..સ્વાગત મળ્યું…..! એ જ ભગવાન ની અને સત્પુરુષ ની તાકાત છે.
  • ત્યાં ના શેખે ઉદાર હૃદયે 27 એકર જમીન આપી….અઢળક સહકાર સેવા આપી…..લાઈફટાઈમ માટે જમીન…પાણી….વીજળી મફત કરી આપી. આપણા મંદિર ને ઓફિશિયલ પરમિશન આપવા વિશેષ સરકારી વિભાગ બનાવ્યો અને આપણા કારણે ત્યાંના ચર્ચો ને પણ આપણી સાથે પરમિશન મળી…..સાથે ભગવાને પણ આપણ ને મળેલી જમીન માં એક મોટી શીલા મૂકી…..જેની પર આપણું મંદિર અનંત કાળ માટે ઉભું રહેશે……રેતી પણ સલ્ફર ફ્રી મળી…..બાંધકામ સાવ સહેલું થઈ ગયું…….આ જ ભગવાન કૃપા છે. મહંત સ્વામી એ પોતાના પત્ર માં આ જ લખ્યું હતું….!!! ભારત માં એક વાર સંતો નું હેલિકોપ્ટર ભૂલ થી ગાલિયકોટ દરગાહ માં ઉતર્યું….ત્યાં ના મુસ્લિમો એ સ્વાગત કર્યું અને એ જ મુસ્લિમ વ્હોરા ના પુત્ર દુબઇ માં 3D પ્રિન્ટિંગ નું કામ કરે છે એમણે આપણું મંદિર મોડલ અને 3D પ્રિન્ટિંગ વાળી દીવાલ સેવામાં બનાવી આપી……….!!! આ પણ એક ચમત્કાર જ છે…..શ્રીલંકા ના રાજદૂતે શ્રીલંકા થી, આપણા સંતો ની વિનંતી થી સીતાજી જ્યાં બિરાજતા હતા તે  અશોક વાટિકા માં થી વડ નું વૃક્ષ દાન કર્યું……મંદિર પ્રતિષ્ઠા ના યજ્ઞ સમયે ખૂબ વરસાદ પડ્યો….પણ યોગ્ય સમયે વરસાદ બંધ થયો… યજ્ઞ થયો..સફળ થયો…..!! ભગવાન નું જ આ કાર્ય છે. …શાસ્ત્રીજી મહારાજ ના જીવન વિશે એક મોટો લેખ ત્યાંના છાપા માં છપાયો……મહંત સ્વામી નો વિશાળ ફોટો ત્યાંના મસ્જિદ માં લગાવ્યો છે…….આ જ ભગવાન અને સંત નું કાર્ય છે…..
  • મહંત સ્વામી એ પત્ર માં લખેલું……કે ત્યાં રાજા તમારા રખેવાળ થશે. અને અમને ત્યાંના રાજા ના ભાઈએ અમને બોલાવી ને કહ્યું કે અમે ખૂબ રાજી છીએ અને તમે હવે અમારા સંરક્ષણ માં છો……! આ કેવળ ભગવાન અને સત્પુરુષ ની જ તાકાત છે…..
  • આપ સૌ ત્યાં પધારો…….આમંત્રણ છે….

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…..તેમનું સન્માન થયું.

તારીખ 17/4 શ્રીહરિ જયંતિ છે…રાત્રે 8 વાગ્યે ભવ્ય સભા છે……21 તારીખે સારંગપુર ફુલદોલ ઉત્સવ છે…લાભ લેવો…..

આજની સભા….ભગવાન અને એમના ધારક સંત ના સંકલ્પ …કૃપા ના મહિમા માટે હતી…..એમના સંકલ્પ પૂર્ણ થાય જ છે…આપણે પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ…..નિમિત્ત બની ને એ સંકલ્પ પૂર્તિ માં ભળવા નું છે…..

જય જય સ્વામિનારાયણ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-07/04/24

ભગવાન ની શક્તિ….

POWER OF GOD…….!!

– excerpt from THE LETTER by HDH Mahant swami maharaj about Abudhabi mandir.

આજની સભા વિશિષ્ટ હતી…..પોતાના ગુરુનો એક સંકલ્પ અને કોરોના નો વિપરીત કાળ…છતાં એ સંકલ્પ પૂર્તિ માટે મંડ્યા રહેવું…અન્ય હજારો ને એના માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહી …એ સંકલ્પ ને મૂર્તિમંત કરવો…એ કોઈ સત્પુરુષ થી જ થાય અને એ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના એક પત્ર ને આજની સભા માં ગુલાલ કરવા માં આવ્યો….સૌના હૈયા એ રંગે રંગાઈ ગયા…..તો ચાલો આ સભા માં સર્વપ્રથમ મારા વ્હાલા ના દર્શન….જીવભરી ને કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..મન એકતાર થઈ ગયું….પછી એક યુવક દ્વારા “મંદિર આવો માણિગર માવા….તમને ખમ્મા રે ખમ્મા….”પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું પદ રજૂ થયું. દરેક ભક્ત જીવ નો મનોરથ હોય છે કે પોતાનો આરાધ્ય …અંતર ને આંગણે પધારે…..એમાં જ સ્થિર થાય…..અને એ જ ભક્તિ ની પરાકાષ્ઠા છે…..માટે આપણે હરિ પાસે આ જ માંગવું…. એક તેને જ માંગવો….!!! અહીંયા તો આઠો જામ એક હરિ જ હરિ….!!! મિત્ર ધવલ દ્વારા વૈષ્ણવ હવેલી રાગ માં  ” મોરે મંદિર આજ બધાઈ …ગાઓ મંગલ…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……હરિવર જ્યારે મંદિરે…અંતર ને આંગણે પધારવા ના હોય ત્યારે એમના સ્વાગત માં શુ બાકી રહે???…..એ પછી જૈમીન દ્વારા ” પ્રમુખસ્વામી કા  સંકલ્પ હૈ યે….” અબુધાબી મંદિર રચના …એના મહિમા ને વર્ણવતું પદ રજૂ થયું…..એક બળવત્તર સંકલ્પ એક સત્પુરુષ દ્વારા અને એ ફળ્યા વિના કેમ રહે??? આ તો ભગવાન નું કાર્ય છે અને સત્પુરુષ માધ્યમ છે પછી એમાં ખોટ શાની રહે?? બસ, આમ સર્વે સંકલ્પો પૂર્ણ થશે જ….આપણે તો માધ્યમ….નિમિત્ત બની એ યજ્ઞ માં જોડાઈ જવાનું છે.

એ પછી 22 ડિસેમ્બર, 2020…કોરોના કાળ માં લખાયેલા …પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના એક પત્ર….The letter …પર એક ડોક્યુમેન્ટરી રજૂ થઈ…આ ગાથા મંદિર નિર્માણ ની નહીં પણ મંદિર ના નિર્માતા ની હતી…….એના શબ્દે શબ્દ માં થી ટપકતા ઇશ્વરીય તેજ…ઐશ્વર્ય….સાક્ષાત હરિવર ને એક વિડીયો ના માધ્યમ થી રજૂ કરાયો….

સમગ્ર વિડીયો અચૂક જોવો…….જુઓ તો જ સમજાય છે કે ભગવાન નું કાર્ય શુ છે?? કેવું છે?? ભગવાન ક્યાં પ્રગટ છે …?? બસ….આ તો ભગવાન ની અમાપ…અપાર…અતુલ્ય શક્તિ ની એક ઝલક માત્ર છે…..!!!

અદભુત વિડિઓ….અદ્દભૂત સંદેશ……..!!

આવતી રવિસભામાં પૂ. બ્રહ્મવિહારી સ્વામી સ્વયં પ્રવચન આપવા ના છે….સભાનો અચૂક લાભ લેવો…! પૂ.કોઠારી ધર્મતિલક સ્વામી એ હાલ માં ધામ ગમન પામેલા અમદાવાદ નિવાસી …ખૂબ જ સેવાભાવી ..પ.ભ. સંનિષ્ઠ હરિભક્ત શ્રી રાવજીભાઈ પટેલ નો પરિચય , શોક સંદેશ રજુ કર્યો….

આજની સભાનો એક જ સાર હતો….કે ભગવાન નું પોતાનું કાર્ય….પોતાના સંકલ્પો પોતે પુરા કરે જ છે….આપણે ભળીએ કે ન ભળીએ….માનીએ કે ન માનીએ…..પણ ભગવાન નું કાર્ય પૂર્ણ થાય જ છે. તો આપણે એમાં માધ્યમ….નિમિત્ત બની ને કેમ ન ભળીએ…??? મનુષ્ય અવતારે આવો લાભ ક્યાં મળે?? આપણે તો ખરેખર મહા ભાગ્યશાળી છીએ કે આવો સર્વોપરી સત્સંગ….આવા સમર્થ ગુરુ….આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ઇષ્ટદેવ રૂપે સાક્ષાત મળ્યા છે…..!!!

બસ પ્રાપ્તિ ના આ કેફ ને…આ ક્ષણ ને… જીવી લઈએ….માણી લઈએ…..હજુ તો બ્રહ્માંડ આખું કેસરિયે રંગાશે….સ્વામિનારાયણ નું ભજન કરશે…..એ પ્રત્યક્ષ …વિસ્ફારીત નેત્રે નિહાળવા નું છે…!!!

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે….!!

રાજ


1 Comment

BAPS પ્રાગજી ભક્ત પ્રાગટ્યોત્સવ સભા-24/03/24

આજે અમદાવાદ નું શાહીબાગ મંદિર હરિભક્તો ના અભૂતપૂર્વ મહેરામણ થી ઉભરાતું હતું……કારણ…પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત નો ભવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાવવા નો હતો…….ભારે ભીડ ને લીધે ઠાકોરજી ના દર્શન બંધ હતા….ઉપર અને નીચેનો ..એમ બંને હોલ 4 વાગ્યા થી જ ભરાઈ ગયા હતા….પાર્કિંગસ બધા ફૂલ થઈ ગયા હતા…મારે પણ મંદિર ના પ્રાંગણ માં ગેટ પાસે બેસવું પડ્યું અને સભા ને સ્ક્રીન પર જ નિહાળવા માં આવી……ચાલો આજના હોળી ઉત્સવ ના પ્રસંગે ઠાકોરજી ના દર્શન કરીએ…..

