Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-12/05/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય….. તે ત્રણ વાનાં તે કયાં?

તો 1)    એક તો પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને

2)  બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દૃઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાંખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાંખે તોય પણ સંશય પડે નહીં; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને

3) ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.

……એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય……

———————-

વચનામૃત ગઢડા મધ્ય-61

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ….!!! ક્ષમા યાચના……! વિવિધ સાંસારિક કારણોસર સભા અને મારે છેટું પડી ગયું હતું….જે આજે પૂર્વવત થયું. સત્સંગ થી દુર રહેવા થી જીવ માં કૈક ખૂટતું હોય એમ લાગે છે અને કેમ ન લાગે??? આખરે જીવ નું સાચું પોષણ તો સત્સંગ જ કરે છે…બાકી બધી ક્રિયા ઓ તો દેહ અર્થે જ છે……તો ચાલો શરૂઆત મારા વ્હાલા ના મહામુલા….ચંદન ચર્ચિત…મોગરા ના ફૂલો થી આચ્છાદિત… શાંત શીતળ.. દર્શન થી…..

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ……એ પછી એક યુવકે કોરસ સાથે પ્રેમાનંદ સ્વામી રચિત ” ખમ્મા ખમ્મા ……” પદ રજૂ કર્યું…..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ખૂબ જ રસાળ પદ ” ફૂલ ની બાંધી રે પોંન્ચી ..” રજૂ કર્યું……અને ફૂલ આચ્છાદિત એ મનમોહન …મનોચક્ષુ સમક્ષ છવાઈ ગયો….અસહ્ય ગરમી વચ્ચે શ્રીજી મહારાજ ને જે મોગરા ના ફૂલ નો શણગાર કરવા માં આવે છે એ ખૂબ જ દર્શનીય હોય છે અને એના પર જ આધારિત સંપ્રદાય નું ખૂબ જ જાણીતું પદ ” મોગરા ના ફૂલ….શ્રીજી ને પ્યારા મોગરા ના ફૂલ…” કવિ માવદાન રચિત આ પદ  પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ભાવ ભર્યા સ્વરે રજૂ થયું…….અને આજની જ શ્રીજી ની મોગરા ફૂલ આચ્છાદિત મૂર્તિ સાક્ષાત દેખાણી….!! એ પછી યુવક મિત્ર જૈમીન ” આવો આવો ધર્મકુંવર અલબેલા….”સદગુરુ કૃષ્ણાનંદ રચિત પદ પ્રસ્તુત થયું…….! મહારાજ ની મૂર્તિ અને એની બારીકીઓ વિશે જે નંદ સંતો એ પદ રચ્યા છે એ કદાચ કોઈ એ રચ્યા નહીં હોય…..એ સમયે મહારાજ ની મૂર્તિ ના પ્રત્યક્ષ દર્શન અને એને શબ્દો માં ઢાળી ને રજૂ કરવા ની વિશિષ્ટ આવડત એ આપણા સંપ્રદાય ની મહામૂલી રીત છે……..અને આ પદો થી જ એ મરમાળી હરિકૃષ્ણ મૂર્તિ જીવ માં દ્રઢ થાય છે…..!! એટલે જ અહીં સત્સંગ જીવ નો સત્સંગ છે…..સહજ માં સમાધિ નું સુખ તે અહીંયા જોવા મળે….! એ પછી યુવક મિત્ર ધવલ દ્વારા ” તમે મીઠું બોલી ને મન લીધું રે…મીઠડા બોલાજી….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……..બાળપણ માં શ્રીજી મહારાજ દ્વારા પોતાના સેવક ને કહેલો…. એક નાનો અમથો લહેકો ….કવિ દલપતરામેં સાંભળ્યો હતો અને એ લહેકા ને…મીઠા અમૃત બોલ ને એ  આજીવન નહોતા ભૂલ્યા…તો વિચારો કે એ અમૃત વાણી કેવી હશે???? પુરુષોત્તમ ના બોલ કેવા હોય….એ વિચારો તો સમજાય કે એ સ્વરૂપ નું અખંડ સુખ કોને કહેવાય…!!

એ પછી પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના 6  મેં ના દિવ્ય વિચરણ ના દર્શન વિડીયો ના માધ્યમ થી થયા…..અદભુત દર્શન…!

એ પછી કોઠારી સ્વામી પૂ. ધર્મ તિલક સ્વામી દ્વારા વચનામૃત ગઢડા મધ્ય-61 પર આધારિત ” પાકા સત્સંગી કઇ રીતે થવાય…” વિષય પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર…

  • આ વચનામૃત….તથા ગઢડા મધ્ય-45..47 વગેરે વચનામૃત આપણા માટે દર્પણ સમાન છે……શ્રીજી મહારાજ પાકા સત્સંગી ની નિશાનીઓ…ઓળખાણ અહીં કરાવે છે…..
  • આ શુદ્ધ સત્સંગ છે ….સત એવા સત્પુરુષ નો સંગ….સંત સમાગમ….હરિ કથા અતિ દુર્લભ છે એમ તુલસી દાસે કહ્યું છે….ભગવાન માં જીવ જોડે…જીવ જોડવા પ્રેરે તેવા માતા પિતા….પુત્ર, સ્વજન….કદાચ અનંત પુણ્યએ મળે….પણ સાચા સંત નો સમાગમ તો અતિ દુર્લભ છે…..આવા સંત મળે તો એમનો સંગ કરી લેવો…..પ્રમુખ સ્વામી મહારાજ ની પણ સૌ હરિભક્તો આદર્શ..પાકા સત્સંગી બને તેવી અપેક્ષા છે…..
  • કાચા સત્સંગી રહીએ તો સત્સંગ નું યથાર્થ સુખ ન આવે…..ભલે ને વર્ષો જૂનો બાપ દાદા નો સત્સંગ હોય.!!!..શ્રીજી મહારાજે ધરમપુર ના કુશળ કુંવર બાઈ કહ્યું હતું કે અમારે હાથ થી છડેલા ચોખાની જેમ સર્વે ને અણી શુદ્ધ સત્સંગી કરવા છે…..આથી શ્રીજી ની શુ મરજી છે એ સમજી રાખવું…..બ્રહ્માનંદ સ્વામી …મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સાધુ ને પણ શ્રીજી એ ગુણબુદ્ધિ વાળા સત્સંગી કહ્યા હતા….અતિ નિષ્ઠાવાન..સેવાભાવી શિવલાલ શેઠ ને પણ એકવાર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું હતું કે તમારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ દેખાય છે…..!!! કેમ…??? એનો ઉત્તર ઉપર ના વચનામૃત ગઢડા મધ્ય 61 માં છે……ત્રણ લક્ષણ વર્ણવ્યા છે….
  • નિયમ ધર્મ માં દ્રઢતા- અનિવાર્ય અંગ છે…..નિયમ ધર્મ એ બંધન નથી પણ મુક્તિ ના સાધન છે…..જેતલપુર ના વચનામૃત માં તો શ્રીજી એ કહ્યું કે જે નિયમ ધર્મ માં દ્રઢ રહેશે તેની રક્ષા પોતે કરશે….સુખ જ થશે….અનીતિ અને અધર્મ કરીશું તો અંતે મહા દુઃખ જ આવશે…..સ્વામી શ્રીજી નું વચન લેશ માત્ર પણ લોપવું નહીં….સત્સંગ સભાનો  અવશ્ય ..અચૂક લાભ લેવો….
  • ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય- આ દ્રઢ હોય તો બાકી ના બધા સાધન સહજ જ આવી જાય. આ એકડો છે ..જો એ હશે તો બધું જ આપોઆપ આવી જશે. આત્મનિષ્ઠા સત્સંગ માં અનિવાર્ય છે પણ ઉપાસના ની શુદ્ધતા..દ્રઢતા વગર એ નકામી છે….પંચાળા 7 વચનામૃત માં તો શ્રીજી કહે છે કે જીવ ઉર્ધ્વરેતા હોય પણ જો એને ભગવાન ના સ્વરૂપ ને સમજવા ની ખામી હોય તો એનું કલ્યાણ નહીં થાય…..! આપણે તો એક ધણી ના ઉપાસક….એ જ આપણા માટે  સર્વોપરી ભગવાન… પણ એમાં બીજા અવતારો ને ગૌણ કરવા ની વાત નથી….ઉપાસના ને સમજી રાખવી….એ સમજણ ને દ્રઢ રાખવી….આપણ ને જે મળ્યા એ ભગવાન ના સ્વરૂપ નો ઉત્કૃષ્ટ નિશ્ચય દ્રઢ રાખવો…..આવો દ્રઢ નિશ્ચય અને આશરો થશે તો કલ્યાણ માં ખામી નહીં રહે…..
  • ભગવદી નો પક્ષ- દેહ ના સબંધી નો જેવો પક્ષ રાખીએ તેવો ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો….ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન ના ભક્ત નો પક્ષ જેણે રાખ્યો તેની કદાપિ અપકીર્તિ થઈ જ નથી….ભગવાને પણ આવા જ ભક્તો નો સાથ રાખ્યો છે.

મહારાજ સ્વામી ને સદાય પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા પાકા સત્સંગી થઈએ…..

એ પર જ એક વિડીયો સંવાદ દ્વારા આપણા પરમ નિષ્ઠાવાન સત્સંગી અને પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારી લાલ નંદા સાહેબ ના જીવન ની એક સત્ય ઘટના ની રજુઆત થઈ…..રોજ વચનામૃત વાંચવા નો નિયમ ચુકી ગયા અને પરિણામે યજમાન ના આગ્રહ છતાં ભોજન ન કર્યું…..છેવટે એ નિયમ પળાયો પછી જ જમ્યા…..!!! ગુલઝારી લાલ નંદા સાહેબ બધા જ આહનીક નિયમ ધર્મ દ્રઢ રીતે પાળતા( રોજ પ્રાતઃ પૂજા, સો માળા, વચનામૃત નું પઠન…રાત્રે ચેષ્ટા સિવાય સુવા નું નહીં વગેરે)  છતાં એક વાર શાસ્ત્રીજી મહારાજે એક પ્રશ્ન ના ઉત્તર માં  એમને કહેલું કે તમારો સત્સંગ તો પાશેરા માં પૂણી સમાન છે……!!!! બોલો…વિચારો …..કે આવા દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત નો સત્સંગ આવો હોય તો આપણે ક્યાં છીએ??? આપણું લેવલ કેટલું???…વિચારો….વિચારો…..મોટા પુરુષ ની આજ્ઞા મુજબ આપણું જીવન છે???

એ પછી સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વાદ માં કહ્યું કે – નંદાજી ને મુંબઇ માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરેલા સમાધિ પ્રકરણ ની પ્રતીતિ થી સત્સંગ થયેલો…..ચાર વર્ષ સુધી નંદાજી એ સત્સંગ ચકાસ્યો….સત્સંગ નો અભ્યાસ કર્યો…બધું સમજ્યા…. પછી શાસ્ત્રીજી મહારાજ માં ભાવ થયો….બધા ઉત્સવો સમૈયાઓ માં આવતા….યોગીજી મહારાજ માં ખૂબ હેત ભાવ રહેતો….બધા નિયમ ધર્મ દ્રઢ પણે પાળતા….યોગીજી મહારાજ ની ભલામણ થી છપૈયા માં રેલવે સ્ટેશન કરી આપ્યું…..એ સમયે કાલુપુર મંદિર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે એમના  11 વર્ષ ના સુપુત્ર તેજેન્દ્ર પ્રસાદજી ને યોગીબાપા નું સ્વાગત કરવા સ્ટેશને મોકલેલા …બાપા ત્રણ દિવસ ત્યાં છપૈયા રોકાયેલા…..! પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ અવસ્થા માં અમદાવાદ એમના નિવાસ સ્થાને પધારેલા અને આખા શરીરે હાથ ફેરવેલો…..! એમનું જીવન પ્રેરણા દાયી છે……

આપણા સંનિષ્ઠ હરિભક્ત અતિ વિદ્વાન ….અક્ષર પુરુષોત્તમ જ્ઞાન ના પ્રચારક  પ્રોફેસર શ્રી ગજેન્દ્ર પાંડા નું બે દિવસ પહેલા ધામ ગમન થયું છે……એ જાહેરાત પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કરી.

