Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS પ્રાગજી ભક્ત પ્રાગટ્યોત્સવ સભા-24/03/24

આજે અમદાવાદ નું શાહીબાગ મંદિર હરિભક્તો ના અભૂતપૂર્વ મહેરામણ થી ઉભરાતું હતું……કારણ…પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત નો ભવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાવવા નો હતો…….ભારે ભીડ ને લીધે ઠાકોરજી ના દર્શન બંધ હતા….ઉપર અને નીચેનો ..એમ બંને હોલ 4 વાગ્યા થી જ ભરાઈ ગયા હતા….પાર્કિંગસ બધા ફૂલ થઈ ગયા હતા…મારે પણ મંદિર ના પ્રાંગણ માં ગેટ પાસે બેસવું પડ્યું અને સભા ને સ્ક્રીન પર જ નિહાળવા માં આવી……ચાલો આજના હોળી ઉત્સવ ના પ્રસંગે ઠાકોરજી ના દર્શન કરીએ…..

સભાની શરૂઆત ધૂન અને પ્રાર્થના થી થઈ….એક કીર્તન “કરું વંદના પ્રાગજી ભક્ત ને…” યુવકો દ્વારા રજૂ થયું… પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભગતજી મહારાજ ના મહિમા નું “માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……એક ગૃહસ્થ દ્વારા પોતાના દેહ ને સ્વામી ની આજ્ઞા એ કૃષ્ણાર્પણ કરી ને…બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ની આ ઘટના આપણા ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. જીવ સંસાર માં હોય કે ત્યાગશ્રમ માં….જો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના વચન માં યથાર્થ જોડાઈ જાય તો બેડો પાર થઈ જાય……બ્રહ્મ સંગે બ્રહ્મ થઈ જાય….!!! આપણે સંસારીઓ માટે તો ભગતજી મહારાજ નું સમગ્ર જીવન જ એક પ્રેરણા છે…….એ પછી યુવક મિત્રો દ્વારા ” હોરી આઈ રે…આઈ રે……” પ્રેમાનંદ સ્વામી રચિત રંગભીનું પદ રજૂ થયું….અને મનોચક્ષુ સમક્ષ એજ કેસર ભીનો શ્યામ અને એના સંતો હરિભક્તો સાથે ની એ ગુલાલ અબીલ કેસુડો …કેસર ની હોળી …ફુલદોલ ઉત્સવ નો રંગીન મિજાજ છવાઈ ગયો…..શ્રીજી ની એ મૂર્તિ કેવી હશે…!!!! આ હરિ રંગ તો જીવ ને ચડવો જ જોઈએ ….કે જેથી જન્મોજન્મ સુધી ઉતરે જ નહીં….!!! માટે જ ભગતજી મહારાજ ની જેમ ભગવાન પાસે આ જીવ ને ચડે એવો રંગ માંગવો……!

એ પછી યુવકો દ્વારા ભગતજી મહારાજ ના જીવન દર્શન..વિવિધ ગુણો  ની ઝાંખી કરાવતું એક નૃત્ય -વિડીયો સંવાદ અને પછી સંતો દ્વારા પ્રસંગ કથન….એ રજુઆત રૂપે કાર્યક્રમ  રજુ થયો.

એ પછી અલગ અલગ  સંતો દ્વારા ભગતજી મહારાજ ના જીવન અને ગુણો પર ટૂંકા વક્તવ્ય-વિડીયો સંવાદ રજૂ થયા….ભગતજી મહારાજ ના દિવ્ય ગુણો- બાળ ચરિત્ર, સેવા,જ્ઞાન ની સ્થિતિ, અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના એવા જ ગુણો નું પણ દર્શન વક્તવ્ય દ્વારા રજૂ થયું….( સ્થળ મર્યાદા ને લીધે પ્રવચન ના અંશ રજૂ કરી શકાયા નથી…ક્ષમા કરશો જી..)

અદભુત…અદભુત…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ..)- 1955માં ગોંડલ ખાતે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર છપાયું ત્યારે જે કાગળ એમાં વપરાયા હતા તે કાગળ ને અક્ષરદેરી માં પૂજન માટે યોગીબાપા એ મુકાવેલા. આ એક આદર્શ ભક્ત નું ચરિત્ર છે જેની કથા યોગીજી મહારાજ વારેઘડીએ કરાવતા…..ભગતજી મહારાજ માટે ગુણાતીત સ્વામી નું એક એક વચન…એક એક ક્રિયા દિવ્ય હતી…બ્રહ્મરૂપ હતી…..ભગતજી સાવ સામાન્ય હરિભક્ત હતા…સ્વામી ના મહિમા પ્રવર્તન કાજે અસહ્ય અપમાનો …તિરસ્કાર સહન કર્યા…..વિમુખ થયા..છતાં સ્વામી નો મહિમા ગાવા નું છોડ્યું નહીં….આપણે દાસભાવે..નિર્માની ભાવે સત્સંગ કરવા નો છે..જેથી અપમાનો થાય તો ડગી ન જવાય……મહારાજ સ્વામી ને પ્રાર્થના કરવા ની કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય તો છતે દેહે અક્ષરધામ નું સુખ આવે…..

પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી એ ક્ષણ આવી ગઈ…..સતપુરુષ નું આગમન થયું અને સમગ્ર હરિભક્ત ગણ ઉત્સાહ માં આવી ગયો…..હોળી ના રંગો એ દર્શન થી અંતર માં છવાઈ ગયા….ફુલદોલ ઉજવાઈ ગયો…અંતર શાંત થઈ ગયું….!!…બસ…સત્સંગ ના રંગે…મહારાજ સ્વામી ના રંગે આ જીવ હમેંશા રંગાયેલો રહે એટલે જીવ ની અનંત યાત્રા સફળ….!!!

પછી તો વિડીયો દ્વારા એ અખંડ ફુલદોલ ઉત્સવ સુખ ની સ્મૃતિ તાજી થઈ…….સમગ્ર ભક્ત ગણ એ ઉત્સાહ માં ડોલી ઉઠ્યા….બાપા એ બધાને દર્શન આપ્યા….આરતી કરી અને આજની સભા સફળ કરી દીધી…..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો 9 મો ભાગ પ્રગટ થયો…એનું લોકાર્પણ બાપા એ કર્યું. બાપા એ આશીર્વાદ આપતા કહ્યું કે (સારાંશ) —ભગતજી મહારાજ સર્વે ગુણો માં આદર્શ હતા…..અનેક અપમાનો સહન કર્યા છતાં ડગ્યા નથી…સ્વામી ની જીભ વળી તેમ તેમનો દેહ વળ્યો…. સ્વામી નું અખંડ અનુસંધાન….બધા હરિભક્તો ને બ્રહ્મ ની મૂર્તિ માનતા….શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે સત્પુરુષ આ પૃથ્વી પર થી કદી જાતા જ નથી….સત્પુરુષ આજે પણ પ્રગટ છે…!!…આપણે પણ આ જ કરવાનું છે…….આમ, બાપા એ સ્વયં સત્પુરુષ ના ચિરંજીવી પણા ની વાત કહી…..!!!! આપણા મોટા ભાગ્ય….!!

બાપા એ વિવિધ પુષ્પો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની સાથે ફુલદોલ નો ઉત્સવ મનાવ્યો….તો પૂ.ઇશ્વરચરણ સ્વામી એ સ્વામીશ્રી ને ફૂલો થી વધાવ્યા…..!!

આજની સભા ભગતજી મહારાજ અને એમના જ પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ને સમર્પિત હતી. એમને શ્રીજી નો જેવો રંગ લાગ્યો છે….એવો જ શાશ્વત રંગ આપણ ને લાગે એટલે આ જન્મારો સફળ…..

સૌ સદાય આ રંગ ને તાજો રાખજો…….આ અક્ષર રંગ છે…..આમ સહજ ઉતરે તેમ નથી…..

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-29/10/23

ગયા બે રવિવાર હું અમદાવાદ બહાર હતો આથી રવિસભા નો લાભ ન લેવાયો….પણ આજે એ ખોટ સરભર કરવા સમયસર સભામાં પહોંચી ગયો….ગઈકાલે ગુણાતીત પૂર્ણિમા…અર્થાત શરદ પૂર્ણિમા હતી પણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ હતું…..આથી આજે પૂર્ણ ચંદ્ર ના દર્શન નો લ્હાવો અદભુત હતો…..તમે પણ કરો એ પૂર્ણ ચંદ્ર…પૂર્ણ પુરુષોત્તમ ના દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો ના વૃંદ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….ત્યારબાદ મિત્ર પ્રશાંતભાઈ ના સ્વરે ” થઈ રહ્યો છે જયજયકાર રે સ્વામી મળવા થી…..” મુનિ અખંડનંદ રચિત પદ રજૂ કર્યું. આપણે તો અહીં સ્વામી મળ્યા એ જ સુખ છે…એ જ જય છે……આ તો બ્રહ્મ ની પ્રાપ્તિ છે જે પરબ્રહ્મ ની પ્રાપ્તિ માં અનિવાર્ય છે……! એ પછી ધવલભાઈ દ્વારા ” ધન્ય ધન્ય આ શરદપુનમ નો દન…..”અખંડાનંદ મુનિ દ્વારા જ રચિત પદ પ્રસ્તુત થયું…એ જ અક્ષરબ્રહ્મ ની સ્મૃતિ અને મહિમા…….ગુણાતીત પ્રગટ થયા અને સમગ્ર જગત ને પરબ્રહ્મ નો યથાર્થ મહિમા સમજાયો…..જીવમાત્ર ને આત્યંતિક કલ્યાણ નો માર્ગ સહજ મળ્યો….! એ જ ક્રમ માં જૈમીન દ્વારા ” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળ ઢળ્યા….” એ જ અખંડા નંદ મુનિ રચિત પદ રજૂ થયું…..બળવત્તર પદ અને બુલંદ અવાજ…..અને એ જ સર્વોપરી મહિમા…..!!! પછી કસર શુ રહે??? એ પછી પૂ. પ્રેમવદન સ્વામી અને યુવકોના સયુંકત સ્વરો માં ” સહજાનંદ જી શરણ તમારે રાખો રે…..” પદ રજૂ થયું……સ્વામી નો મહિમા….સ્વરૂપ ઓળખાણ અને કાર્ય ..આ પદ માં સહેજે મળી જાય છે. ભગવાન મનુષ્યવતાર ધરે ત્યારે એ પોતાના ધામ, પાર્ષદ, ભક્તો અને ઐશ્વર્ય સાથે જ પધારે છે……એ જ આ સંદેશ છે.

એ પછી, ગયા રવિવારે 22/10/23 ના રોજ બાપા અહીં અમદાવાદ હતા અને એમના સ્વાગત ની સભા ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..

અદભુત વીડિયો….!! બાપા ના આશીર્વાદ મુજબ અંતઃકરણ શુદ્ધ કરવા નું છે….હૃદય ની ભાવના શુદ્ધ કરવાની છે , આમ થશે તો અંતઃકરણ અક્ષરધામ થશે અને અક્ષરપુરુષોત્તમ મહારાજ સાક્ષાત એમાં બિરાજમાન થશે……

એ પછી, અમેરિકા અક્ષરધામ માં પાયા ની સેવા કરનાર , વિદ્વાન સંત અને પ્રખર વક્તા એવા પૂ. અક્ષરવત્સલ સ્વામી ના અક્ષરબ્રહ્મ વિશે અતિ રસપ્રદ પ્રવચન થયું….જોઈએ સારાંશ….

