Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સભા-10/12/23

“विश्वे वैदिक धर्म मर्म महिमा सत्संग विस्तारकं,

वात्सलयं करुणा अहो जनजने, आकर्षणम अद्भुतं,

नारायण स्वरूप स्वामी प्रमुख, वंदे गुरुम मुक्तिदं ।।”

આજની સભા અતિ વિશિષ્ટ હતી…..ગયા વર્ષે જગત ભર ના હરિભક્તો એ અમદાવાદ ને આંગણે પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ નો ન ભૂતો ન ભવિષ્યતિ ઉત્સવ શાનદાર રીતે ઉજવ્યો…આજે એક વર્ષ પછી એની જ સ્મૃતિ સભા હતી……પછી હૈયું ઝાલ્યું કેમનું રહે??? સૌપ્રથમ જેના માટે….જેના દ્વારા આ સર્વે છે….તેના દર્શન……

આજે સભાની શરૂઆત સૌના પ્રાણપ્યારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ના મહિમા ના પદો થી થઈ……સૌ યુવકો, બાળકો એ કોરસ માં એક સુરે મહિમા પ્રશસ્તિ ના પદો દ્વારા એ ગુરુહરી ની સ્મૃતિ ને તરોતાજા કરી દીધી…..અને એ જ સદાય તેજસ્વી…સ્મિત સભર…કરુણા કૃપા થી છલકાતું મુખારવિંદ મનો ચક્ષુ સમક્ષ છવાઈ ગયું…..!! જેમની એક હાકલે જીવ માત્રે પોતાનું મનગમતું મૂકી….કેવળ એક શ્રીજી ને ગમતા માં પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું…..પોતાની ટેવો…. પોતાના સ્વભાવો….પોતાની મન મરજીઓ પાછળ મુકવા ની શરૂઆત કરી…અધ્યાત્મ ના …બ્રહ્મરુપતા ના પંથે આગળ વધી ગયા…..!! એક આદર્શ શિષ્ય કઇ રીતે થવાય….આદર્શ ગુરુ કઇ રીતે થવાય…..એ સૌને શીખવી ગયા….!!!!……એમના ગુણલા ગાઈએ એટલા ઓછા છે……!!!

એ પછી એ જ મહા ઉત્સવ….શતાબ્દી મહોત્સવ ની સ્મૃતિ ઝલક એક વીડિયો ના માધ્યમ થી થઈ…….અદભુત વીડિયો….!!! એ જ સ્મૃતિ માં શતાબ્દી ઉત્સવ ના અભિન્ન ભાગ બની ગયેલા- ડોલ અને ઝાડુ, ખુરશીઓ અને બ્લોકસ……સમગ્ર સભા આગળ રજૂ થયા અને સભા રંગ માં આવી ગઈ…!!! સભાના આયોજન માં રહેલા મુખ્ય સંતો પૂ. નિખીલેશ સ્વામી…પૂ. નારાયણ મુનિ સ્વામી મંચ પર બિરાજમાન હતા…..સભા એમનો લાભ લેવાની હતી……

એમની હાજરી માં શરૂ થયો સંવાદ અને નૃત્ય સંવાદ નો પ્રારંભ…..જોઈશું સારાંશ….

  • સંવાદ- 80000 થી વધુ કાર્યકરો પૈકી અમુક ના અનુભવો…..વર્ષ આખા ની સેવા કરતા કાર્યકરો હોય કે બધી સુખ સગવડો….ઘર ની ચિંતા..ધંધાપાણી …નોકરીઓ…..પ્રસંગો વગેરે છોડી ને સેવામાં આવેલા કાર્યકરો નો નિષ્ઠા ને સાષ્ટાંગ દંડવત….!!!!
  • ઉત્સવ સમય ની સેવા ની સ્મૃતિ બાળકો યુવકો દ્વારા એક પરેડ- વિવિધ વેશભૂષા, મોટા દિવા,કળશ, ઢોલક દ્વારા શ્લોક વડે થઈ….નાનકડા શંભુ ના ઘરે બાપા પધાર્યા એનો વીડિયો કલીપ રજૂ થયો….યુવકો દ્વારા LED લાઇટ્સ સાથે નૃત્ય રજૂ થયું….દેશ માટે બલિદાન આપનાર જવાનો ની નૃત્ય નાટીકા નું પ્રદર્શન , વાંસ ની લાકડીઓ પર ચાલી ને નૃત્ય કરતા યુવકો, બાળનગરી ના અતિ પ્રખ્યાત શો- સુવર્ણા, શેરું, બોઝો ના નૃત્યો રજૂ થયા અને સમગ્ર સભા આનંદ થી ઝૂમી ઉઠી…..!!!! એ પછી વિવિધ વિભાગો ની સેવાઓ..મહિમા અને અનુભવો સંવાદ દ્વારા રજૂ થયા….
  • યુવકો દ્વારા અતિ વિખ્યાત લાઈટ એન્ડ સાઉન્ડ શો ની એક ઝાંખી ની રજુઆત થઈ……અદભુત…..

વચ્ચે પૂ.સંતો એ સ્મૃતિ પ્રવચનો કર્યા….જોઈએ સારાંશ માત્ર……..

એમાં પ્રથમ પૂ. નિખીલેશ સ્વામી એ કહ્યું કે- ઉત્સવ માટે જમીન શોધવા બધાએ , બધા પાસા વિચાર્યા પછી, અથાગ પ્રયત્નો શરૂ કર્યા….જમીન મળી પણ એની હાલત બહુ ખરાબ….શરૂમાં 200 એકર જમીન પૂરતી લાગી…..પછી તો 200 ની 400….અંતે તો 800 એકર થઈ…..સામે જમીન ના માલિક ખેડૂતો પણ 400 થી 500 જેટલા હતા..એ સૌની સાથે સંકલન કરી ને ઉત્સવ માટે જમીન મેળવવા ની હતી….સાયન્સ સીટી ના રમેશભાઈ આદિક 4 હરિભક્તો છેલ્લા ત્રણ ચાર વર્ષ થી આની સાથે સંકળાયેલા હતા…તેમણે છેક શતાબ્દી ઉત્સવ પછી વાઇન્ડ અપ ની સેવા સુધી જોડાયેલા રહ્યા…..!!! કામ શરૂ થયું…ઝેરી સાપ , વરસાદ-કીચડ, કાચા રસ્તા …..આદિક અનેક વિઘ્નો હતા છતાં હરિભક્તો સેવા માટે ધાર્યા કરતાં અનેક ઘણી વધુ સંખ્યા માં ઉમટી પડ્યા……મહિલા ઓ હોય કે વૃદ્ધ હરિભક્તો….. સૌએ અઢળક સેવા કરી છે.

એ પછી પૂ. નારાયણ મુનિ સ્વામી એ પોતાના અનુભવો વહેંચતા કહ્યું કે- ઉત્સવમાં માં ડગલે પગલે આશ્ચર્ય ના અનુભવ થયા…..અનેક વિઘ્નો આવ્યા….પણ સત્પુરુષ ના આશીર્વાદ હતા કે નગર સર્વોપરી થશે અને…..એ મુજબ જ થયું….! “દિવાળી અને નવું વર્ષ તો નગર માં જ…” એમ સ્વામી ની આજ્ઞા થઈ અને હજારો હરિભક્તો ત્યાં ઉમટી પડ્યા……સત્પુરુષ ના આવા ઐશ્વર્ય નો અનુભવ હંમેશા થતો આવ્યો છે…અને થતો રહેશે…..!!! સેવા માટે હરિભક્તો નો ઉમંગ તો જુઓ…….સંતો ને આજીજી કરી ને કે અક્ષરડેરી ની માનતા માની ને પણ જેને સેવા માં નિયમ મુજબ યોગ્યતા નહોતી એવા વૃદ્ધ અને અશક્ત હરિભક્તો પણ સેવા માં પહોંચી ગયા…..!!! પાછા મોટા પુરુષ ની કરુણતા….અહં શૂન્યતા તો જુઓ…..નગર માં પધારેલા મુલાકાતી ઓ જ્યાં ચાલ્યા હતા એ જગ્યા ની ચરણરજ પોતાને માથે ચડાવી….!! સ્ટેજ પર થી સર્વે કાર્યકરો ને મોટા મોટા સદગુરુ સંતો , આયોજક સંતો એ દંડવત કર્યા….!! આ તો પ્રમુખસ્વામી નો ઉત્સવ હતો અને પ્રમુખસ્વામી એ જ કર્યો…….!!! ગર્વ ની વાત છે કે આવા મહા ઉત્સવ થી જગત ને આવા મોટા ઉત્સવ કઈ રીતે કરવા..એ આપણે શીખવ્યા..!! મહંત સ્વામી હૈ તો મુમકીન હૈ….!!!! સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી……!!!

સભા મંચ પર હાજર પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ પોતાના અનુભવ વહેંચતા કહ્યું કે- 800 થી વધુ અતિ વિશિષ્ટ અને દોઢ લાખ થી વધુ વિશિષ્ટ આમંત્રિત મહાનુભાવો પધાર્યા…પણ આપણા ગુરુ મહંત સ્વામી એ તો નગર માં પધારનાર સર્વે વ્યક્તિ ઓ ની ચરણરજ માથે ચડાવી ને સૌને મહાનુભાવ કરી દીધા…….સ્વયં પ્રધાનમંત્રી મોદી એ પણ કહ્યું કે આ ઉત્સવ માં હું એક હરિભક્ત …એક કાર્યકર તરીકે આવ્યો છું……!! પ્રમુખસ્વામી ને મળ્યા થી બધું બદલાઈ ગયું છે…..! નગર માં એક મુલાકાત એક સારા માણસ બનવા માટે ની હતી…..પ્રમુખસ્વામી મહારાજના સ્મરણ માં ય એવી શક્તિ છે કે અશક્ય ને શક્ય કરે…..! પ્રમુખ સ્વામી મહારાજે અલગ ટેલેન્ટ નથી શોધ્યા પણ અલગ ટેલેન્ટ બનાવ્યા છે….એવો મહાનુભાવો નો અનુભવ હતો. વિદેશ મંત્રી એસ જયશંકર તો બોલી ઉઠ્યા કે આ નગર માં તો ભારત ને વર્લ્ડ કલાસ લેવલ નું બનાવવું છે એ લેવલ કરતા પણ ઊંચું લેવલ છે….!! પ્રધાનમંત્રી મોદીએ તો સુરીનામ દેશ ના રાષ્ટ્રપતિ ને નગર જોવા અમદાવાદ મોકલ્યા…..એ તો બધા અન્ય પ્રોગ્રામ કેન્સલ કરી નગર જોવા આવ્યા અને અભિભૂત થઈ ગયા……ભગવાન ની હાજરી નો મહંત સ્વામી માં અનુભવ થયો……!! આ નગર માં પધારેલા લાખો મુલાકાતીઓ ના જીવન થોડા ઘણા બદલાયા છે…એ આ નગર ની…ઉત્સવ ની ફલશ્રુતિ હતી….!

એ પછી એક વીડિયો દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજે શતાબ્દી ઉત્સવ ના વાઇન્ડ અપ ની સેવા નિમિત્તે આપેલા આશીર્વાદ રજૂ થયા…..! સ્વામી કાર્યકરો ની સેવા માં કેટલા રાજી હતા એ એમના શબ્દો માં …મુખારવિંદ પર દેખાતું હતું…..! એ પછી એક સંવાદ દ્વારા શતાબ્દી ઉત્સવ પછી કાર્યકરો હરિભક્તો ..મુલાકાતીઓના હૃદય પર જે એની અસર પડી છે…તેનું આકલન એક પત્રકાર દ્વારા થાય છે….એમ રજુઆત થઈ…..વીડિયો દ્વારા એ સર્વે ના અનુભવ રજૂ થયા….એમનું જીવન કેટલું બદલાયું …એની અનેક ઝલક..અનેક અનુભવ માણવા…જાણવા મળ્યા…..! સર્વે ના જીવન ખૂબ બદલાયા……બધાને ગુરુ ના વચન…ભગવાન ની કૃપા નો પ્રત્યક્ષ અનુભવ થયો…..એના આ સર્વે જીવંત ઉદાહરણ છે.

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રેરક આશીર્વચન માં કહ્યું કે – પૂ. નિખીલેશ સ્વામી તો છેલ્લા ત્રણ વર્ષ થી ઉત્સવ ની સેવા માં ધૂણી ધખાવી ને બેઠેલા…..એ જ રીતે પૂ . નારાયણ મુનિ સ્વામી અને મોટેરા સંતો….બધા સંતો અને કાર્યકરો ની અઢળક સેવા …નિષ્ઠા ને પરિણામે આ ઉત્સવ અદભુત…અજોડ…અકલ્પનીય થયો……આપણા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આટલી મોટી ઉંમરે ખૂબ દાખડો કરેલો છે…વહેલી સવાર થી લઈને છેક મોડી રાત્રી સુધી સર્વે ને મળતા…. દર્શન આપતા……!!!

