Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


Leave a comment

BAPS રવિસભા – ૧૭/૦૯/૨૦૧૭

“….સંપ, સુહ્ર્દભાવ ..અને એકતા વગર બ્રહ્મરૂપ થવાય જ નહિ…….”

પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ

આજ ની સભા – પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિ ની પ્રતિક જન્મ જયંતી ની સભા હતી…….માટે એમની રૂચી..એ જ એમનો રાજીપો હતો. આપણે પામર ભક્ત તો એમને શું આપી શકીએ?? ….કદાચ આપી શકીએ તો પણ ત્રેવડ વગર નું….પણ હા…જો એમના રાજીપા નો..એમની રૂચી પ્રમાણે આપણે- સત્સંગ અને જીવન માં – સંપ..સુહ્ર્દભાવ અને એકતા રાખી શકીએ …હરિભક્તો ..સંતો નો પરસ્પર મહિમા સમજી ને વર્તી શકીએ તો- મોટા પુરુષ રાજી થાય…!

આજની સભા – ઉત્સવ સભા હતી અને ધારણા મુજબ જ સમગ્ર સભા હોલ ખીચોખીચ ભરેલો હતો…….સૌપ્રથમ જગત ના નાથ ના દર્શન………

21462692_1454563041248326_3738121026768496242_n

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ…….પુ. શુભ કીર્તન સ્વામી એ સત્પુરુષ જન્મજયંતી ની લાગણી ઓ ને વાચા આપતું કીર્તન રજુ કર્યું….” અભિવાદન…જન્મદિન …” જાણે કે સમગ્ર સભા તરફ થી સ્વામીશ્રી ને માટે હતું. ત્યારબાદ યુવક મિત્રો એ કોરસ માં….” હે વિશ્વમ્ભર….વિશ્વનિયંતા ..સહજાનંદ અવતારી….” રજુ કર્યું……પરબ્રહ્મ ના યથાર્થ સ્વરૂપ ને જાણ્યા વગર..સમજ્યા વગર કલ્યાણ શક્ય જ નથી એ જ આ પધ્ય નો સાર હતો. ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી ની સ્પષ્ટ આજ્ઞા મુજબ – ગુરુભક્તિ ને જ હમેંશા આગળ રાખી ને બે વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જેમાં પ્રથમ વિડીયો માં પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ મળ્યો તો..બીજા માં મહંત સ્વામી મહારાજે – સદાયે પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની જ વાત કરી છે…..એની સ્મૃતિ નો લાભ મળ્યો…..! અદ્ભુત વિડીયો દર્શન…..

ત્યારબાદ પુ.નિર્મળ ચરિત સ્વામી એ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ની પરાભક્તિ ના વિવિધ પ્રસંગો રજુ કર્યા………..જેનાથી સર્વે ને સમજાયું કે ગુણાતીત પુરુષો ને શ્રીજી માટે કેવો ઈશક હોય છે……અને આપણે એમનામાં થી શું શીખવા નું છે???…જોઈ સારાંશ

  • મહંત સ્વામી મહારાજ અનિવાર્ય સંજોગો સિવાય ક્યારેય મંગળા આરતી ના દર્શન ભૂલ્યા નથી….જો એ ન થાય તો એ ઉપવાસ કરી નાખે…એટલી દ્રઢતા એમણે દર્શાવી છે…..
  • નિયમ ધર્મ ની દ્રઢતા એવી કે ગુરુ પદે આવ્યા પછી ૮૩ વર્ષ ની ઉમરે- જન્માષ્ટમી ના નિર્જળા ઉપવાસ ના દિવસે તેમણે એક જ દિવસ માં કુલ ૭૧ દંડવત કરેલા….!!! હવે વિચારો ..આપણું ગજું..આપણો ઈશક કેટલો???
  • દરેક ક્રિયા….દરેક કાર્ય માં એક શ્રીજી ને જ આગળ રાખવા ના…કર્તાહર્તા સમજી કર્મ કરતા રહેવા ના…! ભગવાન સાથે નું અનુસંધાન નિરંતર રહેવું જોઈએ..એવી દ્રઢતા…એવું વર્તન…!

