Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા-23/12/2018

“અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું. …..અને તમે પણ એમ જાણજો જે, ‘અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે.’ અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાત દકાલી જેવું પડશે તે થકી રક્ષા કરશું અને કોઈ ઊગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું;…..જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો ને સત્સંગ રાખશો તો.

……..અને નહીં રાખો તો મહાદુઃખ પામશો. તેમાં અમારે લેણાં-દેણાં નથી.


ભગવાન સ્વામિનારાયણ- વચનામૃત-જેતલપુર-૫

૨૦૧૮ નું વર્ષ તેનાં અંત તરફ ગતિ કરી રહ્યુ છે…..શીત ઋતુ એની પકડ મજબૂત કરી રહી છે પણ ભક્તિ અને કથા વાર્તા નો જુવાળ ધનુર્માસ માં એનાં શિરમોર સ્થાન પર છે …..ઠંડી ચાહે ગમે તેટલી પડે પણ હરિ ભક્તિ ની આ હૂંફ જીવમાત્ર ને બ્રહ્મરૂપ કરી દે તેવી છે….બસ આ સર્વોપરી સત્સંગ માં સ્વામી શ્રીજી નો આશરો…નિષ્ઠા ..દૃઢ જોઈએ…નિયમ ધર્મ માં સહેજ માત્ર પણ ડગવા નું નથી….. અને જો માહાત્મ્ય યુક્ત જ્ઞાન થી એક હરિ માં જ સ્થિર થઈશું તો એ હરિ આપણી યોગક્ષેમ નો સહજ જ ખ્યાલ રાખશે…….અભયવર આપશે…..!!

આજ ની સભા એ હરિવર નાં રાજીપા ની વાત વિશે જ હતી….એ જ હરિ ની ધર્માદા અંગે ની આજ્ઞા…એનાં ફ્ળ વિશે હતી….

તો સર્વ પ્રથમ…..મારા વ્હાલા નાં દર્શન…

સભા ની શરૂઆત યુવક મિત્રો દ્રારા ધૂન થી થઈ…….ત્યારબાદ દાસ રસિક રચિત ” સુંદર શ્રી ઘનશ્યામ …”રજુ થયુ….જે અદ્ભૂત હતુ. ત્યારબાદ કવિ માવદાન જેવા તળપદી સાહિત્ય નાં રચયિતા દ્રારા રચાયેલું ભાવભીનું પ્રાર્થના કીર્તન….” શ્રીજી અને સહુ સંતો રે…..” રજુ થયુ…..અને હૃદય ઉભરાઈ ગયું…..ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી રચિત કૈંક અલગ જ કીર્તન…” ઓરા આવો છેલ તમારુ છોગલું પ્યારું રે…” રજુ થયુ…..

ત્યારબાદ પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ નાં ૧૯-૨૦ ડિસેમ્બર નાં મુંબઇ ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક દ્રારા જોઇ શકાશે….

ત્યારબાદ, શાહીબાગ મંદીર નાં કોઠારી પુ. આત્મ કીર્તિ સ્વામી દ્રારા સત્સંગ માં ધર્માદા નાં મહિમા વિશે અદ્ભૂત પ્રસંગો દ્રારા રસપ્રદ પ્રવચન થયુ…..અહી આપણે સારાંશ માત્ર જોઈશું…..

  • દિલ્હી નાં જગવિખ્યાત અક્ષરધામ મંદીર નું સંપુર્ણ કાર્ય માત્ર ૫ વર્ષ માં જ પુરુ થયુ…..એ જોઇ ઘણા ને પ્રશ્ન થયો કે એક સાધુ સંસ્થા આવુ અઘરું કાર્ય, આટલા ટૂંકા સમય માં કઈ રીતે કરી શકે?? એનો ઉત્તર છે…..ગુણાતીત પુરુષ ની હાજરી, સમર્પિત હરિભક્તો સંતો …એમની નિષ્ઠા…સર્વસ્વ ન્યોછાવર કરી દેવા ની ભાવના……
  • છેક શ્રીજી નાં સમય થી સત્સંગ માં ….કેવળ એક ભગવાન ની …સતપુરૂશ ની પ્રસન્નતા અર્થે હરિભક્તો એ પોતાનુ તન મન ધન …સર્વસ્વ અર્પણ કર્યું હોય…તેવા અસંખ્ય દાખલા બન્યાં છે…..દશાંશ અને વિશાંશ ની શ્રીજી ની આજ્ઞા …ભક્તો એ શિર સાટે નિભાવી છે….જે આજે પણ સત્સંગ માં જોવા મળે છે …..
  • અને આ દ્રઢતા જેમણે નિભાવી છે તેનાં યોગક્ષેમ નું વહન શ્રીજી કરે છે તેં આજે પણ અનુભવાય છે……દેખાય છે.
  • આપણા ગુણાતીત ગુરુઓ એ હરિભક્તો ની જવાબદારી ઓ સમજી …એમનાં સુખાકારી માટે યથાયોગ્ય ધર્માદા ની આજ્ઞા કરી છે….અને આજે હજારો હરિભક્તો છે…જે નિયત ધર્માદા થી વધું સેવા કરે છે અને વ્યવહાર માં વધું સુખી થયાં છે……કારણ કે ગુરુ નીર્લોભિ છે ..તેથી ભક્તો પણ લોભ નો ત્યાગ કરી….બહિર્પ્રાણ એવાં ધન નો પ્રભુ પ્રસન્નતા અર્થે દાન કરી …..પોતાની હરિ પ્રત્યે ની જવાબદારી પુર્ણ કરે છે….મોટા પુરુષ અને ભગવાન ને રાજી કરે છે……
  • તો કરવા નું આ છે…….યોગ્ય જગ્યા એ દાન…મોટા પુરુષ અને શ્રીજી ની આજ્ઞા મુજબ કરી ને તેમને રાજી કરવા નાં છે…..અને એ રાજી થાશે તો જીવ નાં દુખ માત્ર દુર થઈ જશે….