પૂ.અક્ષરવત્સલ સ્વામી એ જાહેરાત કરતા કહ્યું કે…આજની સભામાં ગુજરાત વિદ્યાપીઠ ના ઉપકુલપતિ ભરત ભાઈ જોશી હાજર હતા…એમનું, કન્ઝ્યુમર કોર્ટ ના જજ મનહરભાઈ….કલાકાર દિલીપભાઈ…સિદ્ધિ બિલડર્સ ના ભરતભાઇ અને રોનાકભાઈ..નું જાહેર માં સન્માન થયું…..એ પછી શતાબ્દી ઉત્સવ માં પોતાની અમૂલ્ય સેવા આપનાર સંતો..પૂ.ઇશ્વરચરણ સ્વામી, પૂ.શ્રીહરિ સ્વામી, પૂ.શ્રીજી સ્વરૂપ સ્વામી, પૂ.નિખીલેશ સ્વામી, પૂ.બ્રહ્મવિહારી સ્વામી,પૂ.ઋષીરાજ સ્વામી, પૂ.વિવેકજીવન સ્વામી, પૂ.વિમલપ્રકાશ સ્વામી,પૂ.વિશ્વસ્વરૂપ સ્વામી, પૂ.પ્રેમ વદન સ્વામી, પૂ. રાહુલ સ્વામી,પૂ.વિવેક મુનિ સ્વામી, પૂ.યોગી વલ્લભ સ્વામી , પૂ. ધર્મ રત્ન સ્વામી, પૂ.ભક્તિ યોગી સ્વામી નું સન્માન થયું…….!!! સૌને દંડવત…..!

એ પછી સભાને અંતે- જગતપુર મંદિર નિર્માણ…મહાપૂજા નો વીડિયો દર્શન નો લાભ મળ્યો…..શ્રી નીલકંઠ વર્ણી ચરિત્ર સિરીઝ માં આગળ નો વીડિયો Nikanth and spells of darkness પ્રગટ થયો છે….અંતે એક નૃત્ય દ્વારા સભાનું સમાપન થયું…..

આજની સભાનો એક જ સાર હતો- આપણા અનેક જન્મ ના પુણ્ય છે તો આવા સર્વોપરી ગુરુઓ….સર્વોપરી ઇષ્ટદેવ સહેજે મળ્યા છે…….તો આ પ્રાપ્તિ ના મહિમા ને વધાવી લેવો…….એને જીવ માં દ્રઢ કરી લેવો……એ જ કલ્યાણ નું સર્વોત્તમ સાધન છે.

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

રાજ


Leave a comment

BAPS સત્પુરુષ દર્શન સભા- 30/04/2023

આજની સભા અતિ વિશિષ્ટ હતી કારણ કે શતાબ્દી મહોત્સવ પછી પ્રથમ વાર જ પ્રગટ સત્પુરુષ ની પ્રત્યક્ષ હાજરી માં જ આજની સભા હતી……અને હરિભક્તો એમની લાગણીઓ ની જેમ જ ઉમટી પડ્યા હતા….બેસવાની , પાર્કિંગ ની કોઈ જ જગ્યા ખાલી નહોતી…….અને એ વચ્ચે સર્વે ના કારણ એવા શ્રીજી ના દર્શન…સદાય સર્વપ્રથમ…..

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઇ…. અને પછી પૂ.અમૃતવીજય સ્વામી દ્વારા ” આજ પ્રીતમ ઘેર આવિયા….” સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…….અને હરિભક્તો ની સત્પુરુષ દર્શન ની લાગણીઓ બાંધી રાખી હતી એની ડોર ખુલી ગઈ અને સમગ્ર સભા જાણે કે એમાં વહી ગઈ….!! ત્યારબાદ પૂ.અક્ષરજીવન સ્વામી એ માત્ર પાંચ દિવસ પહેલા જ રચેલા કીર્તન નો આસ્વાદ મિત્ર નીરવ અને જૈમીન દ્વારા મળ્યો…શબ્દો હતા…” જય હો…જય જય હો અક્ષર પુરુષોત્તમ નો જય હો..” …..અને આજે એ જ અક્ષર પુરુષોત્તમ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજી રહ્યા છે…..!!

એ પછી એક અદભુત વીડિયો દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજ દ્વારા અમદાવાદ ને મળેલી અવિસ્મરણીય સ્મૃતિઓ ના રંગ રજૂ થયા……સૌ એમાં તરબોળ થઈ ગયા…..સૌ પર સ્નેહ વરસાવતા કેશવ જોયા છે…..!!

ત્યારબાદ પ્રખર વક્તા અને અતિ વિધવાન સંત આચાર્ય એવા પૂ. આત્મતૃપ્ત સ્વામી એ બાપા ની સ્મૃતિઓ નો અનેરો લાભ આપ્યો….જોઈએ સારાંશ

  • બાપા અમદાવાદ માં પધારતા ત્યારે ….જાણે કે ચમક નો પહાડ પધારતો …અને હરિભક્તો નો દરિયો ઉમટી પડતો…એ જ ચમક નો પહાડ ..આજે અહીં અનુભવાય છે….કવિ ન્હાનાલાલ કહેતા કે આ સંપ્રદાય ની રીતિનીતિ ઓ….કાર્યો.. કીર્તનો…ભક્તિપ્રથા અદભુત છે…..અને ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ નું આકર્ષણ તો એના થી ય વિશેષ છે….
  • આજે સંત રૂપે શ્રીજી સ્વયં વિચરે છે તેથી જ આ સત્સંગ અહીં સદાય લીલો પલ્લવ રહે છે…..એ જ પ્રત્યક્ષ પુરાવો છે…..જુના મંદિર ના ટ્રસ્ટી હરિપ્રસાદ ચોકસી, એ યોગીબાપા એ વિદેશ માં આ સંપ્રદાય નો ડંકો વગાડ્યો ત્યારે પૂછ્યું હતું કે સ્વામી આપ કોણ છો?? ત્યારે યોગીબાપા બોલ્યા હતા…..અમે તો સાધુ છીએ અને અમારામાં શ્રીજી રહી ને કાર્ય કરે છે……
  • વચનામૃત માં સાધુ ના જે લક્ષણ વર્ણવ્યા છે….એ મહંત સ્વામી મહારાજ અને એમના જીવન માં સ્પષ્ટ દેખાય છે……એ જ મહંત સ્વામી મહારાજે યોગીબાપા ની સાધુતા..નિર્દોષભાવ…સચ્ચાઈ… જોઈને જ સાધુતા સ્વીકારી હતી…અને એ જ સાધુતા પ્રમુખ સ્વામી મહારાજ માં પણ જોઈ હતી…..!
  • મહંત સ્વામી મહારાજ નું વર્તન- ગુરુ ની આજ્ઞા બહાર એક પગલું ભર્યું નથી….ગુરુ ની આજ્ઞા પાળવા, પોતાના દેહ ની એકપળ પણ પરવા કરી નથી….સખત તાવ હોય કે કારણ વગર ના પાંચ પાંચ નિર્જળા ઉપવાસ હોય…..સ્વામી સહેજે ડગ્યા નથી….!!!…નિયમ ધર્મ માં સહેજે બાંધ છોડ નહીં…..ગુરુ ની અનુવૃત્તિ હોય તેમ જ વર્તવા નું…..યોગીબાપા ના એક વચને 60-60 વર્ષ પતરવેલીયા ને હાથ લગાડ્યો નથી…..!! આહનીક માં પણ સહેજે બાંધછોડ નહિ…..! દરિયા જેટલું દાસત્વ….અતિ નિર્માની પણું…….અઢળક સામર્થ્ય અને ઐશ્વર્ય….પણ સહેજે ઢાંકી ને જ વર્તે જેનો અનુભવ સર્વે ને આ શતાબ્દી ઉત્સવ માં થયો….!..અરે…શતાબ્દી ઉત્સવ માં પધારેલા મુલાકાતીઓ ના ચરણ ની રજ પોતાના માથે ચડાવી….!!
  • કોરોના કાળ માં સત્સંગ દીક્ષા થી સમગ્ર સત્સંગ ને ચેતનવંતો રાખ્યો…..હજારો બાળકો…યુવકો..વડીલો એ તેને કંઠસ્થ કરી ને શ્રીજીના વચનો ના ડંકા વગાડ્યા…..!!

સર્વે ના આશ્ચર્ય વચ્ચે , બાપા નીચે ના સભાગૃહ માં પધાર્યા…..સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઈ……! સર્વે ને દર્શન દાન નો લાભ આપી સ્વામી ઉપર ના સભાગૃહ માં પધાર્યા….ઠાકોરજી ની આરતી થઈ….અમુક નૂતન પ્રકાશનો..અધ્યાત્મ આરોગ્ય ના 4 થી 6 ભાગ , વિવિધ આયુર્વેદ લાભ સાથે ની ભાખરી લોન્ચ થઈ….!! આનંદો…. હરિભક્તો…આનંદો…!!

એ પછી વિવિધ મંડળો દ્વારા સ્વાગત કાર્યક્રમો રજૂ થયા….જેમાં શતાબ્દી માં વિવિધ વિભાગો ની રજુઆત થઈ

  • શતાબ્દી માં ખેડૂતો ના સમર્પણ ની વાત
  • બાળ મંડળ ની સેવા
  • બાંધકામ, સ્વયંસેવક દળ, જનરલ સ્ટોર, ઉતારા વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ, પાર્કિંગ,વિવિધ શૉઝ….ગ્લો ગાર્ડન, ડેકોરેશન, PR ડિપાર્ટમેન્ટ…પ્રેમવતી વગેરે વિભાગ ની રજુઆત થઈ..એમના કાર્ય..મહિમા ની વાત થઈ…..

અદભુત…અદભુત…..!!

એ પછી પ.પૂ.મહંત સ્વામી મહારાજે એમના દિવ્ય આશીર્વાદ માં કહ્યું કે- આ બધી રજૂઆતો એ શતાબ્દી ઉત્સવ ને તાદ્રશ્ય કરી દીધો…!! એંસી હજાર સ્વયંસેવકો.. એ પણ એકબીજા નો મહિમા સમજી ને …અપમાનો પણ સહન કરી ને અદભુત સેવા કરી છે….! આવી સેવા કોઈ કરી શકે નહીં…..લોકો સદાય યાદ કરશે….એક પળ પણ યાદ આવી જાય તો ય ધન્ય થઈ જશે….આ સેવા જીવન ની મૂડી છે…..આ સ્મૃતિ સદાય રહેશે…..બધાને ખૂબ આનંદ આવ્યો છે…સ્મૃતિ સદાય વાગોળવી….!!

ત્યારબાદ એક અન્ય રજુઆત માં આવતીકાલે બાપા યુરોપ, અમેરિકા , કેનેડા જઇ રહ્યા છે…તેમના સ્વાગત મહિમા ની વાત થઈ….તો અમદાવાદીઓ એ , બાપા ના રોજબરોજ ની વપરાશ ની વસ્તુઓ…ચરણ પાદુકાઓ, વહીલચેર, પેન, પાઘ( અહીં સંબોધન થયું…પાઘબાપુ….) , એરોપ્લેન..પત્તર…(અહીં પત્તર કુમાર એમ સંબોધન થયું…)….ચશ્મા…ની પૂજા અભિનય કરી વધાવ્યા…..! બધાને મહિમા સાથે ખૂબ મજા આવી…..

એ પછી બાપા નું, પૂ ત્યાગવલ્લભ સ્વામીનું, સેવક સંતો નું હારતોરા થી સ્વાગત થયું…..અભિવાદન થયું…..પૂ.ધર્મજ્ઞ સ્વામી એ કહ્યું તેમ અમદાવાદ ના પંદર હજાર હરિભક્તો એ અમેરિકા અક્ષરધામ ના નિર્વિઘ્ન નિર્માણ સંપન્ન થાય એ માટે રોજ એક માળા વધારા ની કરવા નો સંકલ્પ કર્યો છે……એ માટે પ્રતીક રૂપે માળા ની સો ફૂટ ની પ્રતિકૃતિ બાપા ને ધરાવી…..ચોમાસુ સારું જાય એ માટે સ્વામી ને પ્રાર્થના કરી….

આજની સભા…સત્પુરુષ ને સમર્પિત હતી…..એક સત્પુરુષ જ પુરુષોત્તમ ને અંગેઅંગ માં ધારણ કરી , જીવ માત્ર ને પ્રગટ નું સુખ આપી …સર્વે ના શુભ સંકલ્પ પૂર્ણ કરે છે…….જીવ ને માખી માંથી સૂર્ય બનવાનો…..પામર માં થી બ્રહ્મ બનવાનો માર્ગ આપી શકે છે……સમગ્ર સત્સંગ નો માર્ગ એ જ છે…માટે જ સત્પુરુષ ને રાજી કરી લેવા……

આપણે તો એ રાજી તો શ્રીજી રાજી…..બીજું શું વિચારવા નું જ શા માટે???

