Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રાજકોટ રવિસભા-૦૭/૦૯/૨૦૧૪

“આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી ને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ, બે પળ નોખો પડે, તેથી નિર્ગુણભાવને પામી જાય. ને જીવને તો ‘વચનામૃત’માં લંબકર્ણ જેવો કહ્યો છે, પણ આ વર્તમાન પાળે છે, એ તો જીવ સારા હશે………… ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ, તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે,

નિજાત્માનં બ્રહ્મરૂપ( શિક્ષાપત્રી શ્લોક-૧૧૬)

જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, તેમ બ્રહ્મરૂપ થાવું તેમાં કોઈ દોષ જ ન મળે.”

——————————————————-

અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૧૪૧

સહજ મા કલ્યાણ તે આનું નામ……..નિજાત્માનં બ્રહ્મરૂપ…પોતાના  જીવ નેબ્રહ્મ રૂપ કરીએ એટલે આપોઆપ જ પુરુષોત્તમ ની ભક્તિ નાં અધિકારી થવાય…….પ્રશ્ન છે- વિષયો મા થી મુક્ત થઇ જીવ ને આ સર્વોપરી સત્સંગ મા જોડવો….! તો આજની સભા આ કલ્યાણ નાં માર્ગ પર હતી.

મારા માટે તો “સાધુ ચલતા ભલા” જેવું છે……કોઈ જગ્યા એ સ્થિર રહેવાતું નથી…બસ હરીદયા એ વિચરણ ચાલુ જ રહે છે…પણ “શ્રીહરિ” નામની આ ધરી પર મારા જીવન નું આ ચક્ર સતત ચલાયમાન છતાં કેન્દ્રવર્તી રહે છે……એટલે જ સત્સંગ હવે જીવન નું અવિભાજ્ય અંગ છે. તો- આ વખતે હું રાજકોટ હતો અને કાલાવાડ રોડ નાં અદ્ભુત મંદિર મા સભા નાં સમયે હાજર હતો…..અમદાવાદ ની બાળ પારાયણ સભા ને આજે મિસ કરી….પણ સત્સંગ તો અખંડ જ રહે છે…તો..સૌપ્રથમ જેના માટે આ સર્વોપરી સત્સંગ છે….એ જ કારણ રૂપ એવા શ્રીજી નાં દર્શન કરવા મા આવ્યા…..તમે પણ કરો એ અદ્ભુત દર્શન….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભા ગૃહ આધુનિક છે….અને વ્યવસ્થા પણ સારી છે. જો કે અમદાવાદ ની જેમ ભરચક હરિભક્તો નથી હોતા છતાં ભક્તો નો ઉત્સાહ તો અદ્ભુત હતો…..સભા ની શરૂઆત -ધૂન થી થઇ….અને ત્યારબાદ એક યુવક ના મુખે કીર્તન રજુ થયું….” રહો ને સ્વામી મારા રુદય મંદિર મા આજ..” શબ્દો અદ્ભુત હતા…..હૃદય મા સત્પુરુષ ને રાખવા- એને શુદ્ધ કરવું પડે…સ્વભાવ-દોષ છોડવા પડે અને સંત કહે એમ -કરવું પડે….પોતાનું મનધાર્યું મુકવું પડે. 

ત્યારબાદ પુ.હરિ સ્વરૂપ સ્વામી દ્વારા – સ્વામી ની વાતો” પર સુંદર નિરૂપણ થયું….જોઈએ એના અમુક અંશ….

 • આપણે દેહ ને પોતાનું ઘર માનીએ છીએ…..અને આ દેહ એ નશ્વર છે…રોગો નું ઘર છે. રોગ તો આવવા ના જ પણ એનાથી જીવ ના કલ્યાણ ના માર્ગ મા અવરોધ ન આવવો જોઈએ…..યોગીબાપા તો કહેતા કે- બીમાર હો તો ખાટલા મા બેસી સભા મા આવવું….સત્સંગ ન છોડવો….
 • સત્પુરુષ ને દેહભાવ જેવું ન હોય….પણ બીજા ના દુખ..રોગ પોતે લે- અને દેહ ના ગુણ બતાવે……
 • જગત ને સાચું માની આપણે એના વ્યવહાર સાચવવા કેટલા દાખડા કરીએ છીએ??? એટલા જ દાખડા જો જીવ ના મોક્ષ માટે કરાય તો -જીવ નું અચૂક કલ્યાણ થાય….
 • જે ભગવાન નો થાય…એને ભગવાન દુખ-રોગ-શોક  આપીને પણ માયા ના બંધન મા થી મુકાવે……..માટે દુખ આવે તો એમ વિચારવું કે ભગવાન ની મરજી છે….અને સારા માટે જ હશે……એમ વિચારી સ્થિર રહેવું…સમ રહેવું……
 • જીવન હોય કે સત્સંગ- ધીરજ અનિવાર્ય છે………ભગવાન જ સર્વ નો કર્તાહર્તા છે. એ જ કારણ અને એ જ સાધન છે…..એ બધું જ સુઝાડશે અને કરાવશે……પણ કર્મ તો આપણે જ કરવા ના છે…..હાથ ઉપર હાથ મૂકી ને મુક બેસી ન રહેવાય.
 • દેહ છે તો રોગ છે….અને મન ના દુખ છે એનું કારણ તો અપેક્ષા ઓ છે…..જેટલી અપેક્ષાઓ ..લાલસા ઓ વધુ- એટલું જ દુખ વધુ…..
 • ભગવાન ને સર્વ કર્તાહર્તા માની- કર્મ કરવા થી કર્મ નું બંધન થતું નથી……ભાર વર્તાતો નથી……..