  • આપણા હજારો વર્ષ પુરાણા વેદો શાસ્ત્રો માં અક્ષરધામ ના સ્વરૂપ વિશે અદભુત વર્ણન છે….જે આજે અમેરિકા અક્ષરધામ સ્વરૂપે મૂર્તિમંત થયું છે….જેની ખ્યાતિ સમગ્ર જગત માં પ્રસરી છે….દુનિયાભર ના સમાચાર પત્રો…. મીડિયા માં આનો ઊંડાણ થી ઉલ્લેખ થયો છે….
  • ગઈકાલે લગભગ 21000 અમેરિકનો એ અક્ષરધામ ની મુલાકાત લીધી…..આ અક્ષરધામ , 2000 વર્ષ ના હિન્દૂ મંદિર સ્થાપત્ય નો અર્ક છે…..જેનું નિર્માણ 12500 જેટલા સ્વયંસેવકો એ ભેગા મળી ને ..નિષ્ઠા થી કર્યું છે…એમની ગાથા નો જોટો જડે તેમ નથી…
  • અમેરિકા નો ભાવિક રાવલ…જે કર્મે પાઇલોટ છે..એ પોતાની કારકિર્દી ને બે વર્ષ માટે અટકાવી ને અહીં સેવામાં આવી ગયો હતો…..એ જ રીતે તિલક કરી ને યુવકે પાઇલોટ તરીકે ની કારકિર્દી અટકાવી ને સેવા માં આવી ગયા….માળા ના મણકા ઓ પર બધા સ્વયંસેવકો ના નામ લખી ને બાપા ને અર્પણ કરી……!!!
  • અતિ નિષ્ઠાવાન સ્વયંસેવક નું લિસ્ટ અનંત છે પણ અહીં ઉદાહરણ તરીકે જેમનો ઉલ્લેખ અહીં થયો તેમાં- હરિકૃષ્ણ જોશી, નિહાર (નેફ્રોલોજિસ્ટ) અને સૌમિલ, નિલ બફેલો શહેર( 5 વર્ષ સેવા) , અભી, અક્ષર પટેલ (સિસ્કો),મિત અને શશાંક, અશિષભાઈ(Philadelphia)..વગેરે…વગેરે….આવા અનેક હરિભક્તો એ પોતાના નોકરી ધંધા સગવડો સંબંધો ને મર્યાદિત કરી એક ભગવાન માટે સમર્પિત થઈ ગયા…અમૂકે સતત બે વર્ષ ની તો અમૂકે 5 વર્ષ ની સેવા કરી……!!! અને નિષ્ઠા એટલી કે આપણે સર્વ ના મસ્તક નમી જાય…..એમની ગાથા ઓ સાંભળી ને સ્વયં બાપા ના આંખ માં ઝળઝળિયાં આવી ગયા હતા….!!! આ લિસ્ટ માં સ્ત્રી હરિભક્તો પણ પાછળ નથી…..એ સર્વે ના નામ સુવર્ણ અક્ષરે સંપ્રદાય ના સેવા ઇતિહાસ માં કોતરાઈ ગયા છે……આ સૌ હરિભક્તો એ બધા માટે પ્રેરણા રૂપ છે….સર્વ ને સાષ્ટાંગ દંડવત કરીએ તો ય ઓછા છે…..

એ પછી પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ હારતોરા થી પૂ.અક્ષરવત્સલ સ્વામી નું અભિવાદન કર્યું.

ત્યારબાદ સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી નો મહિમા કાર્ય, ગુરુઓ નો રાજીપો…યોગદાન ..સમર્પણ ના દર્શન કરાવતો વીડિયો રજૂ થયો……અદભુત….!!! સ્વયં બાપા એ કહ્યું કે ઈશ્વર સ્વામી તો અમારા સૌનો પ્રાણ છે….બધું કાર્ય એ જ કરે તો ય સૌની પાછળ રહે……!!!! અદભુત….અદભુત….!

ત્યારબાદ પરમ પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે ……અક્ષરધામ અમેરિકા નું નિર્માણ..સ્વયંસેવકો ની સેવા ગાથા ઓ…નિષ્ઠા ની કોઈ વાત થાય એમ નથી……સૌ ખૂબ જ ભણેલા ગણેલા હરિભક્તો…..એમની સેવા જોઈએ તો એમ જ થાય કે એમનામાં મહારાજ સ્વામી નો પ્રવેશ થયો છે અને જે કાર્ય 5 વર્ષે થાય એ માત્ર બે વર્ષ માં જ પૂરું કરી નાખ્યું…..શીખવા નું એટલું બધું ઝડપી કે કલ્પનામાં ન આવે…..!! વિપરીત વાતાવરણ વચ્ચે આવી પથ્થર ની અઘરી સેવા કરી….કોઈની સેવા..નિષ્ઠા મંદ નહોતી પડી….! અમેરિકા ના ખૂણેખૂણા થી હરિભક્તો સેવામાં આવ્યા અને baps એક પરિવાર જેમ એકબીજા થી આત્મીયતા થી બંધાયા….સતત બે વર્ષ સુધી બધાએ સહજ આનંદ સાથે જ સેવા કરી છે….! પ્રમુખસ્વામી મહારાજ 94 વર્ષ ની ઉંમરે ત્યાં પધાર્યા અને જમીન નો ખૂણેખૂણો જોયો…અને આશીર્વાદ આપ્યા કે જીવમાત્ર અહીં દર્શને ખેંચાશે…..!! આ સનાતન ધર્મ નું મંદિર છે….આપણા ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ થી આ અક્ષરધામ રચાયું છે……અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા વાગ્યા છે….!!!

પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળ તરફ થી પૂ ઇશ્વરચરણ સ્વામી અને અમેરિકા અક્ષરધામ માં સેવા આપનાર અન્ય સંતો નું અભિવાદન થયું……

આજની સભામાં અમદાવાદ શહેર ના મેયર અને હોદ્દેદારો હાજર હતા જેમનું સન્માન થયું….સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ગીરીશભાઈ દાણી એ baps સ્વયંસેવકો ને..એમની સેવા..સમર્પણ ના ગુણ ને વધાવ્યો…..પોતાને પ્રેરણા મળે એ માટે એમણે સંતો પાસે થી આશીર્વાદ માંગ્યા….!!

આવતા રવિવારે વિક્રમ સંવત વર્ષ ની અંતિમ સભા છે….સૌ હાજર રહેશો.

આજની સભાનો એક જ સાર હતો- જ્યાં ભગવાન અને એના એકાંતિક સંત પ્રત્યક્ષ હોય ત્યાં નિષ્ઠાવાન હરિભક્તો ની કમી ન હોય…….કલ્પનામાં ન આવે એવા કાર્ય સ્વયં ભગવાન એ હરિભક્તો માં પ્રવેશ કરી ને કરાવે…….!! ભગવાન આપણ ને પોતાના કાર્ય ના માધ્યમ તરીકે પસંદ કરે એના થી વિશેષ શુ હોય..???

બસ …આપણે તો નિમિત્ત માત્ર રહેવું…..સર્વે એક હરિ અને ગુરુ પર છોડી દેવું….એમની આજ્ઞા માં યથાર્થ વર્તીએ એટલે ભયો..ભયો….!!

સૌ સ્વયંસેવકો ના ચરણો માં સાષ્ટાંગ દંડવત સહિત …જય જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

સદગુરુ પૂ. મંજુકેશાનંદ સ્વામી

ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી 240 વર્ષ પહેલા છપૈયા, અયોધ્યા ગામે પ્રગટ્યા અને માત્ર 11 વર્ષની ઉમરે ગૃહત્યાગ કરી, મનુષ્ય ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી અતિ કઠિન યાત્રા કરી….. ભારત ની પુણ્ય ભૂમિ ને પાવન કરતાં ગુજરાત ની પુણ્ય ધરા પર સ્થાયી થયા ….ગુરુ રામાનંદ સ્વામી ની આજ્ઞા અનુસાર 21 વર્ષની ઉમરે ધર્મધુરા સંભાળી અને એકાંતિક ધર્મ સ્થાપન ના ……મંડાણ શરૂ કર્યા…..નિયમ ધર્મ થી દ્રઢ….તેજસ્વી-ઓજસ્વી એવો લાખો મનુષ્યો નો સતસંગ સમાજ તૈયાર કર્યો……અતિ વિધવાન..એશ્વર્ય વાન…સંત સમાજ ઊભો કર્યો……..કોઈ સંસ્કૃત ના પ્રકાંડ વિદ્વાન હતા તો કોઈ સાહિત્ય-સંગીત ના શિરમોર….કોઈ યોગનિષ્ઠ યોગી હતા તો કોઈ મહંત…..કોઈ રાજા હતા તો કોઈ ગરીબ બ્રાહ્મણ…….આવા અનેકો સિધ્ધ આત્મા ઑ ને ત્યાગ ના કઠિન માર્ગે પ્રેર્યા અને સમગ્ર સમાજ ના..ધર્મ નું….જીવમાત્ર ના “શુધ્ધિકરણ” નું અખંડ કાર્ય શરૂ કર્યું અને પરિણામ એવું આવ્યું કે – સાવ સામાન્ય એવા સગરામ વાઘ્રરી પણ પોતાના શુધ્ધ જીવન અને દ્રઢ નિયમ ધર્મ-ભક્તિ ને આધારે એકાંતિક કલ્યાણ ના વાવટા પકડી- શિવરામ ભટ્ટ જેવા વેદો ના જ્ઞાતા સામે અડીખમ ઊભો રહી શકતો……..!!!

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી….યોગી રાજ ગોપાળાનંદ સ્વામી….કવિરાજ બ્રહ્માનંદ સ્વામી….પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી…..મહાન પ્રકાંડચાર્ય નિત્યાનંદ સ્વામી ….વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી…..સ્નેહમુર્તિ મુક્તાનંદ સ્વામી વગેરે જેવા લગભગ 3500 થી વધુ સર્વોપરી નંદ સાધુ ઑ ને જીવમાત્ર ને બ્રહમરૂપ થવાનો માર્ગ બતાવવા સમાજ ને ભેટ આપી……

આવા સર્વોપરી નંદ સંતો ની ગાથા લખવા બેસીએ તો કદાચ આ આયખું ખૂટી પડે…..પણ આજે એ નંદ સંતો પૈકી એક એવા સદગુરુ મંજુકેશાનંદ સ્વામી વિષે ટૂંક માં જાણીશું……

સોરઠની શૌર્યવાન પુણ્ય ભૂમિમાં માણાવદર નામે એક ગામ છે…… એ ગામ માં રહેતા…અને સદગુરુ રામાનંદ સ્વામી ના સમય થી જ સતસંગે રંગાયેલા મહામુક્તરાજ શ્રી વાલાભાઈના પરિવારમાં એક એકથી ચડિયાતા સત્સંગ રત્નો થયા. વાલાભાઈ અને જેતબાઈના જ પુત્ર ઈવા મંજુકેશાનંદ સ્વામી બાળપણ થી જ સત્સંગ અને ભક્તિભાવ થી રંગાયેલા હતા….

