Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS પ્રાગજી ભક્ત પ્રાગટ્યોત્સવ સભા-24/03/24

આજે અમદાવાદ નું શાહીબાગ મંદિર હરિભક્તો ના અભૂતપૂર્વ મહેરામણ થી ઉભરાતું હતું……કારણ…પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત નો ભવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાવવા નો હતો…….ભારે ભીડ ને લીધે ઠાકોરજી ના દર્શન બંધ હતા….ઉપર અને નીચેનો ..એમ બંને હોલ 4 વાગ્યા થી જ ભરાઈ ગયા હતા….પાર્કિંગસ બધા ફૂલ થઈ ગયા હતા…મારે પણ મંદિર ના પ્રાંગણ માં ગેટ પાસે બેસવું પડ્યું અને સભા ને સ્ક્રીન પર જ નિહાળવા માં આવી……ચાલો આજના હોળી ઉત્સવ ના પ્રસંગે ઠાકોરજી ના દર્શન કરીએ…..

સભાની શરૂઆત ધૂન અને પ્રાર્થના થી થઈ….એક કીર્તન “કરું વંદના પ્રાગજી ભક્ત ને…” યુવકો દ્વારા રજૂ થયું… પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભગતજી મહારાજ ના મહિમા નું “માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……એક ગૃહસ્થ દ્વારા પોતાના દેહ ને સ્વામી ની આજ્ઞા એ કૃષ્ણાર્પણ કરી ને…બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ની આ ઘટના આપણા ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. જીવ સંસાર માં હોય કે ત્યાગશ્રમ માં….જો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના વચન માં યથાર્થ જોડાઈ જાય તો બેડો પાર થઈ જાય……બ્રહ્મ સંગે બ્રહ્મ થઈ જાય….!!! આપણે સંસારીઓ માટે તો ભગતજી મહારાજ નું સમગ્ર જીવન જ એક પ્રેરણા છે…….એ પછી યુવક મિત્રો દ્વારા ” હોરી આઈ રે…આઈ રે……” પ્રેમાનંદ સ્વામી રચિત રંગભીનું પદ રજૂ થયું….અને મનોચક્ષુ સમક્ષ એજ કેસર ભીનો શ્યામ અને એના સંતો હરિભક્તો સાથે ની એ ગુલાલ અબીલ કેસુડો …કેસર ની હોળી …ફુલદોલ ઉત્સવ નો રંગીન મિજાજ છવાઈ ગયો…..શ્રીજી ની એ મૂર્તિ કેવી હશે…!!!! આ હરિ રંગ તો જીવ ને ચડવો જ જોઈએ ….કે જેથી જન્મોજન્મ સુધી ઉતરે જ નહીં….!!! માટે જ ભગતજી મહારાજ ની જેમ ભગવાન પાસે આ જીવ ને ચડે એવો રંગ માંગવો……!

એ પછી યુવકો દ્વારા ભગતજી મહારાજ ના જીવન દર્શન..વિવિધ ગુણો  ની ઝાંખી કરાવતું એક નૃત્ય -વિડીયો સંવાદ અને પછી સંતો દ્વારા પ્રસંગ કથન….એ રજુઆત રૂપે કાર્યક્રમ  રજુ થયો.

એ પછી અલગ અલગ  સંતો દ્વારા ભગતજી મહારાજ ના જીવન અને ગુણો પર ટૂંકા વક્તવ્ય-વિડીયો સંવાદ રજૂ થયા….ભગતજી મહારાજ ના દિવ્ય ગુણો- બાળ ચરિત્ર, સેવા,જ્ઞાન ની સ્થિતિ, અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના એવા જ ગુણો નું પણ દર્શન વક્તવ્ય દ્વારા રજૂ થયું….( સ્થળ મર્યાદા ને લીધે પ્રવચન ના અંશ રજૂ કરી શકાયા નથી…ક્ષમા કરશો જી..)

અદભુત…અદભુત…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ..)- 1955માં ગોંડલ ખાતે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર છપાયું ત્યારે જે કાગળ એમાં વપરાયા હતા તે કાગળ ને અક્ષરદેરી માં પૂજન માટે યોગીબાપા એ મુકાવેલા. આ એક આદર્શ ભક્ત નું ચરિત્ર છે જેની કથા યોગીજી મહારાજ વારેઘડીએ કરાવતા…..ભગતજી મહારાજ માટે ગુણાતીત સ્વામી નું એક એક વચન…એક એક ક્રિયા દિવ્ય હતી…બ્રહ્મરૂપ હતી…..ભગતજી સાવ સામાન્ય હરિભક્ત હતા…સ્વામી ના મહિમા પ્રવર્તન કાજે અસહ્ય અપમાનો …તિરસ્કાર સહન કર્યા…..વિમુખ થયા..છતાં સ્વામી નો મહિમા ગાવા નું છોડ્યું નહીં….આપણે દાસભાવે..નિર્માની ભાવે સત્સંગ કરવા નો છે..જેથી અપમાનો થાય તો ડગી ન જવાય……મહારાજ સ્વામી ને પ્રાર્થના કરવા ની કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય તો છતે દેહે અક્ષરધામ નું સુખ આવે…..

પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી એ ક્ષણ આવી ગઈ…..સતપુરુષ નું આગમન થયું અને સમગ્ર હરિભક્ત ગણ ઉત્સાહ માં આવી ગયો…..હોળી ના રંગો એ દર્શન થી અંતર માં છવાઈ ગયા….ફુલદોલ ઉજવાઈ ગયો…અંતર શાંત થઈ ગયું….!!…બસ…સત્સંગ ના રંગે…મહારાજ સ્વામી ના રંગે આ જીવ હમેંશા રંગાયેલો રહે એટલે જીવ ની અનંત યાત્રા સફળ….!!!

પછી તો વિડીયો દ્વારા એ અખંડ ફુલદોલ ઉત્સવ સુખ ની સ્મૃતિ તાજી થઈ…….સમગ્ર ભક્ત ગણ એ ઉત્સાહ માં ડોલી ઉઠ્યા….બાપા એ બધાને દર્શન આપ્યા….આરતી કરી અને આજની સભા સફળ કરી દીધી…..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો 9 મો ભાગ પ્રગટ થયો…એનું લોકાર્પણ બાપા એ કર્યું. બાપા એ આશીર્વાદ આપતા કહ્યું કે (સારાંશ) —ભગતજી મહારાજ સર્વે ગુણો માં આદર્શ હતા…..અનેક અપમાનો સહન કર્યા છતાં ડગ્યા નથી…સ્વામી ની જીભ વળી તેમ તેમનો દેહ વળ્યો…. સ્વામી નું અખંડ અનુસંધાન….બધા હરિભક્તો ને બ્રહ્મ ની મૂર્તિ માનતા….શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે સત્પુરુષ આ પૃથ્વી પર થી કદી જાતા જ નથી….સત્પુરુષ આજે પણ પ્રગટ છે…!!…આપણે પણ આ જ કરવાનું છે…….આમ, બાપા એ સ્વયં સત્પુરુષ ના ચિરંજીવી પણા ની વાત કહી…..!!!! આપણા મોટા ભાગ્ય….!!

બાપા એ વિવિધ પુષ્પો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની સાથે ફુલદોલ નો ઉત્સવ મનાવ્યો….તો પૂ.ઇશ્વરચરણ સ્વામી એ સ્વામીશ્રી ને ફૂલો થી વધાવ્યા…..!!

આજની સભા ભગતજી મહારાજ અને એમના જ પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ને સમર્પિત હતી. એમને શ્રીજી નો જેવો રંગ લાગ્યો છે….એવો જ શાશ્વત રંગ આપણ ને લાગે એટલે આ જન્મારો સફળ…..

સૌ સદાય આ રંગ ને તાજો રાખજો…….આ અક્ષર રંગ છે…..આમ સહજ ઉતરે તેમ નથી…..

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


1 Comment

BAPS બાળ પારાયણ રવિસભા- ૧૫/૦૯/૨૦૧૯

વચનામૃત એ તો અમૃત છે…જીવન ના પ્રત્યેક પ્રશ્ર્ન નુ સમાધાન એમાં છે……

——————–

બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ

છેલ્લી 2-3 રવિસભા માં હાજર ન રહી શક્યો, તેનો રંજ જીવ માં હતો આથી સમય થી પહેલાં જ ( સવારે શાહીબાગ મંદિરે જ હતો) મંદિરે આવી ગયો….. આ વખતે શ્રીજી ખૂબ વરસ્યા અને હજુ વરસશે….પણ અમદાવાદીઓ માટે છેલ્લાં બે ત્રણ દિવસ વાદળ ભર્યા કોરા કોરા જ છે…..જે હોય તેં, હરિ કરશે એ સારુ જ હશે…!!

સભા ની શરૂઆત કેસર ભીના શ્યામ નાં મનમોહક કેસર થી…….

અદ્ભૂત દર્શન……!!!

સભા ની શરૂઆત બાળકો નાં કર્ણ પ્રિય સ્વરે સ્વામિનારાયણ ધૂન થી થઈ……ત્યારબાદ પ્રાર્થના ” જય અક્ષર પુરુષોત્તમ પ્યારા…..” રજુ થઈ….ત્યાર બાદ બાળકો એ વચનામૃત ના લહિયા સદ્ગુરુ સંતો નિત્યાનંદ સ્વામી, શુકાનંદ, મુક્તાનંદ અને ગોપાળાનંદ સ્વામી નો વેશ ધારણ કરી વચનામૃત પર પ્રસ્તુતિ શરુ કરી…..

એ પછી બાળકો એ કાઠી દરબારો નો વેશ રજુ કરી, વચનામૃત ની રચના નો માહોલ રજુ કર્યો……એ સમયે જેમ શ્રીજી બોલે ને સંતો લખતા જાય….એ કેટલુ કઠિન હશે…..એ વિચારવા જેવુ છે…!!