અદ્ભૂત…..અદ્ભૂત…..! પોતાને પ્રિય એવી વસ્તુ નો ભગવાન અને સંત ને અર્થે ત્યાગ …એ પણ મોક્ષ નું સાધન બની શકે છે……એ અહી શીખવા મળે છે….

ત્યારબાદ સભા ને અંતે- બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ નાં ધર્માદા અંગે વિડીયો આશીર્વચન નો લાભ મળ્યો……

અને ભાદરા થી પધારેલા પુ. ધર્મ જીવન સ્વામી અને અન્ય સંતો ની હાજરી માં – પ.પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ નાં અમુક પસંદ કરેલા પ્રવચનો ની સીડી નું ઉદ્ઘાટન થયુ.

તો- જો આપણે શ્રીજી મહારાજે કરેલી આજ્ઞા નિયમ ધર્મ માં રહેશું તો જ એ રાજી થાશે અને એ રાજી થાશે તો… જન્મ મરણ નાં દુખ…વ્યવહાર ની ચિંતા સર્વે સહજ માં ટળી જશે અને પરમ શાંતિ….આનંદ નો અનુભવ થાશે.

એટલાં માટે તો આપણે અહી આવ્યાં છીએ……..તો ભટકવા નું શા માટે???

જાગતા રહો……..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા – ૨૪/૧૨/૨૦૧૭

પચીસ હજાર રૂપિયા નો નફો જતો કરી રવિસભામાં અચૂક જવું…..


બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ- ૨૪/૧૨/૧૯૬૭-મુંબઈ

રવિ સત્સંગ સભા ની શરૂઆત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કરેલી અને સર્વે હરિભક્તો ને ડંકા ની ચોટે ..દરેક સભામાં આજ્ઞા કરેલી કે- રવિસભા અચૂક ભરવી…..પુ.ઈશ્વર ચરણ સ્વામી એ ઉપરોક્ત -યોગીબાપા ના વચન નો ઈતિહાસ કહેતા કહ્યું કે- યોગીબાપા એ  દાદર-મુંબઈ મંદિરે- રવિસભામાં – મોડા આવવા બદલ વજુભાઈ શેઠ ને કહેલું કે- “..પચીસ હજાર રૂપિયા નો નફો જતો કરી ને પણ રવિસભામાં અચૂક જવું…..” ..કેમ આટલો બધો મહિમા છે આ નિત્ય રવિ-સત્સંગ સભા નો?? એનો ઉતર તમે કાયમ રવિસભા માં આવતા હરિભક્તો ને પૂછો……સત્સંગ થી જીવ બળવત્તર બને છે…..શ્રીજી નું સ્વરૂપ -એની સર્વોપરિતા – સર્વાવતારી પણું જીવ માં દ્રઢ થાય છે…..જેના પરિણામે જીવ – પરમપદ ને પામી- આત્યંતિક કલ્યાણ ને પામે છે…..

આજની સભા માં આ જ વાત હતી….સભાની શરૂઆત માં શ્રીજી ના દર્શન…

26047259_1741077865930174_7530581732493049952_n


સભામાં શરૂઆત – યુવકો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ….ત્યારબાદ યુવક- જૈમીન દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત- “મોહન પધારો મોરે છેલ છબીલે…..” રજુ થયું. એ પછી મુક્તાનંદ સ્વામી રચિત….”સુખસાગર હરિવર સંગે સુખ માણજો….’ અને દાસ વલ્લભ રચિત    “…..પ્રમુખ સ્વામી રે તમારું  નવખંડ માં નામ “…પ્રસ્તુત થયું…….! અદ્ભુત…કીર્તન નો પ્રવાહ જીવ ને સત્સંગ માં એક રસ કરી દે છે……..!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના દિવ્ય વિડીયો વિચરણ દર્શન નો લાભ મળ્યો જે – નીચેની લિંક પર થી જોઈ શકાશે……

ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી જેવા અનુભવી અને વિધવાન સંત દ્વારા વચનામૃત ને આધારે શ્રીજી મહારાજ ના સ્વરૂપ વિષે ના નિશ્ચય -તેના મહિમા વિષે અદ્ભુત પ્રવચન થયું…..જોઈએ સારાંશ…..