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-19/02/2023

આજે અગ્રેસર કાર્યકરો ની શિબિર હતી આથી રવિસભા માં આવવા અને બહાર જવાના માર્ગો મુકતો થી ભરપૂર હતા…..ઉનાળો જામતો જાય છે અને સાથે સાથે રોજીંદો સત્સંગ સભા નો માહોલ પણ……! આ બધા ના કારણ એવા….સર્વકારણ ના કારણ મારા વ્હાલા ના દર્શન….

સભાની શુભ શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..ત્યારબાદ વૈરાગ્ય પદો પૈકી નું એક અતિ પ્રખ્યાત પદ ..ભક્ત કવિ નારાયણ દાસ રચિત…” સજની ટાણું આયુ રે…ભવજળ તરવાનું….” મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા રજૂ થયું…..જીવમાત્ર ને સદાય એક વિચાર પળેપળ રહેવો જોઈએ કે …આ ક્ષણે..આ પળે.. આ બધી માયા…બધી જફા… બધો સંસાર છોડીને મહાપ્રયાણ કરવાનું છે……જે માટે આપણી શુ તૈયારી છે?? ક્યારેય વિચાર્યું છે?? દેહ ના ભોગ પુરા કરવામાં સમગ્ર આયખું ગયું પણ જીવ ના કલ્યાણ માટે કેટલું વિચાર્યું?? વિચારજો……તો સામે એક હરિ દેખાશે….!! અન્ય એક યુવક દ્વારા ” સહજાનંદ કે દર્શન કરકે…..” સદગુરુ સુખાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……અને આ પદ આગળ ના પદમાં કહ્યું તેમ- જીવ ના કલ્યાણ નું સર્વોપરી સાધન છે….તે સમજી રાખવું….! ત્યારબાદ ધવલ દ્વારા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રચિત ” હે મનમાની મોહન તારી મૂર્તિ રે……” રજૂ થયું….ખરેખર શ્રીજી ની આ મૂર્તિ એક પળ પણ વિસરવા જેવી નથી…….હૈયામાં સ્થિર કરી રાખવા જેવી છે…! એ પછી એ જ યુવક દ્વારા ‘ સર્વે સખી જીવન જોવા ચાલો રે……” સદગુરુ ભુમાનંદ સ્વામી રચિત જોશીલું કીર્તન રજૂ કર્યું અને સમગ્ર સભા એમાં એકતાલ થઈ ગઈ….!

ત્યારબાદ ગુરુહરી ની 13 થી 15 તારીખ સુધીની વિચરણ ગંગા નો લાભ વીડિયો ના માધ્યમ થી સભાને મળ્યો….

ત્યારબાદ પૂ. સંતનિલય સ્વામી એ , શતાબ્દી ઉત્સવ ના સાંસ્કૃતિક વિભાગ ની તૈયારી, કાર્ય, ફલશ્રુતિ નો અહેવાલ રજૂ કર્યો…જોઈએ સારાંશ…

  • વિવિધ સાંસ્કૃતિક પ્રસંગો….ઓપનિંગ સેરેમની થી લઈને છેક મુખ્ય જન્મજયંતિ ઉત્સવ સુધી ની બધી તૈયારીઓ મહિનાઓ અગાઉ થી થઈ હતી……20 જેટલા સંતો અને લગભગ 1500 જેટલા યુવકો, બાળકો ની નોંધણી પ્રેરણા સભા થી થઈ….ત્યારબાદ તેની ઊંડાણપૂર્વક ની તાલીમ , અને એનો સ્ટેજ પર સફળતા પૂર્વક અમલ બધું કેવળ ગુરુ અને ભગવાન ની કૃપા થી જ થયુ.
  • ભારતીય લોક નૃત્ય મંચ પર 225 જેટલા યુવકો એ રાત દિવસ જોયા વગર અતિશય પુરુષાર્થ કરી ને કાર્ય સફળ કર્યું…સતત બે મહિના તો ટ્રેનિંગ થઈ….72 વર્ષ ના જ્યેન્દ્ર ભાઈ કલ્યાણી અને તેમની ટીમે અથાગ પુરુષાર્થ કરી ટ્રેનિંગ આપી…..તો લાઈટ એન્ડ સાઉન્ડ શો માં 320 જેટલા બાળકો , યુવકો જોડાયા…(જેનો લાભ 25 લાખ થી વધુ દર્શનાર્થી ઓ એ લીધો) …એના માટે ની LED લાઈટ અને કોસ્ચ્યુમ મહિના દોઢ મહિનામાં તૈયાર કરી દીધા..!!
  • ત્રણ બેન્ડ- આફ્રિકા, ધુલિયા અને ગોંડલ બેન્ડ નગર માં હતા….મહિનાઓ સુધી સવારે 4 વાગે ઉઠીને આ બેન્ડ અને ધૂન ની તૈયારી કરી ને બધા બેન્ડ વાળા ઓ એ ડંકા વગાડ્યા…! એ જ રીતે વિવિધ પ્રદર્શન ખંડો અને મુખ્ય જન્મજયંતિ ઉત્સવ માં ભાગ લેનાર કાર્યકરો એ અકલ્પનિય મહેનત કરી ને સફળ રજુઆત કરી અને અવિસ્મરણીય સ્મૃતિ આપી….
  • આ બધા પ્રોગ્રામની પાછળ 400 થી વધુ સ્વયંસેવકો ની મહેનત પણ હતી….અનેકે લાખો રૂપિયા ની નોકરી ધંધા છોડી, સુખ સગવડો ..પ્રસંગો…છોડી મહિનાઓ સુધી ની સેવા કરવા મંડી પડ્યા…..!!
  • આ બધા પ્રસંગો, વિરાટ કાર્યો ની પાછળ સત્પુરુષ ના આશીર્વાદ અને રાજીપો હતો, એમના કારણે જ આ બધું શક્ય બન્યું…

એ પછી અમદાવાદ ના યુવકો દ્વારા નગર માં રજૂ થયેલું “રેમ્પા” નૃત્ય સભામાં રજૂ થયું…..અદભુત….! સમગ્ર સભા અભિભૂત થઈ ગઈ……અને તાળી ઓ ના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠ્યો….!!

ત્યારબાદ ઉતારા વિભાગ નો અહેવાલ આપતા પૂ.આર્ષયોગી સ્વામી એ કહ્યું કે……(સારાંશ)..

  • શતાબ્દી ઉત્સવમાં કુલ 5.25 લાખ થી વધુ ઉતારા આપવાના થયા હતા…( અક્ષરદેરી સાર્ધ શતાબ્દી ઉત્સવમાં 18000 જેટલા ઉતારા થયા હતા) …આ બધું શક્ય થયું એની પાછળ સ્વયં પ્રમુખસ્વામી મહારાજ નો જ પ્રવેશ હતો……સર્વે સફળ થયું …એ કેવળ એમની કૃપા થી જ થયું.
  • 5000 જેટલા ફ્લેટસ , 30 કિલોમીટર માં સેવા માટે મળ્યા…..1100 જેટલા હરિભક્તો ના ઘર અને 2500 જેટલી રૂમ મળી…..86 જેટલી સ્કીમ હરિભક્તો અને સ્વયંસેવકો ના ઉતારા માટે મળી…….!! કુલ 2400 થી વધુ સ્વયંસેવકો એ ઉતારા વિભાગ માં સેવા આપી……
  • 90000 થી વધુ ગાદલા અને પાથરણા મળ્યા….સાથે ઉતારા માટે ડોલ ડબલા હજારો ની સંખ્યા માં મળી…. બુર્જ ખલિફા કરતા પણ વધુ ઊંચાઈ આ ડોલ ની એક ઉપર એક ગોઠવી ને લાઇન કરીએ તો થાય…!!! અદભુત…..
  • નવા એપ બન્યા……ઉતારો સુગમ, સહજ બન્યો…..દરેક ને સ્વચ્છ ઉતારા મળે, ટ્રાન્સપોર્ટ સહેલું બને, ઉતારા સહેલાઇ થી શોધી શકાય એમના મેપ, વગેરે એપ માં સહેલા બન્યા…..!
  • ત્યારબાદ વિવિધ સંતો એ ઉતારા વિભાગ સેવા ની વાત કરતા કહ્યું કે- ઘણા હરિભક્તો એ પોતાના નવા ઘર, નવા , મોટા સારા રૂમ્સ ઉતારા માટે આપ્યા, …કોઈક ને ભૂલ થી લાગેલો ફોન નંબર, “રાઈટ” થઈ ગયો અને સામે થી અપરિચિત લોકો એ પોતાના ઘર માં ઉતારા ની સગવડ કરી આપી…!!! આવા તો અનેક અપરિચિત લોકો માં જાણે કે સ્વામી નો પ્રવેશ થયો હોય તેમ, સામે થી આવી ને પોતાના ઘર ઉતારા માટે આપ્યા…..! અને પોતે સત્સંગી થઈ ગયા…! હોટલો ..ગેસ્ટહાઉસોએ પણ એમની રૂમો આપણ ને સેવામાં આપી….! અદભુત…અદભુત…!
  • પૂ.વિમલપ્રકાશ સ્વામી એ ઉતારા વિભાગ વિશે વાત કરતા કહ્યું કે- આ ઉત્સવ સ્વયં પ્રમુખસ્વામી મહારાજે પોતે જ ઉજવ્યો છે……મહંત સ્વામી મહારાજ, ઈશ્વર ચરણ સ્વામી, નિખિલેશ સ્વામી, આત્મતૃપ્ત સ્વામી વગેરે મોટેરા સંતો ની પ્રેરણા , બળ થી વિપરીત સંજોગો વચ્ચે પણ આ ઉતારા સેવા સફળ બની. યુક્રેન નું યુદ્ધ, બિલ્ડર સમાજ મંદી માં હતો, અધૂરા પ્રોજેકટ, મજૂરો ની ઘટ…સ્કીમ માં અધૂરી સગવડો…આપણો લાંબો સમય માટે નો પ્રોજેકટ…બધું સેવામાં લેવાનું…. વગેરે પ્રશ્નો હતા….! પણ પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા…કારણ પ્રમુખસ્વામી મહારાજ નો પ્રભાવ..! ડગલે પગલે બાપા ની કૃપા નો પ્રત્યક્ષ અનુભવ થયો……!
  • પૂ.આત્મતૃપ્ત સ્વામી એ વાત કરતા કહ્યું કે- આ એક એવો વિશિષ્ટ ઉત્સવ હતો જે સમગ્ર સમાજ નો ઉત્સવ થઈ ગયો કારણ કે પ્રમુખસ્વામી બધાના થઈ ગયા…! અનેક પ્રસંગો માં આપણા ભુલા પડેલા હરિભક્તો ને લોકો એ પોતે , સામે થી મદદ કરી, ઉતારા આપ્યા હોય…! આ ઉત્સવ , પ્રગટ ગુરુ ના કર્તા પણા નો અનુભવ કરાવતો ઉત્સવ હતો…..ઉત્સવ ની છેલ્લી ઘડીઓ માં 1000 ફ્લેટ ની જરૂર હતી અને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા અને 2000 ફ્લેટ ની વ્યવસ્થા થઈ ગઈ..!!! પૂ.વિમલપ્રકાશ સ્વામી એ અત્યંત નાજુક શરીર સાથે કેવળ આત્મનિષ્ઠા ના બળ થી અથાગ પુરુષાર્થ થી સેવા કરી……! સ્વયંસેવકો એ 14 -14 માળ ની લિફ્ટ વગર ની બિલ્ડીંગો ઉપર પગથિયાં ચડી ને સેવા કરી…!! આપણા સત્સંગી , પ્રતિષ્ઠિત બિલ્ડરો એ કેવળ બાપા ને રાજી કરવા , અન્ય બિલ્ડરો પાસે ઉતારા માટે રીતસર ની “યાચના” કરી…..! અદભુત….અદભુત…

સભામાં હાજર એ તમામ બિલ્ડર સત્સંગી ઓ નું તાળી ઓ ના ગડગડાટ થી , સમગ્ર સભાએ એમનું અભિવાદન કર્યું…..