ત્યાર બાદ બાળકો એ વચનામૃત ના મહિમા ના પદ ગવડાવ્યા…જેને સભાજનો એ ઝીલ્યા…..અને વચનામૃત મહિમા દ્વિ શતાબ્દી ઉત્સવ પ્રસંગે બાળકો એ નૃત્ય રજુ કર્યુ…..!!

ત્યારબાદ વચનામૃત ના લહિયા સંતો નુ પાત્ર ભજવતા બાળકો એ વચનામૃત વિશે- દસ વરસ ની રચના….વચનામૃત ની કુલ સંખ્યા….વચનામૃત કહેતી સમયે શ્રીજી મહારાજ નો પહેરવેશ…એ સમય, માહોલ, વાાર તિથી, સામે કોણ બેઠુ છે….તે સર્વે નુ વર્ણન વગેરે ની વાત બાળકો એ કહી….

અન્ય એક બાળકે વિવિધ વચનામૃત ના સંદર્ભ આપી , વચનામૃત માં લિખિત ભગવાન ના સ્વરુપ, મહિમા નુ વર્ણન કર્યુ…જેને સભાએ ઝીલ્યુ….

ત્યારબાદ બાળકો દ્વારા, શ્રીજી ની સર્વોપરિતા, સર્વ કર્તા હર્તા પણુ દર્શાવતુ એક પદ રજુ કર્યુ

ત્યાર બાદ શિશુ મંડળ ના ત્રણ બાળકો એ જ વાત રજુ કરી …..આટલી નાની ઉંમરે આવી અઘરી વાતો મોંઢે બોલવી….એ કંઇ બચ્ચો કા ખેલ નહીં હૈ…… 😉 .ખરેખર આ તો પુર્વ ના મુક્ત જ છે…..તો જ આ શક્ય બને…!!!

ત્યારબાદ….નૃત્ય સંવાદ દ્વારા ગઢડા અને દાદા ખાચર ની ભક્તિ….મહિમા રજુ થયો…..ખરેખર, દાદા ખાચર ની ભક્તિ અતુલ્ય છે…પોતાનુ સર્વસ્વ શ્રીહરિ ને સમર્પિત કરી દીધુ…..

ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન ના શુરવીર હરિભક્ત ગલુજી ના ચરિત્ર આધારિત એક સંવાદ રજુ થયો…..શ્રીજી ના એક પત્ર ને આધારે, ગલુજી ઉભો પાક છોડી…..આજ્ઞા મુજબ સર્વ ઘરવખરી લઇ….પોતાની માતા ની રજા લઇ વડતાલ ઉપડી ગયા….ઘરે ધાડપાડુ ઓ ત્રાટક્યા તો કંઇ ન મળ્યુ…..શ્રીજી એ ગલુજી ની ગેર હાજરી માં એમના ઘર ની…એમની રક્ષા કરી….!!….અદ્ભુત પ્રસંગ……ભગવાન સદાયે પોતાના ભક્ત ની રક્ષામાં જ હોય છે…બસ, દ્રઢ આશરો રાખવો પડે…!!

ત્યારબાદ એક બાળકે, શ્રીજી ની આજ્ઞા માં દ્રઢ પણે રહેવા ની વાત કરી…જેને સભા એ ઝીલી….ખરેખર, ભગવાન અને મોટા પુરુષ ના રાજીપા નો માર્ગ આ જ છે….

આ જ વિષય પર એક નૃત્યગીત રજુ થયુ….સમાજ ના આધાર રુપ સાધુ સંત છે…..જે સમાજ ના સંસ્કાર, સારા ગુણ જાળવી રાખે છે…લોકો ને સન્માર્ગે વાળે છે…..માટે જ સાચા સંત એ પરમ સુખ રુપ છે…..અને આપણા તો મોટા ભાગ્ય કે આવા બ્રહ્મ રુપ સંત સાક્ષાત મહંત સ્વામી રુપે મળ્યા છે……એમની આજ્ઞામાં રહી એ તો બધુ સારુ જ થાય…..જીવ શિવ થાય…પરમ પદ ને પામે…!

અદ્ભુત પારાયણ….!! આટલી નાની ઉંમરે આવી ગહન વાતો આ સત્સંગમાં જ શક્ય છે……!!

ત્યારબાદ લગભગ ૨ માસથી વિદેશ વિચરણ નો લાભ આપી પરત પધારેલા પુ.ઇશ્ર્વરચરણ સ્વામી નુ, સ્વાગત પુ. સત્સંગીજીવન સ્વામી એ કર્યુ. ગત સમય માં યોજાયેલી બાળ સત્સંગ પરીક્ષા- સત્સંગ વિહાર માં ઉતીર્ણ થયેલા બાળ બાલિકા ઓનુ જાહેર માં સન્માન થયુ….સર્વ ને ખુબ ખુબ અભિનંદન….!!