એ પછી એક વિડીયો દર્શન  દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના વચનામૃત ગઢડા પ્રથમ 8 ના આધારે આશીર્વાદ નો લાભ મળ્યો…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક ભગવાન માં જ જોડવા..ભગવાન માં અસાધારણ પ્રીતિ કરવી…..અને આ બધું સત્પુરુષ ના દ્રઢ સંગ થકી જ થાય…..સમજી રાખવું..!!

જાહેરાત થઈ કે પ્રખ્યાત પ્રોફેસર શ્રી કે સી બ્રહ્મભટ્ટ દ્વારા એક પુસ્તક- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વિરાટ પ્રતિષ્ઠાન નિર્માતા…..પ્રગટ થયું છે….

આજની સભા નો એક જ સાર હતો…..સત્સંગી થાવું તો પાકા સત્સંગી જ થવું….સ્વામી શ્રીજી ની મરજી મુજબ જ સત્સંગી થાવું…..આખરે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે….અધૂરું કલ્યાણ ન પોસાય……મનુષ્ય અવતાર વારંવાર થોડો મળે છે???? નિર્ણય તમારો….કલ્યાણ તમારું…..!!!

સત્સંગ સહજ છે…..અતિ કઠિન પણ છે…પણ જો શ્રીજી ની મરજી મુજબ જીવન થશે તો સત્સંગ અચૂક સફળ થશે…..સહજ માં બ્રહ્મરૂપ થવાશે અને લખચોરાસી લટકા માં ટળશે….!! આ તો બ્રહ્મ માર્ગ છે…માટે નિયમો પણ આગવા છે…

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-07/04/24

ભગવાન ની શક્તિ….

POWER OF GOD…….!!

– excerpt from THE LETTER by HDH Mahant swami maharaj about Abudhabi mandir.

આજની સભા વિશિષ્ટ હતી…..પોતાના ગુરુનો એક સંકલ્પ અને કોરોના નો વિપરીત કાળ…છતાં એ સંકલ્પ પૂર્તિ માટે મંડ્યા રહેવું…અન્ય હજારો ને એના માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહી …એ સંકલ્પ ને મૂર્તિમંત કરવો…એ કોઈ સત્પુરુષ થી જ થાય અને એ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના એક પત્ર ને આજની સભા માં ગુલાલ કરવા માં આવ્યો….સૌના હૈયા એ રંગે રંગાઈ ગયા…..તો ચાલો આ સભા માં સર્વપ્રથમ મારા વ્હાલા ના દર્શન….જીવભરી ને કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..મન એકતાર થઈ ગયું….પછી એક યુવક દ્વારા “મંદિર આવો માણિગર માવા….તમને ખમ્મા રે ખમ્મા….”પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું પદ રજૂ થયું. દરેક ભક્ત જીવ નો મનોરથ હોય છે કે પોતાનો આરાધ્ય …અંતર ને આંગણે પધારે…..એમાં જ સ્થિર થાય…..અને એ જ ભક્તિ ની પરાકાષ્ઠા છે…..માટે આપણે હરિ પાસે આ જ માંગવું…. એક તેને જ માંગવો….!!! અહીંયા તો આઠો જામ એક હરિ જ હરિ….!!! મિત્ર ધવલ દ્વારા વૈષ્ણવ હવેલી રાગ માં  ” મોરે મંદિર આજ બધાઈ …ગાઓ મંગલ…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……હરિવર જ્યારે મંદિરે…અંતર ને આંગણે પધારવા ના હોય ત્યારે એમના સ્વાગત માં શુ બાકી રહે???…..એ પછી જૈમીન દ્વારા ” પ્રમુખસ્વામી કા  સંકલ્પ હૈ યે….” અબુધાબી મંદિર રચના …એના મહિમા ને વર્ણવતું પદ રજૂ થયું…..એક બળવત્તર સંકલ્પ એક સત્પુરુષ દ્વારા અને એ ફળ્યા વિના કેમ રહે??? આ તો ભગવાન નું કાર્ય છે અને સત્પુરુષ માધ્યમ છે પછી એમાં ખોટ શાની રહે?? બસ, આમ સર્વે સંકલ્પો પૂર્ણ થશે જ….આપણે તો માધ્યમ….નિમિત્ત બની એ યજ્ઞ માં જોડાઈ જવાનું છે.

એ પછી 22 ડિસેમ્બર, 2020…કોરોના કાળ માં લખાયેલા …પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના એક પત્ર….The letter …પર એક ડોક્યુમેન્ટરી રજૂ થઈ…આ ગાથા મંદિર નિર્માણ ની નહીં પણ મંદિર ના નિર્માતા ની હતી…….એના શબ્દે શબ્દ માં થી ટપકતા ઇશ્વરીય તેજ…ઐશ્વર્ય….સાક્ષાત હરિવર ને એક વિડીયો ના માધ્યમ થી રજૂ કરાયો….

સમગ્ર વિડીયો અચૂક જોવો…….જુઓ તો જ સમજાય છે કે ભગવાન નું કાર્ય શુ છે?? કેવું છે?? ભગવાન ક્યાં પ્રગટ છે …?? બસ….આ તો ભગવાન ની અમાપ…અપાર…અતુલ્ય શક્તિ ની એક ઝલક માત્ર છે…..!!!

અદભુત વિડિઓ….અદ્દભૂત સંદેશ……..!!

આવતી રવિસભામાં પૂ. બ્રહ્મવિહારી સ્વામી સ્વયં પ્રવચન આપવા ના છે….સભાનો અચૂક લાભ લેવો…! પૂ.કોઠારી ધર્મતિલક સ્વામી એ હાલ માં ધામ ગમન પામેલા અમદાવાદ નિવાસી …ખૂબ જ સેવાભાવી ..પ.ભ. સંનિષ્ઠ હરિભક્ત શ્રી રાવજીભાઈ પટેલ નો પરિચય , શોક સંદેશ રજુ કર્યો….

આજની સભાનો એક જ સાર હતો….કે ભગવાન નું પોતાનું કાર્ય….પોતાના સંકલ્પો પોતે પુરા કરે જ છે….આપણે ભળીએ કે ન ભળીએ….માનીએ કે ન માનીએ…..પણ ભગવાન નું કાર્ય પૂર્ણ થાય જ છે. તો આપણે એમાં માધ્યમ….નિમિત્ત બની ને કેમ ન ભળીએ…??? મનુષ્ય અવતારે આવો લાભ ક્યાં મળે?? આપણે તો ખરેખર મહા ભાગ્યશાળી છીએ કે આવો સર્વોપરી સત્સંગ….આવા સમર્થ ગુરુ….આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ઇષ્ટદેવ રૂપે સાક્ષાત મળ્યા છે…..!!!

બસ પ્રાપ્તિ ના આ કેફ ને…આ ક્ષણ ને… જીવી લઈએ….માણી લઈએ…..હજુ તો બ્રહ્માંડ આખું કેસરિયે રંગાશે….સ્વામિનારાયણ નું ભજન કરશે…..એ પ્રત્યક્ષ …વિસ્ફારીત નેત્રે નિહાળવા નું છે…!!!

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે….!!

રાજ


Leave a comment

BAPS રવિસભા-17/12/23

“…..એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે.

…….અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.

……….અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

—————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-અંત્ય-38

ભક્તિ નો માસ….માર્ગશીર્ષ અર્થાત માગશર માસ ની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ પણ ધનુર્માંસ ની હેલી સાથે થયો…..આથી પરોઢિયે મંગળા ધૂન અને આરતી નો લાભ અને અત્યારે રવિસભા નો પરમ લાભ……!બસ આજ ના હરિમય દિવસ ને માણતા માણતા…. મારા વ્હાલા ના આજ ના અદભુત દર્શન……

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..એ પછી એક યુવક મિત્ર દ્વારા જોશીલું…મૂર્તિ પદ….” જુઓ છબી શ્યામસુંદર વર કેરી રે….” ભુમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…….માત્ર આંખો બંધ કરી ને એ હરિ ની સોણલી છબી ને માણવા નો પ્રયત્ન કરો…….ગેરંટી છે કે હૈયું એની કલ્પના માત્ર થી બાગ બાગ થઈ જશે…..નવપલ્લીત થઈ જશે…..તો વાસ્તવ માં એ મૂર્તિ કેવી હશે???? એના ક્ષણભર ના દર્શન માત્ર થી…સારંગપુર 1 ના વચનામૃત માં કહ્યું છે તેમ અખંડ …અપ્રતિમ…સર્વોપરી સુખ નો અનુભવ થશે…..!! એ પછી અન્ય યુવક દ્વારા ” મન વસિયો રે…સહજાનંદ મારે મન વસિયો….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…એ અખંડ સુખ ના સ્ત્રોત સમાન શ્રીજી ની છબી દેખાય પછી સીધી અંતર માં જ સોંસરવી ઉતરી જાય ને…..!! બાકી શુ રહે?? એ એક મન માં વસી જાય પછી સહજ જ આ લોક અને તેના ઉપભોગ સર્વે ફિકકા લાગે……જેને દૂધપાક ના આણા હોય તે ખાટી છાસ માટે દોરાય…???? 😊….હરિ ના અપ્રતિમ આકર્ષણ માં ….બ્રહ્માંડો ખેંચાઈ જાય….!! એ પછી મિત્ર ધવલ દ્વારા મૂર્તિ ના પદો ની આ શૃંખલા માં આગળ ” ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..! અદભુત પદ….! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી અને યુવકો દ્વારા “સતસંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને….” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…….બ્રહ્મસત્ય….જીવ ને સત્સંગ નો ..અર્થાત સત્સંગ એટલે કે સાચા પુરુષ….સાચા શાસ્ત્ર….સાચા ભગવાન નો સંગ થાય તો જ જન્મમરણ ની આ લખચોરાસી ટળે…. બાકી તો માયા ના આ ગાઢા પડળ માં થી આપમેળે છટકવું શક્ય જ નથી….!

એ પછી ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના 4 થી 6 ડિસેમ્બર દરિમયાન ના નડિયાદ વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી થયો……

અદભુત દર્શન……

એ પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી તે પ્રવચન અને વક્તા નું આગમન થયું…..પૂ. અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સનાતન ધર્મ” વિશે રસપ્રદ પ્રવચન નો બીજો ભાગ રજૂ થયો….જોઈએ સારાંશ માત્ર…..