અદ્ભુત…….અદ્ભુત……..! સમગ્ર અધ્યાત્મ…..સમગ્ર જીવન નો સાર અહી જ છે…..જો સમજાય તો…!

ત્યારબાદ-પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ચરિત્ર દર્શનનો લાભ વિડીયો દ્વારા મળ્યો…….સ્વામીશ્રી ની આંખો જુઓ તો સમજાય કે- એકદમ નાજુક દેહ પણ આંખો મા કેટલું તેજ……કરુણા…..અને જાણે કે હરપળ સત્સંગ નો ઉજાસ…….સ્પષ્ટ દેખાય…છે…! ધન્ય ધન્ય આ જન્મારો કે- આવા સત્પુરુષ સાક્ષાત આપણ ને ગુરુ તરીકે મળ્યા…અને આપણ ને સ્વીકાર્યા……આપણા દોષો સહીત સ્વીકાર્યા….!

ત્યારબાદ પુ.અક્ષર કીર્તિ સ્વામી એ પણ..” સ્વસ્થ મન…સ્વસ્થ જીવન” વિષય પર અદ્ભુત પ્રવચન કર્યું. સારાંશ હતો…..

 • આપણું મન જેવું હોય તેવો જ આપણો દેહ હોય……સ્વાસ્થ્ય હોય…..જીવન હોય……ક્રિયા હોય અને સબંધો હોય….! 
 • મન ની વિચારવા ની પ્રક્રિયા બદલાય તો જીવન ની પ્રક્રિયા મા ફરક આવે છે…..
 • સકારાત્મક વિચાર શ્રેણી જ જીવન ને ઉચ્ચ બનાવે છે…….સફળ બનાવે છે……..સ્થિર બનાવે છે……
 • અને સકારાત્મક વિચાર જ અન્ય લોકો ને પ્રેરણા આપી શકે છે…….

જીવન મા ઉતારવા જેવી વાત છે…….બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે…” સત્સંગ હોય કે જીવન….કદાપી મોળી વાત ન કરવી….” એ યાદ રાખવા જેવું છે……

તો-આજની રાજકોટ મંદિર ની સભા એક અદ્ભુત સભા હતી…….સ્પષ્ટ વિચારો…સ્પષ્ટ સત્સંગ દ્વારા જીવ ના કલ્યાણ ની સભા હતી.

જય સ્વામિનારાયણ…..

રાજ 

 

 

 

 

 


1 Comment

BAPS રવિસભા- ૩૧/૦૮/૨૦૧૪

 “…..ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધિન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે.

 પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે; અને પોતાની સામર્થીને છુંપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે….”

————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-કારીયાણી-૫ 

મનુષ્ય નો એક સામાન્ય ગુણ છે……જે જુએ છે…..સાંભળે છે ..એને જ સત્ય માને છે. માટે જ સત્પુરુષ કે ભગવાન નજર સમક્ષ હોય, છતાં એમના વિષે દિવ્યભાવ નથી આવતો…એ એમના ચરિત્રો જોઈને, એમને સામાન્ય મનુષ્ય જ સમજે છે…અને ભગવાન પણ ભક્ત ની આ સમજણ ની મર્યાદા ને સમજી..મનુષ્ય ચરિત્રો કરી તેને લાડ લડાવે છે……! અધ્યાત્મ…..ભક્તિ..એક ગહન પણ સહજ વિષય છે. તો આજ ની સભા સત્પુરુષ ના આ ચરિત્ર પર જ હતી…..

સખત બફારા વચ્ચે આજે સમયસર સભા મા પહોંચી ગયો…..અને સૌપ્રથમ શ્રીજી અને ધામ-મુકતો-અવતાર ના દર્શન……

10606452_295763940611785_7359655095939803028_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા કલાકાર સંત દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ……અને એ જ જોશ મા કીર્તન રજુ થયું….”  તમે મારા થયા…હું તમારો થયો….”..ભગવાન ને સાચા હૃદય થી દ્રઢ નિષ્ઠા ભાવે ભજવા થી એ ભક્ત પર રાજી થાય છે….અને એના જ થઇ ને રહે છે.

ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અત્યંત રસપ્રદ અને વિદ્વાન વક્તા દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની અમેરિકા યાત્રા….એમના ચરિત્ર અને અમેરિકા ના હરિભક્તો ની નિષ્ઠા અને સેવા ભક્તિ પર ખુબ જ સુંદર પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ….

