Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-07/01/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે….”

———————-

વચનામૃત ગઢડા પ્રથમ -08

ઇસવીસન 2024 ના વર્ષ ના નવીન વર્ષ ની આ પ્રથમ સભા …..નવા ઉમંગ…નવા ઉત્સાહ…..નવા જોમ જામ સાથે ની આ એકાદશી ની સભાની શરૂઆત મારા વ્હાલા ના સદાય નવીન દર્શન થી…….ચાલો એક એને જ જીવન ની પ્રત્યેક ક્રિયા…પ્રત્યેક ક્ષણ માં કેન્દ્ર માં સ્થિર કરીએ….

આજની જ માગશર માસ ની વદ એકાદશી એ સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંવત 1858 જગત ને ભેટ મળી હતી……222 વર્ષ પહેલાં ની આ સ્મૃતિ અર્થે જ સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા જોશ સાથે ગવાતા ” ઓમ સ્વામિનારાયણ……” મહામંત્ર ની ધૂન થી થઈ……એ પછી એક યુવક દ્વારા ” વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ…..”વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદ ખૂબ જ રસાળ સ્વરે રજુ થયું………બસ આ એક જ નામ છે જેના માટે શું ન થાય..??? એ જ સર્વે પ્રશ્નો…સર્વે સંકલ્પ વિકલ્પ નું સમાધાન છે…….જો એ અંતર માં છે તો બાહ્ય કોલાહલ ના ખારા દરિયા માં પરમ શાંતિ નો મીઠો વીરડો મળ્યો હોય એવો આનંદ થશે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ” પ્રાણી…સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈ એ રે….” પ્રેમસખી રચિત પદ સ્વરબદ્ધ થયું…….આ મહામંત્ર નો મહિમા મોટો છે…..એ સમજાય તો એનું અખંડ સ્મરણ સહેજે રહે……સર્વે મૂંઝવણ નું સમાધાન આ જ છે….! ત્યારબાદ એક યુવક મિત્ર ના બુલંદ સ્વરે ” મારે સ્વામિનારાયણ ભજવા રે…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..સર્વોપરી ભગવાન મળ્યા છે તો એને ભજતાં તો સંસાર…લોકલાજ કે વિઘ્ન આડા આવે તો પણ ગભરાવું નહીં…..શિર સાટે સત્સંગ કરી લેવો…..! એ પછી મિત્ર પ્રશાંત ભાઈ દ્વારા ” જે સ્વામિનારાયણ નામ લેશે….” મહિમા પદ રજૂ થયું…..અદભુત…!!

એ પછી 1984 માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગઢડા માં આજની જ તિથિએ આયોજિત ગઢડા મંદિર મહોત્સવ…સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ના સ્મૃતિ દર્શન નું સુખ એક વીડિયો દ્વારા સર્વે ને મળ્યું…..

એ પછી પૂ.હરીનારાયણ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા” વિશે અદભુત પ્રવચન રસાળ શૈલી માં થયું…જોઈએ સારાંશ….

  • વિક્રમ સંવત 1858 ..આજની જ તિથિએ ફણેણી ગામ માં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ જગત ને આપી….જેને ગુણાતીત ગુરુઓ એ પોતાના એક જ કાર્ય હેતુ…ભગવાન ભજવા અને ભજાવા…દ્વારા જગપ્રસિદ્ધ કરી દીધો…….એના ડંકા યુગેયુગે વાગતા રહેશે…..
  • આ મંત્ર જ પવિત્રતા ની ઓળખ થઈ ગઈ છે….આ મંત્ર સર્વે સમસ્યા ઓ નું સમાધાન છે……….તન, મન ધન ના પ્રશ્નો નું સર્વે સમાધાન આ મંત્ર થી થયા ના ઉદાહરણ પ્રસંગો છે. આ મંત્ર ભગવાન નો સાક્ષાત્કાર કરાવે છે….મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે……
  • આ મંત્ર ભક્તે સહિત ભગવાન નું ભજન …સ્વામી એ સહિત નારાયણ નું પૂજન ….નું પ્રતીક છે…..ભગવાન ના ભક્ત…રાધાજી..હનુમાનજી…અર્જુન જી…આદિક ભક્તો ભગવાન ની ભક્તિ કરતા ભગવાન મય થઈ ગયા…ભગવાન સાથે જ એમનું પણ ભજન થાય છે……મહિમા એ સહિત…દ્રઢપણે ભગવાન નું ભજન કરવું…..શ્રદ્ધા રાખવી….ધીરજ રાખવી…..અને ભજન કરતા રહેવું.

આજે સભામાં સદગુરુ પ.પૂ.ડોક્ટર સ્વામી ઉપસ્થિત હતા…પ.પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અમદાવાદ મંડળ વતી તેમનું ફુલહાર થી સ્વાગત થયું. પૂ.ડોક્ટર સ્વામી ના સેવક સંત પૂ.આદર્શ યોગી સ્વામી નું પણ કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા ફુલહાર થી સ્વાગત થયું…

એ પછી ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા વિશે વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..સત્પુરુષ થકી આ મંત્ર…નિયમ ધર્મ અને ભગવાન ના સ્વરૂપ ની દ્રઢતા થાય તો સર્વે વાસનાઓ નિર્મૂળ થઈ જાય….

એ પછી પૂ.ડોક્ટર સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર….) ….

  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી કે રૂપિયા 25000 નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો….આપણા સંતો અદભુત કથા વાર્તા કરે છે…અવશ્ય લાભ લેવો…આપણા હરિભક્ત આફ્રિકા વાળા મગનભાઈ નો કથા વાર્તા કરવા નો ઇશક સૌ કોઈ જાણે છે…..કલાકો સુધી કથા વાર્તા ચાલતી…..આપણા હરિભક્તો નું સેવા સમર્પણ પણ અદભુત છે. રોબિન્સ વીલ અક્ષરધામ નું કાર્ય જુઓ તો સમજાય કે સ્વામિનારાયણ ભગવાન નો સંકલ્પ કરોડ મનવાર ભરાય એટલા જીવો નું કલ્યાણ કરવા નું છે.
  • અંતઃકરણ શુદ્ધ રાખવા ની શ્રીજી મહારાજ ની આજ્ઞા છે…..આપણી પાસે બધું જ છે, પણ આપણું અંતઃકરણ શુદ્ધ છે….??? કામ,ક્રોધ..હઠ, માન, ઈર્ષ્યા આદિક અશુદ્ધિઓ અંતર માં પડી છે…તેને દૂર કરવા ની છે. જેનું અંતઃકરણ શુદ્ધ હોય તેને જ જગત યાદ કરે છે.

અદભુત પ્રવચન….!! જાહેરાત થઈ કે પ.પૂ.ડોક્ટર સ્વામી સતત એક માસ અમદાવાદ માં રહેવા ના છે. અઠવાડિયા ના ત્રણ દિવસ…સોમ,મંગળ, બુધ….લાભ મળશે. પોતાના અંગત પ્રશ્નો માટે એમની સાથે મુલાકાત માટે જે તે વિસ્તાર ના કાર્યકરો ને મળવું.

ઉત્તરાયણ 14 તારીખે સવારે ઝોળી સભા…8 થી 10 થશે. સાંજે રવિસભા નથી. 26 જાન્યુઆરી સોલા ભાગવત ખાતે બ્રહ્નમોત્સવ યોજાશે…….હરિભક્ત બહેન જીંકલ બેન દ્વારા 6 માસ ની મહેનત ને લીધે ગોંડલ ના ઘનશ્યામ મહારાજ નું તૈલ ચિત્ર તૈયાર થયું છે…જેનું પૂજન પૂ.ડોક્ટર સ્વામી દ્વારા થયું….

આજની સભાનો એક જ સાર હતો- સ્વામિનારાયણ મહામંત્ર……આ બીજ મંત્ર સમાન છે….જો જીવ માં દ્રઢ થશે….જેનું અખંડ સ્મરણ રહેશે તો હરિ ક્યાંય છેટો નથી…..અને હરિ ભેગો હશે તો છતે દેહે અક્ષરધામ નું અખંડ સુખ મળશે.

બસ…..સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… અખંડ સ્મરણ કરતા રહીએ.

જય જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા- 11/09/2022

આજકાલ અમદાવાદ મેઘરાજા ની છત્રછાયા થી આચ્છાદિત રહે છે અને મેઘરાજા મન આવે ત્યારે મનમૂકી ને વરસે છે….સભા શરૂ થઈ અને મેઘરાજા આજે પણ વરસી પડ્યા……સત્સંગ ની અનરાધાર વર્ષા અને સાથે મેહુલો પણ અનરાધાર….પછી કોરા કોણ રહે?? ચાલો ..જેની આ કૃપા વર્ષા છે…તે સર્વના “કારણ” કૃપાનિધિ ના દર્શન…

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ…ત્યારબાદ એક યુવક દ્વારા સદ્. મંજુકેશાનંદ સ્વામી રચિત પદ ” મુને પ્યારી રે નટવર નામ ..મૂર્તિ તારી રે…” રજૂ થયું. ભગવાન ની મૂર્તિ નું આકર્ષણ જ એવું છે કે જીવ ના બધા સંકલ્પ વિકલ્પ ઓગળી જાય…..જો કવિ દલપતરામ જેવા વિચક્ષણ કવિ ને શ્રીજી નું એક લટકું 73..73 વર્ષ સુધી ભુલાતું ન હોય તો દર્શન ના સુખ ની શી વાત કરવી??? એ પછી એક અન્ય યુવક દ્વારા ” જન્મ સુધાર્યો રે મારો….”..મુકતાનંદ સ્વામી નું પદ રજૂ થયું……આપણ ને તો શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ મળ્યા એટલે જ જન્મોજન્મ ની તપશ્ચર્યા સફળ થઈ….જન્મારો સફળ થયો…! ત્યારબાદ પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના ઘૂંટાયેલા સ્વરે ..” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ ટળે નહિ…” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..જો આ જગત ના વિષય સંકલ્પ ….અહં મમત્વ છોડી ને એક સાચા સત્પુરુષ ના સત્સંગ થકી જીવ બાંધીએ તો સંસાર ની ભ્રમજાળ તૂટે…જીવ મુક્ત થઈ … જરૂર બ્રહ્મરૂપ થાય……!

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે 4 સપ્ટેમ્બર ના રોજ APC છાત્રાલય માં આપેલા દિવ્ય દર્શન સ્મૃતિ નો વીડિયો ના માધ્યમ થી સર્વ ને લાભ મળ્યો…….અદભુત સ્મૃતિ….!!