પુ.ઇશ્ર્વર ચરણ સ્વામી એ પોતાના આશ્ીરવચન માં કહ્યુ કે…..આ વચનામૃત નો મહિમા અદ્ભુત રીતે રજુ કરનાર સમગ્ર બાળકોને ખુબ ખુબ અભિનંદન છે…..આપણે ખુબ ભાગ્યશાળી છીએ કે આવો સર્વોપરી ગ્રંથ આપણ ને મળ્યો. વિદેશ ના નિષ્ણાત પણ વચનામૃત ની ઝીણવટ ભરી માહિતી…ગહન તત્વજ્ઞાન સહજ શબ્દોમાં…જેવી લાક્ષણિક્તા થી પ્રભાવિત થયા….! આજે સમગ્ર શાસ્ત્રો ના સારરુપ આવા ગ્રંથ નુ અધ્યયન સ્ત્રી પુરુષ…અભણ ભણેલા બધા કરે છે…જીવન ને સફળ કરે છે….એ અતુલ્ય છે….માટે જ ગુણાતીત પુરુષો એ વચનામૃત ના નિત્ય અભ્યાસ નો આગ્રહ રાખ્યો છે…કર્યો છે….! મહંત સ્વામી મહારાજ સમગ્ર વચનામૃત ને “સર્વમાં દિવ્ય ભાવ” શબ્દ માં વર્ણવે છે…..આફ્રિકા માં સ્વામી એ “દિવ્યમ” નામની મોટી શિબીર કરી…..! અદ્ભુત…અદ્ભુત….!! વચનામૃત નો નિત્ય અભ્યાસ કરવો…..

જાહેરાત થઇ કે – આવતી સભા પ્રગટ ગુરુહરિ ના જન્મ જયંતિ ની સભા છે….

આજની સભા બાળકો ની હતી…..જન્મ થી જ વચનામૃત જીવમાં દ્રઢ થાય અને જીવન અમૃત સમાન બને …..એ માટે હતી…..

સત્સંગ આ જ છે……સત્પુરુષ…શાસ્ત્ર….થકી જીવ ને શિવ કરવો…..અને પુરુષોત્તમ ની ભક્તિ કરવી….

જય સ્વામિનારાયણ…….

સદાયે….પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ…


Leave a comment

BAPS રવિસભા-૨૪/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદ્રષ્ટિ કરીને બોલતા હવા જે,

“ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી ……અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે…….

માટે

જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રિઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી……
અને ભગવાનની ભક્તિ કરતાં થકાં કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂરખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય,’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે……. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે; ……..જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળાં કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાંખે છે…… એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે.….

…..અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચઢતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં……. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહીં…….. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહીં અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

——————————–

વચનામૃત ગઢડા અંત્ય-૬

ભક્તિ કરવી …સત્સંગ કરવો તો કેવળ પોતાના જીવ ને કલ્યાણ ને અર્થે જ કરવો…કારણ કે જીવ જે અનંત જન્મો થી જન્મ મરણ નાં ચક્ર માં ફરે છે તેનો મોક્ષ…મુક્તિ કેવળ સત્સંગ થી જ થાશે….અને આનાથી મોટી પ્રાપ્તિ કઈ હોઇ શકે?? જગત નાં કહેવાતા સુખો કેવળ દુખ જ…બંધન જ લાવે છે….માટે જ શ્રીજી અહી ડંકા ની ચોંટે મુક્તિ નો મારગ કહે છે…..આજની સભા એનાં પર જ હતી…

ધોમધખતા તડકા વચ્ચે પણ જો જીવ ને શીતળતા નો અનુભવ કરાવતું કોઈ હોય તો તેં સત્સંગ છે….તેં ભક્તિ છે…..

એવાં જ શીતળ …જીવ ને ઠંડક આપતાં દર્શન એટ્લે મારા વ્હાલા નાં દર્શન…….પુનઃ ઘનશ્યામ મહારાજ નાં દર્શન કરો તો આ આંખો ધન્ય થઈ જાય તેવો અદ્ભૂત શણગાર હતો…..

સભા ની શરૂઆત યુવકો દ્રારા ધૂન થી થઈ…. અદ્ભૂત ધૂન….! ત્યારબાદ પુ. ધર્મપ્રકાશ સ્વામી એ સ્વરચિત એક પદ- રાજસ્થાની ઢાળ માં, સારંગપુર મહાતીર્થ સ્થાને ઉજવયેલ ફૂલો ની હોળી પર ” સ્વામી હોળી ખેંલાવે…. સ્વામી હોળી ખેંલાવે…” કીર્તન રજુ કર્યું…..એ અદ્ભૂત ફૂલદૌલ નો માહોલ નજર સમક્ષ ખડો થઈ ગયો….!!! હૈયું….જાણે કે હજુ પણ યે જ ફૂલદૌલ ના રંગે રંગાયેલું છે…જે આજીવન રંગાયેલું જ રહેશે……કૈસરભિનો શ્યામ રંગ જીવ પર થી ઊતરે એમ નથી જ…! ત્યારબાદ એક યુવકે પ્રેમાનંદ સ્વામી નું પ્રેમ ભીનું ” રંગ કી ધૂમ મચાઇ રે…રંગ ભીને સાવરે….” પદ રજુ કર્યું અને હૈયા ની લાગણી ઉભરાઈ આવી….હૃદય માં કેસર છવાઈ ગયુ…! ત્યારબાદ એક અન્ય યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત” હોરી આઇ શ્યામ બિહારી…..” રજુ કર્યું……એ જ રંગ…એ જ શ્રીજી…નજર સમક્ષ છવાઈ ગયા….! વિચારો…એ સમયે શુ માહોલ હશે…?? ઉત્તર…સારંગપુર નો …અક્ષરબ્રહ્મ ની હાજરી માં ઉજવાતો ફૂલદૌલ છે….સમય બદલાયો છે, પણ રંગ એ જ છે….શ્રીજી એ જ પ્રગટ પ્રમાણ છે…!!! જે જીવ માં થી એકપલ પણ વિસરાય તેમ નથી….