ત્યારબાદ પૂ.ઇશ્વર ચરણ સ્વામી એ પ્રાસંગિક આશીર્વચન માં કહ્યું કે- તમામ સંતો, કાર્યકરો,હરિભક્તો , બિલ્ડરો એ ખૂબ સેવા કરી છે. બાપા ના ઉતારા ની વ્યવસ્થા પણ સારી થઈ…….બહેનો એ ઉતારા ની સ્વચ્છતા ની સેવા કરી એ અતુલ્ય હતી……બાપા ના આશીર્વાદ થી આ બધું થયું છે…! પૂ. અક્ષરવત્સલ સ્વામી એ બાપા ના ઉતારા માટે પોતાનો બંગલો આપનાર શ્રી મુકેશભાઈ , ભરતભાઇ નો જાહેરમાં મહિમા કહ્યો…….એમની મીડિયા ચેનલ માં પણ સીધા પ્રસારણ માટે આપણ ને અદભુત સેવા આપી….! પોતાના ઘર મકાન આપણ ને સેવામાં આપી, પોતે ભાડે રહેવા ગયા….!! અદભુત…અદભુત…! સર્વે ને સાષ્ટાંગ દંડવત…..

આ સભા એ કાર્યકરો, સ્વયંસેવકો, હરિભક્તો,ગુણભાવીઓ, સંતો ના સમર્પણ અને નિષ્ઠા નું દર્શન કરાવતો હતો…….આવી જ નિષ્ઠા, સમર્પણ નો ભાવ, મહિમા, સેવા નો ભાવ આપણા માં આવે એ જ શ્રીજી ના , સ્વામી ના ચરણો માં પ્રાર્થના…..!!

સાચો સત્સંગ કદાચ…આ જ છે…..સમજી રાખો…..! અહીં મોક્ષ નો માર્ગ અનેરો છે…….

સર્વે ને કોટી કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS શતાબ્દી કાર્યકર અભિવાદન સભા- 12/02/23

“હે સ્વયં સેવકો……હું તો તમારી પર વારી ગયો છું….”

— પ.પૂ.મહંત સ્વામી મહારાજ

આજની સભા વિશિષ્ટ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં 35 દિવસ થી લઇ 365 દિવસ ની સેવા કરનાર , અમદાવાદ ના સર્વે સ્વયંસેવકો ને વધાવવા ની સભા હતી……એક સત્પુરુષ ના રાજીપા કાજે…એક સત્પુરુષ ના મહિમા ને વધાવવા કોઈકે પોતાની નોકરી છોડી તો કોઈકે સંસાર ની પળોજણ……પોતાની સર્વે સુખ સગવડો છોડી કેવળ ગુરુ અને હરિ ને વધાવવા યા હોમ કરી પોતાની જાત ને આ સેવા યજ્ઞ માં હોમી દીધી….!!! તો આ સર્વે ના કારણ એવા શ્રીહરિ ના આજના મનમોહક દર્શન ને અંતર માં સ્થિર કરીએ…..સભાની શરૂઆત કરીએ…

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ…..સભા એકતાલ થઈ ગઈ…ત્યારબાદ યુવકો દ્વારા ” મોહન ને ગમવા ઈચ્છો..માનની..” મુકતાનંદ સ્વામી રચિત પદ ની રજુઆત થઈ….આ તો બ્રહ્મમાર્ગ છે…જે અહીં માન અને મન મૂકી ને આવે તેને જ હરિ મળે….આ રહસ્ય જેને સમજાઈ ગયું તેના માટે આ સહજ માર્ગ બની જાય છે…..! એ પછી પૂ કૃષ્ણસ્વરૂપ સ્વામી ના કંઠે , સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “પામ્યાં પામ્યાં રે ભવજળ પાર” પદ રજૂ થયું……..એક મોટા પુરુષ અને ભગવાન મળે પછી બાકી શુ રહે?? ત્યારબાદ જૈમીન વૈદ્ય દ્વારા ” સેવામાં રાખો સદાય…વંદન ગુરુજી…વંદન પ્રમુખ જી…” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. મનુષ્ય અવતાર અનંત જન્મો ના પુણ્ય બળે મળ્યો છે અને એની જવાબદારી બને છે કે આયુ નો અમુક ભાગ કેવળ ભગવદ પ્રસન્નતા અર્થે જ વપરાય….!

એ પછી પૂ. ધર્મજ્ઞ સ્વામી એ હજારો સ્વયંસેવકો ની આ સેવા ને બિરદાવતા કહ્યું કે (સારાંશ)….

  • મોટેરા સંતો એ નિર્ણય કર્યો કે બાપા નોં શતાબ્દી ઉત્સવ દર વર્ષે અત્યંત ધામધૂમ થી ઉજવાશે અને છેલ્લી ઉત્સવ યાત્રા અમદાવાદ માં ઉજવાશે અને આ ભવ્ય ઉત્સવ ની ગાથા શરૂ થઈ……અલગ અલગ શહેરો માં , નગરો માં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો…..જે ભવ્યાતિભવ્ય સો મી જન્મજયંતિ અમદાવાદ માં ઉજવવા ની તૈયારી હતી…..અને પરિણામે આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ ઉજવાયો….
  • શતાબ્દી ઉત્સવ ની શરૂઆત માત્ર 20 સ્વયંસેવકો (સાયન્સ સીટી અને સોલા વિસ્તાર) થી થઈ……આ સેવાનું આ ઝરણું આગળ જતાં વિરાટ સેવા પ્રવાહ માં ફેરવાઈ ગયું…..સ્વયંસેવકો ની નોકરી ધંધા માં રજાઓ ને ધ્યાન માં રાખી ….નગરમાં કેટલા કાર્યકર જોઈએ છે….એ મુજબ સર્વે આયોજન થયું……..
  • મહંત સ્વામી મહારાજ અમદાવાદ માં પધાર્યા…..તો સેવકો ની ત્યાં પણ જરૂર પડી…એ સૌ આયોજન મુજબ સર્વે સ્વયંસેવકો ગોઠવાઈ ગયા….અને સૌએ અઢળક સેવા કરી….મહોત્સવ ની પૂર્વ તૈયારી માં 3100 જેટલા , 2000 સમૈયા માં અને મહોત્સવ પછી 5000 જેટલા સ્વયંસેવકો એ સેવા કરી……દિવસ અને રાત્રિ સેવામાં પણ અમદાવાદીઓ પાછળ નથી પડ્યા….

અદભુત…અદભુત….!! ત્યારબાદ એક વીડિયો ના માધ્યમ થી મહોત્સવ ની પૂર્વ તૈયારી અને મહોત્સવ પછી ની વાઇન્ડ અપ માં સેવા યજ્ઞ ના દર્શન થયા……! અદભુત…..અદભુત….!!

આ સેવા યજ્ઞ હજુ પણ સંપૂર્ણ વાઇન્ડ અપ સુધી છેક માર્ચ 7 સુધી ચાલુ રહેશે……સૌ પોતાની સેવા હજુ પણ આપી શકે છે.

આ અદભુત…..અતુલ્ય મહોત્સવ ની સફળતા પાછળ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુ નો રાજીપો ..આશીર્વાદ હતા….જે પત્ર રૂપે સર્વે સ્વયંસેવકો ને મહંત સ્વામી મહારાજે લખેલા હતા….જે વીડિયો સ્ક્રીન પર રજૂ થયો….”હવે વારો આપણો છે…..” એ સૂત્ર ગગનભેદી થઈ ગયું….! ત્યારબાદ પૂ નિર્મલ ચરિત સ્વામી એ કહ્યું કે- આ ઉત્સવ અતુલ્ય હતો……દુનિયામાં ક્યાંય આવો જન્મ જયંતિ મહોત્સવ થયો નહિ હોય…! કારણ કે સત્પુરુષે બતાવેલી રીત…અને એનું અનુસરણ કરી શિસ્ત સાથે સેવા કરેલા સ્વયંસેવકો…! અરે…સંતો ને સેવા કરતા જોઈ મણિનગર ના એક મુમુક્ષુ ને સેવા નો એવો રંગ લાગ્યો કે મહોત્સવ ની શરૂઆત ના દિવસો થઈ અત્યાર સુધી લગભગ 490 દિવસ ની સેવા કરી….!!! હજુ પણ એ સેવાયજ્ઞ માં જોડાયેલા જ છે……! અદભુત…! એવા તો અનેક કાર્યકરો એ પોતાનું સર્વસ્વ ગૌણ કરી આ સેવા યજ્ઞ માં યા હોમ કર્યું…..પોતાના ઘર ની સેવા હોય તેમ સમય મર્યાદા જોયા વગર ધણી રૂપે સેવા કરી….કાર્ય સફળ કર્યું….મનધાર્યું મૂકી ને સેવા કરી…..અને પરિણામે સર્વે અતિથિ ઓ…મહેમાનો….મુલાકાતીઓ આ સ્વયંસેવકો પર ઓવારી ગયા….!

આવા અનેક કાર્યકરો પૈકી અમુક કાર્યકરો એ સ્ટેજ પર થી પોતાના અનુભવો નો ગુલાલ કર્યો……!! અદભુત….અદભુત…..!! કોઈ નો ઉધાર બાકી ન રાખે મુરારી……..યોગક્ષેમવહામ્યહં…… તેમ ભગવાને એ બધા કાર્યકરો નો વ્યવહાર સંભાળ્યો…!

ત્યારબાદ પૂ.પ્રિયસ્વરૂપ સ્વામી એ – મહારાજ સ્વામી, સિદ્ધાંત, સત્પુરુષ, શાસ્ત્ર અને સંસ્થા સાચી છે- એ નિષ્ઠા સાથે સમર્પિત થનાર સ્વયંસેવકો ની ગાથાઓ વર્ણવી……અદભુત પ્રસંગો…! ભયંકર બીમારીઓ હોય કે બહુ જ નાજુક પરિસ્થિતિ ઓ…કે કોઈ આકસ્મિક પ્રશ્નો…કે.નિકટ ના સ્વજન નું મૃત્યુ…..પણ કોઈની નિષ્ઠા સહેજે ડગી નથી….! કોટી કોટી સાષ્ટાંગ દંડવત….આવા સર્વોપરી સેવકો ને….!

પૂ.હરિનારાયણ સ્વામી એ વાત કરી કે – માથે બરફ ની પાટ રાખી….દાસ ના દાસ થઈ સેવા કરવી- આ આજ્ઞા અનુસાર હજારો સ્વયંસેવકો વર્ત્યા છે……એમાં થી અમુક કાર્યકરો સાથે સ્વામીએ પ્રશ્ન ઉત્તર કર્યા અને એ સાથે પ્રસંગો રજૂ કર્યા અને કાર્યકરો એ સ્ટેજ પર થી પોતાના અનુભવો રજૂ કર્યા…..! સેવા દરમિયાન પોતાના અપમાનો થયા… કટુ અનુભવો થયા પણ એ વિપરીત સંજોગો માં પણ એ સ્થિર રહ્યા…એ કેવળ સ્વામી શ્રીજી ની દયા જ છે…..!! ખરેખર આપણે તો એ ગુરુ ઓ ના શિષ્ય છીએ કે જેમણે પોતે માર સહન કરી ને , મારનાર નું ભલું જ ઇચ્છયું છે……ભલું જ કર્યું છે…!!

પૂ. બ્રહ્મમુની સ્વામી એ સ્વયંસેવકો ની ધર્મનિષ્ઠા ની વાત કરતા કહ્યું કે- અનેક સ્વયંસેવકો ને પોતાની સેવા દરમિયાન મુલાકાતીઓ ની ગુમ થયેલી ખૂબ મોંઘી- મૂલ્યવાન વસ્તુ ઓ મળી , પણ પોતાનો ધર્મ, પ્રામાણિકતા સમજીને મૂળ માલિક ને સર્વે વસ્તુઓ પરત આપી…..! આવા સ્વયંસેવકો પર તો ગુરુ પોતે વારી ગયા….સર્વે સ્વયંસેવકો ની છેલ્લી સભામાં તો સદ્દગુરુ સંતોએ પોતે સર્વે સેવકોને દંડવત કર્યા…..!!…

પૂ. શ્રીજીચરણ સ્વામી એ સ્વયંસેવકો ની સેવાનિષ્ઠા ની વાત કરતા કહ્યું કે…..સર્વે સેવકો માં સંપ, મહિમા , શિસ્તના ગુણ સુપેરે જોવા મળ્યા…અને એ ગુણ સાથે જ સર્વે સેવા કરી છે…..! લોક માં ..સમાજ માં મોટા કહેવાતા વ્યક્તિઓ એ પોતાનું સર્વે કાર્ય ગૌણ કરી , ખૂબ સેવા કરી છે…….પોતે તો સેવા કરી પણ સાથે સાથે પોતાની કંપની ના માણસો અને સંસાધનો ને શતાબ્દી મહોત્સવ સેવામાં જોડી દીધા…..! અદભુત….અદભુત….!!

