Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-07/04/24

ભગવાન ની શક્તિ….

POWER OF GOD…….!!

– excerpt from THE LETTER by HDH Mahant swami maharaj about Abudhabi mandir.

આજની સભા વિશિષ્ટ હતી…..પોતાના ગુરુનો એક સંકલ્પ અને કોરોના નો વિપરીત કાળ…છતાં એ સંકલ્પ પૂર્તિ માટે મંડ્યા રહેવું…અન્ય હજારો ને એના માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહી …એ સંકલ્પ ને મૂર્તિમંત કરવો…એ કોઈ સત્પુરુષ થી જ થાય અને એ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના એક પત્ર ને આજની સભા માં ગુલાલ કરવા માં આવ્યો….સૌના હૈયા એ રંગે રંગાઈ ગયા…..તો ચાલો આ સભા માં સર્વપ્રથમ મારા વ્હાલા ના દર્શન….જીવભરી ને કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..મન એકતાર થઈ ગયું….પછી એક યુવક દ્વારા “મંદિર આવો માણિગર માવા….તમને ખમ્મા રે ખમ્મા….”પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમભીનું પદ રજૂ થયું. દરેક ભક્ત જીવ નો મનોરથ હોય છે કે પોતાનો આરાધ્ય …અંતર ને આંગણે પધારે…..એમાં જ સ્થિર થાય…..અને એ જ ભક્તિ ની પરાકાષ્ઠા છે…..માટે આપણે હરિ પાસે આ જ માંગવું…. એક તેને જ માંગવો….!!! અહીંયા તો આઠો જામ એક હરિ જ હરિ….!!! મિત્ર ધવલ દ્વારા વૈષ્ણવ હવેલી રાગ માં  ” મોરે મંદિર આજ બધાઈ …ગાઓ મંગલ…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……હરિવર જ્યારે મંદિરે…અંતર ને આંગણે પધારવા ના હોય ત્યારે એમના સ્વાગત માં શુ બાકી રહે???…..એ પછી જૈમીન દ્વારા ” પ્રમુખસ્વામી કા  સંકલ્પ હૈ યે….” અબુધાબી મંદિર રચના …એના મહિમા ને વર્ણવતું પદ રજૂ થયું…..એક બળવત્તર સંકલ્પ એક સત્પુરુષ દ્વારા અને એ ફળ્યા વિના કેમ રહે??? આ તો ભગવાન નું કાર્ય છે અને સત્પુરુષ માધ્યમ છે પછી એમાં ખોટ શાની રહે?? બસ, આમ સર્વે સંકલ્પો પૂર્ણ થશે જ….આપણે તો માધ્યમ….નિમિત્ત બની એ યજ્ઞ માં જોડાઈ જવાનું છે.

એ પછી 22 ડિસેમ્બર, 2020…કોરોના કાળ માં લખાયેલા …પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના એક પત્ર….The letter …પર એક ડોક્યુમેન્ટરી રજૂ થઈ…આ ગાથા મંદિર નિર્માણ ની નહીં પણ મંદિર ના નિર્માતા ની હતી…….એના શબ્દે શબ્દ માં થી ટપકતા ઇશ્વરીય તેજ…ઐશ્વર્ય….સાક્ષાત હરિવર ને એક વિડીયો ના માધ્યમ થી રજૂ કરાયો….

સમગ્ર વિડીયો અચૂક જોવો…….જુઓ તો જ સમજાય છે કે ભગવાન નું કાર્ય શુ છે?? કેવું છે?? ભગવાન ક્યાં પ્રગટ છે …?? બસ….આ તો ભગવાન ની અમાપ…અપાર…અતુલ્ય શક્તિ ની એક ઝલક માત્ર છે…..!!!

અદભુત વિડિઓ….અદ્દભૂત સંદેશ……..!!

આવતી રવિસભામાં પૂ. બ્રહ્મવિહારી સ્વામી સ્વયં પ્રવચન આપવા ના છે….સભાનો અચૂક લાભ લેવો…! પૂ.કોઠારી ધર્મતિલક સ્વામી એ હાલ માં ધામ ગમન પામેલા અમદાવાદ નિવાસી …ખૂબ જ સેવાભાવી ..પ.ભ. સંનિષ્ઠ હરિભક્ત શ્રી રાવજીભાઈ પટેલ નો પરિચય , શોક સંદેશ રજુ કર્યો….

આજની સભાનો એક જ સાર હતો….કે ભગવાન નું પોતાનું કાર્ય….પોતાના સંકલ્પો પોતે પુરા કરે જ છે….આપણે ભળીએ કે ન ભળીએ….માનીએ કે ન માનીએ…..પણ ભગવાન નું કાર્ય પૂર્ણ થાય જ છે. તો આપણે એમાં માધ્યમ….નિમિત્ત બની ને કેમ ન ભળીએ…??? મનુષ્ય અવતારે આવો લાભ ક્યાં મળે?? આપણે તો ખરેખર મહા ભાગ્યશાળી છીએ કે આવો સર્વોપરી સત્સંગ….આવા સમર્થ ગુરુ….આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ઇષ્ટદેવ રૂપે સાક્ષાત મળ્યા છે…..!!!

બસ પ્રાપ્તિ ના આ કેફ ને…આ ક્ષણ ને… જીવી લઈએ….માણી લઈએ…..હજુ તો બ્રહ્માંડ આખું કેસરિયે રંગાશે….સ્વામિનારાયણ નું ભજન કરશે…..એ પ્રત્યક્ષ …વિસ્ફારીત નેત્રે નિહાળવા નું છે…!!!

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે….!!

રાજ


Leave a comment

BAPS રવિસભા-17/12/23

“…..એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે.

…….અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.

……….અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

—————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-અંત્ય-38

ભક્તિ નો માસ….માર્ગશીર્ષ અર્થાત માગશર માસ ની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ પણ ધનુર્માંસ ની હેલી સાથે થયો…..આથી પરોઢિયે મંગળા ધૂન અને આરતી નો લાભ અને અત્યારે રવિસભા નો પરમ લાભ……!બસ આજ ના હરિમય દિવસ ને માણતા માણતા…. મારા વ્હાલા ના આજ ના અદભુત દર્શન……

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..એ પછી એક યુવક મિત્ર દ્વારા જોશીલું…મૂર્તિ પદ….” જુઓ છબી શ્યામસુંદર વર કેરી રે….” ભુમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…….માત્ર આંખો બંધ કરી ને એ હરિ ની સોણલી છબી ને માણવા નો પ્રયત્ન કરો…….ગેરંટી છે કે હૈયું એની કલ્પના માત્ર થી બાગ બાગ થઈ જશે…..નવપલ્લીત થઈ જશે…..તો વાસ્તવ માં એ મૂર્તિ કેવી હશે???? એના ક્ષણભર ના દર્શન માત્ર થી…સારંગપુર 1 ના વચનામૃત માં કહ્યું છે તેમ અખંડ …અપ્રતિમ…સર્વોપરી સુખ નો અનુભવ થશે…..!! એ પછી અન્ય યુવક દ્વારા ” મન વસિયો રે…સહજાનંદ મારે મન વસિયો….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…એ અખંડ સુખ ના સ્ત્રોત સમાન શ્રીજી ની છબી દેખાય પછી સીધી અંતર માં જ સોંસરવી ઉતરી જાય ને…..!! બાકી શુ રહે?? એ એક મન માં વસી જાય પછી સહજ જ આ લોક અને તેના ઉપભોગ સર્વે ફિકકા લાગે……જેને દૂધપાક ના આણા હોય તે ખાટી છાસ માટે દોરાય…???? 😊….હરિ ના અપ્રતિમ આકર્ષણ માં ….બ્રહ્માંડો ખેંચાઈ જાય….!! એ પછી મિત્ર ધવલ દ્વારા મૂર્તિ ના પદો ની આ શૃંખલા માં આગળ ” ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..! અદભુત પદ….! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી અને યુવકો દ્વારા “સતસંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને….” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…….બ્રહ્મસત્ય….જીવ ને સત્સંગ નો ..અર્થાત સત્સંગ એટલે કે સાચા પુરુષ….સાચા શાસ્ત્ર….સાચા ભગવાન નો સંગ થાય તો જ જન્મમરણ ની આ લખચોરાસી ટળે…. બાકી તો માયા ના આ ગાઢા પડળ માં થી આપમેળે છટકવું શક્ય જ નથી….!

એ પછી ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના 4 થી 6 ડિસેમ્બર દરિમયાન ના નડિયાદ વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી થયો……

અદભુત દર્શન……

એ પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી તે પ્રવચન અને વક્તા નું આગમન થયું…..પૂ. અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સનાતન ધર્મ” વિશે રસપ્રદ પ્રવચન નો બીજો ભાગ રજૂ થયો….જોઈએ સારાંશ માત્ર…..