સભાની શરૂઆત ધૂન અને પ્રાર્થના થી થઈ….એક કીર્તન “કરું વંદના પ્રાગજી ભક્ત ને…” યુવકો દ્વારા રજૂ થયું… પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભગતજી મહારાજ ના મહિમા નું “માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……એક ગૃહસ્થ દ્વારા પોતાના દેહ ને સ્વામી ની આજ્ઞા એ કૃષ્ણાર્પણ કરી ને…બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ની આ ઘટના આપણા ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. જીવ સંસાર માં હોય કે ત્યાગશ્રમ માં….જો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના વચન માં યથાર્થ જોડાઈ જાય તો બેડો પાર થઈ જાય……બ્રહ્મ સંગે બ્રહ્મ થઈ જાય….!!! આપણે સંસારીઓ માટે તો ભગતજી મહારાજ નું સમગ્ર જીવન જ એક પ્રેરણા છે…….એ પછી યુવક મિત્રો દ્વારા ” હોરી આઈ રે…આઈ રે……” પ્રેમાનંદ સ્વામી રચિત રંગભીનું પદ રજૂ થયું….અને મનોચક્ષુ સમક્ષ એજ કેસર ભીનો શ્યામ અને એના સંતો હરિભક્તો સાથે ની એ ગુલાલ અબીલ કેસુડો …કેસર ની હોળી …ફુલદોલ ઉત્સવ નો રંગીન મિજાજ છવાઈ ગયો…..શ્રીજી ની એ મૂર્તિ કેવી હશે…!!!! આ હરિ રંગ તો જીવ ને ચડવો જ જોઈએ ….કે જેથી જન્મોજન્મ સુધી ઉતરે જ નહીં….!!! માટે જ ભગતજી મહારાજ ની જેમ ભગવાન પાસે આ જીવ ને ચડે એવો રંગ માંગવો……!

એ પછી યુવકો દ્વારા ભગતજી મહારાજ ના જીવન દર્શન..વિવિધ ગુણો  ની ઝાંખી કરાવતું એક નૃત્ય -વિડીયો સંવાદ અને પછી સંતો દ્વારા પ્રસંગ કથન….એ રજુઆત રૂપે કાર્યક્રમ  રજુ થયો.

એ પછી અલગ અલગ  સંતો દ્વારા ભગતજી મહારાજ ના જીવન અને ગુણો પર ટૂંકા વક્તવ્ય-વિડીયો સંવાદ રજૂ થયા….ભગતજી મહારાજ ના દિવ્ય ગુણો- બાળ ચરિત્ર, સેવા,જ્ઞાન ની સ્થિતિ, અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના એવા જ ગુણો નું પણ દર્શન વક્તવ્ય દ્વારા રજૂ થયું….( સ્થળ મર્યાદા ને લીધે પ્રવચન ના અંશ રજૂ કરી શકાયા નથી…ક્ષમા કરશો જી..)

અદભુત…અદભુત…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ..)- 1955માં ગોંડલ ખાતે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર છપાયું ત્યારે જે કાગળ એમાં વપરાયા હતા તે કાગળ ને અક્ષરદેરી માં પૂજન માટે યોગીબાપા એ મુકાવેલા. આ એક આદર્શ ભક્ત નું ચરિત્ર છે જેની કથા યોગીજી મહારાજ વારેઘડીએ કરાવતા…..ભગતજી મહારાજ માટે ગુણાતીત સ્વામી નું એક એક વચન…એક એક ક્રિયા દિવ્ય હતી…બ્રહ્મરૂપ હતી…..ભગતજી સાવ સામાન્ય હરિભક્ત હતા…સ્વામી ના મહિમા પ્રવર્તન કાજે અસહ્ય અપમાનો …તિરસ્કાર સહન કર્યા…..વિમુખ થયા..છતાં સ્વામી નો મહિમા ગાવા નું છોડ્યું નહીં….આપણે દાસભાવે..નિર્માની ભાવે સત્સંગ કરવા નો છે..જેથી અપમાનો થાય તો ડગી ન જવાય……મહારાજ સ્વામી ને પ્રાર્થના કરવા ની કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય તો છતે દેહે અક્ષરધામ નું સુખ આવે…..

પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી એ ક્ષણ આવી ગઈ…..સતપુરુષ નું આગમન થયું અને સમગ્ર હરિભક્ત ગણ ઉત્સાહ માં આવી ગયો…..હોળી ના રંગો એ દર્શન થી અંતર માં છવાઈ ગયા….ફુલદોલ ઉજવાઈ ગયો…અંતર શાંત થઈ ગયું….!!…બસ…સત્સંગ ના રંગે…મહારાજ સ્વામી ના રંગે આ જીવ હમેંશા રંગાયેલો રહે એટલે જીવ ની અનંત યાત્રા સફળ….!!!

પછી તો વિડીયો દ્વારા એ અખંડ ફુલદોલ ઉત્સવ સુખ ની સ્મૃતિ તાજી થઈ…….સમગ્ર ભક્ત ગણ એ ઉત્સાહ માં ડોલી ઉઠ્યા….બાપા એ બધાને દર્શન આપ્યા….આરતી કરી અને આજની સભા સફળ કરી દીધી…..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો 9 મો ભાગ પ્રગટ થયો…એનું લોકાર્પણ બાપા એ કર્યું. બાપા એ આશીર્વાદ આપતા કહ્યું કે (સારાંશ) —ભગતજી મહારાજ સર્વે ગુણો માં આદર્શ હતા…..અનેક અપમાનો સહન કર્યા છતાં ડગ્યા નથી…સ્વામી ની જીભ વળી તેમ તેમનો દેહ વળ્યો…. સ્વામી નું અખંડ અનુસંધાન….બધા હરિભક્તો ને બ્રહ્મ ની મૂર્તિ માનતા….શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે સત્પુરુષ આ પૃથ્વી પર થી કદી જાતા જ નથી….સત્પુરુષ આજે પણ પ્રગટ છે…!!…આપણે પણ આ જ કરવાનું છે…….આમ, બાપા એ સ્વયં સત્પુરુષ ના ચિરંજીવી પણા ની વાત કહી…..!!!! આપણા મોટા ભાગ્ય….!!

બાપા એ વિવિધ પુષ્પો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની સાથે ફુલદોલ નો ઉત્સવ મનાવ્યો….તો પૂ.ઇશ્વરચરણ સ્વામી એ સ્વામીશ્રી ને ફૂલો થી વધાવ્યા…..!!

આજની સભા ભગતજી મહારાજ અને એમના જ પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ને સમર્પિત હતી. એમને શ્રીજી નો જેવો રંગ લાગ્યો છે….એવો જ શાશ્વત રંગ આપણ ને લાગે એટલે આ જન્મારો સફળ…..

સૌ સદાય આ રંગ ને તાજો રાખજો…….આ અક્ષર રંગ છે…..આમ સહજ ઉતરે તેમ નથી…..

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-04/02/24

“બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે….”

————————

પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, કણાદ,સુરત

ઘણા રવિવાર થી હું રવિસભા નો લાભ લઇ ના શક્યો…કારણ??? અંગત….શિબિર…વગેરે….પણ રવિસભા ચૂક્યા નું દુઃખ છે જ…..જે આજે સમય પહેલા સભામાં આવી સરભર કરવા નો આછો પાતળો પ્રયત્ન કરવા માં આવ્યો……આજની સભા કાર્યકર સુવર્ણ મહોત્સવ (1972-2022)ની વિશિષ્ટ સભા હતી…… આપણી સંસ્થા ના પાયા માં ના એક ભાગ એટલે દ્રઢ નિષ્ઠાવાન કાર્યકરો…….અને એમની નિષ્ઠા ને વધાવતું આ 2024નું વર્ષ….કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવાશે….તો આ નિષ્ઠા અને અનેક કાર્યકરો ના સમર્પણ ની સ્મૃતિ સાથે.. એ સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના અદભુત દર્શન….

સભાની શરૂઆત “ભજો સ્વામિનારાયણ…..”ધૂન થી થઇ….યુવક મિત્રો એ સભાનો માહોલ હરિમય કરી દીધો……યુવકો અને ધવલ દ્વારા “પ્રણામ હો… પ્રણામ હો…હે સહજાનંદ જી…” પદ રજુ થયું…..એક હરિ ના ચરણો મા સંપૂર્ણ માથું મૂકીએ તો સહજ આનંદ સદાય રહે…. એ જ બ્રહ્મ અવસ્થા…!! અન્ય એક યુવક દ્વારા “એલી જો ને આ ધર્મકુમાર.. સલોણો શોભતા….” પદ રજુ થયું…..ઉચ્ચ…ઝડપી સ્વરો માં ગવાતા આ બ્રહ્માનંદ સ્વામી રચિત આ પદે સભા ને ડોલતી કરી દીધી…..બ્રહ્માનંદ રેલાઈ ગયો….!! ત્યારબાદ પ્રશાંતભાઈ દ્વારા “સેવા માં રાખો સદાય….વંદન ગુરુજી…વંદન પ્રભુજી….” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજુ થયું…..શાસ્ત્રો કહે છે કે મોટા પુરુષ ની મન કર્મ વચને સેવા જ ભગવાન ની સેવા છે…..મોક્ષ નું કારણ છે…….અને આપણે તો અહી સેવા એ તો બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે….એમ ડંકા ની ચોંટે ગવાય છે….વર્તાય છે…જીવાય છે……એટલે જ આપણો સત્સંગ સર્વોપરી છે. એ પછી જૈમિન ના સ્વરે “અમે સૌ સ્વામી ના બાળક….જીવીશું સ્વામી ને કાજે…” ભક્તરાજ મોતીદાસ દ્વારા રચિત બળ ભર્યું પદ રજુ થયું….. આપણા સત્સંગ ની અસ્મિતા ની પુષ્ટિ કરતું આ પદ સૌમાં નિર્ભયતા નું ….નિષ્ઠા નું….સમર્પણ નું બળ ભરી દે તેવું હતું….સભા તાળીઓ થી ગુંજી ઉઠી …

એ પછી આપણી સંસ્થા મા યુવક મંડળ ની રચના..કાર્ય વિશે નો ઈતિહાસ વિડિયો ના માધ્યમ થી રજુ થયો…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી શરૂ થયેલી યુવક સભાઓ ને વિધિવત સ્વરૂપ 1972મા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મળ્યું……અને યુવક મંડળ આગળ જતા વિસ્તૃત થતાં કાર્યકરો ની વિશાળ સેના નું સર્જન આજે જોઈ શકાય છે.