ત્યારબાદ સારંગપુર ખાતે સ્વામીશ્રી એ 18-20 માર્ચ દરમિયાન વિચરણ અને ઉજવેલ શ્રી ભગતજી મહારાજ જયંતિ ઉત્સવ નાં દિવ્ય વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જેનો લાભ નીચે ની લિંક પર થી મળી શકશે….

અદ્ભૂત દર્શન…..!

ત્યારબાદ પુ. નિર્મલ ચરિત સ્વામી એ ગુણાતીત નાં ગુણ અને મહિમા પર અદ્ભૂત પ્રસંગ પ્રવચન કર્યું…જોઈએ સારાંશ માત્ર..

  • ગ.પ્ર.૭૫ વચનામૃત માં એકાંતિક ભક્ત ની વ્યાખ્યા કરી છે…એ જ એકાંતિક ભક્તિ…પરિપૂર્ણ નિશ્ચય…સ્થિતપ્રજ્ઞ નો ગુણ આપણાં ગુણાતીત ગુરુઓ માં દેખાય છે..
  • એમણે દેહ નો અનાદર….દેહ નું કૃષ્ણારપણ કર્યું છે…માટે જ એ સર્વ મંગલ છે…પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને આપેલું વચન, પ્રમુખ સ્વામી એ છેલ્લાં શ્વાસ સુધી નિભાવ્યું…
  • કેવળ હરિભક્તો ને રાજી કરવા, મોટી ઉંમરે પણ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીએ અતિ કઠીન વિચરણ કર્યું છે….જેનાં તોલે કદાચ કોઈ ન આવે….

સતપુરૂશ નો આ દાખડો…મહિમા સમજાય તો આપણો બેડો પાર થઈ જાય….ત્યારબાદ યુવકો એ ” મન માન કર્યું તેં તારું….તેં કામ બગાડ્યૂ તારું…” જગદીશાનંદ સ્વામી રચિત પદ રજુ કર્યું….

ત્યારબાદ ગઢડા અંત્ય ૬ પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ પુ. વિવેક જીવન સ્વામી જેવા વિદ્વાન સંતે આપ્યો…..જેનો સારાંશ માત્ર જ આપણે અહી જોઈશું…..

  • વચનામૃત શ્રીજી નું સ્વરુપ છે…મોક્ષનું કારણ છે…તેનો નિત્ય અભ્યાસ…અનિવાર્ય છે, જેથી આ પરા વિદ્યા અન્ય ને સરળ ભાષા માં કહી શકાય…
  • સ્વભાવ ટાળી ને સેવા કરવી…ભક્તિ કરવી…જો એમ ન થાય તો …પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે સ્વભાવ સાથે પણ સેવા ચાલુ રાખવી…કાળ ક્રમે અંતરદ્રષ્ટિ થાશે..સ્વભાવ છૂટશે અને ભક્તિ શુદ્ધ થાશે.
  • ઈર્ષા …ઝેર છે, અંતર માં એ હોય તો સંસાર હોય કે સત્સંગ….સુખ જ ન આવે…માટે આ સ્વભાવ દોષ ઓળખી રાખવો…શ્રીજી ને સતપુરૂશ ને આ સ્વભાવ ગમતો જ નથી…. જીવા ખાચર(ગઢડા) એ ઈર્ષા નું ઉદાહરણ છે….
  • જીવ અને મન ની મિત્રતા છે….જીવ સદગુણી હશે તો મન ને કાબુ માં કરી શકશે….માટે જ જીવ ને મન થી વધું બળવાન કરવું….સત્વઃગુણી કરવું..
  • જીવ ને બળવાન કરવા નો માર્ગ સત્સંગ છે….સતપુરૂશ નો દૃઢ આશરો છે…એમનાં આપેલા નિયમ ધર્મ નું દૃઢ પાલન છે….અને એનાં આધારે જીવ બળિયો થાશે તો મોક્ષ માર્ગે સહજ જ ચાલશે….

અદ્ભૂત…..અદ્ભૂત…!