  • સનાતન ધર્મ અજોડ..અતુલ્ય છે….મહાસાગર જેવો છે કે જેનું ઊંડાણ કોઈ પામી શક્યું નથી……જેની વ્યાખ્યા કરવી અઘરી છે….અતિ વિશાળ છે છતાં મદ થી છલકાતો નથી…કોઈ પાળ માં બંધાયેલો નથી…..1948 માં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મહંત શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસ અને એક વૈશ્ય ભક્ત વચ્ચે કાનૂની વિવાદ થયેલો….એમાં જજો ની બેચ સનાતન ધર્મ ની વ્યાખ્યા કરવા બેઠેલી પણ વ્યાખ્યા થઈ શકી નહીં….એમણે આ સનાતન ધર્મ ને ધર્મ નહિ પણ જીવન જીવવા નો એક માર્ગ કહેલો……
  • આ સનાતન ધર્મ સદ્ગુણો…લક્ષણો..જીવન ની કેળવણી આદિક પર આધારિત છે. ભગવાન વેદવ્યાસ શાંતિ પર્વ માં કહે છે કે સૌના પ્રત્યે સદભાવ…સત્ય..શાંતિ..પવિત્રતા જેવા સદગુણ હોય…નિયમ ધર્મ હોય તે સનાતન ધર્મ છે….જો આવા સદગુણ આપણા માં નથી તો આપણે સનાતની નથી….આવા સદ્ગુણો માં…સનાતન નિયમો માં..ભગવાન માં….આત્મા પરમાત્મા, કર્મ ફળ અને પુનર્જન્મ , મૂર્તિ પૂજા અને અવતારવાદ માં અતૂટ શ્રદ્ધા …એ જ સનાતન ધર્મ…
  • અવતારો ની સંખ્યા માં અલગ અલગ શાસ્ત્રો માં ભેદ છે……આપણે સનાતન ધર્મ માં અવતારો ની સંખ્યા માં કોઈ મર્યાદા નથી….સંભવામી યુગે યુગે……શ્રદ્ધા મુજબ ભાવિકજનો… આદિ શંકરાચાર્ય થી લઈને ચૈતન્ય મહાપ્રભુ સુધી ભગવાન ના અવતારો ગણે છે…..આમ, અવતાર વાદ શ્રદ્ધા મુજબ જ ચાલે છે….એ જ સનાતન ધર્મ નું સૌંદર્ય છે….છતાં ભગવાન ની ભક્તિ ક્યારેય ઓછી થઈ નથી…થવાની નથી……ભલે ને વિરોધીઓ આક્રમણ કરે…!!
  • એવી જ શ્રદ્ધા કરોડો લોકો ના અંતર માં ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માનવા માં છે……જેને કોઈ ડગાવી શકે નહીં…….ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ એમ ને એમ નથી ગણતા…..એના અનેક કારણો છે……
  • સ્વામિનારાયણ ભગવાન ને ઘણા સમાજ સુધારક કે સંત કે મહાપુરુષ….માને છે..એમાં કોઈ વાંધો નથી…પણ ભગવાન સ્વામિનારાયણ ના સમય ના સમકાલીન સમાજ સુધારક રાજા રામ મોહનરાય આદિક થયા , પણ એમને કોઈએ એમને ભગવાન ન ગણ્યા……તો એવું તે શું હતું સહજાનંદ સ્વામી માં ..કે એ એમને ભગવાન ગણાયા????
  • ગુરુ રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી ને દીક્ષા આપી ત્યારે એમને ભગવાન તરીકે ગણ્યા હતા…એનો ઉલ્લેખ એ સમય ના દસ્તાવેજી પુસ્તકો માં છે. સ્વમુખે, સ્વામિનારાયણ ભગવાને પોતાના પત્રો, વચનામૃત, પ્રસંગો દ્વારા અને પોતાના જીવન અને કાર્ય, ઐતિહાસિક વિચરણ યાત્રા માં આ પુરુષોત્તમ પણુ છલકાઈ ઉઠે છે..મુક્તાનંદ…ગોપાળાનંદ …બ્રહ્માનંદ…નિત્યાનંદ…નિષ્કુળાનંદ સ્વામી આદિક મોટા મોટા અતિ વિદ્વાન સંતો ના અનુભવો…….અતિ જડ ,વ્યસની મનુષ્ય માં થી નિષ્ઠાવાન હરિભક્ત બનેલા સમકાલીન વ્યક્તિઓ…..એ સમય ના રાજાઓ…અતિ પ્રતિષ્ઠિત વ્યકતીઓ સ્વામિનારાયણ સત્સંગી થયા…. એના પ્રસંગો ….જીવન પરિવર્તન ના પ્રસંગો…એની સાક્ષી પૂરે છે……..
  • એ સમય ના ત્રણ હજાર થી વધુ ધન સ્ત્રી ના ત્યાગી વિદ્વાન સાધુઓ ( એ પણ અતિ કઠિન એવા 113 પ્રકરણ માં થી પસાર થયેલા) , સમાધિ પ્રકરણ ( એના દસ્તાવેજી પુરાવા હજુ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એ જ સમાધિ પ્રકરણ ચલાવેલું…જેના ફોટો, ન્યૂઝ આર્ટિકલ હજુ છે…) , અતિ ગહન શાસ્ત્રો ની રચના, ગગનચુંબી મંદિરો…વડતાલ માં પોતાની મૂર્તિ ની સ્થાપના પોતાના હાથે કરી…પોતાના શિષ્યો ના સુખાકારી માટે માગેલા બે વરદાન…..સામાજિક સુધારા ના કાર્યો…. મહિલા ઓ ના શિક્ષણ પર ભાર મુક્યો, દહેજ પ્રથા બંધ કરાવી, દીકરી ને દૂધપીતી રિવાજ બંધ કરાવ્યો, સતીપ્રથા ને બંધ કરાવી…..આ બધું દસ્તાવેજી પુરાવા સાથે છે…..
  • આજે સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી સુખી છે …એની પાછળ આ જ રહસ્ય છે…..એ જ સ્વામિનારાયણ ભગવાન આજે પણ ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ છે…..જે પ્રત્યક્ષ દેખાય છે. આ સંપ્રદાય નો વિરોધ એ સમયે પણ હતો અને આજે પણ વિરોધ છે અને કદાચ ભવિષ્ય માં ય વિરોધ રહેશે…..છતાં આ સંપ્રદાય ના મૂળિયા…..આ સનાતન ધર્મ સંપ્રદાય ના પાયા ડગશે નહીં……સમગ્ર સનાતન ધર્મ નો સાર રૂપ તત્વ…..નિયમ ધર્મ…ભક્તિ વૈરાગ્ય અહીં પ્રગટ પ્રમાણ જોવા મળશે….

અદભુત પ્રવચન…..!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…..!!! એ પછી જાહેરાત થઈ કે તિથિ મુજબ ના પ્રમુખસ્વામી મહારાજ ની જન્મતિથિ ઉત્સવ ની પ્રતીક ઉત્સવ આવતા રવિવારે ઉજવાશે…..પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ પણ રજૂ થશે. અબુધાબી મંદિર નો પ્રતિષ્ઠા ઉત્સવ નજીક છે……એના માટે થોડીક સૂચના ઓ રજૂ થઈ…જો આપ પ્રતિષ્ઠા ઉત્સવ માં જવાના હો તો ..Festival of harmony એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…એમનું જાહેર સન્માન થયું…..પ.ભ. હર્ષદભાઈ ચાવડા નું પણ સ્વાગત થયું…..

આજની સભાનો એક જ સાર હતો…….કે પૂર્વ ના અનંત પુણ્ય પ્રગટ થયા હશે તો જ આવા સર્વોપરી ભગવાન નું શરણું મળ્યું છે…..અને એ જ સર્વોપરી શ્રીહરિ ….એમના એકાંતિક સંત ગુરુ રૂપે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે……આપણા ભાગ્ય નો કોઈ પાર નથી…એ લખી રાખવું…..

બસ પ્રાપ્તિ ના કેફ ને વધાવી લેવો……..

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા-10/09/23

સ્વામિનારાયણ હરે…..સ્વામી એ વાત કરી જે….

ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે……

————

અક્ષર વાતો-1/22

આજે શ્રાવણ માસ નો છેલ્લો રવિવાર અને સાથે એકાદશી…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક હરિ માં સ્થિર કરવાનો દિવસ…..પછી ભક્તિ નું જોર મોળું કેમ પડે?? ભક્તિ એ જ જીવન સાથે મારા વ્હાલા ના અદભુત દર્શન ને હૃદયસ્થ કરીએ…..એકાદશી સફળ કરીએ…

આજે સભાની શરૂઆત ઓચ્છવીઆ મંડળ દ્વારા થઈ…..આ મંડળ એટલે આપણા સંપ્રદાય જેટલું જ જૂનું પ્રણાલીગત મંડળ…..ઢોલ,ત્રાંસા અને ભૂંગળ ની મદદ થી એકાદશી,પૂનમ કે અન્ય ઉત્સવો ના પદો એમની લાક્ષણિક ઢબે ગાય…..જુના મંદિરો કે શીખરબદ્ધ મંદિરો માં આ મંડળો જોવા મળે….પણ એમને સાંભળવા એક લ્હાવો છે……શેર લોહી ચઢી જાય …!!!😊

અદભુત…..! એમના દ્વારા ધૂન પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ” મારા ઘેર આવો રે ..સુંદર પાઘ ઘડી ને……” પદ એમની આગવી ઢબ માં ત્રાંસા.. ભૂંગળ અને ઢોલ ના પડઘા સાથે રજૂ થયું…..અદભુત…અદભુત…!!

એ પછી “આજ એકાદશી ઓચ્છવ ની…….”બ્રહ્માનંદ સ્વામી રચિત પદ એમના દ્વારા જ..એ જ હોંકારા પડકારા સાથે રજૂ થયું…….અદભુત માહોલ…..!! ભક્તિ આરાધના નો દરેક રંગ હૃદય સુધી પહોંચે છે……! ત્યારબાદ ” મારા મંદિરિયે પધાર્યા …..” પદ એ જ ઉત્સવ મંડળ દ્વારા રજૂ થયું…..ભગવાન અંતર ને આંગણે પધારે ત્યારે હૈયું હાથ રહે??? આ પદ માં એજ લાગણી હતી…..સહજ આનંદ સદાય…….સર્વત્ર…!!! એ જ ઉત્સવ ના ..ઉત્સાહ ના માહોલ માં ….ઉત્સવ મંડળ નું પ્રિય પદ ” છબી તારી….છબીલા તારી….રસીલા તારી…..” બ્રહ્માનંદ સ્વામી રચિત… રજૂ થયું અને સમગ્ર સભામાં એ કીર્તન નો ઉન્માદ …ઉત્સાહ બની ને છવાઈ ગયો…..! મંજીરા..ત્રાંસા.. ઢોલ નો નાદ જ પ્રધાન થઈ ગયો……ભૂંગળ ગુંજી ઉઠ્યા…..છબી તારી…છબીલા….!!!!