ત્યારબાદ પુ. વિવેકમુની સ્વામી દ્વારા આ કાર્યકરો ની સેવા પ્રવૃત્તિ વિશે માહિતી પ્રવચન દ્વારા મળી…જોઈએ સારાંશ….

  • કાર્યકરો માટે સેવા સત્સંગ નું પ્રથમ સુખ છે…સત્પુરુષ ના સાનિધ્ય નું સુખ….દર્શન..વાતો..મળવું અને પ્રસાદી ના માધ્યમ થી આ સુખ અનરાધાર મળી રહ્યું છે ….
  • બીજું સુખ…સત્સંગ કથા વાર્તા નું સુખ….જે સત્સંગ ને સદાય લીલો પલ્લવ રાખે છે.
  • ત્રીજું સુખ….ઉત્સવ સમૈયા નું સુખ……જેમાં કાર્યકરો નો અથાગ ..અવિરત પરિશ્રમ રહેલો છે. આયોજન…વ્યવસ્થા…. અમલીકરણ….અહી શીખવા..શીખવાડવા મળે છે…..સત્સંગ શિક્ષણ પરીક્ષા….સ્વામિનારાયણ મેગેઝીનો…ઘરસભા, સંત પધરામણી …સામાજિક સેવા ના આયોજન પાછળ કાર્યકરો નો નિસ્વાર્થ પુરુષાર્થ …સેવા છે….આથી જ કાર્યકરો આપણી સંસ્થા ના કરોડરજ્જુ સમાન છે.
  • પ્રમુખ સ્વામી મહારાજે તો આવા કાર્યકરો ને શ્વેતાંબરી સાધુઓ કહ્યા…અને એમનો પરિવાર સહિત મોક્ષ ના આશીર્વાદ આપ્યા…….એમનો ખૂબ જ રાજીપો આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા દેખાય છે.

એ પછી યુવકો દ્વારા સેવા ના મહિમા નો એક સંવાદ રજુ થયો……

અદભુત સંવાદ……એક ગુરુ…એક હરિ ને જ રાજી કરવા પોતાના જીવન ને કૃષ્ણાર્પણ કરવાની નિસ્વાર્થ ભાવના તો અહી..આપણી સંસ્થા મા જ જોવા મળે…..

એ પછી ગુરુ મહંત સ્વામી મહારાજ ની નિશ્રા માં સુરત ખાતે યોજાયેલા કાર્યકર સુવર્ણ મહોત્સવ સભા ના દર્શન નો લાભ વિડિયો દ્વારા મળ્યો…..કાર્યકરો ના અનુભવો…એમની સેવા ની સુવર્ણ ગાથાઓ……. બાળ..બાલિકા..યુવક યુવતી…મહિલા કે વડીલ મંડળો ની અદભુત સેવાઓ ની ગાથા ઓ..કેસર ની ફોરમ ની જેમ સર્વ ને તરબતર કરી ગઈ..બાપા એ સમગ્ર કાર્યકર સેવા નો સાર એક જ વાક્ય માં કહ્યો….. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી……!! બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ..બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે……!!!…અદભુત વિડિયો…!!!

ત્યારબાદ પૂ. કોઠારી ધર્મતિલક સ્વામી એ પ્રસંગોચિત પ્રવચન કરતા કહ્યું કે…..જોઈએ સારાંશ…

  • લોયા ૩ ના વચનામૃત માં સ્વયમ શ્રીજી એ કહ્યું કે મહિમા એ સહિત નિશ્ચય થાય ત્યારે એ જીવ ભગવાન અને સત્પુરુષ ના રાજીપા અર્થે શું ન કરે?? બધું જ થાય જે આપણા કાર્યકરો માં સ્પષ્ટ દેખાય છે. આપણી ગુણાતીત પરંપરા એ આપણ ને રાજી કરવા પોતાના દેહ ને કૃષ્ણાર્પણ કરી દીધો……
  • આપણા કાર્યકરો એ અતિ કઠીન…વિપરીત સંજોગો માં પણ પોતાની સેવા ની જવાબદારી સુપેરે…સમર્પણ ભાવે…નિસ્વાર્થ ભાવે નિભાવી છે. પોતાના ધંધા…નોકરીઓ ની પણ પરવા નથી કરી. એકવાર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે…..કાર્યકરો તો અમારા હાથ પગ છે….. સદગુરુ ઓ છે……

ત્યારબાદ વિડિયો ના માધ્યમ થી પ.પૂ.મહંત સ્વામી મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવ ની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરી..તેના દર્શન થયા…..અહી સભામાં પણ સર્વ કાર્યકરો એ ઊભા થઈ..ધ્વજ, બોર્ડ્સ દ્વારા એમાં પ્રતીક રૂપે ભાગ લીધો…..

સભામાં અમુક જાહેરાત થઈ….. રાંદેસણ ના ગુરુકુળ માટે દીકરીઓ ની પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે….

આજની સભાનો એક જ સાર હતો…….જો જીવ ને આત્યંતિક કલ્યાણ નો ખપ હોય…..બ્રહ્મરૂપ થઈ ને એક પુરુષોત્તમ ને વરવા ની દૃઢતા હોય તો પોતાના ગુરુ અને ભગવાન કાજે શું ન થાય??? પોતાનું સર્વસ્વ એક એમના જ રાજીપા અર્થે સમર્પિત કરી દે……અને આ જ મોક્ષ નો શોર્ટકટ છે……

સત્સંગ નું બીજું નામ જ સમર્પણ છે……સમજી રાખીએ….

જય સ્વામિનારાયણ…….પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-31/12/23

श्री राम चंद्र कृपालु भजमन हरण भाव भय दारुणम्।
नवकंज लोचन कंज मुखकर, कंज पद कन्जारुणम्।।

इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम्।
मम ह्रदय कुंज निवास कुरु कामादी खल दल गंजनम्।।

આજે 31 મી ડિસેમ્બર, 2023…….ઇસવીસન 2023 ના વર્ષ નો અંતિમ દિવસ……પાછું વળી ને જોવાનો દિવસ….લોક પરલોક ના હિસાબ માંડવા નો દિવસ……આવનારા નવા વર્ષ 2024 માં નવી..આધી અધૂરી રહી ગયેલી એષણા ઓ ને પુનઃ સાકાર કરવા ના આયોજનો નું વર્ષ……..બસ આપણે તો શ્રીજી ચરણ માં એક જ પ્રાર્થના…….સત્સંગ માં ઉત્તરોઉત્તર પ્રગતિ થતી રહે…..સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરી શકીએ……એ રાજી તો બધું રાજી…..એ જ એક વિચાર સાથે એ જ મારા વ્હાલા શામળિયાના મનભરી ને….દર્શન….

સભા ની શરૂઆત સદાય ની જેમ પૂ.સંતો અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….અંતર હરિ સ્મરણ માં એકાકાર થઈ ગયું……આજની સભા વિશિષ્ટ હતી….અયોધ્યા શ્રી રામ મંદિર માં શ્રી રામ લલ્લા ભગવાન 22 મી જાન્યુઆરી એ અતિ ભવ્ય રીતે બિરાજમાન થવા જઈ રહ્યા છે…..એના અક્ષત કુંભ ની પધરામણી આજે અહીં મંદિર માં…સભા માં હતી….એને વધાવવા સમગ્ર સભા ઉમટી પડી હતી….!! ..લગભગ 500 વર્ષ ની …લાખો હરિભક્તો ની તપશ્ચર્યા નો અંત થવા જઈ રહ્યો છે…….જય શ્રી રામ….જય જય શ્રી રામ….!!!

પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી એ ભાવ સભર સ્વર માં સંત પ.પૂ. તુલસીદાસ રચિત શ્રીરામ ચંદ્ર કૃપાળુ……સ્તુતિ નો લાભ આપ્યો અને જીવ રામમય થઈ ગયો…..!!! રામ કહો કે મારો હરિ…..એ ક્યાં નથી???? રામ સર્વત્ર છે…..સૌના છે…..! ત્યારબાદ મિત્ર જૈમીન દ્વારા એ જ પરમ રામ ભક્ત રાજ તુલસીદાસ જી રચિત ” ઠુમક ચલત રામચંદ્ર…..” પદ રજૂ થયું અને ભગવાન ની એ બાળ લીલા ના દિવ્ય દર્શન મનોચક્ષુ પર છવાઈ ગયા…….ભગવાન ની સર્વ દિવ્ય છે…મધુર છે…..એમની પ્રત્યેક લીલા બ્રહ્મરૂપ કરે એવી છે….! એ પછી મિત્ર ધવલ દ્વારા ” રામ રસ એસો હૈ મેરે ભાઈ….” સંત કવિ કબીરજી રચિત કીર્તન નો લાભ મળ્યો……આ તો રામ રસ…હરિ રસ છે….જેનો સ્વાદ જે જીવ ને જીવે ચડી જાય તેને આ સમગ્ર જગત ના સર્વે સ્વાદ ફિક્કા ફસ લાગે…….એ જ બ્રહ્મ સત્ય છે…..!! આ તો બ્રહ્મ રસ છે…….આપણ ને તક મળી છે…છોડવી નહીં…સાન માં સમજી જાઓ….!

આજે સભામાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા….અતિ વિદ્વાન સંત ઉપસ્થિત હતા…..અને એમની વાણી નો લાભ સર્વ ને મળ્યો……જોઈએ સારાંશ…..

  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સંપ..સુહર્દ ભાવ..એકતા માં બધું જ આવી ગયું એમ કહેતા……શ્રીજી એ કહ્યું કે જ્યાં સંપ હોય ત્યાં ભગવાન હોય….અને સુહર્દ ભાવ ને પોતાનો પ્રાણ કહ્યો……એ જ આપણા ગુણાતીત ગુરુઓ નો હૃદયગત ભાવ છે. જેના થી ભક્તિ સેવા નું પોષણ થાય….ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય મજબૂત થાય …
  • આપણી સંસ્થા હોય કે દુનિયાભર ની સફળ સંસ્થાઓ….કંપનીઓ હોય ત્યાં સંપ ને લીધે જ વિકાસ થયો છે…..ગુણાતીતાનંદ સ્વામી એ તો સંપ ને અધ્યાત્મ નો પ્રાણ કહ્યો…..એ હશે તો જ આ અધ્યાત્મ માર્ગ માં આગળ વધાશે…… માટે જ સંપ રાખવા….કોઈના પણ અભાવ અવગુણ ની વાત કરવી નહીં….આ માર્ગ માં જીવદશા કરતા બ્રહ્મ દશા અગત્ય ની છે….બ્રહ્મ નો માર્ગ અલગ છે…આપણી બુદ્ધિ ગુણાતીત પુરુષ ના દ્રષ્ટિકોણ ને ન પહોંચે……માટે જ એમની આજ્ઞા માં સારધાર… કોઈ સંશય વગર જોડાવું…..
  • માટે જ સત્સંગ મંડળ માં જે જવાબદારી આજ્ઞા મુજબ આવે તેમા યથાશક્તિ જોડાઈ જવું…..એ જ રીતે સુહર્દ ભાવ અને એકતા પણ અધ્યાત્મ માર્ગ માં અનિવાર્ય છે…..