સભાને અંતે પુ. બ્રહ્મ વિહારી સ્વામી એ અગત્ય ની સુચના આપતાં કહ્યુ કે આજકાલ ની સામાજિક , રાજકીય પરિસ્થિતિ ને ધ્યાન માં લેતા…પોલીસ અને સરકાર ની સુચના મુજબ દરેક મંદીર ની…અને ખાસ તો અમદાવાદ નાં દરેક મંદીર ની…શાહીબાગ મંદિરની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ કરવા માં આવી છે…..તમામ હરિભક્તો એ સહકાર અવશ્ય આપવો……ભીડ ન કરવી…અજાણી વસ્તુ… અજાણ્યા વ્યક્તિ પર નજર રાખવી….મંદીર ને જણાવવું…

તો આજની સભા…જીવ ને સત્વ ગુણી કરી, મન પર વિજય પ્રાપ્ત કરવા ની હતી…છેવટે જીવ નું કલ્યાણ આમાં જ છે….

સમજતા રહો…..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

આજકાલ-૧૮/૦૬/૨૦૧૫

મેઘરાજા મધ્ધમ ગતિ થી પોતાનું સામ્રાજ્ય પુનઃ સ્થાપિત કરી રહ્યા છે પણ જનમાત્ર  ને ગરમી-ઉકળાટ થી એટલો બધો આરામ નથી મળ્યો…..એક વાર વરસાદી માહોલ બરાબર જામી જાય પછી રાહત ની અપેક્ષા  રાખી શકાય………તો શું ચાલે છે આજકાલ???

  • પપ્પા ની તબિયત સુધારા પર જણાઈ રહી છે પણ પૂર્વવત સ્થિતિ ક્યારે આવશે???? કઈ પણ કહેવું અશક્ય છે……….બસ મમ્મી ની રાત દિન ની સેવા..અમારા બધા નો સહકાર અને ભગવાન ને અખંડ પ્રાર્થના – એનું ફળ ..બતાવી રહી છે………….
  • નોકરી ધંધા માં આજકાલ કોઈ નવાજુની નથી એટલે -દેહ ના કલ્યાણ કરતા જીવ નું કલ્યાણ આજકાલ ભરપુર થઇ રહ્યું છે………..સત્સંગ માં વધુ સમય જઈરહ્યો છે અને હરપળ કૈંક નવું જાણવા નું..શીખવા નું મળી રહ્યું છે…………શ્રીજી આઠો જામ વરસી રહ્યો છે…….!!! એટલે જીવ રાજી છે પણ સંસાર માં સ્વાભાવિક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે- નવી ઇનિંગ ની શરૂઆત ક્યારે????? …..આવું ક્યાં સુધી ચાલશે???? ઉત્તર મારી પાસે નથી…..પણ હા….જોમ-જુસ્સો-કર્મ કરવા ની શક્તિ શ્રીજી એ આપી છે- તેનો ઉપયોગ કરીશ…એટલે એ ચાલુ જ રહેશે……..બાકી બધું એને હવાલે જ છે….એટલે અંદર થી હું નિશ્ચિંત છું……બહાર થી ચિંતિત..!! 🙂 …ઘરવાળા ને લોક વ્યવહાર…જવાબદારીઓ ની પડી છે ..’ને મને હરિની..શ્રીહરિ ની…….!!!! આ બધું સચવાય તો જ મજા આવે..!
  • આપણા મોદી…લંડન ના “મોદી” થી ફસાયા છે……..!! મને સમજાતું નથી કે- રાજનેતાઓ…..જાહેર જીવન માં બેઠેલા લોકો -આવી ભૂલો કેમ કરે છે??? અને વિપક્ષ ને તો ધંધો જ આ છે……………નાની -સીધી વાત ને- ટેડી કરવી અને મોટી કરવી…..લોકો નું જે થવું હોય તે થાય..!
  • મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ પાસે- જુનાગઢ-કચ્છ ની કેસર કેરી નું સીધું વેચાણ- ખેડૂતો દ્વારા થઇ રહ્યું છે………….કેરી-ફળ- મીઠાશ-સાઈઝ અદ્ભુત છે…….ભાવ થોડોક વધારે છે પણ વસુલ છે…………….આ વખતે- રોજેરોજ કેરી ખાવા નો લાભ મળી રહ્યો છે………….! મને કેરી અતિશય પ્રિય છે તો મારા દીકરા હરિ ને- એની મમ્મી ને કેરી ભાવતી જ નથી………….લ્યો કરો વાત..!! મનુષ્ય અવતારે કેરી ન ભાવે…એવું કઈ ચાલે???? એટલે એક લડાઈ..મારા વ્હાલા-મારી વ્હાલી  સાથે પણ…….!
  • આવતા અઠવાડિયે- શ્રીજી સ્વામી અને ગુરુ ની મરજી હશે તો- સારંગપુર જવાનું થશે…….સત્પુરુષ અને શ્રીજી ના દર્શન નો લાભ- અમને મળશે……હરિ માટે ખાસ…!! જોઈએ…….ઘરવાળી  ને કેવી અનુકુળતા આવે છે????