આજની શ્રાવણ માસ ની અંતિમ પારાયણ હતી અને પૂ.બ્રહ્મ મુનિ સ્વામી આજે શ્રીહરીલીલામૃત પર પોતાના પ્રવચન ( ભક્તવત્સલ શ્રીહરિ) નો લાભ આપવાના હતા…..પારાયણ પૂજન વિધિ પછી આરતી અને એ પછી પારાયણ નો પ્રારંભ થયો….જોઈએ સારાંશ માત્ર…

  • ભારત ની પુણ્ય ભૂમિ …ભગવાન અને એમના અવતારો…..સંતો ભક્તો ની ભૂમિ છે. એમના લીલા ચરિત્રો હજારો વર્ષો થી ભક્તો ના મનોરથ પુરા કરી રહ્યા છે……ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પહેલાં પ્રગટ થયા અને એમની ભક્તવત્સલતા શાસ્ત્રો માં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે.
  • ગઢડા માં વરસાદ ખેંચાયેલો અને પછી ઇન્દ્રદેવ ની પૂજા કરાવી અને ખૂબ વરસાદ પડ્યો…જીવા ખાચર ના દરબાર માં બિરાજમાન શ્રીહરિ ને વરસાદ નું જોર વધતા બીજી મેડીએ મહારાજ ને બિરાજમાન કરી , ખાટલા ના પાયા તોડી ને તાપણું કરી…મહારાજ ને જમાડી ને અન્ય જગ્યા એ મોકલ્યા….એ રાત્રીએ ભારે વરસાદ માં એક હરિભક્ત દેવા ભગત નું ઘર ધસી પડ્યું અને ભક્ત ની પ્રાર્થના સાંભળી મહારાજે એ ભક્તના ઘર નો મોભ પોતાના ખભા પર લઈ ને એને બચાવ્યો….
  • આમ, ભગવાન ..ભક્ત ની પ્રાર્થના સાંભળી ને દોડી આવે છે…એ સદાય આપણી રક્ષામાં બેઠા છે…..સતત 30 વર્ષ સુધી જ્યાં જ્યાં ભક્તો નો સાદ પડ્યો ત્યાં ત્યાં સ્વામિનારાયણ ભગવાન ની માણકી દોડી છે…..અનેક ભક્તો ના મનોરથ પુરા કર્યા…..જીવન ના પરિવર્તન કર્યા…..શુદ્ધ જીવન જીવતા કરી બ્રહ્મ માર્ગ બતાવ્યો….આત્યંતિક કલ્યાણ ના અધિકારી કર્યા…..
  • ભગવાન સ્વામિનારાયણે એમના જીવન કાળ દરમ્યાન 6 મંદિરો રચ્યા…પોતે બે મુખ્ય શાસ્ત્ર ની ભેટ સત્સંગ સમાજ ને આપી……વચનામૃત અને શિક્ષાપત્રી માં પોતાના સત્સંગીઓ ને સદાચાર યુક્ત ધાર્મિક જીવન જીવવા ની આજ્ઞા કરી…..બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ની ભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો…..એ માટે નિયમ ધર્મ આપ્યા….પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહેવાનું વચન આપ્યું…..
  • સાચા સંત એમના માં રહેલા ભગવાન ને લીધે ઓળખાય…..એમના મુખ પર ભગવાન ની હાજરી નો આનંદ હરઘડી દેખાય…..એનો મહિમા એમના કાર્ય થી દેખાય….ઓળખાય…..! વેદો, પુરાણો, ઉપનિષદો…ભાગવત…રામાયણ….વગેરે માં આવા સાચા સંત ના લક્ષણ દર્શાવ્યા છે…..આપણે તો વચનામૃત ના પાને પાને આવા મોટા સંત ના લક્ષણ ..મહિમા કહ્યા છે……આવા સાચા સંત ની પરંપરા આપણે ત્યાં છે……જે આજે પણ ચાલુ છે અને ચાલુ રહેશે…….
  • આપણા ગુણાતીત ગુરુઓ ના કાર્યો આજે દુનિયામાં વખણાય છે…….માન હોય કે અપમાન….સર્વે સ્થિતિ માં એ સમ …સ્થિર ..સ્થિતપ્રજ્ઞ રહ્યા છે……જીવ માત્ર ના સુખાકારી નો વિચાર પહેલા કર્યો છે…..પોતાના શુદ્ધ જીવન થી લાખો કરોડો મુમુક્ષુ ઓ ના જીવન બદલ્યા……સ્વભાવ ટાળ્યા….કોઈનો તિરસ્કાર નહીં….બધા પ્રત્યે કરુણા…આદર ભાવ….! હિન્દૂ ધર્મ …સનાતન ધર્મ ની રક્ષા…. વિકાસ ..પ્રચાર માટે ભગવાન ના અનેક અવતારો….મહાદેવ ના મંદિરો ની રચના…માં યોગદાન આપ્યું….સમાજ ના વિકાસ માં સિંહફાળો આપ્યો…..આમ આપણી સંસ્કૃતિ..ધર્મ….સંસ્કાર ની રક્ષા કરી..પોષણ કર્યું…..જેના સૌ કોઈ સાક્ષી છે……
  • આપણ ને જે ભગવાન માં શ્રદ્ધા હોય…..કે જે માતાજી માં શ્રદ્ધા હોય…તેના સાચા ભક્ત થવું…….નિષ્ઠા દ્રઢ રાખવી……સત્સંગ માં સદાય દ્રઢ રહેવું…..સત્સંગ ક્યારેય છોડવો નહીં…..એ જ જીવન છે… !!

અદભુત…અદભુત….!! પ્રેરક પ્રવચન……..!

ત્યારબાદ એક વિડિયો દ્વારા ગુરુ મહંત સ્વામી મહારાજ ની ભક્ત વત્સલતા ના દર્શન થયા……સારંગપુર માં દંડવત કરતા યુવકો ના કપડાં ન બગડે એની ચિંતા કરી….કણાદ સુરત માં અસહ્ય ગરમી માં હરિભક્તો ને બેસવું પડ્યું એ માટે સ્વામીશ્રી એ સર્વે ની ક્ષમા માંગી…..સાંકરી માં એક હરિભક્ત ની 56 વર્ષ પહેલાં ની લાલ મોટર માં બેઠેલા એ સ્વામી ને એ હરિભક્ત ને જોઈને યાદ આવી ગયું…..અદભુત ભક્ત વત્સલતા….!! …સારંગપુર માં એક નાના બાળક નો રૂબરૂ ચરણ સ્પર્શ નો સંકલ્પ અંતર્યામી પણે પૂરો કર્યો…!

આવતા રવિવારે સાંજે 5.30 શાહીબાગ બાલિકા પારાયણ છે…..અહીં થી બે સંતો અમેરિકા અક્ષરધામ જઇ રહ્યા છે….એમનું જાહેર માં અભિવાદન થયું.

આજની સભાનો એક જ સાર હતો……જે ભગવાન ની પ્રાપ્તિ આપણ ને થઈ છે….જે ગુરુ આપણ ને મળ્યા છે….તેના આદર્શ ભક્ત..શિષ્ય થવું…….એમની આજ્ઞા માં દ્રઢ રહેવું…..એમની લાજ વધે તેમ કરવું….એમણે આપણા પર મુકેલો વિશ્વાસ ભંગ ન થાય….એમ જીવન જીવવું……!!!

એમની જ નીતિ..રિતી …આજ્ઞા જ સર્વોપરી….! એ જ આપણું જીવન…….એમનો જ રાજીપો એ જ જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/09/23

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય?”

પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે,

“ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં, ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય; ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે,’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહીં ને આ કરવું નહીં,’ તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”

—————————

વચનામૃત – લોયા 06

આજકાલ વિવાદો..અજ્ઞાન નો ઉકળાટ વધારે છે અને એમાં એક હરિ નું જ શરણું પકડવું પડે……અને આથી જ સમય પહેલા જ મંદિરે પહોંચી ગયા…..મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા અને હૃદયભરી ને પ્રાર્થનાઓ કરી ……સર્વે નું ભલું હો……એ પ્રાર્થના સાથે….મારા વ્હાલા ના અમીટ દર્શન…

સભાની શરૂઆત પૂ.વિવેકમુની સ્વામી અને યુવકો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ…..મન હરિ માં એકાકાર થઈ ગયું…….અને કેવળ એક હરિ જ રહ્યા…..!!! આ તો સમાધિ ની જાણે કે શરૂઆત છે…..પથ લાંબો છે…વિકટ છે પણ સારથી …પણ એ જ છે….!! બસ ચલતે રહો…..!!! એ પછી પૂ.વિવેકમુની સ્વામી દ્વારા જ સદગુરુ મંજુકેશાનંદ રચિત પદ ” તારી મૂર્તિ લાગે છે પ્યારી…શ્રી ઘનશ્યામ હરિ….” રજૂ થયું…..અને એ જ મરમાળી …કિશોર મૂર્તિ ના દર્શન હૃદય માં અંકિત થઈ ગયા….મહારાજ ના એક એક અંગ નું કેવું અદભુત વર્ણન…..!!! એ તો સાક્ષાત નારાયણ મળ્યા હોય તો જ આવા કેફ થાય અને આવા પદ ની રચના થાય…..! એ પછી પૂ દિવ્યકિશોર સ્વામી ના મુખે ” જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે….” પદ રજૂ થયું…….સર્વોપરી સંપ્રદાય ….એનો સર્વોપરી સિદ્ધાંત…..કે જેમાં જીવ ના મોક્ષ…બ્રહ્મરૂપ થવા સિવાય કોઈ વાત નહીં….!! બસ બ્રહ્મરૂપ થવું….કેમ થવું….કઈ રીતે થવું….એ સર્વે અહીં સર્વ શાસ્ત્ર ના સાર રૂપે સહજ શીખવા મળે છે……તમે શીખો છો કે નહીં…?? એ તમારા પર છે…બાકી અહીં કલ્યાણ નો માર્ગ સ્પષ્ટ દેખાડ્યો છે…..એ પછી યુવકો દ્વારા ” ગાવો રે ગુણ પ્રગટ ગુરુજી ના ….અવસર નહીં મળે રે આવો રે…” ભક્તરાજ વલ્લભ દાસ રચિત કીર્તન નો લાભ મળ્યો…..! પ્રગટ નું સુખ જ સર્વોપરી છે…….માણી લેવું….!