માતા જેતબાઈને પૂર્વ ના સંસ્કારને લીધે પોતાના આ પુત્રને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરવાની પ્રબળ ભાવના હતી….તેમણે પોતાના વહાલસોયા બાળકનું ઘડતર સત્સંગના સંસ્કારો રેડીને કર્યુ….માતાના ઘડતરથી પુત્રરત્નના હૃદયમાં ધીમે ધીમે વૈરાગ્ય અને ત્યાગનો રંગ ચડવા લાગ્યો..

એ અરસામાં શ્રીજી ના સદગુરુ સંત સ્વયંપ્રકાશાનંદ સ્વામી માણાવદર પધાર્યા ત્યારે આ નવયુવકે સંસારને તિલાંજલિ આપી સંતમંડળ સાથે ગઢપુર આવ્યા. ત્યાગના થનગનાટથી નાચતા નવયુવકને જોઈ સ્વયં શ્રીહરિ અતિપ્રસન્ન થઈ દિક્ષા આપીને મંજુકેશાનંદ નામ ધરાવ્યુ.શ્રીહરિએ તેને સંગીતનું ઉચ્ચ શિક્ષણ આપ્યું.નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ,કાવ્ય, ઈતિહાસ વગેરેની સાથે આધ્યાત્મિક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યુ.સંસ્કૃતની સાથે હિન્દી ભક્તિપદોનો ઉંડો અભ્યાસ કરીને તેમણે હિન્દી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ.મરાઠી ભાષામાં પણ નિપુણ થયા.શ્રીહરિના ઉદ્દેશ અને ચરિત્રો તેમના કાવ્યના વર્ણ્ય વિષય બન્યા.

એક ઉપદેશક સંતકવિ અને શ્રીહરિની આજ્ઞા ઉપાસનાના છડીદાર તરીકે જીવનભર સત્સંગના કથાવાર્તાના પડછંદા ગુંજવનાર સ્વામી મંજુકેશાનંદજીની વક્તૃત્વશક્તિ અતિમોહક હતી.તેમની વાણી સાંભળવા ભક્ત મેદની ઉમટી પડતી. સ્વામી એ પોતાના જ્ઞાન…સાહિત્ય…અને વૈદક જ્ઞાન થી કાનમ,વાકળ,ચરોતર,અને ખાસ કરીને પૂર્વખાનદેશમાં વિશેષ સત્સંગનો પ્રચાર કર્યો હતો.વાણીની સાથે સાધુતાનું લાક્ષણિક શાંત તેજ ભક્તજનોના મનમયૂરને આંજી દેતુ.સંસ્કૃત,સંગીત,કવિત્વ,સાધુત્વની ગાથા સાથે સ્વામીશ્રી પાસે એક વધારાની જ્ઞાનશક્તિ હતી.અને એ હતું ઔષધ જ્ઞાન……..ઉતમ ચિકિત્સકને જોઈએ એટલુ વૈદ્યકિય જ્ઞાન સ્વામીને સહજ હતુ.સ્વામી જાતે દવા બનાવતા અને નિઃસ્વાર્થભાવે જનમસમાજમાં વહેંચતા.

મંજુકેશાનંદ સ્વામીએ ‘ઐશ્વર્ય પ્રકાશ,ધર્મપ્રકાશ,હરિગીતાભાષા,એકાદશી મહાત્મ્ય,નંદમાલા’જેવા ગ્રંથો લખ્યા છે.તેમણે રચેલ પ્રાપ્ય પદો “મંજુકેશાનંદ કાવ્ય”નામથી પ્રસિદ્ધ થયા છે….મંજુકેશાનંદ સ્વામીના કાવ્ય માટે બૃહત્-કાવ્યદોહનકારનો અભિપ્રાય છે કે, ‘દુઃખિયાને દુઃખ વેળા ધૈર્ય પ્રેરવામાં તેમનાં પદોની શક્તિ અજબ છે.’……સ્વામી મોટેભાગે વડતાલ જ રહેતા અને વિક્રમ સંવત 1911 માં અક્ષરધામ ગમન પામ્યા…..

ચાલો માણીએ શ્રીજી મહારાજ ના અદ્ભુત સ્વરૂપ ને વર્ણવતું …એમનું એક અદ્ભુત પદ…….

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ટેક

ઊંડી નાભી છે ગોળ ગંભીર રે… શ્રી ઘનશ્યામ હરિ

રૂડા લાગો છો શ્યામ શરીર રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૧

તારી છાતી ઉપડતી શ્યામ રે… શ્રી ઘનશ્યામ હરિ

છે જો અક્ષર કેરું ધામ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૨

તારા મુખની શોભા જોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ

રાખું અંતરમાં પ્રોઈ રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૩

તારાં નેણાં કમળ પર વારી રે… શ્રી ઘનશ્યામ હરિ

મંજુકેશાનંદ બલિહારી રે… શ્રી ઘનશ્યામ હરિ꠶ ૪

તો સમજવાનું આટલું જ કે- પૂર્વના અનંત પુણ્ય ફળે તો જ આ સર્વોપરી સત્સંગ ની પ્રાપ્તિ થાય….એનો મહિમા સમજાય અને બ્રહ્મભાવ ને પામવાનો માર્ગ મોકળો થાય……..! એ સમય ના નંદ સંતો ના જીવન કવન નો કદાચ આ જ સંદેશ છે…અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ..!

રાજ


Leave a comment

BAPS પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ રવિસભા-11/08/2019

गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर,

गुरु साक्षात् परब्रह्म , तत्समैश्री गुरुवे नम:

ગુરુ જ પરબ્રહ્મ નું સ્વરુપ છે, તેં આપણે સાક્ષાત અનુભવ્યું છે…અનુભવી રહ્યાં છીએ ….કારણ કે આપણાં ગુણાતીત ગુરુ ઓ નું જીવન..કાર્ય…પ્રભાવ એવો છે…..સાક્ષાત અક્ષરબ્રહ્મ જ ગુરુ રૂપે મળ્યા હોય પછી પરબ્રહ્મ છેટા ક્યાં છે?? બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ માં થયેલી આ સભા આ જ સાર પર હતી……!

તો મેઘરાજા એ અમદાવાદ ની યાચના સાંભળી…છેલ્લાં અઠવાડિયા થી પોતાનુ ભરપૂર સુખ આપી આજે સહેજ પોરો ખાધો છે…અને વાતાવરણ ની સહજ ઠંડક વચ્ચે, આજની સભા પણ હમેંશ ની જેમ ભક્તિ ભાવ થી પરિપૂર્ણ હતી…

તો સૌપ્રથમ મારા નાથ નાં પવિત્રા એકાદશી નાં અદ્ભૂત…સુવર્ણ શણગાર દર્શન….!!👌👌

સભાની શરૂઆત યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન પ્રાર્થના થી થઈ….અદ્ભૂત માહોલ..!!

  • ત્યારબાદ દેવ મિસ્ત્રી દ્રારા હિંડોળા ઉત્સવ ઉપલક્ષ માં પ્રેમાનંદ સ્વામી રચિત એક અદ્ભૂત પદ ” ઝુલો ઝુલો હરિવર હિંડોળે….” રજુ થયુ…..! હરિવર જ્યારે હલક ડોલક થતા મન રૂપી હિંડોળે બેસે છે તયારે તેનાં બધા સંકલ્પ વિરામ પામી એક હરિ માં જ સ્થિર થઈ જાય છે….અને દસ ઇન્દ્રિય અને એક અંતકરણ એમ કુલ ૧૧ ઇન્દ્રિય હરિ માં સ્થિર થાય એટ્લે જ સફળ એકાદશી…!! આમ, સત્સંગ અહી ડગલે ને પગલે થાય છે…..!!
  • ત્યારબાદ, પુ.પ્રેમ વદન સ્વામી નાં મધુર કંઠે, બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી ની દિવ્ય સ્મૃતિ કરાવતું ” શ્રીજી ચરણ માં શીશ નમાવી ..ગાવું સ્વામી તમ ગીત….” રજુ થયુ….અદ્ભૂત કીર્તન…..જયાં સુધી આ ગગન ધરા રહેશે..ત્યાં સુધી પ્રમુખ સ્વામી નું નામ…એમનો મહિમા સદાયે પ્રજ્વલિત રહેશે….ગુણાતીત સદાયે પ્રગટ રહેશે…!!!
  • ત્યારબાદ એક યુવકે ” ધન્ય ધન્ય છો સ્વામી….ધન્ય ધન્ય તુજ અવતાર…” પદ રજુ કર્યું…પ્રમુખ સ્વામી મહારાજ ની ચપળતા…જોશ…કરુણા પુર્ણ આંખો ની ચમક…એ તેજ…અભય વર ની મુદ્રા… મનો ચક્ષુ સમક્ષ પથરાઈ ગઇ….!!
  • એ પછી, એક યુવકે ..” પ્રમુખ સ્વામી ની જીવન ભાવના…સૌનું હિત કરતી…” રજુ કર્યું….બ્રહ્મ સત્ય…!! સ્વામી એ જયાં સુધી પોતાનો દેહ રાખ્યો ત્યાં સુધી, એમની પ્રત્યેક ક્ષણ, જીવ માત્ર નાં કલ્યાણ માટે જ કૃષ્ણાર્પણ રહીં….. જીવ ને કેમ બ્રહ્મપદ આપી પરબ્રહ્મ નું સુખ આપવું….એ જ ભાવના રહી અને આજે એ જ તત્વ…એ જ અક્ષરસુખ ની વર્ષા મહંત સ્વામી મહારાજ દ્રારા પ્રગટ પ્રમાણ દેખાય છે….!
  • ત્યારબાદ યુવક મિત્ર દ્રારા ” કોટી વંદન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ” પદ રજુ થયુ….! સ્વામી નો મહિમા ગાઈએ તેટલો ઓછો છે….
  • એ પછી એક યુવકે ” એનું નામ અમર થઈ જશે…ઇતિહાસ માં ગવાશે…” પદ ગાયું…ખરેખર ..ગુણાતીત પુરુષ જ જીવ ને ઉગારનાર નાવ સમાન હોય છે…..અક્ષરબ્રહ્મ નો મહિમા …એનાં કાર્ય સર્વોપરી જ હોય…..એમા કોઈ જ શંકા નથી…!!