  • વચનામૃત ના પાને પાને શ્રીજી એ – ભગવાન ને જાણ્યા ને..સમજ્યા નો ઉપાય..મહિમા  લખ્યો છે….અને લોયા-૧૮..ગ.મ.૧૩ માં -હરિભક્તો ને આ વાત કર્યા નો સંકોચ થાય છે ….કરવી કે ન કરવી- એની મૂંઝવણ નો પણ ઉલ્લેખ કર્યો છે…..
  • ભગવાન ને સદાયે સાકાર…સર્વોપરી..સર્વાવતારી સમજવા નું – શ્રીજીએ અનેક વચનામૃત માં કહ્યું છે…..ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા ને જ કલ્યાણ નું સાધન ગણ્યું છે…..
  • એક ભગવાન નો..એના સ્વરૂપ નો નિશ્ચય દ્રઢ થાય તો સર્વે સાધન સિદ્ધ થાય……જીવે ત્રણ વાત દ્રઢ કરવા ની છે…….૧) સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે……૨) ગુણાતીતાનંદ સ્વામી – શ્રીજી ના રહેવા નું ધામ છે……૩) અને સત્પુરુષ દ્વારા શ્રીજી સદાયે પ્રગટ રહે છે ..જો આ ત્રણ વાત જીવન માં સિદ્ધ થાય તો બીજું કશું બાકી ન રહે….
  • કારીયાણી-૧૦ માં – શ્રીજી ને સર્વ કર્તાહર્તા સમજવા ને જ જીવ નું કલ્યાણ માન્યું છે….અને એ જ સર્વે શાસ્ત્રો નો સાર છે……ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજો એટલે જીવ ધીરે ધીરે સ્થિતપ્રજ્ઞ થતો જાય…….છેક નિષ્કુળાનંદ સ્વામી થી લઈને -દેવજી ભગત સુધી ના – પ્રસંગો આપણે વાંચીએ તો સમજાય કે- એક શ્રીજી ને કર્તાહર્તા સમજવા થી – જીવ ને સુખ-દુખ સ્પર્શતા જ નથી…….ભલે ને ભક્તિ કરતા દુખ આવે પણ જીવ સહેજે ડગતો નથી….સ્થિર રહે છે…..એ તો એમ સમજે છે કે- ભગવાન જે કરતા હશે એ મારા સારા માટે જ હશે….અને એમ સમજી- પોતાના દેહ ના સુખ સારું કશું એ માંગતા નથી……
  • ભગવાન ના સ્વરૂપ ને સમજવું એટલે- એમની આજ્ઞા ..એમના રાજીપા ને દ્રઢ કરવો……એ જેમ છે તેમ- સમજવું……અને એ જ ભગવાન ને રાજી કરવા નો ઉપાય છે….
  • ગ.પ્ર.૭૪ માં શ્રીજી એ કહ્યા મુજબ- ભગવાન ની મરજી એ જ મારું પ્રારબ્ધ- એમ સમજે તે જ ભક્ત સાચો……ભગવાન -ભક્ત ની અઢળક કસણી કરે પણ એ ભક્ત ની નિષ્ઠા માં જો લેશ માત્ર પણ ફર્ક ન પડે તો સમજવું કે- એ ભક્ત સાચો..એ ભક્ત પાકો..! દાદા ખાચર નું ઉદાહરણ સર્વ ને ખબર છે…..તે જ રીતે આપણા ગુણાતીત ગુરુઓ એ પણ એમના ભક્તો ની કસોટી કરી છે…..અને ભક્તો એ કસોટી માં પાર ઉતર્યા છે……
  • સાચા ભક્ત ની નિશાની  એ કે- ગમે તેટલા કષ્ટ પડે પણ એ ભક્ત- એના ઇષ્ટદેવ ને છોડી ને ક્યાય ચોખા મુકવા- ભજવા જાય જ નહિ……અને એવા ભક્ત ની જ વહારે શ્રીજી આવે છે……
  • આપણા ગુણાતીત ગુરુઓ ની જિંદગી જુઓ તો સમજાય કે- એ જીવન ની પ્રત્યેક સ્થિતિ માં સમ વર્ત્યા છે……એમની નિષ્ઠા લેશ માત્ર ડગી નથી..અને આપણે પણ એમના જેવા ભક્ત બનવા નું છે…..