ત્યારબાદ વિવિધ સંતો ના મૂખે શતાબ્દી નગર માં સેવા આપતા હરિભક્તો ની અતુલ્ય સેવા ..મહિમા નો લાભ વિવિધ સંતો ના મુખે જાણવા મળ્યો….જોઈ એ સારાંશ

  • બાંધકામ વિભાગ માં સેવા આપતા પૂ. આદર્શ મનન સ્વામી એ કહ્યું કે …હરિભક્તો એ પોતાના દેહ, સુખ સગવડ ની પરવા કર્યા વગર મેદાન પર ના ઝાડી ઝાંખળા સાફ કર્યા…..ચુના થી માર્કિંગ કરવા ની સેવા હોય કે મજૂરો પણ એકવાર માટે કામ કરતા અચકાય એવી સેવા હોય કે સતત દેહ તોડી નાખે એવા ઉજાગરા હોય ….કે 20 ફૂટ ઊંડા ખાડા માં થી પાણી ખાલી કરવાનું હોય….સર્વે સેવામાં ઉમંગ ઉત્સાહ થી જોડાયા…પોતાના દેહ કૃષ્ણાર્પણ કર્યા…અને સામે સ્વામી શ્રીજી એ સૌના વ્યવહાર સાચવ્યા…એના અનેક પ્રસંગો પ્રત્યક્ષ છે.
  • એ પછી ડેકોરેશન વિભાગ માં સેવા આપતા પૂ. સમર્થ મુનિ સ્વામી એ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે….એક હરિભક્ત ના પત્ની દિવ્યાંગ, છતાં એમની મંજૂરી લઈ… એમની દેખરેખ ની વ્યવસ્થા કરી પોતે સેવામાં આવ્યા….!! એવા તો , અનેક પ્રસંગો કે જેમાં હરિભક્તો ના ઘર ની આર્થિક વ્યવસ્થા બરાબર ન હોય, સ્વાસ્થ્ય નો પ્રશ્ન હોય , ઘરના સભ્યો બીમાર હોય…આખો દિવસ સેવા કરી હોય તો પણ સાંજે ફરીથી સેવામાં જોડાઈ જાય…સેવા તો કરે પણ સાથે સાથે પોતાના ગજા બહાર ની આર્થિક સેવા પણ સમર્પિત કરે…!! આવા તો અનેક પ્રસંગો સ્વામી એ વર્ણવ્યા …અને હરિભક્તો ની પોતાના ગુરુ માટે સર્વસ્વ સમર્પિત કરવા ની ભાવના નો પરિચય સર્વ ને થયો…! અદભુત…..અદભુત….

એ પછી એક વીડિયો ના માધ્યમ થી જન્મ શતાબ્દી ગીત ની રજુઆત થઈ…..પ્રમુખ સ્વામી કી જન્મ શતાબ્દી ….એક નિશાન હમારા હૈ…..ગીત રજૂ થયું. પ્રખ્યાત ગાયક કલાકાર શાન દ્વારા ગવાયેલું આ ગીત અત્યારે જગત માં ગુંજી રહ્યું છે….બસ હવે તો એક જ નિશાન…..શતાબ્દી ઉત્સવ …એમા સર્વસ્વ સમર્પણ…!!

ટ્રાન્સપોર્ટ વિભાગ માં સેવા આપતા પૂ. ઉજ્જવલ મુનિ સ્વામીએ કહ્યું કે …રાજુભાઇ નામના એક હરિભક્તે શતાબ્દી ની સેવામાં જોડાવા પોતાના બધા ઢોર વેચી દીધા, ખેતી નો પાક બદલ્યો…ચારધામ ની યાત્રા કેન્સલ કરી…અને એક વર્ષ ની સેવામાં જોડાયા…રોજ સવારે 3 વાગ્યે ઉઠી ને નિત્યક્રમ પુરા કરી સેવામાં જોડાઈ જાય…! કિરણ ભાઈ એ 1 વર્ષ ની સેવા માટે નોકરી છોડી તો એમના પરિવાર નો વ્યવહાર અન્ય એક હરિભક્તે ઉપાડી લીધો….! આમ, આવા અનેક હરિભક્તો એ પોતાના બધા વ્યવહાર ગૌણ કરી કે છોડી ને , સેવામાં સમર્પિત થયા છે…..જે લોકો માત્ર નોકરી ધંધા અર્થે શતાબ્દી માં કામ કરવા આવ્યા હતા…એમને એવા દિવ્ય અનુભવ થયા કે એ બધા સત્સંગી થઈ ગયા…!!

એ પછી પૂ.અમૃતયોગી સ્વામી કે સંત ઉતારા ની વ્યવસ્થા સંભાળે છે ..તેમણે પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે…નિસ્વાર્થ ભાવે સેવા નો ઉત્સાહ અહીં જ જોવા મળે……હરિભક્તો એ પોતાની સારો પગાર…સારો હોદ્દો ધરાવતી નોકરીઓ છોડી અહીં સેવામાં જોડાઈ ગયા છે……એક દિશા..એક વિચાર…પરસ્પર સુહૃદભાવ…સંપ…એકબીજાની કાળજી રાખવા ની વાત…અહીં જ જોવા મળે…! અરે…હરિભક્તો એ સંતો ના ઉતારા માટે પોતાના વિશાળ બંગલા છોડી નાના ફ્લેટ માં ભાડે રહેવા નું પસંદ કર્યું…!! અદભુત….અદભુત….!

એક વીડિયો ના માધ્યમ થી પૂ.ડોક્ટર સ્વામી એ શતાબ્દી ઉત્સવ કઈ રીતે ઉજવવો એની વિશેષ માહિતી …આશીર્વચન આપ્યા….એમણે કહ્યું કે….સંપ સુહૃદભાવ થી સેવા કરીશું તો આ ઉત્સવ ધાર્યો નહિ હોય તેવો વિશેષ થશે….સફળતા થી ઉજવાશે. આપણા ગુણાતીત ગુરુઓ એ સંપ નો મોટો મહિમા કહ્યો છે…ઘસાવું, નમવું, ખમવું, મન મૂકી દેવું…એક બીજાને અનુકૂળ થવું….એમ કરવા થી સંપ વધશે…..! એકબીજાનો મહિમા સમજાય તેવી વાત કરવી, મદદ ની ભાવના રાખવી, ભૂલ માફ કરવી…સુધારો લાવવામાં મદદ કરવી..સંપ વધારવો…..શરૂઆત આપણા ઘર થી કરવી…અને તો જ આપણો શતાબ્દી ઉત્સવ સાચા અર્થ માં સફળ થશે.

પૂ.સંતે જાહેરાત કરતા કહ્યું કે આજની શતાબ્દી સ્વયંસેવક ની શિબિર હતી જે અત્યંત સફળ રહી….85% હાજરી સાથે લગભગ 2700 કાર્યકરો હાજર રહ્યા….આવતા રવિવારે પૂ.આનંદ સ્વરૂપ , બીજા ફેજ ના વિસ્તાર ની સભાનો લાભ આપશે. હવે જે હરિભક્તો 35 દિવસ ની સેવા માં જોડાઈ નથી શક્યા…..એ 15 દિવસ ની સેવામાં જોડાઈ શકશે…..આ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા મુજબ ટાણા ની સેવા છે….જેની જાહેરાત પરાસભા માં થશે. મહિના ના ઓછામાં ઓછી 2 પરાસભા …હવે થી શતાબ્દી મેદાન પર સેવા તરીકે થશે…રાત્રે 8 થી 12 સમય ગાળો રહેશે…!! ….અદભુત…અદભુત….!

પૂ. મહંત સ્વામી મહારાજે સર્વે સંતો હરિભક્તો ને એક પત્ર દ્વારા ” દિવાળી અને નવું વર્ષ …શતાબ્દી મેદાન પર..” ની હાકલ કરી છે…એનું પઠન થયું અને સમગ્ર સભા બળ માં આવી ગઈ…

આજની સભાનો એક જ સાર હતો કે જે ગુરુ એ આપણા માટે એમનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું …એના માટે શું ન થઈ શકે???

વિચારો………વિચારો…..કારણ કે હવે વારો આપણો છે…

જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


1 Comment

BAPS રવિસભા- 14/11/21

અને રાત દોઢ પહોર વીતી હતી. પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

“સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, 

ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી.

કાં જે, ભગવાનનું કર્યું સર્વે થાય છે………………………………

——————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- જેતલપુર-5

નવું વર્ષ…નવું જીવન….સત્સંગ ની એ જ મઘમઘતી તરોતાજા સુગંધ….!! અહા….. મારા વ્હાલા ની પરમ કૃપા થી કોરોના ના લગભગ 20 માસ પછી પુનઃ રવિસભા નો પ્રત્યક્ષ …સદેહે..મંદિર ના પટાંગણમાં અદભુત લાભ મળ્યો….!! ધન્ય ધન્ય આ ઘડી ‘ ને ધન્ય ધન્ય આ સત્સંગ…..! હૈયું..જીવ ..એ જ પ્રી કોવિડ દશામાં આવી ગયા…પુન: જીવંત થઈ ગયા…..!

સૌપ્રથમ મારા વ્હાલા ના મનભરી ને …જીવભરી ને દર્શન…..એક ક્ષણ પણ અળગો ન મેલું મારા નાથ ને….

સભાની શરૂઆત સારંગપુર મહાતીર્થ થી આવેલા પૂ.સંતો ના સુરીલા સ્વરે થઈ…..જીવ સહજ જ એમાં જોડાઈ ગયો….એકતાલ થઈ ગયો…..ત્યારબાદ પૂ.સંતો ના મુખે શ્રીજી ની એ દિવ્ય મૂર્તિ ને તાદ્રશ્ય કરતું કીર્તન …પૂ.પ્રેમાનંદ સ્વામી રચિત….”દિવ્ય સભાપતિ રાય…” રજૂ થયું…..!! મધ્ધમ …શાંત સ્વરે રેલાતા આ કિર્તને શ્રીજી ની એ મનમોહક….મરમાળી મૂર્તિ ને જાણે કે પ્રત્યક્ષ કરી દીધી…સર્વે દુઃખ…સર્વ પીડા પલમાત્ર માં દૂર થઈ ગઈ….મારા વ્હાલા નું સર્વસ્વ દિવ્ય….!!! એ પછી સંતો ને મુખે…પૂ.અક્ષરજીવન સ્વામી રચિત…..”જય સહજાનંદ …જય ઘનશ્યામ….” રજૂ થયું…અદભુત કીર્તન..! ત્યારબાદ સર્વનું પ્રિય એવું કીર્તન…..”દિલ તુજ પે હૈ કુરબાન પ્રમુખ સ્વામી” પૂ.સંતો ને મુખે રજૂ થયું…..અને ગુરુ નો મહિમા અંતરમાં ટાઢક બની છવાઈ ગયો…..સાક્ષાત શ્રીજી ને ધરનાર મહા સમર્થ ગુરુ પ્રત્યક્ષ મળે પછી જીવ ને બીજે ભટકવા નું શાને??? હવે તો માર્ગ પણ એ…અને ધ્યેય પણ એ ….!!

આજે સભામાં બે બે સદગુરુ સંતોના દર્શન નો લાભ મળી રહ્યા હતા…એ વચ્ચે પવિત્ર દિવાળી ઉત્સવ (9-11 નવેમ્બર) ગોંડલ તીર્થ સ્થાન ખાતે ગુરુહરી ની હાજરી માં ઉજવાયો ..તેના સ્મૃતિ દર્શન નો લાભ વીડિયો દ્વારા મળ્યો

અદભુત વીડિયો…..ભારે અશક્તિ અને મોટી ઉમર વચ્ચે પણ સ્વામીશ્રી ના મુખ પર તેજ…જોમ….સહજ સ્મિત… દિવ્યતા જુઓ તો સમજાય કે અક્ષર હોવું એટલે શું….!

ત્યારબાદ લગભગ 600 દિવસ ના સારંગપુર ના રોકાણ બાદ પૂજ્ય ડોક્ટર સ્વામી પુનઃ અમદાવાદ પધાર્યા …પૂ.ઇશ્વરચરણ સ્વામીએ ફુલહાર થી એમનું સ્વાગત કર્યું….અને વિદેશ ના લાંબા ..થકવી નાખનાર વિચરણ કરી ને અમદાવાદ પરત આવેલા પૂ.ઇશ્વરચરણ સ્વામી નું સ્વાગત..અભિવાદન અમદાવાદ મંદિર ના નવા કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી એ કર્યું. ત્યારબાદ પૂ.ઈશ્વર ચરણ સ્વામીએ પોતાના પ્રવચન માં કહ્યું કે….