 • પ્રમુખ સ્વામી મહારાજ નો પોતાનો સંકલ્પ હતો કે અમેરિકા ને આંગણે અક્ષરધામ થાય……અને એમની ઈચ્છા હતી કે રોબીન્સ્વીલી ની આ ભૂમિ પર હરિકૃષ્ણ મહારાજ ના પગલા થાય……જે એમના સંકલ્પે જ થયું….
 • ૯૩ વર્ષ ની અત્યંત નાજુક અવસ્થા અને નબળું સ્વાસ્થ્ય – કોઈને લાગતું ન હતું કે- સ્વામીશ્રી ૧૮-૨૦ કલાક ની લાંબી યાત્રા કરી અમેરિકા આવી શકશે…..પણ સ્વામીશ્રી એ દિવ્ય ચરિત્ર બતાવ્યું અને- કોઈ પણ જાત ની તકલીફ વગર- તદ્દન સારા સ્વાસ્થ્ય સાથે- ઉત્સાહ સાથે- સ્વામીશ્રી અમેરિકા -ભક્તો ના મનોરથ પુરા કરવા પધાર્યા…..
 • એમની આ યાત્રા…..સંકલ્પ યાત્રા હતી……એક સ્વપ્ન યાત્રા હતી…….એક અશક્ય ને શક્ય બનાવતી  યાત્રા હતી……
 • સ્વામીશ્રી એ ૧૮ કલાક લાંબી વિમાન યાત્રા મા- દહીં ખીચડી ખાધા……સંતો-ભક્તો સાથે હાસ્ય વિનોદ કર્યો…..અને આ તરફ- સ્વામીશ્રી અમેરિકા પહોંચ્યા ત્યારે ૧૦-૧૫ હજાર હરિભક્તો રાત્રે ૧ વાગ્યા સુધી -સ્વામીશ્રી ની પ્રતીક્ષા મા બેઠા રહ્યા…..અને એમના આગમન -દર્શન નો લાભ લઇ ને જ ગયા…..! ધન્ય એમની ભક્તિ ને…..!
 • અને સ્વયમ સેવકો ની તો વાત થાય એવી નથી……રજનીશ રાય( જેની બંને કીડની ફેલ છે…) હોય કે યુવરાજ સિંહ ઝાલા……એવા સદાયે અગ્રેસર સ્વયમ સેવકો એ દિન-રાત જોયા વગર- પોતાની જાત ને સેવા મા હોમી દીધી…..અને સત્પુરુષ- શ્રીજી ને રાજી કરી લીધા….
 • સ્વામીશ્રી ૧૦-૧૨ દિવસ ત્યાં રોકાયા ને હરિભક્તો ને- એ મંદિર પરિસર અને અક્ષરધામ ની ૧૭૦ એકર જમીન ને પોતાના પવિત્ર -પાવનકારી દર્શન થી અભિભૂત કરી દીધી…..
 • આપણે સંજોગ જોઈને વાત કરીએ….જયારે સત્પુરુષ ની વાત પ્રમાણે સંજોગ બદલાય……….સ્વામીશ્રી અત્યારે સાવ ઓછું બોલે છે પણ એમના સંકલ્પો થી વગર બોલ્યે અગણિત…વિશાળ..અકલ્પનીય કાર્યો થાય છે….
 • સ્વામીશ્રી એ અમેરિકા ના હરિભક્તો ને કોલ આપ્યો છે કે ૨૦૧૭ મા /૨૦૧૯ મા -અક્ષરધામ- મૂર્તિ પ્રતિષ્ઠા માટે સ્વયમ પધારશે,…….! જય હો…!
 • અને સ્વામીશ્રી ની આટલી ઉમરે – બળભરી વાતો સાંભળો તો થાય કે- દિવ્યતા તો અહી જ છે……આટલો ઉત્સાહ..નિષ્ઠા…..સકારાત્મકતા ..બસ અહી જ છે..! 

તો- ઉપર ની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે- સ્વામીશ્રી એ પોતાનો દેહ સુધ્ધા -હરિભક્તો ના કલ્યાણ માટે સમર્પિત કરી રાખ્યો છે……!

ત્યારબાદ એક-બે દિવસ પહેલા અમેરિકા થી પાછા ફરેલા પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો નું અવિસ્મરણીય વિવરણ કર્યું…….સ્વામીશ્રી ને અક્ષરધામ નુંઅં મંદિર એટલું બધું ગમ્યું કે- ૧૦-૧૨ દિવસ ના રોકાણ દરમિયાન સ્વામીશ્રી ૭-૮ વાર -મંદિર ને નિહાળવા- દર્શને પધાર્યા…..!

ત્યારબાદ- સભાને અંતે- સ્વામીશ્રી ના ૨૦૧૨ ના વિચરણ-પ્રસંગો નું નિરૂપણ કરતુ પુસ્તક પ્રકાશિત થયું છે…..માહિતી અને ચિત્રો થી ભરપુર આ પુસ્તક વસાવવા મા આવશે……! સાથે સાથે નવા કેલેન્ડર્સ માટે ની પણ જાહેરાત થઇ…..