તો……યારો…………મુકો બધી આ પંચાત………..ટેન્શન………ચિંતાઓ………..કેરી ની મજા લો…!!!! આપણું સાચવવા વાળો – અલખ નો ધણી….જગત નો સર્વ  કર્તાહર્તા……..જગત નો નાથ પ્રગટ પ્રમાણ બેઠો છે………………પછી ફિકર કાહે કી???? બસ તમ તમારે કર્મ કરે રાખો…..!!!

રાજ


Leave a comment

કેરી……..૨૦૨૦

એક જમાનો હતો કે ઉનાળા ના પગરવ થાય….વેકેશન શરુ થાય અને અમારી”કેરી યાત્રા” શરુ થાય……! ગામ ની આજુબાજુ એક પણ આંબો એવો ન હોય કે અમે એની કેરીઓ લુંપકે-છુપકે -પાડી ને ખાધી ન હોય…..! મંગલ પૂરી બાવો બિચારો -આંબા ની નીચે જ ખાટલો નાખી ને ઊંઘતો અને એ વખતે અમારી ટોળકી ના પરાક્રમો થી એ માણસ-ધુઆં પુઆં થઇ જાતો…..અને ઇન્દ્રાસી ડેમ પર આવેલા સ્વીમીંગ પુલ સુધી સાયકલ લઇ ને જવાનું અને – ત્યાં ની આંબાવાડી માં થી કેરીઓ પાડી – એનું કચુંબર બનાવી ને ખાવાનું…! એક દમ મજ્જા ની લાઈફ…..!

મોંમાં પાણી આવી ગયું ને....!

તસ્વીર સ્ત્રોત- ગુગલ ઈમેજ

પણ હવે ખબર નથી પડતી કે શું થઇ ગયું છે??? ઘોળી ને ખાવાની દેશી કેરી….લુપ્ત થઇ ગઈ છે……( છેલ્લે બે વર્ષ પહેલા ગામડે જોઈ હતી..) કેસર કેરી..( એ પણ કાર્બાઈડ માં પકવેલી..) જોવા મળે છે…..પણ જે રીતે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે…..એમ જોતા લાગે છે કે – હવે રસ રોટલી માટે માઝા કે સ્લાઇસ -જેવા કૃત્રિમ પીણાઓ નો સહારો લેવો પડશે……પછી તો માઝા અને રોટલી…..સ્લાઇસ અને રોટલી……એંમ  કહેવાશે…( હે ભગવાન…..રીના બોલી…).!

તો ૨૦૨૦ માં કેરી ના શું હાલ હશે?

  • મોડીફાઈડ કેરીઓ મળશે- જે દેખાવ માં અસલી જેવી હશે પણ અંદર સ્લાઈસ કે માઝા જેવું ભરેલું હશે- તેને ઘોળવા ની અને “રસ” કાઢવાનો….અને છોકરાને કહેવાનું…..કે આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા આવું કંઇક હતું….
  • આંબા ઓ અને કેરીઓ લુપ્ત થઇ જાશે…..માત્ર મ્યુઝીયમ માં જ જોવા મળશે…..એ પણ એકદમ કડક સિક્યોરીટી વચ્ચે….જ !
  • કોઈ કેરી ખાતો કે કેરી જેવા દેખાતા પદાર્થો – સાથે દેખાય તો- ઇન્કમ ટેક્ષ વાળા ને જાણ કરવી પડશે….અને એ વ્યક્તિ ની આવક-સ્ત્રોત વિષે છણાવટ કરવી પડશે….
  • કેરી ની સુગંધ જેવા પરફ્યુમ – ઘરેઘર જોવા મળશે….કારણ? કમસેકમ સુગંધ તો મેળવી શકાય…..

ખેર…..છોડો એને…!  અને બે દિવસ પહેલા વરસાદ – કમોસમી વરસાદ પડ્યો – અને અસહ્ય મોંઘવારી થી ત્રસ્ત આમ જનો માટે…..” આમ” અર્થાત “કેરી” જોવાની- ઈચ્છા પણ નામશેષ થવા ની કગાર પર પહોંચી ગઈ…….! હું તો ટેન્શન માં આવી ગયો કારણ કે – શાસ્ત્રો માં કહ્યા મુજબ- “જેમ ચોરો ને દ્રવ્ય જેટલું પ્રિય છે….એટલા જ બધા ફળો માં મને કેરી પ્રિય છે….” તો મારી કેરી નું શું થશે????? એની ચિંતામાં મારી ઊંઘ હરામ થઇ ગઈ……( કેવા કેવા સ્વપ્ન જોયા હતા????) પણ રીના એ મને ભરોસો આપ્યો કે – હરિ ઈચ્છા બળવાન છે…….! અને થયું એવું જ- બીજા દિવસેવસ્ત્રાપુર આગળ – મને સામે થી જ – સુવર્ણ સમાન મોંઘી….પણ સુગંધમાં સામાન્ય કેરી ને પછાડે એવી- કેરી ડઝન ના ભાવે મળી……હરિ ની ઈચ્છા હતી આથી- સહર્ષ સ્વીકારી પણ જયારે ઘરે લાવવામાં આવી ત્યારે- રીના ને જવાબ આપવા આકરા લાગ્યા…..જુઓ સવાલ…..