અદ્ભુત…અદ્ભુત…!! જીવન માં – આવી દ્રઢ સ્વરૂપ નિષ્ઠા આવે તો બીજું કશું કરવા નું બાકી રહે નહિ…..” દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહિ……..” એમ વિચારી ને જ ચાલવું..!!

ત્યારબાદ- તાજેતર માં જ – નવી દિલ્હી – અક્ષરધામ ખાતે છેક કોલકાતા થી લઇ પોરબંદર સુધી ના – પ્રતિભા શાળી બાળકો વચ્ચે – શ્રી સ્વામિનારાયણ ભાષ્યમ” પર યોજાયેલી “શલાકા” ( અર્થાત મુખ પાઠ) સ્પર્ધા વિષે પુ.ઈશ્વરચરણ સ્વામી એ પ્રાસંગિક પ્રવચન કરી- સભાને વિશેષ માહિતી આપી….જોઈ એ સારાંશ….

  • પુ.ભદ્રેશ સ્વામી દ્વારા રચિત શ્રી સ્વામિનારાયણ ભાષ્યમ અને એના વાદ ગ્રંથ- એ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની કૃપા જ છે…..કે જેમણે આપણા સિધ્ધાંત- આપણી ઉપાસના ને વધુ સ્પષ્ટ કર્યો……..પ્રોફેસર અને અતિ વિદ્વાન સંસ્કૃત આચાર્ય – શ્રી ડો. ગજેન્દ્ર પાંડા ના ભગીરથ પ્રયત્નો થી આ સ્પર્ધા નું આયોજન દેલ્હી માં થયું…૧૦૦૦ બાળકો માં થી – પ્રથમ સ્પર્ધા રાઉન્ડ બાદ -૧૩૮ ઉતીર્ણ બાળકો ને પસંદ કરવા માં આવ્યા…..
  • સ્પર્ધા ત્રણ દિવસ ચાલી….જેમાં અથો બ્રહ્મ જીજ્ઞાસા – પર પુ.ભદ્રેશ સ્વામી એ ૨૪ પાના ભરાય એટલું સાહિત્ય રચ્યું છે તેના પર વાદ-સંવાદ થયો…….જેના જજ તરીકે પુ.શ્રુતિ પ્રકાશ સ્વામી અને અન્ય વિદ્વાન સંતો..ડો.પાંડા હતા…….
  • ડો. પાન્ડા અને એમના ધર્મ પત્ની એ તો- ૧૩૮ સ્પર્ધકો ( કે જેમાં ૨૧ જેટલી વિદ્યાર્થીનીઓ  પણ હતી) ના પગ ધોઈ ને પૂજા કરી…….આ સ્પર્ધા નો….ભાષ્ય નો…. મહિમા પોતાના દ્વારા સર્વે ને સમજાવ્યો……અદ્ભુત..!! અને પોતાના સ્વ ખર્ચે- સર્વે સ્પર્ધકો ને ઇનામ પણ આપ્યા..!!
  • ડો.પાન્ડા નું સમગ્ર કુટુંબ- આ સિધ્ધાંત ને સમર્પિત થઇ ગયું છે……સ્વામિનારાયણ દર્શન ને સમગ્ર જગત માં પ્રસરાવવું – એ એમનો ધર્મ બની ચુક્યો છે…….એ જ આ ગ્રંથ- એની રચના ની ફલશ્રુતિ અને મહિમા દર્શાવે છે….

અંતે- આ સ્પર્ધા ની વિડીયો કલીપ ના દર્શન થયા…અદ્ભુત…નાના નાના બાળકો ( ૯ થી ૨૧ વર્ષ સુધી ના સ્પર્ધક હતા) ના મુખે- શ્રી સ્વામિનારાયણ ભાષ્યમ ના શ્લોક સાંભળી આપણ ને આશ્ચર્ય થાય કે- જે આપણા સત્સંગી નથી…..ભગવાન સ્વામિનારાયણ ને ઊંડાણ પૂર્વક સમજતા નથી- એ પણ – આ ગ્રંથ થકી- કેવા મહિમા- કેવા વાદ-સંવાદ ની વાત કરે છે..!!!!

અદ્ભુત..અદ્ભુત…!! આ બધા પાછળ  શ્રીજી -સ્વામી ની શક્તિ જ કામ કરી રહી છે…બાકી ૭૨ વર્ષ નું અતિ કઠીન કાર્ય કોઈ ૧૨ વર્ષ માં કેવી રીતે રચી શકે???

સભાને અંતે જાહેરાત થઇ કે….