  • સ્વામી ની વાતો માં કહ્યું છે કે સર્વે કાર્યો માં સત્સંગ ની વાતો/કથાવાર્તા કરવી શ્રેષ્ઠ છે….કેમ કે એના થી જીવ ને પુષ્ટિ મળે છે….આપણા ગુણાતીત ગુરુઓ એ આ જ કર્યું છે….
  • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને તો કથાવાર્તા જ આરામ હતો….અને અમારે તો મહારાજ ની મૂર્તિ માં જ અખંડ આરામ છે….અખંડ કથાવાર્તા ચાલુ જ રહેતી. યોગીબાપા ને તો મોડે સુધી વાતો કરવાનો ઇશક… અને કોઈ આરામ ની વાત કરવા તો કહેતા કે…ઊંઘ શાની આવે…અમૃત પીધું છે…!! અર્થાત મહારાજે જે વચનામૃત કહ્યા છે તે અપાર છે….
  • સ્વામીએ કહ્યું કે કરોડ ધ્યાન..માળા.. વ્રત જપ કરતા પણ આ કથા વાર્તા વિશેષ છે…એનાથી મન નિર્વિષયી થાય…સ્થિર થાય…. ! એ જ વાત શ્રીજી મહારાજે કહ્યું છે. સત્સંગ થી રૂડા ગુણ જીવ માં લાવવા હોય તો કથા વાર્તા માં સદાય રુચિ રાખવી. રવિસભા..પરાસભા નો અવશ્ય લાભ લેવો.
  • આપણે ભાગ્યશાળી છીએ કે ગુણાતીત ગુરુઓ એ શરૂ કરેલી આ સભા ઓ મળી છે….તેનો અચૂક લાભ લેવો.

ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમની લાક્ષણિક રીત સાથે પ્રવચન માં અદભુત વાતો કરી…જોઈએ એનો સારાંશ…

  • દોઢ વર્ષ બાદ આટલી મોટી સંખ્યા માં હરિભક્તો ને જોઈ ખૂબ આનંદ થાય છે….
  • જેતલપુર 5 ન વચનામૃત માં મહારાજે કહ્યું છે કે જીવ ને ભગવાન ભજવા થી મોટી વાત કોઈ નથી….ભગવાન ભજી નો જીવ મોટો થાય છે….જલારામ બાપા સાવ સામાન્ય લાગતા પણ ભગવાન ના બળે આજે એમના મંદિરો આખી દુનિયામાં છે….
  • મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ભગવાન ને ભજી ને એકાંતિક થયા….અત્યારે આખી દુનિયામાં પૂજાય છે..
  • દુનિયાના મહાન વૈજ્ઞાનિકો ન્યુટન હોય કે આઈન્સ્ટાઈન…. એમણે કૈક અલગ વિચાર્યું….ઊંડે ઉતરી ને વિચાર્યું …અને અઢળક પુરુષાર્થ કર્યો…મંડી પડ્યા અને પ્રખ્યાત થયા…
  • નીલકંઠ વર્ણી નો મહા કઠિન પ્રવાસ …..નિર્ભયતા,દ્રઢ મનોબળ, પળેપળ ગુણ ગ્રહણ કરી સતત આગળ વધતા રહેવા નું પ્રતીક છે…
  • નિત્ય સત્સંગ, દર્શન કરો…..મંદિરે જાઓ…ઘરસભા કરો….સત્સંગ માં દાખડો કરશો તો આગળ વધાશે…ધર્મ નિયમ દ્રઢ રાખવા…..સંપ રાખો..શરૂઆત પોતાના પરિવાર થી કરો…..એક મન…એક વિચાર બનો….બસ નવા વર્ષ માં આ જ પ્રાર્થના છે….

અદભુત પ્રવચન….!! એ પછી પૂ.ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરી કે…..પૂ. ધર્મતિલક સ્વામી અમદાવાદ મંદિર ના નવા કોઠારી બન્યા છે….પૂ.ઈશ્વર ચરણ સ્વામીએ એમનું હારતોરા થી અભિવાદન કર્યું. પૂ. દિવ્ય ચરણ સ્વામી સંત નિર્દેશક બન્યા છે. પૂ.નિર્મલ ચરિત સ્વામી પણ સંત નિર્દેશક બન્યા છે. અનેક નવા સંતો અમદાવાદ માં નિમણૂક પામ્યા છે….તેમનું હારતોરા થી સ્વાગત થયું. …અમુક સંતોની વિદેશ માં નિમણૂક થઈ …એમનું સ્વાગત થયું. ….

સભાને અંતે પૂ.ડોક્ટર સ્વામી ના સંકલ્પ મુજબ દરેક હરિભક્ત ને રૂબરૂ દર્શન નો લાભ લઇ વિદાય થવાની સૂચના અપાઈ….

અદભુત …અદભુત…..વિક્રમ સંવત 2078 ની આ પ્રથમ સભા અવિસ્મરણીય હતી……આમે ય જીવનમાં જો કૈક સદાયે સ્મૃતિ માં રાખવું હોય તો તે ભગવાન ની કથાવાર્તા જ છે…એમના દર્શન જ છે…કારણ કે એ છે તો આપણે છીએ….આપણું સર્વસ્વ છે…

કાલે પ્રબોધિની એકાદશી છે…તેની આરતી નો લાભ સાંજે સાડા પાંચે સર્વ ને મળશે…

ત્યાં સુધી સર્વ ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…. રાજી રહેશો…

રાજ


BAPS રવિસભા- 22/12/2019

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો.”…

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે.

માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો…..

અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે….
….. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં…… અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

—————————–
વચનામૃત-ગઢડા પ્રથમ 53



આજે માર્ગશીર્ષ માસ ની કૃષ્ણ એકાદશી…..અર્થાત જીવમાત્ર નું કલ્યાણ કરતો…શ્રીજી ના હૃદયગત સિદ્ધાંત નો દ્યોતક એવા સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રાગટય દિન…….”સ્વામી” અને “નારાયણ” એમ બે ભિન્ન તત્વ ..કહેતા કે સ્વામી એટલે અક્ષર..કે જેના જેવા બની ને નારાયણ… કહેતા કે પુરુષોત્તમ ની સેવા માં રહેવા નું છે……..અને એ જ મોક્ષ નો માર્ગ છે….આત્યંતિક કલ્યાણ નો માર્ગ છે…જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને એક મંત્ર થકી સ્વયં શ્રીજી એ જીવમાત્ર ને સુલભ કર્યો…..પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે ગુણાતીત પરંપરા આપી ….કલ્યાણ ના વાવટા સર્વ માટે ચીરકાલીન માટે ફરકતા રાખ્યા….!! ચાલો….આ મંત્ર ને જીવ થી વધાવીએ….ફણેણી ના એ મહાન પ્રસંગ…શ્રીજી ના ગગનભેદી આહલેક ને પળેપળ જીવી જઈએ…
તેનું નિરંતર મનન..ચિંતન…રટણ… કરીએ….

સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત દર્શન…..ઘનશ્યામ મહારાજે તો આજે સૂકા મેવા ના વાઘા ધારણ કર્યા હતા….જુઓ શોભા…
સભા ની શરૂઆત પૂ. દિવ્ય કિશોર સ્વામી અને યુવકો દ્વારા ” પ્રેમે પ્રેમ થી બોલો સ્વામિનારાયણ ભગવાન….” ધૂન થી થઈ…..ત્યારબાદ એ જ સંત ના મુખે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત…” શીદ ને રહીએ રે કંગાળ રે સંતો…” પદ રજૂ થયું….! ખરેખર …આવા સર્વોપરી સત્પુરુષ અને સર્વોપરી ભગવાન મળ્યા હોય પછી જીવ કંગાળ શી રીતે રહે?? આ સર્વોપરી પ્રાપ્તિ નો કેફ જ કંઈક ઓર છે….એ તો કેસરભીના શ્યામ નું કેસર જેને લાગે તેને સમજાય કે…..ભક્તિ શુ છે…એનો રંગ શુ છે……!! એ પછી પૂ. સંત (અમૃત વિજય સ્વામી.!?) દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” તમે અલબેલા જી આવા ને આવા…..મંદિરે પધારો માવા રે…. ” પદ રજૂ થયું…! અદભુત પદ……! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત ” પ્રાણી.. સ્વામિનારાયણ ગાઈ એ…” પદ રજૂ થયું……! ચાહે સુખ આવે કે દુઃખ….સહજ સમય હોય કે વિપરીત…પણ હરિનામ સ્મરણ…સ્વામિનારાયણ મહામંત્ર નું રટણ…એક પળ પણ વિસરાવું ન જોઈએ……મારો હરિ એક પળ દૂર જવો ન જોઈએ…! અખંડ સ્વામિનારાયણ નું ભજન …એ જ બ્રહ્મરૂપતા નું લક્ષણ…!!

ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના 10 થી-12 ડિસેમ્બર, ના મુંબઇ ખાતે ના દિવ્ય વિચરણના  વિડીયો દર્શનનો લાભ મળ્યો…..

https://youtu.be/Aw0QHd9jpkg

અદભુત વિડીયો….! ખરેખર સત્પુરુષ જ જીવ નું સદાયનું  દરદ …જન્મ મરણ નું દુઃખ ટાળી શકે છે….!

ત્યારબાદ પ્રખર વક્તા એવા પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે વચનામૃત ગઢડા પ્રથમ 53 નો લાભ મળ્યો….જોઈએ અહીંયા એનો સારાંશ માત્ર….

  • સત્સંગ માં આગળ વધવું કે એમાં થી પડી જવું….એની પાછળ નું કારણ શ્રીજી એ અહીં કહ્યું છે…જે બધાએ વિચારવા નું છે…જીવવા નું છે…
  • માટે જ સત્સંગ માં જો આગળ વધવું હોય તો સત્સંગ માં સર્વે ના ગુણ માત્ર જ જોવા…કોઈના અભાવ અવગુણ ની વાત કરવી નહીં…સાંભળવી નહિ….ગુણાતીતાનંદ સ્વામી એ તો નિંદા કરવી…અવગુણ લેવા ને અસેવા કહી છે….ગુણાતીત પુરુષો એ એને ઝેર કહ્યું છે…માટે જ જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સત્પુરુષ ને..ભગવાન ને જે ન ગમે એ ન કરવું….
  • મોટા પુરુષો ના અઢળક પ્રસંગો છે…જેમાં એમણે નિંદા..અભાવ અવગુણ ની વાત…એ વાત કરનાર પ્રત્યે ભારોભાર અણગમો દર્શાવ્યો છે…..બીજા ના સ્વભાવ જોવા જ નહીં…..બીજા ના સ્વભાવ જોવા ને તો પ્રમુખ સ્વામી મહારાજ…..સો ટન નું રોલર ફેરવવા જેવું કહેતા…!
  • બીજા ના સ્વભાવ જોતા જોતા…ધીરે ધીરે ગુરુ અને ભગવાન માં પણ ખામી દેખાવા લાગે….! બુઢા ધાધલે દાદા ખાચર ના સેવક નો અવગુણ લીધો તે એ અવગુણ બુઢા ને ભગવાન સ્વામિનારાયણ ને નુકસાન કરવા સુધી લઇ ગયો…!! ગ.પ્ર.28, 31 માં પણ આ જ વાત શ્રીજી એ કહી છે….અવગુણ લેવા વાળા ને શ્રીજી એ અર્ધ બળેલા કાષ્ટ જેવો કહ્યો છે…..ગ.અંત્ય 11, 12 માં એને પાપ કહ્યું છે..
  • જો અંતર ની શાંતિ જોઈતી હોય તો બીજા ના અવગુણ જોવા ના ટાળવા….બીજા ના દોષ જોવાની ટેવ હોય તો ભગવાન નો સાક્ષાત્કાર ન થાય……માટે સત્સંગ હોય કે સંસાર…..બીજા ના અવગુણ જોવા બેસો તો પ્રગતિ જ ન થાય…
  • આ દોષ ની શરૂઆત માં…પ્રથમ કોઈ વિશે નકારાત્મક વિચારો આવે…પછી એ વિચારો શબ્દ બની બહાર નીકળે……આવા વિચારો ને દૂર કઈ રીતે કરવા?? જીવ ના કલ્યાણ નો ધ્યેય સ્પષ્ટ રાખવો……દેહાભિમાન ટાળવું….મોટા પુરુષ અને ભગવાન નો મહિમા સમજવો….એમનું સર્વ કર્તાહર્તા પણુ સમજવું….કુસંગ થી દુર રહેવું….ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ રાખવી…..
  • અદભુત વાત…..! બસ, સત્સંગ હોય કે સંસાર….આપણે એ જ કરવા નું છે….અને એમ કરવા માં જ ફાયદો છે….શાંતિ થી વિચારજો…!
  • ત્યારબાદ એક યુવકે શાહીબાગ મંદિરે, ગોલક માં પત્ર લખી ને નાખ્યો હતો..તેનું દર્શન શ્રાવણ થયું…..એ યુવકે પોતાના પીઝા પાછળ ની લત અને ખોટા ખર્ચ ને બંધ કરી ..જે બચત કરી તેનો ધર્માદો ઠાકોરજી ની સેવામાં આપ્યો….! 👍👍 અદભુત પત્ર…!! નિષ્કપટ ભાવે લખાયેલ આ પત્ર દરેકે જીવન માં ઉતારવા જેવો છે….! બસ મનજી કાકા ( મન ને) ને કાબુ માં રાખવા ના છે….! 😊