ત્યારબાદ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના આમંત્રણ રૂપે ત્યાં થી અક્ષતકુંભ ની પધરામણી આજે સભામાં અત્યંત ધામધૂમ થી થઈ…..સંતો મહંતો કાર્યકરો …ભક્તો દ્વારા એના વધામણાં થયા…….શ્રી રામ મંદિર ની રચના માં આપણી સંસ્થા ખૂબ નજીક થી સંકળાયેલી છે……1989 માં શ્રી રામ મંદિર ની પ્રથમ શીલા નું પૂજન આપણા ગુરુ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે કરેલું …તો એના શ્રી રામ યંત્ર કે જે મંદિર સ્થાપન માટે પાયા માં છે તેની પૂજા પ.પૂ. મહંત સ્વામી મહારાજે કરેલી…..એવા તો અનેક કાર્યો માં આપણી સંસ્થા ….આ શ્રી રામ મંદિર ની રચના માં પ્રત્યક્ષ…પરોક્ષ રીતે જોડાયેલી છે……આ મંદિર ના આર્કિટેક આપણા જ છે…..અનેક વાર મંદિર રચના માટે ધૂન અને પ્રાર્થનાઓ અહીં થઈ….આપણા સંતો એમાં સક્રિય રહ્યા…..એટલે જ આપણા સર્વે મંદિરો માં શ્રી રામ મંદિર ની સ્થાપના નો ઉત્સાહ અનેરો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ 7 વર્ષ સુધી અયોધ્યા રહ્યા છે……એ પણ અદભુત સ્મૃતિ છે. આપણા સૌ મંદિરો માં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા દિવસે મોટી મોટી સભાઓ….ઉત્સવો ….જીવંત પ્રસારણ થશે…..

કુંભ સાથે પધારેલા સર્વે સંતો ભક્તો અગ્રણીઓ નું સભામાં સ્વાગત થયું…..અક્ષત કુંભ નું પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અને અન્ય સંતો ભક્તો દ્વારા વૈદિક વિધિ થી ભવ્ય પૂજન થયું….

પૂ.અક્ષરવત્સલ સ્વામી એ કહ્યું કે આ શ્રીરામ મંદિર એ સામાન્ય મંદિર નથી….પણ આ રામ રાજ્ય ની સ્થપાના નું પ્રતીક છે……આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા આદિક નું પ્રતીક આ ભગવાન શ્રી રામ ના આદર્શો નું સ્થાપન છે…..આપણો દેશ પુનઃ વિશ્વગુરુ બનશે….

શ્રીરામ મંદિર આંદોલન માં સક્રિય ભૂમિકા ભજવનાર અનેક કાર્યકરો પૈકી વિશ્વ હિન્દુ પરિષદ ના અશોકભાઈ એ કહ્યું કે લગભગ 500 વર્ષ નો સંઘર્ષ….76 જેટલા યુદ્ધ…..4 લાખ જેટલા રામભક્ત ના બલિદાન આજે સફળ થયા છે……આજે રામલલ્લા બિરાજમાન થવા ના છે…..અને માત્ર ગુજરાત માં જ 1 કરોડ થી વધુ ઘરો માં જઈને રૂબરૂ આમંત્રણ આપવાનું છે…..ઘરેઘર દિવાળી મનાવવા ની છે……અન્ય એક કાર્યકર કીર્તિભાઈ ભટ્ટે કહ્યું કે- અનેક કાર્યકરો એ….કાર સેવકો એ પોતાનું બલિદાન મંદિર માટે આપ્યું છે. …સર્વે સંતો એ પણ ખૂબ જ સમર્પણ આ મંદિર સ્થાપના માટે આપેલું છે….એને ભૂલવા નું નથી…..22 જાન્યુઆરી એ ઘરેઘર દિવાળી ઉત્સવ મનાવવા ની છે…….

અંતે સર્વે નું ફુલતોરા થી અભિવાદન થયું…..

પૂ. ઇશ્વરચરણ સ્વામી એ અંતે પોતાના આશીર્વચન માં એ સમય ની સ્મૃતિઓ તાજા કરતા કહ્યું કે…..1980 ની આસપાસ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને સર્વે સંતો એ અયોધ્યા ની યાત્રા કરેલી….હનુમાન ગઢી અને અન્ય મંદિરો ના દર્શન કરેલા…એ સમયે યોગી બાપા એ રામ જન્મભૂમિ પર બેસી અડધો કલાક ધૂન કરેલી…યોગીબાપા અને એ પછી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રી રામ મંદિર ની સ્થપાના માટે અથાગ પ્રયત્નો થયેલા…..આપણે 22 જાન્યુઆરી એ મોટો ઉત્સવ ઘરેઘર અને મંદિરો માં ઉજવવા નો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આપણી સંસ્કૃતિ ના ..સંસ્કારો ના આદર્શ છે. આપણો ગૃહસ્થ પરિવાર કેવો આદર્શ હોવો જોઈએ ..એ રામાયણ અને ભગવાન શ્રી રામ પર થી મળે છે…….

જાહેરાત – 22 મી જાન્યુઆરી એ કેવી રીતે ઉત્સવ કરવા નો છે …એની માહિતી રજૂ થઈ…

સભાને અંતે- જગતપુર ના નવીન મંદિર મહાપૂજા ના દર્શન અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન ના નવીન સભાગૃહ ના પૂ. મહંત સ્વામી દ્વારા ઉદ્ઘાટન નો વીડિયો રજૂ થયો…..

આજની સભાનો એક જ સાર હતો……..જય જય શ્રી રામ…..!! ભગવાન શ્રી રામે જે કર્યું છે તે કરવા નું છે અને ભગવાન શ્રી કૃષ્ણે જે કહ્યું છે તે કરવા નું છે………બસ ભગવાન ના કહ્યા માં રહેશું તો જ એ પ્રસન્ન થશે…રાજી થશે……અને એ રાજી તો હરપળ દિવાળી જ છે………!!! મારો શ્રીજી એમાં જ રાજી છે……

જય જય શ્રી રામ……આવનારું નવું વર્ષ શ્રી રામ મય….શ્રીહરિમય બની રહે એ માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના…….

સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો……

જય જય શ્રી સ્વામિનારાયણ

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-29/10/23

ગયા બે રવિવાર હું અમદાવાદ બહાર હતો આથી રવિસભા નો લાભ ન લેવાયો….પણ આજે એ ખોટ સરભર કરવા સમયસર સભામાં પહોંચી ગયો….ગઈકાલે ગુણાતીત પૂર્ણિમા…અર્થાત શરદ પૂર્ણિમા હતી પણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ હતું…..આથી આજે પૂર્ણ ચંદ્ર ના દર્શન નો લ્હાવો અદભુત હતો…..તમે પણ કરો એ પૂર્ણ ચંદ્ર…પૂર્ણ પુરુષોત્તમ ના દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો ના વૃંદ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….ત્યારબાદ મિત્ર પ્રશાંતભાઈ ના સ્વરે ” થઈ રહ્યો છે જયજયકાર રે સ્વામી મળવા થી…..” મુનિ અખંડનંદ રચિત પદ રજૂ કર્યું. આપણે તો અહીં સ્વામી મળ્યા એ જ સુખ છે…એ જ જય છે……આ તો બ્રહ્મ ની પ્રાપ્તિ છે જે પરબ્રહ્મ ની પ્રાપ્તિ માં અનિવાર્ય છે……! એ પછી ધવલભાઈ દ્વારા ” ધન્ય ધન્ય આ શરદપુનમ નો દન…..”અખંડાનંદ મુનિ દ્વારા જ રચિત પદ પ્રસ્તુત થયું…એ જ અક્ષરબ્રહ્મ ની સ્મૃતિ અને મહિમા…….ગુણાતીત પ્રગટ થયા અને સમગ્ર જગત ને પરબ્રહ્મ નો યથાર્થ મહિમા સમજાયો…..જીવમાત્ર ને આત્યંતિક કલ્યાણ નો માર્ગ સહજ મળ્યો….! એ જ ક્રમ માં જૈમીન દ્વારા ” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળ ઢળ્યા….” એ જ અખંડા નંદ મુનિ રચિત પદ રજૂ થયું…..બળવત્તર પદ અને બુલંદ અવાજ…..અને એ જ સર્વોપરી મહિમા…..!!! પછી કસર શુ રહે??? એ પછી પૂ. પ્રેમવદન સ્વામી અને યુવકોના સયુંકત સ્વરો માં ” સહજાનંદ જી શરણ તમારે રાખો રે…..” પદ રજૂ થયું……સ્વામી નો મહિમા….સ્વરૂપ ઓળખાણ અને કાર્ય ..આ પદ માં સહેજે મળી જાય છે. ભગવાન મનુષ્યવતાર ધરે ત્યારે એ પોતાના ધામ, પાર્ષદ, ભક્તો અને ઐશ્વર્ય સાથે જ પધારે છે……એ જ આ સંદેશ છે.

એ પછી, ગયા રવિવારે 22/10/23 ના રોજ બાપા અહીં અમદાવાદ હતા અને એમના સ્વાગત ની સભા ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..

અદભુત વીડિયો….!! બાપા ના આશીર્વાદ મુજબ અંતઃકરણ શુદ્ધ કરવા નું છે….હૃદય ની ભાવના શુદ્ધ કરવાની છે , આમ થશે તો અંતઃકરણ અક્ષરધામ થશે અને અક્ષરપુરુષોત્તમ મહારાજ સાક્ષાત એમાં બિરાજમાન થશે……

એ પછી, અમેરિકા અક્ષરધામ માં પાયા ની સેવા કરનાર , વિદ્વાન સંત અને પ્રખર વક્તા એવા પૂ. અક્ષરવત્સલ સ્વામી ના અક્ષરબ્રહ્મ વિશે અતિ રસપ્રદ પ્રવચન થયું….જોઈએ સારાંશ….