એ પછી શ્રાવણ માસ ની પારાયણ પ્રસંગે આજે પૂ.વેદપુરુષ સ્વામી એ , શ્રીહરીલીલામૃત ગ્રંથ( આણંદ માં શ્રીહરિ નું અપમાન) પર પારાયણ નો લાભ આપ્યો….યજમાનો દ્વારા પ્રસંગોચિત પૂજા વિધિ આરતી બાદ પારાયણ શરૂ થઈ…જોઈએ સારાંશ….

  • લોયા 6 ના વચનામૃત માં શ્રીહરિ એ કહ્યું છે તેમ જીવે મનધાર્યું મૂકવું…..ભગવાન અને સંત કહે તેમ કરે તો જ સુખ થાય…..સંપ્રદાય ના ઇતિહાસ માં ઘણા પ્રસંગ છે ….ભયાવાદર ના જાદવજી….ઉપલેટા ના જોરાભાઈ વગેરે ના પ્રસંગ માં સ્પષ્ટ દેખાય છે કે એ લોકો એ ભગવાન ની આજ્ઞા લોપી અને દુઃખ આવ્યું…..
  • મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે ….આથી જ એમની આજ્ઞા મુજબ જ કરવું…મનધાર્યું ન કરવું. પોતાનું ગમતું મૂકી દેવું…..મોટા પુરુષ અને ભગવાન રાજી થાય એમ જ કરવું……..
  • સત્પુરુષ અને મહારાજ …સદાયે પોતાના ભક્તો માટે ઝુક્યા છે…..ભક્તો ની ભૂલ ને પોતાના શિરે લીધી છે અને ભક્તો ને બચાવ્યા છે……આ નિર્માની પણુ જ તો સત્પુરુષ નો ગુણ છે…એ જ રીતે સહન કરવું- એ પણ મોટા પુરુષ નો પોતીકો ગુણ છે……જે ભક્તો વિપરીત પરિસ્થિતિ માં પણ ભગવાન ને છોડતા નથી…એમને ભગવાન પણ છોડી દેતા નથી…એની રક્ષા માં રહે છે. છેક શ્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…..સૌએ પોતાના શિષ્યો ના સુખાકારી માટે સદાય સહન જ કર્યું છે….અને આ ગુણ જોઈને અનેક જીવ સત્સંગી થયા છે…..
  • આજના પ્રસંગ માં સ્વામી એ કહ્યું તેમ આણંદ શહેર માં દ્વેષી ઓ એ મહારાજ નું સંતો નું સાથે ના હરિભક્તો નું અપમાન ધૂળ ઢેફા થી કર્યું છતાં મહારાજે સૌને માફ કર્યા અને પરિણામ આજે આણંદ માં દેખાય છે…..આજે ત્યાં સ્વામિનારાયણ સત્સંગ સર્વોપરી છે….મહારાજ એ સમયે બોલ્યા હતા..કે ઇડરિયો ગઢ જીત્યા….!!!
  • આમ, આપણા ભગવાન ની…ગુરુ ની એ જ રિતી નીતિ છે કે ..અપમાન નો બદલો અપમાન થી ન લેવો……બસ ઊલટું એના સારા માટે ભગવાન ને પ્રાર્થના કરવી…..!!! અને એટલે જ આપણા ગુરુ…આપણા ભગવાન….આપણો સંપ્રદાય સર્વોપરી છે……!!

જાહેરાત થઈ કે- એ પછી આવતા ગુરુવારે, જન્માષ્ટમી ની વિશિષ્ટ સભા બાલમંડલ દ્વારા અતિ ભવ્ય રીતે ઉજવવા ની છે …આવતા રવિવારે પણ પારાયણ છે…..ફરાળી ભાખરી લોન્ચ થઈ છે….

એક વીડિયો ના માધ્યમ થી અમેરિકા સેવામાં વ્યસ્ત સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ ” ક્ષમા” ના ગુણ પર પ્રવચન આપતા કહ્યું કે- માફ કરવું….સહન કરવું એ ગુણાતીત નો પોતીકો…આપણો ગુણ છે….અંતર ની શાંતિ નો માર્ગ છે. બીજા ની ભૂલ માફ કરતા શીખો….આપણા ભગવાને…ગુરુઓ એ આ જ કર્યું છે. જીવન માં કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખવો નહીં….બીજાની ભૂલો ભૂલી જાઓ…..અક્ષરધામ નું નિર્માણ આ ગુણો શીખવા માટે છે….માટે જ આદર્શ સત્સંગી …બનવું…આવા ગુણ જીવન માં કેળવવા…

એ પછી એક વીડિયો દ્વારા એ જ “ક્ષમા” ના ગુણ વિશે એક સંવાદ રજૂ થયો….ભુજ ના અતિ ભયંકર ભૂકંપ પર અમેરિકા અક્ષરધામ માં એક સંવાદ સભામાં રજુ થયો હતો…એનો વીડિયો હતો. ભૂકંપ વખતે આપણી સંસ્થા એ ત્યાં તાત્કાલિક ધોરણે ભોજન શાળા શરૂ કરી સર્વે પીડિતો…સેવામાં જોડાયેલા સરકારી સ્ટાફ…સ્વયંસેવકો ને ગરમાગરમ જમવાનું પૂરું પાડ્યું. આપણા એક સંત અને એક સ્વયંસેવક ને સેવા દરમિયાન અકસ્માત થયો પણ ત્યાં ફરજ પર ના ડોકટરે એની ટ્રીટમેન્ટ કરવાની ના પાડી…..એ સંત અને સેવક પછી તો ધામ માં ગયા…કાર્યકરો માં આક્રોશ હતો અને બધાના મનમાં ગાંઠ પડી ગઈ કે આ ડૉક્ટર્સ ને આપણે હવે કોઈ સગવડ આપવી નથી…જમવાનું પણ પૂરું પાડવું નથી…….પણ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે આજ્ઞા કરી કે એમની ભૂલ ભૂલી જાઓ…આપણા થી એમના જેવું ન થાય…આપણે તો સેવા કરવાની……પૂ.બ્રહ્મવિહારી સ્વામી એ પોતે એમને પીરસવા નું છે….!!! અદભુત…..અદભુત….! અતુલ્ય કરુણા….!!

એ પછી, મહંત સ્વામી મહારાજ નો યુવકો સાથે નો સંવાદ રજૂ થયો…..અમેરિકા ના આ યુવકો બાલમંડલ માં હતા ત્યારે એમને એક શિબિર માં બેસવા ઉઠવા ની અગવડ પડી હતી અને મહંત સ્વામી મહારાજે એ સમયે એમની માફી માંગી હતી…..Lesson of forgiveness…..! સ્વામીએ કહ્યું કે ક્ષમા એ ખુમારી નો ગુણ છે….હું પોતાને અને સામા વાળા ને સરખા જ સમજી ને વિચારીએ……તો ક્ષમા થઈ શકે.

આજની સભાનો એક જ સાર હતો……આપણા ગુરુ અને ઇષ્ટદેવ ની આજ્ઞા શિરસાટે રાખવી…..મનધાર્યું ન કરવું અને કોઈ આપણું અપમાન કરે તો એનું સામે અપમાન ન કરવું પણ એનું ભલું જ થાય એમ જ સદાય પ્રાર્થના કરવી….! એમાં જ સ્વામી શ્રીજી નો રાજીપો છે….અને એટલે જ આ સત્સંગ છે…..સુખ છે…

ચાલો આજની સ્થિતિ અનુસાર …સર્વે અજ્ઞાની ના કલ્યાણ માટે…એમની સદબુદ્ધિ માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના ચરણો માં પ્રાર્થના કરીએ…

સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો…..

જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા- 20/08/23

આજે અમદાવાદ માં મેઘરાજા ની પુનઃ પધરામણી થઈ અને આજે આ દેહ નો જન્મદિવસ…..આથી સવાર ની શરૂઆત જ શાહીબાગ મંદિરે આરતી, સંતો ના દર્શન….આંબલીવાળી પોળ ના અદભુત દર્શન થી થઈ….હૈયું બાગ બાગ થઈ ગયું….આપણે કોના?? એના ઉત્તર માં હૈયું કેફ થી ભરાઈ ગયું….મારા ઠાકરે ..મારા ગુરુએ એટલી અમીવર્ષા કરી છે કે મન માં એના સિવાય કોઈ સંકલ્પ વિકલ્પ જાણે કે થતા જ નથી……બસ આ જ રંગ માં તરબોળ રહેવું છે સદાય….અને એ જ કેફ સાથે મારા વ્હાલા શામળિયાના દર્શન….ચાલો કરીએ ગુલાલ….