ત્યારબાદ સભામાં ઉપસ્થિત પ.પૂ. ડોક્ટર સ્વામી ના આશીર્વચન નો સૌને લાભ મળ્યો….તેમણે કહ્યું કે આ બધી સભાઓ….2021 માં થનાર બાપા ના શતાબ્દી ઉત્સવ નો જ ભાગ છે….શુ કરવા નું છે?? એ સમજાતું નથી….ભગવાન માં …એમના સ્વરૂપમાં જ વૃત્તિ રાખવા ની છે- એ કરવા નું છે….જો એમ થશે તો શતાબ્દી ઉત્સવ કૈક ઓર જ થશે….રોજ મંદિરે જવું…સભામાં હાજર રહેવું….કથાવાર્તા ની ટેવ પાડવી….આવું નાનું “બીજ” વવાશે તો એક દિવસ એનો વડ જરૂર થશે…જુઓ આજે પેરિસ માં ઓફિશિયલી આપણ ને મંદિર માટે જમીન મળી ગઈ છે…ભવ્ય મંદિર ત્યાં બનશે ..!!

સભાને અંતે કેટલીક જાહેરાત થઈ…..

  • સૂર્ય ગ્રહણ….25 થી 26 ડિસેમ્બર..
    • બ્રહ્મ ઉત્સવ



    અને એમાં ઉપરોક્ત પુસ્તક આધારિત કવિઝ પણ થશે….
    • સત્સંગ શિબિર



    આજની સભા જીવ ને કઈ રીતે બ્રહ્મરૂપ કરવો….મોટા પુરુષ અને ભગવાન નો રાજીપો શાના ઉપર છે….એ સર્વે મુદ્દા ની વાત પર હતી. જો જીવ આવી રીતે જીવન નું વહન કરશે તો તે અચૂક બ્રહ્મરૂપ થશે…એમાં રતિમાત્ર પણ શંકા નથી……

    આખરે એનો રાજીપો છે તો છતે દેહે જ અક્ષર સુખ છે……

    એટલા માટે જ ….સદાયે પ્રથમ શ્રી હરિ ને રે…..રાજી કરી લેવા..!!!

    જય સ્વામિનારાયણ

    રાજ


    BAPS વિશિષ્ટ પ્રેરણા રવિસભા- 15/12/2019

    “ગુરુ ઋણ અદા કેમ કરીએ……જીવન પ્રાણ અમે પાથરીયે…..”

    શરદ ઋતુ ધીમે ધીમે ગતિ પકડી રહી છે અને ઠંડી હવા વધુ ગાઢી થઈ ને ફેફસાને જમાવી રહી છે….પણ સત્સંગ ની હૂંફ દેહ ને પ્રતિકૂળતા નો સામનો કરવા ની હામ આપી ને જીવ ના કલ્યાણ ના માર્ગ ને પ્રશસ્ત કરી રહી છે……આવતીકાલ થી ધનુર્માસ ની…પુરુષોત્તમ ભક્તિ માસ ની શરૂઆત….ધૂન કીર્તન કથા વાર્તા નો વિશેષ યોગ કરી ને હરિ ને જીવ માં જડી દેવા નો પ્રયાસ….!! તો આજની સભા આમ તો વિશેષ જ હતી…..જુઓ..

    સત્પુરુષ નું સમગ્ર જીવન જીવમાત્ર ને હરિ ભજાવવા જ કૃષ્ણાર્પણ થઈ જાય છે…તેના જીવંત પ્રસંગો ની વિશેષ સભા હતી….! જીવ ને બળ ભર્યો કરી સત્પુરુષ ના રાજીપા માટે ફના થઈ જવા ની વાત હતી……!!

    સર્વ પ્રથમ મારા વ્હાલા ના અતિ મનમોહક દર્શન….

    મૂર્તિ ની શોભા જુઓ તો સમજાય કે તે “કૃષ્ણ” કેમ છે?? સર્વ જગત માત્ર ને આકર્ષિત કેમ કરે છે?? અહો…. અહો….!!

    સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધૂન સ્તુતિ થી થઈ…પૂ.પ્રેમ વદન સ્વામી ના મધુર સ્વર દ્વારા સત્પુરુષ ના મહિમા નું ” પ્રમુખ સ્વામી તુમ્હારે ચરણ મેં….” રજૂ થયું. આપણે પામર જીવ મોટા પુરુષ ને શુ અર્પી શકીએ?? એમની આજ્ઞા માં સારધાર રહીએ તો યે ઘણું છે…! ત્યારબાદ પૂ.સ્વામી ના જ સ્વરે વનમાળી દાસ રચિત જોશીલું પદ ” લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી”  રજૂ થયું….સર્વોપરી સાધુતા ના સર્વ ગુણ પ્રમુખ સ્વામી ના જીવન માં પ્રગટ પ્રમાણ હતા….એ પછી યુવકો દ્વારા ” પ્રમુખ સ્વામી નો જય હો….” પદ રજૂ થયું…..એમાં એક કડી આવી કે પ્રમુખ સ્વામી સમગ્ર વિશ્વ તમારા માટે એક પરિવાર હતો…અને તમે એના માટે એક પરિવાર જન થી વિશેષ હતા…!! અદભુત વાત…સ્વામી બાપા નું સમગ્ર જીવન જુઓ….કોઈ મનુષ્ય વચ્ચે ધર્મ,જાતિ કે રંગ નો ..ઉમર નો કોઈ ભેદ તેમણે જોયો નથી….બસ સર્વ નું ભલું કેમ થાય..એ જ એમના જીવન નો સંદેશ…એ જ જીવન..!! 

    ત્યારબાદ જેની ઉત્કંઠા થી રાહ જોવાતી હતી….તે વિદ્વાન..પ્રખર વક્તા સંત પૂ. અક્ષર વત્સલ સ્વામી દ્વારા “તન કુરબાન કર્યું અમ કાજે…” મહિમા પદ પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ના વિવિધ પ્રસંગો પર આધારિત અદભુત પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ માત્ર..
    • આ ધન્ય ધરા ભગવાન અને સત્પુરુષો થી પાવન થયેલી છે….એમણે એક મોક્ષ ની પરમ્પરા આપી…એનો લાભ સર્વ ને મળ્યો પણ જૂજ જીવ આ મુક્તિ માર્ગમાં સફળ થયા….સત્પુરુષ ને પ્રસિદ્ધિ ની ઘેલછા નથી….પણ જે જીવ એમના થકી બ્રહ્મરૂપ થઈ પૂર્ણકામતા ને પામ્યા છે…એ આવા સત્પુરુષ ના ગુણ ગાવા માં પાછા કેમ પડે?? જીવમાત્ર ને એની ઓળખાણ થવી જોઈએ…
    • સત્પુરુષે જીવમાત્ર ને કલ્યાણ ની કૂંચી આપી સુખિયા કરવા પોતાનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કર્યું છે..જીવ ને પોતાના ખભા પર ચડાવી “શિવ” કર્યો છે…..આ પરંપરા છેક ભગવાન સ્વામિનારાયણ થી ચાલતી આવી છે…..પ્રમુખ સ્વામી મહારાજ 17000 થી વધુ ગામો માં જઇ અસંખ્ય લોકો ના જીવન ને બ્રહ્મ નો રંગ આપ્યો છે….
    • આદિવાસી ઉત્કર્ષ હોય કે બાળ ઉત્કર્ષ…મંદિરો રૂપી બ્રહ્મવિદ્યા ની કોલેજો સ્થાપી હોય કે…અતિ વિકટ ગામો માં દિન રાત ની વિચરણ કર્યું હોય…ઉતારા ભોજન ની કોઈ વ્યવસ્થિત સગવડ ન હોય….છતાં કેવળ આપણા મનોરથ…હઠાગ્રહ .. પૂર્ણ કરવા પોતાના દેહ ની પરવા સુદ્ધા કરી નથી….!!
    • બાપા ના આવા તો અસંખ્ય પ્રસંગો છે….જેને શબ્દઅંકિત કરવા કદાચ શક્ય જ નથી….મનુષ્ય જીવન ના ઇતિહાસ માં આ ગાથા ઓ સુવર્ણ અક્ષરે લખાશે….હવે વારો આપણો છે….બાપા ની જન્મજયંતી એવી રીતે ઉજવીએ….એવી સેવા કરીએ કે આખી દુનિયા જાણે કે પ્રમુખ સ્વામી એ આવા અતુલ્ય કર્યો કર્યા હતા….!!! જીવમાત્ર ના કલ્યાણ માટે જીવ્યા હતા….!!!
    અદભુત….અદભુત….!!
    (નીચેની લિંક પર થી સાંભળી શકાશે….)
    https://www.chirbit.com/viewqrcode/v47Af2


    https://drive.google.com/file/d/1B3EbkOVuszO1C-du3sFfDwz70eenikDV/view?usp=drivesdk