  • સનાતન ધર્મ અજોડ..અતુલ્ય છે….મહાસાગર જેવો છે કે જેનું ઊંડાણ કોઈ પામી શક્યું નથી……જેની વ્યાખ્યા કરવી અઘરી છે….અતિ વિશાળ છે છતાં મદ થી છલકાતો નથી…કોઈ પાળ માં બંધાયેલો નથી…..1948 માં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મહંત શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસ અને એક વૈશ્ય ભક્ત વચ્ચે કાનૂની વિવાદ થયેલો….એમાં જજો ની બેચ સનાતન ધર્મ ની વ્યાખ્યા કરવા બેઠેલી પણ વ્યાખ્યા થઈ શકી નહીં….એમણે આ સનાતન ધર્મ ને ધર્મ નહિ પણ જીવન જીવવા નો એક માર્ગ કહેલો……
  • આ સનાતન ધર્મ સદ્ગુણો…લક્ષણો..જીવન ની કેળવણી આદિક પર આધારિત છે. ભગવાન વેદવ્યાસ શાંતિ પર્વ માં કહે છે કે સૌના પ્રત્યે સદભાવ…સત્ય..શાંતિ..પવિત્રતા જેવા સદગુણ હોય…નિયમ ધર્મ હોય તે સનાતન ધર્મ છે….જો આવા સદગુણ આપણા માં નથી તો આપણે સનાતની નથી….આવા સદ્ગુણો માં…સનાતન નિયમો માં..ભગવાન માં….આત્મા પરમાત્મા, કર્મ ફળ અને પુનર્જન્મ , મૂર્તિ પૂજા અને અવતારવાદ માં અતૂટ શ્રદ્ધા …એ જ સનાતન ધર્મ…
  • અવતારો ની સંખ્યા માં અલગ અલગ શાસ્ત્રો માં ભેદ છે……આપણે સનાતન ધર્મ માં અવતારો ની સંખ્યા માં કોઈ મર્યાદા નથી….સંભવામી યુગે યુગે……શ્રદ્ધા મુજબ ભાવિકજનો… આદિ શંકરાચાર્ય થી લઈને ચૈતન્ય મહાપ્રભુ સુધી ભગવાન ના અવતારો ગણે છે…..આમ, અવતાર વાદ શ્રદ્ધા મુજબ જ ચાલે છે….એ જ સનાતન ધર્મ નું સૌંદર્ય છે….છતાં ભગવાન ની ભક્તિ ક્યારેય ઓછી થઈ નથી…થવાની નથી……ભલે ને વિરોધીઓ આક્રમણ કરે…!!
  • એવી જ શ્રદ્ધા કરોડો લોકો ના અંતર માં ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માનવા માં છે……જેને કોઈ ડગાવી શકે નહીં…….ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ એમ ને એમ નથી ગણતા…..એના અનેક કારણો છે……
  • સ્વામિનારાયણ ભગવાન ને ઘણા સમાજ સુધારક કે સંત કે મહાપુરુષ….માને છે..એમાં કોઈ વાંધો નથી…પણ ભગવાન સ્વામિનારાયણ ના સમય ના સમકાલીન સમાજ સુધારક રાજા રામ મોહનરાય આદિક થયા , પણ એમને કોઈએ એમને ભગવાન ન ગણ્યા……તો એવું તે શું હતું સહજાનંદ સ્વામી માં ..કે એ એમને ભગવાન ગણાયા????
  • ગુરુ રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી ને દીક્ષા આપી ત્યારે એમને ભગવાન તરીકે ગણ્યા હતા…એનો ઉલ્લેખ એ સમય ના દસ્તાવેજી પુસ્તકો માં છે. સ્વમુખે, સ્વામિનારાયણ ભગવાને પોતાના પત્રો, વચનામૃત, પ્રસંગો દ્વારા અને પોતાના જીવન અને કાર્ય, ઐતિહાસિક વિચરણ યાત્રા માં આ પુરુષોત્તમ પણુ છલકાઈ ઉઠે છે..મુક્તાનંદ…ગોપાળાનંદ …બ્રહ્માનંદ…નિત્યાનંદ…નિષ્કુળાનંદ સ્વામી આદિક મોટા મોટા અતિ વિદ્વાન સંતો ના અનુભવો…….અતિ જડ ,વ્યસની મનુષ્ય માં થી નિષ્ઠાવાન હરિભક્ત બનેલા સમકાલીન વ્યક્તિઓ…..એ સમય ના રાજાઓ…અતિ પ્રતિષ્ઠિત વ્યકતીઓ સ્વામિનારાયણ સત્સંગી થયા…. એના પ્રસંગો ….જીવન પરિવર્તન ના પ્રસંગો…એની સાક્ષી પૂરે છે……..
  • એ સમય ના ત્રણ હજાર થી વધુ ધન સ્ત્રી ના ત્યાગી વિદ્વાન સાધુઓ ( એ પણ અતિ કઠિન એવા 113 પ્રકરણ માં થી પસાર થયેલા) , સમાધિ પ્રકરણ ( એના દસ્તાવેજી પુરાવા હજુ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એ જ સમાધિ પ્રકરણ ચલાવેલું…જેના ફોટો, ન્યૂઝ આર્ટિકલ હજુ છે…) , અતિ ગહન શાસ્ત્રો ની રચના, ગગનચુંબી મંદિરો…વડતાલ માં પોતાની મૂર્તિ ની સ્થાપના પોતાના હાથે કરી…પોતાના શિષ્યો ના સુખાકારી માટે માગેલા બે વરદાન…..સામાજિક સુધારા ના કાર્યો…. મહિલા ઓ ના શિક્ષણ પર ભાર મુક્યો, દહેજ પ્રથા બંધ કરાવી, દીકરી ને દૂધપીતી રિવાજ બંધ કરાવ્યો, સતીપ્રથા ને બંધ કરાવી…..આ બધું દસ્તાવેજી પુરાવા સાથે છે…..
  • આજે સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી સુખી છે …એની પાછળ આ જ રહસ્ય છે…..એ જ સ્વામિનારાયણ ભગવાન આજે પણ ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ છે…..જે પ્રત્યક્ષ દેખાય છે. આ સંપ્રદાય નો વિરોધ એ સમયે પણ હતો અને આજે પણ વિરોધ છે અને કદાચ ભવિષ્ય માં ય વિરોધ રહેશે…..છતાં આ સંપ્રદાય ના મૂળિયા…..આ સનાતન ધર્મ સંપ્રદાય ના પાયા ડગશે નહીં……સમગ્ર સનાતન ધર્મ નો સાર રૂપ તત્વ…..નિયમ ધર્મ…ભક્તિ વૈરાગ્ય અહીં પ્રગટ પ્રમાણ જોવા મળશે….

અદભુત પ્રવચન…..!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…..!!! એ પછી જાહેરાત થઈ કે તિથિ મુજબ ના પ્રમુખસ્વામી મહારાજ ની જન્મતિથિ ઉત્સવ ની પ્રતીક ઉત્સવ આવતા રવિવારે ઉજવાશે…..પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ પણ રજૂ થશે. અબુધાબી મંદિર નો પ્રતિષ્ઠા ઉત્સવ નજીક છે……એના માટે થોડીક સૂચના ઓ રજૂ થઈ…જો આપ પ્રતિષ્ઠા ઉત્સવ માં જવાના હો તો ..Festival of harmony એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…એમનું જાહેર સન્માન થયું…..પ.ભ. હર્ષદભાઈ ચાવડા નું પણ સ્વાગત થયું…..

આજની સભાનો એક જ સાર હતો…….કે પૂર્વ ના અનંત પુણ્ય પ્રગટ થયા હશે તો જ આવા સર્વોપરી ભગવાન નું શરણું મળ્યું છે…..અને એ જ સર્વોપરી શ્રીહરિ ….એમના એકાંતિક સંત ગુરુ રૂપે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે……આપણા ભાગ્ય નો કોઈ પાર નથી…એ લખી રાખવું…..

બસ પ્રાપ્તિ ના કેફ ને વધાવી લેવો……..

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા-09/07/23

“……સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે……”

ભગવાન સ્વામિનારાયણ-વચનામૃત-ગઢડા મધ્ય-58

આજે સભામાં હું મોડો પહોંચ્યો, પણ મારા વ્હાલા ના દર્શન તો સદાય મોગરા ના પુષ્પો ની જેમ તરોતાજા જ હતા…..સૌપ્રથમ એના ફૂલો માં ગરકાવ મૂર્તિ ના સુવાસિત..મહેકતા….મદમાતા દર્શન…..સદાય….

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન અને પ્રાર્થના, કીર્તન થી થઈ…..હું થોડોક મોડો પહોંચ્યો આથી એનો લાભ હું ન લઈ શક્યો…..હરિ ઈચ્છા….!!

એ પછી પૂ.આદર્શજીવન સ્વામી જેવા અતિ વિદ્વાન, અભ્યાસુ અને પ્રખર વક્તા સંત ના મુખે વચનામૃત ગઢડા મધ્ય -58 ના આધારે પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ…

  • અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યું છે કે સો કરોડ મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ કરવું છે…આમ બાહ્ય કલ્યાણ ની ..પુષ્ટિ ની વાત થઈ…તો શ્રીજી એ વચનામૃત માં “તલમાત્ર કસર રહેવા દેવી નથી….” વાક્ય દ્વારા આંતરિક પુષ્ટિ કલ્યાણ ની વાત કરી છે……આમ આંતરિક પુષ્ટિ વધારે અગત્ય ની છે…જો એ હશે તો બાહ્ય પુષ્ટિ આપોઆપ થશે……
  • સગરામ વાઘરી નું જીવન…નિયમ ધર્મ જોઈને શિવરામ ભટ્ટ સાધુ થયા…..આમ આંતરિક નિયમ ધર્મ શુદ્ધ હશે તો બાહ્ય વર્તન શુદ્ધ હશે અને એ જોઈને અનેક ના જીવન નું પુષ્ટિ થશે….
  • પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે મહારાજ અને ગુણાતીત ગુરુઓ નું જીવન ચરિત્ર એ ભગવાન ની મૂર્તિ જ છે…એ જે કોઈ વાંચે એ બ્રહ્મરૂપ થઈ જાય…અંતરમાં અખંડ શાંતિ થાય…..જેમ વારેવારે વાંચો તેમતેમ જીવન માં એ ગુણ વધારે દ્રઢ થાય…..આપણું મૂળ એ છે….એ આપણો પાયો છે…એ વાંચવાનું અંગ રાખવું…..એ આપણું ઘરેણું છે…..એ આપણો ઇતિહાસ છે….સુખી થવું હોય તો જીવનચરિત્ર નિયમિત વાંચવું….જીવન ના તમામ પ્રશ્નો નો ઉત્તર તેમાંથી મળે…..બ્રહ્મજ્ઞાન મળે…..
  • અનેક વિખ્યાત લોકો એ પ્રમુખસ્વામી મહારાજ ના જીવન ચરિત્ર ના પ્રસંગો થી પોતાનું જીવન બદલાઈ ગયું …એનો જાહેર માં સ્વીકાર કર્યો છે. ….પ્રમુખ સ્વામી મહારાજ નું એમના જીવન માં પચાસ થી વધુ વાર ઘોર અપમાન થયું છે….છતાં સ્વામી ક્યારેય ડગ્યા નથી…..નિરાશ નથી થયા….મહંત સ્વામી તો બાપા ના જીવન ચરિત્ર ને ખજાનો કહે છે…..અને કહે છે કે …..જીવન ના કોઈ પણ પ્રશ્ન નું સમાધાન એમાં થી સહેજે મળે છે…..બાપા નો મહિમા સમજાશે…અહોભાવ થશે….આપણા જીવન નું ઘડતર થશે….આનંદ આનંદ થઈ જશે…..
  • આપણા ઇષ્ટદેવ, ગુરુઓ ના જીવન ચરિત્ર વાંચવા નો સમય કાઢવો…….સ્વયં બાપાએ યોગીબાપા નું 3834 પાના નું જીવન ચરિત્ર સંપૂર્ણ પઠન શ્રવણ કર્યું છે…….તો આપણે પણ આવો ખટકો રાખીએ….ચરિત્ર વાંચીએ …મનન કરીએ….જીવન માં એ ઉતારીએ…..

અદભુત પ્રવચન…….!!!