સભાની શરૂઆત યુવક વૃંદ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….એ પછી એક યુવક દ્વારા ” ઝુલાવું પ્યારા હિંડોળે….હરિવર ને….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું …..શ્રાવણ માસ ની હેલી થી નવપલ્લીત થયેલા તરુવર વચ્ચે ફૂલો થી આચ્છાદિત હિંડોળે ઝૂલતા….ભક્તો ના મનોરથ પુરા કરતા હરિવર ના દર્શન કેવા હશે….!!! કલ્પના માત્ર થી જ અંતર માં પરમ આનંદ નો અનુભવ થાય છે…..કદાચ આને જ બ્રહ્મસુખ કહેવાતું હશે….!!! બસ …..એ જ જોઈએ…..! મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા શાસ્ત્રીય ઢાળ માં ” આવો ઘનશ્યામ ઝુલાવું રી હિંડોરના મેં……”બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..એ જ હિંડોળો….એ જ મૂર્તિ..એ જ સ્મૃતિ…એ જ અદભુત દર્શન….!! ત્યારબાદ પૂ.પ્રેમવદન સ્વામી ના મધુર સ્વર માં હિંડોળા દર્શન યાત્રા આગળ વધી અને પ્રેમસખી રચિત ” ઝૂલન કે દિન આયે……” પદ નો કલાવતી રાગ માં લાભ મળ્યો…. …અને ફરીથી એ જ પૂ. સંત ના સ્વર માં ..એ જ કવિરાજ સંત ની રચના ” આયો શ્રાવણ માસ અનુપ……” પદ નો લાભ સર્વ ને મળ્યો…..હરિ અને હર ની ભક્તિ મહિમા સમજવા ના આ અતિ પવિત્ર માસ નો મહિમા આ પદ માં સ્પષ્ટ થયો……

એ પછી શ્રાવણ માસ ની શ્રીહરિ લીલામૃત (કળશ 4-ક્ષમાવાન શ્રીહરિ) પર પારાયણ ની શરૂઆત થઈ …સર્વ યજમાનો દ્વારા પ્રારંભિક પૂજા વિધિ થઈ અને વક્તા તરીકે પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા પારાયણ નો પ્રારંભ થયો…..જોઈએ સારાંશ…..

  • શ્રીજી મહારાજ પોતાના ભક્તો ના મનોરથ પૂર્ણ કરવા મનુષ્ય રૂપે અહીં પધાર્યા અને તેમણે જે ચરિત્ર કર્યા તે અનેક ગ્રંથો માં ગ્રંથસ્થ થયા છે …ભક્તચિંતામણી આદિક ગ્રંથો માં આ જ લીલા ચરિત્ર છે.
  • જેતલપુર માં મહાયાગ થયો અને એ પ્રસંગ માં શ્રીજી મહારાજ ની કરુણા ના દર્શન …એ પ્રસંગ નું નિરૂપણ આજની પારાયણ માં થયું. વામમાર્ગી ઓ એ આ મહાયજ્ઞ ના આયોજન માં વિઘ્ન ઉભું કરવા અનેક પ્રયત્નો કર્યા પણ ધાર્યું તો એક ધણી નું જ થાય…એ મુજબ હરિ ની મરજી મુજબ જ મહાયજ્ઞ થયો……
  • એ અધર્મી ઓ ની ખોટી વાતો માં આવી ને અમદાવાદ ના મરાઠી સૂબા એ મહારાજ ને ભદ્ર ના કિલ્લામાં આમંત્રિત કરી ગરમ તેલ ના ટાંકા માં નાખી ને મારવાનો કારસો ઘડ્યો…..! પણ મનુષ્ય નું ધાર્યું ક્યાં થાય?? એ તો સર્વ ભગવાન નું જ ધાર્યું થાય….એની મરજી વિના તો કોઈ થી તરણું પણ તોડી ન શકાય….સૂબા નો ખેલ ખોટો પડ્યો….શ્રીજી મહારાજ ની મરજી જ ચાલી….બધું ષડયંત્ર ભાંગી પડ્યું…મહારાજે સૂબા ને કહ્યું કે…તમારું રાજ છે ત્યાં સુધી અમદાવાદ માં પગ નહીં મૂકીએ…..એમ કહી ને ચાલી નીકળ્યા…..!
  • ધન, કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે મનુષ્ય નો મદ… અભિમાન વધારે છે…..એને મદ ને લીધે ભગવાન ની પણ બીક લાગતી નથી….ભગવાન નો પણ દ્રોહ કરી બેસે છે….એ જીવ ને ભગવાન નો મહિમા સમજાતો નથી…..પણ સમર્થ હરિ પળ માં શુ ન કરે??? બધું જ કરી શકે….માટે જ જીવે પોતાનું સ્વરૂપ સમજવું…ભગવાન નો મહિમા સમજવો…..અહંકાર નો ત્યાગ કરવો….મોટા સંત અને ભગવાન ની આજ્ઞા માં સારધાર રહેવું……

અદભુત લીલા ચરિત્ર…..!!!

ત્યારબાદ સભામાં હાજર પ.ભ. લેફ્ટનન્ટ કર્નલ મનીષભાઈ મોદી નું પૂ.યજ્ઞપ્રિય સ્વામી ના હસ્તે અભિવાદન થયું.

ત્યારબાદ અબુધાબી મંદિર ની રચના…એનો સંકલ્પ..મહિમા સમજાવતો વીડિયો રજૂ થયો….

આજે સભામાં પૂ.બ્રહ્મવિહારી સ્વામી હાજર હતા….તેમણે વાત કરતા કહ્યું કે ( સારાંશ માત્ર) – ઘણા સમય પછી અમદાવાદ ની વિરાટ ..ભવ્ય સભાના દર્શન થયા છે…..અબુધાબી નું મંદિર એ મોટા પુરુષ ના સંકલ્પ નો પ્રતાપ છે……બાપા એ કહ્યું છે કે આ મંદિર નો મહિમા બ્રહ્માંડ માં ગવાશે…….! મનુષ્ય તરીકે આપણ ને કાલ નો ખ્યાલ નથી…..મોટા પુરુષ બધું જાણે છે….અશક્ય શબ્દ વ્યક્તિ..સંજોગો મુજબ બદલાય છે…….આ મંદિર ઐતિહાસિક રીતે પણ અશક્ય લાગે….વામદેવ શાસ્ત્રી જેવા અતિ વિદ્વાન પુરુષે આ મંદિર ને લીધે અમને સંતો ને અબુધાબી શહેર ના જાહેર રોડ પર અમને પંચાંગ પ્રણામ કર્યા….!!! બે મુસ્લિમ દેશો..અબુધાબી અને બેહરિન માં મંદિર ની રચના…એ આપણી સંસ્થા ના સંસ્કાર…સિદ્ધાંતની.. મૂલ્ય ની શક્તિ દર્શાવે છે…..મોટા પુરુષ ના સંકલ્પ દર્શાવે છે…..બધા માટે આ એક ચમત્કાર જ છે….શતાબ્દી ઉત્સવ પછી તો બધા ને દેખાય છે આપણી સંસ્થામાં અશક્ય નામનો શબ્દ જ નથી….!!! આ મંદિર માં સર્વે સંતો અને હરિભક્તો નીં સેવા અતુલ્ય છે….અદભુત છે…! 70 % કાર્ય પૂરું થઈ ગયું છે….સમગ્ર દુનિયા ના નેતાઓ..પ્રતિનિધિ ઓ અહીં આવી ગયા છે…આવે છે…..! આપણા સંકલ્પ શુભ હોય તો મોટા પુરુષ અને ભગવાન એ પૂર્ણ કરે જ છે….બસ સંકલ્પ શુભ હોવા જોઈએ….આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ…..આપણા વડાપ્રધાન મોદી પણ આપણી સાથે…આપણા શુભ સંકલ્પ ને સમજે છે….આપણા ગુરુઓ ની એક જ વાત…કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય….દાનત હોય તો થાય…!! માટે કાર્ય કરવા દાનત રાખવી….સંકલ્પ બળિયા રાખવા…!!!!!

અદભુત….અદભુત…..!!!

આજની સભાનો એક જ સાર હતો- મોટા સંત અને ભગવાન નો મહિમા સમજવો…….એમની આજ્ઞા માં રહેવું….એ જ સત્સંગ છે…એ જ પરમસુખ છે…એ જ બ્રહ્મમાર્ગ છે…..

આપણે આ સમજવા માટે તો સત્સંગ માં આવ્યા છીએ…..દાનત શુભ રાખવી અને મંડી પડવું….!!