  • ધર્માદો એ શ્રીજી ની આજ્ઞા છે…..સંકલ્પ મુજબ – અચૂક ધર્માદો ચૂકવવો…..જેને એક સાથે દાન કરવા ની ક્ષમતા ન હોય તે હવે ECS સીસ્ટમ નો ઉપયોગ કરી શકે છે……મંદિર નો સંપર્ક કરવો….
  • શ્રી પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી ના સંકલ્પ મુજબ જે – અક્ષર પોથી નો લેખન -સેવા માં ઉપયોગ કરતા હોય તેમણે પોતાની પૂરી થઇ ગયેલી પોથીઓ – જે તે વિસ્તાર ના કાર્યકર ને આપી દેવી…….ગોંડલ- અક્ષર દેરી સાર્ધ શતાબ્દી ઉત્સવ માં – એ પોથી ઓ નો યજ્ઞ વેદી માં હોમ થશે…!
  • અમદાવાદ- નિર્ણયનગર મંદિર માં – આવતી કાલ થી ત્રિ દિવસીય – પારાયણ નો લાભ પુ. બ્રહ્મ દર્શન સ્વામી જેવા પ્રખર વક્તા દ્વારા મળશે…

25659416_1741165032588124_7162333872135879781_n

અદ્ભુત…અદ્ભુત…..

આજની સભાનો સાર એટલો જ છે કે- એક સત્સંગ માં જ સાર છે….સુખ છે…….અને એના દ્વારા જ જીવ – બ્રહ્મરૂપ થઇ – પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ- શ્રીજી મહારાજ ને પ્રાપ્ત કરી શકે છે…….! છેવટે આત્યંતિક કલ્યાણ તો- આ થકી જ છે………….

જય સ્વામિનારાયણ

રાજ

 

 

 


Leave a comment

BAPS રવિસભા- ૧૭/૧૨/૨૦૧૭

“…..અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન-ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો….. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો…

—————————————————————-

શ્રી સ્વામીનારાયણ ભગવાન- શિક્ષાપત્રી શ્લોક-૧૪૭

……..સત્ય વચન- તમે ક્યારેય વિચાર કર્યો છે કે- તમે જે ધન-ધાન્ય આદિક ભૌતિક સુખ નો અનુભવ કરી રહ્યા છો- એ કોને કારણે છે? તમે કહેશો- મારી મહેનત અને બુદ્ધિ નું પરિણામ છે……..ખરેખર? આ જવાબ સાચો છે? ઊંડાણ પૂર્વક વિચારો….વિચારો……જવાબ સમજાશે….કે આપણા થી તો શેક્યો પાપડ પણ ભાંગે તેમ નથી….. આપણ ને જે મળ્યું છે- તે ભાગ્ય કહો કે હરિ ની દયા….એના કારણે જ મળ્યું છે. બાકી સુખ દુખ તો કર્મ ના સિધ્ધાંત ને આધારે મળે છે….પણ જો સત્પુરુષ નો રાજીપો હોય તો ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થાય છે….શૂળી નો ઘા સોય થી ટળી જાય છે…….અને આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની કરુણા તો જુઓ….આપણા દુખ અને પીડા એમણે માંગી લીધા છે…..! કોઈ સાચા સ્વામિનારાયણ સત્સંગી ને દુખ થી રડતા જોયો..??? ન જ હોય..કારણ કે સત્પુરુષ અને શ્રીજી એના યોગક્ષેમ નું વહન કરે છે….

આ બધો મહિમા સમજાય તો- એટલી વાત દ્રઢ થાય કે- જીવ ભગવાન માટે સર્વસ્વ અર્પણ કરવા માં પણ પીછેહઠ ન કરે….!!! છેવટે એનું છે અને એને માટે પાછુ આપવા નું છે…!

આજની સભા – ધર્માદા ના આ મહિમા પર જ હતી…..સૌપ્રથમ શ્રીજી ના દર્શન..

25443297_1734708526567108_7062348047722287993_n

સભાની શરૂઆત- પુ.પ્રેમ વદન સ્વામી અને યુવકો દ્વારા ધુન્ય -પ્રાર્થના થી થઇ….ત્યારબાદ પુ.પ્રેમવદન  સ્વામી એ નીચેના કીર્તનો નો લાભ આપ્યો…..

  • પ્રાણી સ્વામિનારાયણ ગાઈએ રે…..( પ્રેમાનંદ સ્વામી)
  • ભાઈ તું ભજી લે ને કિરતાર….( દાસ સતાર)

અન્ય એક હરિભક્ત દ્વારા

  • વાતલડી રે …વ્હાલા પૂછું એક વાતલડી…( બ્રહ્માનંદ સ્વામી)

રજુ કર્યા…..કીર્તન ભક્તિ કદાચ એવી ભક્તિ છે કે- જેમાં જીવ નાસ્તિક હોય તો પણ -ભગવાન સાથે એકાકાર થઇ શકે…!

ત્યારબાદ– પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ – નું સારંગપુર ખાતે ૧૧/૧૨/૨૦૧૭ ના રોજ આગમન થયું એના દર્શન વિડીયો નો લાભ મળ્યો……જે નીચેની લીંક પર થી જોઈ શકાશે….