એ પછી યુવકમિત્રો દ્વારા હિંડોળા ઉત્સવ પર રચાયેલું પ્રેમાનંદ સ્વામી રચિત પદ ” મારો નવલ સનેહી ઝૂલે …..” રજૂ થયું……અને ફૂલો થી આચ્છાદિત …હિંડોળે ડોલતા મારા વ્હાલા ના દર્શન માં ચિતડું સ્થિર થઈ ગયું……..!!! એ પછી મિત્ર જૈમીન વૈદ્ય ના ઘૂંટાયેલા સ્વર માં ” સંત પરમ હિત કારી….. જગત મા હી …” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……સાચી વાત…..બ્રહ્મસત્ય….જો જીવ ના અનંત જન્મ ના પુણ્યબળે સાચા સંત નો ભેટો થઈ જાય તો જીવ અચૂક શિવ થઈ જાય…..બ્રહ્મ હિંડોળે સ્થિર થઈ જાય…..અખંડ સુખ ની છોળો ઉછળે….!!! અદભુત………

એ પછી પૂ.શ્રીહરિ સ્વામી જેવા અનુભવી, વિદ્વાન સંત ના મુખે “સાંપ્રદાયિક ગ્રંથો ના વાંચન ની રીત….” પર પ્રવચન નો લાભ આપ્યો….જોઈએ સારાંશ….

  • સંપ્રદાય ના ગ્રંથો નું વાંચન હમેંશા અંતર માં શાંતિ લાવે છે…..ભગતજી મહારાજ ને વિમુખ કરનાર પવિત્રાનંદ સ્વામી ને ભગતજી મહારાજે જ વચનામૃત ના વાંચન થકી અંતર માં શાંતિ પમાડી……
  • શ્રીજી એ કહ્યું છે કે મારી વાણી મારુ સ્વરૂપ છે….માટે જ વાંચન શરૂ કરો ત્યારે શરૂઆત શ્રીજી મહારાજ અને ગુરુ ઓ ના સ્મરણ , પ્રાર્થના થી કરવી…આનંદ સાથે વાંચવું….તેનું મનન કરતા રહી ને વાંચતા જવું….સમય મળે..તેમ વાંચતા જવું….ગ્રંથ નો …એના રચયિતા…એ કોના વિશે છે..એના મહિમા નો વિચાર કરવો અને વાંચન કરવું…..
  • સાંપ્રદાયિક ગ્રંથો માં મહારાજ ની આજ્ઞા ઉપાસના સંબંધી પ્રસંગો નું વર્ણન આવે છે…વાંચન સાથે તેનું મનન કરવું…..એનો અર્થ…એનો સાર …સમજી ને જીવ માં ઉતારવું…..સંપ્રદાય નો સિદ્ધાંત સ્પષ્ટ સમજવો — જો આમ થશે તો જીવ બળિયો બનશે…..અને વિપરીત સંજોગો વચ્ચે પણ સ્થિર રહેવાશે…..સત્સંગ માં દ્રઢ રહેવાશે….અખંડ મહારાજ ની સેવામાં રહેવાશે…..

એ પછી ગુરુ મહંત સ્વામી મહારાજ ના પ્રસંગોચિત આશીર્વાદ નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો….પ્રમુખસ્વામી મહારાજ નું જીવન ચરિત્ર ગ્રંથ અવશ્ય વસાવવો….આદર સાથે નિત્ય વાંચન ..મનન કરવું……જીવન ના બધા પ્રશ્નો નું સમાધાન અહીં થી મળશે….આપણું ઘર અક્ષરધામ તુલ્ય બનશે…..બ્રહ્મરૂપ થવાશે….

એ પછી પૂ.નિર્મલચરીત સ્વામી દ્વારા સંપ્રદાય ગ્રંથ વાંચન અને મનન- પર પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી પ્રાપ્ત થઈ…….! ..Change Attitude…..સમય નથી..એ બહાનું બંધ કરો…..બાપા એમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ જો વાંચન કરી શકતા હોય તો આપણે કેમ નહીં?? પૂ.શ્રીહરિ સ્વામી …પ.ભ.નારાયણભાઈ ગઢવી એ નિત્ય વાંચન નો દ્રઢ નીર્ધાર કર્યો અને આજે લગભગ 100 થી વધુ વાર વચનામૃત/ભક્તચિંતામણી/જીવનચરિત્ર….. વગેરે ગ્રંથો વાંચ્યા છે…..

દસમા ધોરણ માં અત્યંત તેજસ્વી દેખાવ કરનાર વિદ્યાર્થી નું સન્માન થયું……

આજની સભા….સત્સંગ ના નિત્ય અભ્યાસ અને એના નિત્ય મનન પર હતી……સંપ્રદાય હોય કે જીવ…એની પુષ્ટિ તો સત્સંગ વાંચન અથવા એના કથન… પ્રવચન..શ્રવણ અને એના મનન થી જ થાય….જ્ઞાન જીવ માં દ્રઢ થશે અને જીવ બળિયો થશે………બ્રહ્મરૂપ થશે…….

સત્સંગ વાંચન ની…મનન ની ટેવ તો પાડવી જ પડશે…..છેવટે વાત તો આપણા કલ્યાણ ની જ છે…..અખંડ શાંતિ ની જ છે…..

સમજતા રહેશો……..જય સ્વામિનારાયણ

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…….

રાજ


Leave a comment

BAPS રવિસભા-02/07/23

गुरु ब्रह्मा गुरु:विष्णु, गुरुर्देवो महेश्वर

गुरु:साक्षात परब्रह्म ….तत्समे श्रीगुरवे नमः

આજે મેઘરાજા ને પણ રવિવાર ની રજા હતી આથી સમયસર ગુરુ પૂર્ણિમા ની પ્રતીક ઉત્સવ સભામાં પહોંચી ગયા……મેઘરાજાનું આગમન ભપકાદાર છે…..તરસે રાહ જોતું ભારત અત્યારે તૃપ્તિ ના ઓડકાર લઈ રહ્યું છે અને આપણો જીવ અહીં સત્સંગ ના અમૃત ઓડકાર ની મજા લઇ રહ્યો છે…..તો શરૂઆત ફૂલો થી આચ્છાદિત મારા વ્હાલા ના….દર્શન થી….

સભાની શરૂઆત યુવકો અને સંતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….મન સહજ જ જોડાઈ ગયું….ત્યારબાદ પૂ.દિવ્યકિશોર સ્વામી દ્વારા ” ગુરુદેવ ના ચરણ માં કરીએ કરોડો વંદન….” પદ રજૂ થયું……જે ગુરુ એ આપણા જેવા પામર જીવ નો હાથ પકડી ને છેક પુરુષોત્તમ ની સેવા માટે પાત્ર બનાવી દીધા…..અનંત જન્મો નું ભટકવાનું સહેજે ટાળી દીધું….એ ગુરુ ના ચરણો માં તો અનંત જીવન અર્પણ કરીએ તો ય ઓછું છે….!! એ પછી એ જ સર્વોપરી ગુરુ ના ચરણો માં અર્ચા કરતું પદ “સેવા માં રાખો સદાય….વંદન ગુરુજી…..” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ એક યુવક દ્વારા રજૂ થયું…….જગત નું ભાન ભૂલી ને આવા ગુરુ ના થવાય તો જ એ ગુરુ આપણા થાય અને આપણો હાથ પકડે…..!! અન્ય એક યુવક ના બુલંદ સ્વર માં ” ગુરુ પરમેશ્વર રે…જે સેવે સાચે મને રે……” સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……ગુરુ ભગવાન નથી પણ ભગવાન ના ઉત્તમ ભક્ત છે…બ્રહ્મમાર્ગ ના ભોમિયા છે….આથી ભગવાન એમના દ્વારા પ્રગટ રહે છે એટલે એમની સેવા એટલે જ ભગવાન ની સેવા……સમજી રાખવું…..!!

ત્યારબાદ પૂ. જ્ઞાનનયન સ્વામી જેવા પ્રખર વક્તા…અતિ વિદ્વાન સંત દ્વારા ” ગુરુ નો મહિમા…” પર મનોનીય પ્રવચન નો લાભ મળ્યો…જોઈએ સારાંશ….

  • આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે….ભગવાન વેદવ્યાસ નો પ્રાગટય નો ઉત્સવ…..જેમનું અતુલ્ય પ્રદાન આપણા સર્વે શાસ્ત્રો ની રચનામાં છે….મહારાજે પણ વ્યાસજી ના વચનો ને પ્રમાણભૂત ગણ્યા છે……આ દિવસ ગુરુ નો મહિમા ગાવવા નો છે…..
  • આપણ ને એવા સર્વોપરી ગુરુ મળ્યા છે જેને સાક્ષાત બ્રહ્મ કહે છે….જેવી ભગવાન ની ભક્તિ છે તેવી જ ભક્તિસેવા આવા ગુરુ ની કરવાની છે……ગુરુ વગર દોષ ન મટે….અજ્ઞાન નો અંધકાર ન મટે….અહંમમત્વ ..માયા ના પડળો ન તૂટે…..માટે જ આવા ગુરુ ની હાજરી..એમનું શરણું અનિવાર્ય છે……
  • જન્મ થી મૃત્યુ સુધી જીવ અનેક પ્રકાર ના સંબંધો માં આવે છે પણ આ બધા દેહ ના સંબંધો છે…ક્ષણિક છે….પૂર્વકર્મો ને આધારે થાય છે….પણ ગુરુ સાથે નો સબંધ જન્મ મૃત્યુ થી પર છે…..શાશ્વત છે….
  • જીવ ને સત્સંગ નું સુખ આપે છે….અંતર ને શુદ્ધ કરે છે….જેમ ગુરુ નો મહિમા વધે તેમ અંતરની શુદ્ધિ વધે…..આપણા ગુણાતીત ગુરુઓ એ અધમ કહેવાય તેવા જીવો નો ઉદ્ધાર કર્યો…પરમ ભક્ત બન્યા….ધરમપુર ના એક આદિવાસી લૂંટારા રમેશભાઈ હોય….દાર એ સલામ ના સુભાષભાઈ હોય …એવા અનેક અવળે માર્ગે ભટકી ગયેલા જીવો નો ઉદ્ધાર કર્યો અને ભગવાન ના પરમ ભક્ત બનાવ્યા…!
  • અનેક જીવો ના વ્યવહાર નું , મોક્ષ નું પણ ધ્યાન રાખ્યું….સંસાર ના સુખ દુઃખ વચ્ચે કઇ રીતે સ્થિર રહેવું…એ શીખવ્યું…..સર્વોપરી સમજણ આપી……અને જીવ ને બ્રહ્મમાર્ગે ચાલવાનું શીખવ્યું…..
  • અંતકાળે ભગવાન ના ધામ માં તેડવાનો કોલ આપ્યો…અને નિભાવ્યો…..અનેક પ્રસંગો આજે પણ છે….આમ, છેક જન્મ થી મૃત્યુ પર્યંત સર્વે પ્રસંગો એ ગુરુ એ આપણો હાથ ઝાલ્યો છે…..બસ આપણે હવે એમની આજ્ઞા માં રહેવાનું છે…..એમનામાં નિર્દોષ બુદ્ધિ રાખવાની છે……

અદભુત પ્રવચન……!!

ત્યારબાદ પૂ.પ્રેમવદન સ્વામી ના મધુર કંઠે ” ગુરુદેવ તુમ્હારે ચરણકમળ મેં…..” પૂ.અક્ષરજીવન સ્વામી રચિત પદ રજૂ થયું…..!..ગુરૂ ના ઉપકાર અનંત છે….એમની કરુણા..કૃપા ના વર્ણન કરવા બેસીએ તો આ જન્મ ઓછો પડે…..ખાલી એટલું વિચારો કે જે જીવ સંસાર ની નાની વાતો માં ગભરાઈ ઉઠતો હતો તે આજે ગમે તેવી મોટી વિપત્તિ આવી પડે છતાં સ્થિર ઉભો રહે છે….એ કેવળ ગુરુ કૃપા એ જ શક્ય બને છે….! એ પછી યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા “ગુરુ બિન કૌન બતાવે વાટ….. બડા વિકટ યમઘાટ…” કબીરજી નું પદ રજૂ કર્યું…..બ્રહ્મસત્ય….! જીવન નો માર્ગ અતિ વિકટ છે…જીવ સંસાર ના બાહ્ય સુખ દુઃખ ના લોચા માં જ અટવાઈ ને પોતાનું જ કલ્યાણ ભૂલી જાય છે….અને મનુષ્ય જન્મ નો ફેરો ફોગટ જાય છે ..પણ જો સાચા પુરુષ મળી જાય તો જીવ ને એ ચોરાસી ના ફેરા મટી જાય છે…..જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે…..!!!