સર્વે નું ભલું થાય…સર્વે નું કલ્યાણ હો…….જય સ્વામિનારાયણ…

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

રાજ


Leave a comment

BAPS રવિસભા- 12/03/2023

આજકાલ અમદાવાદ માં ઠંડી, ગરમી અને અલપઝલપ વરસાદ નો અનુભવ થાય છે….ઋતુચક્ર જાણે કે આપણા જીવન ની વાર્તા જેવું થઈ ગયું છે….પણ એક વાત નિશ્ચલ છે….એ છે જીવ નું પોષણ..સત્સંગ…અને એના માટે જ આ બધું છે…..એના કેન્દ્ર માં રહેલા મારા વ્હાલા ના દર્શન સૌપ્રથમ……

સભાની શરૂઆત ધૂન દ્વારા થઈ અને ત્યારબાદ મિત્ર જૈમીન દ્વારા ” સંત જન સોઈ સદા મોહે ભાવે….” સત્સંગ ની મા મુક્તાનંદ સ્વામી રચિત પદ રજુ થયું અને શ્રીજી નો પોતાના ભક્તો પ્રત્યે નો પક્ષપાત છતો થઈ છવાઈ ગયો……સત્સંગ માં એક સ્પષ્ટ વાત- જો જીવ , હરિ ના કહ્યા માં રહેશે..એના રાજીપા માં રહેશે તો જીવ ના કલ્યાણ નું કાઈ કહેવું નહીં પડે….!! ત્યારબાદ પ્રશાંતભાઈ દ્વારા ” આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે….” પદ રજૂ થયું….ત્યારબાદ ” વ્હાલા લાગે ..વ્હાલા લાગે રે પ્રમુખ સ્વામી આજ સૌને …”ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ જૈમીનભાઈ અને યુવકો દ્વારા રજૂ થયું. …પ્રમુખ સ્વામી મહારાજ ની એ સ્નેહભરી આંખો…..સહજ સ્મિત સભર ચહેરો…એક પળ પણ વિસરાતા નથી……ગુણાતીત ની એ જ તો ઓળખાણ છે..એ કદી વિસરાતા જ નથી…!

ત્યારબાદ સત્પુરુષ ની નિશ્રા માં ..સારંગપુર ખાતે ઉજવાયેલા ભવ્ય ફુલદોલ ઉત્સવ નો દિવ્ય દર્શન નો લાભ વિડીઓ દ્વારા મળ્યો…

અદભુત વીડિયો દર્શન…..!!

ત્યારબાદ શતાબ્દી ઉત્સવ ની અવિસ્મરણીય સ્મૃતિઓ માં આજે ભોજન વિભાગ નો વારો હતો…..આ એનો અહેવાલ પૂ. ધર્મરત્ન સ્વામી – અમદાવાદ મંદિર ભંડારી સ્વામી, દ્વારા રજૂ થયો….જોઈએ સારાંશ…

  • આપણી ઉત્સવ પરંપરા છેક શ્રીજી મહારાજ ના સમય થી ચાલતી આવે છે…..શ્રીજી મહારાજે જેતલપુર નો મહાયજ્ઞ કર્યો ..લાખો લોકો ને જમાડ્યા….અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે , સારંગપુર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સમયે શિરા નો જમણવાર કર્યો…એ વગેરે પ્રસંગો હજુ યાદ આવે છે…….આપણા બધા ગુણાતીત ગુરુઓ એ દરેક સમૈયા પાછળ અતુલ્ય સેવાઓ કરી છે….
  • શતાબ્દી ઉત્સવ માં શરૂઆત માં મંદિર થી જ ભોજન જતું…એ પણ ત્રણ ટાઈમ નું..રોજ નું પાંચ હજાર થી વધુ હરિભક્તો નું….!! બાપા અહીં આવ્યા ત્યારે તો રોજ નું 22000 થી વધુ અને નગર માં શરૂ થયું ત્યારે કુલ 25 લાખ હરિભક્તો સમૈયા પહેલા જ જમી ચુક્યા હતા……છ મહિના પહેલા જ , એક મહિના ના ઉત્સવ ની તૈયારી ચાલુ થઈ ગઈ હતી…..એક મહિના માં 10 થી વધુ બોઇલરો માં બાર હજાર ટન લાકડા નો ઉપયોગ થયો…..!!! જે રસોઈ માં કલાકો લાગતા હવે તે માત્ર ગણતરી ની મિનિટો માં બની જતું…….! રસોડા વિભાગ માં 20 જેટલા પેટા વિભાગ, 120 જેટલા સંતો, 8000 થી વધુ સ્વયંસેવકો, 10 બોઇલર્સ, 400 થી વધુ નાના મોટા રસોડા ના મશીનો( એ પણ વગર ચાર્જે એક મહિના માટે સેવામાં મળ્યા…!!) , એક ટંક માં એક લાખ લોકો નું જમણ બને , 10 લાખ કિલો બટાકા મહિનાઓ પહેલા સેવામાં મળ્યા….એમના માટે કોલ્ડ સ્ટોરેજ ની વ્યવસ્થા થઈ……જે છેક જાન્યુઆરી સુધી ચાલુ રાખ્યા…!! 500 ટન ઘઉં, 60 ટન ગોળ, 150 ટન ચણા( એમાં દુબળી ભગત ની જેમ ભાદરા ગામ ના એક દેવીપૂજક ના પાંચ કિલો ચણા ની સેવા પણ હતી….) …!!!!
  • રોજ 5 ટન ઘઉં ની રોટલી,ભાખરી, 22000 લીટર રોજ ની ચા……550 રસોયા….રોજની 10 ટન દાળ, 5 ટન ભાત અને 60 ટન શાકભાજી…..!!! અરે…દોઢ લાખ પુરણપોળી એક સમય ન ભોજન માં બનતી…..દોઢ લાખ પીસ દાબેલી/સમોસા/સ્પ્રિંગ રોલ…..બનતા..!! સમૈયા માં 14 ટન જેટલું તો નમકીન વપરાયું…..!! એટોપ , બાલાજી ,હલદીરામ વગેરે જેવી કંપની ઓ એ ટન બંધ નમકીન ની સેવા કરી…..!! સંકલ્પ ઢોસા વાળા એ ત્રણ લાખ ઈડલી અને બે ટન સંભાર બનાવી આપ્યો……!! બધા કંપની વાળા આપણું રસોડું જોવા આવ્યા અને ખૂબ પ્રભાવિત થયા…..! …રસોડા ની સેવા ની માહિતી આપતો વીડિયો રજૂ થયો….
  • પ્રેમવતી- કુલ 35 પ્રેમવતી થયા….અને એમાં મળતી આઇટમો સાવ સેવા ના ભાવે …માત્ર 20 રૂપિયામાં બધાને મળે એવું આયોજન , બાપા ની ઈચ્છા પ્રમાણે થયું. પ્રથમવાર જ યુવતી મંડળે , પ્રેમવતી માં અદભુત સેવા કરી. સોફ્ટવેર, કોમ્પ્યુટર સિસ્ટમ નક્કી થયા…મિટિંગો થઈ….પણ જે આયોજન થયું હતું….તે બધા આંકડા ખોટા પડ્યા….રોજ ની લાખ લાખ ડિશ તો માત્ર ખીચડી જ થઈ…..રોજ ના 80000 તો પાઉભાજી ડિશ …લાખ સમોસા ..થતા..!! ….રોજ ના અઢી લાખ પાઉ ની જરૂર પડતી…!!! રોજના 5 લાખ થી વધુ બિલ બનતા હતા….!! પ્રેમવતી માં સપ્લાય કરતા ….બિલ બનાવતા…પીરસતા સ્વયંસેવકો બિચારા થાકી ગયા……!! પીઝા માટે કુલ 15 ટન થી વધુ ચીઝ વપરાઈ….30 ટન તો મકાઈ ની ધાણી.. પોપકોર્ન થયા….!!
  • અનેક પ્રશ્નો…સમસ્યાઓ…વિપરીત સંજોગો આવ્યા પણ કેવળ અને કેવળ બાપા ની પરમ કૃપા કે પ્રવેશ થયો કે સર્વે નું સમાધાન સામે થી મળી ગયું…….સ્વયંસેવકો એ રાત દિવસ જોયા વગર , અઢળક સેવા કરી છે………આ બધું કૈક એમને એમ ન થાય….આ તો સત્પુરુષ અને ભગવાન ની પ્રત્યક્ષ હાજરી થી જ થાય……!! જે કોઈ અહીં ભોજન નો લાભ લઇ ને ગયા છે એ સર્વે ને સત્સંગ નો યોગ થાય….!!

અદભુત….અદભુત….!! એ પછી મહિલા સંયોજક ભાસ્કર ભાઈ એ પ્રેમવતી માં બહેનો ની સેવા ની માહિતી આપી……એમણે કહ્યું કે….

  • પ્રેમવતી માટે ના સોફ્ટવેર ની ટ્રેનિંગ થઈ….2300 જેટલી યુવતીઓ પ્રેમવતી સેવામાં જોડાઈ….એ બધાની તાલીમ થઈ….સ્ટોક મેનેજમેન્ટ, કેશ મેનેજમેન્ટ, સપ્લાય વગેરે અદભુત રીતે કાર્ય થયા…..
  • એટલું બધું કામ રહેતું કે ભલભલા સ્વયંસેવકો થાકી જાય છતાં યુવતીઓ એ આ કપરું કાર્ય, દેહ ને અવગણી ને પૂરું કર્યું…..રોજના 15000 થી વધુ પીઝા બનતા…..અલગ અલગ મેનુ અને એ પ્રમાણે વિવિધ વાનગીઓ બહેનો એ બનાવી…અનેક વિપરીત સંજોગો આવ્યા…બીમારીઓ આવી છતાં બહેનો એ પોતાની સેવા છોડી નહીં…!

પૂ.જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા 24 માર્ચ, અમદાવાદ IIM માં લીડર શિપ પર એક વક્તવ્ય છે..જેમાં બેપ્સ ના યુવક યુવતીઓ , કેવળ પ્રિ રજિસ્ટ્રેશન દ્વારા લાભ લઇ શકશે…….

આજની સભાનો એક જ સાર હતો કે..જો જીવ એક ગુરુ અને ભગવાન ની પ્રસન્નતા…રાજીપા નો જ વિચાર કરી કોઈ કાર્ય કરે તો એ કાર્ય માં ભગવાન પોતે ભળે છે અને અશક્ય લાગતા કાર્ય પણ સહજ માં શક્ય બને છે…….!! છેવટે તો ભગવાન ની પ્રસન્નતા ને અર્થે થતા સર્વે કાર્ય નિષ્કામ ભક્તિ જ છે…….