અમુક સમય પહેલા સારંગપુર યુવા અધિવેશન યોજાયું હતુ તેમાં પ્રથમ શ્રેણી માં ઉત્તીર્ણ થયેલા મુંબઇ નાં યુવક સાગર કાવા એ એ જ ” વચનામૃત મહિમા” પર આધારિત પ્રવચન નો લાભ આપ્યો…! ખરેખર યુવકો નો સાચો માર્ગ દર્શક એક વચનામૃત જ છે, જેમાં એનાં દરેક પ્રશ્નો નું સમાધાન છે….! અદ્ભૂત પ્રવચન….!! 👍

ગઇકાલે શ્રાવણ સુદ દશમી હતી….પ્રમુખ સ્વામી મહારાજ આ જ તિથિ એ ( ૧૩/૦૮/૨૦૧૬) દેહ ત્યાગ કરી , ધામ ગમન કર્યું હતુ…તેની દિવ્ય સ્મૃતિ નો લાભ આપતાં પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા તેજસ્વી, વિદ્વાન વક્તા એ સભા ને અદ્ભૂત લાભ આપ્યો….એનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • ગઈકાલ ની તિથિ વિશે વિચારો કે…સ્વામી નાં ધામ ગમન સમયે તમે ક્યાં હતાં?? સ્મૃતિ ઓ હજુ હટતી જ નથી…..એનું દુખ હજુ છે..યાદો હજુ યે તાજી છે…પણ એનો અર્થ એ નથી કે તમે પ્રગટ માં જોડાયા નથી…ખુદ મહંત સ્વામી એ અટલાદરા માં કહ્યુ હતુ કે…પ્રમુખ સ્વામી મને હજુ એકપલ પણ ભૂલાયા નથી….એ જ ગુણાતીત પરંપરા ની વિશેષતા છે….છેક ગુણાતીતાનંદ સ્વામી થી લઇને આજે મહંત સ્વામી સુધી આ ઇદંમ દેખાય છે…ત્રણેય અવસ્થા માં આ સ્થિતી નો અનુભવ થાય છે..!!
  • ગુણાતીત ની આ સ્થિતી આપણે પણ જીવ માં દૃઢ કરવા ની છે…..આપણાં ગુરુઓ એ પોતાના ગુરુ ને ક્યારેય ગૌણ થવા દીધાં નથી….આપણે એ જ મહિમા સાથે જીવવા નું છે….
  • ગુરુ ની નાની એવી સ્મૃતિ પણ દુખ માં થી ઉગારનારી છે……ગુરુ પૂર્વા પર નું જુએ છે..હમેંશા જીવ નાં સુખ નું વિચારે છે…બાપા ધામ માં ગયા હતાં તેં પહેલાં એ પોતાના અંતિમ સંસ્કાર સ્થળ સુધ્ધાં નું આયોજન કરી ને ગયા હતાં…અરે… શનિવારે ધામ માં ગયા અને એ પછી બે દિવસ ની રજા પણ હતી….જાણે કે પોતાના હરિભક્તો ને અંતિમ દર્શન માં સહેજે તકલીફ ન પડે…!!!!
  • સ્વામી શ્રી ની સ્મૃતિ જ જ્ઞાન છે……છતેં દેહે બાપા એ જે સ્મૃતિ સર્વે ને આપી છે…તેવી જ સ્મૃતિ બાપા એ દેહ છોડ્યા પછી બધા ને આપી છે….લાખો લોકો …છેક પ્રધાન મંત્રી થી લઇને એક સામાન્ય હરિભક્ત સુધી સર્વે એ અંતિમ દર્શન કર્યા તેની સ્મૃતિ હજુ ભુલાતી નથી….!
  • સ્વામી દિવ્ય હતાં છતા આપણી વચ્ચે, આપણાં જેવા થઈ ને ભરપૂર સુખ આપ્યું છે….he was so human….among us..!! આપણે મન ધાર્યું કર્યું છે છતા બાપા એ એને સ્વીકાર્યું છે…..આપણી મરજી ને એમણે સાંભળી છે…..અને તેંવી જ સ્મૃતિ ઓ કયારેય ભુલાતી નથી…..
  • શ્રીજી એ વચનામૃત માં પોતાના લીલા ચરિત્ર સંભાળી રાખવા નું કહ્યુ…..એમ જ સ્વામી નાં ચરિત્ર સ્મૃતિ, મહિમા,અનુભવ અને એની સ્મૃતિઓ સદાયે સંભાળી રાખવી….જો એમ કરશું તો સ્વામી આપણાં થી ક્યાંયે દુર નથી…..આપણી પાસે જ છે…ડો.કલામ સાહેબ ને આ જ અનુભવ થયો હતો…બાપા ક્યાંયે ગયા નથી….

ગુરુજી નહીં ભૂલું તમને…..!! એ જ પ્રમુખ સ્વામી મહારાજે આજે જેનાં માં પ્રગટ છે તેં પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજ નાં ચરણો માં આ જ પ્રાર્થના….!!

આજ ની સભા બસ આવા જ સતપુરૂશ ની દિવ્ય સ્મૃતિ ઓ ને જીવ માં દૃઢ કરવા માટે હતી…..અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહેતાં કે શ્રીજી મહારાજ ની સ્મૃતિ જો એક પળ પણ વિસરાય તો તાળવું ફાટી જાય તેવું દુખ થાય…..એવું જ દુખ આપણ ને પણ ગુણાતીત પુરુષ અને શ્રીજી ની વિસ્મૃતિ થી થાય…તેવી સ્થિતી માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના….

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 25/11/2018

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય, તો પણ….  જે પોતાને પૂર્ણકામ ન માને …… અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક-વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી…… ’ એવું જેને અજ્ઞાન હોય….. , તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી……… 

અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઇચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે…..

    માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય, તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહીં.”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-9 

સત્સંગ માં આવ્યા પછી પણ નિષ્ઠા માં અધૂરપ હોય તો સત્સંગ આગળ વધ્યો જ નથી- એમ કહેવાય…….સર્વોપરી..સર્વાવ્તારી….સદાયે પ્રગટ એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા…..એમના ધારક સત્પુરુષ મહંત સ્વામિ મહારાજ રૂપે ગુણાતીત સાક્ષાત મળ્યા પછી પણ જો નિષ્ઠા માં ડગમગાટ હોય …પોતાને પૂર્ણકામ ન માનતો હોય …..તો શું કહેવું??? જો નિષ્ઠા દ્રઢ હોય તો- સત્સંગ સાંગોપાંગ ચડ્યો કહેવાય…..અને આજની સભા- એ જ ગુણાતીત નિષ્ઠા …એ જ પ્રત્યક્ષ ભગવાન માં પૂર્ણ શરણાગતિ માટે ની હતી…..

સભા સમયસર શરૂ થઈ……કોલકાતા થી પૂ. ભગવતસ્વરૂપ સ્વામિ પધાર્યા હતા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…..

સભાની શરૂઆત- પૂ. દિવ્યકિશોર સ્વામિ અને યુવકો દ્વારા ધૂન અને કીર્તન થી થઈ…..

મુક્તાનંદ સ્વામિ રચિત “હરિ ગુણ ગાતા…..” પૂ. દિવ્ય કિશોર સ્વામીએ રજૂ કર્યું…..ત્યારબાદ એક યુવકે જોગીબાપા ના મહિમા નું ગાન કરતું પદ ” જોનારા ઝડપાણાં..” રજૂ કર્યું…..ખરેખર યોગીબાપા ના સ્નેહ નો- સાધુતા નો જાદુ જ એવો હતો કે કોઈ એક વાર એમના દર્શન કરે- એ પછી એમની દિવ્યતા થી બચી ન શકે…!!! અને છેલ્લે એક યુવકે…” મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે…..” રજૂ કર્યું…..વિખ્યાત ચારણ કવિ – દુલા ભાયા કાગ દ્વારા રચિત આ કીર્તન – એમની જોગીબાપા પ્રત્યે ની ભક્તિ નું ધ્યોતક હતું…….અને જોગાનુજોગ આજના દિવસે – એ જ મહાન કવિરાજ નો ૧૧૬ મો જન્મ દિવસ પણ હતો…..!!! તાંદળજા ની ભાજી ને તોડતા યોગીબાપા ને જોઈ કવિ કાગ એટલા બધા મોહી ગયા કે- જીવન ના છેલ્લા શ્વાસ સુધી એ યોગીજી મહારાજ ના થઈ ને રહ્યા..!!! 

ત્યારબાદ પૂ.પ્રિય સ્વરૂપ સ્વામિ એ – બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ – ના અતુલ્ય  ગુણાતીત ગુણ- એક ભગવાન માં જ આસક્તિ અને જગત પ્રત્યે ઉદાસીનતા – નું અદ્ભુત વિવરણ – રસપ્રદ પ્રસંગો સાથે કર્યું……વચનામૃત અને શિક્ષાપત્રી ના શબ્દો- જીવંત દેખાય તેવું જીવન સ્વામીશ્રી જીવ્યા હતા….દિલ્હી અક્ષરધામ ની જમીન પ્રાપ્ત થયા બાદ સર્વ પ્રથમ ઠાકોરજી ના ચરનારવિંદ પાડવા ના હોય કે- બાયપાસ ની સર્જરી વખતે – હરિકૃષ્ણ મહારાજ ના થાળ- દર્શન ની ચિંતા હોય …સ્વામીશ્રી માટે સર્વ પ્રથમ- શ્રીજી મહારાજ જ આવે…..એમના સિવાય કશું જ નહીં…….અને એ જ વાત આજે પણ મહંત સ્વામી મહારાજ ના જીવન માં દેખાય છે….!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના તારીખ- ૧૬-૧૮ નવેમ્બર -દરમિયાન બોચાસણ ખાતે ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લિન્ક દ્વારા જોઈ શકાશે…..

ત્યારબાદ કોઠારી પૂ. આત્મ કિર્તિ સ્વામી એ – ગઢડા પ્રથમ-૯ ના વચનામૃત ને આધારે – સત્સંગ માં અચળ નિષ્ઠા….પૂર્ણ કામ પણું ..સત્પુરુષ નો મહિમા- વગેરે પર અદ્ભુત પ્રવચન કર્યું…આપણે અહી એના સારાંશ માત્ર નો આસ્વાદ લઈશું……