    ત્યારબાદ એવા જ વિદ્વાન અને પ્રખર વક્તા પૂ. બ્રહ્મ વિહારી સ્વામી ના એ જ વિષય પર ના અદભુત પ્રવચન નો લાભ સર્વ ને મળ્યો….જોઈએ એનો સાર માત્ર..
    • બાપા એ પોતાના દેહ ની પરવા કર્યા વગર એકલે હાથે સત્સંગ નો મહિમા વિસ્તાર્યો… એ અતુલ્ય છે……આ સ્વામીશ્રી ના ભીડા ની કોઈ થર્ડ પાર્ટી તપાસ કરી ને સમજવા નો પ્રયત્ન કરે તો સમજાય કે કોઈ મનુષ્ય આ કાર્ય એક જન્મ માં ન કરી શકે…!!! કલ્પના બહાર ની વાત છે…
    • આ ભીડા પાછળ ની સ્વામી ની ભાવના એ હતી કે….જીવમાત્ર રાજી થાય…ભગવાન ને માર્ગે ચડે…કલ્યાણ ને પામે….
    • સ્વામી માટે ભીડો એ જ આરામ…..હરિભક્તો માટે અસહ્ય ઉજાગરા જ એમના માટે ભક્તિ સેવા હતી….હરિભક્તો કેમ રાજી થાય?? એ જ એમનો સતત નો વિચાર રહેતો….એના માટે પોતાના દેહ સામે જોયું જ નથી….એમના માટે તો એક એક હરિભક્ત નું ઘર એ જ એમની રાજધાની…! જીવન ના છેલ્લા શ્વાસ સુધી હરિભક્તો ના ઘરે પધરામણી કરી એમને રાજી કરવા ની ખેવના..!! હરિભક્તો ન મળે તો..બાપા ને મૂંઝારો થાય….એવી બાપા ની હરિભક્તો પ્રત્યે ભાવના..!
    • આજે આપણે જે ગર્વ થી સમાજ માં અધ્યાત્મ ની વાત કરીએ છીએ…એ ગર્વ પ્રમુખ સ્વામી મહારાજ ને લીધે છે….એમના લીધે જ ભારત નો સમગ્ર સાધુ સમાજ ગર્વ લે છે…..આવા પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મ જયંતિ મહોત્સવ અમદાવાદ ને આંગણે છે….હવે આપણે બાપા ને ગર્વ થાય એવું કરવા નું છે….તન મન ધન થી સેવા કરીએ એટલે બાપા રાજી…!! કોઈ અન્ય વ્યક્તિ ને બાપા નો મહિમા કહી ને બળ આપીએ તો યે સેવા છે….સ્વામી માટે..હવે જે જે આયોજન આવે તેમાં યથાર્થ…પૂર્ણ રીતે જોડાવા નું છે….બાપા આપણી સાથે રહી ને સહાય કરશે….
    • આપણે જો બાપા નો ખરેખરો મહિમા જાણીએ…સમજીએ તો બાપા માટે શું ન થાય???? તમારે ગમે તેવો દેશ કાળ હોય…બીમારી હોય કે વિપરીત સ્થિતિ…..બાપા ના અવસર માટે આપણે યા.હોમ કરવા નું છે…..બીજું વિચારવા નું જ નહીં…મોળી વાત જ નહીં..!!!
    અદભુત….અદભુત……..બધા તૈયાર છો ને???
    (નીચેની લિંક પરથી સાંભળી શકાશે….)
    https://drive.google.com/file/d/1B20_1TmHz7CgBEIteANxqLi5JZAxqEbw/view?usp=drivesdk

    ત્યારબાદ આ વિશિષ્ટ સભા માં ખાસ પધારેલા પ.પૂ.ડોક્ટર સ્વામી એ નાદુરસ્ત સ્વાસ્થ્ય છતાં પોતાના આશીર્વચન માં કહ્યું કે- પ્રમુખ સ્વામી આપણી દ્રષ્ટિ એ સાવ સામાન્ય હતા…..પણ એ સર્વના હૃદય પર રાજ કરતા હતા..કારણ… એમનું અણી શુદ્ધ જીવન!! એનું કારણ એમની શ્રીજી અને ગુણાતીત ગુરુઓ પ્રત્યે ની અનન્ય નિષ્ઠા… હરિભક્તો માટે નો ઊંડો પ્રેમ…! આપણું જે કર્તવ્ય છે તેને સાચા હૃદય થી નિભાવી એ એટલે જ ઉત્સવ…બાપા ના મહિમા કહેવા માટે આપણે આ કરવા નું છે…જાગ્રત થવાનું છે….તો રોજ જયંતિ જ છે….બસ પ્રેરણા લઇ જીવન ને શુદ્ધ બનાવીએ… આદર્શ બનાવીએ…!!

    તો આજની સભા….સત્પુરુષ ના અગણિત ઋણ માટે આ જીવન ને એમના ચરણો માં અર્પવા ની હતી…..એમનો મહિમા જીવમાત્ર સુધી પહોંચે….એમના ઉપકારો જગત ને સમજાય…સર્વને એમના ગુણ આવે….સર્વ નું રૂડું થાય એ માટે હતી…!!

    બસ…આપણી પ્રાપ્તિ તો અણમોલ છે….હવે તેની પ્રતીતિ કરી….યા.. હોમ થઈ જાવા નું છે…!

    સદાયે પ્રથમ શ્રી હરિ ને રે……..

    જય સ્વામિનારાયણ…. સર્વનું ભલું હો….

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા- ૨૦/૧૦/૨૦૧૯

    “…અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં જે, ‘સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.’ એ તો જીવનો એવો સ્વભાવ છે જે, જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે; તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે, તેની કોટિમા ભાગના પાશંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય……

    “અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડિયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં.….

    ——————————

    ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય 57

    ગયા એક બે રવિવાર પાછો સત્સંગ નો લાભ લઇ ન શક્યો…..કારણ?? એ જ લૌકિક જવાબદારી ઓ…..સંસાર માં છીએ તો આવી ભાગમભાગી રહેવા ની જ….અને એ અસ્થિરતા વચ્ચે સ્થિર થવા માટે સત્પુરુષ નો હાથ પકડી સત્સંગ ની કેડી એ ચાલવા નું છે અને પુરુષોત્તમ ને પામી “મુક્ત” થવાનું છે….

    આ રવિવારે આવો જ પ્રશ્ન હતો કારણ કે દિવાળી ઉંબરે ઉભી છે અને બાળકો માટે આજે મંદિરે ઉત્સવ હતો….હરિ ની હાજરી ફરજીયાત હોય જ…આથી અમે પણ એની સાથે જોડાયા….

    નસીબ એટલું સારું કે ધાર્યા કરતાં જલ્દી થી ઉત્સવ નો લાભ લેવાઈ ગયો અને સભા નો – કીર્તન ને બાદ કરતાં – સારો એવો લાભ મળ્યો…જીવ ને શાંતિ થઇ…. સભા માં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કીર્તન પૂર્ણતા ને આરે હતા….એ પહેલાં મારા વ્હાલા ના…આ સભા સાથે ના દિવાળી પહેલા ના …છેલ્લા દર્શન….

    ત્યારબાદ સભા માં પધારેલા પૂ. જ્ઞાનેશ્વર સ્વામી ના વચનામૃત ગઢડા મધ્ય 57 આધારિત પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ એનો સારાંશ માત્ર…

    • આ જીવ નો ચોંટવા નો સ્વભાવ છે…એ મોટેભાગે લોક ના સુખ માં સહેજે ચોંટે છે…..કાં તો ભગવાન માં ચોંટે છે….પણ તે જીવ માટે અઘરૂં છે….દા. ત. ભગવાન ભજવા નીકળેલા ભરતજી મૃગલા માં ચોંટ્યા….
    • જીવ વૃત્તિ થી બંધાય છે….સંકલ્પ વિકલ્પ થયા કરે છે…અને બીજો જન્મ લેવો પડે છે…..એવું ન થાય તે માટે જીવ બાંધવો તો સત્પુરુષ અને શ્રીજી માં બાંધવો…
    • ભગવાન અને સંત ના મહિમા ની વાત નિરંતર કરવી….તેમના માં દ્રઢ હેત પ્રીતિ કરવી …એમના રાજીપા નો વિચાર સતત કરે તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય….
    • જો અહીં જ મોક્ષ મનાય…સત્સંગ નો ખુબ જ ખપ રહે તો …જીવ ના કલ્યાણ માટે શું ન થાય?? જગત માં સુખ જ ન લાગે….સાચી વાત સમજાય….
    • ભગવાન ને જ એક સર્વ કર્તાહર્તા સમજીએ તો જીવ સ્થિર રહે…..મોટા પુરુષ નો મહિમા દ્રઢ કરયો હોય તો બીજા ને એ વાત કરી શકીશું….અને દ્રઢતા વધુ દ્રઢ થશે….સુખિયા થવાશે….

    અદ્દભૂત….! જીવ જો આટલું સમજે તો યે જીવ નું કલ્યાણ હાથ વગુ છે…..

    ત્યારબાદ દિવાળી ઉત્સવે સર્વે ને આશીર્વાદ આપવા પધારેલા પ.પૂ. ડોક્ટર સ્વામી એ સભા ને પોતાની વાણી નો લાભ આપતા કહ્યું કે….આપણ ને જે પ્રાપ્તિ થઇ છે….એના મહિમા નો પાર નથી….અધ્યાત્મ માર્ગે ચાલેલા બધા આગળ આવ્યા છે….આપણે આ માર્ગે ચાલવા નું છે…સમજણ કેળવવા ની છે. જીવન માં સારા ખરાબ નો વિવેક કેળવવા નો છે…..એ સત્સંગ થી જ આવશે (બીનું સત્સંગ ..વિવેક ન હોઈ….) અને પ્રાપ્તિ ની આ વાત બીજા ને પણ કરી શકાશે….

    ત્યાર બાદ આવતા રવિવારે આવતા દિવાળી ઉત્સવ આયોજન અંગે જાહેરાત થઇ….

    આજ ની સભા એ વિક્રમ સંવત ૨૦૭૬ ની અંતિમ સભા હતી….અને જીવ બસ એક હરિ માં જ સ્થિર રહે…એક એમના માં જ બંધાયેલો રહે તે માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના….!

    જય સ્વામિનારાયણ….સર્વનુ કલ્યાણ હો…સર્વનુ જીવન હરિમય હો…..

    સદાયે…સર્વ પ્રથમ હરિ ને રે…..

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા- 23/09/2018

    પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય?”

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

    સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ……… તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે……….. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે

    …….. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે,

    ‘પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
    સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥

    (ભાગવત- ૩/૨૫/૨૦)

    “જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે……..

    પછી શુકમુનિએ પૂછ્યું જે, “ગમે તેવો આપત્કાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય?”

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

    જેને પરમેશ્વરના વચનની ખટક રહે….. અને નાનું-મોટું વચન લોપી શકે નહીં…….. એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં………. ; માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે…..”….


    વચનામૃતમ – ગઢડા પ્રથમ-54

    સત્પુરુષ નો મહિમા સ્વયં જગત નો ધણી છડેચોક કહેતો હોય પછી બાકી શું રહે???? ભાગવત નો સાર- સત્વ જો એક શ્લોક માં વર્ણવ્વો હોય તો -ઉપર નો શ્લોક વાંચી લ્યો……..જો આ શ્લોક-તેનો અર્થ જીવ માં આત્મસાત થાય તો જીવ સહેજે બ્રહમરૂપ થઈ પરબ્રહ્મ ને પામે…..! ટૂંક માં જેના હાથ માં આપણા સૌનો..જીવમાત્ર નો મોક્ષ ……છે તેવા સત્પુરુષ…પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામિ મહારાજ આજે અમદાવાદ ના હરિભક્તો ને સતત 21 દિવસ સુધી અઢળક લાભ આપી -સારંગપુર મહાતીર્થ સ્થાને પધાર્યા…….! હરિભક્તો ની હૈયે હૈયું દળાય તેવી ભીડ……2-3 વાગ્યા થી જ મંદિર ના ચોગાન માં એકઠી થઈ હતી…..અને ધાર્યા મુજબ સ્વામીશ્રી એ સૌને અંતર ના આશિષ આપી વિદાય લીધી……! ખરેખર, જ્યાં બુધ્ધિ પણ સ્વીકારે છે કે – આવા સત્પુરુષ માં કૈંક તો વિશિષ્ટ એવું છે કે જીવમાત્ર સહજ જ એમનામાં ખેંચાય છે……! એમની આજ્ઞા મુજબ અને પૂ.ડોક્ટર સ્વામી ની આજ્ઞા મુજબ આજે ગણેશ વિસર્જન ની ભારે ભીડ હોવા છતા રવિસભા થઈ…..મોટા ભાગ ના હરિભક્ત બાપા ને વિદાય દર્શન કરી -ઘરે સીધાવ્યા તો ઘણા એ સભાનો લાભ લીધો…..તો ચાલો આપણે પણ એ સભાનો લાભ લઈએ….

    સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન………

    સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધૂન કીર્તન-પ્રાર્થના થી થઈ…..કીર્તન માં “શ્રીજી મહારાજ માંગુ શરણું તમારું….” …મુક્તાનંદ સ્વામી રચિત ” સંત જન સોઈ સદા મોહે ભાવે” ..પ્રેમાનંદ સ્વામી રચિત ” મન બસિયો રે મારે ..” અને બ્રહ્માનંદ સ્વામી રચિત “તારો ચટક રંગિલો છેડલો …..” રજૂ થયા અને સમગ્ર સભા એ ચટક રંગીલા ના રંગ માં ખોવાઈ ગઈ…………..

    અદ્ભુત……..!

    ત્યારબાદ દિલ્હી અક્ષરધામ ના મુખ્ય કોઠારી સ્વામી એવા અતિ વિધવાન પૂ. મુનિ વત્સલ સ્વામી ( પૂર્વાશ્રમ – અમદાવાદ ના સરસપૂર ના ;1987 માં દિક્ષા લીધી ..શાસ્ત્રો નો ઊંડો અભ્યાસ….કર્યો…… ઘણી જવાદારીઓ સફળતા પૂર્વક નિભાવી અત્યારે સમગ્ર ઉત્તર ભારત નો સત્સંગ પ્રસાર પ્રચાર અને ફાર ઈસ્ટ ( જાપાન..હોંગકોંગ વગેરે..) નો સત્સંગ કાર્ય સંભાળી રહ્યા છે) ..સભામાં હાજર હતા અને એમણે સત્પુરુષ ના મહિમા નું ગાન કરતાં ગઢડા પ્રથમ-54 આધારિત સુંદર પ્રવચન કર્યું…..અહિયાં આપણે સાર માત્ર નો જ આસ્વાદ લઈશું….

    • આપણે મહાભાગ્ય શાળી છીએ કે આપણ ને ભાગવત માં કહ્યા એવા એકાંતિક સત્પુરુષ ને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે…હવે તેની માત્ર પ્રતીતિ કરવા ની છે.
    • આપણા જીવ માં કલ્યાણ નું બીજ છે પણ અનંત જન્મો ના વિષય..માયા થી તે ગ્રસિત છે પણ જીવ ને જ્યારે સત્પુરુષ નો યોગ થાય છે ત્યારે તે માયા ના પડ હટે છે અને જીવ નું કલ્યાણ થાય છે…અને એટ્લે જ જીવમાત્ર ના કલ્યાણ માટે મોટા પુરુષ અતિ કઠિન વિચરણ કરે છે….
    • એવા સત્પુરુષ દ્વારા ભગવાન પોતાનું કાર્ય કરે છે….અને એવા સત્પુરુષ મહંત સ્વામી મહારાજે હોંગકોંગ માં દિવ્યભાવે સંતો ને કહ્યું હતું કે- અનંત બ્રહમાંડો નું સંચાલન અહી થી થાય છે, પણ જીવ ને ક્યાં ખબર છે??
    • આવા સત્પુરુષ જીવ ને જે વિષયો થી બંધન થાય છે, તેને સત્સંગ થકી તોડે છે….પોતાના માં જોડી એને સુખ આપે છે….અને જીવ જો સત્પુરુષ માં યથાર્થ જોડાય તો તેનો મોક્ષ સહજ થઈ જાય છે….અરે..મોટા પુરુષ કહે છે કે- જીવ ને આવા પુરુષ નું દર્શન થાય તેનું પણ કલ્યાણ થાય છે…..ગઇકાલે મહંત સ્વામી મહારાજે પણ કહ્યું હતું કે- જે જીવ ને પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થયા તેનું પણ કલ્યાણ થઈ ગયું……..!!!

    માટે જીવે જ્યાં મળે ત્યાં..જે તે સમયે …જગત ને પડતું મૂકી આવા સત્પુરુષ ને મન કર્મ વચને સેવી લેવા…..!

    ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમના ચીરપરિચિત તેજસ્વી અંદાજ માં આજ વાત કરતાં કહ્યું કે – ભગવાન ભજવા થી મોટી વાત કોઈ નથી….જીવ જો અંતરદ્રષ્ટિ રાખી ભગવાન ભજવા નો અભ્યાસ રાખે તો સત્પુરુષ રાજી થાય ….મહંત સ્વામી મહારાજ ની ……આજ્ઞા મુજબ સંપ- પરિવાર માં..સત્સંગ માં રાખે તો સર્વત્ર શાંતિ થાય અને સર્વે નું કલ્યાણ થાય……

    સભાને અંતે – સારંગપુર માં સ્વામીશ્રી ના દર્શન વ્યવસ્થા વિષે જાહેરાત થઈ…દરરોજ સવારે પ્રાતઃપૂજા નો લાભ મળશે અને સાંજે આરતી નો…પણ સાંજે સભા નું આયોજન નથી….અંગત મુલાકાત બંધ છે….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સ્મૃતિ દિને સભા સાંજે છે……

     

    અદ્ભુત…!!! સાક્ષાત અક્ષરબ્રહ્મ અમદાવાદી ઑ ને જે સુખ આપી ગયા ……. તેની સ્મૃતિ ચિરકાલીન રહેશે…….અને જીવ સાથે એ જ રહેશે…….છેવટે મોક્ષ માટે આ સ્મૃતિ જ catalyst નું કામ કરશે.

     

     

    જય સ્વામિનારાયણ

     

     

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા-૧૫/૦૭/૨૦૧૮

    પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરો ખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે?”

    ત્યારે એ ત્રણે કહ્યું જે, “હે મહારાજ! માનરૂપ દોષ છે; માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય.”

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, ‘દ્યુપતય એવ તે ન યયુરન્તમનન્તતયા’    ( અર્થાત-બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત: ૧૦/૮૭/૪૧).)

    …………..એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? ……….અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે…….


    વચનામૃતમ- ગઢડા અંત્ય-૨૮

    શ્રીજી મહારાજ દ્વારા મોટેરા સંતો અને હરિભક્તો ને પ્રશ્ન કે- તમે સત્સંગ માં થી પડી જાઓ- એવો અવગુણ કયો??? અને એ સંતો અને હરિભક્તો નું પ્રમાણિકતા નું સ્તર કેટલું ઊંચું કે- જાહેર માં પોતાના અવગુણ કહ્યા…….!! કહેવાનું એટલું કે જે જીવ પોતાના અવગુણ જુએ છે , તેની સત્સંગ માં પ્રગતિ થાય છે….માટે જ કમસેકમ પોતાની જાત પ્રત્યે તો પ્રમાણિક રહેવું અને પોતાના ગુણ-અવગુણ ઓળખવા- અને સ્વભાવ ને ટાળવા નો પ્રયત્ન કરવો. પુ.ડોક્ટર સ્વામી આજે સભામાં હાજર હતા અને પોતાના ચિરપરિચિત તેજસ્વી અંદાજ માં – સભા ને પોતાના અવગુણ જોવાનું- અંતર્દ્રષ્ટિ કરવા નું કહ્યું…..

    સભા -મેઘરાજા ની પ્રતીક્ષા કરતી જ થઇ…..અમદાવાદ થી મેઘરાજા રિસાઈ ગયા છે અને સર્વે ની પ્રાર્થના છે કે- અહી તેની ધામધૂમ થી પધરામણી થાય….બધા ને શાંતિ મળે….સભાની શરૂઆત – શ્રીજી ના મનમોહક દર્શન થી..આજનો શણગાર અદ્ભુત હતો…..

    pixlr_20180715172700835

    સભાની શરૂઆત- નવા યુવક મિત્ર દ્વારા  ધૂન અને કીર્તન થી થઈ …..બ્રહ્માનંદ સ્વામી રચિત શરણાગતિ નું પદ ” તુમ પ્રભુ અશરણ …કો શરણ કહાવે…..” અને અન્ય એક યુવકે , મુક્તાનંદ સ્વામી રચિત…” સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા…” રજુ થયું.  પુ.વિવેક્મુની સ્વામી એ ભૂમાનંદ સ્વામી રચિત કીર્તન ” સર્વે સખી જીવન જોવા ચાલો રે….” રજુ કર્યું અને એક અન્ય હરિભક્તે તેના પડછંદ અવાજ માં, બ્રહ્માનંદ સ્વામી રચિત પદ  ” વ્હાલા લાગો છો વિશ્વાધાર રે..સગપણ તમ સાથે ” રજુ કર્યું.

    પુ.ગુરુસ્મરણ સ્વામી એ – સારંગપુર- ૧૨ માં શ્રીજી એ જે – એકાંતિક સંત ના ત્રણ અખંડ રહેતા ગુણ- આત્મ નિષ્ઠા, નિશ્ચય અને સ્વધર્મ વર્ણવ્યા છે તે પૈકી – સ્વધર્મ એટલે કે – નિયમ ધર્મ ની દ્રઢતા અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં- પાંચ વર્તમાન ના નિયમ- અને એમાં પણ નિષ્કામ વર્તન અને નીસ્વાદી પણું –  કેટલા અડગ હતા તે અનેક પ્રસંગ અને ઉદાહરણ દ્વારા સમજાવ્યા…..સાથે સાથે મહંત સ્વામી મહારાજ માં પણ ઉપરોક્ત ગુણ – ની દ્રઢતા પ્રસંગો  દ્વારા સમજાવી…..! જન્મ થી જ અતિ કઠીન નિષ્કામ પણું…..૫૦-૫૦ વર્ષ થી ભોજન માં માત્ર બાફેલા શાકભાજી અને એ પણ મરીમસાલા વગર ના જ લેવા ના….! આવું આકરું તપ તો ગુણાતીત નું જ હોઈ શકે……!

    ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર નૈમિષારણ્ય ખાતે ના તારીખ – ૨૮-૩૦ જુન સુધી ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

    ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમના તેજસ્વી અંદાજ માં -હમેંશ ની જેમ અદ્ભુત પ્રવચન કર્યું….સ્વામી એ કહ્યું કે- યોગીજી મહારાજ ની આજ્ઞા કે ૨૫૦૦૦ રૂપિયા નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો…….જેમ વિશાળ વડ નું વૃક્ષ પણ એક નાના બીજ માં થી બને છે તેમ- રવિસભા – પરમ કલ્યાણ નું સાધન બની શકે છે. તે માટે- ગઢડા અંત્ય-૨૮ માં કહ્યા મુજબ – પોતાના સ્વભાવ દોષ- અવગુણ ઓળખવા અને ચેતતા રહેવું……કે જેથી સત્સંગ માં થી પડી ન જવાય…..! યુવકો અને બધા માટે મોબાઈલ નું વ્યસન – એ નુકસાન કારક છે……કારણ કે આપણી ચારેય બાજુ કુસંગ છે……જો ધ્યાન નહિ રાખીએ તો સત્સંગ માં થીં પડતા વાર નહિ લાગે……માટે યુવકો જાગો…..વિપરીત પરિસ્થિતિ માં પણ અડગ રહો……આપણા સંતો માં બે તો પાઈલોટ છે…..પુ.આદર્શજીવન સ્વામી જેવા યુવા સંતો- ૧૨ સંતો ની ટીમ સાથે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર રચી રહ્યા છે…..આવા અતિ પડકાર રૂપ કર્યો પણ આપણા યુવકો કરે છે..તેમાં થી પ્રેરણા લેવા ની છે…!