ભક્તિ નો આ માર્ગ નિરાળો છે…..કૈક જુદો જ છે……જો એ સમજાશે અને એ મુજબ જીવાશે તો જીવ જરૂર બ્રહ્મરૂપ થઈ ને પરમ પદ ને પ્રાપ્ત કરશે……

જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


1 Comment

BAPS રવિસભા-10/07/2022

આજે અમદાવાદીઓ ને મેઘરાજા એ થોડોક આરામ આપ્યો હતો….કદાચ એમણે પણ દેવપોઢી એકાદશી કરી હશે..!! સમય પહેલા સભામાં પહોંચી ગયા અને સત્પુરુષ જ્યાં હાજર હોય ત્યાં માનવ મહેરામણ તો હોય જ…..એ મહેરામણ નો લાભ લેતા લેતા સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનમોહક દર્શન….અંતર માં ઉતારો એવી છબી આજ ઘનશ્યામ ની…

સભાની શરૂઆત સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન અને પ્રાર્થના થી થઈ….સમગ્ર સભા આ ધૂન માં એકતાલ થઈ ગઈ….! અદભુત..! ત્યારબાદ પૂ.કૃષ્ણપ્રિય સ્વામી દ્વારા ” ધન્ય ધન્ય આવા સંત ને…જેના પૂજને શ્રીહરિ પૂજાય રે…” રજૂ થયું…..વચનામૃત ગઢડા પ્રથમ 27 ના પદ્ય સ્વરૂપ એવા આ પદ માં મોટા સંત અને શ્રીજી ની એકરૂપતા રજૂ થઈ….! જો જીવ ને આ સમજાય અને મોટા સંત નો મહિમા સમજાય તો જીવ ને શિવ થતા વાર ન લાગે..!!..એ પછી અન્ય એક સંત દ્વારા ” તપ કરે જ્ઞાનજીવન જી ..તપ કરે…” પદ રજૂ થયું અને યોગીબાપા ની એ ડોલતી… સ્નેહમૂર્તિ નજરો સમક્ષ છવાઈ ગઈ….! આજે એકાદશી હતી અને એક અન્ય સંત દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” ધન્ય ધન્ય આજની એકદશી રે….” પદ રજૂ થયું. ….! અદભુત પદ..!!

ત્યારબાદ પૂ.વિવેકસાગર સ્વામી એ ચાતુર્માસ ના મહિમા વિશે રસપ્રદ પ્રવચન નો લાભ આપ્યો….જોઈએ સારાંશ માત્ર..

  • ચાતુર્માસ એટલે આંતરજાગૃતિ નું પર્વ…….ઉત્સવો… એ પણ સંસ્કાર ….શુદ્ધ ભક્તિ સહિત….ધર્મ નિયમ સહિત ઉજવવા ની પરંપરા શ્રીજી એ આપ્યા…હિન્દૂ ધર્મ ને જાગૃત કર્યો..
  • બલિરાજા ના સમર્પણ ને વશ થઈ ભગવાન એને ચાર માસ માટે વશ થયા…..આથી જ નિયમ ધર્મ સહિત જીવે જાગૃત થઇ ને ભગવાન ની ભક્તિ કરવી….! નિયમ ધર્મ ની દ્રઢતા રાખવી.
  • નિયમ ધર્મ દ્રઢ સાથે ચાતુર્માસ કરીશું તો મોટા પુરુષ રાજી થાય. ગુરુ પૂર્ણિમા પણ ચાતુર્માસ માં આવશે અને ગુરુ ને યથાર્થ શરણે જવાનો આ ઉત્સવ છે. ગુરુ ના ચરણ માં સમર્પિત થવાનો ઉત્સવ છે
  • ગુરુ વિના જ્ઞાન થતું નથી…..અધ્યાત્મ માર્ગ માં ગુરુ વિના આગળ વધાતુ જ નથી….સાચા ગુરુ તો ભગવાન નું પ્રગટ સ્વરૂપ છે…..આઠ પ્રકાર ના ગુરુ શાસ્ત્રો માં કહ્યા છે ..જે આજે મહંત સ્વામી મહારાજ માં પ્રત્યક્ષ દેખાય છે
  • ચાતુર્માસ માં હિંડોળા નો ઉત્સવ આવે છે….વૈષ્ણવો કહે છે કે ભગવાન ને હિંડોળે ઝૂલતા દર્શન તો ફરીથી જન્મ ન લેવો પડે….
  • અન્ય ઉત્સવો માં રક્ષા બંધન પણ આવે……ભગવાન અને મોટા પુરુષ આપણી રક્ષામાં સદાય છે ..એનું એ પ્રતીક છે…માટે જ ભગવાન ની શરણાગતિ માં જવું…અહં મમત્વ થી રક્ષા થાય…કુસંગ…કુસંપ…વિષયો થી રક્ષા થાય એમ ભગવાન પાસે માંગવું.
  • જન્માષ્ટમી ઉત્સવ એ વાત નું પ્રતીક છે કે જીવ ને માયા ના બંધનો માં થી મુક્ત કરવા ભગવાન અવતાર ધારણ કરે છે…ગોપી ના ઉદાહરણ થી સમજવાનું કે ભગવાન ની અનુવૃત્તિ પારખી ને જીવી જવું. ..ધર્મ નું સ્થાપન ભગવાને કર્યું અનેં પોતાના સંતો દ્વારા ધર્મ સદાય રહે તેનું વચન આપ્યું.
  • જલઝીલની એકાદશી ના દિવસે ભગવાન ને નૌકા વિહાર કરાવાય છે અને નવધા ભક્તિ દ્રઢ થાય છે…..ભવસાગર માં પડેલા જીવ ને ભગવાન ..ભક્તિ રૂપી …સત્સંગ રૂપી નૌકા થી બચાવે છે…ભગવાન ની મરજી માં રહીએ તો આ નૌકા માં બેસાય…સ્વભાવ માં …પરિવર્તન લાવીએ તો ભગવાન રાજી થાય. માટે જ જીવ નું રૂડું થાય એ માટે સંત અને ભગવાન જીવ નો સ્વભાવ યેનકેન પ્રકારે બદલે જ છે….સ્વભાવ મુકાવે છે.
  • નવરાત્રિ નો ઉત્સવ એ વાત નું પ્રતીક છે કે જીવ ની પાડા જેવી વૃત્તિઓ ને ભગવાન ની શક્તિ થી હણી શકાય છે….વિજય દશમી એટલે કે દશેરા પણ એ વૃત્તિઓ પર ભગવાન ની શક્તિ ના વિજય નો ઉત્સવ છે.
  • શરદ પૂર્ણિમા- ઉત્સવ પ્રતિ ક્ષણ જાગૃતિ નું પ્રતીક છે ….ભગવાન રૂપી ધન મેળવવા નો ઉત્સવ છે….ગુણાતીત પ્રાગટય નો ઉત્સવ છે …જે પૂર્ણ ચંદ્ર આજે પણ મહંત સ્વામી રૂપે પ્રગટ છે.
  • દિવાળી ઉત્સવ ના દિવસો પણ અજ્ઞાન થી જ્ઞાન તરફ…..ભગવાન તરફ જવાનો ઉત્સવ છે. ભગવાન જ સાચું નાણું છે….સંસ્કાર રૂપી ધન ને જાળવવા નું છે….ભગવાન ને જ સર્વ કર્તાહર્તા સમજી સદાયે આગળ જ રાખવા…
  • ભગવાન સદાયે પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહે છે …એ સમજવાનું છે…..એ સાથે છે તો સદાયે લાભ લાભ જ છે.
  • આમ ચાર માસ ધર્મ નિયમ ભક્તિ માં જીવ દ્રઢ રહે તો અંતર માં સદાયે ભગવાન પ્રગટ થાય..રહે…..

અદભુત પ્રવચન….!! ..

ત્યારબાદ ચાતુર્માસ માં આવતા વિવિધ ઉત્સવો – ગુરુ પૂર્ણિમા, હિંડોળા ઉત્સવ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, જળ ઝીલણી એકાદશી, શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ, મહંત સ્વામી મહારાજ જન્મ.જયંતિ ઉત્સવ, શરદ પૂર્ણિમા, અન્નકૂટોત્સવ….પ્રબોધિની એકાદશી…વગેરે ઉત્સવો નો યુવકો દ્વારા નૃત્ય દ્વારા પ્રસ્તુતિ થઇ…….અદભુત પ્રદર્શન…!! અદભુત…અદભુત….!!

આ સાથે ધોધમાર વરસાદ નું પણ ચાલુ સભાએ આગમન થયું…..આનંદો અમદાવાદીઓ….આનંદો….!!