ત્યારબાદ – જન્મજયંતી ની આ સભા માં વિડીયો ના માધ્યમ થી પુ.કોઠારી ભક્તિપ્રિય સ્વામી એ મહંત સ્વામી મહારાજ ના શરૂઆત ના વર્ષો અને સમગ્ર જીવન ની વાત કરતા કહ્યું કે- સ્વામી ની નિષ્ઠા…કાર્ય શૈલી એટલી પ્રબળ અને ઝીણવટ ભરી કે…શ્રીજી ની મૂર્તિ નો શણગાર હોય…હાર બનાવવા ના હોય…..કે ઠાકોરજી ની પૂજા અર્ચના હોય…તેઓ સમગ્ર ક્રિયામાં જાણે કે એકાકાર થઇ જતા…સતત કથા વાર્તા-ભક્તિ નું જ અનુસંધાન…..સ્વામી-શ્રીજી ને કઈ રીતે રાજી કરી શકાય તેનું જ તાન…! ત્યારબાદ – મહંત સ્વામી મહારાજ ના સ્વ મુખે – ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા ના અનન્ય પ્રસંગો નો લાભ મળ્યો……

પુ.ડોક્ટર સ્વામી જેવા -સ્વામીશ્રી ના સખા …સ્વામી ને અતિ નિકટ થી નિહાળેલા – એવા સદ્ગુરુ સંતે વિડીયો ના માધ્યમ થી – સ્વામીશ્રી નો મહિમા કહેતા કહ્યું કે- જયારે મહંત સ્વામી ને દીક્ષા લેવાની હતી ત્યારે – એમના ઘર ની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી…એમના ભાભી એ યોગીબાપા ને પત્ર લખી વિનંતી કરી કે- અમુક સમય બાદ -વીનું ભગત ને દીક્ષા આપવી જેથી એ સમય દરમ્યાન એ નોકરી કરી- ઘર ને મદદ કરી શકે …પણ યોગીબાપા એ કહ્યું કે……વીનું ભગત તો સંકલ્પ કરશે અને લાખો રૂપિયા ના ઢગલા થશે…!!! અને એ સત્ય સાબિત થયું. મહંત સ્વામી મહારાજ નું સમગ્ર જીવન એ ગુરુ ભક્તિ…દ્રઢ નિયમ ધર્મ..દ્રઢ નિષ્ઠા નું ઉદાહરણ છે.

ત્યારબાદ સમગ્ર સભા ને – મહંત સ્વામી મહારાજ ની ભક્ત વત્સલતા નું દર્શન કરાવતા વિડીયો નો લાભ મળ્યો. એ પછી કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા કહ્યું કે…..સત્સંગ માં એકબીજા નો મહિમા સમજાય  તો ભેટમભેટા…નહીતર છેટામછેટા ………! મહંત સ્વામી મહારાજ સર્વે નો મહિમા સમજે..નાના માં નાનો સત્સંગી હોય પણ તેનું પણ સાંભળે…..કોઈ દુર થી પ્રાર્થના કરતુ હોય..કહી ન શકતું હોય…..છતાં પણ એના અંતર નું એ સમજી લે…..એના સંકલ્પ પણ પુરા કરે…એવું અનેક પ્રસંગે જોવા મળ્યું છે…..! દરેક હરિભક્ત ને નિર્વાસનિક ..બ્રહ્મ ની મૂર્તિ જ સમજે…..કોઈ નો ય અભાવ ગુણ લેવા નો જ નહિ…..! આમ, આવા સત્પુરુષ માં આપણું જોડાણ જેટલું વધે ..તેટલું જ સતસંગ માં આપનું સુખ..આપણી સમજણ….આપણી ભક્તિ વધશે.