મહિલા સંયોજક પ.ભ.ભાસ્કર ભાઈ એ અમદાવાદ શહેર ની મહિલાઓ ની અતુલનીય….અકલ્પનિય સેવા ની વાત કરતા કહ્યું કે- બાલિકાઓ થી લઈને વડીલ મંડળ સુધી કુલ 4000 થી વધુ મહિલા સ્વયંસેવકો એ અદભુત સેવા કરી છે……નગર ના સર્વે વિભાગો માં તેમની સેવા રહી છે…..! જે સેવા પ્રથમ નજરે મહિલાઓ માટે અશક્ય લાગે તેવી મુશ્કેલ સેવાઓ એમણે સફળતા પૂર્વક કરી છે……..ઉતારા ની સાફ સફાઈ હોય કે ટોયલેટ સ્વચ્છતા નું કામ..કે રસોડા ની અવિરત સેવા હોય…કે ભારેખમ પેવર બ્લોક પાથરવાનું…. કામ હોય….સદાય હસતા ચહેરે, મહિમા સાથે અઢળક સેવા કરી છે……!!

ત્યારબાદ પૂ.ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે..(સારાંશ માત્ર) – આ બધા પ્રસંગો સાંભળ્યા પછી કશું બોલવાનું રહેતું નથી….આ બધી સેવાની ગાથાઓ કેવળ ગુરુ અને ભગવાન ના રાજીપા અર્થે શુ ન થઈ શકે?? તેના મહિમાની જ હતી…….સત્પુરુષ નો અઢળક રાજીપો બધા પર છે….આ બધું ગુરુ ની કૃપા, રાજીપા થી જ થયું છે……મન પાછું પડે એવા સંજોગો આવ્યા છતાં સ્થિર રહી ને સેવા કરી છે…..સૌ અક્ષરધામ ના અધિકારી થયા છો….સૌને છતે દેહે અક્ષરધામ નું સુખ મળે એ જ સ્વામી શ્રીજી ને પ્રાર્થના….!!

સભાને અંતે આરતી બાદ સૌ સંતો એ સર્વે સ્વયંસેવકો પર પુષ્પવૃષ્ટિ કરી ને અભિવાદન કર્યું……!!….હવે પછી ની દરેક રવિસભા માં વિશિષ્ટ પ્રવચન થશે…જે શતાબ્દી ઉત્સવ ના અલગ અલગ વિભાગ ના વિશે ઊંડાણ પૂર્વક માહિતી નું પ્રવચન સંતો કરશે…..અને “પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય” ના નારા થી ગુંજી ઉઠ્યું…..સાથે સાથે પ્રાર્થના રૂપે અને સંકલ્પ રૂપે પણ ” મહંત સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય” ના નારા પણ આવનારા સુવર્ણ ઉત્સવ ની તૈયારી રૂપે ગુંજી ઉઠ્યા……!!!

“સેવા ના વ્રતધારી અમે તો…..” પદ આપણા સંપ્રદાયમાં વખણાય છે……તમે આપણો સુવર્ણ ઇતિહાસ જુઓ તો સમજાય કે આપણા ઇષ્ટદેવ સ્વયં પુરુષોત્તમ સહજાનંદ સ્વામી થી લઈને સર્વે ગુણાતીત ગુરુઓ…અને આજે છેક મહંત સ્વામી મહારાજ સુધી…સર્વે એ સત્સંગ સેવા માટે પોતાના દેહ ને કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે…..સમય, સ્થળ કે અન્ય દૈહિક સગવડો ની પરવા કર્યા વગર કેવળ પોતાના સ્વામી ને રાજી કરવા….. યા હોમ કરી અતિ કઠિન સેવામાં જોડાઈ ગયા છે…અને આપણ ને એક જ સંદેશ આપ્યો છે કે દેહ અને જીવ જો ભગવાન માટે ઘસાય તો જ એની સાર્થકતા સાબિત થાય….સ્વભાવો છૂટે ..સંકલ્પ વિકલ્પો છૂટે…જીવ મુક્ત થાય……બ્રહ્મમાર્ગ સફળ થાય…….!

બસ…..ગુરુ આજ્ઞા એ , દેહ ની મર્યાદા સુધી શ્રીજી ના રાજીપા માટે કૃષ્ણાર્પણ થઈ જવું…એ જ ભક્તિ…એ જ ભક્તિ સૂત્ર…એ જ સત્સંગ…..એ જ મોક્ષ ની ચાવી….એ જ બ્રહ્મરૂપ થવાનો માર્ગ….!

સમજતા રહેજો……સત્સંગ ના સાચા અર્થ ને સમજતા રહેજો….

જય સ્વામિનારાયણ….. રાજી રહેજો…

સેવક ..રાજ..


Leave a comment

BAPS રવિસભા-05/02/2023

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.

જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે.

———————

વચનામૃત લોયા 3

આજ થી 2 મહિના પહેલા 04/12/22 ના રોજ આપણી ઇસવીસન 2022 ની છેલ્લી રવિસભા , શાહીબાગ મંદિરે થઈ હતી…..અને આજે બરોબર 2 મહિના પછી , નવા વર્ષ માં, પ્રથમ રવિસભા, આ જ શાહીબાગ મંદિરે થઈ રહી છે……વચ્ચે શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ ઉજવાયો…..એનો કેફ હજુ દિલોદિમાગ પર થી ઉતર્યો નથી અને આ રવિસભા માં એ જ કેફ સાથે સમયસર હાજર થઈ ગયા…….અહીં તો સત્સંગ અને સેવા ની જાણે કે હેલીઓ વરસે છે…..!! અદભુત….અદભુત……

તો એ સર્વે ના કારણ એવા…મારા વ્હાલા ના મનોમોહક દર્શન….પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર ના દર્શન….

સભાની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન સાથે થઈ……હૃદય એક તાલ થઈ ગયું…..ત્યારબાદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મરમાળા સ્વરે….” ભરી દે…ભરી દે…કોઈ ભિક્ષુક ની ઝોળી ભગવંત…..” પદ રજુ થયું અને આજની ઝોળી ઉત્સવ ની પ્રતીક સભા જીવંત થઈ ઉઠી…!! આયુષ્ય હોય કે આવક…..એમાં શ્રીહરિ નો ભાગ હોય તો જ લેખે લાગે…..!! ત્યારબાદ મિત્ર ધવલ દ્વારા ” દેતો…દેતો ને દેતો જોગીડો…” મહાકવિ કાગ બાપુ રચિત પદ રજૂ થયું…….! ખરેખર મોટા પુરુષ ને જીવ પાસે થી કાઈ લેવાનું હોતું જ નથી…એ તો બસ જીવ નું પરમ કલ્યાણ થાય એમ જ એને બ્રહ્મસુખ ની લ્હાણી કરે છે……! ત્યારબાદ યુવક મિત્રો એ ” આવ્યો આવ્યો રે મંગલ અવસર આજ….” જોશીલું કીર્તન રજૂ કર્યું………એક જ સ્પષ્ટ વાત આજે ઝોળી ઉત્સવ નિમિત્તે…..બસ સર્વસ્વ એનું જ આપેલું છે અને એને જ અર્પણ કરવાનો આ અવસર છે પછી બીજો વિચાર શાને?? અને આપણે તો સેવા સમર્પણ નો સુવર્ણ ઇતિહાસ શબ્દે શબ્દે ટપકે છે આ સંપ્રદાય માં….પછી મોળી વાત શાને?? સંકલ્પ..વિકલ્પ શાને??

ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ એના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી સર્વને મળ્યો…..

અદભુત સ્મૃતિ…..!

ત્યારબાદ કોઠારી પૂ ધર્મતિલક સ્વામી દ્વારા વચનામૃત લોયા 3 ના આધારે રસપ્રદ પ્રવચન થયું….જોઈએ સારાંશ….

  • આ વચનામૃત નિષ્ઠા પર સ્થિર છે…આધારિત છે….એક ભગવાન…એક ગુરુ…એક સિદ્ધાંત….ના આધારે સમગ્ર સંપ્રદાય ચાલે છે…..ભલે ને દેશ, ભાષા,વેશ અલગ પડે…પણ આ સિદ્ધાંત અને નિષ્ઠા એક જ છે.
  • અહીં તો સેવા અને સમર્પણ ની ગાથાઓ છે……છેક દાદા ખાચર થી લઈને અત્યાર સુધી, સંપૂર્ણ સમર્પિત હરિભક્તો અહીં જોવા મળે છે….
  • તો શ્રીજી મહારાજ અને એમની ગુણાતીત પરંપરા આજે પણ છે કે જેના એક વચને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે એવા હરિભક્તો ની ફોજ આજે પણ ઉભી છે…..જુઓ અનેક હરિભક્તો અને ગુરુ વચને એમના સર્વસ્વ સમર્પણ ની સુવર્ણ ગાથાઓ…..!
  • આજે અહીં ભવ્યાતિભવ્ય શતાબ્દી ઉજવાયો એની પાછળ અસંખ્ય હરિભક્તો નું સમર્પણ છે….પોતાના નોકરી, ધંધા,અભ્યાસ બધું છોડીને અહીં સેવામાં જોડાઈ ગયા……એ કેવળ આવી દ્રઢ નિષ્ઠા હોય તો જ થાય…..

અદભુત પ્રવચન…..!!

ત્યારબાદ સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના પ્રાસંગિક આશીર્વચન માં કહ્યું કે……(સારાંશ)

  • આપણો શતાબ્દી ઉત્સવ થયો એ સંપ્રદાય નો સર્વોપરી ઉત્સવ હતો અને સર્વોપરી સમર્પણ નો પુરાવો હતો. જેને બધા એ અઢળક વખાણ્યો…..એમના સમર્પણ, ભક્તિ,ઉત્સાહ, નિષ્ઠા ને લીધે દિવ્ય ઉત્સવ સર્વોપરી થયો…..બાપા બોલે ઓછું પણ એમના ભાવ થી દેખાતું હતું કે તે અઢળક રાજી થયા હતા….! આ ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ થયો…તેનું મુખ્ય કારણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ હતા….
  • આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે તમામ ના અંતઃકરણ માં પ્રવેશ કરી ને આ કાર્ય કર્યું છે……આ ઉત્સવ ની સ્મૃતિ સદાયે સર્વના જીવ માં રહેશે….તેનું સુખ બધાને વર્તાશે….
  • આપણા સંતો હરિભક્તો એ ગુરુ ની અનુવૃત્તિ પારખી ને દિવસ રાત જોયા વગર છેલ્લા એક વર્ષ થી ખૂબ જ મહેનત કરી છે…..આપણે સૌ ધન્ય થઈ ગયા છે….સૌ અક્ષરધામ ના અધિકારી થયા છે…….
  • આપણી baps સંસ્થા ની ઓળખાણ સૌને ડંકા ની ચોંટે થઈ છે….આપણો સૌએ ગુણ લીધો છે તે સૌનું પણ કલ્યાણ થશે…..

બ્રહ્મસત્ય…..!! આ તો કેવળ ભગવાન અને મોટા પુરુષ ની પરમ કૃપા થી જ થાય……

ત્યારબાદ 14 જાન્યુઆરી , ઉત્તરાયણ ના દિવસે , મહંત સ્વામી મહારાજે આપેલા આશીર્વાદ નો વીડિયો દર્શન નો લાભ મળ્યો….

પછી સભામાં પૂ ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરી કે- આવતા અઠવાડિયા થી ધર્માદા ના સંકલ્પ માટે ની શરૂઆત થશે….અમદાવાદ ના શતાબ્દી સેવકો ના અભિવાદન ની વિશિષ્ટ સભા …વિશાલ સભા આવતા રવિવારે હોસ્પિટલ ના મેદાન માં થશે…..સૌએ અચૂક લાભ લેવાનો છે…..

“કોઈ નો પાડ ન રાખે મુરારી….વ્યાજે સહિત આપે ગિરધારી….” એ બ્રહ્મસત્ય સુસ્પષ્ટ છે……..માટે જ તેરા તુજ કો અર્પણ- એ ભાવ રાખી મોટા પુરુષ ની અનુવૃત્તિ પ્રમાણે ભગવાન ને રાજી કરી લેવા- એ જ આજ ની કથાનો સાર…..

બસ આ જ સમજણ જો જીવ માં દ્રઢ થાય તો ભગવાન સાથે સહેજે છેટું ન રહે અને સદેહે જ અક્ષરધામ નું સુખ આવે……..

સૌ રાજી રહેજો……સેવક ના જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

ન ભૂતો ન ભવિષ્યતી….

જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને……… તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે………… તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય-11

જીવન માં કેવળ ભગવાન ની પ્રસન્નતા ને અર્થે જે કર્મ થાય છે તે જ કર્મ -ભક્તિ છે અને તે જ મોક્ષ નું કારણ બને છે -એ જ સર્વે શાસ્ત્રો નો સાર છે અને એ જ ગીતા માં સ્વયં શ્રીહરિ એ કહ્યું છે . આ બ્રહ્મ વિધાન એટલા માટે યાદ આવ્યું કે- જીવ ને મોક્ષ અપાવે એવો ઉત્સવ હમણાં જ ગયો. કોરોના ને લીધે છેલ્લા બે વર્ષ થી જેની તૈયારી લાખો હરિભક્તો સંતો કરી રહ્યા હતા તે મહા મહોત્સવ- શ્રી પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ ને આંગણે અત્યંત ધામધૂમ થી……ભક્તિ ભાવપૂર્વક….મહિમા સાથે ….તન, મન, ધન અને જીવ ના સમર્પણ સાથે શાનદાર ઉજવાયો .લગભગ 80 હજાર થી વધુ સ્વયંસેવકો ની હાજરી , એક કરોડ થી વધુ દર્શનાર્થી ઑ ની મુલાકાત સાથે આ મહોત્સવ ના ડંકા સમગ્ર જગત માં ગુંજયા………!!

મહોત્સવ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામિ મહારાજે કહ્યું તેમ “ન ભૂતો ન ભવિષ્યતી ” ઉજવાયો તેનું કારણ શું?? તો મારી સમજણ મુજબ – આ મહોત્સવ ની સફળતા અને સુફળતા માટે જે મુખ્ય કારણ હતા તે નીચે મુજબ છે …..

  • શ્રીજી મહારાજ ની પરમ કૃપા- એમની કૃપા – મરજી -રાજીપા સિવાય તો એક પાંદડું પણ હલી શકતું નથી….પછી બીજી વાત જ શું કરવી ??
  • ગુણાતીત ની પ્રત્યક્ષ હાજરી અને રાજીપો- શ્રીજી ના અખંડ ધારક સંત જ્યાં બિરાજમાન હોય ત્યાં જીવમાત્ર ને સમાસ થાય….અને એ સહેજે ખેંચાય…..નિયમ ધર્મ સહેજે બળવત્તર રહે…..એનું પ્રાધાન્ય રહે……
  • સમર્પિત સંતો અને હરિભક્તો- સત્પુરુષ ની આજ્ઞા માં સંપૂર્ણ સમર્પિત એવા સંતો કે જેમણે છેલ્લા એક બે વર્ષ થી પોતાનો દેહ..સગવડો પોતાના ગુરુ ની આજ્ઞા માં યા હોમ કરી ને શતાબ્દી ઉત્સવ માટે સમર્પિત કરી દીધી….અને એના આયોજન માં પોતાની આગવી બુદ્ધિમતા અને અનુભવ નો ઉપયોગ કરી ને અઘરા કામ ને પણ સહજ બનાવી દીધું. તો સામે હરિભક્તો એ પણ પોતાનો સમય, મન, તન ,ધન બધું જ ગુરુ આજ્ઞા એ , સંતો ના આયોજન મુજબ કૃષ્ણર્પણ કરી દીધું. સંસાર ના વ્યવહાર ને ગૌણ કરી….નોકરી ધંધા ને થોડોક સમય વિરામ આપી , જીવ ના કલ્યાણ માટે સૌકોઈ મંડી પડ્યા……જે આજે પણ પ્રત્યક્ષ દેખાય છે…..

આ મહોત્સવ માં સંતો હરિભક્તો એ પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કરી દીધું…….જેટલા સ્વયંસેવકો એટલી જ આ મહોત્સવ ની સફળતા પાછળ ની ગાથાઓ……!! તમે કોઈ જગ્યા એ જોયું છે કે – ગુરુ ની એક આજ્ઞા થાય અને શિષ્ય પોતાનું બધું જ છોડી ને ગુરુ ની આજ્ઞા માં જોડાઈ જાય….!! અહીંયા તો કોઈ પોતાના પરિવાર ને છોડીને આવ્યું હતું તો કોઈ નોકરી ધંધા ને તાળા મારી ને…..તો કોઈ પોતાના લગ્ન પાછા ઠેલી ને આવ્યું હતું તો કોઈ પોતાના સ્વજનો ની અંતિમ ક્રિયાને અન્ય સ્વજનો ને સોંપી ને આવ્યા હતા….અરે અમુક તો સમગ્ર પરિવાર સહિત સેવામાં જોડાઈ ગયા હતા…..! આ લોકો ને શુ સ્વાર્થ હતો?? એ તો માત્ર પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ના રાજીપા અર્થે જ આવ્યા હતા…..અને આજના કલિયુગ માં આવું તો બસ આ સંપ્રદાય માં જ જોવા મળે…! આમ, આવો કલ્પનાતીત, સમયાતીત ઉત્સવ તો માત્ર આ સંસ્થા માં જ શક્ય છે….બીજાના તો આ સ્કેલ પર…આ ઉત્સવ કરવો અતિ કઠિન છે……રોજના જ્યાં સવારે 7 વાગ્યા થી રાત્રી ના 11 વાગ્યા સુધીમાં લાખો લોકો ની આવાગમન રહેતું હોય …તેમના માટે વિવિધ આયોજન કરવા…એ પણ કોઈ જાત ની સમસ્યા વગર….એ કદાચ આપણી કલ્પના બહાર છે.

પૂ. સંતો નું માઈક્રો લેવલ નું આયોજન તો જુઓ……..નગર માં આવનારા પ્રત્યેક દર્શનાર્થી ને એના મન ની સાથે સાથે દેહ ને પણ પૂરતું પોષણ મળી રહે…જરૂર પડ્યે એકદમ ચોખ્ખા , વોશરૂમ ની પૂરેપૂરી સગવડ….આરામ ની જરૂર પડે તો યોગ્ય જગ્યા એ બેસવા ની સગવડ…..હોસ્પિટલ, સલામતી વ્યવસ્થા, ખોવાયેલી વસ્તુઓ ને શોધવા ની વ્યવસ્થા, શો ને સમજાવવા માટે ના સ્વયંસેવકો….. વહીલચેર/બેટરીવાળી ગાડીઓ/શટલ વ્યવસ્થા…..વગેરે..વગેરે…!! કેટકેટલી વ્યવસ્થાઓ……! આપણે તો કદાચ વિચારી પણ ન હોય તેવી સગવડ નું આગોતરું આયોજન…..અદભુત…અદભુત….!! અને સ્વયંસેવકો ની નિષ્ઠા તો જુઓ….એ નાના બાળ બાલિકા હોય કે મહિલાઓ…કે પુરુષ સ્વયંસેવકો……સવારે 5 થી 6 વાગ્યા વચ્ચે તૈયાર થઈ ને નગર માં સેવા માટે 7 થી 7.30 વચ્ચે પહોંચી જવાનું…આરતી થાય અને સેવા ચાલુ….બપોરે જમવા માટે વારાફરતી જઇ આવવા નું….અને રાત્રે 11 વાગ્યા સુધી સેવા ના ઝંડા ફરકતા રાખવા ના….!! પોતાના દેહ ની પરવા જ નહીં…બસ સેવા જ સેવા..અને મુખ પર સહજ આનંદ જુઓ તો સમજાય કે આત્મનિષ્ઠા કોને કહેવાય…!!!

ટૂંકમાં….આ મહોત્સવ કેવળ એક મહોત્સવ જ નહોતો પણ બ્રહ્મ માર્ગ તરફ આગળ વધવા નું એક નિમિત્ત હતો…….બ્રહ્મોત્સવ હતો……બ્રહ્મ ના કાર્ય નો મહિમા સમજી ને જીવ માં એ બ્રહ્મગુણ ને ઉતારવા નો ઉત્સવ હતો……લાખો લોકો અહીં આવી ને ગયા….શુ કરી ને ગયા?? એ જો માત્ર ફરવા જ આવ્યા હશે તો પણ એમને થોડો ઘણો તો ગુણ આવ્યો જ હશે…..અને એમના જીવન માં કૈક તો સકારાત્મક બદલાવ આવ્યો જ હશે…….ઘણા ના જીવન જડમૂળથી પણ બદલાયા જ હશે……એના કેટલાય દ્રષ્ટાંત આપણે સોશિયલ સાઇટ્સ પર વાંચી ચુક્યા છીએ…….અને આ ઉત્સવ થી ઘણા ને કૈક ને કૈક પ્રેરણા મળી હશે જ……!!

અરે…મહોત્સવ ના અંત માં જુઓ તો સમજાય કે……સ્વયં સત્પુરુષ ને આ ઉત્સવ નો કેટલો મહિમા છે…!! નગર માં આવેલ દર્શનાર્થી ઓ ના ચરણ ની ધૂળ મંગાવી ને પોતાને શિર ચડાવી…….સ્વયંસેવકો ને મોટા મોટા સંતોએ …સદગુરુ સંતો એ સાષ્ટાંગ દંડવત કર્યા…..!!!! ન ભૂતો…ન ભવિષ્યતિ…….. આવું તો ક્યારેય જોયું નથી કે સાંભળ્યું નથી…!!! હવે વિચારો કે જેના ગુરુ આવા નિર્માની હોય તે ગુરુ માટે એમના શિષ્ય શુ ન કરે???

ખરેખર , BAPS સંસ્થા ના લાખો કાર્યકરો માં થી એક હોવાનો મને ગર્વ છે…કેફ છે…..આ તો સ્વયં શ્રીજી ની સંસ્થા છે……સ્વયં ગુણાતીત ગુરુઓ ની સંસ્થા છે કે જેમણે અપમાનો સહન કરી ને પણ સર્વનું સદાય ભલુ જ ઇચ્છયું છે…..ભલું જ કર્યું છે……

આ બ્રહ્મ મહોત્સવ માં મને જે સેવા કરવાનો મોકો મળ્યો એ માટે હું મારા ગુરુનો…મારા શ્રીજી નો અનંત જન્મો સુધી ઋણી રહીશ……બસ એમની આજ્ઞા માં રહેવાય…એમના રાજીપા માં રહેવાય……એટલે ભયો..ભયો…..!

જય જય સ્વામિનારાયણ….. જય જય…અક્ષર પુરુષોત્તમ…..!

સેવક રાજ ના સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..


Leave a comment

BAPS રવિસભા- 04/12/22

ભગવાન ભજવા અને એ પણ મહિમા અને જ્ઞાન સાથે …..એનાથી વિશેષ શુ હોઈ શકે?? જો એ હશે તો બધું જ હશે અને એટલા માટે તો પ્રમુખ સ્વામી મહારાજ નું એક જ સૂત્ર હતું…ભગવાન ભજવા અને ભજાવી લેવા……!!! બસ , એ જ બ્રહ્મસ્વરૂપ ના જન્મ શતાબ્દી ઉત્સવ ની શરૂઆત માં હવે ગણતરી ના જ દિવસ છે….ત્યારે એ જ સત્પુરુષ ના ગુણો ને આધારે , મારા વ્હાલા સુધી પહોંચવા ના પ્રણ સાથે ….જોડાઈએ આજના મનમોહક નાથ દર્શન માં…..

આજે કીર્તન આરાધના નું આયોજન હતું….યુવકો અને પૂ.સંતો દ્વારા અદભુત આયોજન થયું…… શરૂઆત યુવકો દ્વારા શ્રીજી અને ગુણાતીત પરંપરા ની સ્તુતિ દ્વારા થઈ…..સમગ્ર સભાખંડ એના થી ગુંજી ઉઠ્યો….એ પછી અતિ કલ્યાણકારી સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન શરૂ થઈ…..સમગ્ર સભા એમાં જોડાઈ ગઈ……પછી કીર્તનો નો ધોધ શરૂ થયો અને હરિભક્તો એમાં સહેજે ભીંજાતા ગયા……જોઈએ એનું લિસ્ટ

  • એવા સંત હરિ ને પ્યારા રે…પદ-પ્રેમાનંદ સ્વામી…સ્વર- .નીરવ અને જૈમીન તથા યુવક વૃંદ
  • વંદન કરીએ કરોડો…કરોડો……પદ-પૂ.અક્ષરજીવન સ્વામી-સ્વર..નીરવ અને યુવક વૃંદ
  • છો જી અમારું જીવન…પ્રમુખસ્વામી… પદ – કોઠારી પૂ.ભક્તિપ્રિય દાસ સ્વામી- સ્વર- યુવક વૃંદ
  • એવા પ્રમુખસ્વામી મહારાજ ..મુજ ને વ્હાલા રે- પદ- ભક્ત વનમાળી દાસ- સ્વર- ગુંજન બ્રહ્મભટ્ટ અને વૃંદ
  • યુગો સુધી આ જગમાં જેના મળતા રહેશે અજવાળા- પદ અજ્ઞાત- સ્વર- જૈમીન , ધવલ અને વૃંદ
  • દિલ તુજ પે હૈ કુરબાન …પ્રમુખ સ્વામી…- પદ- ઇન્દ્રજીત ચૌધરી….સ્વર- પૂ.પ્રેમવદન સ્વામી

અદભુત….અદભુત…….!!!