    અદ્ભુત પ્રવચન…….! પુ.ડોક્ટર સ્વામી નો એક એક શબ્દ અંતર ના બંધનો ને ખોલી નાખે તેવો હોય છે…..!

    સભાને અંતે જાહેરાત થઇ કે……

    • બાળકો માટે અંગ્રેજી માં સુચરીતમ ભાગ-૩ – BAPS youth USA- દ્વારા ટ્રાન્સલેટ થઇ ને બહાર પડ્યો છે…..તેનું વિમોચન પુ.ડોક્ટર સ્વામી દ્વારા થયું…..
    • આજે હરિભક્તો માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજાઈ- અમદાવાદ માં ૯૨.૫% હાજરી સાથે સર્વ હરિભક્તો એ ભારે ઉત્સાહ થી પરીક્ષા આપી…..
    • તા-૧૮ થી ૨૧ જુલાઈ- શાહીબાગ મંદિરે- પુ. સોમપ્રકાશ સ્વામી દ્વારા- સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી- પર અદ્ભુત પ્રવચન પારાયણ છે- ૨૧ તારીખે- અદ્ભુત કીર્તન આરાધના છે…..જુઓ નીચેનો ફોટો….

    img_20180715_191532.jpg

    તો- આજની સભા અદ્ભુત હતી….રવિ સત્સંગ સભાનો મુખ્ય ફાયદો- એટલો જ છે કે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીવ પર જે- લોક ના વ્યવહાર ની ધૂળ ચડી હોય તે – રવિસભા થી દુર થાય છે….જીવ શુદ્ધ થાય છે….જીવ બ્રહ્મરૂપ થઇ- જન્મ મરણ ના ચકરડા માં થી છૂટે છે……અને એટલા માટે ૨૫૦૦૦ રૂપિયા નો – શું..લાખ રૂપિયા નો નફો એકવાર જતો કરવો પડે તો એ ઓછું છે…..!!! છેવટે- ગુણાતીત ગુરુઓ- સ્વયમ શ્રીજી મહારાજ ના રાજીપા  આ વાત છે…..અને આ રાજીપા ની બક્ષિશ એટલે- અક્ષરધામ…!

    જય સ્વામિનારાયણ….

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા – ૦૬/૦૫/૨૦૧૮

    …….ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહીં અને જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.”

    સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડાં દેશકાળાદિકને વિષે રહ્યો છે……. અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડાં દેશકાળાદિકનો યોગ થયો છે………… માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”


    ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૧

    છેલ્લા રવિવારે અમદાવાદ માં હોવા છતાં રવિસભા છૂટી ગઈ……પુ.બ્રહ્મવિહારી સ્વામી નું પ્રવચન ચુકી જવાયું…..તેનો અફસોસ છે …આથી જ આ રવિવારે -સમય પહેલા જ હું મંદિરે પહોંચી ગયો…વૈશાખી વાયરા ઓ વચ્ચે અમદાવાદ જાણે કે ભડકે બળે છે, છતાં પણ આજની સભામાં નોંધપાત્ર સંખ્યા હતી…….સત્સંગ ની ઠંડક નો મહિમા બધાને છે….કારણ કે આ સત્પુરુષ ની આજ્ઞા..એમનો રાજીપો છે, અને એમના ગમતા માં વર્તવું એટલે જ આત્મસત્તા નું સુખ ભોગવવું…!

    સૌપ્રથમ- આંખો ણે- મન-હૃદય અને જીવને ઠંડક આપતા મારા વ્હાલા ના દર્શન ……..

    IMG_20180506_164805

    IMG_20180506_164903

    IMG_20180506_165020

    સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ …ત્યારબાદ એક યુવકે…” મન કરો ઉસીકી પ્રાર્થના ..” ( જેના રચનાકાર ની જાણકારી નથી) કીર્તન રજુ કર્યું…ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી ની રચનાઓ- ” પ્રાણી સ્વામિનારાયણ …સ્વામિનારાયણ..” અને ..” હુમ તો એક સહજાનંદ …” કૈક અલગ જ રાગ માં , પુ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયું .

    ત્યારબાદ પુ.ધર્મજ્ઞ સ્વામી હમણાં પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે દુબઈ,બહેરીન જેવા મિડલ ઇસ્ટજેવા દેશો માં વિચરણ નો લાભ લઇ આવ્યા છે તેમણે , ત્યાના હરિભક્તો ની ભક્તિ, નિષ્ઠા અને મહિમા ની વાત કરી…..જોઈએ સારાંશ …..

    • મોટા પુરુષ ના કાર્ય તો જુઓ…..જેમ ગઢડા પ્રથમ-૩૧ માં વૃતિ દ્વારા ઈંડા ણે સેવતા પક્ષી ની વાત છે તેમ સત્પુરુષ પોતાના સંકલ્પ દ્વારા જ અનાર્ય દેશ માં પણ ભક્તિ ના બીજ વાવી શકે છે…..
    • દુબઈ ના રોહિત પટેલ નો બહોળો ધંધો અને મોટો પરિવાર છે છતાં વર્ષ માં લગભગ ૧૨૦ થી વધુ સંતો ણે પોતાના ઘરે ઉતારો આપે છે….સંતો ણે સ્વયમ જ લેવા જાય-છોડવા જાય…..અને સંતો ની સેવા માં ખડેપગે ઉભા રહે છે…..રવીન્દ્ર કદમ ..જયેશ ભાઈ અને અનેક બાળકો એ સ્વેચ્છા એ ટીવી ..બહાર ના ભોજન નો સદંતર ત્યાગ કર્યો છે…..અને અમુક બાળકો તો તિલક ચાંદલા સહીત સ્કુલ માં જાય છે…….
    • તો બહેરીન માં- પુરુષોત્તમ સાપરિયા સતત ૧૩ વર્ષ થી નિત્ય પૂજા -ચેષ્ટા ના નિયમ દ્રઢતા થી પાળે છે…અને જે દિવસે ચેષ્ટા બોલવાની રહી જાય તો બીજે દિવસે ઉપવાસ કરવા નો- નિયમ એમણે રાખ્યો છે…તો રસિકભાઈ પટેલ , જે ૭૦ વરસ ના છે- તે છેલ્લા ૧૮ વર્ષ થી બધી જ એકાદશી નિર્જળા કરે છે……તો પરમ ભગવદીય- જસબીર સિંહ ( IIT Roorkie -civil engr) એ તો પોતાના ઘરે પ્રમુખ સ્વામી પધાર્યા હતા – એ રૂમ- વસ્તુઓ ણે પ્રસાદી ગણી યથાવત રાખી મૂકી છે…..દ્રઢ નિયમ ધર્મ…અતિશય મહિમા અને વળી , પોતાની ઓફીસ ની વચ્ચે વચ પ્રમુખ સ્વામી મહારાજે સ્પર્શેલા વૃક્ષ ને અકબંધ રાખી સઘળું ઓફીસ મેનેજ કરે છે……! કેવો મહિમા??? ભાર ની કોઈ વસ્તુ ખાવા ની નહિ……રોજ ભગવાન નો થાળ કરી ને જ જમવાનું..! અદ્ભુત…અદ્ભુત…!!!
    • તો સામે સદ્ગુરુ તરીકે ડોક્ટર સ્વામી ની કરકસર જુઓ……ત્યાં આગળ પાણી નો પ્રશ્ન છે…પણ રોજ ની જેમ વર્ષો થી ડોક્ટર સ્વામી – પોતાના ન્હાવા ના પાણી નું છેક છેલ્લું ટીપું પણ ઉપયોગ માં લે છે……!!! બાથરૂમ નો નળ ફક્ત સવારે જ ખોલવાનો……પછી ન્હાયા બાદ એકત્રિત કરેલ પાણી નો જ ટોઇલેટ માં ઉપયોગ કરવા નો…!!!

    અદ્ભુત….સંતો- હરિભક્તો ની નિષ્ઠા-કાર્ય-વર્તન તો જુઓ…..! સત્પુરુષ ના રાજીપા ને એ લોકો પલેપલ જીવે છે…..!

    ત્યારબાદ હિમાચલ પ્રદેશ માં- સીમલા જેવા પર્યટન સ્થળ માં નુતન મંદિર મૂર્તિ પ્રતિસ્થા – હમણા જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા સંપન્ન થઇ છે , તેના વિડીયો દર્શન નો લાભ સર્વે ને મળ્યો……! જેના દર્શન તમે પણ નીચેની લીનક પર થી કરી શકશો……

    ત્યારબાદ પૂજ્ય શ્રીહરિ સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૫૧ ના વચનામૃત આધારિત સુંદર પ્રવચન નો લાભ સર્વે ને મળ્યો…..જોઈએ સારાંશ….

    • આ વચનામૃત યોગીબાપા નું પ્રિય વચનમૃત હતું…અને સર્વે યુવકો ણે શરૂઆત માં આ જ વચનામૃત મોઢે કરાવતા …..યોગીબાપા ણે મુખપાઠ નો મોટો મહિમા- એમણે પોતે -સ્વામી ની વાતો ના બધા પ્રકરણ….૮૦૦ થી ૧૦૦૦ જેટલા કીર્તન …વચનામૃત બધુ જ મોઢે હતું,……
    • સત્સંગ માં આવ્યા પછી અમુક સ્વભાવ ટલે’ છે પણ જીવ સાથે જોડાયેલા સ્વભાવ- કહેતા કે વાસના…કારણ શરીર ટળતા નથી……અને એ ટાળવા માટે તો સત્પુરુષ નો સમાગમ કરવો પડે……એમની આજ્ઞા- રાજીપમાં રહેવું પડે ત્યારે એ સ્વભાવ ટલે છે……
    • જે ભગવાન અને સત્પુરુષ નો રાજીપો સમજે છે..અને એ મુજબ વર્તે છે…જીવે છે તે સુખિયો થાય છે…..અંતરમાં શાંતિ રહે છે…..ઊંઘ-સુષુપ્તિ માં પણ શાંતિ રહે છે…સત્વ ગુણ વધે છે…….ભગવાન રક્ષા કરે છે…….અને બ્રહ્મરૂપ થાય છે…..
    • આત્મસત્તા રૂપ થવા થી સુખ આવે પણ સાચું સુખ તો ગુરુ અજ્ઞા એ વર્તી આત્મસત્તા રૂપ થઇ વર્તવા માં છે…..યોગીબાપા નો..સર્વે ગુણાતીત ગુરુઓ નો એક જ સુર હતો કે- આજ્ઞા મુજબ વર્તે તો જ સુખ આવે…શ્રીજી તો કહે છે કે- જે અમારી આજ્ઞા માં રહી વર્તે છે તેને અમારી મૂર્તિ આપી દઈએ…..
    • આમ, કેવળ આત્મસત્તા રૂપે જ નથી વર્તવા નું પણ સત્પુરુષ ણે રાજી કરી લેવા ના છે…..એમની આજ્ઞા ણે સારધાર પાળવાની છે……સત્પુરુષ ને પોતાનો આત્મા સમજી…..એમની આજ્ઞા મુજબ – સત્સંગ સભા….ઘરસભા ણે દ્રઢતા પૂર્વક કરવાની છે…..

    અદ્ભુત…!! જીવને આટલું સમજાય તો એ જરૂર – સત્પુરુષ ણે રાજી કરી બ્રહ્મરૂપ થાય……! છેવટે કરવાનું તો આ જ છે ને…!

    સભાને અંતે કેટલીક જાહેરાત થઇ…..