  • આપણા હજારો વર્ષ પુરાણા વેદો શાસ્ત્રો માં અક્ષરધામ ના સ્વરૂપ વિશે અદભુત વર્ણન છે….જે આજે અમેરિકા અક્ષરધામ સ્વરૂપે મૂર્તિમંત થયું છે….જેની ખ્યાતિ સમગ્ર જગત માં પ્રસરી છે….દુનિયાભર ના સમાચાર પત્રો…. મીડિયા માં આનો ઊંડાણ થી ઉલ્લેખ થયો છે….
  • ગઈકાલે લગભગ 21000 અમેરિકનો એ અક્ષરધામ ની મુલાકાત લીધી…..આ અક્ષરધામ , 2000 વર્ષ ના હિન્દૂ મંદિર સ્થાપત્ય નો અર્ક છે…..જેનું નિર્માણ 12500 જેટલા સ્વયંસેવકો એ ભેગા મળી ને ..નિષ્ઠા થી કર્યું છે…એમની ગાથા નો જોટો જડે તેમ નથી…
  • અમેરિકા નો ભાવિક રાવલ…જે કર્મે પાઇલોટ છે..એ પોતાની કારકિર્દી ને બે વર્ષ માટે અટકાવી ને અહીં સેવામાં આવી ગયો હતો…..એ જ રીતે તિલક કરી ને યુવકે પાઇલોટ તરીકે ની કારકિર્દી અટકાવી ને સેવા માં આવી ગયા….માળા ના મણકા ઓ પર બધા સ્વયંસેવકો ના નામ લખી ને બાપા ને અર્પણ કરી……!!!
  • અતિ નિષ્ઠાવાન સ્વયંસેવક નું લિસ્ટ અનંત છે પણ અહીં ઉદાહરણ તરીકે જેમનો ઉલ્લેખ અહીં થયો તેમાં- હરિકૃષ્ણ જોશી, નિહાર (નેફ્રોલોજિસ્ટ) અને સૌમિલ, નિલ બફેલો શહેર( 5 વર્ષ સેવા) , અભી, અક્ષર પટેલ (સિસ્કો),મિત અને શશાંક, અશિષભાઈ(Philadelphia)..વગેરે…વગેરે….આવા અનેક હરિભક્તો એ પોતાના નોકરી ધંધા સગવડો સંબંધો ને મર્યાદિત કરી એક ભગવાન માટે સમર્પિત થઈ ગયા…અમૂકે સતત બે વર્ષ ની તો અમૂકે 5 વર્ષ ની સેવા કરી……!!! અને નિષ્ઠા એટલી કે આપણે સર્વ ના મસ્તક નમી જાય…..એમની ગાથા ઓ સાંભળી ને સ્વયં બાપા ના આંખ માં ઝળઝળિયાં આવી ગયા હતા….!!! આ લિસ્ટ માં સ્ત્રી હરિભક્તો પણ પાછળ નથી…..એ સર્વે ના નામ સુવર્ણ અક્ષરે સંપ્રદાય ના સેવા ઇતિહાસ માં કોતરાઈ ગયા છે……આ સૌ હરિભક્તો એ બધા માટે પ્રેરણા રૂપ છે….સર્વ ને સાષ્ટાંગ દંડવત કરીએ તો ય ઓછા છે…..

એ પછી પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ હારતોરા થી પૂ.અક્ષરવત્સલ સ્વામી નું અભિવાદન કર્યું.

ત્યારબાદ સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી નો મહિમા કાર્ય, ગુરુઓ નો રાજીપો…યોગદાન ..સમર્પણ ના દર્શન કરાવતો વીડિયો રજૂ થયો……અદભુત….!!! સ્વયં બાપા એ કહ્યું કે ઈશ્વર સ્વામી તો અમારા સૌનો પ્રાણ છે….બધું કાર્ય એ જ કરે તો ય સૌની પાછળ રહે……!!!! અદભુત….અદભુત….!

ત્યારબાદ પરમ પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે ……અક્ષરધામ અમેરિકા નું નિર્માણ..સ્વયંસેવકો ની સેવા ગાથા ઓ…નિષ્ઠા ની કોઈ વાત થાય એમ નથી……સૌ ખૂબ જ ભણેલા ગણેલા હરિભક્તો…..એમની સેવા જોઈએ તો એમ જ થાય કે એમનામાં મહારાજ સ્વામી નો પ્રવેશ થયો છે અને જે કાર્ય 5 વર્ષે થાય એ માત્ર બે વર્ષ માં જ પૂરું કરી નાખ્યું…..શીખવા નું એટલું બધું ઝડપી કે કલ્પનામાં ન આવે…..!! વિપરીત વાતાવરણ વચ્ચે આવી પથ્થર ની અઘરી સેવા કરી….કોઈની સેવા..નિષ્ઠા મંદ નહોતી પડી….! અમેરિકા ના ખૂણેખૂણા થી હરિભક્તો સેવામાં આવ્યા અને baps એક પરિવાર જેમ એકબીજા થી આત્મીયતા થી બંધાયા….સતત બે વર્ષ સુધી બધાએ સહજ આનંદ સાથે જ સેવા કરી છે….! પ્રમુખસ્વામી મહારાજ 94 વર્ષ ની ઉંમરે ત્યાં પધાર્યા અને જમીન નો ખૂણેખૂણો જોયો…અને આશીર્વાદ આપ્યા કે જીવમાત્ર અહીં દર્શને ખેંચાશે…..!! આ સનાતન ધર્મ નું મંદિર છે….આપણા ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ થી આ અક્ષરધામ રચાયું છે……અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા વાગ્યા છે….!!!

પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળ તરફ થી પૂ ઇશ્વરચરણ સ્વામી અને અમેરિકા અક્ષરધામ માં સેવા આપનાર અન્ય સંતો નું અભિવાદન થયું……

આજની સભામાં અમદાવાદ શહેર ના મેયર અને હોદ્દેદારો હાજર હતા જેમનું સન્માન થયું….સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ગીરીશભાઈ દાણી એ baps સ્વયંસેવકો ને..એમની સેવા..સમર્પણ ના ગુણ ને વધાવ્યો…..પોતાને પ્રેરણા મળે એ માટે એમણે સંતો પાસે થી આશીર્વાદ માંગ્યા….!!

આવતા રવિવારે વિક્રમ સંવત વર્ષ ની અંતિમ સભા છે….સૌ હાજર રહેશો.

આજની સભાનો એક જ સાર હતો- જ્યાં ભગવાન અને એના એકાંતિક સંત પ્રત્યક્ષ હોય ત્યાં નિષ્ઠાવાન હરિભક્તો ની કમી ન હોય…….કલ્પનામાં ન આવે એવા કાર્ય સ્વયં ભગવાન એ હરિભક્તો માં પ્રવેશ કરી ને કરાવે…….!! ભગવાન આપણ ને પોતાના કાર્ય ના માધ્યમ તરીકે પસંદ કરે એના થી વિશેષ શુ હોય..???

બસ …આપણે તો નિમિત્ત માત્ર રહેવું…..સર્વે એક હરિ અને ગુરુ પર છોડી દેવું….એમની આજ્ઞા માં યથાર્થ વર્તીએ એટલે ભયો..ભયો….!!

સૌ સ્વયંસેવકો ના ચરણો માં સાષ્ટાંગ દંડવત સહિત …જય જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

BAPS રવિસભા-01/10/23

अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि

આજે ભાદ્ર પક્ષ ની પિત્ત વર્ધક ગરમી નો સામનો કરતા મંદિરે સમયસર પહોંચી ગયા…….અમેરિકા અક્ષરધામ ના ગર્ભગૃહ અર્પણ ઉત્સવ માં સવારે ઓનલાઈન લાભ લીધા પછી શ્રીજી સ્વામી ના એ સર્વોપરી સંકલ્પની સ્મૃતિ થઈ આવી…. સાંજે આ સભા એ દ્રઢતા ને અતિ બળવત્તર કરતી હતી…….એ બળ અને કેફ સાથે મારા અક્ષરપતિ ના મનમોહક દર્શન…..એ જ સર્વસ્વ છે….એ જ આરંભ…એ જ માધ્યમ…..મધ્યમા….એ જ અંત છે…..!!!

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..મન સહજ જ જોડાઈ ગયું……ત્યારબાદ એક યુવક દ્વારા ” એરી જોને આ ધર્મકુમાર સલોણો શોભતા….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..મનોચક્ષુ સમક્ષ શ્રીજી ની એ મદમસ્ત ચાલ…ચાખડી નો ચટકો…હાથ નો લટકો….ગુલાબી તોરા….છવાઈ ગયા…..અને મન લીન થઈ ગયું……એ પછી એક યુવક દ્વારા ” મોહન ને ગમવા ઈચ્છો ને ત્યાગો મન ની જુઠી ટેક જો….” મુક્તાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય…..!! અંતર જુઠાણા ઓ થી ભરેલું હોય….વિષયો થી ભરપૂર હોય તો મોહનવર ક્યાંથી પધારે??? હરિ ને પામવો….અખંડ અંતર ના રાખવો એ અત્યંત કઠિન છે…..જે લોકો એના માટે માથા મૂકે છે…એ જ સફળ થાય છે. ત્યારબાદ ધવલભાઈ ને સ્વરે જોશીલું પદ ” હે તારી નવલ છબી નંદલાલ રે……” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..અને એ જ સોહામણી…મનમોહક શ્રીજી ની નવલ છબી અંતર માં દ્રઢ થઈ ગઈ……ત્યારબાદ પૂ.વિવેકમુની સ્વામી ના બુલંદ સ્વરે ” મોજ માં રહેવું…….” પદ રજૂ થયું…..સમગ્ર સત્સંગ ની દોડધામ નો સાર આ જ છે…..કોણ મળ્યું છે?? એ નો સાચો ઉત્તર મળે એટલે કેફ તો આપોઆપ આવે….અને પછી સહજ આનંદ….મોજેમોજ આઠો જામ…..!!!

ત્યારબાદ તારીખ 18 થી 20 સપ્ટેમ્બર, 2023 ના ગુરુ મહંત સ્વામી મહારાજ ના દિવ્ય વિચરણ ના દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો….