અન્ય એક જાહેરાત મા- આવતા રવિવારે “બાળ પારાયણ” છે…….અને તેની જાહેરાત બાળકો એ આજે- અદ્ભુત રીતે કરી..જુઓ ચિત્ર…

બાળ પારાયણ નું અદ્ભુત આમંત્રણ......

બાળ પારાયણ નું અદ્ભુત આમંત્રણ……

અને હા…..આવતા શુક્રવારે- જળઝીલની નો ઉત્સવ- છે….આ દિવસે -આજ્ઞા મુજબ નિર્જળા એકાદશી કરવા ની છે…….અને ઉત્સવ નો સમૈયો – શાહીબાગ મંદિરે- સવારે ૧૧ વાગે થી શરુ થશે…..

તો- ટૂંકમાં- સત્પુરુષ ના મનુષ્ય ચરિત્રો અદ્ભુત હોય છે…….એમાં મનુષ્ય ભાવ ન આવે અને દિવ્ય ભાવ જણાય ત્યારે સમજવું કે….સમજવું કે હવે આપણે કલ્યાણ ના માર્ગ પર છીએ……બ્રહ્મ ના માર્ગ પર છીએ……

રાજી રહેજો

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

રસપ્રદ ફોટા-૨૬

  તો સફરે જિંદગાની ચાલુ જ છે અને કેમેરા ના શટર પણ……! દરેક તસ્વીર…..એક કહાની છે…..જે સમજાય તો આ જિંદગાની છે…..તો જોઈએ અને માણીએ…

નો ઉધાર....નો ભાવતાલ...

નો ઉધાર….નો ભાવતાલ…

ગુજરાતીઓ ની ખાસિયત- કઈ પણ લેવા લાવ…..કોઈ પણ જગ્યા એ જાઓ…..ભાવતાલ નો ટ્રાય મારી લેવા નો જ….! મેં મોલ્સ….ડોક્ટર્સ ને ત્યાં….ગાડીઓ ના શોરૂમ્સ મા- મારા વહાલીડા ઓ ને બિન્દાસ ભાવતાલ કરતા જોયા છે…..! તો ગુજરાતીઓ રાજા તો ખરા પણ ભાવતાલ સાથે…! ભલે ને એ જીવન હોય કે મોત…ગુજરાતીઓ કદાચ યમરાજા ની સાથે પણ ભાવતાલ કરતા જ હશે …એ નક્કી..!

10628451_722230411148263_7980986720719567842_n

ખરેખર શક્ય છે??? ખુબ જ કઠીન છે…પણ જેને આ બ્રહ્મજ્ઞાન આવડ્યું એ અક્ષર રૂપ થઇ ગયો જ…..અને સાથે સાથે પુરુષોત્તમ ની ભક્તિ નોં અધિકારી પણ..! સુખ-દુખ તો આ યોગી થી જોજનો દુર રહે……એમાં કોઈ શંકા નથી..!

ધગધગતા...???

ધગધગતા…???

યાર…ગરમાગરમ તો ઠીક છે…..પણ આ “ધગધગતા” એટલે શું????? ઢોકળા છે કે અંગારા????? માર્કેટિંગ નો જરાક વધારે તડકો લાગી ગયો છે…….બરોબર ને???? જીવન હોય કે માર્કેટિંગ…..મર્યાદા જરૂરી છે………શું કહો છો???

રાજ 

 

 


Leave a comment

BAPS રવિસભા-૨૪/૦૮/૨૦૧૪

“….પરમેશ્વરને ભજવાની તો સર્વને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે……

…..જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે……..

……એ સમર્થ( સંત) તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; ………..એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે……

—-એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. —–માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે,
—–તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે……
———————————————-
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૭

સંત એ જગત ના આધાર રૂપ છે- એ સ્વયમ જગત નો નાથ કહે છે…..પછી એનાથી મોટો પુરાવો કયો? સંત કહો કે સત્પુરુષ – એ ભગવાન ને સાક્ષાત ધારણ કરે છે અને ભગવાન પણ એમના દ્વારા પ્રગટ રહે છે….માટે જ આપણે પ્રગટ ના ઉપાસક છીએ….અને સ્પષ્ટ પણે..ડંકા ની ચોટ પર માનીએ છીએ કે…પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ…એ સાક્ષાત પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ને પ્રગટ પણે ધારી રહ્યા છે…..!

તો- આજ ની સભા ખાસ હતી….કારણ કે- સત્પુરુષ સ્વયમ મંદિર ના પરિસર માં હાજર હતા, પણ સંજોગોવસાત સભામાં ન આવી શક્યા….પણ જે હોય તે- એમનું સ્વાસ્થ્ય -હરિભક્તો માટે સર્વોપરી છે….અને એમને પુરેપુરો આરામ મળે- એ જ ભક્તિ નો એક ભાગ છે. હું ઘણા સમય બાદ- આજે રવિસભા માં હતો- આથી એ ઉત્સાહ અને સ્વામીશ્રી ની સભા માં આવવા ની સંભાવના+ શ્રાવણ માસ ની છેલ્લી રવિસભા…..પછી બાકી શું રહે? ૪ વાગ્યે તો મંદિર પહોંચી ગયો ત્યારે જોયું તો મંદિર- હરિભક્તો થી ઉભરાઈ રહ્યું હતું. અને સભા ગૃહ માં તો ઉભા રહેવા ની જગ્યા ન મળે- એવી સ્થિતિ હતી. હમેંશ ની જેમ- મારા વ્હાલા ના મન ભરી ને દર્શન…..