સાથે સાથે પુ.ત્યાગવલ્લભ સ્વામી ની નિશ્રામાં -આપણા ૧૭૬ જેટલા સંતો- ચારધામ ની યાત્રા કરી આવ્યા……તેની પણ વાત કરી…..! ત્યારબાદ વિડીયો ના માધ્યમ થી સ્વામીશ્રી એ – સ્વયમ પોતાની રૂચી- યોગી ગીતા માં વર્ણવેલા યોગીજી મહારાજ ના સિધ્ધાંત પર છે…એની વાત કરી. …સત્પુરુષ ની આજ્ઞા…એમની કસની….એમના ભીડા….એમના રાજીપા માં કઈ રીતે રહેવાય – એના માટે આપણે અંતર ને કેવું શુદ્ધ કરવું પડે……સ્વભાવો મુકવા પડે…..મન ને મારવું પડે….મહિમા સમજવો પડે……તો જ બ્રહ્મ રૂપ થવાય..! સ્વામીશ્રી એને જ બ્રહ્મવિદ્યા કહે છે…..!

ત્યારબાદ અમદાવાદ ના સમગ્ર હરિભક્તો એ સ્વામીશ્રી ના જન્મદિન ને ઉજવવા – એમની રૂચી મુજબ નું એક અભૂતપૂર્વ કાર્ય કર્યું….એકબીજા નો હાથ પકડી- માનવ-ભક્તિ હાર બનાવ્યો……બેપ્સ એક પરિવાર..અમારો પરિવાર સંપીલો પરિવાર એમ કહી- સંપ ના ગુણ ના મહિમા ને- સ્વામીશ્રી ની રૂચી ને ડંકા ની ચોટે ઉજવી…!!! અદ્ભુત..અદ્ભુત…! આમ, પરસ્પર જો મહિમા સમજાય તો બાકી શું રહે???

ત્યારબાદ “જમોને જમાડું” અન્નકૂટ સેવા પ્રોજેક્ટ માં જોડાયેલા સર્વે ને બળ આપતો- અનુભવ પ્રસંગ- પ.ભ. જીતુભાઈ ચૌહાણે કહ્યો….! સર્વે ને આ સેવા નો લાભ મળે- સર્વે ની સેવા થાય……એ માટે એમણે જે દાખડો કર્યો છે…તેની વાત થાય એમ નથી. અત્યાર સુધી માં એમણે ૩૦૦ થી વધુ મુમુક્ષુઓ ને આ સેવા માં જોડ્યા છે..અને આ કાર્ય હજુ આગળ વધારતા રહેવા માટે કટિબદ્ધ છે..તેમ પણ જણાવ્યું..!!! અદ્ભુત અદ્ભુત…!!!

સભાને અંતે અમુક જાહેરાત થઇ….

  • મુંબઈ ના અંગ્રેજી પ્રકાશન Enlighten India એ પોતાના કવર પેજ પર મહંત સ્વામી મહારાજ નો ફોટો પબ્લીશ  કરી કવરેજ પણ કર્યું છે. એમના પ્રકાશક શ્રી કેતન ભાઈ અને એમના સહાયક નું સન્માન પણ જાહેર માં થયું.

21430577_1614248988627498_4354463642089004171_n

  • અમૃત હર્બલ કેર દ્વારા ૯ નવા -ઉત્પાદનો રજુ થયા..તુલસી ના અર્ક થી માંડી ને -મુખવાસ સુધી ના આ પ્રોડક્ટ્સ ને વસાવવા માં આવશે..!
  • નવા વર્ષ ના કેલેન્ડર – જેને રસ હોય તેણે મંદિર નો સંપર્ક કરવો….

છેલ્લે – આરતી અને પુષ્પાંજલિ દ્વારા સભાનું સમાપન થયું….!!!

અદ્ભુત…અદ્ભુત…!! સત્સંગ હોય કે જીવન- જો આપને એકબીજા નો મહિમા…એમના ગુણ…એમની મહત્તા નો વિચાર કરી ને વર્તીએ તો- દુનિયા ની લગભગ સંપૂર્ણ સમસ્યા ઓ નો નિકાલ સહજ થઇ જાય..! પણ કદાચ એ કઠીન છે…….પણ જો આવા સાધુ મળે…એમનો સમાગમ મળે…એમની વાત જીવ માં ઉતરે..અને શ્રીજી ની કૃપા થાય તો અશક્ય પણ શક્ય થઇ જાય…એમાં કોઈ શક નથી…!

……..સર્વે હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ…….

રાજ