ત્યારબાદ પૂ.ધર્મજ્ઞ સ્વામી એ શતાબ્દી મહોત્સવ અંગે જાહેરાત કરી કે………

નગર માટે દર્શન યાત્રા…..

ઉદ્ઘાટન સભા- 14/12/22 ના રોજ…પ્રધાનમંત્રી મોદી દ્વારા સાંજે 5 થી 8, સમય 4 વાગ્યા સુધીમાં પહોંચી જવું…..મંડળ દ્વારા સીમિત સંખ્યામાં આયોજન કરેલું છે….જે તે વિસ્તાર દ્વારા જાણ કરવામાં આવશે.

એ પછી પુનઃ યુવકો દ્વારા કીર્તન આરાધના નો દોર આગળ ચાલ્યો…….

  • ઢોલ બાજે…મૃદંગ બાજે…..જન્મ શતાબ્દી ઉજવીએ- યુવક વૃંદ ……રજૂ થયું અને સમગ્ર સભા શતાબ્દી ધ્વજો થી ઉભરાઈ ગયું…….ધ્વજ દિગંત માં છવાઈ ગયા…….!! અદભુત….અદભુત…..
  • એનું નામ અમર થઈ જાશે….અને દોહા છંદ પ્રસ્તુતિ….ધવલ કઠવાડિયા અને પૂ.પ્રેમવદન સ્વામી અને યુવક વૃંદ

અદભુત…અદભુત…!! પૂ.પ્રેમવદન સ્વામી વૃંદ ની 150 મી કીર્તન આરાધના ચાણસદ માં 7 મી ડિસેમ્બરે યોજાવા ની છે……

એ પછી પૂ.હરીનારાયણ સ્વામી એ જાહેરાત કરી તેમ અક્ષરપુરુષોત્તમ મહારાજ ની જોડ ની ચલ મૂર્તિઓ ની પૂજા પૂ.મહંત સ્વામી મહારાજે કરી હતી , તેની વિધિવત સ્વાગત સ્થાપના અમદાવાદ મંદિરે પૂ.કોઠારી સ્વામી એ અને સંતો એ કરી તેનું વીડિયો દર્શન રજૂ થયું…….અને એ જ અક્ષરપુરુષોત્તમ મહારાજ પ્રત્યક્ષ રીતે સભામાં પધાર્યા…..સમગ્ર સભા ઉત્સાહ માં આવી ગઈ……હારે…..મારે આજ પ્રીતમ ઘેર આવીયા…..!!! એ પછી સમૂહ માં ઠાકોરજી ને થાળ કરી ને હેતે જમાડવામાં આવ્યા…!! અદભુત….અદભુત…!

આજની રવિસભા શાહીબાગ મંદિરે છેલ્લી રવિસભા હતી….ખૂબ જ અદભુત સભા હતી……હવે પછીની અઠવાડિક સભાઓ નગરમાં ..સત્પુરુષ ની પ્રત્યક્ષ હાજરી માં થાશે………!! આનંદો…. આનંદો…હરિભક્તો….!!!

આજની સભાનો એક જ સાર હતો…..જેના હૃદય માં ….જીવમાં ભગવાન અખંડ રહ્યા હતા…..સર્વે ક્રિયાઓ કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે હતી એવા ગુણાતીત ગુરુ…..અનંત જન્મો ના પુણ્ય એકત્રિત થાય તો જ પ્રાપ્ત થાય……એમનો મહિમા સમજાશે તો જ એક હરિ નો મહિમા સમજાશે………સર્વોપરી ગુરુ વગર..સર્વોપરી હરિ ની પ્રાપ્તિ અશક્ય છે……..અને એ જ ગુણાતીત પ્રમુખ સ્વામી સદાય ચિરંજીવી રહેશે……..બસ …આ પ્રાપ્તિ ની પ્રતીતિ કરવાની છે…..

તો મળી એ આવતી સભામાં….પ્રમુખ સ્વામી નગર માં….!! તુજ પે સર્વસ્વ કુરબાન……..પ્રમુખ સ્વામી….મહંત સ્વામી…!!!

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 13/11/2022

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે,……… જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે.

………અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે………….

વચનામૃત ગઢડા મધ્ય 21

(આજે ખૂબ જ આનંદ ની વાત હતી કે આજની સભા સ્વયં સત્પુરુષ …બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ જીવંત પ્રસારણ રૂપે નિહાળી રહ્યા હતા)

આજે મારા માટે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષ ની પ્રથમ સભા હતી. ગયા બે રવિસભા નો લાભ ન લઈ શકાયો….. આથી આ રવિવારે બધા કામ કાજ પડતા મૂકી સભા નો લાભ લેવા સમયસર આવી ગયા……સત્સંગ તો અમદાવાદ માં આજે ભરપૂર જામ્યો છે…શતાબ્દી નગર માં હજારો સયંસેવકો મનમૂકી ને સેવા કરી ને સત્સંગ ને ચરિતાર્થ કરી રહ્યા છે…..એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત સૌપ્રથમ સર્વે કાર્ય ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને સંતો યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…..મન એકતાલ થઈ ગયું….ત્યારબાદ એક સ્વામી એ એક નવું જ કીર્તન કે જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના વડતાલ ત્યાગ ને દર્શાવતું કીર્તન ….”વૃતાલય સે ચલા સ્વામી શુદ્ધ ઉપાસના ધારી….” રસિક દાસ રચિત રજૂ કર્યું…આજની જ તિથિએ … માત્ર 5 સાધુઓ …અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે ભારે હૃદયે …એક હરિકૃષ્ણ મહારાજ ની મરજી અને મૂર્તિ ને હૃદય માં ધારી …શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે કેવળ એક સિદ્ધાંત ને પ્રવર્તન અર્થે વડતાલ થી મહાપ્રયાણ કર્યું અને એક બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ ના વાવટા ફરકાવી દીધા….જે આજે બુલંદ ઊંચાઈ એ પુરજોર ફરકે છે અને એની ગુંજ નવખંડ માં સંભળાય છે….!! ત્યારબાદ પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સ્વરે…” દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ…” રજૂ થયું…એ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મૂર્તિ મંત થયો…એ સુવર્ણ ગાથા ની રજુઆત થઈ……એક હરિભકતે ” કરે પાપી અતિશય પોકાર….” દેવાનંદ સ્વામી રચિત ઉપદેશ કીર્તન રજૂ કર્યું….

એ પછી અબુધાબી મંદિર અને અમદાવાદ મંદિર માં ઉજવાયેલા દિવાળી અને અન્નકૂટ ના દિવ્ય વીડિયો દર્શન નો લાભ મળ્યો….

અદભુત વીડિયો…..!!

ત્યારબાદ આપણી સંસ્થા ના વરિષ્ઠ સંતો પૈકી એક સારંગપુર મંદિર કોઠારી પૂ.જ્ઞાનેશ્વર સ્વામી દ્વારા “સંજીવની રૂપ સમજણ- ભગવાન સર્વકર્તાહર્તા ” વિષય પર આધારિત પ્રવચન વચનામૃત ગઢડા મધ્ય 21 ના આધારે થયું…….જોઈએ સારાંશ…

  • સુખ ના અર્થે એક જ વાત છે….ભગવાન સર્વકર્તાહર્તા છે…..ભગવાન જે પ્રગટ પ્રમાણ છે..એ જ સર્વકર્તાહર્તા છે..આ વિચાર દ્રઢ થયો, મહિમા સમજાયો તો કલ્યાણ પાકું….અંતર માં શાંતિ રહે…કેફ રહે….એ જ વાત સત્સંગ દીક્ષા માં પણ છે…
  • આપણા સર્વે પ્રશ્નો નું મૂળ…અજ્ઞાનતા છે….બધું હું જ કરું છું….સર્વે મારા થી જ થાય છે…આમ માને એટલે અહંકાર દેખાય…દંભ છતો થાય…પણ પોતાની ભૂલો પોતાના દોષ…દેખાય જ નહીં…!! આને જ આસુરી વૃત્તિ કહે છે….હિરણ્યકશિપુ અને રાવણ આવી જ આસુરી વૃત્તિ વાળા હતા….જેમની હાર થઈ અને ભગવાન ને જ સર્વકર્તાહર્તા માનનાર પ્રહલાદ જી જેવા ભક્ત નો જય થયો….
  • આપણા સંકલ્પ વિકલ્પ પણ લૌકિક હોય છે અને ભગવાન ને કરેલી પ્રાર્થના એની પરીપૂર્તિ માટે જ હોય છે…પણ ભગવાન તો પોતાના ભક્ત નું સારું કરવા જ બેઠા છે…જે આપણા માટે સારું હશે એ જ આપશે….બાકી નહીં આપે.. અને આપણી પ્રાર્થના સફળ ન થાય એટલે આપણે સત્સંગ માં થી પડી જઈએ છીએ….એ જ અજ્ઞાનતા છે. …સદાય યાદ રાખવું કે…દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહીં..!!
  • માટે જ જો સવળો વિચાર હોય કે એક ભગવાન જ સર્વકર્તાહર્તા છે તો પછી માનઅપમાન..સુખ દુઃખ..હરખ શોક.. શાને થાય??
  • આપણી પ્રાપ્તિ મોટી છે….સત્પુરુષ અને એમના થકી પ્રગટ પ્રમાણ ભગવાન મળ્યા છે પછી દુઃખ શાનું?? આ પ્રાપ્તિ અને એની પ્રતીતિ ..એનો મહિમા સદાયે દ્રઢ કરવો ….

મહંત સ્વામી મહારાજે હાકલ કરી હતી કે દિવાળી અને નવું વર્ષ તો નગર માં જ…! અને 14000 થી વધુ હરિભક્તો એ એનો અદભુત લાભ લીધો…..એના વીડિયો દર્શન રજૂ થયા…

ત્યારબાદ સભામાં ઉપસ્થિત સદગુરુ વિવેકસાગર સ્વામી એ સભાને પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપ્યો…જોઈએ સારાંશ

  • કેંનોપનિષદ નો એક પ્રસંગ છે કે દેવો ભગવાન ને લીધે વિજય ને પામ્યા પણ વિજય ને અંતે ભગવાન ને ભૂલી ગયા તો ભગવાને તેમને એ જ્ઞાન કરાવવા લીલા રચી….અહંકાર થી ગ્રસ્ત દેવો એક તણખલું પણ હલાવી ન શક્યા…અને છેવટે ભગવાન નો મહિમા સમજાયો….આપણું મન કહો કે ક્રિયા ..એ સર્વે પાછળ ભગવાન ની મરજી જ છે….એમનું જ બળ છે….જીવ ને કર્મ કરવા ની સ્વતંત્રતા આપે છે પણ ફળ તો ભગવાન જ આપે છે..
  • ભગવાન નું જ આ બધું છે…એમનું જ કરેલું છે….અને ભક્તો માટે જે કાંઈ થાય છે એ ભગવાન ની જ મરજી છે….જગત ના સર્વે રંગ રીતિઓ… રચનાઓ…ઋતુઓ કે વ્યવસ્થાઓ પાછળ ભગવાન જ છે….ભગવાન ને આમ કર્તાહર્તા સમજીએ તો જ અંતર માં શાંતિ રહે…..એ જે કરશે એ સારું જ કરશે પછી ફિકર કાહે કી??? લંડન માં મંદિર માટે લીધેલી જમીન નો કેસ હારી ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજ નું રૂવાળું ય ન ફરક્યું….!!! અને છેવટે નિસડેન માં વિશાળ જગ્યા મળી…..
  • ભગવાન જે કરે એ સારા માટે જ હોય છે…..લાંબુ..શાંતિ થી વિચારો તો બધું સમજાય……કારણ કે ભગવાન પોતાના ભક્તો નું અહિત કરે જ નહીં……જે કરતા હશે એ સારા માટે જ હશે. ….કશું પોતાના પર લેવું જ નહીં….મેં કર્યું..મારા દ્વારા જ થયું…એમ વિચારી એ તો અહંકાર આવે અને પતન થાય…….પ્રમુખ સ્વામી એ મહાન કાર્ય કર્યા પણ ક્યારેય મેં કર્યું ..એવું કહ્યું નથી……સદાય નિર્માની રહ્યા…બધું ભગવાન ને જ સર્વકર્તાહર્તા સમજી ને જ વર્ત્યા…!!