ત્યારબાદ ચાતુર્માસ ના વિશેષ નિયમો સાથે વાંચન યજ્ઞ અને શ્રવણ યજ્ઞ ના પણ નિયમો લેવાના છે….! પૂ.અદર્શજીવન સ્વામી દ્વારા રચાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર ની રચના કઈ રીતે થઈ…કેવી ટીમ હતી…કેવું આયોજન હતું…એ સર્વે ને દર્શાવતો વીડિયો રજૂ થયો…! કેટકેટલું આયોજન….અતુલ્ય મહેનત….સખત ભીડો….અનેક સંતો સદ્ગુરુઓ નો સહિયારો પ્રયત્ન ….હરિભક્તો યુવકો ની ટીમ…અઢળક..ખૂબ ઊંડું સંશોધન.. વગેરે ની અકલ્પનિય મહેનત દર્શાવતો વીડિયો રજૂ થયો…! સત્પુરુષ એ પણ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ને શબ્દો માં આલેખવું લગભગ અશક્ય છે…પણ કેવળ એમની જ કૃપા થી જ આ શક્ય બન્યું અને જીવન ચરિત્ર લખાયું…! આદર્શજીવન સ્વામી દિવસ માં 13 થી 14 કલાક લખતા….એક જ સમય જમતા…..!સતત 38 મહિના ની મહેનત……!! શુ મહેનત…! અકલ્પનિય…!! કુલ 13 ભાગ અને 6500 થી વધુ પાના માં ફેલાયેલું આ જીવન ચરિત્ર પ્રમુખ સ્વામી મહારાજ ના કાર્ય નું વિશાળ ચિત્રપટ છે…..તાદ્રશ્ય દર્શન છે….!! પ.પૂ. મહંત સ્વામી મહારાજ અત્યંત રાજી થયા અને અનેક આશીર્વાદ આપ્યા…!! સૌ હરિભક્તો એ આ 13 ભાગ અચૂક વસાવવા ની આજ્ઞા કરી…!

ત્યારબાદ યુવકો દ્વારા આપણું મન vs ચાતુર્માસ ના નિયમ – વિષય પર એક પદ્ય ગદ્ય સંવાદ ની પ્રસ્તુતિ થઈ…! નિયમ લઇ ને મૂકી દેવાના…એવા સુરા ખાચર જેવું ન કરવું…!! હાહાહા……! નિયમ ધર્મ માં દ્રઢ રહેવું…

ત્યારબાદ મહંત સ્વામી મહારાજે મન સામે ની આ લડાઈ માં જીતવા માટે આશીર્વાદ આપતા કહ્યું કે…..ભગવાન ની આજ્ઞા માં સારધાર રહીએ તો જ મન જીતાય…બાકી આ મન કોઈના થી જીતાય એમ નથી. શ્રીજી ની આજ્ઞા પાળવી કઠણ છે , પણ પ્રયત્ન કરતા રહીએ …લડતા રહીએ…તો આજ્ઞા પળાય… અને મન જીતાય..! બાપા નું જીવન ચરિત્ર અદભુત છે…વાંચીએ તો લાગે તો આપણે બાપા ની સાથે જ વિચરણ કરીએ છીએ..! એકદમ શુદ્ધ….પ્રામાણિક ચરિત્ર….વચનામૃત સમાન છે…! આ સમગ્ર દુનિયામાં એક અતુલ્ય ગ્રંથ છે. રોજ વાંચવો…..ખૂબ પ્રેરણા મળશે….!

ત્યારબાદ ચાતુર્માસ ના વિશેષ નિયમો અંગે વાત થઈ….યથાશક્તિ નિયમ લેવા…અને અચૂક પાળવા….

બસ આજની સભાનો એક જ સાર હતો….આ ચાતુર્માસ જ નહીં…પણ સમગ્ર જીવન ની પ્રત્યેક ક્ષણ માં …એક ભગવાન ને જ સર્વે ક્રિયામાં આગળ રાખવા…!! …એક …એમના ગમતામાં રહીએ…. રાજીપા માં જ રહીએ તો આ જીવન સફળ…!!

તૈયાર છો ને??

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…!

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

બહાના બાજી…

ચોમાસુ ગયું અને શિયાળા ની ચમકતી ઠંડી નો ચમકારો હવે લાગવા માંડ્યો છે….અને એ ઠંડી માં શ્રીમતીજી ની સલાહ સૂચનો પણ ચમકવા લાગ્યા છે…..પેટ્રોલ ના ભાવ ની જેમ મારુ વધતું જતું પેટ મારી તંદુરસ્તી ની નિશાની કરતા કપડાં ટૂંકા પડવાનું કારણ વધુ લાગે છે….મેડમ તો બગડે જ પણ દિલ હૈ કી માનતા નહિ….!!

થોડાક વર્ષ પહેલાં …પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલમાં સાથે ભણતા અમારા મિત્રો નું ભેગા થવાનું નક્કી થયેલું…25 વર્ષ બાદ મળતા હતા એટલે સમય ના ઝપાટા માં બધા મિત્રો અત્યારે કેવા હશે ? એ વિશે મેં ગ્રૂપ માં ટિપ્પણી કરેલી અને એ ટિપ્પણી થી એક અણસમજ મિત્ર નારાજ થઈ ગયેલા અને મને ઉદ્દેશી ને કહ્યું હતું કે..કોઈની શારીરિક સ્થિતિ પર કોમેન્ટ ન કરવી….એ કરો તો તમે વિકૃત કહેવાઓ..!! હાહાહા…..બોલો….માણસ ચાલીસી એ પહોંચે તો એનું પેટ અને દાંત…બે ય બહાર નીકળે…એમાં શું?? આથી સમય ની ધરી પર શરીર ને એકસમાન જાળવવું એ પણ ધ્યાન માં રાખવા જેવું છે……

આજકાલ સવારે ચાલવા જવાનું રાખ્યું છે…જે 200..500 ગ્રામ ઘટે એ સાચું…!! સવારે વાતાવરણ તો સારું હોય છે….આજુબાજુ મુનસીટાપલી ના સૌજન્ય થી બાગ બગીચા પણ સારા છે…પણ સવારે વહેલા ઉઠવા ના જીગરા ક્યાં થી લાવવા?? આથી નિરંતર મન અને શરીર નું યુદ્ધ ચાલતું જ રહે છે……અને પરિણામે જન્મ થાય છે…અવનવા..રંગબેરંગી….અર્થસભર…અર્થહીન બહાના ઓ નો….!!

તો સવારે વહેલા ન ઉઠવા ના….ચાલવા ન જવાના કયા કયા બહાના હોઈ શકે??? ચાલો પોતાની જાત ને જ પૂછીએ અને એક લિસ્ટ બનાવીએ….

  • રાત્રે ઊંઘવામાં મોડું થાય છે ..તે સવારે ઉઠાતું જ નથી..
  • હારુ…એલાર્મ જ વાગતું નથી….અને વાગે છે તો સંભળાતું જ નથી…
  • કોરોના આવ્યા પછી…શરીર નો દુખાવો હજુ ગયો જ નથી…ઠંડી વધે એમ સાંધા પકડાઈ જાય છે…..
  • ઠંડી ..સાલી એટલી બધી પડે છે કે…પથારી નીચે પગ મૂકીએ ને કરંટ લાગે છે……
  • શરીર માં જાણે કે દમ જ નથી……
  • સવારે વહેલા ઉઠી ને શુ ફાયદો?? ઉલટા ની પુરી ઊંઘ ન મળે તો આખો દિવસ જ બગડે છે….
  • મોડે સુધી ઊંઘવા થી મગજ ને પૂરતો આરામ મળે અને એનો વિકાસ થાય….એવું ક્યાંક વાંચ્યું હતું( ક્યાં વાંચ્યું હતું…એ સાલું ..યાદ નથી આવતું…!!)
  • હરિ ઉવાચ- પપ્પા …આજે ઓનલાઈન કલાસ નથી….વહેલા ઉઠી ને શુ કરવાનું??
  • રીના ઉવાચ- એક દિવસ તો શાંતિ થી ઊંઘવા દો….!! હાહાહા…..
  • ચાલવા જઈએ તો બહુ ઝડપ થી નહિ ચાલવા નું……સાંધા ને નુકસાન થાય બાપુ……
  • ધીરે ધીરે ચાલો…થોડીક વાર મસ્ત લોન માં બેસી ધ્યાન કરવા થી… શરીર ને બિન જરૂરી થાક ન લાગે….આખો દિવસ શાંત સ્ફૂર્તિ માં જાય અને શરીર તો એ ય એની મેળે ઓગળતું જાય…!!
  • છેવટે તો બધું મન પર જ છે……મન માં ..દોડવાનું વિચારો તો વગર દોડયે પણ શરીર ઉતરી જાય…સમજ્યા..!! તો પછી વહેલા ઉઠી ને ચાલવા ની શી જરૂર?? એ તો ઊંઘતા ઊંઘતા ય થાય…….!!
  • અંતે તો લાકડા ભેગા જ થવાનું છે ને….!! તમે સવારે વહેલા ઉઠી દોડવા જાઓ કે ન જાઓ…..બધા રાખ જ થવા ના ને…!! અને ભૈ…. કયો દોડવીર સો વરહ જીવ્યો?? પેલા કાચબા જુઓ….હારા આખો દહાડો કશું કર્યા વગર પડ્યા રહે તો ય દોઢસો..બસો વરહ જીવે ….અને સસલું મારુ બેટુ ..આખો દહાડો ઉછાળ કુદ કરે તો ય બે પાંચ વરહ તો માંડ માંડ ખેંચે….!!!

હાહાહાહા……!! વાદ વિવાદ ….બહાના બાજી નો કોઈ અંત જ નથી……પણ ભાઈસાબ …ચાલવા નું રાખજો…..પત્ની નું કહ્યું માનજો… ભલે એક બે જ આંટા મારો…પણ મગજ ફ્રેશ થાય અને ઘરવાળા એ રાજી રહે એમ કરવું…..આખરે તમે શરીર ને સાચવશો તો જ એ તમને સાચવશે…..!!

સમજતા રહો….ચાલતા રહો…..રાજી રહો……કાચબો ભલે દોઢસો વર્ષ જીવે..પણ જિંદગી એ ક્યાં “જીવે” છે?? આખરે ..તમે કેટલું જીવો છો…એના કરતાં “કેવું” જીવો છો એ અગત્ય નું છે….સોગિયું મોઢું કરી ને સો વર્ષ ખેંચવા કરતા હસતા હસતા પચાસ જીવવા સારા…!

રાજ