  • ગઢડા પ્રથમ-૭૧ માં પણ શ્રીજી એ આ જ સમજણ ની વાત કરી છે …..આપણે બધા સાધક સ્થિતિ માં છીએ…..અને આ સાધના ની સ્થિતિ માં સ્થિરતા જ સર્વસ્વ છે……જો આ સાધના ની સ્થિરતા ન હોય…અચળ નિષ્ઠા ન હોય……કામના ઑ પૂર્ણ ન મનાઈ હોય તો- દેશકાળ આવતા જ જીવ ની સ્થિરતા ડગી જાય છે…..
  • માયા ને લીધે જીવ પોતાને પૂર્ણ કામ નથી માનતો…..અને સ્થિરતા નથી આવતી…..પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આ સાધના માં આપણી અને ભગવાન વચ્ચે કશું પણ ( અર્થાત માયા નો અંશ ભાગ પણ) રહેવું ન જોઈએ…..અને એ માટે જીવે પોતે પુરુષ પ્રયત્ન કરવો પડે તો સામે- ભગવાન અને સંત પણ એવા પુરુષાર્થી જીવ ને મદદ કરવા – પોતાનો દિવ્ય ભાવ દર્શાવે છે…..
  • પણ જો જીવ એ દિવ્ય ચમત્કાર ની અપેક્ષા રાખી ને બેસી રહે તો તેનું સત્સંગ માં વર્તમાન પણ બગડે છે ….જીવ માં અસંતોષ રહી જાય છે ..કહેવાય છે કે- સત્સંગ માં જીવે ઉડતા પહેલા ચાલતા શીખવું પડે…અર્થાત પાત્રતા વગર- ભગવાન અને સંત ની દિવ્યતા -એશ્વર્ય સમજાતા નથી…….એશ્વર્ય જોયા પછી પણ જીવ માં નિષ્ઠા ની -સ્થિરતા ની કમી રહે છે…..દેશકાળ આવતા જ – એ સત્સંગ માં થી પડી જાય છે……
  • એટલા માટે જ સત્સંગ માં – સમજણ- પાત્રતા કેળવવી…..બ્રહમરૂપ થવું….અને એ થશે તો મોટા પુરુષ ની વાત..વચન માં દ્રઢ વિશ્વાસ રાખવો……અને એમને રાજી કરી લેવા…..એમ થશે તો- જીવ ને મોટા પુરુષ નું સ્વરૂપ ઓળખાશે..સમજાશે……અને મહિમા સમજાશે…..જીવ એમની સાથે જોડાઈ બ્રહમરૂપ થશે…અને પરબ્રહ્મ ના સ્વરૂપ ને જીવ માં દ્રઢ કરી- એને પ્રાપ્ત કરી શકશે………………
  • મહંત સ્વામી મહારાજ બધા હરિભક્તો- સંતો ને દિવ્ય માને છે……બધા નો મહિમા સમજે છે અને એટ્લે જ એક અખંડ સહજ આનંદ એમના માં વર્તે છે…….જોગીબાપા કહેતા કે- એમના માં એક ભગવાન અખંડ રહ્યા છે…અને આ વાત જેમને સમજાણી..તેમનું કલ્યાણ થઈ ગયું……..એવી જ રીતે- ઋષિકેશ માં ૧૯૮૭ માં- એક ગાય પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજે જે ગહન હેત વરસાવ્યું અને સામે ગાયે પણ એ જ રીતે સ્વામી પ્રત્યે હેત વરસાવ્યું- તે પ્રસંગ ના વિડીયો દર્શન થયા…..મહંત સ્વામી મહારાજે સંતો ને એ ગાય વિષે કહ્યું કે- એ ગાય નહોતી પણ સાક્ષાત ગંગાજી હતા…!! કેવી અદ્ભુત..દિવ્ય દ્રષ્ટિ….! આપણી લૌકિક દ્રષ્ટિ ને આ વાત માં કશું અલગ ન લાગે પણ – આ વાત બુધ્ધિ-તર્ક થી પર છે…….જે ગુણાતીત ને જ સમજાય……!!! 
  • માટે જ તેલ પડી ના ધંધા જેવા આ સંસાર માં થી – સત્પુરુષ રૂપી – સત્સંગ રૂપી પારસમણિ માટે સમય કાઢી લઈએ….તો જીવન સુવર્ણ બની જાય- જીવ નું કલ્યાણ થઈ જાય…….માટે જ સત્સંગ માં સમજણ રાખવી……મોટા પુરુષ ને ઓળખી લેવા……એમનો મહિમા સમજી લેવો……જીવ માં દ્રઢ કરી લેવો અને તેમની આજ્ઞા માં સારધાર રહી તેમને રાજી કરી લેવા……એ રાજી થશે તો-…. માયિક દ્રષ્ટિ ટળશે…..જીવ  પરબ્રહ્મ ને ભજવા પાત્ર થઈ શકશે ….
  • માટે જ ભગવાન અને મોટા પુરુષ પાસે સંસાર ના સુખ કરતાં – મોક્ષ માંગવો……દ્રઢ સ્વરૂપ નિષ્ઠા માંગવી……સમજણ માંગવી……પ્રત્યક્ષ ભગવાન ને ઓળખી એમને રાજી કરી શકાય તેવી બુધ્ધિ-બળ માંગવા……..

અદ્ભુત…..અદ્ભુત…!!! સમગ્ર સત્સંગ નો સાર અહી જ સમાઈ ગયો છે…..જો આપણ ને આટલું સમજાશે તો યે- બ્રહમરૂપ થવા ના માર્ગ માં કોઈ વિઘ્ન નહીં આવે…….

સભા ને અંતે- રાજકોટ- તારીખ ૫ થી ૧૫ ડિસેમ્બર સુધી યોજાવા ના અદ્ભુત અને ભવ્ય- પ્રમુખ સ્વામી મહારાજ ૯૮ મા જન્મ જયંતિ મહોત્સવ – ના આયોજન- ઉતારા માટે ની …….અગત્યની જાહેરાત થઈ…….

રાજકોટ જન્મજયંતી ઉતારા અંગે જાહેરાત

તો આજની સભા – જીવ ને બ્રહમરૂપ કઈ રીતે કરવો…….પ્રગટ પ્રમાણ શ્રીજી ને પ્રત્યક્ષ ગુણાતીત માં કઈ રીતે ઓળખવા- સમજવા અને જીવ માં દ્રઢ કરવા તેના પર હતી……જીવન માં જો એક ભગવાન અને મોટા પુરુષ પ્રત્યે જ આસક્તિ હશે તો- અક્ષરધામ નું સુખ છતે દેહે અહી જ મળશે……..સહજ આનંદ – અંતર માં હમેંશા રહેશે…!

જય સ્વામિનારાયણ…….સદાયે “પ્રથમ શ્રીહરિ ને રે…”

રાજ 


1 Comment

BAPS રવિસભા- 19/11/2018


પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે,

……. જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું. ….. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહીં અને વનને વિષે મોટાં મોટાં સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યાં પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા……..

પછી તીર્થને વિષે ફરતાં ફરતાં શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી……. 

…….. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મૂવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે……. . અને જેટલું માયિક પદાર્થમાત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે તે તો સર્વે એકસરખાં જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો ક્યો ને નરસો ક્યો? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખાં છે…….

……અને કાંઈક સારું-નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારાં પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી…..  અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા-પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ…… …..


વચનામૃતમ – ગઢડા મધ્ય-55 

મારા માટે આ રવિવાર ની સભા એ નવા વર્ષ ની પ્રથમ સભા હતી અને એટ્લે જ ઉત્સાહ વિશેષ હતો……ભગવાન ના એક એક ગુણ અને એની પાછળ નો એમનો આશય જો જીવ ને સમજાય તો- ભગવાન નો મહિમા ..એમના રાજીપા ના સાધન સહજ જ જીવ માં દ્રઢ થઈ જાય છે…જીવ નું અન્યત્ર ભટક્વા નું જ બંધ થઈ જાય છે…જીવ પોતાના માર્ગદર્શક- સત્પુરુષ ની આંગળી પકડી- બ્રહ્મ ના અમૃત ને પાત્ર થાય છે……

અને આજ ની સભા આ માટે જ હતી…..માયા ના પડ ને ઉખાડી નાખી…જીવ ના મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ને પામવા ની હતી….પછી કોઈ આ સભા ને ચૂકે….!!! તો સમયસર સભામાં પહોંચી ગયા..સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનમોહક દર્શન નો ગુલાલ કરીએ…..

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ અને પછી શરૂ થયો કીર્તન નો દોર…….! યુવક મિત્રો દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભુત કર્ણપ્રિય કીર્તન ” મંદિરે પધારો પિયા ” અને મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન ” સજની કોડે આનંદ મારે ઘેર…..” રજૂ થયા……અને ત્યારબાદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા “જોગીડા નો જાદુ ” કીર્તન પ્રસ્તુત થયું…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના …….- 3 થી 6 નવેમ્બર ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વે ને મળ્યો જે નીચેની લિન્ક પર થી જોઈ શકાશે…….

ત્યારબાદ ગઢડા મધ્ય-55 પર આધારિત અદ્ભુત પ્રવચન..વિવરણ નો લાભ- પૂ .શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન અને અનુભવી સંત દ્વારા મળ્યો…જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું…..

  • અનેક વચનામૃત એવા છે કે જેમાં શ્રીજી એ પોતાના અંગ ની..પોતાના ગુણ ની..પોતાના ચરિત્ર ની વાત કરી છે ..એની પાછળ નો શ્રીજી નો હેતુ એટલો જ છે કે- જીવ એ ગુણ ને જોઈ – એવા ગુણ પોતાના માં આવે…..ભગવાન ના રાજીપા ના સાધન ને ઓળખે…..ભગવાન ના મહિમા ને જાણે…..
  • હવે આ દિવ્ય ગુણ જીવ માં આવે કઈ રીતે?? તો એના માટે …..ભગવાન ની મુર્તિ ને અંતર માં અખંડ ધારવી, કથા વાર્તા નો ઇશક રાખવો, ભગવાન નો દ્રઢ આશરો રાખવો, સતત પોતાના આત્મસ્વરૂપ નો વિચાર, સાંખ્ય નો વિચાર કરવો…..ભગવાન ના મહિમા નો સતત વિચાર કરવો…..અને ભગવાન નું  વચન કે- સત્પુરુષ દ્વારા એ સદાયે પ્રગટ રહે છે ..એ વચન માં દ્રઢ વિશ્વાસ કરવો……
  • આપણાં ગુણાતીત ગુરુઓ – ઉપરોક્ત ગુણો ને સારધાર જીવ્યા છે અને આપણ ને પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું છે કે- એમના દ્વારા ભગવાન – સદાયે પ્રગટ છે….એમના અંગે અંગ માં ભગવાન સદાયે રહ્યા છે…કલ્યાણ નો માર્ગ ખુલ્લો જ છે 
  • માટે જ સત્પુરુષ માં જ જીવ ને જોડવો…..એમના માં રહેલા શ્રીજી ના પ્રગટ પ્રમાણ સ્વરૂપ ને ઓળખવું…એ સત્પુરુષ ને પોતાનો આત્મા માની ને જીવી જવું……

અદ્ભુત વચન…!! આટલું પણ સમજાય તો જીવ – બ્રહ્મસ્વરૂપ ગુરુ સાથે બ્રહમરૂપ થયા વગર રહે નહીં……પરમ કલ્યાણ નું સાધન જ આ છે. 

ત્યારબાદ સભાના અંતે અમુક જાહેરાત થઈ……

  • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી ઉત્સવ નિમિત્તે – યોગ યજ્ઞ ના ભાગ રૂપે જે અક્ષર મંત્ર પોથી આપણે ભરીએ છીએ- તે ભર્યા બાદ- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર ને જ પહોંચાડવી. 
  • કાલે પ્રબોધિની એકાદશી છે..નિયમ નો નિર્જલા ઉપવાસ યથા શક્તિ અચૂક કરવો. 
  • સાથે સાથે શુક્રવારે દેવ દિવાળી છે આથી અમદાવાદ ના તમામ સંસ્કાર ધામ માં – અન્નકૂટ ના ભવ્ય દર્શન નો લાભ સર્વ હરિભક્તો ને મળશે…..
  • ત્યારબાદ “જમો ને જમાડું” અન્નકૂટ સેવા અભિયાન ના શ્રેષ્ઠ કાર્યકરો નું જાહેર માં સન્માન થયું…….લગભગ 4328 કાર્યકરો એ સેવા આપી અને લગભગ 38000 થી વધુ હરિભક્તો-મુમુક્ષુઓ એ શાહીબાગ મંદિરે – ભવ્ય અન્નકૂટ દર્શન  નો લાભ લીધો ..પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં પણ આનો ઉલ્લેખ કરી- સર્વ કાર્યકરો- અન્નકૂટ સેવકો નો આભાર માન્યો…..અને આ કાર્ય ને- મુમુક્ષો ને – સત્પુરુષ અને શ્રીજી સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ કહ્યું……સાથે સાથે અબુધાબી માં યોજાયેલો ભવ્ય અન્નકૂટ ઉત્સવ ની પણ માહિતી અને મહિમા કહ્યો……

તો આજની સભા – વિશિષ્ટ હતી……જીવ ને બ્રહમરૂપ થવા ના માર્ગ બતાવતી સભા હતી…….ભગવાન ને – સત્પુરુષ ને કેમ રાજી કરી શકાય?? એમનો મહિમા જીવ માત્ર સુધી કઈ રીતે પહોંચાડી શકાય?..એને સહજ રીતે સમજાવતી સભા હતી…..