અદભુત વીડિયો……

ત્યારબાદ પૂ. દિવ્યરત્ન સ્વામી એ ” અંતરદ્રષ્ટિ” વિષય પર સુંદર પ્રવચન નો લાભ આપ્યો….જોઈએ સારાંશ……

  • મનુષ્ય ને સિદ્ધિ મેળવવા …પ્રગતિ કરવા માટે…પ્રસિદ્ધ થવા માટે એ ક્ષેત્ર માં પાયા મજબૂત કરવા પડે…..ખૂબ મહેનત કરવી પડે…..અંતરદ્રષ્ટિ( હૃદય માં પાછા વળી ને જોવું) કરી ને ભૂલો શોધવી પડે…સતત સુધારતા રહેવું પડે……
  • લોક હોય કે પરલોક આ જ કરવું પડે……તો જ ટકાય….. સ્વામી ની વાતો હોય કે વચનામૃત માં….સ્પષ્ટ લખ્યું છે કે પાછા વળી ને જોવું…..ભગવાન સામે જોવું…..ભગવાન સિવાય અંતર માં કાઈ અન્ય ઘુસી ન જાય તેનું સતત જાણપણું રાખવું……..ચોસઠ પદી ના તો 4 પદ સમગ્ર – અંતરદ્રષ્ટિ ને સમર્પિત છે…..જે લખ્યું છે તે પ્રમાણે આપણા ઇષ્ટદેવ…ગુરુઓ…સંતો અને હરિભક્તો વર્ત્યા છે આથી આ અનુભવે સિદ્ધ કરેલું છે.
  • જો અંતરદ્રષ્ટિ ન કરી એ તો શું થાય?? સત્સંગ માં થી પડી જવાય……ભગવાન સાથે ન બંધાય પણ અન્ય ઠેકાણે બંધાઈ જવાય…..ભટકી જવાય……પ્રમુખ સ્વામી તો આને સત્સંગ નું પ્રથમ પગથિયું કહે છે……પ્રગતિ નું સાધન છે…..એના માટે ભગવાન નું ધામ સહેજે છેટું નથી…
  • સત્સંગ દીક્ષા માં બાપા એ કહ્યું કે…..પ્રતિદિન રોજ…સ્થિર ચિત્તે વિચારવું કે હું આ જગત માં શુ કરવા આવ્યો છું….અને શું કરી રહ્યો છું…?….

અદભુત પ્રવચન……!!!

ત્યારબાદ અંતઃદ્રષ્ટિ ને દ્રઢ કરતો….પુષ્ટિ કરતો એક વીડિયો….અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મિ…..રજૂ થયો……શિક્ષાપત્રી અને વચનામૃત નો સાર….સહજ અર્થ કાઢી ને પ.પૂ.મહંત સ્વામી મહારાજે રચેલો સત્સંગ દીક્ષા ગ્રંથ આજ ના સમય માં મોક્ષ અને પરમ શાંતિ ની દીવાદાંડી સમાન છે……..

ત્યારબાદ પૂ. પ્રિયસ્વરૂપ સ્વામી દ્વારા “અક્ષરમ અહં પુરૂષોત્તમ દાસોસ્મિ” વિષય પર પ્રવચન નો વિશેષ લાભ મળ્યો…..જોઈએ સારાંશ……..

  • આજના જમાના માં Identity crisis બહુ છે…..વ્યક્તિ ના વિચાર બદલાય તેમ તેની ઓળખાણ બદલાય…..અને પ્રશ્નો પણ બદલાય છે…..જો વ્યક્તિ આ ઓળખાણ કે મત ..કે અમુક અભિપ્રાય કાયમી માની લે અહંકાર વધે…..જડતા વધે….એટલે પ્રશ્ન ઉભો થાય…..સમસ્યા ઉભી થાય…..
  • અહંકાર વધે એટલે….મનુષ્ય ને પળેપળ લાગે કે મારી કોઈ કદર કરતું નથી….મારી મરજી મુજબ થતું નથી અને પળેપળ અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંદરોઅંદર ધૂંધવાયા કરે….જીવન માં ખોટા નિર્ણય લે અને પતન ને પામે……આજકાલ આવું બહુ ચાલે છે….
  • આ સમસ્યા નો ઉકેલ આપણા ગુરુ મહંત સ્વામી મહારાજે ઉપાસના મંત્ર રૂપે આપી……અક્ષરં અહં પુરૂષોત્તમ દાસોસ્મિ…..અક્ષર એવો હું પુરૂષોત્તમ નારાયણ નો દાસ છું…..જે બ્રહ્મ રૂપ થાય છે એ જ પુરૂષોત્તમ ને ભજી શકે છે. સર્વે સનાતન શાસ્ત્રો માં આ જ વાત સાર રૂપ છે…….આપણી ભૂલ કે આપણે આ દેહ છીએ એમ માની ને જ વર્તીએ છીએ…..પણ સાચું સ્વરૂપ તો આપણો આત્મા છે……જેને ઓળખી…..દ્રઢ કરી ને….એ મુજબ જીવી જવાનું છે……વર્તમાન સમય માં અનેક કિસ્સા છે જેમાં વ્યક્તિઓ ને near death …After death નો અનુભવ થયા છે…….અને આત્મા રૂપ દેખાયું છે….
  • પણ જીવ સાથે અનંત જન્મો ની માયા….વિષયો જીવ સાથે વણાઈ ગયા છે….પરિણામે અજ્ઞાનતા વશ જીવ પોતાનું સાચું સ્વારૂપ…દેહ થી પોતે ભિન્ન છે એ સમજી…સ્વીકારી શકતા જ નથી……જે આ બ્રહ્મસત્ય સમજે છે એ જ આત્યંતિક મોક્ષ ને પામે છે….
  • મોક્ષ માટે….આપણે આત્મા છીએ…દેહ થી ભિન્ન છીએ…..અક્ષર રૂપ છીએ એમ સમજી ને પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ ની સેવા કરવા ની છે…….આપણા ગુણાતીત ગુરુઓ એ પોતાના જીવન દ્વારા પોતાની સ્થિતપ્રજ્ઞ સ્થિતિ…..અક્ષર રૂપ સ્વરૂપ બતાવ્યું છે……જીવન ની દરેક સ્થિતિ માં સમભાવે …સહજ આનંદે વર્ત્યા છે……પોતાને દેહરૂપ સમજ્યા જ નથી…..
  • જો આવા અક્ષર રૂપે વર્તીએ તો જીવન ની દરેક સ્થિતિ માં સ્થિર જ રહે છે…..માન થાય કે અપમાન….સુખ આવે કે દુઃખ….અગવડ પડે કે સગવડ મળે……અપશબ્દ મળે કે વખાણ થાય……બધી જ સ્થિતિ માં સ્થિર ભાવે….નિમિત્ત ભાવે….અક્ષર ભાવે વર્તાય…..
  • અક્ષર રૂપ થવા માટે અક્ષર બ્રહ્મ ગુરુ સાથે એકતા કરવી પડે…..એમના ગુણ આત્મસાત કરવા પડે…એમની આજ્ઞા માં સારધાર રહેવું પડે…..તો જ એ અક્ષર ગુરૂ ના ગુણ આપણા માં આવે……જુઓ આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન ચરિત્ર…..કેટકેટલા અપમાન થયા…. અજ્ઞાનીઓ એ માર માર્યો…..છતાં એ ગુણતીત ગુરુઓ અક્ષર રૂપે વર્ત્યા છે…..માટે જ પરમ અખંડ શાંતિ સુખ..મોક્ષ માટે આવા ગુરુ ને…એમના ગુણો ને અંતર માં દ્રઢ કરવા…..ભગવાન સદાય આપણી સાથે છે એ બ્રહ્મ સત્ય સદાય દ્રઢ કરી ને જ વર્તવું.
  • બસ , ગુરુ આજ્ઞા એ આ જ કરવા નું છે….એ જ આપણી સાચી ઓળખ …સાચું ધ્યેય છે…..

જાહેરાત થઈ કે ….22 ઓક્ટોબર ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદ રવિસભા માં લાભ આપશે……!! આનંદો….આનંદો……!!! જમો ને જમાડું અન્નકૂટ સેવા 25 તારીખ સુધી જ છે……..ઉતાવળ કરવી. અમેરિકા અક્ષરધામ ઉત્સવ નો પ્રારંભ થઇ ગયો છે…..એનો કાર્યક્રમ સર્વ ને સોશિયલ મીડિયા દ્વારા મળી ગયો હશે…..8 ઓક્ટોબર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે…..માટે એ દિવસ ની રવિસભા ઘરે જ ઓનલાઈન થશે…..મહાપૂજા ઘરે બેઠા મળશે….તૈયારી ની વિશેષ માહિતી જે તે વિસ્તાર ના કાર્યકરો દ્વારા મળશે……

આજની સભાનો એક જ સાર હતો…..અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત…..અક્ષર રૂપ….બ્રહ્મરૂપ થવું અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ની સેવા માં સદાય દાસ ભાવે રહેવું……..બ્રહ્મરૂપ ગુરુ ની આંગળી પકડવી…..પોતાને અક્ષર રૂપ માનવું…વર્તવું……જીવવું….તો જ આ લખ ચોરાસી ના બંધન માં થી મુક્ત થવાય….નચિંત થવાય….અભય થવાય અને જીવન ની દરેક સ્થિતિ માં સ્થિતપ્રજ્ઞ થવાશે…..સહજ આનંદ આઠો જામ રહેશે……દુઃખ જોજનો દૂર રહેશે…..!!

ચાલો અક્ષર રૂપ થઈએ………અખંડ સુખ શાંતિ ને પામીએ…..ઊંધા માથે લટકવા ના દુઃખ માં થી છૂટીએ……

એ માટે જ અક્ષર ભાવે……સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/09/23

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય?”

પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે,

“ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં, ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય; ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે,’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહીં ને આ કરવું નહીં,’ તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”

—————————

વચનામૃત – લોયા 06

આજકાલ વિવાદો..અજ્ઞાન નો ઉકળાટ વધારે છે અને એમાં એક હરિ નું જ શરણું પકડવું પડે……અને આથી જ સમય પહેલા જ મંદિરે પહોંચી ગયા…..મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા અને હૃદયભરી ને પ્રાર્થનાઓ કરી ……સર્વે નું ભલું હો……એ પ્રાર્થના સાથે….મારા વ્હાલા ના અમીટ દર્શન…

સભાની શરૂઆત પૂ.વિવેકમુની સ્વામી અને યુવકો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ…..મન હરિ માં એકાકાર થઈ ગયું…….અને કેવળ એક હરિ જ રહ્યા…..!!! આ તો સમાધિ ની જાણે કે શરૂઆત છે…..પથ લાંબો છે…વિકટ છે પણ સારથી …પણ એ જ છે….!! બસ ચલતે રહો…..!!! એ પછી પૂ.વિવેકમુની સ્વામી દ્વારા જ સદગુરુ મંજુકેશાનંદ રચિત પદ ” તારી મૂર્તિ લાગે છે પ્યારી…શ્રી ઘનશ્યામ હરિ….” રજૂ થયું…..અને એ જ મરમાળી …કિશોર મૂર્તિ ના દર્શન હૃદય માં અંકિત થઈ ગયા….મહારાજ ના એક એક અંગ નું કેવું અદભુત વર્ણન…..!!! એ તો સાક્ષાત નારાયણ મળ્યા હોય તો જ આવા કેફ થાય અને આવા પદ ની રચના થાય…..! એ પછી પૂ દિવ્યકિશોર સ્વામી ના મુખે ” જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે….” પદ રજૂ થયું…….સર્વોપરી સંપ્રદાય ….એનો સર્વોપરી સિદ્ધાંત…..કે જેમાં જીવ ના મોક્ષ…બ્રહ્મરૂપ થવા સિવાય કોઈ વાત નહીં….!! બસ બ્રહ્મરૂપ થવું….કેમ થવું….કઈ રીતે થવું….એ સર્વે અહીં સર્વ શાસ્ત્ર ના સાર રૂપે સહજ શીખવા મળે છે……તમે શીખો છો કે નહીં…?? એ તમારા પર છે…બાકી અહીં કલ્યાણ નો માર્ગ સ્પષ્ટ દેખાડ્યો છે…..એ પછી યુવકો દ્વારા ” ગાવો રે ગુણ પ્રગટ ગુરુજી ના ….અવસર નહીં મળે રે આવો રે…” ભક્તરાજ વલ્લભ દાસ રચિત કીર્તન નો લાભ મળ્યો…..! પ્રગટ નું સુખ જ સર્વોપરી છે…….માણી લેવું….!

એ પછી શ્રાવણ માસ ની પારાયણ પ્રસંગે આજે પૂ.વેદપુરુષ સ્વામી એ , શ્રીહરીલીલામૃત ગ્રંથ( આણંદ માં શ્રીહરિ નું અપમાન) પર પારાયણ નો લાભ આપ્યો….યજમાનો દ્વારા પ્રસંગોચિત પૂજા વિધિ આરતી બાદ પારાયણ શરૂ થઈ…જોઈએ સારાંશ….

  • લોયા 6 ના વચનામૃત માં શ્રીહરિ એ કહ્યું છે તેમ જીવે મનધાર્યું મૂકવું…..ભગવાન અને સંત કહે તેમ કરે તો જ સુખ થાય…..સંપ્રદાય ના ઇતિહાસ માં ઘણા પ્રસંગ છે ….ભયાવાદર ના જાદવજી….ઉપલેટા ના જોરાભાઈ વગેરે ના પ્રસંગ માં સ્પષ્ટ દેખાય છે કે એ લોકો એ ભગવાન ની આજ્ઞા લોપી અને દુઃખ આવ્યું…..
  • મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે ….આથી જ એમની આજ્ઞા મુજબ જ કરવું…મનધાર્યું ન કરવું. પોતાનું ગમતું મૂકી દેવું…..મોટા પુરુષ અને ભગવાન રાજી થાય એમ જ કરવું……..
  • સત્પુરુષ અને મહારાજ …સદાયે પોતાના ભક્તો માટે ઝુક્યા છે…..ભક્તો ની ભૂલ ને પોતાના શિરે લીધી છે અને ભક્તો ને બચાવ્યા છે……આ નિર્માની પણુ જ તો સત્પુરુષ નો ગુણ છે…એ જ રીતે સહન કરવું- એ પણ મોટા પુરુષ નો પોતીકો ગુણ છે……જે ભક્તો વિપરીત પરિસ્થિતિ માં પણ ભગવાન ને છોડતા નથી…એમને ભગવાન પણ છોડી દેતા નથી…એની રક્ષા માં રહે છે. છેક શ્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…..સૌએ પોતાના શિષ્યો ના સુખાકારી માટે સદાય સહન જ કર્યું છે….અને આ ગુણ જોઈને અનેક જીવ સત્સંગી થયા છે…..
  • આજના પ્રસંગ માં સ્વામી એ કહ્યું તેમ આણંદ શહેર માં દ્વેષી ઓ એ મહારાજ નું સંતો નું સાથે ના હરિભક્તો નું અપમાન ધૂળ ઢેફા થી કર્યું છતાં મહારાજે સૌને માફ કર્યા અને પરિણામ આજે આણંદ માં દેખાય છે…..આજે ત્યાં સ્વામિનારાયણ સત્સંગ સર્વોપરી છે….મહારાજ એ સમયે બોલ્યા હતા..કે ઇડરિયો ગઢ જીત્યા….!!!
  • આમ, આપણા ભગવાન ની…ગુરુ ની એ જ રિતી નીતિ છે કે ..અપમાન નો બદલો અપમાન થી ન લેવો……બસ ઊલટું એના સારા માટે ભગવાન ને પ્રાર્થના કરવી…..!!! અને એટલે જ આપણા ગુરુ…આપણા ભગવાન….આપણો સંપ્રદાય સર્વોપરી છે……!!

જાહેરાત થઈ કે- એ પછી આવતા ગુરુવારે, જન્માષ્ટમી ની વિશિષ્ટ સભા બાલમંડલ દ્વારા અતિ ભવ્ય રીતે ઉજવવા ની છે …આવતા રવિવારે પણ પારાયણ છે…..ફરાળી ભાખરી લોન્ચ થઈ છે….

એક વીડિયો ના માધ્યમ થી અમેરિકા સેવામાં વ્યસ્ત સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ ” ક્ષમા” ના ગુણ પર પ્રવચન આપતા કહ્યું કે- માફ કરવું….સહન કરવું એ ગુણાતીત નો પોતીકો…આપણો ગુણ છે….અંતર ની શાંતિ નો માર્ગ છે. બીજા ની ભૂલ માફ કરતા શીખો….આપણા ભગવાને…ગુરુઓ એ આ જ કર્યું છે. જીવન માં કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખવો નહીં….બીજાની ભૂલો ભૂલી જાઓ…..અક્ષરધામ નું નિર્માણ આ ગુણો શીખવા માટે છે….માટે જ આદર્શ સત્સંગી …બનવું…આવા ગુણ જીવન માં કેળવવા…

એ પછી એક વીડિયો દ્વારા એ જ “ક્ષમા” ના ગુણ વિશે એક સંવાદ રજૂ થયો….ભુજ ના અતિ ભયંકર ભૂકંપ પર અમેરિકા અક્ષરધામ માં એક સંવાદ સભામાં રજુ થયો હતો…એનો વીડિયો હતો. ભૂકંપ વખતે આપણી સંસ્થા એ ત્યાં તાત્કાલિક ધોરણે ભોજન શાળા શરૂ કરી સર્વે પીડિતો…સેવામાં જોડાયેલા સરકારી સ્ટાફ…સ્વયંસેવકો ને ગરમાગરમ જમવાનું પૂરું પાડ્યું. આપણા એક સંત અને એક સ્વયંસેવક ને સેવા દરમિયાન અકસ્માત થયો પણ ત્યાં ફરજ પર ના ડોકટરે એની ટ્રીટમેન્ટ કરવાની ના પાડી…..એ સંત અને સેવક પછી તો ધામ માં ગયા…કાર્યકરો માં આક્રોશ હતો અને બધાના મનમાં ગાંઠ પડી ગઈ કે આ ડૉક્ટર્સ ને આપણે હવે કોઈ સગવડ આપવી નથી…જમવાનું પણ પૂરું પાડવું નથી…….પણ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે આજ્ઞા કરી કે એમની ભૂલ ભૂલી જાઓ…આપણા થી એમના જેવું ન થાય…આપણે તો સેવા કરવાની……પૂ.બ્રહ્મવિહારી સ્વામી એ પોતે એમને પીરસવા નું છે….!!! અદભુત…..અદભુત….! અતુલ્ય કરુણા….!!

એ પછી, મહંત સ્વામી મહારાજ નો યુવકો સાથે નો સંવાદ રજૂ થયો…..અમેરિકા ના આ યુવકો બાલમંડલ માં હતા ત્યારે એમને એક શિબિર માં બેસવા ઉઠવા ની અગવડ પડી હતી અને મહંત સ્વામી મહારાજે એ સમયે એમની માફી માંગી હતી…..Lesson of forgiveness…..! સ્વામીએ કહ્યું કે ક્ષમા એ ખુમારી નો ગુણ છે….હું પોતાને અને સામા વાળા ને સરખા જ સમજી ને વિચારીએ……તો ક્ષમા થઈ શકે.

આજની સભાનો એક જ સાર હતો……આપણા ગુરુ અને ઇષ્ટદેવ ની આજ્ઞા શિરસાટે રાખવી…..મનધાર્યું ન કરવું અને કોઈ આપણું અપમાન કરે તો એનું સામે અપમાન ન કરવું પણ એનું ભલું જ થાય એમ જ સદાય પ્રાર્થના કરવી….! એમાં જ સ્વામી શ્રીજી નો રાજીપો છે….અને એટલે જ આ સત્સંગ છે…..સુખ છે…

ચાલો આજની સ્થિતિ અનુસાર …સર્વે અજ્ઞાની ના કલ્યાણ માટે…એમની સદબુદ્ધિ માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના ચરણો માં પ્રાર્થના કરીએ…

સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો…..

જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા- 27/08/23

“બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;

મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન… ૧

મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;

સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત… ૨

મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;

સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ… ૩

અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;

શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય… ૪

તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;

દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર… ૫

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;

સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન… ૬

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;

મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય… ૭

એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;

મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી… ૮

હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;

પ્રેમાનંદનો રે, વા’લો વરસ્યા અમૃત મેહ… ૯”

આપણા ઇષ્ટદેવ ના મહિમા ની સ્મૃતિ સાથે આગળ વધીએ….