ત્યારબાદ અમદાવાદ યુવક મંડળ દ્વારા “ગુરુ બિન કૌન બતાવે વાટ….” વિષય પર એક સંવાદ રજૂ થયો……

જીવન ની વિકટ સમસ્યા ઓ માં જ્યારે કોઈ માર્ગ ન જડે ત્યારે આવા સર્વોપરી ગુરુ ના શરણે જવું…એમની આજ્ઞા મુજબ જ કરવું…તો બધું જ સમુસુતરું પાર પડે…..સુખ જ થાય….કારણ કે એ પૂર્વાપર નું જુએ છે…આપણું હિત ક્યાં છે એ જુએ છે અને એ મુજબ આપણ ને માર્ગ અને માર્ગદર્શન આપે છે….

એ પછી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય પ્રવચન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..એક ભગવાન ને સર્વકર્તાહર્તા સમજવા….સાચા સંત ભગવાન ના ધારક છે , એમનું સ્વરૂપ સમાન છે એમની આજ્ઞા માં રહેવા થી જ સુખ થાય….એ પરમાત્મા નું જ્ઞાન આપે અને જન્મ મરણ ના દુઃખ માં થી ઉગારે……સાચા સંત મળે સુખ થાય….!!

ત્યારબાદ નિટ NEET ની પરીક્ષામાં , ધોરણ 10, 12 માં ઉત્તમ દેખાવ કરનાર સત્સંગી વિદ્યાર્થીઓ નું સંતો દ્વારા સન્માન થયું …..

એ પછી ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ નો લાભ એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…….ગુરુ ની ખૂબ જરૂર છે …તે સિવાય માયા ટળે તેમ નથી…..જે ગુરુ ના વાણી વર્તન શુદ્ધ હોય….જગત ની માયા થી પર હોય તે જ ગુરુ આપણ ને શુદ્ધ કરી શકે…..બ્રહ્મનિષ્ઠ ગુરુ જ આપણ ને ભગવાન સુધી પહોંચાડી શકે….એમના વિશે ભગવાન નો ભાવ રાખવો….જેવા અક્ષરધામ માં મળ્યા એ જ અહીં મળ્યા છે એમ માનવું….એ જ માયા નો કચરો કાઢી ને શુદ્ધ કરી શકે…..મહારાજ સ્વામી એટલા માટે જ અહીં આવ્યા છે…..આટલું સમજાય તો મોક્ષ થઈ જાય…યોગીબાપા કહેતા કે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ એ જ સાચું ગુરુ પૂજન…..દીન ભાવ…સત્સંગ માં એકતા…સર્વેમાં દિવ્યભાવ …..પોતાના અવગુણ જુએ….ગુરુ આ અવગુણ કાઢી નાખે…..ભગવાન ને પ્રાર્થના કરીશું…..

સભા અંતે ગુરુ ને મંત્ર પુષ્પાંજલિ નો લાભ મળ્યો…..આવતી રવિસભા માં પૂ આદર્શજીવન સ્વામી ના પ્રવચન નો લાભ મળશે…..

આજની સભાનો સાર એક જ હતો કે…..સંસાર હોય કે અધ્યાત્મ…જ્યાં જીવ ના કલ્યાણ ની વાત હોય…..કે અખંડ સુખ ની વાત હોય…..સાચા ગુરુ સિવાય એ શક્ય જ નથી…..જ્યા જીવ ને કોઈ માર્ગ ન સુઝે ..ત્યાં ગુરુ નો આધાર જ એ પાર પાડે છે…..ગુરુ છે તો જીવ …શિવ બની શકે …બાકી આપણા જેવા માયા થી ઘેરાયેલા જીવ ની શુ વિસાત??

આપણે તો સદભાગી છીએ કે આવા સાચા પુરુષ…ગુણાતીત ગુરુ નો હાથ આપણે માથે સહેજે છે……અનંત જન્મો ના પુણ્ય છે કે આવું બ્રહ્મસુખ સહેજે મળ્યું છે….તો ચાલો એ ગુરુ નો હાથ ક્યારેય ન છોડીએ……એમને રાજી કરી લઈએ….એટલે આ ભવ સફળ…સુફલ…..!!

મને ગર્વ છે કે આવા ગુરુ નો હું શિષ્ય છું…..જેનો કેફ સદાય રહેશે….

જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

રાજ


Leave a comment

BAPS રવિસભા-04/06/2023

પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે…….”

——– ભગવાન શ્રી સ્વામિનારાયણ, વચનામૃત-ગઢડા મધ્ય 27

ગઈ બે સભાનો અંગત કારણોસર લાભ લઇ ન શક્યો આથી આજની સભા માટે આજ સવાર થી જ ઉત્કંઠા હતી…..દીદાર એ શ્રીજી માટે હૈયું ઉતાવળુ હતું અને સમયસર સભામાં પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના જીવભરી ને દર્શન…

સભાની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..ત્યારબાદ મિત્ર પ્રશાંતભાઈ એ ” મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી…….” બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત પદ રજૂ કર્યું….આ કીર્તન પર થી સમજાય કે એ સમયે નંદ સંતો ને શ્રીહરિ ના દર્શન ની કેવી તાલાવેલી હશે!!! આવી તાલાવેલી આપણા માં પણ હોય તો બાકી શુ રહે?? જગત આખું ગૌણ થઈ જાય અને એ શામળિયો જ એક સર્વસ્વ થઈ જાય….! ત્યારબાદ એક અન્ય યુવક દ્વારા ” ખમ્મા તમને ખમ્મા…માવા તમને ખમ્મા..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..! આજની સમગ્ર સભા મંદિર ના મહિમા પર હતી……આથી મંદિર અને એમાં બિરાજમાન મહારાજ ના ગુણલા ની જ છોળો આજની સભામાં ઊડતી હતી……પછી ભીંજાવા માં બાકી કોણ રહે?? એ પછી મિત્ર નીરવ વૈદ્ય ના સુરીલા સ્વરે જેરામ બ્રહ્મચારી રચિત ” પૂર્વ નું પુણ્ય પ્રગટ થયું જ્યારે ..સ્વામિનારાયણ મળિયા રે ત્યારે…” પદ રજૂ થયું……અદભુત શબ્દ….! બ્રહ્મસત્ય……એ તો અનંત જન્મ ના પુણ્ય તપે ત્યારે જ આવો સત્સંગ…આવા સંત…અને આવા ઇષ્ટદેવ નો યોગ થાય….બાકી પુરુષપ્રયત્ન આ માટે પૂરતો નથી જ….એ તો ભગવદ કૃપા થકી જ થાય…! ત્યારબાદ નીરવ ના જ મુખે..ભક્તરાજ દાસ છગન રચિત…” સ્વામીજી તો મહાપ્રતાપી ..એનું ધાર્યું થાય….” પદ રજૂ થયું…….ગુણાતીત સંત ના જીવ માં ભગવાન વ્યાપક હોય છે અને એ સંત થકી જ શ્રીજી સર્વે કાર્ય કરે છે….આથી જ અશક્ય લાગતા કાર્યો પણ સહજ થઈ જાય છે…..!! આ જ ગુણાતીત સંત પરંપરા આજે પણ પ્રગટ છે…..આપણા મોટા ભાગ્ય કે આપણ ને એમની સેવા દર્શન નો લાભ પ્રત્યક્ષ મળે છે…..

ત્યારબાદ પૂ.નિર્મલ ચરિત સ્વામી એ દ્રશ્ય શ્રાવ્ય ના માધ્યમ થી મંદિર ની રચના નો મહિમા કહ્યો…….એમણે કહ્યું કે….(સારાંશ)

  • મન ને સ્થિર કરે એ મંદિર…..એમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા…..મંદિરો માત્ર પથ્થરો નું બાંધકામ નથી પણ બ્રહ્મવિદ્યા ની શાળા છે…..આપણી ઓળખાણ છે…..ભગવાન ની ઓળખાણ છે…

એ પછી મંદિરો ની રચના…ઇતિહાસ….શાસ્ત્રો માં એનો મહિમા….વગેરે ને જણાવતો એક વીડિયો રજૂ થયો…..

  • બૃહદ સંહિતા માં મંદિર માટે પવિત્ર જમીન ની પસંદગી કઈ રીતે કરવી….પથ્થર કેવો હોવો જોઈએ એની માહિતી મળે છે….જેની સ્લાઈડ દ્વારા રજુઆત થઈ….14 પ્રકાર ના મંદિરો બનતા….આપણા બધા મંદિરો નાગર શૈલી ના હોય છે…..પૂર્ણાક ..વૈદિક ગણિત આધારિત ગણતરી થી મંદિર બનતા…..લગભગ 18 લાખ પ્રકાર ના દેવાલય આના આધારે બનતા….એનું આયુષ્ય પણ વર્ષમાં કહી શકાતું…..!!!
  • વાસ્તુ શાસ્ત્ર માં શિલ્પકળા ના સિદ્ધાંતો વર્ણવેલા છે તેના આધારે દિશા સૂચન, દ્વાર અને મંડપ ની રચના થતી…ભૂમિપૂજન..શિલાન્યાસ, શિલ્પ સ્થાપત્ય ઘડતર, ગોઠવણી વગેરે ની સમજૂતી થઈ…એક વીડિયો દ્વારા મંદિર ના વિવિધ અંગો…..ભગવાન ના અંગો છે ..એની રજુઆત થઈ….અદભુત….!! અન્ય એક વીડિયો માં મંદિર ની સ્થાપત્ય કલા ના દર્શન થયા….
  • એ પછી મંદિર માં સ્થાપિત થતી મૂર્તિઓ ના પ્રકાર રજૂ થયા….8 પ્રકાર ની મૂર્તિઓ સ્થાપિત થાય છે….અને સત્પુરુષ એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે સ્વયં ભગવાન એમાં બિરાજમાન થાય છે……..આપણા ભગવાન અને ગુણાતીત સંત પરંપરા એ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો ને આધારે હજારો મંદિરો ની સ્થાપના કરી છે…..અને એમાં પૂજા શાસ્ત્રોક્ત વિધાનો ને આધારિત થાય છે….

અદભુત…..અદભુત…..!!

એ પછી પૂ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા ” મન ને શાંતિ પમાડે મંદિર” Ptsd આધારીત પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • મંદિર ની રચના પછી એમા થતા દર્શન..કથાવાર્તા..આહનીક જેવા કાર્યો આપણ ને શાંતિ આપે છે….મોટું મંદિર હોય કે ઘર મંદિર….રોજ દર્શન..આરતી અવશ્ય કરવા જોઈએ…
  • મંદિર માં જીવ ને સ્થિર કરી ને થતા ભગવાન ના દર્શન , જીવ નું કલ્યાણ કરે છે…..કલેશ ને દૂર કરે છે…મુક્તિ નું કારણ બને છે….જેમ દરિયાખાન ના ભટકતા જીવ ને સ્વામિનારાયણ ભગવાન ના દર્શને મુક્તિ થઈ….! કવિ દલપતરામ કહેતા કે …આખા દિવસ નો સંસાર વ્યવહાર નો જે થાક કે કંટાળો ભેગો થાય તે સાંજે મંદિર માં ઠાકોરજી ના દર્શન કરીએ એટલે બધું દૂર થઈ જાય….!
  • આપણે રોજ ભક્તિ ની પ્રણાલિકા – પૂજા,આરતી,થાળ ,ચેષ્ઠા વગેરે ને અવશ્ય કરવા જોઈએ….સંતાનો ને રોજ મંદિરે દર્શન કરવા ની ટેવ પાડો…એમના સંસ્કાર અવશ્ય જળવાઈ રહેશે….દર્શન સદાય સર્વોપરી મહિમા,દ્રઢ પ્રીતિ અને સ્થિર મન સાથે જ કરવા…..આ બધાના કેન્દ્ર માં એક ભગવાન જ હોય તેનું ધ્યાન રાખવું….જેમ વંથળી ના કલ્યાણભાઈ ઇન્દ્રિયો અને મન ને એક ભગવાન માં સ્થિર કરી ને જ દર્શન કરતા…તેનું નિરંતર મનન કરતા……
  • આપણા સંસ્કાર બાળકો ને અવશ્ય આપો….એમને આંતરિક રીતે મજબૂત કરો….સંસ્કાર માં જોડો….સંત અને ભગવાન માં જોડો…..રોજ કમસેકમ એક વાર મંદિર માં જાઓ …રોજ પૂજા કરો….આમ કરવા થી જીવ માં બળ રહેશે….