છેવટે સત્સંગ સભા જ શ્રીજી ને પામવા નો ઉત્તમ માર્ગ છે……..

…….જય સ્વામિનારાયણ…….

રાજ 

 


Leave a comment

BAPS રવિસભા -07/10/2018

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં……….

માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી…...”…..

…… એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે….. , તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…… .

……માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે……….”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા પ્રથમ-71; ગઢડા પ્રથમ-27

સંત નો મહિમા -સમગ્ર 273 વચનામૃત માં થી લગભગ 100 થી વધુ વચનામૃત માં શ્રીજી એ છડેચોક ગાયો છે….કેમ?? ઉત્તર ઉપર જ છે……કારણ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તે પોતાના ધામ અને પાર્ષદ સહિત જ અવતરે છે…..અને એ જ ધામ એટ્લે અક્ષરધામ – અક્ષરબ્રહ્મ સત્પુરુષ કે જેના અંગે અંગ માં ભગવાન સ્વયં રહ્યા છે……અને એ જ જગત નો આધાર છે…….એટ્લે જ આપણે ત્યાં આવા એકાંતિક સત્પુરુષ કે જે સ્વયં અક્ષરબ્રહ્મ છે ….તેનો આટલો બધો મહિમા છે……! આજની સભા આ જ મહિમા ની વાત હતી….કે જેને સમજ્યા ..જીવ્યા વગર મોક્ષ જ નથી……!

સભાની શરૂઆત માં સર્વ પ્રથમ શ્રીજી અને ધામ -મુક્ત ના દર્શન…..

43283114_2157451991209295_2399940726147252224_n

ત્યારબાદ યુવકો અને પૂ. અમૃતકિર્તિ સ્વામિ દ્વારા ધૂન અને કીર્તન થી શરૂઆત થઈ….કીર્તન માં નિષ્કુળાનંદ સ્વામિ રચિત ” ધન્ય ધન્ય એ સંત સુજાણ ને..” ; મુક્તાનંદ સ્વામિ રચિત..” સર્વે માન તજી…” અને પૂ. અમૃત કિર્તિ સ્વામિ દ્વારા …સુખાનંદ સ્વામિ રચિત…” સહજાનંદ કે દર્શન કરકે સબ મગન ભયે…..” રજૂ થયા…….

ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામિ મહારાજ ના ભાવનગર ખાતે ના વિચરણ ના દિવ્ય વિડીયો દર્શન નો લાભ સભાને મળ્યો …જે આપણે બધા નીચેની લિન્ક પર થી કરી શકશું…..( 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામિ એ – ભાવનગર ખાતે યોજાયેલા પ.પૂ.મહંત સ્વામિ મહારાજ ના ભવ્ય જન્મોત્સવ ના ઉપલક્ષ માં – એમના દિવ્ય ગુણ ની ચર્ચા – અદ્ભુત પ્રસંગો અને વચનામૃત ને આધારે કરી…..આપણે અહી માત્ર તેનો સારાંશ જ જોઈશું…….
  • ગઢડા પ્રથમ 71 અને ગઢડા પ્રથમ-27 માં શ્રીજી એ જેના ગુણ નું- મહિમા નું વર્ણન કર્યું છે – એવા એકાંતિક – અક્ષરબ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામિ મહારાજ આપણ ને પ્રત્યક્ષ મળ્યા છે તે જ સર્વોપરી પ્રાપ્તિ છે ….
  • એવા પુરુષ ને ઓળખવા કઈ રીતે?? તો તેની ઓળખાણ શ્રીજી એ સ્વયં આપી છે અને તેના અદ્રિતીય ગુણો નું વર્ણન કરતાં કહે છે કે એ પુરુષ માં નીચે મુજબ ના ગુણ હોય…..જે આજે મહંત સ્વામિ મહારાજ અને એ પહેલા આપણી ગુણાતીત પરંપરા માં જોવા મળ્યા છે…..એ ગુણ માં …
  1. એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા માને ….
  2. આગના અને ઉપાસના માં સ્પષ્ટ….અતિ દ્રઢતા…..નિયમ ધર્મ માં સહેજ પણ ઉણપ ન ચલાવે….
  3. સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ માં એક ભગવાન જ કેન્દ્ર
  4. પંચ વર્તમાન માં અતિશય દ્રઢતા
  5. ભગવાન નું અખંડ સ્મરણ……અને સ્મૃતિ
  6. પોતાના વર્તન…કાર્ય માં જરૂર પડ્યે દિવ્યતા-એશ્વર્ય ના દર્શન કરાવે
  7. ભક્તો ના શુભ સંકલ્પ – દર્શન માત્ર થી પૂર્ણ કરે……

આવા તો અનેક ગુણ-થી સંપન્ન આપણાં બ્રહસ્વરૂપ ગુરુ માં ભગવાન સાક્ષાત રહ્યા છે અને એમના દ્વારા જ ભગવાન પોતાનું કાર્ય…પોતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે ..એમાં કોઈ શક નથી…બસ આપણે આવા પુરુષ ને ઓળખવા ના છે એમના સ્વરૂપ ..કાર્ય માં પ્રતીતિ કરવા ની છે…….

ત્યારબાદ યુવક મંડળ દ્વારા એક અદ્ભુત સ્કીટ ની પ્રસ્તુતિ થઈ- વિષય હતો ” my favorite clip” એનું કથાનક આવું હતું કે- સ્વામીશ્રી ના વિચરણ મંડળ માં ફોટોગ્રાફર તરીકે સેવા આપતા યુવક પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કહે છે કે- સ્વામીશ્રી નો ફોટો લેવા નો પ્રયત્ન કર્યો તો – હરિકૃષ્ણ મહારાજ ની સેવા માં રહેતા પૂ. હરિપ્રકાશ સ્વામિ દર વખતે વચ્ચે આવી જાય..પરિણામે સ્વામીશ્રી નો જોઈએ તેવો ફોટો ન મળે..અને દરેક સમયે એવું થાય…….આથી પ્રશ્ન એ કે- હરિપ્રકાશ સ્વામિ જાણી જોઈને આવું કરે છે કે પછી કોઈ રહસ્ય છે???

સ્કીટ ના ભાગ રૂપે જ – એક વિડીયો સંદેશ દ્વારા પૂ. હરિપ્રકાશ સ્વામિ એ – આ સાચી ઘટના પાછળ નું રહસ્ય નું નિરાકરણ કરતાં કહ્યું કે- હું દરેક ફોટો માં વચ્ચે આવતો હતો કારણ કે – એ સ્વામીશ્રી ની પોતાની આજ્ઞા હતી……..કારણ કે- સ્વામીશ્રી નહોતા ઇચ્છતા કે- હરિકૃષ્ણ મહારાજ – એમના ફોટા લેવા ની દોડાદોડી માં ગૌણ થઈ જાય…..સાઈડ માં રહે……..!!!! કેટલી અદ્ભુત પરાભક્તિ…….! સદાયે નમ્ર રહેતા સ્વામીશ્રી એ તો ઊંચા અવાજ માં પૂ.હરિપ્રકાશ સ્વામિ ને કહ્યું કે- આ હરિકૃષ્ણ મહારાજ ને લીધે જ આપણે બધા છીએ……એ કદાપિ ગૌણ ન થાય- એ સદાયે યાદ રાખવું…….!! અને ગોંડલ ના અસ્થિ વિસર્જન નો પ્રોગ્રામ હોય કે…..જામનગર ના મંદિર નો મહોત્સવ હોય……..સ્વામીશ્રી એ ઠાકોરજી ને જ કેન્દ્ર માં રાખી..આગળ રાખી- પોતે દાસાનુદાસ ભાવે વર્તી- સર્વ ને શીખ આપી છે કે- સર્વોપરી તો એક શ્રીજી જ- તે ક્યારેય ગૌણ ન થાય……..અને આપણે તો એમના દાસ…!!!

સ્વામીશ્રી ની આ પરાભક્તિ ના દર્શન કરાવતી ક્લિપ- જ આપણાં સર્વ ને- સૌથી પ્રિય ક્લિપ છે- એમાં કોઈ શક નથી…!!!

સભાને અંતે સત્સંગ શિક્ષણ પરીક્ષા ના સર્વોત્તમ દેખાવ કરેલા પરિક્ષાર્થી ઑ નું સન્માન થયું…..અને એવા હરિભક્તો કે- જેમણે કેન્સર જેવા જીવલેણ રોગ હોવા છતાં પરીક્ષા આપી ને સત્સંગ નું ગૌરવ વધાર્યું હોય- તેમનું પણ અભિવાદન થયું………

તો- સમજવા નું એટલું જ કે- આપણાં માટે શ્રીજી સર્વોપરી છે…એમના જ બે ચરણ ની ઉપાસના છે પણ સાથે સાથે- એ શ્રીજી સુધી લઈ જનાર – એમની ઓળખાણ કરાવનાર……આપણ ને શુધ્ધ કરી બ્રહમરૂપ કરનાર- આપણાં અક્ષરબ્રહ્મ ગુરુ નો મહિમા પણ અજોડ જ છે………આવા અક્ષરબ્રહ્મ ગુરુ ની ઓળખાણ થશે..એમનામાં સાંગોપાંગ જોડાવાશે ..તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ની પ્રાપ્તિ થશે…..! અને આ દર્શન કહો કે તત્વજ્ઞાન એટ્લે જ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત દર્શન…! જેને સમજ્યા સિવાય કોટિ ક્લ્પે આત્યંતિક કલ્યાણ જ નથી…….

જય સ્વામિનારાયણ……..જય જય અક્ષર પુરુષોત્તમ………

રાજ

.


Leave a comment

BAPS રવિસભા- 23/09/2018

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ……… તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે……….. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે

…….. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે,

‘પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥

(ભાગવત- ૩/૨૫/૨૦)

“જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે……..

પછી શુકમુનિએ પૂછ્યું જે, “ગમે તેવો આપત્કાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પરમેશ્વરના વચનની ખટક રહે….. અને નાનું-મોટું વચન લોપી શકે નહીં…….. એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં………. ; માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે…..”….


વચનામૃતમ – ગઢડા પ્રથમ-54

સત્પુરુષ નો મહિમા સ્વયં જગત નો ધણી છડેચોક કહેતો હોય પછી બાકી શું રહે???? ભાગવત નો સાર- સત્વ જો એક શ્લોક માં વર્ણવ્વો હોય તો -ઉપર નો શ્લોક વાંચી લ્યો……..જો આ શ્લોક-તેનો અર્થ જીવ માં આત્મસાત થાય તો જીવ સહેજે બ્રહમરૂપ થઈ પરબ્રહ્મ ને પામે…..! ટૂંક માં જેના હાથ માં આપણા સૌનો..જીવમાત્ર નો મોક્ષ ……છે તેવા સત્પુરુષ…પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામિ મહારાજ આજે અમદાવાદ ના હરિભક્તો ને સતત 21 દિવસ સુધી અઢળક લાભ આપી -સારંગપુર મહાતીર્થ સ્થાને પધાર્યા…….! હરિભક્તો ની હૈયે હૈયું દળાય તેવી ભીડ……2-3 વાગ્યા થી જ મંદિર ના ચોગાન માં એકઠી થઈ હતી…..અને ધાર્યા મુજબ સ્વામીશ્રી એ સૌને અંતર ના આશિષ આપી વિદાય લીધી……! ખરેખર, જ્યાં બુધ્ધિ પણ સ્વીકારે છે કે – આવા સત્પુરુષ માં કૈંક તો વિશિષ્ટ એવું છે કે જીવમાત્ર સહજ જ એમનામાં ખેંચાય છે……! એમની આજ્ઞા મુજબ અને પૂ.ડોક્ટર સ્વામી ની આજ્ઞા મુજબ આજે ગણેશ વિસર્જન ની ભારે ભીડ હોવા છતા રવિસભા થઈ…..મોટા ભાગ ના હરિભક્ત બાપા ને વિદાય દર્શન કરી -ઘરે સીધાવ્યા તો ઘણા એ સભાનો લાભ લીધો…..તો ચાલો આપણે પણ એ સભાનો લાભ લઈએ….

સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન………

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધૂન કીર્તન-પ્રાર્થના થી થઈ…..કીર્તન માં “શ્રીજી મહારાજ માંગુ શરણું તમારું….” …મુક્તાનંદ સ્વામી રચિત ” સંત જન સોઈ સદા મોહે ભાવે” ..પ્રેમાનંદ સ્વામી રચિત ” મન બસિયો રે મારે ..” અને બ્રહ્માનંદ સ્વામી રચિત “તારો ચટક રંગિલો છેડલો …..” રજૂ થયા અને સમગ્ર સભા એ ચટક રંગીલા ના રંગ માં ખોવાઈ ગઈ…………..

અદ્ભુત……..!

ત્યારબાદ દિલ્હી અક્ષરધામ ના મુખ્ય કોઠારી સ્વામી એવા અતિ વિધવાન પૂ. મુનિ વત્સલ સ્વામી ( પૂર્વાશ્રમ – અમદાવાદ ના સરસપૂર ના ;1987 માં દિક્ષા લીધી ..શાસ્ત્રો નો ઊંડો અભ્યાસ….કર્યો…… ઘણી જવાદારીઓ સફળતા પૂર્વક નિભાવી અત્યારે સમગ્ર ઉત્તર ભારત નો સત્સંગ પ્રસાર પ્રચાર અને ફાર ઈસ્ટ ( જાપાન..હોંગકોંગ વગેરે..) નો સત્સંગ કાર્ય સંભાળી રહ્યા છે) ..સભામાં હાજર હતા અને એમણે સત્પુરુષ ના મહિમા નું ગાન કરતાં ગઢડા પ્રથમ-54 આધારિત સુંદર પ્રવચન કર્યું…..અહિયાં આપણે સાર માત્ર નો જ આસ્વાદ લઈશું….

  • આપણે મહાભાગ્ય શાળી છીએ કે આપણ ને ભાગવત માં કહ્યા એવા એકાંતિક સત્પુરુષ ને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે…હવે તેની માત્ર પ્રતીતિ કરવા ની છે.
  • આપણા જીવ માં કલ્યાણ નું બીજ છે પણ અનંત જન્મો ના વિષય..માયા થી તે ગ્રસિત છે પણ જીવ ને જ્યારે સત્પુરુષ નો યોગ થાય છે ત્યારે તે માયા ના પડ હટે છે અને જીવ નું કલ્યાણ થાય છે…અને એટ્લે જ જીવમાત્ર ના કલ્યાણ માટે મોટા પુરુષ અતિ કઠિન વિચરણ કરે છે….
  • એવા સત્પુરુષ દ્વારા ભગવાન પોતાનું કાર્ય કરે છે….અને એવા સત્પુરુષ મહંત સ્વામી મહારાજે હોંગકોંગ માં દિવ્યભાવે સંતો ને કહ્યું હતું કે- અનંત બ્રહમાંડો નું સંચાલન અહી થી થાય છે, પણ જીવ ને ક્યાં ખબર છે??
  • આવા સત્પુરુષ જીવ ને જે વિષયો થી બંધન થાય છે, તેને સત્સંગ થકી તોડે છે….પોતાના માં જોડી એને સુખ આપે છે….અને જીવ જો સત્પુરુષ માં યથાર્થ જોડાય તો તેનો મોક્ષ સહજ થઈ જાય છે….અરે..મોટા પુરુષ કહે છે કે- જીવ ને આવા પુરુષ નું દર્શન થાય તેનું પણ કલ્યાણ થાય છે…..ગઇકાલે મહંત સ્વામી મહારાજે પણ કહ્યું હતું કે- જે જીવ ને પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થયા તેનું પણ કલ્યાણ થઈ ગયું……..!!!

માટે જીવે જ્યાં મળે ત્યાં..જે તે સમયે …જગત ને પડતું મૂકી આવા સત્પુરુષ ને મન કર્મ વચને સેવી લેવા…..!

ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમના ચીરપરિચિત તેજસ્વી અંદાજ માં આજ વાત કરતાં કહ્યું કે – ભગવાન ભજવા થી મોટી વાત કોઈ નથી….જીવ જો અંતરદ્રષ્ટિ રાખી ભગવાન ભજવા નો અભ્યાસ રાખે તો સત્પુરુષ રાજી થાય ….મહંત સ્વામી મહારાજ ની ……આજ્ઞા મુજબ સંપ- પરિવાર માં..સત્સંગ માં રાખે તો સર્વત્ર શાંતિ થાય અને સર્વે નું કલ્યાણ થાય……

સભાને અંતે – સારંગપુર માં સ્વામીશ્રી ના દર્શન વ્યવસ્થા વિષે જાહેરાત થઈ…દરરોજ સવારે પ્રાતઃપૂજા નો લાભ મળશે અને સાંજે આરતી નો…પણ સાંજે સભા નું આયોજન નથી….અંગત મુલાકાત બંધ છે….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સ્મૃતિ દિને સભા સાંજે છે……

 

અદ્ભુત…!!! સાક્ષાત અક્ષરબ્રહ્મ અમદાવાદી ઑ ને જે સુખ આપી ગયા ……. તેની સ્મૃતિ ચિરકાલીન રહેશે…….અને જીવ સાથે એ જ રહેશે…….છેવટે મોક્ષ માટે આ સ્મૃતિ જ catalyst નું કામ કરશે.

 

 

જય સ્વામિનારાયણ

 

 

રાજ


Leave a comment

આજકાલ -૩૦/૦૮/૨૦૧૮

મારી છેલ્લી પોસ્ટ ૧૯ ઓગસ્ટ ના રોજ હતી અને આજે ૩૦ ઓગસ્ટ છે……..અર્થાત ૧૧ દિવસ ના લાંબા અંતરાલ બાદ નવી પોસ્ટ આવી છે…..કારણ?? કાઈ નહિ…..બસ આળસ……!!! સાચી વાત છે….આજકાલ વાતાવરણ જ કૈક એવું છે કે- વરસાદ રોજ અંધારે છે અને પડતો નથી……એની આવી આળસ ને સાથ આપવા હું પણ આળસુ થઇ ગયો છું……થોડીક અવળવાણી……

“….અબ કરે સો આજ કરે……આજ કરે સો કલ……..;

ઇતની જલ્દી અભી  ક્યા હૈ પ્યારે…જબ જીના હૈ બરસો……”

હાહાહા………!! જે હોય તે પણ બીલ ગેટ્સ ના નામે ફરતો એક મેસેજ એવું કહે છે કે- બીલ ગેટ્સ ને આળસુ માણસો વધુ પસંદ છે કારણ કે- એ કોઈ પણ કામ ..અલગ રીતે…ઓછી મહેનતે…ઓછા સમય માં કઈ રીતે થઇ શકે ??..એની નવી રીતો શોધી કાઢે છે….!! 🙂 ….જે હોય તે…પણ આળસ સારી નથી જ એ બધાનો અનુભવ છે……હું હવે ધ્યાન માં રાખીશ કે- આળસ નામના શત્રુ ના જાસા માં આવ્યા વગર – કૈંક નવું….મનગમતું -અહી બ્લોગ  પર ટીંગાડતો રહીશ…..! તો શું ચાલે છે  આજકાલ..??

  • ૨૦ મી તારીખે- આ દેહ નો જન્મદિન ગયો……હજુ કેટલા બાકી?? ખબર હોત તો અહી થોડા બેઠા હોત?? જે હોય તે- પણ એવું જીવવું કે- આપણે સ્થૂળ દેહે ન હોઈએ ત્યારે આજુબાજુ વાળા ને આપણી ખોટ સાલવી જોઈએ……( સારી રીતે કે નરસી રીતે….એ પ્રશ્ન પણ થવો જોઈએ…) ….આજ તારીખે- તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષી અને આપણું નાક કપાવે એવા પપ્પુ ગાંધી ના પિતાશ્રી રાજીવરત્ન ગાંધી નો પણ જન્મ દિવસ હતો…..પણ- કોઈ એ મારી સરખામણી- આમની સાથે કરવી નહિ…કેમ?? એ પણ ન પૂછવું…!
  • તો- જન્મદિવસે શું કર્યું?? સોમવારે જન્મ દિવસ હતો..આથી ઉજવણી રવિવારે જ – કરવામાં આવી……અર્ધાંગીની ને સમય મળે- એમ જ ઉજવણી થાય ને…!! હરિ તો આખા ગામ માં – સામે થી કહી આવ્યો કે- મારા પપ્પા નો જન્મ દિવસ છે…અને ચોકલેટ વિતરણ નો વ્યાપ વધારી દીધો…! હાહાહા…..
  • સ્વીમીંગ- છેવટે ૨૫૦ મીટર તરવા ની આકરી પરીક્ષા મેં પાસ કરી દીધી…આથી કહી શકાય કે- હું તરી શકું છું..પણ ક્યાં?? એ પ્રશ્ન છે…….કોચ દ્વારા સલાહ આપવામાં આવી છે કે- ભલે પરીક્ષા પાસ કરી- પણ પાણી જોઈ કુદી ન પડવું…..!! કેમ…? તમને લાગે છે કે તમને તરતા આવડે છે…પણ પાણી ને થોડી ખબર છે કે- તમને તરતા આવડે છે??? હાહાહા……જે હોય તે- પરીક્ષા પાસ કરી -પણ અમદાવાદ મહાનગર પાલિકા ના અણઘડ નિયમ તો જુઓ……શીખાઉ માટે- આખા વર્ષ નો ( માર્ચ થી એપ્રિલ જ ગણાય…) ચાર્જ-૧૮૦૦ રૂપિયા…અને ૬ માસ માટે ( માર્ચ થી સપ્ટે.-) ૧૧૦૦ રૂપિયા……અને ઓકટોબર થી માર્ચ ના – ૭૦૦ રૂપિયા…….! મેં અધ-ઓગસ્ટ માં પરીક્ષા પાસ કરી આથી…..જો મારે પૈસા ભરવા હોય તો- એક જ વિકલ્પ બચે- ઓક્ટોબર થી માર્ચ વાળો……અને એ માટે મારે એક મહિનો- તરવા નો લાભ લીધા વગર બેસી રહેવું પડે……અને ઓક્ટોબર માં ફરીથી પરીક્ષા આપી- પૈસા ભરવા ના….!!! પરીક્ષા ફરીથી આપવા ની…..એ પણ કોઈ પણ જાત ની પ્રેક્ટીસ વગર…….હવે વિચારો- કેવું અઘરું છે…….! આના કરતા- મહિના ના ફીક્ષ ચાર્જ માં તરવા ના દે??? અમદાવાદ ના વહીવટ કારો માં ક્યારે બુદ્ધિ આવશે???
  • રક્ષાબંધન- સમય અત્યારે એવો ચાલે છે કે- કોઈ ની પાસે -પોતાના પરિવાર-રીત રીવાજો માટે જાણે કે સમય જ નથી……ઘરમાં હું સૌથી નાનો……મોટી બે બહેનો-પછી મારો મોટો ભાઈ..અને હું છેલ્લો….! સમય અને સંજોગો ને લીધે -ભાઈ અને બહેન ન આવી શક્ય….માત્ર સૌથી મોટી બહેન આવી- એ પણ ખુબ મોડી……પણ એનો લાભ- આશીર્વાદ મળ્યા- એ જ મોટી વાત…..! લાગે છે- કે- રક્ષા બંધન – હવે પહેલા જેવી નહિ રહે……ઓનલાઈન રાખડી ઓ મળી જશે…..અને ઓનલાઈન સબંધો ચમકી ઉઠશે…….! જેવી હરી ઈચ્છા……..! સમય સાથે ચાલુ- એ જ સમય ની માંગ છે………..
  • શ્રાવણ માસ- દર વર્ષ ની જેમ એકટાણા – નિર્વિઘ્ન ચાલે છે…..શરૂઆત માં નક્કી કર્યું હતું કે- એકટાણું કરવું……અને બીજા સમય માં – માત્ર ફળ પર જ રહેવું……શરૂઆત તો સારી રહી પણ પછી- દેહ ભાવ વધ્યો……અને મનેકમને – વેફર્સ કે ચેવડો લેવો પડ્યો……..! જે હોય તે- પણ આજ્ઞા મુજબ થોડું ઘણું યે વર્તાય છે તેનો આનંદ છે…બાકી આ દેહ ..આ મન તો વાંદરા ને પણ શરમાવે તેવું છે…….! જે પણ કૈક ઇન્દ્રિયો પર નિયંત્રણ થાય છે તે કેવળ અને કેવળ- શ્રીજી અને સત્પુરુષ ની જ દયા છે…- હજુ શ્રાવણ ને પૂરો થવામાં ૧૦ દિવસ બાકી છે………અને હિમત ભરપુર છે……
  • સત્પુરુષ- શાસ્ત્રો જેને અક્ષરબ્રહ્મ……બ્રહ્મ…..અક્ષર…..ભગવાન ને રહેવાનું ધામ કહે છે…તે સ્વયમ મનુષ્ય દેહે- મહંત સ્વામી મહારાજ રૂપે – અમદાવાદ ને આંગણે- ૨ જી સપ્ટેમ્બર ના રોજ પધારી રહ્યું છે……અમારી સેવા છે……અને સમગ્ર અમદાવાદ ને સમીપ દર્શન નો લાભ મળવા નો છે…….પછી સુખ માં બાકી શું રહે?? આ વખતે સતત ૨૦ દિવસ સુધી – ધાર્યા કરતા વધુ સુખ મળવા નું છે………જોઈએ- હરિ ઈચ્છા શું છે??