સભામાં જાહેરાત થઈ કે- નવો વિભાગ ઉભો થયો છે…પસ્તી વિભાગ….ઘરની બધી પસ્તી નગરમાં રસોડા પાસે જમા કરાવવી…..સેવક તરીકે સેવા માટે લાભ લેવાનું ચાલુ જ છે….70 વર્ષ સુધી ના સશક્ત વ્યક્તિઓ સર્વે પોતાના નામ નોંધાવી શકશે. દર્શનાર્થીઓ કે જે બપોરે 2 વાગે થી ફ્રી… મફત એન્ટ્રી છે….કોઈ પૈસા લેવાના નથી….ખોટા મેસેજ લોકો થી ચેતજો…..દર્શનાર્થીઓ પોતાના નામ નોંધાવી શકશે. ….બાલી ઇન્ડોનેશિયા માં G20 દેશોના ધાર્મિક ગુરુઓ ભેગા થયા હતા…..જેમાં આપણા મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામી ગયા હતા……આવતા રવિવારે એ પોતે આપણી રવિસભા માં લાભ આપશે…

આજની સભા નો એક જ સાર……આપણા થી તો એક સૂકું તરણું પણ ઉપડે તેમ નથી…એક ભગવાન જ સર્વકર્તાહર્તા સમજીશું તો જ જીવન જીવવા માં…સર્વે ક્રિયામાં નિમિત્ત ભાવ રહેશે….સુખ શાંતિ રહેશે….બ્રહ્મરૂપ થવાશે…..

સર્વ હરિ નું જ……માર્ગ પણ એ જ ….ગંતવ્ય પણ એ જ…..! સર્વે ક્રિયા એની પ્રસન્નતા ના અર્થે જ કરવી…..એ જ નિમિત્ત ભાવ….સાક્ષીપણું…. સ્થિતપ્રજ્ઞતા….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 02/10/2022

બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ નો શતાબ્દી મહોત્સવ ની તૈયારી અત્યારે પુરજોશ માં છે અને આખું અમદાવાદ જ્યારે પણ સમય મળે ત્યારે સેવા ના મેવા લૂંટવા શતાબ્દી નગર માં ઉમટી પડે છે…આજની સભામાં પણ એની અસર હતી અને સેવા એ જ સત્સંગ ના વ્રતધારી ઓ પણ નગર માં સત્સંગ નો લ્હાવો લૂંટી રહ્યા હતા…એમના ચરણો માં સાષ્ટાંગ દંડવત સહિત…સૌપ્રથમ…જેના રાજીપા માટે આ સર્વસ્વ થઈ રહ્યું છે…તે મારા વ્હાલા ના દર્શન…

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો ના કંઠે સ્વામિનારાયણ ધૂન નો લાભ મળ્યો…..એ પછી સ્વામી ના મુખે પ્રેમાનંદ સ્વામી રચિત પદ ” પધારો લાલ લટકાળા લહેરી…” એક અનોખા અંદાજ માં રજૂ થયું…….અદભુત પદ..!! એક યુવક દ્વારા…વલ્લભ દાસ રચિત..”સદગુરુ એ સાન માં સમજાવીયુ રે લોલ..” પદ રજૂ થયું. ખરેખર ..સાચી વાત….સત્સંગ વિના સુખ જ ક્યાં છે ?? એટલે જ ગુણતીતે છડેચોક કહ્યું કે સુખી થવું હોય તો…જીવન માં અડધો અડધ સત્સંગ નો જોગ રાખવો….. !!! અન્ય એક યુવક દ્વારા..વનમાળી દાસ રચિત…”નમીએ નારાયણ સ્વરૂપ ..સમરથ સંત હરિરૂપ…” પદ રજૂ થયું. …પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન ..એની એક એક પળ…એ વાત નો જીવંત પુરાવો છે કે ભગવાન પોતાના ગુણાતીત સંત દ્વારા પ્રત્યક્ષ પ્રગટ રહે છે..સર્વે ક્રિયાઓ..કાર્યો એના માધ્યમ થી કરે છે……આમ, એ ગુણાતીત સંત એ ભગવાન નું સ્વરૂપ કહી શકાય….! એ પછી નવરાત્રિ નો મહોત્સવ ચાલે છે એના ઉપલક્ષ માં પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ જોશીલું કીર્તન..”વ્હાલા રુમઝુમ કરતા કાન મારે ઘેર આવો રે….” મુકતાનંદ સ્વામી રચિત પદ રજૂ કર્યું…….નવરાત્રિ એટલે જગત નું સર્વે સાન ભાન ભૂલી…એક પરમાત્મા માં એકલય થઈ જવાનું પર્વ….એ પરમ શક્તિનું રૂપ ભલે અલગ ભાસે…પણ એનું કાર્ય…એનું સ્વરૂપ તો એક જ છે……! બસ ભક્તિ કરી લેવી….ભગવાન ભજી લેવા…!

એ પછી, નાસિક તીર્થ સ્થાન માં નૂતન મન્દિર નું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામી મહારાજ ના દિવ્ય વિચરણ દર્શન નો લાભ સર્વ ને વીડિયો ના માધ્યમ થી મળ્યો….

અદભુત દર્શન……અક્ષર પુરુષોત્તમ મહારાજ ના ડંકા આજે દિગંત માં ગુંજે છે……સ્વયં શ્રીજી નો સંકલ્પ છે…પૂરો તો થશે જ…!

એ પછી ભરૂચ મંદિર ના કોઠારી પૂ. અનિર્દેશ સ્વામી દ્વારા “ગુરુ ઋણ અદા કરવાનો ઉત્સવ…” શતાબ્દી મહોત્સવ પર રસપ્રદ પ્રવચન કરતા કહ્યું કે….જોઈએ સારાંશ માત્ર..

  • આજ થી લગભગ 74 દિવસ શતાબ્દી ઉત્સવ ના બાકી રહ્યા છે….અમદાવાદી ઓ ભાગ્યશાળી છે કે આવડો મોટો વિરાટ મહોત્સવ અમદાવાદ ને આંગણે થઈ રહ્યો છે…
  • ગુરુ ઋણ સમજ્યા વિના આપણું અસ્તિત્વ શક્ય નથી….એ કોઈ પણ મન્દિર ના પાયા સમાન છે…ગુરુ વગર કશું જ શક્ય નથી…..એ દેખાય છે પણ સમજાતું નથી….મહિમા સમજીએ ..વિચારીએ તો બધું પળ માં સમજાઈ જાય.
  • સ્વામીએ આપણ ને શોધ્યા ..સ્વીકાર્યા..સાચવ્યા…સંસ્કારયા ….શાશ્વત કર્યા..છે
  • સ્વામી અને ભગવાન આજે મુમુક્ષુ ને શોધે છે……સામે થી શોધે છે…..આફ્રિકા ના એક હરિભક્ત ના પત્ર ને લીધે સ્વામી એ હરિભક્ત ના દીકરા ને મળવા ઉટી પહોંચ્યા…..પોતાને પડેલી કોઈ અગવડો પર લક્ષ ન આપ્યું….એવા તો અનેક પ્રસંગો છે જેમાં સ્વામીએ પોતાના દેહ ની સામે જોયા વગર કેવળ હરિભક્તો માટે પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કર્યું….હેતુ હતો..”આપણ” ને શોધવા..!!
  • સ્વામીએ આપણ ને ..આપણા અનેક અવગુણો હોવા છતાં સ્વીકાર્યા છે…..દક્ષિણ ગુજરાત ના એક આદિવાસી બાળક ની પ્રાર્થના સ્વીકારી ..8 કિલોમીટર ચાલી એના ઘરે પધાર્યા….!!કોઈ અપેક્ષા નહિ…કોઈ લૌકિક માંગણી નહીં….બસ સર્વે નું કલ્યાણ કરવા ..સૌને નિરપેક્ષ..નિષ્પક્ષ ભાવે સ્વીકાર્યા…..
  • સ્વામી એ આપણ ને ..વિપરીત સંજોગો માં …સાનુકૂળ સંજોગો માં સાચવ્યા છે…આપણું મન…લાગણીઓ…ઈચ્છાઓ સાચવી છે…! હરિભક્ત ની મરજી સાચવવા પીરસેલા પત્તર ને હડસેલી..એના ઘરે પધરામણી કરી….! ..હરિભક્તો ને રાજી કરવા ..એમનું મન સાચવવા પોતાની સગવડો સામે …પોતાના દેહ સામે…જોયું જ નથી……! આવા અનેક અસહ્ય ભીડા ઓ ની ગાથા છે…..પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન….!
  • આજે આપણા જીવન માં જે સંસ્કાર છે…એનું કારણ છે સ્વામી….હરિભક્તો નું જીવન ઉચ્ચ બને….નિર્વ્યસની બને…નિષ્ઠાવાન બને…ધર્મયુક્ત બને એ માટે સ્વામીએ દિવસ રાત જોયા નથી….! ગામો માં થી ચોરી,વ્યસન ની બદી ઓ છોડાવી, વેરઝેર શમાવ્યા….ગામેગામ સંસ્કારધામ બન્યા ..એના મૂળ માં સ્વામીશ્રી નોં દાખડો છે…
  • આપણા જીવન શાશ્વત સુખી બનાવ્યા છે….અક્ષરધામ ના અધિકારી કર્યા છે…જીવન ના છેક અંત સુધી ભગવાન નું શાશ્વત સુખ આપ્યું છે…..પોતાના ગુણાતીત પરંપરા માં મહંત સ્વામી ની ભેટ આપી, આ શાશ્વત કાર્ય ચાલુ રાખ્યું છે….

આમ, પ્રમુખ સ્વામી મહારાજ ના આપણા ઉપર અનંત ઉપકાર છે….એનો બદલો તો આપી શકાય એમ નથી…ઋણ ચૂકવી શકાય તેમ નથી…પણ એના પ્રતીક રૂપે આ શતાબ્દી ઉત્સવ ને શાનદાર બનાવીએ….આ જન્મારો સફળ કરી લઈએ…..શાશ્વત સુખ ને માણી લઈએ….લૌકિક સુખ સાથે આવતો ખાલીપો…કેવળ આવા ગુણાતીત ગુરુ ના સમાગમ થી જ દૂર થશે….!…બુદ્ધિ ..શક્તિ ..આવડત ..સમય નો ઉપયોગ ભગવાન માટે…ગુરુ માટે કરીએ……

અદભુત પ્રવચન………! ગુરુ ઋણ અદા કરવાનો આ જ અવસર છે…

એ પછી, પૂ.ઇશ્વરચરણ સ્વામીએ પોતાના આશીર્વચન માં કહ્યું કે– બાપા એ જે આપણા માટે કર્યું છે , એનું ઋણ કોઈ કાળે ચૂકવી શકાય એમ નથી…બસ આપણું કર્તવ્ય છે કે એમની આજ્ઞા માં રહી..એમની અનુવૃત્તિ પ્રમાણે વર્તી ને એમને રાજી કરી લેવા. શ્રીજી મહારાજે પણ વચનામૃત માં પણ પોતાની રુચિ ની વાત ..રહસ્ય ની…અભિપ્રાય ની વાત કરી છે….ભગવાન ની ભક્તિ….આજ્ઞા…અને સેવામાં રહીએ એ જ સત્સંગ છે. અંદરોઅંદર એકબીજા નો દિવ્ય ભાવ રાખીએ અને ભક્તિ કરીએ તો સત્સંગ સફળ…..શતાબ્દી ની તૈયારીઓ..સેવા જોરદાર ચાલે છે….એ જ રીતે અમેરિકા અક્ષરધામ નું કાર્ય પણ જોર માં ચાલે છે…અતિ કઠિન સેવા સૌ કોઈ કરી રહ્યા છે…..પોતાના દેહ ની મર્યાદા બહાર જઇ સૌ કોઈ અતિ કઠિન સેવા…કેવળ સ્વામી ને ..ભગવાન ને રાજી કરવા અર્થે થઈ રહ્યા છે….ગુરુ ની આજ્ઞા નું નિર્દોષભાવે..નિષ્ઠા થી… મહિમા સહિત કરીએ તો ગુરુ રાજી થાય…સૌએ સેવામાં જોડાવા નું છે….સેવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે….

જાહેરાત થઈ કે- સર્વે એ રાત્રી સેવામાં મોટી સંખ્યા માં નગરે પહોંચી જવું…..સેવા નો આવો મોકો ફરીથી નહીં મળે….આવતા રવિવારે શરદ પૂનમ નો ઉત્સવ અહીં જ સભા ગૃહ માં રવિસભા સાથે રાત્રે 8 થી 10 વચ્ચે ઉજવાશે…..સમય નોંધી લેવો..

આજની સભાનો એક જ સાર હતો……ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે આપણા માટે જે કાંઈ કર્યું છે , એનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી….પણ પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ ..આ દેહ ને જો ભગવાન અને ગુરુ ના રાજીપા અર્થે સેવામાં જોડી દઈશું તો ….સર્વે ઋણ ચૂકવવા નો એક પ્રામાણિક પ્રયાસ કહેવાશે……..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

સૌને જય સ્વામિનારાયણ….

રાજ