આજે અતિ પવિત્ર શ્રાવણ માસ ની પવિત્રા એકાદશી છે અને રવિવાર…..સત્સંગ માં ક્યાંય ખોટ રહે ખરી???જગત ને તાળું મારી ને મન એક જ શ્રીહરિ માં એકાગ્ર થઈ જાય…એનો અવસર હતો…..વળી, પવિત્રા ના રેશમી હાર માં શોભતા મારા વ્હાલા ના અદભુત દર્શન જ્ઞાનયજ્ઞ અને યોગયજ્ઞ ને સહજ સિદ્ધ કરે તેવા હતા…..ચાલો એ મનમોહક દર્શન માં એકાગ્ર થઈએ….

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..ગઈકાલે શ્રાવણ સુદ દશમ હતી…આ તિથિ એ ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ભૌતિક દેહ ની લીલા સંકેલી હતી અને મહંત રૂપે ચિરંજીવી રહ્યા …..એ સ્મૃતિમાં પછી જૈમીન દ્વારા ” વિચર્યા અપરંપાર….કરવા અમો ને સુખિયા…..” પદ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ના મહિમા માં ગવાયું…..! પ્રમુખ સ્વામી મહારાજે જીવમાત્ર ના સુખાકારી માટે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું…..એક એક પળ બસ ભગવાન ના ભક્તો ના કલ્યાણ અર્થે જ હતી….પોતાના દેહ ની…સુખ સગવડો નો સહજ પણ પ્રયત્ન કર્યો નથી….બાપા નું જીવન ચરિત્ર વાંચીએ તો જ સમજાય કે ગુરુ…એ પણ ગુણાતીત ગુરુ કોને કહેવાય?…આપણે કોના શિષ્ય છીએ??? એ પછી મારુ…બધાનું પ્રિય પદ ” ભલું કરવા હમેંશા બીજા નું …”મિત્ર ધવલ દ્વારા રજૂ થયું અને અંતઃકરણ માં જગત ના કલ્યાણ માટે અડધી રાત્રે પથારી માં થી બેઠા થઈ માળા ફેરવતા એ જ ગુણાતીત ગુરુ ની દિવ્ય છબી છવાઈ ગઈ……!! આ પ્રમુખ સ્મૃતિઓ અંતર માં થી સહેજે ખસતી જ નથી………જેમ ગુણાતીત ચિરંજીવી તેમ આ સ્મૃતિઓ પણ ચિરંજીવી……!!! ભગવાન કેવા હોય….એ કદાચ પ્રમુખ સ્વામી મહારાજ ની દર્શન – સ્મૃતિઓ થી જ સમજાયું છે… ! એ પછી પૂ.વિવેકમુની સ્વામી ના બુલંદ સ્વર માં ” શ્રાવણ સુદ એકાદશી સુંદર..નાથ પવિત્રા પહેરો રે……” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું….હરિવર ની પવિત્રા હાર માં શોભતી મૂર્તિ હૃદય માં છવાઈ ગઈ…!

એ પછી જૈમીન દ્વારા ગુરુહરી ના મહિમા નું એક ઓર પદ ” સાત સમંદર પાર… સ્વામી ના ગુણલા અપરંપાર…..” રજૂ થયું……આજે વિશ્વ ના ખૂણે ખૂણે સ્વયં શ્રીજી ના સંકલ્પ મુજબ સ્વામિનારાયણ નામ નો ગુંજારવ સંભળાય છે…એ સંકલ્પ પૂર્તિ માં પ્રમુખસ્વામી મહારાજ નો સિંહફાળો છે…….એમાં જ ભગવાન ની સાથે એ ગુણાતીત ના દિવ્ય ગુણો નો પણ ગુંજારવ સંભળાય છે…..! એ પછી યુવક મંડળ દ્વારા ભક્તરાજ દેવેન્દ્ર પટેલ દ્વારા રચિત ” વ્હાલમ વધામણાં હો…આજે….સ્વામી ને હર્ષે વધાવીએ….” પદ રજૂ થયું….એ જ પદ ની ગૂંથણ માં કીર્તનો ની હારમાળા રજૂ થઈ- ” કોડે કોડે વધાવી એ આજ…..” …” સોનાના ફૂલડે વધાવીએ વાલમ ને..અવસર રૂડો આવ્યો આજ…” ….”થાય છે જય જયકાર……સ્વામી નો…” ….” જેના મુખ માં શ્રીજી નું નામ છે એવા પ્રમુખસ્વામી….” ” પ્રમુખ સ્વામી ની જીવન ભાવના સૌનું હિત કરતી……” પદ રજૂ થયા…..! અદભુત….અદભુત….!! સર્વોપરી ગુરુ……સદાય….!!

એ પછી શ્રાવણ માસ ની શ્રીહરીલીલામૃત ગ્રંથ પારાયણ માં આજે વક્તા તરીકે પૂ. કોઠારી સ્વામી ધર્મતિલક સ્વામી હતા…..યજમાન દ્વારા પારાયણ પૂજન અને આરતી થઈ….જોઈએ સારાંશ…

  • આજે ટેકનોલોજી નો યુગ છે….ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયું…..મનુષ્ય એ આવા ઘણી સિદ્ધિ એ પ્રાપ્ત કરી….રહેવા જમવાની આધુનિક વ્યવસ્થાઓ થઈ..જીવન જીવવું સરળ થયું તો સામે સુખ ક્યાં છે…શેમાં છે એ હજુ નક્કી થયું નથી…..મનુષ્ય સુખ માટે હજુ વલખા મારે છે…..
  • સમાજ ની વ્યવસ્થા ઓ સહેલાઇ થી બદલાતી નથી…પણ આપણે સમજણ માં સુખ રાખી ને એ વ્યવસ્થા ઓ ..પરિસ્થતી ઓ માં સુમેળ સ્થાપવા નો છે…..સમજણ માં જ સુખ છે..સખી….!!! પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે..કોઈ પણ પ્રશ્ન હોય..એક ભગવાન ને સર્વ કર્તાહર્તા માનીએ તો સમાધાન થાય……
  • હરીલીલામૃત માં ધોરાજી ના માવજી ભાઈ નો ફણેણી ગામ નો પ્રસંગ છે….નાસ્તિકો શ્રીજી નીં સભામાં હતા અને મહારાજે આ સૃષ્ટિ ની રચના..વિવિધતા….ના આધારે ભગવાન ના અસ્તિત્વ ની વાત છડેચોક કહેલી…..એ વિશે વિસ્તૃત વર્ણન થયું…..જીવ ની 84 લાખ જેટલી વિવિધ પ્રજાતિઓ….આ શરીર ની રચના …કે આકાશ…સમુદ્ર ના રહસ્યો ને હજુ સુધી કોઈ પામી શક્યું નથી…..
  • શ્રીજી મહારાજ તો સર્વોપરી.. સર્વાવતારી છે એક એમની જ મરજી જ સર્વે ચાલે છે……એમની મરજી વિના તો કોઈ જીવ તરણું પણ તોડ્યું તોડાય એમ નથી…..ધાર્યું બધું એક હરિ નું જ થાય……આપણે સૌએ એ સમજી રાખવું.
  • ભગવાન જે કરે છે એ સારું જ કરે છે……એમ સમજવું એ જ કલ્યાણ નું સાધન છે…..ભગવાન પોતાના સંત દ્વારા પ્રત્યક્ષ રહે છે અને જીવમાત્ર નું કલ્યાણ કરે છે…ભાગવત માં શ્રીકૃષ્ણ ભગવાને પણ સંત ને પોતાનું હૃદય કહ્યું છે. માટે જ જીવે પ્રગટ એકાંતિક સંત સાથે જીવ બાંધવો…..તો જીવ આપોઆપ ભગવાન સાથે બંધાશે……..
  • માટે જ ભગવાને ધોરાજી સભામાં હાજર બધા નાસ્તિક ને ભગવાન ના અસ્તિત્વ.. સ્વરૂપ..કાર્ય અને મહિમા નો બોધ આપ્યો….અને બધા નાસ્તિકો ભગવાન ની વાત સાંભળી આસ્તિક થયા…….

અદભુત…..અદભુત….!!

સભામાં જાહેરાત થઈ…..” જમો ને જમાડું” અન્નકૂટ ઉત્સવ પ્રોજેકટ આવી રહ્યો છે . કોરોના પહેલા થયેલા આ પ્રોજેકટ માં તત્કાલીન મોટી સેવા કરનાર અગ્રણી કાર્યકરો વચ્ચે એક સંવાદ થયો…એ સૌએ પોતાના અનુભવ સૌ સાથે વહેંચ્યાં…. અને એ દ્વારા સર્વ સભાને આ પ્રોજેકટ માં ભાગ લેવાનો ઉત્સાહ …પ્રોત્સાહન મળ્યું….ગુરુહરી મહંત સ્વામી મહારાજ કહે છે એમ…..આ પ્રોજેકટ દ્વારા આપણે સામેવાળા ને કૈક આપવા જઈએ છીએ….લેવા જતા નથી..!!!…ભગવાન ની સેવા નું ફળ મોક્ષ છે….એના માટે જે સેવા કરશે એનું કલ્યાણ જ છે….માટે આપણે નિમિત્ત બનવાનું છે….બાકી નું કામ.ભગવાન સાંભળશે….એ પછી પૂ. ધર્મજ્ઞ સ્વામી દ્વારા પ્રોજેકટ ની વિશેષ માહિતી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મળી.

એ સિવાય – 7 સપ્ટેમ્બર , 2023 ના રોજ જન્માષ્ટમી ઉત્સવ ની ઉજવણી બાલમંડલ દ્વારા થશે તેની જાહેરાત થઈ……

આજની સભાનો એક જ સાર હતો………બસ આપણે તો કર્મ જ કરવા ના છે……એ પણ કેવળ ભગવાન ની પ્રસન્નતા અર્થે જ કરવા ના છે…..ફળ તો એ સર્વકર્તાહર્તા ભગવાન ના હાથ માં જ છે…એ જે ફળ આપશે એ સારું જ હશે…..આપણા કલ્યાણ માટે જ હશે……

બસ….આપણે અર્જુન થઈશું તો શ્રીકૃષ્ણ ભગવાન સામે થી આવશે…..સદાય આપણી સાથે રહેશે……..અને એ સાથે હશે તો સદેહે જ અક્ષરધામ નું સુખ સહજ મળશે…..!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……જય સ્વામિનારાયણ

રાજ