10644862_289800661208113_1954798290902269734_n

સભા માં ગોઠવાયા અને સભા ની શરૂઆત-અત્યંત મધુર સ્વરે- ગવાતા “સ્વામિનારાયણ મહામંત્ર” ની ધુન્ય થી થઇ….યુવક મંડળ દ્વારા થયેલી આ રજૂઆતે સભામાં જોશ ભરી દીધો….અને પછી રજુ થયેલા કીર્તનો……” આજ મુને સામો મળ્યો છે અલબેલો” ( બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત) અને “પૂર્વ ના પુણ્ય ફળ્યા….જીવન આધાર મળ્યા..” અદ્ભુત  હતા……! જ્યાં સત્પુરુષ અને સાક્ષાત શ્રીજી નું ધણીપણું પ્રગટ હોય- ત્યાં બાકી શું રહે???

ત્યારબાદ- શ્રાવણ માસ ની પારાયણ ના ભાગ સ્વરૂપે- પુ.વિવેક સાગર સ્વામી જેવા વિધવાન સંત ને મુખે- વચનામૃત- ગઢડા પ્રથમ-૨૭ પર આધારિત સત્પુરુષ ના મહિમા વચનો નો અવિસ્મરણીય લાભ મળ્યો….જોઈએ એના અમુક અંશ…

 • સદગુરુ વિજ્ઞાનદાસ સ્વામી ( પૂર્વાશ્રમ ના ઠાસરા ના ગીરધરભાઈ….વડતાલ ગાદી ના આદિ કોઠારી ગોરધનભાઈ ના ભત્રીજા) ને સ્વયમ વડતાલ મંદિર માં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજે- પ્રાગજી ભક્ત દ્વારા પોતે પ્રગટ છે- એનો સાક્ષાત્કાર કરાવ્યો એ પ્રસંગ અદ્ભુત રીતે વર્ણવ્યો…..આમ, શ્રીજી કદાપી પૃથ્વી પર થી જતા જ નથી..સત્પુરુષ થકી હમેંશા પ્રગટ રહે છે….અને આજે પ્રમુખ સ્વામી માં તમે પોતે અનુભવ કરી શકો છો….
 • સત્સંગ માં સમજણ-સમજણ માં ફર્ક રહે છે….અને તેથી પ્રાપ્તિ માં પણ ફર્ક રહે છે……આ જગત ની રચના એ શ્રીજી ની મરજી છે….
 • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પોતાની અક્ષર વાતો માં કહે છે કે- અંતર માં ટાઢું રહે તે માટે એક ભગવાન ને જ સર્વ ના કર્તાહર્તા જાણવા…સમજવા…..
 • કેનોપનિષદ માં આ જ મૂળ સિધ્ધાંત છે……કે સર્વ નો કર્તાહર્તા એક ભગવાન જ છે એમ મનાય તો- બીજું કશું બાકી ન રહે…સ્થિતપ્રજ્ઞતા ની સ્થિતિ પ્રાપ્ત થાય…..દિલ્હી અક્ષરધામ ખાતે આકાર લઇ રહેલો નવો વોટર શો- આ જ સિધ્ધાંત પર આધારિત છે……દશેરા ની રાહ જુઓ..!
 • ભગવાન ને જાણવા-સમજવા ખુબ જ કઠીન છે…..સત્પુરુષ રૂપી માધ્યમ થકી જ એ ઓળખાય અને સમજાય..! 
 • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન નો સિધ્ધાંત એ જ છે- ભગવાન જ સર્વ કર્તાહર્તા છે…..એટલા માટે જ એ હળવાફૂલ છે. નિયમધર્મ માં દ્રઢ છે….
 • ભગવાન ને સદાયે- સાકાર…સર્વોપરી….સર્વ કર્તાહર્તા અને સદાયે પ્રગટ સમજવા…..
 • ગુણાતીત સ્વામી એ પ્રાગજી ભક્ત ને રાજી થઇ ને સાધુ નો કસબ શીખવ્યો……અને એ કસબ એટલે- સ્થિતપ્રજ્ઞતા નો કસબ…..સુખ અને દુખ માં…મન-અપમાન માં સમ વર્તવું……અને પ્રાગજી ભક્તે એને આબાદ જીવન માં ઉતાર્યો…..એમના અસંખ્ય અપામનો થયા….કુતરા ની જેમ હડધૂત થયા……મારવા સુધી ના પ્રયત્નો થયા…પણ ભગતજી મહારાજ સદાયે સ્થિર રહ્યા…..કારણ કે- એમને સાધુ નો કસબ આવડી ગયો હતો….
 • ગુણાતીત સ્વામી ને મૂળ અક્ષર અને મહારાજ ને સર્વોપરી પુરુષોત્તમ માનવા થી જ પૂરું નથી થઇ જાતું…..પણ એ પણ સમજવું પડે કે- મહારાજ સદાયે પ્રગટ રહે છે…..અને એટલે જ- આપણો સંપ્રદાય પ્રગટ નો ઉપાસક છે…

અદ્ભુત અદ્ભુત……..! આ વચનામૃત માં જ જાણે કે સર્વ વેદો નો સાર આવી ગયો….! જો આ સમજાય તો કલ્યાણ પાકું જ છે…….

