Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમની એકસો વ્યાખ્યાઓ- ભાગ ૯

Leave a comment

” યે સફર બહોત હૈ કઠીન મગર ..ન ઉદાસ હો મેરે હમસફર..” આજે મારે તમને એક સવાલ પૂછવો છે? તમે ક્યારેય એટલા બધા હતાશ થયા છો કે એ પળે તમને તમારી જીંદગી ડૂબતા જહાજ જેવી લાગી હોય?……મને તમારા “જહાજ” ની ખબર છે અને આથી જ આ જીવન આપણ ને રંગ-બે-રંગી લાગે છે…

” એક પળ જુઓ તો રાખ છે એ અને બીજી પળ કેસર…

જીવન તો આમ જ છે હમસફર,જો તને પડે ખબર”…..

અને જીવન ને સમજવા માટે મથવું પડે..નીચોઈ જવું પડે..સ્વપચને ઘેર વેચાવું પડે….અને ત્યારે સમજાય કે જીવન ને સમજવા માટે નો સરળ,ટૂંકો રસ્તો તો મેં અજમાવ્યો જ નથી….!!!! આ સરળ..ટૂંકો …મનગમતો રસ્તો એટલે કે પ્રેમ……તો શા કાજ તમે ભટકો છો…મારી સાથે ચલો…પ્રેમ ની સફરે…

પ્રેમની આગળની વ્યાખ્યાઓ…..

૮૧.એમના પળભરના વિયોગ ના કારણે ..સો સ્ક્વેર ફીટ નો રૂમ અચાનક જ હજાર સ્ક્વેર ફીટ નો થઇ જાય ,એવી પ્રતીતિ કરાવે એ પ્રેમ

૮૨.કોઈક પારકા ને ખાતર જમાના સાથે છેક સુધી લડી લેવા ની તૈયારી એટલે કે પ્રેમ

૮૩.જેની ગેરહાજરી મા જમાના ના સઘળા સુખ ફિક્કા લાગે ,એ તત્વ એટલે કે પ્રેમ…

૮૪.જીવન ને હકારત્મક જોવા માટેનો માઈક્રોસ્કોપ એટલે કે પ્રેમ

૮૫.હૃદયનો અર્ક એટલે કે પ્રેમ…

૮૬.દ્વેષરૂપી ઝેરનું મારણ એટલે કે પ્રેમ

૮૭.જ્ઞાનરૂપી હોડી ને સકારાત્મક દિશા મા દોરી જતો સઢ એટલે કે પ્રેમ..

૮૮. .શ્રી હરિ ને રીઝવવા નો એક માત્ર માર્ગ એટલે કે પ્રેમ…

૮૯.આત્માનું એલાર્મ-ક્લોક એટલે પ્રેમ…

૯૦.જે સહેલાઈ થી મળતું,મુશ્કેલી થી પરખાતું અને વહેંચવા થી વધતું ..એટલે કે પ્રેમ..

તો સફર જારી છે દોસ્તો…જામ-એ-“વ્યાખ્યા” બાકી છે…રાત બાકી છે અને જીવન…જીવનમાં શીખવાનું ઘણું બાકી છે….

રાજ

Leave a comment