જાહેરાત થઈ કે- પૂ વિવેકજીવન સ્વામી વિદેશ પ્રવાસ માં જઇ રહ્યા છે..તેમનું અભિવાદન પૂ.શ્રીહરિ સ્વામી દ્વારા થયું…નવા વર્ષ ના કેલેન્ડર્સ ની ડિઝાઇન આવી ગઈ છે….અંતે ઓરિસ્સા માં થયેલા ભયાનક રેલ અકસ્માત માં મૃત નાગરિકો માટે સ્વામિનારાયણ ધૂન સંતો દ્વારા થઈ….

આજની સભા…આપણી સંસ્કૃતિ ..આપણા મંદિરો ને માટે હતી….એનો મહિમા સમજાશે તો સમજાશે કે આપણા મંદિરો કેમ બ્રહ્મવિદ્યા ની પાઠશાળા કહેવાય છે……આટલું સમજાશે તો પણ ઘણું છે…..

આપણા અંતર ને મંદિર સમજીને આપણા શ્રીજી મહારાજ ને એમ સદાયે પ્રસ્થાપિત કરીએ એટલે ભયો..ભયો…..!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 23/04/2023

સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,

મોહનવરને માન સંગાથે વેર જો

સાધન સર્વે માન બગાડે પળ વિષે,

જેમ ભળિયું પયસાકરમાં અહિ-ઝેર જો… સાંભળ꠶ ૧

દાસી થઈ રહેજે તું દીનદયાળની,

નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;

ભવબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી,

પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો…

—————————–

સદગુરુ મુક્તાનંદ સ્વામી

ગઈ બે રવિસભા નો અંગત કારણોસર લાભ લઇ ન શકાયો….. અને આજે પુનઃ સત્સંગ ના આ શીતળ માર્ગ પર , ધોમધખતી ગરમી ને બાજુ મૂકી ને હાજર થઈ ગયા….અને પરિણામ, અંતર માં પરમ શાંતિ……હૈયા માં અતિ ટાઢક….અને મારા વ્હાલા ના અતિ મનમોહક દર્શન….

અખાત્રીજ થી ચંદન વર્ષાની પવિત્ર શરૂઆત અને ચંદન આચ્છાદિત મારા વ્હાલા ના દર્શન સાથે …યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન દ્વારા સભાની શરૂઆત…..! વાહ….શુ સંયોગ….મન એકતાર થઈ ગયું…!! ત્યાર પછી પૂ.વિવેકમુની સ્વામી ના બુલંદ સ્વરે ” પ્રભુ તમ વિના મારું કોણ છે…” સદગુરુ મંજુકેશાનંદ રચિત અદભુત પદ રજૂ થયું. બ્રહ્મસત્ય…….એ હરિ જ આપણો એક છે, જે જન્મોજન્મ સાથે જ રહે છે…દેહ ના સંબંધી તો દેહ પડશે એટલે વિસરાઈ જશે…..પણ હરિ જ સાથે રહેશે..સદાકાળ…! તો પછી એમનામાં જ જીવ ન બાંધીએ?? સમજદાર બનો…..જન્મોજન્મ નું વિચારો…! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી ના સ્વર માં ” પ્રાણી શ્વાસોશ્વાસે સ્વામી ને સંભારી એ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું….! વીજળી ના ઝબકારો થાય એટલી આ જિંદગી છે, અને એટલા માં જ જીવ ના કલ્યાણ નું વિચારવા નું છે…..જો આટલા અલ્પકાળ માં લોક ની જફા છોડી ને એક ભગવાન માં જોડાઈ જવાશે તો આ જન્મારો સફળ……ફરીથી ઊંધે માથે લટકવુ નહીં પડે…!! એ પછી પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સ્વરે ” આવો મારા મીઠડા બોલા માવ……” પ્રેમસખી રચિત પ્રેમભર્યું પદ રજૂ થયું….અદભુત પદ…!!

એ પછી ગુરુહરી દર્શન -18 થી 21 એપ્રિલ , ના વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..

એ પછી અવિસ્મરણીય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ના “સ્વચ્છતા વિભાગ સેવા” નો અહેવાલ પૂ.વેદાંતમુનિ સ્વામી દ્વારા રજૂ થયો……જોઈએ સારાંશ

  • નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો…..મુક્તાનંદ સ્વામી નું આ પદ અહીં લાગુ પડે છે…..આપણા ગુણાતીત ગુરુઓ ની સ્વચ્છતા પર ખાસ રુચિ અને આગ્રહ રહેતો….આ વિભાગ ના 17 જેટલા પેટા વિભાગ હતા…2100 જેટલા સ્વયંસેવકો… જેમાં 1450 જેટલા પુરુષ અને 750 જેટલી મહિલાઓ….બે શિફ્ટ માં આ સેવા ચાલતી…
  • આમા ટોયલેટ સફાઈ થી લઈને છેક ઉતારા વિભાગ ની સ્વચ્છતા સુધી ના વિભાગ હતા…124 પાકા બ્લોક તો ખાલી ટોયલેટ હતા….આપણા ગુરુ અને મોટેરા સંતો ની ખાસ રુચિ આ વિભાગ પર વધારે રહેતી….શરૂઆત માં એજન્સીઓ નું વિચાર્યું હતું , પણ સ્વયંસેવકો એ સામે થી આની સફાઈ ની માંગણી કરી…..
  • ચાલુ કાર્યક્રમો વચ્ચે, ભારે ભીડ વચ્ચે ટોયલેટ ની સફાઈ કરવી ખૂબ અઘરું હતું…..છતાં પુરુષ સ્વયંસેવકો એ મન મૂકી ને સેવા કરી….પાદરા ના મંડળે અને હિંમતનગર ગ્રામ્ય વિસ્તાર ના મંડળે ડંકો વગાડ્યો….!! કોઈ IIT ગ્રેજ્યુએટ…કોઈ અમેરિકા ના વેપારી તો કોઈ ઉદ્યોગપતિ …..સર્વે પોતાની મોટયપ બાજુ મૂકી ને આ સેવા માં જોડાઈ ગયા…..!
  • નગર સફાઈ ના વિભાગ માં – રાત્રે મોડે સુધી આ સેવા ચાલતી….મશીનો હતા છતાં, રાત્રે મહિલા મંડળ સાવરણી ઓ લઈ ને ખૂણે ખાંચરે રહેલો બધો કચરો સાફ કરી લેતા…!! એક હરિભક્ત તો ઘરે બીમાર, અશક્ત મા બાપ ની સેવા કરી ને , નગર માં રોજ 120 કિમિ નો પ્રવાસ કરી ને સેવા કરવા આવતા…!! નગર માં 1700 થી વધુ કચરપેટીઓ હતી જે રાઉન્ડ ધ ક્લોક ભરાય/ખાલી થાય…..સેવા સતત ચાલુ જ રહેતી….!! રોજ નો 27 ટન સૂકો કચરો…..આખા ઉત્સવ દરમિયાન ખાલી ડંપિંગ બેગ નું વજન જ 22 ટન થયુ હતું….!!! રોજ નો 12 થી 15 ટન ભોજન નો એંઠવાડ નીકળતો…..જેનું બાયોલોજીકલ પ્રોસેસ થી જૈવિક ખાતર બનાવી ને સપ્લાય થયું…!!
  • સુગ ચડે એવી ગંદકીઓ…. ઉબકા ઊલટીઓ/બગાડ/મરેલા પ્રાણીઓ ના શબ ખસેડવા જેવી અઘરી સેવા ઓ , કેવળ સ્વામી ને રાજી કરવા , સ્વયંસેવકો એ પાર પાડી….ગુરુ નો અઢળક રાજીપો મળ્યો….!!

ત્યારબાદ એ જ શૂરવીર સ્વયંસેવકો ની અતિ કઠિન સેવા ના દર્શન વીડિયો ના માધ્યમ થી થયા….! અદભુત વીડિયો….

આજે પ્રખર વક્તા અને અતિ વિદ્વાન સંત પૂ.જ્ઞાનવત્સલ સ્વામી સભામાં હાજર હતા અને નગર ના “કોન્ફરન્સ વિભાગ” નો અહેવાલ આપ્યો……જોઈએ સારાંશ…

  • વિવિધ ક્ષેત્ર ના પ્રોફેશનલ વ્યક્તિઓ ને નગર માં આમંત્રણ આપ્યા અને વિવિધ ચર્ચાઓ, વિચારો નું/જ્ઞાન નું આદાનપ્રદાન થઈ ને સામાજિક ,આધ્યાત્મિક લાભ થાય એવો હેતુ હતો……લગભગ 13 જેટલી મોટી કોન્ફરન્સ થઈ…….દરેક ક્ષેત્ર ના નિષ્ણાત પ્રમુખ/આગેવાનો નો સંપર્ક શરૂ થયો…એમને નગર, ઉત્સવ ની પ્રાથમિક માહિતી આપવાનું શરૂ થયું….બધાને સ્વામી પ્રત્યે ખૂબ સદભાવ….પરિણામે આપણો શુભ હેતુ અને બાપા ના આશીર્વાદ થી બધું સહેજે સફળ થયું….
  • ફેબ્રુઆરી 2022 થી મિટિંગ્સ ની શરૂઆત થઈ અને સપ્ટેમ્બર અંત સુધી માં તારીખ સાથે બધી કોન્ફરન્સ નક્કી થઈ…..અનેક મર્યાદા ઓ હતી છતાં બાપા ની કૃપા થી બધું સફળ થયું…આપણા સત્સંગી પ્રોફેશનલ હરિભક્તો ની સિસ્ટમ ઉભી થઇ…..જેમના દ્વારા સારું કોર્ડિનેશન થયું….ઓક્ટોબર -નવેમ્બર માં ઝૂમ મિટિંગ થઈ…અને એમના દ્વારા સઘન કાર્ય થયું……રજિસ્ટ્રેશન સિસ્ટમ બની…પેનલિસ્ટ નું લિસ્ટ ઊંડાણ પૂર્વક ના અભ્યાસ થી નક્કી થયું……આમંત્રણ કાર્ડ અને અંગત મુલાકાતો ગોઠવાયા….હોલ, જમવાનું…સ્પોટ રજિસ્ટ્રેશન નું અદભુત કાર્ય થયું…..દરેક કોન્ફરન્સ માં એવરેજ 800 થી 1000 સભ્યો હાજર રહ્યા…!! વકીલો ની કોન્ફરન્સ માં તો સંખ્યા 2000 થી વધુ થઈ….!
  • નગર જોઈને બધા અતિથિઓ , મહાનુભાવો અભિભૂત થયા…..બધાના ગુણ આવ્યા….અને આપણો દાખડો સફળ થયો…..