ત્યારબાદ- જાન્યુઆરી માં ઝોળી ઉત્સવ આવી રહ્યો છે તેની જાગૃતિ-મહિમા વિષે રસપ્રદ માહિતી રજુ કરવા – YTK સારંગપુર ના યુવકો એ – એક અદ્ભુત સંવાદ રજુ કર્યો…….તમે જે કઈ કમાઓ છો…..આવક થાય છે, તેમાં દેવ નો હિસ્સો હોય છે…..એ તમામ શાસ્ત્રો અને આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા રૂપે કહે છે…..અને સ્વામિનારાયણ સંપ્રદાય માં તો- પ્રત્યક્ષ કિસ્સા છે….કે જેમાં નિયમિત ધર્માદો ( દશાંશ-વિશાંશ) કાઢતા હરિભક્તો નું જીવન સ્તર – ખુબ સરસ થયું હોય..ઉત્તરોઉત્તર પ્રગતિ થઇ હોય……૯૪ વર્ષ ના પ.ભ. શાંતિભાઈ શાહ હોય કે…..નવજુવાન સુમીતભાઈ હોય….સર્વે એ પોતાનો અનુભવ એ રીતે વર્ણવ્યો કે- સ્વામિનારાયણ ભગવાન ના વચન….આપણા ગુણાતીત ગુરુઓ ના વચન ….ગીતા માં શ્રીકૃષ્ણ ભગવાને કરેલી યોગક્ષેમ વહન કરવા ની વાત- સત્ય ઠરી હોય…!! ટૂંક માં સાર એટલો જ કે- આપણ ને જે કઈ પ્રાપ્ત થયું છે..તે કેવળ- ભગવાન અને સંત ની દયા થી જ મળ્યું છે…..આ દેના બેંક છે…લેના બેંક નથી …તમે ઠાકોરજી માટે એક રૂપિયો દાન કરો તો- તે તમને સામે અગણિત આપે છે..એ બધાનો અનુભવ છે…..!!!!

બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના વિડીયો  આશીર્વચન માં પણ એ જ વાત રજુ થઇ…..સ્વામી એ કહ્યું કે- પોતાના સુખ માટે જીવ ક્યાં વિચારે છે?? એમ જ ભગવાન ના રાજીપા અર્થે પ્રથમ વિચારવું..બધું એમના લીધે જ છે….એ રાજી હશે તો બધું જ છે….

ત્યારબાદ અમદાવાદ ખાતે વિચરણ માં પધારેલા પુ.ડોક્ટર સ્વામી એ ધર્માદા ના મહિમા વિષે વાત કરતા કહ્યું કે….

  • ભગવાન માટે ખર્ચેલો એક રૂપિયો પણ જમીન માં વાવેલા બીજ જેવો છે….જે ભવિષ્ય માં ઉગી નીકળે છે..અનેક ગણું ફળ આપે છે….ભગવાન નું ઋણ તો ઉતારી શકાય તેમ જ નથી…..
  • બિન જરૂરી ખર્ચા ઓછા કરો….સંતાનો ને પણ એ શીખવો…..આપણા ઘણા હરિભક્તો એ પોતાના અંગત ખર્ચા પર કાપ મૂકી- મંદિર..સંતો ની સેવા કરી છે……
  • એ માટે શ્રીજી ની આજ્ઞા મુજબ દ્રઢ પણે આવક-જાવક નો ચોખ્ખો હિસાબ લખવા નું રાખો…..જેથી સમજાશે કે- કયા ખર્ચા નકામા છે…..કયા જરૂરી???
  • માતા-પિતા એ – આપણી સંસ્થા એ પ્રગટ કરેલી- વાલી ની ડાયરી- પુસ્તક અચૂક વસાવવું..જેથી બાળકો ને કઈ રીતે યોગ્ય માર્ગ દર્શન..સંસ્કાર…ખર્ચ -આવક ને જાળવવા નું- જ્ઞાન આપવું તે-  શીખવી શકાય…..જેથી બાળકો સભાન બને….મહેનતુ બને…..સંસ્કારી બને….ધાર્મિક થાય…..આપણા નવજુવાન સંતો જુઓ…..પુ.અક્ષરાનંદ સ્વામી..પુ.પરમતત્વ દાસ સ્વામી એ બહાર ની યુનીવર્સીટીઓ માં – વેદાંત પર પીએચડી કર્યું છે……..! આ બધું શીખવા નું છે….
  • શ્રીજી ની આજ્ઞા મુજબ..આપણી ખામી ઓ શોધી..સમજી….તેને સુધારવા ની છે…..

અદ્ભુત..અદ્ભુત…!!! જીવન માં આટલું થાય તો પણ – આપણે-આપણી આવનારી પેઢીઓ પણ સુખી-ધર્મ ભીરુ….ધાર્મિક…નિષ્ઠાવાન થાય….!!!