ખીચોખીચ ભરેલી સભા ને સભામાં – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન નો લાભ ન મળ્યો પણ એમના દર્શન-વિચરણ ના વિડીઓ એ -બધા ને મોહિત કરી દીધા……એમના મનુષ્ય સહજ ચરિત્રો……દર્શનીય છે….! 

અને સભાને અંતે જાહેરાત…

 • સ્વામીશ્રી આવતીકાલે બપોર પછી મહાતીર્થ સારંગપુર જઈ રહ્યા છે……બસ શ્રીજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી એ કે એમનું સ્વાસ્થ્ય સારું રહે- આને આમ જ ભક્તો ને એમના દર્શન -ચરિત્રો નો..આશીર્વાદ નો લાભ મળતો રહે….

ત્યાં સુધી બસ -જગત ના નાથ ની લીલાઓ ને માણતા રહો…..સત્પુરુષ થકી પ્રગટ નું સુખ લેતા રહો અને પોતાને આત્મસત્તા રૂપ માની- સ્થિતપ્રજ્ઞતા ના માર્ગ પર આગળ વધીએ……બિલકુલ…સાધુ ના કસબ ની જેમ…! તૈયારી છે ને???? માંન  -અપમાન માં સમ વર્તવા ની???

જય સ્વામિનારાયણ…

રાજ 


Leave a comment

૨૦ ઓગસ્ટ-૨૦૧૪

કહેવાય છે કે મહાન લોકો નું કાર્ય સામાન્ય નથી હોતું( અર્થાત સામાન્ય થી થોડુંક ઉપર કે તદ્દન અસામાન્ય પણ હોય….. :-) ) ….આવું જ મારા કિસ્સા મા છે……! આજનો દિવસ બે કારણ થી ખાસ…..હતો.

૧) આજે ૨૦ મી ઓગસ્ટ હતી

૨) આજે મારો જન્મદિવસ હતો….( યાર..દર વખતે મારે જાતે જ કહેવું પડે છે..લ્યો…!…છે ને અસામાન્ય વાત….! )

જો કે- જન્મદિવસ ની પાર્ટી કે ઉજવણી જેવું કઈ પણ ન હતું…..છતાં મોંઘવારી ના મારેલા -મધ્યમ વર્ગીય નાગરિક ની જેમ મનમાં જ આખા અમદાવાદ ને જમાડવા નો લ્હાવો લઇ લીધો. આમેય આજકાલ તો એ જ પોસાય..! તો આજ ના દિવસ માટે- મને ચંદ્રકાંત બક્ષી માટે ગર્વ છે તો રાજીવ રત્ન ગાંધી માટે અફસોસ….! ( આડ વાત- જો કે આટલો અફસોસ તો સ્વયમ ઇન્દીરા ને પણ નહોતો થયો…) આ પહેલા પણ આનો ઉલ્લેખ કરી ચુક્યો છું…જુઓ જૂની પોસ્ટ…..

 ખેર…..લોકો નું શું??? આજે આપણી જ વાત કરીએ……તો- આજે શું કર્યું??? શું થયું???