સભામાં જાહેરાત થઈ કે- 27 તારીખે શાહીબાગ મંદિર નો પાટોત્સવ છે…સવારે 5.45 થી દર્શન, મહાપૂજા ની શરૂઆત થશે….એ જ દિવસે સાંજે , ગુરુહરી મહંત સ્વામી મહારાજ અમદાવાદ પધારશે……ગાડી માં જ દર્શન થશે…..આવતા રવિવારે , રવિસભા માં બાપા ના દર્શન નો લાભ મળશે…..એ પછી બાપા , લાંબા વિદેશ પ્રવાસ માં જઈ રહ્યા છે…….બાપા નું સ્વાસ્થ્ય સારું રહે, અમેરિકા અક્ષરધામ અને સર્વે મંદિરો ની રચના નિર્વિઘ્ને થાય એ માટે એક માળા રોજ વધારા ની ફેરવવી…..માળા આવતા રવિવારે , સાથે લઈ ને સભામાં આવવું……વિશેષ માહિતી જે તે વિસ્તાર ના સંસ્કાર ધામ માં થી મળશે….

આજની સભા નો સાર હતો……ભગવાન ના કાર્ય માં નિમિત્ત માત્ર થાવું…..! મન મુકાશે.. શીશ ઝુકશે…. અને હૈયા માં નિષ્ઠા…મગજ માં માહાત્મ્ય યુક્ત જ્ઞાન દ્રઢ થશે તો નિમિત્ત ભાવ સહેજે આવશે….સ્થિતપ્રજ્ઞ સહેજે થવાશે….!

બસ, મોટા પુરુષ ની અનુવૃત્તિ માં રહી વર્તશું તો બ્રહ્મ માર્ગ અચૂક સફળ થશે…..

જય જય સ્વામિનારાયણ…….

સાષ્ટાંગ દંડવત…….

રાજ


Leave a comment

BAPS રવિસભા-05/03/2023

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

“ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

 “ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.”

— વચનામૃત વડતાલ -4

આજની સભા વિશિષ્ટ રવિસભા હતી……બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના પ્રાગટય ઉત્સવ ની પ્રતીક સભા હતી….એક ગૃહસ્થ પણ બ્રહ્મ સંગે બ્રહ્મ બની ત્યાગી ઓ ના પણ ગુરુ થઈ શકે છે એ વાત નો દ્યોતક હતી…..ચાલો , એ સ્મૃતિ સાથે આજના, ઠાકોરજી ના અદભુત મનમોહક દર્શન નો લાભ લઈએ…..

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..સભા એકતાર થઈ ગઈ……યુવક મિત્ર નીરવ વૈદ્ય દ્વારા ” દેરી એ ડંકા વાગે ભગતજી ની….” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજૂ થયું…..ભગતજી ની દેરી એ જે ડંકા વાગ્યા એની ગુંજ આજે સમગ્ર બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે સંભળાય છે……વડોદરા થી પધારેલા એક યુવકે શાસ્ત્રીય લય માં ” વસંત ઋતુ આવી મારા વ્હાલા…..” બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત પદ રજૂ કર્યું……! અને જાણે કે વસંતોત્સવ ની કેસરભીની સુગંધ સમગ્ર સભામાં પ્રસરી ગઈ અને અબીલ ગુલાલ થી આચ્છાદિત મારો વ્હાલો હાથમાં પિચકારી લઈ મનોચક્ષુ માં છવાઈ ગયો……! બસ , આ જ રંગમા, એના જ રંગમાં…. સદાય રંગાયેલા જ રહીએ…..એ જ એના ચરણોમાં પ્રાર્થના…!! અને એ જ યુવક દ્વારા શાસ્ત્રીય ઢબ માં સદગુરુ વૈષ્ણવાનંદ રચિત..’ આયે રસિક પિયા મોરી ઓર ઓર…” રજૂ થયું…..! યુવક મિત્ર જૈમીન અને અન્ય યુવકો દ્વારા મારુ પ્રિય એવું ” હોરી આઈ રે…આઈ રે…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું અને હોળી ના રંગો પ્રેમ ની કેસરભીની સુગંધ સાથે સર્વ ને ભીંજવી ગયા…….એક હરિ ના આ પ્રેમ રંગ માં તરબોળ થઈ એ આ જન્મારો સફળ…!

ત્યારબાદ વીડિયો ના માધ્યમ થી ગુરુવર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અમદાવાદ ના આંગણે , આપેલા પુષ્પ દોલોત્સવ ની સ્મૃતિઓ ના દર્શન થયા……! યોગી આવો તે રંગ તે શીદ લગાડ્યો…..!

ત્યારબાદ પૂ.પ્રિય સ્વરૂપ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય નો લાભ આપ્યો…જોઈએ સારાંશ…

  • આવતીકાલે ફાગણ શુક્લ પક્ષ ની પૂર્ણિમા…બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ નો 194 મો જન્મોત્સવ….! બ્રહ્મ માર્ગે સાધના કઈ રીતે કરવી? એ એમણે સૌને શીખવી…..વિવેકચુડા મણી ગ્રંથ માં કહ્યું છે કે- આ જગતમાં ત્રણ વસ્તુ દુર્લભ છે- મનુષ્ય દેહ, મુમુક્ષુ પણું, સત્પુરુષ ની પ્રાપ્તિ
  • મૂમુક્ષુ પણું એટલે મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા…..જે શ્રીમદ ભાગવત કહે છે..કે એ દુર્લભ છે. એના વગર આગળ વધાય જ નહીં…….ભગતજી મહારાજે આ મોક્ષ માટે, ગુણાતીતાનંદ સ્વામી ને રાજી કરવા પોતાની જાત ને યાહોમ કરી દીધી…..દેહ કૃષ્ણર્પણ કરી દીધો….! સ્વામી રાજી થઈ ગયા અને બ્રહ્મ જ્ઞાન વરસાવી દીધું……સ્વામી એ અનેક લોક પ્રલોભનો આપ્યા પણ ભગતજી એ એક બ્રહ્મજ્ઞાન જ માંગ્યું…….જે એમને મળ્યું….
  • ત્રીસ લક્ષણે યુક્ત સંત ને ઓળખી…મન કર્મ વચને એમને સેવી લઈએ તો એ સંત રાજી થાય અને છતે દેહે જ કલ્યાણ થાય….જીવ પરમ પદ ને પામે……..મોક્ષ ને પામે…..ભગતજી મહારાજે પોતાના દેહ ને ગૌણ કરી સ્વામી ની જેમ જીભ વળે તેમ પોતાનો દેહ વાળી…. ને એમના વચને અતુલ્ય સેવામાં જોડાઈ ગયા…….સતત સાડા ત્રણ વર્ષ સુધી અતિ આકરું ઉપવાસ તપ વ્રત કર્યું……અને સેવા તો એવી કે દેહ અને મન ના ચુરા કરી દે….!
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે જેમ ભગતજી એ ગુરુ આજ્ઞા એ…ગુરુ વચને સર્વ કાર્યો કર્યા….તેમ કરીએ તો ગુરુ રાજી થાય……આમ, ગુરુ વચન મુખ્ય છે….ગુરુ ની અનુવૃત્તિ પારખી એમાં જોડાઈ જવું એ જ ગુરુ નો રાજીપો છે……
  • ભગતજી મહારાજે ગુરુ આજ્ઞા એ , ગુરુ નું સાચું સ્વરૂપ સર્વે ને ઓળખાવવા માટે અનેક અપમાનો, તિરસ્કાર..માર પણ સહન કર્યા….વિમુખ થયા….ઝેર પણ અપાયું…..છતાં પણ પોતાના આ કાર્ય માં ડગ્યા નથી…..! ગુરુ સાથે પોતાનું મન એક કરી ને વર્ત્યા છે…..સ્વામી ના મહિમા ને પ્રતાપે એમને સર્વે જીવ દિવ્ય લાગતા…બ્રહ્મ ની મૂર્તિઓ જ લાગતા….
  • ભગતજી મહારાજ તો એક આદર્શ શિષ્ય નું જીવંત ઉદાહરણ હતા….અને એવા જ ગુણ, એવી જ સાધના આપણા જીવન માં દ્રઢ થાય એ જ સ્વામી શ્રીજી ને પ્રાર્થના…!

આજની સભામાં સદગુરુ સંત પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…એમણે પોતાના આશીર્વચન માં કહ્યું કે…

  • ભગતજી મહારાજ ના જીવન માં થી શીખવાનું કે….એક ભગવાન અને ગુરુ ને રાજી કરવા……! સ્વામી એ એ જ વાત પોતાની વાતો માં કહી છે….(1/162)
  • ભગતજી મહારાજે આપણ ને સાધના ની સહજ રીત શીખવાડી…એમાં ભગવાન અને ગુરુ ની આજ્ઞા પાળવી -જેટલી આજ્ઞા પાળો એટલું સુખ આવે….! સંત નું સ્વરૂપ ઓળખવું….એની પ્રાપ્તિ ના મહિમા ને જીવ માં દ્રઢ કરવો….! ભગવાન નું સ્વરૂપ , મહિમા ઓળખવો , જાણવો, સમજવો અને જીવ માં દ્રઢ કરવો……સદા દિવ્ય, સદા પ્રગટ છે એમ સમજવા….

ઉત્તર ગુજરાત ની મહિલા ભક્તો એ જે પ્રાર્થના શ્રીજી મહારાજ પાસે કરી હતી તે ફગવા ….મહા બળવંત માયા તમારી …..શ્રીજી મહારાજ ની મરમાળી મૂર્તિ ના વિડીઓ દર્શન સાથે ..સર્વે સભા એ ગાયા…….! અદભુત….અદભુત…! ભગવાન પાસે શુ માંગવું…. એ અહીં આ ફગવા અને ભગતજી મહારાજ પાસે થી શીખવા નું છે….

એ પછી, પૂ.ઇશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક આશીર્વચન માં કહ્યું કે- ભગતજી મહારાજ નું જીવન એક પ્રેરણા છે….બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે…..ભગતજી મહારાજ “મરણીયા” થયા…સ્વામી ને રાજી કર્યા અને બ્રહ્મરૂપ થયા…..! મન ગુરુ ના ચરણો માં મૂકવું પડે….એમની અનુવૃત્તિ સમજી ને સેવા કરવી પડે….શતાબ્દી ઉત્સવ સેવામાં આ આપણે જોયું…..! સેવામાં કોઈ દિવસ કંટાળો, કજીયો અને વાદ આવવા દેવા નહિ…..જો એ આવે તો સેવા ન થાય…..વળી, માન , ઈર્ષ્યા અને ક્રોધ પણ સેવા બગાડે છે…..! ભગતજી મહારાજે જે અપમાન સહન કર્યા છે , તેટલા તો આ સંપ્રદાય માં કોઈ એ સહન નહિ કર્યા હોય…..છતાં એમનો સ્વામી પ્રત્યે નો મહિમા, સમજણ માં ફેર પડ્યો નથી…..નિરંતર કેફ રહેતો…! આપણે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર અવશ્ય વાંચવું જોઈએ….એમના ગુણ જીવન માં દ્રઢ કરવાના છે….

7 તારીખે, સારંગપુર માં ભવ્ય પુષ્પદોલોત્સવ છે….તેની માહિતી વીડિયો ના માધ્યમ થી મળી….સમય સાંજે 5 વાગ્યે…! અમદાવાદ અને ચરોતર થી આવતા હરિભક્તો માટે એક સૂચના હતી…

ત્યારબાદ અમદાવાદ થી ચાણસદ પગપાળા યાત્રા ના દર્શન વીડિયો ના માધ્યમ થી થયા…..! ખૂબ ખૂબ ધન્યવાદ અમદાવાદ ના આ હરિભક્તો ને…સંતો ને…..!!