અંતે- સભામાં અમુક જાહેરાત થઇ…

  • પુ.અક્ષર જીવન સ્વામી જેવા ઓછું ભણતર છતાં સર્વોપરી ગણતર ધરાવતા સંત દ્વારા – સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ( કુલ-૧૩ ભાગ) – પુસ્તક રચાયું છે…જેના આજે પ્રથમ ૪ ભાગ પ્રગટ થયા છે……….! વસાવવા માં આવશે…
  • ગાંધીનગર- આર્ષ – માં ૨૩/૧૨ ના રોજ- રાજકોટ ના સંત નિર્દેશક – પુ.અપૂર્વ મુની સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા – ભગવાન શ્રી રામ પર વક્તવ્ય નો લાભ મળવા નો છે……
  • સેટેલાઈટ -મંદિર ને આંગણે- વિશાલ-નવીન પ્રેમવતી ની શરૂઆત થઇ છે…જે હરિભક્તો-મુલાકાતીઓ ને – પેટ ની ભૂખ ની સાથે સાથે – જીવ ની ભૂખ…સત્સંગ ની ભૂખ પણ ઠારશે…….!!! જેના ઉદ્ઘાટન ના વિડીયો નો લાભ પણ સભાને મળ્યો…..

અત્યારે ધનુર્માસ ચાલે છે…આપણા દરેક નાના- મોટા મંદિરો માં રોજ સવારે ૬ વાગ્યે- સ્વામિનારાયણ ધુન્ય -કીર્તન નું આયોજન સમગ્ર માસ માટે થાય છે…..તેનો દરેક ભક્તજનો એ અવશ્ય લાભ લેવો…….

તો- ટૂંક માં એટલું સમજવું કે- આપણું અસ્તિત્વ- આપણું સમગ્ર- એ શ્રીજી નું આપેલું છે…..એમના માટે જ છે……આપણે તો બસ – શ્રીજી ના આ વિશાલ કાર્ય માં..સંકલ્પ માં નિમિત્ત માત્ર છીએ……!! માટે જો જીવ જોડવો હોય તો એક ભગવાન માં જ બાંધવો……જે આપણું નથી એની પાછળ નાહક ના દોડાદોડી ન કરવી..બંધાઈ ન જવું..!!

જય સ્વામિનારાયણ…………જાગતા રહેજો………..

રાજ


2 Comments

BAPS રવિસભા- ૧૫/૧૨/૨૦૧૩

“…..અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન-ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો….. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો…

—————————————————————-

શ્રી સ્વામીનારાયણ ભગવાન- શિક્ષાપત્રી શ્લોક-૧૪૭

……..સત્ય વચન- તમે ક્યારેય વિચાર કર્યો છે કે- તમે જે ધન-ધાન્ય આદિક ભૌતિક સુખ નો અનુભવ કરી રહ્યા છો- એ કોને કારણે છે? તમે કહેશો- મારી મહેનત અને બુદ્ધિ નું પરિણામ છે……..ખરેખર? આ જવાબ સાચો છે? ઊંડાણ પૂર્વક વિચારો….વિચારો……જવાબ સમજાશે….કે આપણા થી તો શેક્યો પાપડ પણ ભાંગે તેમ નથી. આપણ ને જે મળ્યું છે- તે ભાગ્ય કહો કે હરિ ની દયા….એના કારણે જ મળ્યું છે. આ જન્મ ના કર્મ- પૂર્વ જન્મ ના સંચિત કર્મ….સત્પુરુષ કૃપા કે હરિ ની કૃપા..દયા…આમ અનેક પરિબળો ને લીધે સુખ અને દુખ નો અનુભવ થાય છે….એ ગહન શાસ્ત્ર છે. આજ ની રવિસભા આ વિષય પર જ હતી- કે આપણ ને જે મળ્યું છે- તે સર્વે-નો દાતા એક હરિ જ છે- અને આપણે તો નિમિત માત્ર છીએ- એમનું આપેલું એમને જ અર્થે- કાજે  પાછું આપવા નું છે…….તો એમાં વિચારવા નું શું? ભગવાન ના રાજીપા અર્થે  જ આ બધું છે….

તો- ગઈ બે રવિસભા માં હાજર ન રહી શક્યો પણ આજે તો નિર્ધાર કર્યો જ હતો કે- રવિસભામાં જવું જ….આથી બધું કામ પડતું મૂકી સભામાં ગયો. હમેંશ ની જેમ સર્વ પ્રથમ શ્રીજી ના …મનભરી ને…..જીવભરી ને દર્શન…….તમે પણ લાભ લો….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભાની શરૂઆત માં યુવકો દ્વારા અદ્ભુત ધુન્ય અને કીર્તન નો રંગ જમાવટ થઇ…….કીર્તન માં પ.ભ.વલ્લભદાસ દ્વારા રચિત- પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા વર્ણવતું  કીર્તન- “જોટો જડે નહિ જગ માં, પ્રમુખ સ્વામી તમારું નવખંડ માં નામ આજે ઘરેઘર ગવાય છે….”…સત્ય વચન……સત્ય સામે જ છે……..આજે જ્યાં જ્યાં  સ્વામીનારાયણ સંપ્રદાય નું નામ છે ત્યાં ત્યાં પ્રમુખ સ્વામી જ એની ઓળખ છે……….! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ નું ભજન- આજે પ્રમુખ સ્વામી ના માધ્યમ થી સત્ય થવા જઈ રહ્યું છે…..ગર્વ છે આવા ગુરુ પર..! ત્યારબાદ- “દેતો દેતો દેતો…જોગીડો દેતો દેતો ને દેતો……” કીર્તન રજુ થયું…સત્પુરુષ નો આપની પાસે કોઈ સ્વાર્થ નથી હોતો….એ બસ આપણ ને આપે જ છે…..જીવ ને “શિવ” સાથે જોડવો એ જ એનું કાર્ય હોય છે….સ્વાર્થ હોય છે.