 • લાગે છે આપણે દુનિયામાં ખ્યાતનામ થતા જઈએ છીએ અને ઘર મા ગુમનામ…..! બાહરી દુનિયા એ મને સવાર ના આંખ ઉઘડે એ પહેલા જ વધાવી લીધો તો નજીકના ને છેક સાંજે યાદ આવ્યું….! સાલું…આ ગણિત સમજાતું નથી, પણ છે મજ્જેદાર..!
 • તો- કામકાજ અર્થે જ આજનો દિવસ ગયો……સાંજે- પોતાના માટે સમય મળ્યો…..તો મંદિરે જઈ- જગત ના નાથ ને હૃદય થી સલામ ઠોકી આવ્યો……અને શાંતિ નો ઓડકાર આવ્યો…..થોડોક હલકો થઇ ગયો….! પણ જો આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થયા હોત તો- આજનો દિવસ ધન્ય થઇ જાત…! ખેર…કોઈ વાંધો નહિ…..સત્પુરુષ-અને ભગવાન સદાયે આપણી સાથે રહે છે- એ નો અનુભવ પ્રતિક્ષણ થાય છે…..આથી આ ફેરો તો ધન્ય જ છે…!
 • મારા દીકરા ને-અને છેટી પણ વ્હાલી પત્ની ને -ખુબ મિસ કરી………મારું ચાલે તો સમય ને “સ્ટેચ્યુ” કહી દઉં……! પણ -જીવન ના આ ભારેખમ પ્રસંગ ને હું સહર્ષ સ્વીકારું છું….કારણ કે એ મારા શ્રીજી ની મરજી છે……સંસાર મા જીવ ઓછો ચોંટે અને એનામાં વધારે- આથી જ તો આ દુરિયા છે……મજબુરીયા છે….! થેન્ક્સ શ્રીજી…..એમાં પણ તમારો રાજીપો- એટલે જીત તો આ બંદા ની જ છે..!
 • મંદિર મા થી પ્રસાદી મળી…..લાગ્યું કે હમેંશ ની જેમ લાડુડી હશે….પણ ઘરે આવી ને જોયું તો દિલ…બાગ-બાગ થઇ ગયું….પ્રસાદી મા પંજરી હતી…….કાન્હા ના જન્મદિવસ ની ઉજવણી મા જે વહેંચાય- એ મારા જન્મદિવસે વહેંચવા નો મોકો મળ્યો……લાભ મળ્યો…..! છે ને…શ્રીજી ની મરજી….! પાછી – બંદા આઠો જામ- બારેમાસ…..સહજ+આનંદ મા જ રહે ને….!
 • મારું વ્હાલું -રિલાયન્સ નેટકનેક્ટ નું ડોન્ગલ બંધ થઇ ગયું છે……મારા વ્હાલા દીકરા એ કંઇક સળી કરી ને- ડોન્ગલે દમ તોડી દીધો……અને નવું લેવા ગયો તો- ધીરુબાપા ના દીકરા કહે….૧૪૦૦ રૂપિયા લાવો…..અને જો કનેક્શન જ નવું લો- તો ૮૦૦ રૂપિયા…! છે ને ચમત્કાર…..વર્ષો થી મારા જેવો વફાદાર ઘરાક -દર મહિને હજારો રૂપિયા ભરી ને- કંપની ને ફાયદો કરાવે છે- એના માટે ડબલ પૈસા….અને નવા કનેક્શન ના અડધા પૈસા….! પછી- અનિલભાઈ ખોટ જ કરે ને???? અનિલભાઈ -આમ નેઆમ કરશે તો ધીરુબાપા ની મિલકત વેચવા ના વારા લાવશે…!

તો- છે ને દુનિયા રંગબેરંગી……..! બસ થોડીક મસ્તી- થોડીક ભક્તિ- ઢગલા બંધ પ્રેમ અને બિન્દાસ વાતો…..અને એ પણ હરિ ના સાક્ષી ભાવે….! પછી આપણે હળવા ફૂલ જ હોઈ એ ને….! જન્મદિવસ તો આ શરીર નો છે…..બાકી આપણે તો અજરામર છીએ……

સાથે રહેજો…

રાજ

 


Leave a comment

મુંબઈ ડાયરી ૨૦૧૪ -૨

                   તો છેવટે back to pavilion …! બ્રહ્માંડ ના છેડે -પાછા આવી ગયા છીએ અને હૃદય પોતાને હવે મુક્ત અનુભવે છે, પણ ખબર છે કે આ એક ક્ષણિક અનુભવ છે. તો કેવો રહ્યો મુંબઈ નો અનુભવ…..? ચાલો જોઈએ….

 • મીટીંગસ આખરે પૂરી થઇ અને કંઇક નવું…કંઇક એજ જુનું…શીખી ને આવ્યા…….
 • મરાઠી છોગલા વાળી પાઘ પહેરવા ની ઈચ્છા હતી……….હરિ દયા એ પૂરી થઇ…….અને એક મજા નો અનુભવ થયો……જાણે કે રક્તચાપ દોઢો થઇ ગયો……!

माज़ा मुंबई......!

माज़ा मुंबई……!

 • ફાઈવ સ્ટાર હોટેલ ની અમુક ભીતરી….આંતરિક બાબતો- ખબર પડી…..અનુભવાઈ……..એ પણ એના સ્ટાફ દ્વારા……! કહેવાતી ફાઈવ સ્ટાર હોટલો માત્ર નામની ફાઈવ સ્ટાર છે પણ એમના કર્મચારીઓ થર્ડ સ્ટાર ની જીન્દગી જીવે છે……..અઢળક જવાબદારીઓ…..અખ્સ્લિત શારીરિક શ્રમ અને કામ ના પ્રમાણ મા અપૂર્ણ વળતર……એ જ એમની કહાની છે. હું વિચારું છું કે- યુએસ ની જેમ- કે અન્ય વિકસિત દેશો ની જેમ- ભારત મા minimum wages અને wages per hour શક્ય નથી????
 • અને ટેક્ષી ના લુંટારા- અહિયા પણ છે……હું તો સમજતો હતો કે અમદાવાદ કરતા મુંબઈ મા ટેક્ષી વાળા વધારે પ્રમાણિક છે…..પણ અફસોસ…! હું ખોટો સાબિત થયો……! તો- મુંબઈકર અન મારા વ્હાલા ગુજરાતી ઓ…….મુંબઈ જાઓ ત્યારે જરાક રસ્તા ઓ….ટેક્ષી ઓ….નું હોમવર્ક કરી ને જવું…….!
 • બોરીવલી નેશનલ પાર્ક ની મુલાકાત- લેવાની ઈચ્છા હતી…..પણ જોઈએ- હવે ક્યારે મેળ પડે છે……..??
 • લોકલ ટ્રેનો મા મોડી રાત સુધી લોકો ને ભીડ જોઈને આશ્ચર્ય થાય છે કે- ટ્રેનો ઓછી છે કે લોકો વધુ છે???? અને કેટકેટલી રઝળપાટ???? એ પણ જાન ના જોખમે……! હું તો ટ્રેન મા લટકી ને જવાનું સ્વપ્ને પણ વિચારી ન શકું…..અને અહિયા લોકો બિચારા ગમે ત્યાં ટીંગાઈ ને જાય છે…….! હરિ…..હરિ……! રક્ષા કરો ઘનશ્યામ……….