તો- બસ….બીજું શું?? સમય ની સાથે ડગ ભરતા રહો……..થાક લાગે તો થોડોક પોરો ખાઈ લો..પણ પાછા વળવા ની વાત ન કરો……..સતત આગળ વધવું- એ જ જીવન…!

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૩/૦૬/૨૦૧૮

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં ત્રણ ભેદ છે. ……

એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં………..

અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે………

અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે….. તથા વિરાટપુરુષરૂપે વર્તે છે……. તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય…………..

…………….એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં………..”


ઇતિ વચનામૃતમ- ગઢડા પ્રથમ-૩૩

છેલ્લા ઘણા સમય થી એક યા બીજા કારણે જીવ સત્સંગ સભા થી દુર હતો અને તેની અસર થોડી તો થોડી પણ જરૂર થઇ…..આથી ઉત્કંઠા હતી કે કયારે રવિસભા આવે અને ક્યારે એનો લાભ મળે…..જગત ની ભ્રાન્તિઓ માં જીવ જે સોરાઇ ગયો હતો તેને શાતા મળે તે માટે રવીસભાનું અમૃત અનિવાર્ય હતું…..આથી આજે સમય પહેલા સભામાં પહોંચી જવામાં આવ્યું.

સર્વપ્રથમ શ્રીહરિ ના- જીવ ને શીતળતા બક્ષતા અદ્ભુત દર્શન નો લાભ લેવામાં આવ્યો……ચાલો તમે પણ લો…..

pixlr_20180603172150606

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય દ્વારા થઇ અને ત્યારબાદ અદ્ભુત કીર્તનો ની રમઝટ શરુ થઇ…સમગ્ર સભા ડોલી ઉઠી…….એ કીર્તન હતા……

  • સ્વામિનારાયણ નામ…વ્હાલું લાગે……નિષ્કુળાનંદ સ્વામી
  • મારે લગની લાગી છે ઘનશ્યામ ની રે…….પ્રેમાનંદ સ્વામી
  • અલબેલાજી મારે ઓરડે રે ….બ્રહ્માનંદ સ્વામી
  • થઇ રહ્યો છે જય જયકાર………અખંડાનંદ સ્વામી

અદ્ભુત કીર્તન……! યુવકો નો કર્ણપ્રિય અવાજ…કીર્તન ના હૃદયસ્પર્શી શબ્દો હજુ મારા મન માં ગુંજે છે……! ત્યારબાદ – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૨૭/૦૫/૨૦૧૮ ના -રાજકોટ ખાતે ના વિચરણ ના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો…સાથે સાથે આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાની અને ગુરુહરિ મહંત સ્વામી ની હાજરી માં યોજાયેલા માનવ ઉત્કર્ષ સમારોહ- સભાના દર્શન નો પણ લાભ મળ્યો….જે નીચેની લીંક પર થી જોઈ શકાશે……..

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા -વચનામૃત ના ગઢડા પ્રથમ ૩૩ પર આધારિત અદ્ભુત પ્રવચન થયું………જોઈએ સારાંશ………

  • ભગવાન ના દ્રઢ આશરા માં બધા જ સાધન આવી જાય છે…….અને આ દ્રઢ આશરો- મૂઢ પણું અર્થાત વિજાપુર ના વજીબા ની જેમ અતિ દ્રઢ શ્રદ્ધા ભાવે ભગવાન માં જોડાઈને; પ્રીતિ એ કરીને- ગોપીઓ ને શ્રીકૃષ્ણ ભગવાન માં પ્રીતિ હતી તેમ; અને સમજણ ભાવે અર્થાત- મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ માં સ્વરૂપ નિષ્ઠા ની સમજણ હતી તેમ- ત્રણ પ્રકારે થાય…..
  • આપણ ને આવો દ્રઢ આશરો થતો નથી કારણ કે આપણો જીવ જગત ના વિષયોમાં બંધાયેલો  છે……અને આપણે કેવા સત્સંગી છીએ -એ વચનામૃત વાંચીએ તો સમજાય……..અને જ્યાં સુધી મનધારી અપેક્ષાઓ રહેશે ત્યાં સુધી સંશય હટશે નહિ……દ્રઢ આશરો થશે નહિ……
  • પરમહંસો ને શ્રીજી એ ૧૦૮ અતિ કઠીન પ્રકરણ માં થી પસાર કર્યા છતાં એ ડગ્યા નહિ……આપણે પણ આવી જ દ્રઢ નિષ્ઠા…આશરો કેળવવા નો છે……..દ્રઢ આશરો ન હોય તે સાચો સત્સંગી કહેવાય જ નહિ…..સાચા ભક્ત ની નિશાની- એ ભગવાન માં દ્રઢ આશરો જ છે……..
  • જીવનમાં alignment ની જરૂર છે…..સ્થિરતા…મનમેળ ની જરૂર છે………એ હશે તો દ્રઢ આશરો કરવામાં મુશ્કેલી નહિ પડે………આજ્ઞા અને ઉપાસના એ બે મુખ્ય alignment છે………ભગવાન અને સંત  સ્વરૂપ યથાર્થ ઓળખાય એ મોટુ alignment છે………..
  • જો આ થશે તો જ ભગવાન માં દ્રઢ આશરો થશે…..જીવ આડે અવળે નહિ જોડાય…….માન અપમાન માં – વિપરીત દેશકાળ માં પણ સ્થિર રહેશે………નિયમ ધર્મ સહેજે પળાશે………યોગીબાપા તો  નિયમ ધર્મ ના દ્રઢ પાલન ને જ -ભગવાન નો આશરો કહેતા…….

અદ્ભુત…..અદ્ભુત….! જો ભગવાન નો આશરો દ્રઢ હશે તો અન્ય સાધનો ની ખોટ વચ્ચે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાશે……….!

અને એ જ વિષય પર પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના ટૂંકા આશીર્વચન માં કહ્યું કે- વચનામૃત એ સાક્ષાત શ્રીજી નું સ્વરૂપ છે…..અને આપણા જીવન ના સઘળા પ્રશ્નો ના ઉત્તર પણ તેમાં થી મળે છે…….દ્રઢ આશરો એટલે કે દ્રઢ નિશ્ચય…….નિયમ ધર્મ ની દ્રઢતા અને સમજણ નો સત્સંગ એટલે કે- સ્વયમ ગુણાતીતાનંદ સ્વામી એ કરેલો સત્સંગ…કારણ કે- એ એક જ હતા કે- જેમણે શ્રીજી ના સ્વરૂપ ને યથાર્થ ઓળખ્યું……એનો મહિમા છડેચોક ગાયો અને જીવમાત્ર સુધી એ સર્વોપરી જ્ઞાન પહોંચાડ્યું….! પ્રગટ સત્પુરુષ નું બળ…..એમના વચન માં દ્રઢ વિશ્વાસ- આપણો આશરો દ્રઢ કરે છે અને સાથે સાથે આપણા સદગ્રંથો નું વાંચન પણ એમાં મદદ કરે છે…….! માટે મન કર્મ વચને સત્પુરુષ ને રાજી કરી લેવા…..એમનો દ્રઢ આશ્રય કરી લેવો……

ખરેખર જીવન માં જો આટલું યે દ્રઢ થાય તો પણ કશું કરવાનું બાકી ન રહે……..

સભાને અંતે- સાબરમતી વિસ્તાર માં પુ.વિવેક્મુની સ્વામી દ્વારા થનારી ગ્રીષ્મ પારાયણ વિષે જાહેરાત થઇ…..વધુ માહિતી માટે- ડી કેબીન માં આવેલા સંસ્કારધામ નો સંપર્ક કરવો…….

તો- આજની સભા- સર્વે કલ્યાણ ના સાધન નું એક જ સાધન એવા- ભગવાન અને મોટા પુરુષ ના દ્રઢ આશરા – પર હતી…….આપણા તો મોટા ભાગ્ય કે- માથે અખંડ ધણી બેઠા છે……..બસ એક એમનો આશરો – કોઈ પણ દેશકાળ માં વિચલિત કે- લોભાયા વગર કરવા નો છે………! એ જે કરશે એ સારા માટે જ હશે….! એમ વિચારી નિર્ભય થાવું…….

જય સ્વામિનારાયણ……………સદાયે…”પ્રથમ શ્રી હરિ ને રે……”

રાજ