ત્યારબાદ એક અદ્ભુત વિડીઓ રજુ થયો…..પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ…..”હસવું તમારું…મોહક આ વાતો…” …हसितं मधुरम…..તમે સ્વામીશ્રી નો ચહેરો- એની ચમક- સરળ હાસ્ય…અને આંખો ની ચમક જુઓ તો ખબર પડે કે દિવ્યતા કોને કહેવાય?  અદ્ભુત…અદ્ભુત……અદ્ભુત………આ દિવ્યતા- કેમેરા ના લેન્સ દ્વારા અદ્ભુત ઝીલાઈ હતી……….! ત્યારબાદ- પ.ભ.રાજેશભાઈ જેઠવા અને એમની ટીમ દ્વારા દિગ્દર્શિત અને પુ.બ્રહ્મપ્રકાશ સ્વામી દ્વારા લિખિત એક સંવાદ રજુ થયો – વિષય હતો…..” બેટા કરતા બાપ સવાયા” ….શિક્ષાપત્રી ના શ્લોક- ૧૪૭ પર આધારિત આ સંવાદ દ્વારા હરિભક્તો ની- ધર્માદા વિષે ની ઘણી શંકા ઓ નું સમાધાન કરવામાં આવ્યું……જોઈએ સારાંશ…..

  • પહેલા કહ્યું એમ- હરિ એ આપણ ને આપ્યું છે- અને એમાં થી એને જ પાછું આપવા નું છે…..આપણું કશું છે જ નહિ…..આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ…..
  • દ્રવ્ય શુદ્ધિ- શાસ્ત્રોક્ત છે……દશાંશ અને વિશાંશ -અગત્ય ના છે…..દેવ નું ઋણ છે અને તમારું કર્તવ્ય છે……
  • આવક નો દસમો ભાગ- એ દશાંશ કહેવાય- જે- સંતો-મંદિરો ના અપાતા દાન થી અલગ વાત છે યાદ રાખો…….અને આ ધર્માદા થી દેનાર ની આવક વધી જ છે……કદી ખોટ નથી ગઈ……..એ સત્ય વાત જ છે……

ત્યારબાદ- એક ઓડીઓ કલીપ દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા- આ ધર્માદા વિષે રજુ થઇ……સત્પુરુષ ની પણ આ જ આજ્ઞા છે……તો પછી વિચારવા નું શું? ધર્મ માટે- ભગવાન માટે ખર્ચાતો પ્રત્યેક રૂપિયો કે ધન- એટલું જ તમારું છે….અને પુ.ઈશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રવચન માં પણ એ જ કહ્યું……મંદિર- એ બ્રહ્મ જ્ઞાન ની કોલેજો છે- અને આપણા આ અતિ ભવ્ય મંદિરો- હરિભક્તો ની મહેનત -દાખડા ના એક એક પૈસા ના દાન થી બન્યા છે…….! આપણા  કેટલાક હરિભક્તો એ તો પોતાનું સર્વસ્વ – આ સર્વોપરી સત્સંગ માટે- સત્પુરુષ ના રાજીપા માટે- હરિ માટે દાન કરી દીધું છે………અને એના કારણે જ આ સત્સંગ સર્વોપરી છે.

સભા ને અંતે- એક જાહેરાત થઇ કે – હરિભક્તો એ આવતા રવિવારે જ પોતાનો ધર્માદો મંદિર માં જમા કરાવવો- એક નવી કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમ આવવા ની છે- એના દ્વારા જ એ સ્વીકારવા નો છે….! આનંદો- અમદાવાદી ઓ આનંદો…….

તો- બસ- આપણે આપણી ફરજો- કર્તવ્ય- યાદ રાખવા ના છે……..હરિ-ધર્મ- સત્પુરુષ માટે પોતાની આવક અને આયુષ્ય- નો ધર્માદો- અત્યંત જરૂરી છે…….છેવટે આ બધું તો એનું જ છે……..આપણું કશું જ નથી.

રાજી રહેશો

રાજ