  • કેરી? ક્યાંથી લાવ્યા????
  • કેટલાની છે? અને કોણે કહ્યું આ રત્નાગીરી હાફૂસ કેરી છે..??? બુદ્ધી નો છાંટો એ છે???? કોઈએ કહ્યું એટલે માની ગયા…..
  • સાવ કાચી છે…..એટલે રસ…..રસ નીકળશે- એ વાત ભૂલી જ જાઓ…….સમજ્યા????

મારા જવાબ…..

?????????????

પણ એ કેરીઓ – રત્નાગીરી હાફૂસ હતી કે નીલમ????? કોને ખબર???? ગુગલ પર તપાસ કરી- પણ ગૂંચવણ ઉલટા ની વધી ગઈ…….!

પછી- બધી ચિંતા છોડી વિચાર્યું…..- કેરી ખાઓ- કેરી……ચિંતા છોડો……શાસ્ત્રોમાં કહ્યા મુજબ- “શાણા માણસો – લક્ષ્મી સામે થી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા જતા નથી…..( અહી- કેરી -એ પણ સાચી -જ્યારે હાથમાં આવે ત્યારે – એ કેરી રત્નાગીરી છે કે નીલમ?..મીઠી છે કે ખાટી? એ ચિંતામાં પડ્યા વગર એને ક્યાંથી ખાવી? એમ વિચારે છે…)

તો કેરી ને માણો….મોંઘી તો મોંઘી…..! બે ખાતા હો તો એક ખાઓ…..પણ ખાઓ…..!

રાજ


Leave a comment

પ્રેમની એકસો વ્યાખ્યાઓ- ભાગ ૯

” યે સફર બહોત હૈ કઠીન મગર ..ન ઉદાસ હો મેરે હમસફર..” આજે મારે તમને એક સવાલ પૂછવો છે? તમે ક્યારેય એટલા બધા હતાશ થયા છો કે એ પળે તમને તમારી જીંદગી ડૂબતા જહાજ જેવી લાગી હોય?……મને તમારા “જહાજ” ની ખબર છે અને આથી જ આ જીવન આપણ ને રંગ-બે-રંગી લાગે છે…

” એક પળ જુઓ તો રાખ છે એ અને બીજી પળ કેસર…

જીવન તો આમ જ છે હમસફર,જો તને પડે ખબર”…..

અને જીવન ને સમજવા માટે મથવું પડે..નીચોઈ જવું પડે..સ્વપચને ઘેર વેચાવું પડે….અને ત્યારે સમજાય કે જીવન ને સમજવા માટે નો સરળ,ટૂંકો રસ્તો તો મેં અજમાવ્યો જ નથી….!!!! આ સરળ..ટૂંકો …મનગમતો રસ્તો એટલે કે પ્રેમ……તો શા કાજ તમે ભટકો છો…મારી સાથે ચલો…પ્રેમ ની સફરે…

પ્રેમની આગળની વ્યાખ્યાઓ…..

૮૧.એમના પળભરના વિયોગ ના કારણે ..સો સ્ક્વેર ફીટ નો રૂમ અચાનક જ હજાર સ્ક્વેર ફીટ નો થઇ જાય ,એવી પ્રતીતિ કરાવે એ પ્રેમ

૮૨.કોઈક પારકા ને ખાતર જમાના સાથે છેક સુધી લડી લેવા ની તૈયારી એટલે કે પ્રેમ

૮૩.જેની ગેરહાજરી મા જમાના ના સઘળા સુખ ફિક્કા લાગે ,એ તત્વ એટલે કે પ્રેમ…

૮૪.જીવન ને હકારત્મક જોવા માટેનો માઈક્રોસ્કોપ એટલે કે પ્રેમ

૮૫.હૃદયનો અર્ક એટલે કે પ્રેમ…

૮૬.દ્વેષરૂપી ઝેરનું મારણ એટલે કે પ્રેમ

૮૭.જ્ઞાનરૂપી હોડી ને સકારાત્મક દિશા મા દોરી જતો સઢ એટલે કે પ્રેમ..

૮૮. .શ્રી હરિ ને રીઝવવા નો એક માત્ર માર્ગ એટલે કે પ્રેમ…

૮૯.આત્માનું એલાર્મ-ક્લોક એટલે પ્રેમ…

૯૦.જે સહેલાઈ થી મળતું,મુશ્કેલી થી પરખાતું અને વહેંચવા થી વધતું ..એટલે કે પ્રેમ..

તો સફર જારી છે દોસ્તો…જામ-એ-“વ્યાખ્યા” બાકી છે…રાત બાકી છે અને જીવન…જીવનમાં શીખવાનું ઘણું બાકી છે….

રાજ