    • આવતા રવિવારે- ૧૩/૦૬- સત્સંગ પરીક્ષાર્થી સંમેલન છે- શાહીબાગ મંદિરે સવારે ૯ થી ૧૧ – સંમેલન માં અચૂક ભાગ લેવો….
    • વળી આવતા શનિવારે- ૧૨/૦૬ યોગીબાપા નો પ્રાકટ્યોત્સવ આવી રહ્યો છે- તો ૧૩/૦૬ ની રવિસભામાં સંતો દ્વારા અદ્ભુત કીર્તન આરાધના નો લાભ મળશે….
    • એ પછી ના બે રવિવાર- ૧૯/૦૬ અને ૨૬/૦૬- પુ. બ્રહ્મદર્શન સ્વામી – અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મી- પર અદ્ભુત પ્રવચન નો લાભ મળશે……
    • ગ્રીષ્મ પારાયણ ની શરૂઆત થઇ રહી છે…..અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં આ પારાયણ- સસ્ન્થા ના વિધવાન સંતો કરશે…..વધુ માહિતી- જે તે મંદિરે થી મળશે……

    IMG_20180506_165157

    તો- બસ- ચારેબાજુ સત્સંગ ની ઠંડક છે…જે આવી ગરમી માં- હૈયાહોળી સામે ઝઝૂમી રહી છે……! સત્પુરુષ ની આજ્ઞા…રાજીપા માં રહેવાય તો – આપણો જીવ સો ટકા બ્રહ્મરૂપ થાય….!

    તો ચાલો- શરૂઆત હજુ સુધી ન કરી હોય તો કરીએ……..! કલ્યાણ માટે મુહુર્ત ન જોવાનું હોય..!

    જય સ્વામિનારાયણ……

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા-૩૧/૧૨/૨૦૧૭

    પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

    “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે?”

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

    “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે…….. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે……. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહેલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘( બસ) આ સુખ તે આટલું જ છે;’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે………. પછી દુઃખે સહિત એવાં જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે……….

    એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય……. પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય……… કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. ……..અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં…….. અને એમ સમજે જે,

    ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”


    વચનામૃતમ- ગઢડા મધ્ય-૨૪

    આજે વર્ષ ૨૦૧૭ નો છેલ્લો દિવસ અને અઠવાડિયા  નો પણ છેલ્લો દિવસ….જીવન આમ ને આમ હવા થઇ જશે ..પણ શું કરવા નું છે?? એ કદાચ ચુકી જવાશે….અને એ ન થાય તે માટે જ રવિ સત્સંગ સભા છે…જે જીવ ને રીચાર્જ કરાવી પળેપળ જ્ઞાન કરાવે છે કે- સંસાર માં રહ્યા થકા પણ મોક્ષ ના આ ધ્યેય ને ભૂલવા નું નથી…સત્પુરુષ નો હાથ પકડવા નો છે અને પરબ્રહ્મ ના સ્વરૂપ ને -બ્રહ્મરૂપ થઇ પામવા નું છે…..! માટે – સત્સંગ નો આ માર્ગ ભલે લાખ સમસ્યા આવે- છોડતા નહિ..નહીતર ભટકી જવાશે..જીવ રઝળી પડશે..!

    ચાલો આપણા જીવન ના કેન્દ્ર….માર્ગ…મંઝીલ…..સાર – શ્રીજી ના દર્શન કરીએ…..

    pixlr_20171231172053953

    સભાની શરૂઆત અમેરિકા થી પધારેલા પાર્થભાઈ પરીખ ના સુરીલા કંઠ થી વહેતી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ યોગેશ્વર સ્વામી રચિત “આપના તે આભમાં હું નાનું પારેવડું…”… અને પ્રેમાનંદ સ્વામી રચિત સુંદર કીર્તન “એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા” પાર્થભાઈ દ્વારા જ રજુ થયું…!! અદ્ભુત કંટ્રોલ સુર પર..! અમેરિકા જેવા ભૌતિક ઉપભોગ વાળા દેશ માં પોતાની સંસ્કૃતિ-કળા-સુરને પકડી રાખવા …..એનું જતન કરવું ..કઈ જેવું તેવું નથી..! ત્યારબાદ અન્ય એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત -કીર્તન ” જુઓ છબી શ્યામસુંદર વર કેવી રે…” રજુ કર્યું અને સમગ્ર સભાએ એમાં સુર પુરાવ્યો……!!

    ત્યારબાદ – સ્વામીશ્રી ના હિમતનગર વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો ( ૨૭-૨૮ ડીસેમ્બર) જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે….

    ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામી એ -ગઢડા મધ્ય-૨૪ ના વચનામૃત ને આધારે – યોગનિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠા ના- સત્સંગ માં મહિમા -અનિવાર્યતા વિષે -અદ્ભુત પ્રવચન કર્યું….જોઈએ એનો સારાંશ…..

    • આ જીવ નું એક જ જ્ઞાન હોવું જોઈએ- કે એક ભગવાન જ સર્વ સુખ નું ધામ છે..અને એક એમાં જેટલું જોડાણ વધુ તેટલો જ અંતર નો આનંદ વધુ..! જો જીવ ભગવાન માં યથાર્થ જોડાયેલો હોય તો જગત ના સુખ-દુખ નો અનુભવ તેને થતો નથી..એ તો બ્રહ્મ સુખ માં -આનંદિત રહે છે….
    • જીવ ને નડતા વિક્ષેપ ( દુખ..નડતર…માયા…) બે પ્રકાર ના છે…..૧) બાહ્ય વિક્ષેપ- કે જગત નું દુખ..અને ૨) આંતરિક વિક્ષેપ – મન નું દુખ……સ્વામી કહે છે કે- મોટાભાગ ના દુખ એ આંતરિક જ છે…..
    • મન ના વિક્ષેપ ખુબ નડે પણ- જો જીવ ભગવાન સાથે જોડાણ કરે તો એ દુખ- બધું આનંદ માં ફેરવાઈ જાય…..એને જગત ના સુખ દુખ નો અનુભવ જ ન થાય બસ…એ જીવ તો બ્રહ્માનંદ માં મસ્ત રહે…..!! જોઈએ લો આપણા ગુણાતીત ગુરુઓ……છેક ભગતજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…….એમણે પારાવાર અપમાનો-દુખ સહન કર્યા છે…પણ એમના આનંદ માં સહેજે ફેર પડ્યો નથી…..યોગીબાપા ને કેટકેટલો માર પડતો..અપમાનો થતા..છતાં સદાયે હસતા ડોલતા રહેતા..!!!
    • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે કે – આવા સહજ આનંદ માટે- જીવ અને ભગવાન વચ્ચે કશું રહેવું જ ન જોઈએ…! તો જ જોડાણ પાકું….! ( શ્રીજી કહે છે કે- ભગવાન ભજતા જે આડું આવે તેને માયા કહીએ…..ગ.પ્ર.૧)
    • આજે પણ આવા સહજ આનંદ નો લાભ લેતા સંતો આપણે ત્યાં છે…પુ.ડોક્ટર સ્વામી ને આંખ ની અસહ્ય પીડા…..પુ.સંત સ્વામી ને..પુ.બાલમુકુન્દ સ્વામી ને દેહ ની પારાવાર પીડા હતી..છતાં – એમના મુખ પર દુખ ની એક આછી રેખા દેખાતી ન હતી…..!

    બસ- આપણે તો શ્રીજી સ્વામી ને પ્રાર્થના એ જ કરવા ની છે કે – આપણું મન..અંતર…જીવ એક ભગવાન માં જ સ્થિર થાય..એમના સ્વરૂપ માં એવો જોડાય કે- બીજું કશું વચ્ચે રહે જ નહિ…..સંપૂર્ણ હરિમય થઇ જઈ એ તો ગીતા માં કહ્યું છે તેવી સ્થિત પ્રજ્ઞતા આવે….!! જીવ બ્રહ્મરૂપ થાય..!

    ત્યારબાદ ૨૮ ડીસેમ્બર ના રોજ મહંત સ્વામી મહારાજે આપેલા આશીર્વચન નો લાભ સૌને મળ્યો…..એમણે પોતાના આશીર્વાદ માં કહ્યું કે- શ્રીજી ના સર્વે હરિભક્તો સંતો માં સદાયે દિવ્ય ભાવ રાખવો…..અને એને જ બ્રહ્મ વિદ્યા કહેવાય…! જો કોઈ હરિભક્ત કે સંત નો અવગુણ લીધો…દ્રોહ કર્યો હોય તો- શ્રીજી પોતે પણ એ દ્રોહ કરનાર ને માફ નથી કરતા..!! શ્રીજી મહારાજે લાલા પાળા ને અંત સમયે તેડવા નો કોલ આપ્યો હતો..પણ લાલા એ ગોપાળાનંદ સ્વામી નો દ્રોહ કર્યો તો- લાલા ને ભૂત યોની મળી…!!! માટે- સત્સંગ માં સુખી થવું હોય તો- દરેક ભક્ત માં દિવ્યભાવ રાખવો અનિવાર્ય છે..!

    સભાને અંતે જાહેરાત થઇ કે…

    • આવતા રવિવારે -૭ જાન્યુઆરી -૨૦૧૮ – ના રોજ- અમદાવાદ સત્સંગ મંડળ – ડાબરા ઉત્સવ ઉજવશે..સોલા ભાગવત સ્થળ છે..સમય- ૮-૩૦ સવારે..ત્યાજ સભા થશે  – આથી સાંજે રવિસભા નથી….
    • ૧૫ જાન્યુઆરી સાંજે- આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ -અમદાવાદ પધારી રહ્યા છે…..૧૬ તારીખે- સાંજે ભવ્ય ઝોળી ઉત્સવ અમદાવાદ ને આંગણે થશે અને ૧૮ તારીખ સુધી રોજ- પ્રાતઃ પૂજા નો લાભ- પણ સર્વે મળશે…!! આનંદો..અમદાવાદીઓ..આનંદો…!!!
    • ધર્માદા ની સેવા ના સંકલ્પ જેના બાકી હોય તેને સત્વરે તેનો લાભ લેવો…!

    અદ્ભુત…અદ્ભુત..!! આપણા જીવન નો એક જ ધ્યેય હોવો જોઈએ – બ્રહ્મરૂપ થઇ પરબ્રહ્મ ને પામવા..! અને જીવે બ્રહ્મરૂપ થવા માટે- જીવન માં સાંખ્ય-અને યોગ બંને ને સિદ્ધ કરવા પડશે……માયા ..કહેતા કે- ભગવાન ને ભજવા માં નડતા સર્વે વિષયો ને દુર કરવા પડશે…..! પણ એ માટે – પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ નો સંગ કરવો જ પડશે..એ સિવાય આ બધું સિદ્ધ નહિ થાય…! અધ્યાત્મ માર્ગ માં – ગુરુ બિન જ્ઞાન નહિ….મોક્ષ નહિ..!!!

    આવનારા નવા વર્ષ ૨૦૧૮ માં – શ્રીજી ને એ જ પ્રાર્થના કે- સત્પુરુષ સ્વરૂપે -જે એમની પ્રાપ્તિ થઇ છે..તેની યથાર્થ પ્રતીતિ થાય….સત્સંગ નો રંગ સદાયે ચડતો ને ચડતો રહે…..સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો સદાયે રહે..સર્વે હરિભક્તો-સંતો માં સદાયે દિવ્યભાવ રહે…..અને સર્વે નું ભલું થાય…!!

    રાજી રહેજો…! …બસ..સત્સંગ માં આમ જ ચાલતા રહેજો……સત્પુરુશે કૃપાએ કરી  આપણો હાથ પકડ્યો છે…..એ છૂટી ન જાય તેનું પળેપળ ધ્યાન રાખતા રહેજો…..!

    જય સ્વામિનારાયણ

    રાજ