આજની સભાનો એક જ સાર હતો……જો બ્રહ્મરૂપ થવું હોય….મનુષ્ય જન્મ ને સફળ કરવો હોય તો એક જ માર્ગ છે- ભગવાન અને ગુરુ ને રાજી કરી લેવા…! અધ્યાત્મ માર્ગ નો એક જ સાર આ છે …..જો ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર આપણા જીવન માં પણ ઉતરશે તો ….આપણે પણ બ્રહ્મ માર્ગે આગળ વધી પુરુષોત્તમ ને પામી શકીશું…!! ભગવાન અને ગુરુ નો રાજીપો જ સમગ્ર અધ્યાત્મ ની ફલશ્રુતિ છે…….લખી રાખો…

બસ…….આ જ ભગતજી મહારાજ ને માર્ગે આગળ વધવું છે…..માર્ગ કઠિન છે, પણ શરૂઆત તો કરીએ…..છેવટે તો સહાય પણ એ જ કરશે…..!

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા-26/02/23

આજે રવિસભા માં સહેજ મોડો પહોંચ્યો, પણ એ જે ખોટ હૈયામાં વર્તાતી હતી તે, આજ ના મારા ઠાકર ના અદભુત દર્શન જોઈને સરભર થઈ ગઈ……..શુ અદભુત શણગાર……શુ અદભુત વાઘા….!!! જુઓ આ મૂર્તિ …..અંતરમાં સ્થિર કરો…..

સભાની શરૂઆત યુવકો સંતો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ. એ પછી એક યુવક મિત્રે ‘ વારે વારે જાઉં વારણીએ….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજૂ કર્યું….ત્યારબાદ પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી એ ” જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ…” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ કર્યું……..આ તો આત્યંતિક કલ્યાણ નો માર્ગ છે…જેને આ કલ્યાણ જોઈતું હોય તે અહીં આવે….બાકી લખચોરાસી ઉભરાય છે…..!!! ત્યારબાદ એક યુવકે…” પ્રીત પૂરવ ની તમારી….સુંદર વર શામળિયા…” પદ કે જે પ.ભક્ત શંકર ભગત દ્વારા રચાયેલું છે…તે રજૂ કર્યું……ખરેખર, અનંત જન્મ ના પુણ્ય ભેગા થાય ત્યારે આવા સત્સંગ…આવા ગુરુ…આવા ઇષ્ટદેવ નો જોગ થાય….અને આ જોગ..આ પ્રીત..એક પળ પણ વિસરવા જેવી નથી…….એ જ જીવ નું સર્વસ્વ છે….

એ પછી સભાને સત્પુરુષ ના મુંબઇ વિચરણ નો વીડિયો દર્શન નો દિવ્ય લાભ મળ્યો….

આજે સભામાં શતાબ્દી ઉત્સવ ની સલામતી, પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ સેવા નો અહેવાલ રજૂ થયો……જોઈએ સારાંશ

  • સલામતી વિભાગ નો અહેવાલ આપતા જયેશભાઇ પટેલે કહ્યું કે- સલામતી માં કુલ 18 સંતો સાથે …નગર ને પાંચ ભાગ માં વિભાજીત કરી હતી…..જેના લીડર તરીકે મોટેરા સંતો અને અગ્રેસરો હતા…પહેલીવાર બહેનો ની સલામતી વિભાગ ની ટીમ બનાવી હતી……ફાયર ફાઇટિંગ ની ટીમ પણ નગર માં સુદ્રઢ રીતે ગોઠવાયેલી હતી…..750 થી વધુ ફાયર એક્સટિંગયુશર હતા…..અનેકો CCTV ની કોમ્પ્લેક્સ જાળ નગર માં પ્રસારાયેલી હતી…..ફોરેન્સિક યુનિવર્સિટી વાળા તજજ્ઞો એ આપણા યુવકો ને CCTV મોનીટરીંગ ની તાલીમ આપી……એક્શન રિએક્શન ની પ્રોસેસ શીખવાડી….! રાજ્ય પોલીસ કે જેના ચાર હદ માં આ નગર પડતું હતું તેમણે કુલ 1200 થી વધુ પોલીસ, 220 જેટલા SRP જવાનો, બૉમ્બ ડિસ્પોસલ ને 8 ટીમ મોજુદ હતી…..મોટા મહેમાનો માટે સુરક્ષા અને એસ્કોર્ટ માટે અમદાવાદ અને ગુજરાત પોલીસની સ્પેશ્યલ ટીમ હાજર હતી…….ભારે ટ્રાફિક ને હળવો કરવા, ભારે વાહનો ને બહાર ન રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા……ઓગણજ સર્કલ , વ્યવસ્થા અને સુરક્ષા ના કારણોસર તંત્ર એ તાત્કાલિક નાનું કર્યું….! પ્રોટોકલ ટીમ 50 થી વધુ યુવકો , સીધા જ પૂ.બ્રહ્મવિહારી સ્વામી ના સીધા જ માર્ગદર્શન હેઠળ જોડાયેલા હતા……અને ચોવીસ કલાક સેવામાં જોડાયેલા રહેતા….! માંડ 5 લાખ ની વસ્તી ધરાવતા સુરીનામ દેશ ના રાષ્ટ્રપતિ ના સલામતી અધિકારીઓ , આપણી વ્યવસ્થા જોઈને અભિભૂત થઈ ગયા….!! એવા તો અનેક ઉદાહરણો નગર માં જોવા મળે છે…..! નગર માં એન્ટી ડ્રોન ટેક્નોલોજી પણ હતી ( ગિલોલ ના ઉપયોગ થી….. ,,,😀)જેનાથી વગર પરમિશને નગર માં ઉડતા 6 જેટલા ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા……100 થી વધુ સાપ પકડવામાં આવ્યા…..! અદભુત…અદભુત…
  • પૂ ગુણાતીત મુનિ સ્વામી એ ટ્રાન્સપોર્ટ પાર્કિંગ વિભાગ નો અહેવાલ આપતા કહ્યું કે – આ સમૈયા નો સૌથી મોટો અને આરંભ થી અંત સુધી જોડાયેલો વિભાગ- કુલ 4 વિભાગ- ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ,ટ્રાફિક, સ્વયંસેવક શટલ માં વિભાજીત થયેલો હતો…..આ સમૈયા માં 2500 થી વધુ વાહનો ઉપયોગમાં લેવાયા હતા…..દરેક વાહન ની..એના ચાલક ની સ્પેશિયલ સોફ્ટવેર દ્વારા..વિવિધ કાયદેસર ના પુરાવા આધારે નોંધણી થતી હતી…..અને પાસ બનતો હતો….સંતો એ ખૂબ દાખડો કર્યો અને 800 જેટલા ટ્રેક્ટર સેવા મા મળ્યા….!! 90% વાહનો સેવામાં આવ્યા હતા…..! 28000 થી વધુ સ્વયંસેવકો ને નગર માં , ઉતારા થી લાવવા લઈ જવામાં, પ્રાઇવેટ અને AMTS ની બસો નો કાફલો જોડાયો…સવારે 5.30 થી મોડી રાત ના દોઢ વાગ્યા સુધી આ બસો અને ડ્રાઈવરો સેવામાં મંડ્યા રહ્યા…!! ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા અનેક હરિભક્તો એ પોતે ખોટ સહન કરી, પોતાના બધા વાહનો સેવામાં સમર્પિત કરી દીધા. …ગાડીઓ તો આપી પણ સાથે સાથે એના મેન્ટેનન્સ ની સેવા પણ પોતે કરી…..! અહીં સ્વયંસેવકો ની ગાથાઓ સાંભળી એ તો થાય કે સમર્પણ તો આને જ કહેવાય….! અનેક બિન સત્સંગી વ્યક્તિઓ , અહીં સેવા કરવા આવ્યા અને સત્સંગ નો રંગ લાગ્યો….વ્યસન છૂટ્યા….અને નિત્ય પૂજા કરતા થયા…..!
  • ત્યારબાદ પૂ. અનંત નયન સ્વામી એ પાર્કિંગ અને ટ્રાફિક સેવા વિભાગ નો અહેવાલ આપતા જણાવ્યું કે- કુલ 325 એકર જમીન માં પાર્કિંગ ની સેવા હતી….વ્યક્તિ દીઠ કેટલી પાર્કિંગ જગ્યા જોઈશે તેની ગણતરી સૂક્ષ્મ રીતે કરવામાં આવી…..પાર્કિંગ માટે 13000 થી વધુ ડંડા , ખાડા ખોદી ને ઉભા કર્યા…..ચુનો 23 ટન, દોરી 7 લાખ ચો ફૂટ વપરાઈ….!! કુલ 62 પાર્કિંગ લોટ હતા…..અને એક મહિનામાં 10 લાખ થી વધુ નાના મોટા વાહનો પાર્ક થયા….!!! દરેક વાહન માટે નિર્દેશ ટિકિટો પણ અપાઈ….દિવ્યાંગો માટે ખાસ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ કરેલા વાહનો માટે-હવા, પંચર, બેટરી ,ચાવી ભુલાઈ ગઈ હોય તો તે માટે ની સુવિધા વગેરે પણ હતા……!! અદભુત…અદભુત….! વાહનો અને વ્યક્તિઓ પણ આટલા મોટા પાર્કિંગ માં ભુલા પડતા અને સ્વયંસેવકો એ એમને શોધવામાં પણ મદદ કરી….!
  • ટ્રાફિક માં પણ સ્વયંસેવકો એ અઢળક સેવા કરી છે…..સવારે 6 થી રાત્રી ના 12 વાગ્યા સુધી સેવા કરી છે…..નગર દર્શન નો કોઈ લાભ નહીં છતાં તે બધા સેવામાં અવિરત લાગેલા રહ્યા…….કુંભ મેળા માં ટ્રાફિક નું સંચાલન કરતા અધિકારીઓ પણ આપણી સિસ્ટમ જોઈને પ્રભાવિત થયા હતા…..

સભામાં જાહેરાત થઈ કે- આપણા જીવન માં ક્યારેય પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના દિવ્ય પ્રભાવ, પરા ભક્તિ, સત્સંગ કે ગુરુ ભક્તિ, જીવન પરિવર્તન ના પ્રસંગ , અન્ય દિવ્ય ગુણો નો અનુભવ થયો હોય …વગેરે પ્રસંગો નો અનુભવ થયો હોય તો પરાસભા માં મોકલેલા ઓનલાઈન ફોર્મ/વેબસાઈટ/વોટ્સએપ માં લખી ને મોકલી આપવા…..પેપર પર પણ લખી ને મોકલી શકાય…….ફોટા/વીડિયો પણ મોકલી શકાય. છેલ્લી તારીખ 31 માર્ચ છે…..! કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર યોગી ત્રિવેદી દ્વારા ફક્ત 45 દિવસમાં લિખિત IN LOVE AT EASE પુસ્તક નું વિમોચન થયું…..

ત્યારબાદ પૂ.ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે- આપણા સંતો , સ્વયંસેવકો એ ખૂબ આનંદ અને ગર્વ થાય એવી સેવા કરી છે…….બધી સેવા ખૂબ જ અગત્ય ની હતી અને ભગવાન ના રાજીપા અર્થે પરાભક્તિ હતી…આ સ્મૃતિઓ વાગોળતા રહીએ….

આજની સમગ્ર સભાનો સાર એક જ હતો કે- જો જીવ ભગવાન માટે પુરુષાર્થ કરવા તૈયાર થાય છે તો સામે ભગવાન પણ પાછા પડતા નથી…..ભગવાન પણ એ કાર્યમાં ભળે છે……અને જીવ અને એનો દાખડો સફળ..સુફળ કરે છે…..

બસ હવે તો…તન મન..ધન અને જીવ શ્રીજી ના ચરણો માં……! એના રાજીપા થી વિશેષ કશું જ નથી…….

જય સ્વામિનારાયણ….

રાજ