તો- ઘરે પાછા અને એક મુક્તિ નો અનુભવ……શાંતિ નો અનુભવ……..! 

પણ “સાધુ તો ચલતા ભલા…”……હવે કોઈ નવા “દેશ” મા……નવી જીંદગી સાથે…..!

રાજ 


Leave a comment

મુંબઈ ડાયરી ૨૦૧૪-૧

ટૂંક માં હું આજકાલ મુંબઈ છું………ભીડમાં છું પણ એકલો છું…….! પેટ ની લ્હાયો પણ અજીબ ચીજ છે યારો…….સંબંધો ને કુંઠિત મનેકમને કરવા પડે છે. આજકાલ જ્યાં સંબંધો સાચવવા…..એ જ મોટો પડકાર હોય ત્યાં આવી દુરીઓ -એ પણ તહેવાર ના દિવસો મા…..એ કંઇક વ્યાખ્યાયિત ન કરી શકાય એવું કવન છે…..! અત્યારે ફાઈવ સ્ટાર હોટેલ ના ૨૫ મા માળે…..હૃદય મા એકલતા ભરી ને આ પોસ્ટ લખી રહ્યો છું…..! જે હોય તે…..હરિ ની ઈચ્છા..! એ જે દેખાડે -એ દેખવું છે…….બસ કર્મ કરતા રહેવું છે…..અને શક્ય હોય એટલા ને રાજી રાખવા છે…..!

તો- આજકાલ શું ચાલે છે, મુંબઈ મા????

 • રાખડી ઓ- અને જનોઈ- ઘરે જ બાંધી ને…બદલી ને આવ્યો હતો…….! થેન્ક્સ નાની બહેન ડોલી ને……મારી બહેનો ની ગરજ પૂરી કરવા બદલ..!
 • મુંબઈ મા વરસાદ અલપ ઝલપ છે…….પણ સમાચાર પ્રમાણે અમદાવાદ કોરુંકટ છે…..લાગે છે કે- વરસાદી ધુમ્મસ ને અહી થી “પકડી” ને લઇ જવું પડશે……
 • મીટીંગ….મીટીંગ્સ……એટલી બધી મીટીંગો અને એટલા બધા પ્રોજેક્ટ્સ ચાલે છે કે- લાગે છે કે- જીવન પણ એક મીટીંગ….એક પ્રોજેક્ટ થી વિશેષ કઈ નથી……..હ્યુમન સાયકોલોજી પર આધારિત આ અમારી દુનિયા……રંગબેરંગી પણ ક્રૂર છે……
 • અહી નું કહેવાતું જૈન જમવાનું જમી ને ત્રાસી ગયો છું………આવા ફાલતું ફાઈવ સ્ટારિયા જમણ થી ઘર નો સુકો રોટલો વધુ સારો લાગે છે……..
 • તો આજુબાજુ ના…..ગ્લેમર થી ભરેલા…પ્લાસ્ટિક ચહેરા ઓ ને જોઈ ને લાગે છે કે…….આ જીવો નું કલ્યાણ ક્યારે થશે??????? હું મારા વિચારો ..સિધ્ધાંત મા સ્પષ્ટ છું…….આવા જીવો માટે શ્રીજી ને જરૂર પ્રાર્થના કરતો રહીશ……છેવટે જીવન મા- પૈસો..ભણતર…ગાડી-બંગલા સગવડો આપે છે…સુખ નહિ…અને અખંડ સુખ તો એક ભગવાન મા જ છે- એ આજે સમજો તો એ…..કાલે સમજો તો એ……સમજ્યે જ છુટકો છે…!
 • મારો દીકરો -હરી મારી રાહ જુએ છે….અને હું એની…..! જોઈએ – આ પ્રતીક્ષા નો અંત ક્યારે આવે છે?????
 • જે હોય તે……પણ જીંદગી મજા ની છે………થોડીક આગ…થોડાક સ્વપ્ન…..અને થોડીક વાર્તા ઓ છે……….

આગળ હરિ ઈચ્છા……!

રાજ

 

 

Follow

Get every new post delivered to your Inbox.

Join 467 other followers